________________
८०
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
આવે છે. જ્યાં સુધી આવી ભ્રાંતિ-આત્માને બદલે શરીરને જ આત્મા માનવારૂપ ભાવ રહે ત્યાં સુધી મૃત્યુનો ભય આપણને લાગે છે. ભય લાગવાનું કારણ એ છે કે (૧) પોતે શરીર નહીં પણ આત્મા છે તેવું ભાન નથી તેથી શરીરના નાશને પોતાનો નાશ થઈ જશે એમ માન્યતા હોવાથી ભય લાગ્યા કરે છે. (૨) પોતે આ ભવમાં મેળવેલી સંપત્તિ, કુટુંબ વિગેરેને ત્યાગી દેવી પડશે તેનો ભય લાગે છે, પણ જો આ ભ્રાંતિ, અજ્ઞાન, અવિદ્યાનો સમ્યકૂદર્શન કરવામાં આવે તો નાશ થઈ જાય છે. માટે આત્મા નિત્ય, ત્રિકાળ રહેવાવાળો પદાર્થ છે. તેથી તેનો નાશ થઈ શકે નહીં એમ શાસ્ત્રો કહે છે. તેનો પર્યાય બદલાય છે, પણ મૂળસ્વરૂપે તેનો ક્યારેય નાશ થઈ શકતો નથી.
(૨૯) “પોતાની મૂડીની અત્યારે ખબર નથી, અત્યારે તો આ બધી બહારની મૂડીની જ ખબર છે. જેમાંથી એક સોય પણ સાથે આવવાની નથી.'
જીવાત્માની દૃષ્ટિ જ બહિર્મુખ અજ્ઞાનના કારણે રહેલી છે. તેથી તેને પોતાનો આંતરિક વૈભવ શું છે તેની જાણ જ નથી. પોતાને જે દેહ મળેલો છે તેમાં જ પોતાપણાની માન્યતા થઈ રહી છે. તેથી પોતાને મળેલા સગાં-સંબંધીઓમાં જ મારાપણું થઈ રહ્યું છે. જીવન નિર્વાહ માટે બાહ્ય પદાર્થોની, ધનની જરૂરીયાતોની જ જાણ છે. તેથી બહારના જ ધન-વૈભવ, કુટુંબાદિ જ મારી મૂડી છે, સંપત્તિ છે, તેને જ મેળવવાની, સાચવવાની જ ચિંતા સતત કર્યા કરે છે. તેને કારણે જન્મ-મરણના ફેરા માટેના કર્મોના જથ્થાને ભેગા કર્યા કરે છે, તેથી સંસાર પરિભ્રમણ કર્યા જ કરે છે. પણ જ્યારે આ દેહ છોડીને જવાનું થશે ત્યારે તેમાંની એક સોય પણ સાથે આવવાની નથી. બધું જ અહીં છોડીને જ જવું પડશે. ત્યારે ભારે પસ્તાવો થશે કે મેં માત્ર સુખ માટે કાંઈ કર્યું નહીં અને ભૌતિક સુખ માટે, કુટુંબના સુખ માટે આ મનુષ્ય જીવન વેડફી નાખ્યું. આવો પસ્તાવો ન કરવો પડે તે માટે હવે તો જાગૃત થઈ જા અને બાહ્ય સંપત્તિ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org