________________
૪ ૧
શ્રી સર, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ જીવ સમીપમાં મુક્ત થવાની યોગ્યતા વાળો હોય તેને તે સહજ વિચારમાં જેમ છે તેમ સમ્યપણે પ્રમાણિત થવા યોગ્ય છે અને તેનો નિશ્ચય પણ ઉત્કૃષ્ટપણે થાય છે. તેના પર વિચારણા કરવાથી જીવમાં વિવેક પ્રગટે છે અને પોતે પોતાના સ્વરૂપની ઓળખાણ કરી લે છે. આ છે પદમાં કોઈપણ પ્રકારે સંદેહ કરવા યોગ્ય નથી. એમ પૂર્વે થયેલા પરમ પુરુષોએ નિરૂપણ કરેલ છે. આ છ પદનો વિવેક દર્શાવવાનું કારણ જીવને સ્વસ્વરૂપ સમજવાનું છે તે અર્થે કહ્યો છે. (૬૦) જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષના વચનનું અપૂર્વ અને અભુત સ્વરૂપ ભાસે છે અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. (પ.-૪૯૭/પા.૩૯૮)
જીવમાં જેમ જેમ આરંભ-પરિગ્રહનું બળ ઘટે તેમ તેમ ત્યાગભાવ વધતો જાય. આંતરિક વૈરાગ્યભાવ પ્રગટતો જાય. તેથી ઉપશમભાવ પણ વધવા માંડે. આમ થતાં જ્ઞાની પુરુષની આશ્રય ભક્તિનું બળ પણ વધતું જાય. આશ્રય ભક્તિનું બળ વધવાથી સપુરુષનાં જે વચનો સાંભળવા મળે તેની અપૂર્વતા આવતી જાય અને તેનું યથાતથ્ય સ્વરૂપ જણાતું જાય. આથી પૂર્વના બંધનની નિવૃત્તિના ઉપાયો કરવામાં આવે તો તે સહજમાં સિદ્ધ થવા માંડે છે. એટલે કર્મબંધનથી જીવાત્મા હળવો થતો જાય છે અને તેથી મોક્ષમાર્ગ પ્રશસ્ત થતો જાય અને ઓળખાણ વધતી જાય. (૬૧) જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. (પ.-૫૧૧/પા.૪૧૨)
જૈન શાસ્ત્રોમાં જ્ઞાનીપુરુષની આજ્ઞા આરાધવાથી જીવને શું લાભ થાય તેનું વર્ણન જોવામાં આવે છે. આજ્ઞા પ્રમાણે આરાધના-ઉપાસના કરવાથી સહેલાઈથી સિદ્ધપદ-નિર્વાણને મેળવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય જણાય છે. (૬૨) જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે. અનુક્રમે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org