________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
આત્મસિદ્ધિ શાસ્ત્રની આ કડીઓમાં પણ સ્પષ્ટપણે પ્રત્યક્ષ સત્પુરુષ વગર આત્મલક્ષ થતો નથી તેમ જણાવેલ છે.
જ્ઞાનીપુરુષની પ્રાપ્તિ થયે, સત્સંગ થયે અને તેમના જણાવેલા માર્ગને આરાધવાથી જ જીવનું દર્શન મોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે અને અનુક્રમે જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જીવ કૃતકૃત્ય થાય છે. ‘પંચ પરમેષ્ઠિ મંત્રમાં’ પણ પ્રથમ નમો અરિહંતાણં પદ મૂકવામાં આવ્યું છે, તે પણ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો જ મહિમા બતાવે છે. તેઓ પ્રત્યક્ષપણે, દેહધારીપણે રહેલા હોવાથી સાધક જીવાત્માઓને મોક્ષમાર્ગ બતાવી માર્ગદર્શન આપી શકે છે, જ્યારે સિદ્ધ ભગવંત છે તે અશરીરીપણે રહેલા હોવાથી, તેઓ માર્ગદર્શન આપવા શક્તિમાન થઈ શકતાં નથી. તે પણ એમ સૂચવે છે કે ભક્તિ માટે પ્રત્યક્ષ સત્પુરુષ-જ્ઞાનીપુરુષની ભક્તિ કરો અને એ જ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. પત્રાંક-૧૯૪માં પણ આ વાત સ્પષ્ટપણે જણાવી છે. એટલે કે : “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને એ આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી.” સત્પુરુષ કેવા હોય તે વિષે પત્રાંક-૭૬ અને ૨૧૩માં લખે છે કે, “સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.” (૫.-૭૬). “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ.” (૫.-૨૧૩)
Jain Education International
૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org