________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
ત્યાં સુધી આ સંસારનો કિનારો હાથમાં આવતો નથી. એટલે સંસારની પૂર્ણાહુતિ થતી નથી. લોકસંજ્ઞામાં જ રાચતા રહેવું અને લોકાગ્રે જવાની વિચારણા કરવી તે શક્ય બની શકે તેમ નથી. લોક તથા લૌકિકભાવનો ત્યાગ કર્યા વિના જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થઈ શકવી દુર્લભ છે. લૌકિક ભાવનો ત્યાગ ન થાય ત્યાં સુધી સંસારી પદાર્થો પ્રત્યેની આસક્તિ તૂટતી નથી, તેમાંથી ‘હું' પણું, મારાપણું, માલિકીભાવ છૂટતો નથી. જો એમ ન થાય તો વૈરાગ્ય આવતો નથી. તેથી સાધનામાર્ગમાં પરિણામલક્ષે આગળ વધવું મુશ્કેલ જણાય છે. માટે જાગૃત થઈ સંતના સાનિધ્યને શોધી, તેમના કહ્યા પ્રમાણે સાધનામાં લાગી જવું એ જ કલ્યાણકારી રસ્તો છે.
(૨૨) જીવને સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે.
જીવને સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ તો અનેકવાર થઈ ચૂકી છે અને અત્યારે પણ થઈ રહી છે, પણ જેનાથી સંસાર અને તેના દુઃખનો અંત આવી જાય તે માટેનું મુખ્ય કારણ એવા સત્પુરુષનો યોગ મળવો અતિ દુર્લભ કહ્યો છે.
(૨૩) માહાત્મ્ય, જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતા તે ‘શ્રદ્ધા’-‘આસ્થા’. (૫.૧૩૫/પા.-૨૨૬)
૧૩
આ ‘શ્રદ્ધા' એ સમ્યક્દર્શનના લક્ષણોમાંનું એક લક્ષણ છે. જેઓ આત્મજ્ઞાની પુરુષો છે અને સંસારની કામનાઓમાં જેઓ નિઃસ્પૃહપણે વર્તી રહ્યા છે તેવા પુરુષોના વચનોમાં લીન રહેવું તે જ શ્રદ્ધા છે. તેમની આજ્ઞા પ્રમાણે યથાતથ્યપણે ચાલતા રહેવું તે શ્રદ્ધા-આસ્થા છે. (૨૪) શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં, ત્રણે એકરૂપ છે. (પ.-૧૫૮/પા.-૨૩૭)
Jain Education International
·
શ્રીમાન પુરુષોત્તમ કહીએ તો તે સંપૂર્ણ શુદ્ધ આત્મા છે, શ્રી સદ્ગુરુ અને સંત તેમના માર્ગે ચાલનારા મોક્ષમાર્ગના પથિકો છે અને શુદ્ધાત્મદશાને જ પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે અને બીજાને તે
For Personal & Private Use Only
www.jainelibrary.org