________________
૩૧
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
આત્મસ્વરૂપ સહજરૂપે રહેલું છે. પણ તેને પ્રગટ આણવા માટે જ્ઞાનીપુરુષના ચરણનું સેવન-તેમની આજ્ઞા પ્રમાણે ચાલવારૂપ આશ્રય ભક્તિ નિશ્ચયથી જરૂરી છે. જો જ્ઞાનીની આશ્રયભક્તિની પ્રાપ્તિ ન હોય તો અનંતકાળ સુધી મહેનત કરવા છતાં તે પ્રાપ્ત ન થઈ શકે તેટલું વિકટ પણ કહ્યું છે. (૪૨) સમ્યક્ઝકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. (પ.-૩રર/પા.-૩૧૪)
અજ્ઞાનભાવોને મંદ કરીને સમ્યકપણે જ્ઞાની પુરુષ પ્રત્યે અખંડ વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા રાખવાનું ફળ નિશ્ચયથી મુક્તિની પ્રાપ્તિ છે. (૪૩) કોઈપણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમ ભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. (પ.-૩૩૦/પા.-૩૧૮)
સાધકે હંમેશાં કોઈપણ પ્રકારે આકુળતા આયા વિના વૈરાગ્યભાવને દઢ કરવો જોઈએ. વૈરાગ્યભાવ આવવાથી રાગદ્વેષ મંદ પડતા જશે અને વીતરાગભાવ ધીમે ધીમે અનુક્રમે પ્રગટતો જશે. વૈરાગ્ય અને વીતરાગભાવે જ્ઞાની પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિભાવ રાખી સન્શાસ્ત્ર, સત્સંગનો પરિચય કર્યા કરવો એ જ હિતનું કારણ છે. (૪૪) માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. (૫.૩૩૫/પા.-૩૨૦)
માત્ર જ્ઞાનીના સાનિધ્યને ઈચ્છે છે. આંતરિક સ્થિતિને બરાબર ઓળખે છે અને તે પ્રમાણે પોતાની સ્થિતિ મેળવવાનો પુરુષાર્થ કરે છે. તે જ્ઞાનીએ જે દશા મેળવી છે, તે દશાને પ્રાપ્ત કરી લે છે અને તેમના જેવો જ બની જાય છે. આવી સ્થિતિ જે પ્રગટ કરી શકે તે ઉત્તમ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. (૪૫) જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org