Page #1
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ગ્રંથ-૬
જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન
અને કેવલજ્ઞાનની વિભાવના
: લેખક : નગીન જી. શાહ
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન – સંશોધન વિધાભવન
અમદાવાદ - ૩૮૦૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ગ્રંથ – ૬
જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન
અને કેવલજ્ઞાનની વિભાવના
: લેખક : નગીન જી. શાહ
i
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન – સંશોધન વિધાભવન
અમદાવાદ - ૩૮૦૦૦૯
Page #3
--------------------------------------------------------------------------
________________
Śraddha (Samyagdarśana), Matijñāna and Kevalajñāna in Jain Darśana by Dr. Nagin J. Shah
પ્રકાશક :
ડૉ. ભારતી શેલત
નિયામક,
ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૮
પ્રથમ સંસ્કરણ :
વિ.સં. ૨૦૫૬
ઈ.સ. ૨૦૦૦
કિંમત : રૂા. ૩૫-૦૦
મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ
પટેલ કિરીટ હરજીભાઈ
૯૬૬, નારણપુરા જૂના ગામ,
અમદાવાદ- ૧૩
ફોન : ૭૪૯૪૩૯૩
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
શિશ્રી પોપટલાલ હેમચંદ્ર
સ'. ૧૯૨૮, શ્રાવણ સુદ ૫ ને શનિવાર
| તા. રર-૭-૧૮૭૧
સર્વગ વ્યાસ સ", ૨૦ ૦ ૧ આસો વદ ૫ ને ગુરુ વાર
- તા. ૨૫-૧૦-૧૯૪૫
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અંતર્ગત ભારતીય દર્શનોના મૂર્ધન્ય વિદ્વાન અને ઊંડા અભ્યાસી ડૉ. નગીભાઈ જી. શાહે જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના' એ વિષય ઉપર તા. ૧૯, ૨૦ અને ર૧ જાન્યુઆરી, ૨૦૦૦ ના રોજ ભો. જે. વિદ્યાભવનમાં આપેલાં ત્રણ વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવું છું.
આ વ્યાખ્યાનમાળા મુખ્યત્વે જૈન દષ્ટિએ આત્મપરમાત્મ તત્ત્વને અને આનુષંગિકપણે જૈન દર્શનના સંદર્ભમાં અન્ય મતોની સમીક્ષાને સ્પર્શે છે. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં સાત વ્યાખ્યાનશ્રેણીઓ યોજાઈ છે, જેમાં અનુક્રમે ડૉ. આર. ટી. રાનડેએ “The Conception of Spiritual Life in Mahatma Gandhi and Hindi Saints' વિષય ઉપર, પંડિત સુખલાલજીએ “અધ્યાત્મવિચારણા પર, ડૉ. પદ્મનાભ જૈનીએ “જૈન સંપ્રાય મેં મોક્ષ, અવતાર ગૌર પુનર્જન્મ' વિશે, ડૉ. ભોગીલાલ સાંડેસરાએ ‘યોગ, અનુયોગ અને મંત્રયોગ” ઉપર, ડૉ. ૨. ના. મહેતાએ “જૈન દર્શન એ પુરાવસ્તુવિદ્યા પર, મુનિ સુમેરમલજીએ ભારતીય સંસ્કૃતિ નેં રિત્ર ક્ષી પ્રધાનતા', ભારતીય ૩પાસના પતિ મેં ધ્યાન પ્રધાનતા', અને “સ્વસ્થ નીવન ઔર પ્રેTધ્યાનવિશે તથા સ્વામીશ્રી આત્માનંદજીએ “ગાંધીજીની અહિંસાના પ્રેરણાસ્રોત', “શ્રીમદ્ રાજચંદ્ર અને જૈન ધર્મ તથા “વર્તમાન સંદર્ભમાં મહાવીર દર્શન” એ વિષયો પર ચિંતનપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે. આમાંનાં પ્રથમ પાંચ વિદ્વાનોનાં વ્યાખ્યાનો સંસ્થા તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
ડૉ. નગીનભાઈ શાહ ભારતીય દર્શનોના બહુશ્રુત વિદ્વાન, પ્રકાંડ પંડિત અને જૈન દર્શનના વિશેષ અભ્યાસી છે. એમણે પોતાની સૂક્ષ્મ અને આગવી સંશોધનદૃષ્ટિથી દર્શનવિદ્યાને ક્ષેત્રે અનેક વિદ્ધભોગ્ય ગ્રંથોનું લેખન અને પ્રકાશન કર્યું છે. દર્શન સાહિત્યના
ચાયમરીfમ, ‘અધ્યાત્મવિદ્' જેવા ઘણા મહત્ત્વપૂર્ણ ગ્રંથોની મૂળ હસ્તપ્રતોને આધારે તે ગ્રંથોનું સુંદર સંપાદન કર્યું છે. આ ઉપરાંત આધુનિક વિદ્વાનોના દર્શનવિષયક ગ્રંથોનું પણ તેમણે સંપાદન કર્યું છે. દર્શનવિદ્યાના આવા અપ્રતિમ વિદ્વાન ડૉ. નગીનભાઈ શાહે “જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના” એ વિષય પર આપેલાં વ્યાખ્યાનો ગ્રંથરૂપે પ્રગટ કરવાનું સદ્ભાગ્ય અમને સાંપડ્યું એ બદલ અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ.
મુદ્રણ માટે કૃષ્ણા પ્રિન્ટરીના શ્રી કિરીટ હરજીભાઈ પટેલે ખૂબ કાળજી લીધી છે તે માટે તેમનો પણ હું અત્રે આભાર માનું છું. ભો. જે. વિદ્યાભવન,
ભારતી શેલત અમદાવાદ-૯
નિયામક ૨૪ માર્ચ, ૨૦૦૦
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ભારતીય ધર્મ-દર્શનોનું મને પહેલેથી જ ખૂબ આકર્ષણ રહ્યું છે. તેમાં તેમના સિદ્ધાન્તોને જાણવા-સમજવામાં અને એકે બીજા ઉપર પાડેલા પ્રભાવને તારવવામાં મને ઊંડો આનંદ મળતો રહ્યો છે. એક્બીજાના ચિંતનના એક્બીજાએ આપેલા પ્રતિભાવોની પરંપરાથી એકબીજાના થયેલા વિકાસને સમજવાના મારા પ્રયાસે મને અમૂલ્ય પ્રાપ્તિઓ કરાવી છે. દૃષ્ટિના ઉઘાડ માટે અને સમગ્રનું દર્શન ક૨વા માટે એ અત્યંત જરૂરી હતું. કોઈ એક પરંપરાના મૂળ ધર્મગ્રન્થો કે સિદ્ધાન્તગ્રંથોનું હાર્દ સમજવા અન્ય પરંપરાઓના ધર્મગ્રન્થો અને સિદ્ધાન્તગ્રન્થોનો અભ્યાસ અનિવાર્ય છે એ હું સમજ્યો છું. આની કંઈક ઝાંખી પ્રસ્તુત ત્રણ વ્યાખ્યાનોમાં થશે.
પ્રથમ વ્યાખ્યાન જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવનાને રજૂ કરે છે. શ્રદ્ધાની જૈન વિભાવનાને સમજવા ઔપનિષદિક અને બૌદ્ધ પરંપરામાં શ્રદ્ધાનો જે ખ્યાલ છે તેને જાણવો-સમજવો કેટલો જરૂરી છે એનું વિસ્તૃત નિદર્શન કરવામાં આવ્યું છે. બીજા વ્યાખ્યાનમાં જૈન મતે મતિજ્ઞાનનું સ્થિર થયેલું સ્વરૂપ કેવું છે અને તેમાં જૈન ચિંતકોનો જૈન પ્રમાણશાસ્ત્રને ઊભું કરવાનો પ્રયાસ કેવો પ્રગટ થાય છે એ દર્શાવી, મતિજ્ઞાન મૂળે ઔપનિષદિક અને બૌદ્ધ પરંપરામાં સ્વીકૃત દર્શન(શ્રદ્ધા), શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ચાર આધ્યાત્મિક સોપાનોમાંનું ત્રીજું સોપાન મનન જ છે એ હકીકતની સ્થાપના તર્કપુરસર કરવામાં આવી છે. ત્રીજા વ્યાખ્યાનનો વિષય કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એ રાગરહિત વિશુદ્ધ જ્ઞાનમાત્ર છે અને તેના ઉપર જૈનોએ સર્વજ્ઞત્વનો આરોપ કરી કર્મસિદ્ધાન્તને હાનિકર એવા આત્યંતિક નિયતિવાદનો ગર્ભિત રીતે સ્વીકાર કરી લીધો છે એ મહત્ત્વનો મુદ્દો અહીં ચર્ચો છે. ઉપરાંત, સર્વજ્ઞત્વના સ્વીકારમાં રહેલા તાર્કિક દોષોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
આ ત્રણ વ્યાખ્યાનો શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં તેના હસ્તકની શેઠશ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળામાં જાન્યુઆરી ૧૯-૨૧,૨૦૦૦ દિવસોએ આપવાની મને તક મળી તેનો મને આનંદ છે. ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવને મને આ વ્યાખ્યાનો આપવા નિમંત્રણ આપી આ તક મારા માટે ઊભી કરી તે બદલ હું તેનો, તેના નિયામક ડૉ.ભારતીબેન શેલત અને ગુજરાત વિદ્યાસભાના મંત્રી ડૉ. ચિનુભાઈ નાયકનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ૨૩, વાલ્કેશ્વર સોસાયટી નગીન જી. શાહ
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ જાન્યુઆરી ૧૯, ૨૦૦૦
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષયનિર્દેશ પ્રકાશકીય પ્રસ્તાવના વિષયનિર્દેશ વ્યાખ્યાન ૧. જૈન દર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
જૈન ધર્મસમ્પ્રદાય જૈન દર્શનને સમજવા અન્ય દર્શનોનો અભ્યાસ આવશ્યક ચાર આધ્યાત્મિક સોપાનો બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધા અને તેની ભૂમિકાઓ જૈન દૃષ્ટિએ શ્રદ્ધા (સમ્યગ્દર્શન). જૈન મતે શ્રદ્ધાના વિષયો
(પૃ૧-૨૪)
છે જા – ૪
અજીવ
આવ બંધ સંવર નિર્જરા
જે હ હ હૈ R &
મોક્ષ
૨૫
૨૬
જૈન દર્શનમાં મતિજ્ઞાન
(પૃ. ૨૫-૪૪) ચાર સોપાનો અને મત્યાદિ જ્ઞાનપંચક જૈન પ્રમાણશાસ્ત્ર ઊભું કરવા માટે મનનનું મતિજ્ઞાનમાં પરિવર્તન ૨૫ મતિજ્ઞાનના પ્રકારો ઈન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, વગેરેને મતિજ્ઞાનના એક જ વર્ગમાં મૂક્યાનું કારણ ૨૭ મતિજ્ઞાનમાં શ્રુતનો સમાવેશ કેમ ન કર્યો ? મતિજ્ઞાનનું નિમિત્તકારણ અને મનનનું નિમિત્તકારણ મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદો મતિજ્ઞાનના અવગ્રાદિ ભેદોમાં અવ્યવસ્થા અને મનન
Page #9
--------------------------------------------------------------------------
________________
૩.
