________________
४८
શ્રી સદ્ગર, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૭૮) અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને માટે નિત્ય સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. (પ.-૬૯)/પા.-૫૦૩)
જો સપુરુષનો નિત્ય સમાગમ કે આશ્રય ભક્તિની પ્રાપ્તિ થાય તો તે જીવ અખંડ એવી આત્મજ્ઞાનરૂપ પરિણતિ પ્રગટાવી દે છે. (૭૯) દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈપણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યાગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જે આશ્રય પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. (પ-૬૯૨ પા.-૫૦૩, ૫૦૪).
જીવાત્માએ આ પૂર્વે પણ દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મેળવ્યો હોવા છતાં સંસાર પરિણામી જ રહ્યો હોવાથી હજી સુધી પરિભ્રમણનો અંત આવ્યો નથી. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા પ્રાપ્ત થઈ છે કે જે દેહમાં રહી જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ, એટલું જ નહીં, તેની જ્ઞાની તરીકે ઓળખાણ થવાથી તેના આશ્રમમાં રહેવાનો નિશ્ચય કર્યો, જેથી અનેક પ્રકારના મિથ્યાગ્રહો, કદાગ્રહો, હઠાગ્રહોની મંદતા થવાનો જોગ પ્રાપ્ત થયો અને આત્માની ઓળખાણ પણ થવાનો જોગ બની આવ્યો. તો હવે એ જ આશ્રયમાં રહીને આ દેહનો ત્યાગ થાય તો જ સાર્થકતા થઈ ગણાશે. આ આશ્રયથી જીવ આ કાળમાં, આ ભવમાં કે આગામી ભાવિ થોડા કાળમાં પણ સ્વસ્વરૂપમાં જ સ્થિતિ કરશે. તો હવે સદ્ગુરુ દ્વારા કહેવામાં આવ્યો છે એવા નિગ્રંથ માર્ગનો મને નિર્વાણને પ્રાપ્ત ન થાઉં ત્યાં સુધી સદાય આશ્રય મળ્યા કરે તેવી ભાવના ભાવું છું. (૮૦) ઘણું કરીને પુરુષના વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org