________________
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
૮૧
ચેતન હાલમાં તો કુમતિ-કુબુદ્ધિના સહારે જ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. એના કારણે જે પોતાનું સ્વરૂપ નથી, તેને પોતાનું માનીને એ પ્રવર્તી રહ્યો છે, તેથી દેહાધ્યાસ પ્રગટેલો છે. તે દેહને કાંઈપણ અશાતારૂપ થાય તો તરત જ આ મને થયું એમ થઈ જાય છે, તેથી તેના ઉપચારમાં આકુળતા-વ્યાકુળતા કરીને તેને શાતારૂપ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. મને ઈન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સુખ મળશે તેમ માની તેમાંથી સુખ મેળવવાનો પુરુષાર્થ કરતો રહ્યો છે, જેના પરિણામે સુખ તો મળતું નથી, પણ અનંતકાળ સુધી દુઃખ ભોગવવું પડે છે. પણ તે તરફ કુમતિના કારણે દ્રષ્ટિ જતી જ નથી અને બાહ્ય વિષયોથી જ મને સુખ મળશે તેમ માનીને તેવો જ પુરુષાર્થ કરતો રહ્યો છે. પણ તે તો સંસારમાં રખડવા રૂપ ધંધો છે. માટે તે જીવ ! આ વિષે વિચાર કરવાનો અવકાશ તને આ મનુષ્ય ભવમાં પ્રાપ્ત થયો છે તો તેનો ઉપયોગ કરી કુબુદ્ધિ-કુમતિના કબજામાંથી છુટવાનો પ્રયત્ન કરી સુબુદ્ધિસુમતિના સાનિધ્યમાં આવવાનો પુરુષાર્થ કરવા લાગી જા. જ્યારે તું સુમતિના સાનિધ્યને સ્વીકારીશ ત્યારે જ તને યથાર્થ પુરુષાર્થ કરવાનો વિચાર સ્ફરશે. તેમ થતાં આ મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે તે તરફ લક્ષ જશે. લક્ષ જતાં તે લક્ષને મેળવવાનો પુરુષાર્થ કરવાની વિચારણા શરૂ થશે. અને સદ્ગુરુ યોગે, તેમના આશ્રયે સુવિચારણા કરવાથી મારું સાચું સ્વરૂપ શું છે તેની જાણ થશે. તે જાણ થતાં તે માટેનો પુરુષાર્થ કરવાની રુચિ જાગૃત થશે. એટલે કે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. તે માર્ગનું યથાતથ્ય પાલન કરવાથી આપણો આત્મા સંસાર પરિભ્રમણને તોડી અનંતસુખના ધામને મેળવી શકશે. (૧૪) “જ્યાં સુધી અંતરમાંથી મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી આપણે જે ધર્મક્રિયા કરીએ તેનું ફળ સંસાર જ છે.”
- મિથ્યાત્વ એટલે ઊંધો સમજણ, જે રૂપે પોતે નથી તે રૂ૫ પોતાને માનવો તે. અથવા પોતાના મૂળ સ્વરૂપની જ ભ્રાંતિ, અજ્ઞાનરૂપ સ્થિતિ. આ સ્થિતિ જીવને અનાદિકાળથી વળગેલી રહેલી છે. તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org