અવગ્રહાદિ ભૂમિકાઓ મનનની જ છે અવગ્રહાદિના બહુગ્રાહી વગેરે ભેદો અને મનન વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહનું સાચું અર્થઘટન શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનનો ક્રમ અને વિષય
પ્રમાણલક્ષણ
મતિપ્રકારો પરોક્ષપ્રમાણો
ઇન્દ્રિયપ્રત્યક્ષ
સ્મૃતિ
પ્રત્યભિજ્ઞા
તર્ક
અનુમાન
ઉપસંહાર
જૈન દર્શનમાં કેવળજ્ઞાન
કેવળજ્ઞાનના સ્વરૂપની સ્થિર થયેલી જૈન માન્યતા સર્વજ્ઞત્વની સિદ્ધિ માટેની મુખ્ય દલીલો
સર્વજ્ઞત્વની સિદ્ધિ માટે આપેલી દલીલોનું બોદાપણું ‘કેવળજ્ઞાન’પદનો અર્થ
કેવળજ્ઞાન ઉપર સર્વજ્ઞત્વનો આરોપ શા માટે ?
વીતરાગતા અને ધર્મજ્ઞતાની સામે સર્વજ્ઞત્વની હાનિકર પ્રતિષ્ઠાનો
પ્રતિકાર
સર્વજ્ઞત્વ અને કર્મસિદ્ધાન્તનો પરસ્પર વિરોધ
જ્ઞાનનું આનન્ય સ્વતઃ જ્ઞેયાનત્ત્વનિરપેક્ષ મહાવીરને સર્વજ્ઞ માનવાથી ધર્મહાનિ
નિર્મોહીનું અલ્પજ્ઞેયોનું જ્ઞાન પણ પૂર્ણજ્ઞાન અન્ય તર્કદોષો
સર્વજ્ઞનો અર્થ શું કરવો ?
ઉપસંહાર
૩૨
૩૩
૩૩
૩૫
૩૬
૩૬
૩૬
૩૭
૩૭
૩૮
૩૯
૪૨
(પૃ. ૪૫-૬૧)
૪૫
૪૫
૪૬
૪૮
૪૯
૫૩
૫૪
૫૬
૫૬
૫૭
૫૭
૫૮
૫૯
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
જૈન ધર્મસમ્પ્રદાય
જૈન ધર્મ અનાદિ-અનંત છે. તેનો આવિર્ભાવ-તરોભાવ થયા કરે છે. જ્યારે તે તિરોહિત થાય છે, ગ્લાનિ પામે છે ત્યારે તેને પુનરુજ્જિવિત કરવા અવતારી પુરુષો થાય છે. તે પુરુષો દુઃખમુક્તિના માર્ગરૂપ જૈન ધર્મને પુનઃ પ્રગટ કરે છે. આ વીતરાગી અવતારી પુરુષો તીર્થંકરો કહેવાય છે. આમ તીર્થંકરો જૈન ધર્મના સ્થાપક નથી પણ નવજીવન બક્ષનાર વ્યાખ્યાતા-પ્રચારક-ઉપદેશક છે. જૈન ધર્મનું તત્ત્વ સનાતન છે. તેનો સંકોચ-વિસ્તા૨ થયા કરે છે, તેનો સદંત૨ નાશ થતો નથી. ક્ષીણતા પામેલ ધર્મતત્ત્વમાં નવચેતના પૂરવાનું કામ તીર્થંકર કરે છે. જૈન ધર્મની જેમ બીજા ધર્મો પણ આ જ વસ્તુ કહે છે. તત્ત્વતઃ દરેકની વાત સાચી છે. તીર્થંકર માટે ‘જિન' શબ્દનો પણ પ્રયોગ થાય
છે.
‘જિન’શબ્દ જીતવું અર્થવાળા સંસ્કૃત મૂળ ધાતુ ત્તિ ઉપરથી બન્યો છે. અને આધ્યાત્મિક દૃષ્ટિએ તેનો અર્થ થાય છે - જેણે રાગદ્વેષ જીત્યા છે તે વ્યક્તિ. પ્રાચીનકાળમાં અનેક શ્રમણ સંપ્રદાયો પોતાના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકો માટે ‘જિન’ શબ્દનો પ્રયોગ કરતા હતા. અર્થાત્, તે કાળે તે શબ્દનો પ્રયોગ તેના યૌગિક અર્થમાં થતો હતો. વખત જતાં બીજા સંપ્રદાયોએ ‘જિન' શબ્દનો પ્રયોગ પોતાના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકોને માટે કરવાનું છોડી દીધું અને કેવળ એક જ સંપ્રદાયે પોતાના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકોને માટે ‘જિન’ શબ્દનો પ્રયોગ કરવાનું જાળવી રાખ્યું. પરિણામે, તે શબ્દનો અર્થસંકોચ થયો અને રૂઢ અર્થમાં તે એક જ સંપ્રદાયના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકોના અર્થમાં પ્રયુક્ત થવા લાગ્યો; અને તે સંપ્રદાય પોતે જિનસંપ્રદાય, જિનશાસન અને જૈન ધર્મ નામોથી ઓળખાવા લાગ્યો તેમજ તેના અનુયાયીઓ જૈનો તરીકે ઓળખાવા લાગ્યા. સામાન્ય રીતે એવું અનુમાન છે કે આ રૂઢ અર્થમાં ‘જિન’ શબ્દનો પ્રયોગ લગભગ નવમી સદીથી શરૂ થયો.૧ એ પહેલાં આ સંપ્રદાય ‘નિર્પ્રન્થ’ શબ્દથી ઓળખાતો હતો. બૌદ્ધ પિટકોના કાળે કેવળ આ સંપ્રદાયની ઓળખ માટે ‘નિર્પ્રન્થ’શબ્દ રૂઢ થઈ ગયેલો જણાય છે. પરંતુ એવું અનુમાન કરવું સ્વાભાવિક છે કે એક વખત એવો હશે જ્યારે આ શબ્દનો પ્રયોગ તેના યૌગિક અર્થમાં જ વ્યાપકપણે થતો હશે. તેનો યૌગિક અર્થ છે - ગ્રન્થિ(ગાંઠ) રહિત. ગ્રન્થિ બે છે - રાગદ્વેષની
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
આંતર પ્રન્થિ અને વસ્ત્રની બાહ્ય ગ્રન્થિ. રાગદ્વેષની આંતર ગ્રન્થિના રાહિત્યને વસ્ત્રની બાહ્ય ગ્રન્થિનું રાહિત્ય સૂચવે છે એમ મનાતું. એટલે વસ્ત્રની બાહ્ય પ્રન્થિના સાહિત્યને આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વ આપવામાં આવતું. વસ્ત્રની બાહા ગ્રન્થિનું રાહિત્ય એટલે નગ્નતા. આમ ‘નિર્ઝન્થ” શબ્દનો યૌગિક અર્થ “નગ્ન” છે, અને કોઈ પણ સંપ્રદાયના નગ્ન સાધુ માટે તે શબ્દનો પ્રયોગ મૂળે થતો હશે. આપણે જાણીએ છીએ કે ભારતમાં પ્રાચીન કાળમાં અનેક સંપ્રદાયના સાધુઓ નગ્ન રહેતા હતા. નગ્નતાની આધ્યાત્મિક પ્રતિષ્ઠા હતી. પ્રાચીન ગ્રીકો પણ ભારતીય સાધુ માટે “Gymnosophist” શબ્દનો પ્રયોગ કરે છે જેનો અર્થ પણ “નગ્ન સાધુ છે. પરંતુ અમુક એક જ સંપ્રદાયના સાધુઓ માટે નિર્ઝન્થ' શબ્દનો પ્રયોગ ચોક્કસપણે ક્યારથી રૂઢ થયો તે કહેવું મુશ્કેલ છે. એટલે બૌદ્ધ પિટકો પૂર્વે પ્રાચીનકાળના સંદર્ભમાં “નિર્ચન્થ' પદનો અર્થ કરતી વખતે ખૂબ સાવચેત રહેવું જોઈએ. અલબત્ત, પિટકકાળથી તો તે શબ્દ અમુક એક જ સંપ્રદાયના સાધુઓનો – જેમને અત્યારે આપણે જૈન સંપ્રદાયના સાધુઓ કહીએ છીએ તેમનો વાચક છે. ઋગ્વદમાં વાતરશના મુનિઓનું વર્ણન છે. “વાતરશના મુનિ'નો અર્થ નગ્ન મુનિ સ્વાભાવિક છે. અને તેથી વાતરશના મુનિઓને નિર્ઝન્ય મુનિઓ કહેવાય. જયંત ભટ્ટની ન્યાયમંજરી ઉપર ન્યાયમંજરી ગ્રંથિભંગ નામની ટીકા લખનાર દસમી સદીના કાશ્મીરી પંડિત ચક્રધર પોતાની ટીકામાં “પુનો વાતિરેશન'ને સમજાવતાં લખે છે : વાત પર્વ ની વાતો પ્રસ્થને ચેષાં તે વાતરશના:, તો વાસણોમાવાવ વાતત્તેષાં રીના, ગત પર્વ નિા ભયને જ પરંતુ આને આધારે વાતરશના મુનિઓ જૈન મુનિઓ હતા એમ કહેવું કેટલું ઉચિત ગણાય? વધુમાં વધુ એટલું કહી શકાય કે વાતરશના મુનિઓ શ્રમણ મુનિઓ હતા, કારણ કે વિશેષતઃ શ્રમણ સંપ્રદાયના મુનિઓ નગ્ન રહેતા હતા. અને તેથી શ્રીમદ્ ભાગવતમાં સ્પષ્ટપણે કહ્યું છે: વાતરશનાનાં શ્રમનામ્ નિષ્કર્ષ એ કે વાતરશના મુનિઓને કેવળ યૌગિક અર્થમાં નિર્ચન્થ ગણાય, રૂઢ અર્થમાં નહિ.
