________________
૩૮
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
ભક્તિએ કરીએ છીએ. (૫.-૪૬૫/પા.-૩૮૧)
અહીં પૂર્વે થયેલા જ્ઞાનીઓને, જે કાળમાં થયા તેને, જે ક્ષેત્રમાં થયા તે ક્ષેત્રને ધન્ય કહે છે. તેવા જ્ઞાનીપુરુષના વચનોના શ્રવણનો, તેને સાંભળનારને, તેને કરનારને અને તેમાં ભક્તિભાવથી રચ્યાપચ્યા રહે છે તેમને ત્રિકાળ દંડવત્ પ્રણામ કર્યા છે. તેમજ આત્મસ્વરૂપની ભક્તિ, તેનું જ ચિંતન, તેમજ એવા આત્માની વ્યાખ્યા કરનાર જ્ઞાનીપુરુષની વાણી અથવા તેમના દ્વારા રચેલાં શાસ્ત્રો અને માર્ગાનુસારી સિદ્ધાંતો, તેમાં રહેલી અપૂર્વતાને અતિ ભક્તિથી પ્રણામ કરવામાં આવ્યા છે.
(૫૭) જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. પૂર્વે થયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઇ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવનમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. (પ.-૪૬૬/પા.-૩૮૨)
અહીંયાં પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનું કેટલું મહત્વ છે, તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. માટે પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો સમાગમ કરવો અને સમાગમ થાય, શ્રુત મળે તો તે મહત્ પુણ્યોદય થયો તેમ સમજવું. આ બોધને પરિણમાવવાથી આપણામાં રહેલા દોષો જેવા કે કદાગ્રહ, મતાગ્રહ આદિનો નાશ થઈ જાય. વળી પ્રત્યક્ષ જ્ઞાની આપણામાં રહેલા કષાયાદિ દોષોને જણાવી, તે કાઢવાનો ઉપાય પણ બતાવી શકે, માટે તેની આશ્રયભક્તિ સ્વીકારવી એ જ શ્રેયનું કારણ છે. દાખલો આપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org