________________
૯૪
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય તત્ત્વદષ્ટિ એટલે પોતે મૂળ સ્વરૂપે જેવો છે તેવો જ ઓળખાય, એ રૂપ જ પરિણમન થયા કરે. એટલે કે પરપ્રત્યેનો અભાવ, મમત્વભાવ, આસક્તિ રહેલ છે તે નાશ પામી જાય. તત્ત્વ મૂળ તો બે રહેલા છે : જીવ અને અજીવ. આ બન્ને જે જે રૂપે રહેલા છે તે રૂપે યથાવત્ ઓળખાણ થવી અને તે રૂપ જ પરિણમન થઈ જવું તે તત્ત્વદષ્ટિ છે. એટલે કે જીવતત્ત્વ ઉપાદેય છે અને અજીવતત્ત્વ જાણીને છાંડવા યોગ્ય છે, એમાં પણ મુખ્યત્વે તો પુદ્ગલ પ્રત્યેનો મમત્વભાવ છોડવાનો છે; તો તત્ત્વદષ્ટિ પ્રગટ થઈ જાય. આ દૃષ્ટિ પ્રગટ થતાં બાહ્ય દૃષ્ટિથી જે કાંઈ દેખાતું, જણાતું હતું અને તેનું માહાસ્ય જ લાગતું હતું તે છૂટી જાય એટલે કે બાહ્યદૃષ્ટિ છૂટી જાય, આંતરદૃષ્ટિ-તત્ત્વદૃષ્ટિ પ્રગટ થઈ જાય. મનુષ્ય જીવનનું કર્તવ્ય પણ આ તત્ત્વદૃષ્ટિ ખીલવવા રૂપ જ રહેલું છે. (૩૬) “આ બધું છોડવાનું છે. એટલે વનમાં કે જંગલમાં જતાં રહેવાનું નહીં. એ તો સહેલું છે, પણ આસક્તિ છોડવાની છે, તે સહેલી નથી.”
આપણું શરીર, આપણું કુટુંબ, આપણું ઘર, આપણો ધંધો કે વ્યવસાય અને મિલકત એ બધું પર છે, પણ તેમાં મારાપણાની ભાવના, તેના પ્રત્યે મમત્વભાવ, માલિકીભાવ, આસક્તિભાવ થઈ ગયેલો છે તેને છોડવાનો પ્રયત્ન કરવાનો છે. “આસક્તિભાવ” તોડવા માટે જ્ઞાની પુરુષના આશ્રયે રહી તેની આજ્ઞા પ્રમાણે સાધના કરવાની છે. તે પ્રમાણે યથાર્થ સાધના થશે તો આસક્તિભાવ તુટશે. સ્વચ્છેદે તેનો નાશ કરવાનો પુરુષાર્થ કરવામાં આવે તો તે નાશ નહીં પામતાં વધારે મજબૂત બનવા સંભવ છે. માટે જાગૃતપણે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી “આસક્તિ જે છોડવી સહેલી નથી તેને આપણે છોડી શકીએ તેમ છીએ. માટે તે અંગે પુરુષાર્થ કરી આ મનુષ્યભવને સફળ કરી લેવો એ જ ડાહ્યા માણસનું કર્તવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org