જૈન આગમો સ્વીકારે છે કે મુક્તિ માટે વીતરાગ બનવું એ જ અનિવાર્ય છે, આ કે તે બાહ્ય વેશ, બાહ્ય ક્રિયાકાંડ વગેરે નહિ, અને તેથી કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ મુક્તિ પામી શકે છે. તેમણે અન્યલિંગ સિદ્ધોનો સ્વીકાર કર્યો છે. અન્યલિંગ સિદ્ધોના સ્વીકારમાં જે ઉદારતા જૈનોએ દાખવી છે તે ઉદારતા તેમને અન્યલિંગ તીર્થકરના સ્વીકાર ભણી સહેલાઈથી લઈ જઈ શકે છે. જેમનો ઉપદેશ રાગમુક્તિનો અસરકારક માર્ગ બતાવતો હોય તેમને તીર્થકર તરીકે સ્વીકારવામાં તેમને કોઈ બાધા ન હોવી જોઈએ. પુરાતન પુરુષ ઋષભદેવ વીતરાગી યોગી-તપસ્વી હતા. અને તેમને જુદી
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
જુદી પરંપરાઓએ અવતારી પુરુષ તરીકે સ્વીકાર્યા છે. એ જ રીતે જૈન પરંપરાએ તેમને તીર્થકર તરીકે અપનાવ્યા હોય એ સંભવિત છે. જો હિંદુ પરંપરા - હિંદુ પુરાણો - બુદ્ધને અવતાર તરીકે અપનાવી શકે તો જૈન આગમો પણ ઋષભદેવને તીર્થંકર તરીકે કેમ ન અપનાવી શકે? એક વસ્તુ નોંધીએ કે જૈનો ઋષભદેવને આદિનાથ પણ કહે છે અને નાથ સંપ્રદાયના પ્રથમ સિદ્ધ પણ આદિનાથ છે. જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના “પાર્થ' નામના કાલ્પનિક ખુલાસાઓ જૈન પરંપરામાં મળે છે. આ અંગે એક નવી સંભાવનાનો નિર્દેશ કરીએ. પ્રાચીનકાળે સામાન્યતઃ વ્યક્તિને જાતિનામથી ઓળખવાનો રિવાજ હતો. તેને અનુસરી બુદ્ધને શાક્યપુત્ર તરીકે અને તીર્થંકર મહાવીરને જ્ઞાપુત્ર તરીકે ઓળખવામાં આવતા. તેવી જ રીતે, “પાર્થ” નામનો અર્થ જ છે પશુપુત્ર - પર્શજાતિના પુત્ર. પાણિનિએ પશુજાતિનો ઉલ્લેખ કર્યો છે (પ.૩.૧૧૭). પ: અપર્ચે પુનાનું પર્વઃ | જૈનોની ચોવીસ તીર્થકરોની માન્યતા અને ઋષભ આદિ ચોવીસ તીર્થંકરો વિશે વિશેષ સંશોધનની અપેક્ષા છે. જૈનદર્શનને સમજવા અન્ય દર્શનોનો અભ્યાસ આવશ્યક
કોઈ પણ તત્ત્વજ્ઞાનનો કે ચિંતનધારાનો વિકાસ અન્ય તત્ત્વજ્ઞાનોથી તદ્દન વિચ્છિન્ન કેવલ અવસ્થામાં થતો નથી. એટલે કોઈ પણ તત્ત્વજ્ઞાનને સમજવા માટે તેની સાથે અસ્તિત્વ ધરાવતાં રહેલાં બીજાં તત્ત્વજ્ઞાનોનું જ્ઞાન હોવું અત્યન્ત જરૂરી છે. જૈનો પોતાના તત્ત્વજ્ઞાનને કદાપિ બરાબર સમજી શકે નહિ, જો તેઓ માત્ર જૈન આગમો અને જૈન ગ્રંથોના અધ્યયનમાં જ પોતાને સીમિત રાખે અને ઉપનિષદ, બૌદ્ધ ગ્રંથો આદિમાં નિરૂપિત તત્ત્વજ્ઞાનો પ્રત્યે ઉપેક્ષા સેવે. ભિન્ન ભિન્ન તત્ત્વજ્ઞાનોમાં કંઈ ને કંઈ સત્ય તો અવશ્ય હોય છે. તે બધાં આંશિક સત્યોને જાણી-સમજી તેમનો યોગ્ય સમન્વય કરી પૂર્ણ સત્યને પામવું જોઈએ એમ માનનાર અનેકાન્તવાદી જૈનોને માટે તો એ ધમંદિશ છે કે તેમણે શક્ય હોય તેટલાં વધુ ને વધુ દર્શનોનો – ભારતીય તેમ જ બિનભારતીયનો – અભ્યાસ કરવો અને તેમનો સમન્વય કરી પૂર્ણસત્યને પામવા મથવું. એટલે જ મહાન જૈન મર્મી આનંદઘનજી કહે છે :
ષડુંદરસન જિન અંગે ભણીજે ન્યાયષડંગ જો સાથે રે | નમિજિનવરના ચરણઉપાસક પદર્શન આરાધે રે /૧ લોકાયતિક કૂખ જિનવરની...૪
ષડુદર્શન' એ તો માત્ર ઉપલક્ષણ છે, તેનાથી જગતનાં બધાં જ દર્શનો સમજવાનાં છે. અનેકાન્તવાદી જૈનોએ કોઈ પણ દર્શનનો – ચાર્વાક કે કાર્લ માર્ક્સના
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
ભૌતિકવાદી દર્શનનો પણ અનાદર કરવો નહિ.
શ્રદ્ધા (સમ્યગ્દર્શન) ચાર આધ્યાત્મિક સોપાનો
ઉપનિષવિદ્યા અધ્યાત્મવિદ્યા છે. તેવી જ રીતે, બૌદ્ધ અને જૈન ધર્મ-દર્શન પણ પ્રધાનતઃ અધ્યાત્મવિદ્યા છે. ત્રણેમાં આધ્યાત્મિક સાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપનિષદોમાં આધ્યાત્મિક સાધનાનાં ચાર સોપાન દર્શાવ્યાં છે - દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન (Gધ્યાન=વિજ્ઞાન). માત્મા વા મેરે દ્રવ્યઃ શ્રોતવ્ય: મન્તવ્ય: વિવિધ્યાતિવ્ય: | બૃહદારણ્યક ઉપનિષદુ, ૨.૪.૫. અહીં “દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા છે. છાંદોગ્ય ઉપનિષદુમાં (૭.૧૮-૧૯) કહ્યું છે કે... નાત્વિા વિનાનાતિ, મવૈવ વિજ્ઞાનાતિ... નાથ મનુતે શ્ર વ મજુતે....અર્થાત મનન વિના વિજ્ઞાન શક્ય નથી અને શ્રદ્ધા વિના મનન શક્ય નથી. આમ અહીં શ્રદ્ધા, મનન અને વિજ્ઞાન એ ત્રણ ક્રમિક સોપાનો જણાવાયાં છે. પછી તરત આ જ ઉપનિષદમાં (૭.૨૫) મહત્ત્વનો વાક્યખંડ આવે છે : પૂર્વ પશ્યનું પર્વ મન વુિં વિજ્ઞાન અહીં સ્પષ્ટપણે દર્શન, મનન અને વિજ્ઞાન એ ત્રણ ક્રમિક સોપાનોનો ઉલ્લેખ છે. બંને ત્રિકનું નિરીક્ષણ કરતાં જણાય છે કે બંને જે ત્રણ સોપાનોનો નિર્દેશ કરે છે તે એકના એક જ છે. પ્રથમ ત્રિકમાં જે સોપાન માટે “શ્રદ્ધા” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે જ સોપાન માટે બીજા ત્રિકમાં ‘દર્શન’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નિર્ણયાત્મક રીતે દર્શાવે છે કે પેલાં ચાર સોપાનોમાંનું પ્રથમ સોપાન દર્શન એ શ્રદ્ધા જ છે. પરંતુ ટીકાકારો અને આધુનિક વિદ્વાનો ખોટી રીતે અહીં “દર્શન’ શબ્દનો અર્થ સાક્ષાત્કાર કરે છે અને જણાવે છે કે આત્મસાક્ષાત્કાર કરવો જોઈએ, જે આત્મસાક્ષાત્કારના ઉપાયો છે - શ્રવણ, મનન અને ધ્યાન. વિવરણપ્રમેયસંગ્રહનો નીચેનો શ્લોક આનું ઉદાહરણ છેઃ .
श्रोतव्यः श्रुतिवाक्येभ्यः मन्तव्यश्चोपपत्तिभिः । मत्वा च सततं ध्येयः एते दर्शनहेतवः ॥
બૌદ્ધ ધર્મ-દર્શન પણ આ ચાર આધ્યાત્મિક સોપાનનો સ્વીકાર કરતું જણાય છે. મઝિમનિકોયમાં (૧.૧૩૬) આવું વાક્ય આવે છે. યં વિટું વિટું સુતં મુર્ત વિચ્છતું પત્ત... મન તં uિ નેતં નમ, સોહં , ન મે મત્તા તિ . અહીં ઉપનિષદના દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાનનો ઉલ્લેખ છે. આ વાક્ય દર્શાવે છે કે આ ચાર સોપાનો સામે તેમને કોઈ વાંધો નથી, તેમને જે વાંધો છે તે તો ચાર
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
સોપાનોના વિષય તરીકે રજૂ કરવામાં આવેલ આત્મા સામે છે. આત્માના સ્થાને ધર્મ કે સત્ય હોત તો તેમને કંઈ વાંધો ન હોત. ધર્મ શું છે કે સત્ય શું છે તે શોધી કાઢવાનું સાધક ઉપર છોડી દેવું જોઈએ. સુત્તનિપાતમાં (૮૩૯) કહ્યું છે કે તે નિષ્ક્રિયા ને सतिया न आणेन... ति भगवा विसुद्धि आह, अदिट्ठिया अस्सुतिया अजाणा... નપિ તેના તન તો દર્શન વડે, ન તો શ્રવણ વડે કે ન તો જ્ઞાન વડે વિશુદ્ધિ થાય છે,
એમ ભગવાને કહ્યું છે; ન તો અદર્શનથી, ન તો અશ્રવણથી કે ન તો અજ્ઞાનથી - વિશુદ્ધિ થાય છે, એમ ભગવાને કહ્યું છે.) જો કે અહીં દર્શન, શ્રવણ અને જ્ઞાનનો ઉલ્લેખ છે છતાં જ્ઞાનમાં મનન અને વિજ્ઞાન બંનેનો સમાવેશ સમજી શકાય. આ વિધાનનું તાત્પર્ય એ છે કે ધર્મ યા સત્યને ગ્રહવા સમર્થ ચિત્તવિશુદ્ધિને પામવા માટે દર્શન (શ્રદ્ધા) આદિ ઉપાયો જરૂરી હોવા છતાં પૂરતા નથી. કદાચ બૌદ્ધો આ ચાર આધ્યાત્મિક સોપાનોની યોજનામાં શીલનો ગર્ભિત નહિ પણ પ્રગટ ઉલ્લેખ ઇચ્છતા લાગે છે.
