________________
શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય તો તેમનો આશરો છોડી દેતાં પણ અચકાવું નહીં. આ જ રીતે પરીક્ષા થઈ શકે. (૮) મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સપુરુષના સમાગમમાં રહો, આહાર-વિહાર આદિમાં અલુબ્ધ અને નિયમિત રહો. સશાસ્ત્રનું મનન કરો. (૧૭) – સત્પરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ (૬૮) એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૭૧) પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યગદર્શન છે. (૧૧૦) સપુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. (૧૨૨)-(વ.૨૧/પા.-૧પ૬,૧૫૭,૧૫૯)
મહાત્મા-મહાન આત્મા-શુદ્ધ આત્મા બનવું હોય તો જેણે જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય, તેના પ્રત્યે અહોભાવ રાખવો, તે સપુરુષના સમાગમમાં રહેવું. સ્વાદેન્દ્રિયનો ત્યાગ કરવો અને સશાસ્ત્રમાં જે કાંઈ વાંચ્યું હોય તેનું ચિંતન, મનન, નિદિધ્યાસન કરી તે રૂપ પરિણમન કરવું. સત્પરુષ દ્વારા આચરવામાં આવેલ આંતરધર્મ એ જ આપણા માટે ધર્મ બની રહે છે. સપુરુષ મળેથી તેની આજ્ઞાનું આરાધન એકનિષ્ઠાએ કરવાથી તેમણે પ્રગટ કરેલ તત્ત્વજ્ઞાન આપણામાં પણ પ્રગટ થઈ જાય છે. પવિત્ર જ્ઞાનીપુરુષોની કૃપા દૃષ્ટિ થવી-માર્ગ બતાવવા રૂપ અનુગ્રહ થવો એ જ વ્યવહારથી સમ્યગ્દર્શન ગણાય અને પરિણમન રૂપ થતાં તે જ નિશ્ચય સમ્યગ્દર્શનમાં પરિણમિત થઈ જાય. પુરુષો સામાન્યપણે કાંઈ કહેતા નથી, કરતા જણાતા નથી, છતાં તેમનામાં પ્રગટ થયેલ સત્પષતાની ઝલક તેમની નિર્વિકાર મુખમુદ્રામાં જોવા મળે છે. તે જોવાની દૃષ્ટિ જો પ્રગટી જાય તો આપણું કાર્ય બહુ સહેલાઈથી થઈ જાય. (૯) ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તો માત્ર પુરુષના ચરણકમળ છે. (૫-૩૭/પા.-૧૭૦)
ભગવાન મહાવીરે બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સર્વ સ્વરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org