________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય II શ્રી સદ્ગુરવે નમઃ |
૫. પૂ. ૫. ઉ. બાપુજીના હસ્તલિખિત વચનામૃતો (૧) “પ.પૂ.કુપાળુદેવની વાણી ગમે તે રૂપે હોય તો પણ સોનેરી જ ગણાય-સૌ અધિકારી વાચકને માર્ગદર્શક, હિતકારી, ઉપકારી જ બની રહે એમાં સંશયને સ્થાન નથી.’’
પ.પૂ.સદ્ગુરુ દેવના હસ્તાક્ષરમાં લખેલા ૩૬ વાક્યોમાંથી આ પ્રથમ વાક્ય છે. તેમાં તેઓએ વચનામૃતમાં રહેલી વાણીનો પ્રભાવ કેવો હોઈ શકે, તેની વાત કહી છે. વાણી સોનેરીરૂપે એટલે માહાત્મ્યવાન રહેલી છે, અધિકારી-પાત્ર વાચક વર્ગને આધ્યાત્મિક રીતે માર્ગદર્શન આપનારી, જીવાત્માનું હિત કેમ થાય તેની જ વાત કરી અને ઉપકાર કરનાર બની રહે તેવી છે. તેમાં કોઈપણ પ્રકારે સંશય કરવાને સ્થાન જ નથી. સ્યાદ્વાદ સાથે એકાંતિક દૃષ્ટિએ શું કરવું જરૂરી છે, તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપે છે.
૭૩
(૨) “નિર્લેપતા-વાંચવાથી, સાંભળવાથી, બોલવાથી અને માત્ર સમજવાથી આવી જતી નથી.''
શ્રી સદ્ગુરુ દેવ અહીં કહે છે કે : નિર્લેપતા પ્રગટાવવાની છે. તો નિર્લેપતા વિષે વાંચી જવાથી કે તેના વિષે કોઈની પાસેથી સાંભળી લેવાથી કે નિર્લેપતા વિષે બોલી જવાથી કે બોલવાથી અને માત્ર સમજી ગયો છું તેમ માની લેવાથી આવી જતી નથી. નિર્લેપતા-અસંગતાઉદાસીનતા પ્રગટાવવા માટે તો આંતરિક વૈરાગ્ય-ઉપશમભાવ પ્રગટાવવો પડશે. દેહાધ્યાસને ઘટાડવો પડશે જેથી આરંભ-પરિગ્રહનું બળ ઘટતું જાય, વિવેક પ્રગટતો જાય અને તેના વડે ભેદજ્ઞાન પ્રગટાવી જડ-ચેતનનો વિવેક પ્રગટ થાય, જેથી જડ-પુદ્ગલ પદાર્થોનું માહાત્મ્ય અંતરમાંથી છૂટતું જાય અને જીવ નિસ્પૃહ થતો જાય. જેટલી સ્પૃહા મંદ થતી જાય તેટલા પ્રમાણમાં નિર્લેપતા પ્રગટતી જાય. સંપૂર્ણ નિર્લેપતા એટલે અસંગતા પ્રગટે ત્યારે અસંગ એવો શુદ્ધ-શાંતદશાવાળો આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org