- જૈન આગમોમાં સૌથી પ્રાચીન એવા આચારાંગસૂત્રમાં (૪.૧.૯) “લિટું મુર્ત મર્થ વિUUાથ' એ વાક્યખંડ આવે છે. તે પણ ઉપનિષદોમાં ઉલ્લિખિત પેલા જ ચાર આધ્યાત્મિક સોપાનોનો નિર્દેશ કરે છે. વળી, જૈનોએ “રત્નત્રયી'ના વેશમાં તેમનો સ્વીકાર કર્યો છે. તેમની રત્નત્રયી છે – સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે આ ત્રણ મળીને મોક્ષમાર્ગ બને છે. સાધક પ્રથમ દર્શન પામે છે, પછી જ્ઞાન અને છેવટે ચારિત્ર. તેઓ દર્શનનો અર્થ શ્રદ્ધા કરે છે. સમ્યજ્ઞાનમાં શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન સમાવેશ પામે છે. શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન મૂળે શ્રવણ અને મનન છે. ઉપનિષદોમાં પણ મનન માટે “મતિ શબ્દનો પ્રયોગ થયો છે. બૃહદારણ્યક ઉપનિષદનું (૨.૪.૫) આ વાક્ય તપાસો : રિ ! માત્મનો વા મારે તનેના શ્રવન પત્યા વિજ્ઞાનેન્દ્ર સર્વ વિદિતમ્ ! પૂજ્યપાદ પોતાની તત્ત્વાર્થસૂત્ર ઉપરની
સર્વાર્થસિદ્ધિ ટીકામાં બે સ્થાને “મતિ' શબ્દનો અર્થ મનન કરે છેઃ “નિમાત્ર વા . પતિ' (૧.૯) અને “મનને મતિઃ' (૧.૧૩). આની વિશેષ ચર્ચા મતિજ્ઞાન ઉપરના
વ્યાખ્યાનમાં કરીશું. ચારિત્ર એ ચોથું સોપાન નિદિધ્યાસન છે. નિદિધ્યાસન ધ્યાન છે, અને જૈનો ધ્યાનને ઉત્કૃષ્ટ પ્રકારનું આત્યંતર તપ ગણે છે. આ દૃષ્ટિએ નિદિધ્યાસનને ચારિત્ર ગણી શકાય. વળી, ધ્યાનને ચારિત્રની ચરમ સીમા ગણી યમ આદિથી શરૂ થતી ધ્યાનની સમગ્ર પ્રક્રિયામાં ચારિત્રનો સમાવેશ માની શકાય. પરંતુ જૈનો શુદ્ધ આચાર પર વિશેષ ભાર આપવા માગતા હોઈ નિદિધ્યાસનને બદલે ચારિત્રનો સ્પષ્ટ
Page #15
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
ઉલ્લેખ કરી ચારિત્રની અંદર નિદિધ્યાસનનો સમાવેશ કરી લેવાનું તેમણે ઉચિત માન્યું લાગે છે. આમ પ્રસ્તુત ચાર સોપાનો જ જૈનોના ત્રણ મોક્ષો પાયો, જૈનોની રત્નત્રયી છે. બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધા અને તેની ભૂમિકાઓ
બૌદ્ધ ધર્મમાં સમ્માદિઢિ અને શ્રદ્ધા સમાનાર્થક છે. આધ્યાત્મિક સાધના અને આધ્યાત્મિક ગુણોના મૂળમાં શ્રદ્ધા છે. આર્ય અખંગિક માર્ગનું તે પહેલું અંગ છે. નિર્વાણ માટે કેળવવાના ગુણોની જે યાદીઓ મળે છે તે બધીમાં શ્રદ્ધાને પ્રથમ મૂક્વામાં આવી છે. બૌદ્ધોએ શ્રદ્ધાની જે વ્યાખ્યા કરી છે તે અત્યન્ત અગત્યની છે. તે આ પ્રમાણે છે -- શ્રદ્ધા ચેતન: સાવ ! (અભિધર્મકોશભાષ્ય ૨.૨૫).૧૦ સંસ્કૃત કોશગ્રંથો પણ શ્રદ્ધાનો આ અર્થ નોંધે છે. પરંતુ પ્રસાદ એટલે શું? એનો ઉત્તર નીચે પ્રમાણે છે – પ્રસાલોડના ત્રવત્વમ્ ! (સ્ફટાર્થા, ૮.૭૫). દ્ધિ નિર્મનં તત પ્રસન્નમિત્યુ ! (અભિધર્મદીપવૃત્તિ, પૃ. ૩૬૭). આમ શ્રદ્ધાનો અર્થ છે ચિત્તશુદ્ધિ. રાગ એ ચિત્તમળ છે. એ મળ દૂર થતાં ચિત્ત વિશુદ્ધ બને છે. ચિત્તનો સ્વભાવ તત્ત્વપક્ષપાત છે. પરંતુ તેનો આ સ્વભાવ મતાસક્તિ, મહાગ્રહ, દૃષ્ટિરાગથી આવરિત થઈ ગયો છે, હાનિ પામ્યો છે. રાગના આ આગન્તુક આવરણને દૂર કરવામાં આવતાં તે સ્વભાવ પ્રગટ થાય છે. પરંપરાથી કે જન્મથી પ્રાપ્ત માન્યતાઓ, સિદ્ધાન્તો અને ધારણાઓ પ્રત્યેના રાગમાંથી મુક્ત થવાને પરિણામે જે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય છે તે અહીં શ્રદ્ધાથી અભિપ્રેત છે. આવી ચિત્તશુદ્ધિ દરેક સત્યશોધક માટે આવશ્યક છે કારણ કે આવું શુદ્ધ ચિત્ત જ સામે આવેલા સત્યને ગ્રહણ કરવાની યોગ્યતા, ક્ષમતા ધરાવે છે. આ ચિત્તશુદ્ધિના અર્થમાં શ્રદ્ધાને આપણે નિરાકાર વર્ણવી શકીએ. તેનામાં કોઈ વિષયસંભાર નથી. અહીં કેવળ તત્ત્વપક્ષપાતરૂપ માનસિક વલણ છે, સત્યપ્રવણતા છે. એ હકીકત છે કે જે મતો, ધારણાઓ અને સિદ્ધાન્તોની વચ્ચે મનુષ્ય જન્મ્યો અને ઉછર્યો હોય તેમને તે વિના પરીક્ષા સ્વીકારી લે છે – સ્વીકારી લે છે એટલું જ નહિ પણ તેમને પોતાના ચિત્તમાં એટલા તો ઊંડા રાખી દે છે કે તેઓ તેના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે અને તેમનાથી પોતાની જાતને મુક્ત કરવી તેના માટે અતિ કઠિન બની જાય છે. તેથી મનુષ્યને માટે સૌથી દુષ્કર કાર્ય છે તેમના પ્રત્યેના રાગથી પોતાની જાતને છોડાવવાનું. એટલે જ હેમચંદ્રાચાર્ય કહે છેઃ રાહુ પાપીયા ૩છેઃ સતાપિતા (વીતરાગસ્તોત્ર), રાગમળના દૂર થવાથી આવેલી ચિત્તશુદ્ધિ અને પરિણામે પ્રગટેલી સત્યપ્રવણતા એ શ્રદ્ધા છે. શ્રદ્ધાની આ ભૂમિકા શ્રવણ પહેલાં હોય છે.
રાગમુક્ત થઈ આવશ્યક ચિત્તશુદ્ધિ પામી, સાધક સત્ય અને પરમાર્થને પામ્યાનો
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
દાવો કરનાર આધ્યાત્મિક ગુરુ પાસે જાય છે. તે તેની પાસે નમ્રતા, વિનય અને આદરપૂર્વક જાય છે. પરંતુ તેની પાસે જતાં પહેલાં તેણે તેની પરીક્ષા કરી જાણી લેવું જોઈએ કે તે ખરેખર આધ્યાત્મિક ગુરુ કહેવડાવવાને લાયક છે કે નહિ. તે લોભી, દ્વેષી કે મોહાવિષ્ટ તો નથી ને? તે ઢોંગી, ઠગ અને સ્વાર્થી નથી તેની ખાતરી કરી લેવી જોઈએ. જો તેની બહુ મોટી ખ્યાતિ હોય તો તેના ચારિત્ર્યની વધુ સૂક્ષ્મ પરીક્ષા કરવી જરૂરી બની જાય છે કારણ કે ખ્યાતિપ્રાપ્તને માટે દોષને પ્રવેશવાનાં બધાં દ્વાર ખુલી જાય છે. પોતે પ્રત્યક્ષ નિરીક્ષણથી તેમ જ યોગ્ય વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવી તેનામાં ઈષ્ટ આધ્યાત્મિક ગુણો છે કે નહિ તેની ખાતરી કરી લેવી જોઈએ. તે ખરેખર આધ્યાત્મિક પુરુષ છે એ બાબતનો પોતાને સંતોષ થાય પછી જ સાધકે તેની પાસે જવું જોઈએ. તેની પાસે જઈ તે તેની ઉપાસના – સેવા કરે છે. ગુરુનો ઉપદેશ સાંભળવા તત્પર થાય છે. ઉપદેશને ધ્યાન દઈ સાંભળે છે. ૧૫ સાંભળ્યા પછી શ્રત ધર્મ કે સિદ્ધાન્ત સાચો હોવાની તેને લાગણી થાય છે, ભાવ થાય છે, પ્રતીતિ થાય છે. આ લાગણી, ભાવ, પ્રતીતિ એ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા સાકારા છે કારણ કે તેને તેનો શ્રુત વિષય છે, વિષયસંભાર છે. શ્રદ્ધાની આ બીજી ભૂમિકા છે. આ ભૂમિકા શ્રવણ પછીની પણ મનન પૂર્વેની છે. શ્રવણ પૂર્વેનું તત્ત્વપક્ષપાત કે સત્યપ્રવણતારૂપ માનસિક વલણ અહીં ગુરુમુખે શ્રત ધર્મ કે સિદ્ધાન્ત સાચો છે એવા ભાવમાં વિકસે છે.
શ્રત ધર્મ કે સિદ્ધાન્ત સાચો લાગે પરંતુ તે ખરેખર સાચો છે કે કેમ તેની પરીક્ષા સાધકે તર્કથી, બુદ્ધિથી કરવી જોઈએ. સાધક શ્રત ધર્મ કે સિદ્ધાન્તને ચિત્તમાં ધારણ કરે છે અને અનુકૂળ સ્થળ-કાળ પ્રાપ્ત થતાં તેની તર્કથી પરીક્ષા કરે છે, તેના ઉપર મનન કરે છે. આપણા બધા આધ્યાત્મિક ગુરુઓએ તેમના ઉપદેશની પરીક્ષા કરવા કહ્યું છે. પોતાના તત્ત્વસંગ્રહમાં શાન્તરક્ષિત એક પ્રાચીન શ્લોક ટાંકે છેઃ तापाच्छेदाच्च निकषात् सुवर्णमिव पण्डितैः । परीक्ष्य भिक्षवो ग्राह्यं मद्वचं न
કૌરવા તે સોની સોનાને તપાવી, કાપી, કસોટી પર ઘસી સોનાની પરીક્ષા કરે છે; તેવી જ રીતે, હે ભિક્ષુઓ ! ડાહ્યા માણસોએ મારા ઉપદેશને પરીક્ષા કર્યા પછી જ સ્વીકારવો જોઈએ, મારા પ્રત્યેના આદરને કારણે કે મારી મોટાઈના કારણે ન સ્વીકારવો જોઈએ. બુદ્ધે કાલામોને ઉદ્દેશી આ જ વાત કહી હતી. જૈન હરિભદ્ર પણ આ જ વાત કહે છે. અને ઉપનિષદોએ પણ આ જ વસ્તુ કહી છે. “આ બધી બાબતોમાં આપણે કંઈ સમજી શકીએ નહિ, ગુરુ કહે તેને જ સ્વીકારી ચાલવું જોઈએ'–આ મનોદશા સારી નથી, એટલું જ નહિ હાનિકર છે. એટલે જ સિદ્ધસેન દિવાકરજીને ખુદને કહેવું પડ્યું: “અવિવાવિયા પુરવઠ્ઠમભૂથરિતિ વ્યવચિવવધાથ થાવતિ 'બત્રીસબત્રીસી
Page #17
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
૬.૬. શ્રત ધર્મ કે સિદ્ધાન્ત વિશે જે કોઈ શંકાઓ હોય કે જાણે તેમને તર્કથી, બુદ્ધિથી, મનનથી દૂર કરવી જોઈએ. અન્યથા, શ્રત ધર્મ કે સિદ્ધાન્તમાં રહેલી ભાવરૂપ, વિશ્વાસરૂપ, સંપ્રત્યયરૂપ શ્રદ્ધા શિથિલ બની જશે. શંકાઓને કદાગ્રહ અને અંધભક્તિથી દબાવી દેવી જોઈએ નહિ. તર્કથી, બુદ્ધિથી, મનનથી તેમનું ઉમૂલન કરવું જોઈએ. મનન પછી શ્રદ્ધા બીજા અર્થમાં આકારવતી બને છે. પાલિ-અંગ્રેજી કોશ (પાલિ ટેક્સ્ટ સોસાયટી)માં “આકાર' શબ્દનો અર્થ આપ્યો છે - reason, ground, account'. તેથી, આકારવતી શ્રદ્ધાનો અર્થ છે – “હેતુઓથી, તર્કોથી સમર્થિત, દઢીકૃત શ્રદ્ધા'. ૧૭ જે કંઈ રાગ કે મતાગ્રહનું વળગણ રહી ગયું હોય તે અહીં મહદંશે દૂર થાય છે. તર્કથી, મનનથી વિશેષ ચિત્તશુદ્ધિ, ચિત્તપ્રસાદ થાય છે. વ્યક્તિની આધ્યાત્મિક ઉત્ક્રાન્તિમાં તર્કને - મનનને અત્યંત મહત્ત્વનો ભાગ ભજવવાનું કામ સોંપવામાં આવ્યું છે. બધી અધ્યાત્મવિદ્યાઓમાં તેનું મહત્ત્વ સ્વીકારાયું છે. કોઈ પણ આધ્યાત્મિક ગુરુએ તર્કને, બુદ્ધિને, મનનને ઊતારી પાડવું ન જોઈએ. શ્રવણ મનનને માટે સામગ્રી પૂરી પાડે છે એ અર્થમાં શ્રવણ મનનનો આધાર છે, પ્રતિષ્ઠા છે. પરંતુ શ્રુતનો જ સ્વીકાર કરવા મનન બાધ્ય નથી, સ્વીકાર-અસ્વીકાર કરવા તે સ્વતંત્ર છે. અન્યથા, મનનનું કોઈ મહત્ત્વ રહેતું નથી. મનન પછીની શ્રદ્ધાને ‘અધ્યપ્રણાવા' કહી છે, ૧૮ કારણ કે અહીં તર્કથી, મનનથી શ્રત ધર્મ કે સિદ્ધાન્ત વિશેની શંકાઓ દૂર થવાથી તેમ જ દૃષ્ટિરાગનું જે કંઈ આછું પાતળું આવરણ રહી ગયું હોય તે દૂર થવાથી ચિત્ત વિશેષ શુદ્ધિને, પ્રસાદને પામે છે. આવા પ્રસાદરૂપ આ શ્રદ્ધા છે. શ્રદ્ધાની આ ત્રીજી ભૂમિકા છે. આ ભૂમિકા મનન પછીની પણ ધ્યાન પૂર્વેની છે.
