________________
૫૦
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
(૮૩) સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ
(આ.સિ.શા.ગા.-૯)
“પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય.” (પા.-૭૨૮) ગુરુની આજ્ઞાએ વર્તવું. “ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંત જીવો સીઝયા, સીઝે છે અને સીઝશે.” (પા.-૫૩૧) આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. “ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.” (પા.-૫૩૨), (૫.૭૧૮) પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર.
,,
(આ.સિ.શા.ગા.-૧૧)
‘પ્રત્યક્ષ આત્મસ્રાંતિનું સમાધાન થાય એવા સદ્દગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય.' (પા.-૫૩૩)
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો; સમજ્યું જિનસ્વરૂપ.-૧૨
‘સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે.’ (પા.-૫૩૪) માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.-૧૮
‘માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુનાં શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.’ (પા.-૫૩૪)
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમક્તિને, વર્તે અંતર શોધ.-૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org