________________
થી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
૩૯ સમજાવેલ છે કે કોઈને તરસ લાગી હોય પણ ક્ષીરસમુદ્ર અહીંથી ઘણે દૂર હોય તે દૂર હોવાથી અહીંયા તૃષાતુરને ઉપયોગી થાય નહીં, પણ અહીં એક મીઠા પાણીનો કળશો હોય તો કાર્ય થાય અને તૃષા છિપાવી શકાય તેમજ પ્રત્યક્ષ જ્ઞાનીના સાનિધ્યમાં રહેવાથી આપણા દોષોને આપણે સહેલાઈથી દૂર કરી શકીએ. (૫૮) જે જ્ઞાનીપુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાનીપુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ છે... તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે.
આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સુક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા ! રૂપ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ ! નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. (પ.-૪૭ર/પા.૩૮૫,૩૮૬)
પરમાર્થ જ્ઞાનીપુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રગટાવવાનો માર્ગ મળ્યો હોય તો આપણને આત્મજ્ઞાન પ્રગટ થાય. તેમજ બીજજ્ઞાન મળ્યું હોય પણ યથાતથ્ય સમજણ વગર તે પ્રમાણે ધ્યાન કરવામાં આવે તો ફળવાન થતું નથી. જેણે તે બીજજ્ઞાનને બોધબીજમાં ફેરવેલ છે તેની આજ્ઞાએ ધ્યાન કરવાથી પરિણામ મળે છે અને પવન તથા સુધારસની તુલનાત્મક વાત કરી સુધારસ પ્રક્રિયાથી આત્મા સહેલાઈથી પ્રગટ થઈ જાય છે તેમ કહેવાનો ભાવ અહીં જોવામાં આવેલ છે. આત્મા જયાં સુધી વિભાવને ભજે છે, ત્યાં સુધી ચંદનવૃક્ષ કહ્યો છે કારણ કે ચંદનવૃક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org