જેણે મનનની ભૂમિકા પાર કરી નથી તેને ધ્યાન કરવાનો અધિકાર નથી. તર્કથી, મનનથી પ્રતિષ્ઠિત થયેલ ધર્મ કે સિદ્ધાન્ત જ ધ્યાનનો વિષય બનવાને લાયક છે. તર્ક, મનન દ્વારા પરીક્ષિત અને પ્રતિષ્ઠિત થયેલા ધર્મ કે સિદ્ધાન્ત ઉપર સાધકને ધ્યાન કરવાની ઇચ્છા જાગે છે. તે ધ્યાન કરવા ઉત્સાહિત થાય છે, પ્રયત્ન કરે છે. બીજા શબ્દોમાં, તે સવિતર્કસવિચારાત્મક પ્રથમ ધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. તે ધ્યાનમાં તે ધર્મનું કે સિદ્ધાન્તનું ગંભીર અને સૂક્ષ્મ તોલન કરે છે. પછી તે વિશેષ આધ્યાત્મિક ઉત્સાહ અને પરાક્રમપૂર્વક નિર્વિતર્કનિર્વિચારાત્મક દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ કરે છે. ૧૯ પોતાનું કાર્ય પ્રથમ ધ્યાનમાં પૂર્ણ કર્યું હોઈ, દ્વિતીય ધ્યાનમાં વિતર્ક અને વિચાર સંપૂર્ણપણે નિરુદ્ધ હોય છે. આ દ્વિતીય ધ્યાનની ભૂમિકાએ ચિત્ત વિતર્ક-વિચારજન્ય ક્ષોભથી આત્મત્તિકપણે મુક્ત હોય છે. આ ધ્યાનની ઉત્કૃષ્ટ કોટિએ ચિત્ત પરમ શુદ્ધિ, પ્રસાદ પ્રાપ્ત કરે છે. તેને અધ્યાત્મપ્રસાદ કહેવામાં આવે છે. ૨૦ અર્થાત્, અહીં
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
અધ્યાત્મપ્રસાદરૂપ શ્રદ્ધા હોય છે. ચિત્તની આ શુદ્ધિને કારણે ધર્મ કે સિદ્ધાન્ત ચિત્તમાં પૂર્ણરૂપે પ્રતિબિંબિત થાય છે. પરિણામે સાક્ષાત્કાર થાય છે, પ્રજ્ઞાનો ઉદય થાય છે, સત્યનો વેધ થાય છે.ર૧
શ્રવણ, મનન અને નિદિધ્યાસનની અવસ્થાઓમાંથી પસાર થતી શ્રદ્ધા વધુ ને વધુ પુષ્ટ થતી જાય છે. જેમ જેમ ચિત્ત આ ભૂમિકાઓમાંથી પસાર થાય છે તેમ તેમ રાગમળ વધુને વધુ ક્ષીણ થતો જાય છે અને પરિણામે ચિત્તની વિશુદ્ધિ (પ્રસાદ) વધુ ને વધુ થતી જાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિના વધવા સાથે ચિત્તમાં સત્ય વધુ ને વધુ વિશદરૂપે ગૃહીત થાય છે, પ્રતિબિંબિત થાય છે. આમ શ્રદ્ધાના વિકાસ સાથે જ્ઞાનનો પણ વિકાસ થાય છે અને પોતાની પૂર્ણતા પ્રજ્ઞામાં પામે છે. નિર્વિતર્ક-નિર્વિચારાત્મક ગભીર ધ્યાનને પરિણામે રાગનો સંપૂર્ણ નાશ થતાં અર્થાત્ ઉત્કૃષ્ટ ચિત્તવિશુદ્ધિ (ચિત્તપ્રસાદ)ની પ્રાપ્તિ થતાં પ્રજ્ઞાનો ઉદય થાય છે. જૈનદર્શનમાં પણ દ્વિતીય નિર્વિચાર શુકલધ્યાનને પરિણામે નિઃશેષ રાગનાશ થતાં વિશુદ્ધ જ્ઞાન કેવળજ્ઞાન કે અનંતજ્ઞાન ઉદય પામે છે.૨૨ અને પાતંજલ યોગમાં પણ ધર્મમેઘસમાધિને પરિણામે રાગનો સંપૂર્ણ ક્ષય થતાં પ્રસંખ્યાન (પ્રકૃષ્ટ જ્ઞાન)કે અનંતજ્ઞાન પ્રગટે છે. શ્રદ્ધાની બૌદ્ધ વિભાવનાને સમજ્યા પછી હવે શ્રદ્ધાની જૈન વિભાવનાનું નિરૂપણ કરીશું.
જૈન દૃષ્ટિએ શ્રદ્ધા(સમ્યગ્દર્શન)
८
આપણે જોયું તેમ, જૈનો ‘દર્શન’શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં કરે છે. જૈન મત પ્રમાણે, જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ તત્ત્વો છે. તે તત્ત્વોમાં શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે.૨૪ અહીં શ્રદ્ધાનો અર્થ રુચિ કે અભિપ્રીતિ કરવામાં આવે છે. એટલે સમગ્ર અર્થ થશે - જીવ આદિ તત્ત્વો જ સાચા છે એવું ભાવથી, લાગણીથી લાગવું તે શ્રદ્ધા છે. આ એક જ શ્રદ્ધા છે, તેની જુદી જુદી કોઈ ભૂમિકાઓ નથી. આ શ્રદ્ધાનું પ્રધાન કારણ આંતરિક શુદ્ધિ છે, રાગદ્વેષગ્રન્થિભેદ છે, દર્શનમોહનીય કર્મનો ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ છે. પરંતુ તેનું નિમિત્તકારણ ગુરૂપદેશ છે. આ શ્રદ્ધાની ઉત્પત્તિમાં નિમિત્તકારણને (ગુરૂપદેશને)અનિવાર્ય ગણવામાં નથી આવ્યું. પરિણામે કેટલાક જીવોમાં નિમિત્તકારણ વિના જ આ શ્રદ્ધા જન્મે છે. તેથી તેમની શ્રદ્ધાને નૈસર્ગિક શ્રદ્ધા કહેવામાં આવે છે. કેટલાક જીવોમાં નિમિત્તકારણ દ્વારા આ શ્રદ્ધા જન્મે છે. તેથી તેમની શ્રદ્ધાને અધિગમજ શ્રદ્ધા કહેવામાં આવે છે.૨૫ આમ એક જ શ્રદ્ધા નિર્નિમિત્તક કે સનિમિત્તક હોઇ શકે છે. એક જ શ્રદ્ધા નૈસર્ગિક કે અધિગમજ હોઇ શકે છે. જૈનદર્શને એક જ વ્યક્તિની બાબતમાં અનિવાર્યપણે ઉદ્ભવતી આ બે ક્રમિક
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
ભૂમિકાઓ છે એમ માન્યું નથી. આમ જૈનોએ નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધાનો વિકલ્પ જ માન્યો છે, તે બે એક વ્યક્તિની ચેતનાની ક્રમિક ભૂમિકાઓ છે એમ માન્યું નથી. આ છે જૈનોની સ્થિર થયેલી માન્યતા.
પૂજ્યપાદે પોતાની સર્વાર્થસિદ્ધિમાં જે સાચો પ્રશ્ન ઉઠાવ્યો તેનાથી જ જૈનોની આ માન્યતામાં રહેલો દોષ પ્રગટ થાય છે. તે પ્રશ્ન આ પ્રમાણે છે – નૈસર્ગિક શ્રદ્ધામાં જીવાદિ તત્ત્વોનું જ્ઞાન હોય છે કે નહિ? જો હા, તો તે પણ અધિગમજ શ્રદ્ધા જ થઈ, તેનાથી ભિન્ન તેને ન ગણવી જોઇએ. જો ના, તો જેણે જીવાદિ તત્ત્વોને જાણ્યા નથી તેને તેમનામાં શ્રદ્ધા કેવી રીતે થઈ શકે ?૨૪ આ સાચા પ્રશ્નનો પૂજ્યપાદે પોતે જે ઉત્તર આપ્યો છે તે આ પ્રશ્નનો ઉત્તર જ નથી. તે કહે છે કે બંનેમાં મોહનીયકર્મના ઉપશમક્ષય-ક્ષયોપશમરૂપ આંતરિક કારણ સમાન છે, તેમ છતાં જે બાહ્ય ઉપદેશ વિના થાય છે તે નૈસર્ગિક શ્રદ્ધા છે અને જે બાહ્ય ઉપદેશપૂર્વક થાય છે તે અધિગમજ શ્રદ્ધા છે. આપણે જોઈ શકીએ છીએ કે આમાં તેમણે ઉઠાવેલા પ્રશ્નનો ખરેખર ઉત્તર જ નથી. માન્યતા જ એટલી દોષપૂર્ણ છે કે પ્રશ્નનો ઉત્તર આપવો જૈન ચિંતકોને માટે મુશ્કેલ
છે.
જૈનોએ સ્વીકારી લેવું જોઈએ કે નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધા એ અનુક્રમે એક જ વ્યક્તિમાં ક્રમથી થતી, શ્રદ્ધાની બે ભૂમિકાઓ છે. નૈસર્ગિક શ્રદ્ધા એ શ્રદ્ધાની શ્રવણપૂર્વેની ભૂમિકા છે અને અધિગમજ શ્રદ્ધા એ શ્રદ્ધાની શ્રવણ પછીની ભૂમિકા છે. શ્રવણપૂર્વેની ભૂમિકાવાળી શ્રદ્ધા ઉપદેશજન્ય નથી; તેમાં સ્વાભાવિકપણે જ જીવાદિ તત્ત્વોનું જ્ઞાન ન હોય કારણકે સાધકે હજુ સુધી જીવાદિ તત્ત્વો વિશે કંઈ સાંભળ્યું જ નથી. તેથી શ્રવણપૂર્વેની ભૂમિકાવાળી શ્રદ્ધા આધ્યાત્મિક સત્યપ્રવણ માનસિક વલણરૂપ છે. આધ્યાત્મિક દૃષ્ટિ, ઝુકાવ, મનોવલણ ધરમૂળથી સમગ્ર ક્ષિતિજને બદલી નાખે છે. આ મનોવલણ એ બીજું કંઈ નથી પણ એવી ચિત્તશુદ્ધિ છે જે સાધકને સત્ય ગ્રહણ કરવાની ક્ષમતા, યોગ્યતા બક્ષે છે. બીજી બાજુ, બીજી શ્રવણોત્તર ભૂમિકાવાળી શ્રદ્ધા ઉપદેશજન્ય છે અને તેથી તેમાં જીવાદિ તત્ત્વોનું જ્ઞાન છે, તે શ્રત જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા છે. પરંતુ જૈનો તેમની ખોટી અને અને ઉપનિષદો, ૨૭ ભગવદ્ગીતા તેમજ બૌદ્ધ ધર્મમાં સચવાયેલી પ્રાચીન પરંપરાનો સદંતર સ્મૃતિભ્રંશ ધરાવતી માન્યતાને કારણે ઉપર મુજબ સાચો ઉત્તર આપી શકતા નથી. નિર્દિષ્ટ પ્રાચીન પરંપરાની યાદ દેવડાવતાં અવશેષરૂપ વિધાનો કે વિભાવનાઓ જૈન સાહિત્યમાં મળે છે; તેમને નીચે નોંધ્યાં છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
' (૧) સમગ્ર જૈન સાહિત્યમાં એક વિધાન એવું પ્રાપ્ત થયું છે જ્યાં નૈસર્ગિક શ્રદ્ધા અને આધિગમિક શ્રદ્ધાનો એક જ વ્યક્તિને થતી શ્રદ્ધાની બે ક્રમિક ભૂમિકાઓ તરીકે સ્પષ્ટ સ્વીકાર થયો છે. તે વિધાન વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રભાષ્યની સંબંધકારિકા ૧ ઉપરની આચાર્ય દેવગુપ્તની ટીકામાં આવે છે. દેવગુપ્ત લખે છે :
नैसर्गिकाद् अवाप्तश्रद्धोऽध्ययनादिभिराधिगमिकम् (श्रद्धानम्) अवाप्नोति।
(૨) જૈન ચિંતકો બે પ્રકારની શ્રદ્ધાનો (સમ્યગ્દર્શનનો) સ્વીકાર કરે છે – નૈશ્ચયિક શ્રદ્ધા અને વ્યાવહારિક શ્રદ્ધા. નૈઋયિક શ્રદ્ધાને આપણે શ્રવણપૂર્વેની શ્રદ્ધા ગણી શકીએ, કારણ કે તેનું લક્ષણ શ્રવણપૂર્વેની શ્રદ્ધા જેવું જ છે. મહાન જૈન ચિતક ઉપાધ્યાય યશોવિજ્યજી તેમની સમ્યકત્વ ષસ્થાનક ચઉપઈ ઉપર બાલાવબોધ (ગાથા ૨)માં લખે છે : “દર્શનમોહનીયકર્મનો જે વિનાશ ક્ષય-ઉપશમ-ક્ષયોપશમરૂપ, તેથી જે નિર્મલ મલરહિત ગુણનું થાનક ઉપજઇ તે નિશ્ચય સમ્યક્ત જાણિઇ.” આમ આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલી આત્માની વિશુદ્ધિ એ નિશ્ચય શ્રદ્ધા છે, જ્યારે તેને કારણે થતો શ્રત જીવાદિ તત્ત્વો સાચા હોવાનો વિશ્વાસ કે ભાવ એ વ્યવહાર શ્રદ્ધા છે.
