________________
શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
૧૫ ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. (૫.-૧૭ર/પા.-૨૫૦-૨૫૧)
આ પત્ર મુનિશ્રી પર લખવામાં આવ્યો છે. તેમનાં સંબોધનમાં જ લખે છે કે : “સત્ જિજ્ઞાસુ, માર્ગાનુસારી મતિ”, એટલે કે જેના દયમાં “સત્” (પોતાના શુદ્ધાત્મા) ને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને પરમાર્થ માર્ગને વિષે-જ્ઞાનીના માર્ગને વિષે અનુસરવાની જેની બુદ્ધિ વર્તે છે તેવા “માર્ગાનુસારી મતિ મુનિશ્રીમાં આત્માર્થની પ્રાપ્તિ થાય તેવી ભક્તિ પ્રગટી છે. આગળ જણાવે છે કે જીવાત્માને અનંતકાળથી પોતાને પોતાના સ્વરૂપ વિષે જ ભ્રાંતિ રહેલી છે. એટલે કે અનંતકાળથી પોતાનું પરિભ્રમણ ટાળવાનો પુરુષાર્થ કરતો હોવા છતાં, તે સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો નથી, કારણ કે પોતાના સ્વરૂપ વિષે જ ભ્રાંતિ વર્ચા કરી છે જે પોતાનું નથી, તેવા પોતાને મળેલ શરીર તેના કારણે ઊભા થયેલા સંબંધોમાં જ મારાપણું રહ્યા કર્યું છે. અને પોતાનું જે સ્વરૂપ છે તેનું ભાન જ રહ્યું નથી. પોતાને જે ભ્રાંતિ નામનો રોગ લાગુ પડ્યો છે, તેને દૂર કરવા માટેનું માર્ગદર્શન પ.કૃ.દેવ શ્રીમદ્જી આ પત્રમાં યથાતથ્યપણે જણાવી રહ્યા છે તે પર વિચારણા કરીએ. (૧) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો :- ખરી રીતે જોઈએ તો આ પત્રમાં જે ક્રમ આપ્યો છે તેને ઉલટાવી નાખવાથી માર્ગ શું છે તેનું ભાન યથાતથ્ય થાય તેમ છે. પણ આપણે આ ક્રમ પ્રમાણે વિચારણા કરી પછી જોઈશું કે પ્રથમ શું ? અને પછી શું ? હોવું જોઈએ.
પરમાર્થ માર્ગ પ્રાપ્તિનો મૂળ પાયો છે વૈરાગ્ય અને ઉપશમ. આ બન્ને જીવમાં ત્યારે જ પ્રગટે જયારે જીવ આરંભ પરિગ્રહથી પાછા વળવાનો પુરુષાર્થ કરે તો. જ્યાં સુધી આરંભ પરિગ્રહનું જોર હોય અને દેહાધ્યાસ રહેલો હોય ત્યાં સુધી યથાવત્ વૈરાગ્ય પ્રગટતો નથી અને વૈરાગ્ય ન પ્રગટે તો ઉપશમ પણ પ્રગટતો નથી. અથવા શમ, સંવેગ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org