________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
એ માર્ગે જે સાધક ચાલી રહ્યો છે તેને કર્મબંધ થતો નથી. તેમજ જ્ઞાનીએ સાધના કરવા માટે જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ જે ચાલે છે તેને કર્મબંધ થતો નથી. કારણ કે જ્યાં સુધી સાધક જીવ જ્ઞાનીની આજ્ઞામાં છે ત્યાં સુધી તેનામાં કષાયભાવોનો અભાવ હોય છે અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય.
૭૦
(૧૨૯) સદ્ગુરુ ઉપદેષ્ટિ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપ થકી વિરમવું થાય છે. અને અભેદ્ય એવા સંસાર સમુદ્રનું તરવું થાય છે. (વ્યા.સા.-૧/-૧૧૦/પા.-૭૪૯)
સદ્ગુરુ દ્વારા ઉપદેશવામાં આવેલ યથાર્થ સંયમભાવનું આચરણ કરવાથી એટલે કે સદ્ગુરુની આજ્ઞાએ ચાલવાથી, તે પ્રમાણે વર્તવાથી પાપકર્મથી પાછા ફરવાનું સહેજે થાય છે. અને તેથી અભેદ્ય એવા સંસાર સમુદ્રથી સહેજે સહેજે પાર ઉતરી જવાય છે, સંસારથી મુક્તિ થઈ જાય છે અને સાદિ અનંતોકાળ માટે અનંત અવ્યાબાધ સુખને ભોગવાય છે.
(૧૩૦) સૂત્ર સિદ્ધાંત, શાસ્ત્રો સત્પુરુષના ઉપદેશ વિના ફળતા નથી. (વ્યા.સા.૧/૧૫૮-પા.-૭૫૪)
સૂત્ર સિદ્ધાંત કે શાસ્ત્રોનું વાંચન આપણે કરીએ તો તેના રહસ્યનું પરિણમન થતું નથી. પણ એ જ શાસ્ત્રો કે સૂત્ર સિદ્ધાંત સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કરી તેને સમજવાનો પુરુષાર્થ કરવામાં આવે તો તેના રહસ્યને ફળવાન બનાવી શકીએ છીએ.
(૧૩૧) વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. (વ્યા.સા.-૧/૧૬૩-૫ા.૭૫૪)
સર્વ ક્લેશથી અને સર્વ દુ:ખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે-વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org