(૩) જૈન ગ્રંથો શ્રદ્ધાના (સમગ્દર્શનના) પાંચ લિંગ, ચિહ્નો ગણાવે છે. તે નીચે પ્રમાણે છે : (1) પ્રશમ - રાગદ્વેષનો, મતાગ્રહનો, દષ્ટિરાગનો ઉપશમ એ જ પ્રશમ છે. (૪) સંવેગ - સંવેગના બે અર્થ છે : (૧) સન્વેગ, સમ્ = સમ્યફ અર્થાત્ તત્ત્વ
યા સત્ય પ્રતિ, વેગ અર્થાત ગતિ. તત્ત્વ કે સત્ય માટેની તીવ્રતમ અભીપ્સા સાથે સત્યશોધ માટે ગતિ કરવી તે. (૨) સાંસારિક બંધનોથી દૂર થવાની વૃત્તિ.
સત્યની ખોજ માટે સાંસારિક બંધનો બાધક છે. (૩) નિર્વેદ - નિર્વેદના પણ બે અર્થો છે : (૧) સાંસારિક વિષયોમાં ઉદાસીનતા,
રાગાભાવ, અનાસક્તિ. વિષયોમાં, સાંસારિક ભાગોમાં આસક્તિ સત્યની સાધનાને વિકૃત કરે છે, દૃષ્ટિને મોહિત કરે છે, માર્ગથી મૃત કરે છે. (૨) માન્યતાઓમાં અનાસક્તિ. કોઈ પણ મતમાં રાગ ન હોવો, દૃષ્ટિબદ્ધતા ન
હોવી. (૩) અનુકંપા - અનુકંપાના પણ બે અર્થ થઈ શકે છે : (૧) બીજાને દુ:ખી દેખી
દુઃખી થવું, તેના દુ:ખને દૂર કરવાની ઇચ્છા થવી તે અનુકંપા. (૨) બીજાઓને
Page #21
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
સત્યાન્વેષણ માટે મથતા જોઈ પોતાને તેમના તરફ સહાનુભૂતિ થવી અને તેમને પણ પોતપોતાની રીતે સત્યાન્વેષણ કરવામાં સહાય કરવાની ઇચ્છા
થવી. (૩) આસ્તિક્ય - કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ ભાષામાં કોઈ પણ રીતે રજૂ
કરવામાં આવેલા સત્યને સ્વીકારવાનું મનનું ખુલ્લાપણું, તત્પરતા. આ ચિત્તનું રચનાત્મક અને વિધાયક (positive) વલણ છે. અન્યના મત પ્રતિ પણ આદરભાવ અને તે મતમાં રહેલ સત્યને શોધી સ્વીકારવાનું વલણ. આસ્તિક્ય શ્રદ્ધા જ છે.
પખંડાગમની ધવલા ટીકામાં કહ્યું છે કે આ પ્રશમાદિ ગુણોની અભિવ્યક્તિ જ સમ્યગ્દર્શન છે, શ્રદ્ધા છે. અર્થાત્ પ્રશમાદિ શ્રદ્ધાના ચિહ્નો નથી પણ સ્વયં શ્રદ્ધા છે. ચિત્તશુદ્ધિ, પ્રસાદ, સત્યગ્રહણની યોગ્યતાનો જ વિસ્તાર પ્રશમાદિ છે. અને આ શ્રદ્ધાને ખરા અર્થમાં નૈસર્ગિક શ્રદ્ધા કહી શકાય અને આ શ્રદ્ધા જ શ્રવણ પૂર્વેની શ્રદ્ધા છે.
ઉપરની સમગ્ર ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે નૈસર્ગિક શ્રદ્ધા એ શ્રવણ પૂર્વેની શ્રદ્ધા છે અને તેનો અર્થ ચિત્તપ્રસાદ, ચિત્તશુદ્ધિ, તત્ત્વગ્રહણયોગ્યતા છે. અને અધિગમજ શ્રદ્ધા શ્રવણ પછીની શ્રદ્ધા છે અને એટલે આ શ્રદ્ધા શ્રત જીવાદિ તત્ત્વોમાં વિશ્વાસરૂપ છે. એક વસ્તુ અહીં ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ચિત્તશુદ્ધિ પ્રથમ ભૂમિકામાં છે તે દ્વિતીય ભૂમિકામાં પણ અવશ્ય છે. પરંતુ દ્વિતીય ભૂમિકામાં કંઈક વિશેષ છે અને તે છે શ્રુત જીવાદિ તત્ત્વોમાં વિશ્વાસ. જૈન દર્શનમાં મનન પછીની શ્રદ્ધાની ભૂમિકાનો તેમ જ ધ્યાન પછીની શ્રદ્ધાની ભૂમિકાનો ક્યાંય નિર્દેશ નથી. જૈન મતે શ્રદ્ધાના વિષયો
હવે આપણે અધિગમજ શ્રદ્ધાના વિષયનું નિરૂપણ કરીશું. તે વિષય છે જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. જીવ અને અજીવ અર્થાત્ તેમનો ન સંયોગ (બંધ) એ દુઃખ છે, સંસાર છે. તેનું કારણ આસ્રવ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. આમ આ તત્ત્વોને બીજા શબ્દોમાં જણાવીએ તો તે ચાર છે – સંસાર, સંસારકારણ, મોલ અને મોક્ષકારણ. યોગભાષ્યમાં કહ્યું છે કે રૂપ શાસ્ત્ર વતુર્વ્યૂહમ - તથા સંસાર: સંસારહેતુ મોક્ષો મોક્ષોપાય: I બુદ્ધ આને જ ચાર આર્યસત્યોના રૂપે રજૂ કરેલ છે – દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનિરોધ શક્ય છે, દુઃખનિરોધનો ઉપાય છે. અધ્યાત્મશાસ્ત્રમાં આપ્ત પુરુષો આનો જ ઉપદેશ આપે છે. જૈનોના સાત
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
તત્ત્વો, યોગદર્શનનો ચતુર્વ્યૂહ અને બુદ્ધનાં ચાર આર્યસત્યો એક જ વાત છે. દુઃખમુક્તિના ઇચ્છુકે જૈનોના સાત તત્ત્વોમાં વિશ્વાસ કરવો જોઈએ.
૧. જીવ (=આત્મા ચિત્ત) : આત્મા, ચિત્ત અને મન એ ત્રણ એક એકથી ચઢિયાતા તત્ત્વોના નિર્દેશ ઓછામાં ઓછો કઠોપનિષદ્ જેટલો જૂનો છે. ત્યાં કહ્યું છે કે મનથી ચિત્ત ચઢિયાતું છે અને ચિત્તથી આત્મા ચઢિયાતો છે. આ ત્રણ તત્ત્વોને સાંખ્યું સ્વીકાર્યાં છે. આમ પ્રતિક્ષણપરિણામી ચિત્તથી પર કૂટસ્થનિત્ય આત્માને સ્વીકારનારી એક પરંપરા હતી. આ પરંપરા દર્શનને (એક પ્રકારના બોધને) આત્માનો ધર્મ માને છે અને જ્ઞાનને ચિત્તનો ધર્મ માને છે. આ પરંપરાથી ભિન્ન એવી બીજી પ્રાચીન પરંપરા હતી જે પ્રતિક્ષણપરિણામી ચિત્તથી પર એવા કૂટસ્થનિત્ય આત્માનો પ્રતિષેધ કરી જ્ઞાન અને દર્શન બન્નેને ચિત્તના જ ધર્મો ગણતી હતી. પ્રથમ પરંપરા આત્મવાદી છે, જ્યારે બીજી અનાત્મવાદી છે. આમ બૌદ્ધો અને જૈનો બંને અનાત્મવાદી છે. બૌદ્ધો ચિત્તને જ જ્ઞાતા અને દ્રષ્ટા માને છે. જૈનો જેને ‘આત્મા' નામ આપે છે તે ચિત્ત જ છે અને તે ચિત્ત જ્ઞાતા પણ છે અને દ્રષ્ટા પણ છે. બૌદ્ધ ચિત્ત ક્ષણિક છે, જ્યારે જૈન ચિત્ત (=આત્મા) પ્રતિક્ષણપરિણામી છે. ઊંડાણથી વિચારતાં બૌદ્ધોના ક્ષણિકવાદ અને જૈનોના પ્રતિક્ષણપરિણામવાદમાં કોઈ જ અંતર નથી. જૈનોનું આત્મદ્રવ્ય (=ચિત્તદ્રવ્ય) એ જ બૌદ્ધોનો ચિત્તસન્તાન છે અને જૈનોના આત્મદ્રવ્યપર્યાયો એ જ બૌદ્ધોની ચિત્તસન્તાનગત ક્ષણવ્યક્તિઓ છે. જૈન મહાન ચિંતક ઉપાધ્યાય યશોવિજયજીએ
તેમના દ્રવ્યગુણપર્યાયના રાસના ટબામાં આ જ વાત કરી છે. તે કહે છે: “...પ્રતીત્યપર્યાયોત્પાદઈ એકસંતાનપણું તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઈ.” કાર્યકારણભાવથી ક્રમબદ્ધ પ્રતિક્ષણોત્પન્ન પર્યાયોનું એકસંતાનપણું એ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છે. પ્રતિક્ષણોત્પન્ન અને કાર્યકારણભાવથી સંબદ્ધ પર્યાયોનો એક સંતાન એ જ દ્રવ્ય છે. સંતાન પણ ક્ષણપ્રવાહ છે અને દ્રવ્ય પણ પર્યાયપ્રવાહ છે. અને પ્રવાહરૂપ એકત્વ એ જ ધ્રૌવ્ય કે નિત્યત્વ છે. જૈનોએ ચિત્તને ‘આત્મા’ નામ આપી પોતે આત્મવાદી હોવાનો ભ્રમ ઊભો કર્યો છે. વળી જૈન ગ્રંથોમાં બૌદ્ધોને અનાત્મવાદી અને જૈનોને આત્મવાદી કહી, બૌદ્ધોના અનાત્મવાદનું ખંડન કરવામાં આવતું હોય છે. આ વસ્તુ ગેરમાર્ગે દોરનારી છે. જેટલા બૌદ્ધો અનાત્મવાદી છે તેટલા જ જૈનો પણ અનાત્મવાદી છે. જૈનો ચિત્તને જ આત્મા કે જીવ કહે છે. ચિત્ત અને આત્મા સમાનાર્થક છે, એક જ તત્ત્વનાં બે નામ છે.
