________________
૭૮
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૧૦) “જ્યાં સુધી પથ-મત, વાડાની પકડ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ ખરો હાથ લાગે નહીં.”
વ્યક્તિ જન્મતાની સાથે કોઈને કોઈ મત કે પંથમાં આગ્રહ કરતો થઈ જાય છે. સામાન્યપણે જીવાત્મા જે કુળમાં જન્મ ધારણ કરે છે તે કુળનો જે ધર્મ કે પંથ હોય તે જ મારો પંથ કે ધર્મ માનીને તેને જ દઢતાથી વળગી રહે છે. તેનો જ આગ્રહ અને પોતે જેને ધર્મ માને છે તે જ બરાબર છે; તેમ માનીને તેનો જ આગ્રહ અને તે પ્રમાણે વર્તવાનો જ પ્રયત્ન કરે છે. પણ જયાં સુધી આ પ્રકારની પકડ હોય ત્યાં સુધી પોતાનો સંસારથી છૂટકારો કેમ થાય તેનું જરા પણ ભાન પ્રગટતું નથી. અને તેથી ધર્મના નામે જે કાંઈ કરતો રહે છે, તેના પરિણામે સંસાર પરિભ્રમણ જ પ્રાપ્ત થયા કરે છે. પોતે જે કુળમાં જમ્યો છે તે જ ધર્મ મારો છે અને તે આદરતા કષાય ભાવો થયા કરે છે. રાગદ્વેષ પરિણતિ વધતી જ રહે છે, પણ જીવ જ્યારે મધ્યસ્થ થઈ વિચારણા કરે કે હું જે કાંઈ કરી રહ્યો છું, તેથી મારું સંસાર પરિભ્રમણ ઘટી રહ્યું છે કે નહિ, ધર્મને નામે હું જે કાંઈ કરી રહ્યો છું, તેનાથી મને શાંતિની પ્રાપ્તિ થઈ રહી છે કે મારામાં કષાય પરિણતિ વધી રહી છે; આમ વિચારણા કરે તો ધર્મને નામે થતો કદાગ્રહ કે હઠાગ્રહ રોકી શકે અને સાચો માર્ગ શું છે, તેનો ઉહાપોહ કરી આત્મશાંતિનો માર્ગ શોધવાનો પ્રયત્ન કે પુરુષાર્થ કરી શકે. આપણને સાચો માર્ગ શું છે, મોક્ષમાર્ગ શું છે, તેની સમજણ આપનાર જ્ઞાની પુરુષનો ભેટો થયો છે, તો તેમના આશ્રયને સ્વીકારી, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરવાથી આત્માનું જેવું શુદ્ધ અને શાંત સ્વરૂપ છે, તેની ઓળખાણ થાય. તે ઓળખાણ થતાં જીવ સંસાર ભાવોથી પર થવાનો પુરુષાર્થ કરે તો અનંતકાળે જ્ઞાની પુરુષનો ભેટો થયો છે તેનો યથાર્થપણે ઉપયોગ કરી આત્માને મૂળસ્વરૂપમાં લાવવાનો પુરુષાર્થ કરીએ એ જ શ્રેયસ્કર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org