________________
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
લઉં તે જ હવે તો બરાબર કહેવાય. (૧૨) “દેહાધ્યાસ છોડો અને છેવટે ભગવાન આત્માનો સાક્ષાત્કાર કરવો. બસ એટલું જ કરવાનું છે.”
આપણી સમજણ જ એવી છે કે આ દેહ અને તેના સગાસંબંધીઓ મારા છે. આને કારણે આ દેહની પળોજણ કરવામાં જ સમય પસાર કરી રહ્યો છું. પણ જો યથાર્થ વિચારણા કરીએ તો જીવાત્માએ વિભાવભાવમાં રહેવારૂપ પરિણામ કરવાથી જ કાર્પણ વર્ગણા વળગેલી છે, તેનું ફળ ભોગવવા માટે મળેલ શરીર એક સાધન છે. અને એ સાધનનો ઉપયોગ સદ્ગુરુ આશ્રયે રહી “મોક્ષભાવ” પ્રગટાવવાનો પુરુષાર્થ કરી લેવો એ જ હિતાવહ છે. પણ જીવ મળેલા દેહના લાલન-પાલનમાં તેને સુખ ઉપજે તેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને તેના કારણે ગમતી વાત હોય તો રાગ કરે છે અને અણગમતી વાત હોય તો દ્વેષ થયા કરે છે જેથી નવાને નવા કર્મ બંધાઈ રહ્યા છે, જેના કારણે તેને પરિભ્રમણ જ કરવાનું આવે છે. પરિભ્રમણનો કિનારો લાવવો હશે તો આ દેહનો જે અધ્યાસ થઈ ગયો છે તેને છોડવાનો પુરુષાર્થ કરવો પડશે. જ્યારે જીવ એમ સમજશે કે મને મળેલ દેહ એ તો કર્મ ખપાવવાનું સાધન માત્ર છે અને તેના દ્વારા સકામ નિર્જરા કરવાનો પુરુષાર્થ સમતાભાવ દ્રષ્ટાભાવ કેળવીને કરવાનો છે, તેમ કરવાથી પોતાનું જે મૂળસ્વરૂપ-શુદ્ધ અને શાંતદશારૂપ છે તેનો સાક્ષાત્કાર થશે. અને સાક્ષાત્કાર કરીને તેના આધારે જ આગળ વધીને આત્માને કર્મરહિત કરવાનો સતત પુરુષાર્થ કરતા રહીને સંપૂર્ણ પરમાત્મસ્વરૂપને પ્રગટાવવાનું છે. તેમ ન થાય ત્યાં સુધી ક્ષણનો પણ પ્રમાદ કર્યા વગર સતત મોક્ષલક્ષી પુરુષાર્થમાં લાગ્યા જ રહેવાનું છે. આ જીવનનું આ જ કાર્ય છે. કહ્યું છે કે : “સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ'-આ જ લક્ષ રહેવું જોઈએ. (૧૩) “ચેતન જ્યાં સુધી કુમતિના કબજામાં હોય ને સુમતિના કબજામાં ન આવે ત્યાં સુધી મોક્ષમાર્ગ ન મળે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org