૧૩
જૈન મતે આત્માનો સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર (કે અનંત સુખ) અને અનંતવીર્ય છે. વાદિદેવસૂરિએ સ્થિર થયેલ જૈન મત અનુસાર
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
આત્માનું પ્રાય: સંપૂર્ણ લક્ષણ આપ્યું છે. તેઓ જણાવે છે કે આત્મા ચૈતન્યસ્વરૂપ છે, પરિણામી છે, કર્તા છે, સાક્ષાત ભોક્તા છે, દેહપરિમાણ છે અને પૌદ્ગલિક અદષ્ટવાળો
છે.
આત્માનું પરિણામીપણું - આત્મા પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામે છે. તેમ છતાં તે નિત્ય છે. ઉમાસ્વાતિએ નિત્યનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે - તતિવિવ્યિર્થ નિત્યા પોતાના મૂળભૂત સ્વભાવ કે જાતિમાંથી અવિસ્મૃતિ એટલે નિત્યતા. પોતાની મૂળભૂત જાતિને છોડ્યા વિના પરિણામ પામતી વસ્તુને નિત્ય કહેવાય. આમાં પરિવર્તનની મર્યાદા છે. દ્રવ્ય પોતાની મૂળભૂત જાતિમાં શક્ય બધાં જ પરિવર્તનો પામી શકે પરંતુ એટલી હદ સુધી પરિવર્તન ન પામી શકે કે તે પોતાની મૂળભૂત જાતિ છોડી બીજી જ મૂળભૂત જાતિનું બની જાય. આત્મા કદી પુગલમાં (મેટરમાં) પરિવર્તિત ન થઈ શકે કે પુગલ આત્મામાં પરિવર્તિત ન થઈ શકે. આમ હોવાથી આત્મવ્યક્તિઓમાં એકનો પણ વધારો કે ઘટાડો શક્ય નથી. અર્થાત્ આત્મવ્યક્તિઓની સંખ્યા નિયત છે અને તે અનંત છે, તેમ જ પ્રત્યેક આત્મવ્યક્તિ અનાદિ-અનંત છે, અર્થાત્ અનુત્પન્ન અને અવિનાશી છે. બૌદ્ધ અનુસાર પણ ચિત્તસત્તાન કદી અચિત્તસત્તાન બની જતો નથી. ચિત્તસત્તાન ચિત્તસત્તાન જ રહે છે. ચિત્તસન્તાનોની સંખ્યા પણ નિયત જ છે. એથી ચિત્તસત્તાન સન્તાનરૂપે અનુત્પન્ન અને અવિનાશી ગણાય.
આત્માનું કર્તત્વ - જૈનોએ આત્માને પરિણામી માન્યો હોઈ, તે તેના પરિણામોનો કર્તા છે જ. વળી, જૈનોએ આત્માને મન, વાણી અને શરીરથી ભિન્નભિન્ન માન્યો છે. એટલે મન, વચન અને શરીરની પ્રવૃત્તિનો તે કર્તા છે. ઉપરાંત, મન, વાણી અને શરીરને તેમની પ્રવૃત્તિમાં પ્રેરનાર આત્મા હોવાથી પણ તે બધી માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓનો કર્તા ઠરે છે. જૈન મત અનુસાર પ્રવૃત્તિને પરિણામે પૌલિક કર્મરજો આત્મા ભણી આકર્ષાય છે અને આત્મા સાથે બંધાય છે, એટલે એ અર્થમાં આત્મા પૌગલિક કર્મોનો પણ કર્તા ગણાય.
આત્માનું ભોક્નત્વ - જૈનદર્શન અનુસાર આત્મા ભોક્તા પણ છે. જૈનોએ આત્માને પરિણામી માન્યો હોઈ, તેનામાં મુખ્યાર્થમાં ભોફ્તત્વ ઘટી શકે છે. કર્મસિદ્ધાન્તની સંગતિ માટે કર્મોનો જે કર્તા હોય તે જ તે કર્મોનાં ફળોનો ભોક્તા હોવો જોઈએ. તે શરીર, મન, ઇન્દ્રિયો દ્વારા સુખ-દુ:ખ ભોગવે છે.
આત્મા પ્રતિક્ષેત્ર ભિન્ન - ક્ષેત્ર એટલે શરીર. આત્મા પ્રતિશરીર ભિન્ન છે. જૈનો આત્મબદુત્વવાદી છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
આત્મા દેહપરિમાણ – જૈન મતે આત્મા સંકોચ-વિકાસશીલ છે. ૩૪ આત્મા જે દેહ ધારણ કરે છે તે દેહના જેવડો થઈને રહે છે. જૈનોનો આત્મા એ ખરેખર ચિત્ત જ છે. સાંખ્યો પણ ચિત્તને સંકોચ-વિકાસશીલ માનતા હતા. તેઓ કહે છે : ચિત્ત સંકોચવિકાસશીલ છે. એક દીવાને ઘડામાં રાખતાં એનો પ્રકાશ ઘડામાં સંકુચિત થઈ રહે છે. પણ એ જ દીવાને ઓરડામાં મૂકતાં એનો પ્રકાશ ઓરડાના જેટલો વિકસિત થઈ જાય છે. એવી જ રીતે ચિત્તનો પણ સંકોચ-વિસ્તાર થાય છે. જેવડા શરીરમાં હોય તેવડું થઈને ચિત્ત રહે છે. ૩૫
આત્મા પૌલિક અખિવાન્ - આત્માનું અદષ્ટ અર્થાત કર્મ પૌલિક દ્રવ્યરૂપ (material substance) છે. તે અત્યંત સૂક્ષ્મ છે. કર્મોને ભૌતિક માનનાર અનેક પરંપરાઓ છે. તેમાં સાંખ્ય, આજીવિક અને બૌદ્ધ તો છે જ. આ બાબત પરત્વે સાંખ્યમત વિશે શેરબાસ્કી નીચે પ્રમાણે લખે છે : In Sankhya, Karma is explained materialistically, as consisting in a special collocation of infraatomic particles or material forces making the action either good or bad. (Buddhist Logic, Vol. I, p.133, fn.3). કર્મો પૌગલિક હોય તો તેને રંગો હોવા જોઈએ. જેમ જપાકુસુમનો લાલ રંગ તેની સન્નિધિમાં રહેલા દર્પણમાં પ્રતિફલિત થાય છે તેમ કર્મોના રંગો પોતાના સાન્નિધ્યમાં રહેલા ચિત્તમાં પ્રતિફલિત થાય છે. આમ કર્મની પૌગલિકતાને કારણે જીવરંગોની (લેશ્યાઓની, psychic colourationsની) જૈન માન્યતા ઘટે છે. સાંખ્યના સત્ત્વ, રજસ અને તમસના અનુક્રમે ત્રણ રંગો શુક્લ, રક્ત અને કૃષ્ણ, તેમ જ તેને આધારે મનુષ્યોનું સાત્ત્વિક, રાજસિક અને તામસિકમાં વર્ગીકરણ નોંધપાત્ર છે. આજીવિકોની છ અભિજાતિઓ પણ ભૌતિક કર્મરકોના રંગોને આધારે થતા ચેતસિક રંગો છે. મહાભારત શાન્તિપર્વ(૧૨.૨૮૬૩૩)માં છ જીવવર્ણો ગણાવ્યા છે, તે પણ આજીવિકોની છ અભિજાતિઓ સમાન છે. બૌદ્ધ ધર્મમાં અને પાતંજલ યોગમાં પણ રંગને આધારે કર્મોના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. આ કારણે પ્રાધ્યાપક ઝીમર જણાવે છે કે કર્મોના રંગોનો સિદ્ધાન્ત જૈન ધર્મની જ ખાસ વિશેષતા નથી, પરંતુ મગધમાં સચવાયેલા આર્યપૂર્વેના સામાન્ય વારસાનો એક ભાગ હોય એમ જણાય છે.૩૭ કર્મો પૌલિક છે, ભૌતિક છે, મૂર્તિ છે જ્યારે આત્મા ચેતન છે, અભૌતિક છે, અમૂર્ત છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્માની સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે ? ભૌતિક-મૂર્તિ દ્વારા ચેતન-અમૂર્તનો ઉપઘાત યા ઉપકાર કેવી રીતે સંભવે ? જેમ જ્ઞાન વગેરે ચૈતન્યરૂપ અને અમૂર્ત હોવા છતાં મદિરા આદિ ભૌતિક-મૂર્ત વસ્તુઓ દ્વારા એમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પૌષ્ટિક પદાર્થો દ્વારા એમનો ઉપકાર
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
થાય છે તેમ આત્મા ચેતન-અમૂર્ત હોવા છતાં ભૌતિક-મૂર્ત કર્મ દ્વારા તેનો ઉપઘાત યા ઉપકાર થાય છે. આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે.૩૮ ૨. અજીવ: અજીવમાં પાંચ દ્રવ્યોનો સમાવેશ છે – પુદ્ગલ (Matter), ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. (૧) પુગલ - સ્પર્શ, રસ, ગબ્ધ અને વર્ણ એ પુદ્ગલદ્રવ્યના વ્યાવર્તક ગુણો
છે.* પુદ્ગલના પ્રત્યેક પરમાણમાં આ ચારે ગુણો હોય છે. સ્પર્શના આઠ, રસના પાંચ, ગંધના બે અને વર્ણના પાંચ ભેદ છે – આમ કુલ વીસ મુખ્ય ભેદ છે. અણુમાં એક રસ, એક વર્ણ, એક ગન્ધ અને બે સ્પર્શ હોય છે. તેને શીત અને રૂક્ષ બે સ્પર્શ, કે શીત અને સ્નિગ્ધ બે સ્પર્શ, કે ઉષ્ણ અને રુક્ષ બે સ્પર્શ, કે ઉષ્ણ અને નિષ્પ બે સ્પર્શ હોય છે. આમ દરેક પરમાણુ કાં તો સ્નિગ્ધ હોય છે કાં તો રુક્ષ હોય છે. નિગ્ધતા અને રુક્ષતાની માત્રા અનંત સુધી હોઈ શકે છે. આ સ્નિગ્ધતા અને રુક્ષતાની નિયત માત્રાઓ ધરાવતા બે પરમાણુઓ જ સંયોજન પામે છે. ડૉ. બી. એન. સીલ આ અંગે લખે છે : “A crude theory, of chemical combination, very crude but immensely suggestive, and possibly based on the observed electrification of smooth and rough surfaces as the result of rubbing.જર પરમાણમાં સ્નિગ્ધતા કે રુક્ષતાની માત્રાની હીનાપિક્સારૂપ પરિવર્તન સ્વાભાવિકપણે જ ચાલ્યા કરે છે. અને બે પરમાણુઓમાં તેમની નિયત માત્રા હોતાં પરમાણુઓનું સંયોજન થઈ સ્કંધ (aggregate) બને છે. આ અંગે ડો. એ. એન. ઉપાધે કહે છે: “Thus the atomic aggregation is an automatic function resulting from the essential nature of atoms. ... The combinatory urge in atoms is due to their degrees of cohesiveness and aridness."x3 પરમાણુવાદની બીજી નોંધપાત્ર બાબત એ છે કે પરમાણુઓમાં જાતિભેદ નથી. પૃથ્વીાતિના પરમાણુઓનો અલગ વર્ગ, અપ્રજાતિના પરમાણુઓનો અલગ વર્ગ, ઈત્યાદિ જૈનો માનતા નથી. તેમને મતે કોઈ પણ પરમાણુ પૃથ્વી, પાણી, તેજ અને વાયુનો પર્યાય (પરિણામ, mode) ધારણ કરી શકે છે. પરમાણુને દેશવ્યાપ્તિ (extension) નથી. તે જેટલા દેશને રોકે છે તેને પ્રદેશ કહે છે. પ્રદેશ દેશમાપનું અંતિમ ઘટક છે. જૈન પરમાણુવાદની બીજી વિશિષ્ટ માન્યતા નીચે મુજબ છે. એક પરમાણુ એક પ્રદેશમાં રહે છે, પરંતુ
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
૧૭
યણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પણ. એ રીતે ઉત્તરોત્તર સંખ્યા વધતાં વધતાં ત્યણુક, ચતુરણુક એમ અસંખ્યાતાણુક સ્કંધો એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, એમ અસંખ્યાત પ્રદેશોવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એટલે અનંતાણુક સ્કંધોને રહેવા માટે અનંત પ્રદેશોવાળા ક્ષેત્રની જરૂર નથી. લોક (universe) અસંખ્યાતપ્રદેશી હોવા છતાં તેમાં અનંત અણુઓ સમાઈ શકે છે. બૌદ્ધ પરમાણુવાદ અને ન્યાય-વૈશેષિક પરમાણુવાદ સાથે જૈન પરમાણુવાદની તુલના કરવી રસપ્રદ છે પરંતુ અહીં તેમાં ઊતરવું શક્ય નથી. ધર્મદ્રવ્ય - જીવ અને પુલની ગતિમાં સહાયક બનનાર દ્રવ્ય ધર્મ છે. જેમ માછલી પાણીના માધ્યમની સહાયથી ગતિ કરે છે તેમ જીવ અને પુદ્ગલ ધર્મદ્રવ્યના માધ્યમની સહાયથી ગતિ કરે છે. આ દ્રવ્ય લોવ્યાપી છે, વ્યક્તિશઃ એક છે અને ગતિરહિત છે. અધર્મદ્રવ્ય - જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક થનાર દ્રવ્ય અધર્મ છે. આ દ્રવ્ય પણ લોકવ્યાપી છે, વ્યક્તિશઃ એક છે અને ગતિરહિત છે. આકાશદ્રવ્ય - જે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલને રહેવા સ્થાન દે છે – અવગાહ દે છે તે આકાશ છે. તે પણ વ્યક્તિશઃ એક છે અને ગતિરહિત છે અને સર્વવ્યાપી છે. આકાશના જે ભાગમાં જીવ આદિ પાંચ દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહેવામાં આવે છે અને એ દ્રવ્યો વિનાના તદ્દન ખાલી શૂન્ય આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. કાલદ્રવ્ય - દ્રવ્યોના સૂક્ષ્મ-સ્થૂલ પરિવર્તનો થવામાં જે સહાયક કારણ છે તે કાલદ્રવ્ય છે.૪૯ મંદગતિએ એક આકાશપ્રદેશ ઉપરથી બાજુના જ બીજા આકાશપ્રદેશ ઉપર જતાં પરમાણુને જેટલો સમય લાગે તે કાળનો અંતિમ નાનામાં નાનો ઘટક છે. તેને સમય કે ક્ષણ કહેવામાં આવે છે.૫૦ ક્ષણોનો પ્રચય થતો નથી. એટલે તેને પ્રદેશપ્રચય નથી. તેથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી. બાકીના પાંચ દ્રવ્યો અસ્તિકાયો છે. કેટલાક જૈન ચિંતકો કાળને સ્વતન્દ્ર દ્રવ્ય માનતા નથી પરંતુ દ્રવ્યોના પરિવર્તનોને (પર્યાયોને) જ
કાળ ગણે છે.પર ૩. આસ્રવ : સૂક્ષ્મ પૌદ્ગલિક કર્મોનું આત્મા ભણી આવવું તે આસ્રવ છે. આમ્રવનું કારણ છે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ, જેને જૈન પરિભાષામાં યોગ કહે છે. તેથી આ પ્રવૃત્તિને પણ આસ્રવ કહેવામાં આવે છે. ૫૩
Page #27
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
૪. બંધ : આત્મા ભણી આકર્ષાયેલ કર્મરજોનો આત્મા સાથે નીરક્ષીરસંબંધ થવો એનું નામ બંધ". ઉમાસ્વાતિ બંધના કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ(પ્રવૃત્તિ)ને ગણાવે છે. ૫૫ પરંતુ ખાસ તો પાંચમાંથી કષાય જ બંધનું મુખ્ય કારણ છે. કષાય એટલે રાગદ્વેષ. ક્રોધ, માન, માયા અને લોભ એ તો રાગદ્વેષનો વિસ્તાર છે. આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે (પ્રકૃતિબંધ), તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે (સ્થિતિબંધ), જુદી જુદી તીવ્રતાવાળાં ફળો આપે છે (રસબંધ, અનુભાવબંધ) અને અમુક જથ્થામાં આત્માને લાગે છે (પ્રદેશબંધ).૧૭ પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ શક્તિને (પ્રકૃતિને) ઢાંકશે, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે, અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો ક્યાં છે ? જૈન મતે તે કર્મોને આત્મા ભણી લાવવામાં કારણભૂત પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. જો પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો તેવી પ્રવૃત્તિથી લાગનારાં કર્મો આત્માની જ્ઞાનશક્તિને ઢાંકશે. પરિણામે આવાં કર્મો જ્ઞાનાવરણીય કહેવાશે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે.૫૮ કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે એનો આધાર તથા ફળની તીવ્રતામંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતા-મંદતા ઉપર છે. ૫૯ જેમ વધારે તીવ્ર કષાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કર્મો વધારે વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળો આપશે. આમ, જૈનો કષાયને છોડવા ઉપર વિશેષ ભાર મૂકે છે, પ્રવૃત્તિને છોડવા ઉપર તેટલો નહિ. જૈનોએ સાંપરાયિક અને ઈર્યાપથિક કર્મબંધ સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયસહિત પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક કર્મબંધ થાય છે અને કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઇર્યાપથિક કર્મબંધ થાય છે. સાંપરાયિક કર્મબંધને સમજાવવા તેઓ ભીના ચામડા પર પડેલી રજના ચોટવાનું દૃષ્ટાન્ત આપે છે અને ઈર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે સૂકી ભીંત પર ફેંકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. જૈનો કહેવા માંગે છે કે મનવચનકાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ તેમ જ રસનો બંધ થતો નથી. કર્મો લાગતાંની સાથે જ ખરી પડે છે. સ્થિતિ અને રસના બંધનું કારણ કષાય છે. આથી કષાય જ સંસારની ખરી જડ છે. આમ ખરેખર તો ફળની આકાંક્ષાવાળી, રાગદ્વેષપ્રેરિત પ્રવૃત્તિ જ બંધનું કારણ છે; નિષ્કામ, રાગદ્વેષરહિત પ્રવૃત્તિ બંધનું કારણ નથી એવું ફલિત થાય છે. એટલા માટે જ કહ્યું છે : વષાથપુરિ વિન मुक्तिरेव ।
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
૫. સંવર - કર્મરોને આત્મા ભણી આવતી અટકાવવી તે સંવર છે. સંવરનો ઉપાય છે પ્રવૃત્તિનો સંયમ, સર્વ દુષ્યવૃત્તિમાંથી અટકવું. ઉમાસ્વાતિએ સંવરના ઉપાય તરીકે વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજ્ય, ચારિત્ર અને તપને ગણાવ્યાં છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહમાંથી વિરતિ એ વ્રત છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ એ ગુણિ છે. વિવેકશીલ પ્રવૃત્તિ એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સંયમ, સત્ય, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવે પરીષહો સહન કરવા એ પરીષહજય છે. સમભાવ આદિ ચારિત્ર છે. વસ્તુસ્થિતિનું કલ્યાણપોષક ચિંતન એ અનુપ્રેક્ષા છે.
દ. નિર્જરા – લાગેલાં કર્મોમાંથી કેટલાંક કર્મોનું ખરી પડવું, આત્માથી અલગ થઈ જવું એ નિર્જરા છે. આ નિર્જરા બે રીતે થાય છે. એક નિર્જરામાં ઉચ્ચ આધ્યાત્મિક આશયથી કરાતાં તપથી લાગેલી કમરજો ખરી પડે છે. બીજી નિર્જરામાં કર્મ પોતાના પરિપાકના સમયે ભોગવાઈ જઈ ખરી પડે છે. પહેલી સકામ નિર્જરા કહેવાય છે જ્યારે બીજી અકામ નિર્જરા કહેવાય છે. અકામ નિર્જરાનું ચક્ર તો ચાલ્યા જ કરે છે. તેનાથી જીવને કોઈ લાભ નથી. સકામ નિર્જરા જ આધ્યાત્મિક લાભ કરાવે છે. સકામ નિર્જરા તપથી સધાય છે. તપ બે પ્રકારનું છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપના છ ભેદ છે – અનશન (ઉપવાસ), ઊણોદરી, વૃત્તિ સંક્ષેપ (વિવિધ વસ્તુઓની લાલચ ટૂંકાવવી), રસત્યાગ, વિવિક્તશય્યાસનસંલીનતા (બાધા વિનાના એકાન્ત સ્થાનમાં સૂવું-બેસવુંરહેવું તે) અને કાયકલેશ (ટાઢમાં, તડકામાં રહી કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે).૬૫ આત્યંત૨ તપના પણ છ ભેદ છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય(સેવાચાકરી), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (અહ-મમત્વત્યાગો અને ધ્યાન (ધર્મધ્યાન અને શુક્લધ્યાન).
૭. મોક્ષ - બંધ હતુઓના અભાવથી, સંવરથી અને નિરાથી બધાં કર્મોનો આત્મત્તિક ક્ષય થવો (આત્માથી વિખૂટા પડી જવું) એ મોક્ષ છે. ૬૭ સર્વકર્મનું આવરણ દૂર થવાથી આત્માના સ્વાભાવિક ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય પૂર્ણપણે પ્રગટ થાય છે. તેમનું આનન્ય પ્રગટે છે. મોક્ષમાં આત્મા સુખ-દુઃખથી પર બની જાય છે. આને જ પરમાનન્દની અવસ્થા ગણવામાં આવે છે. કેટલાક જૈન ચિન્તકોએ કહ્યું છે કે જ્ઞાનની નિરાબાધતા એ જ અનન્તસુખ છે. ૨૮ બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણતા એ જ અનન્તસુખ છે. અલ્પતામાં – અપૂર્ણતામાં સુખ નથી, પૂર્ણતામાં જ સુખ છે. ધૂમ હૈ તુમ, नाल्पे सुखमस्ति ।
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
૧.
૨.
3.
૪.
૫.
E.
७.
L.
C.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
ટિપ્પણ
"In ancient times the epithet Jina was applied by various groups of śramanas to their respective teachers. Mendicant followers of what eventually became known as Jaina tradition were originally known as Nigantha... It was only after śramaņa sects using the term Jina (e.g. the Ajivikas) either died out or simply abandoned this term in favour of another (as in the case of Buddhists) that the derived term Jaina (Jina-disciple) came to refer exclusively to the Niganthas. This seems to have occurred by round the ninth century..." The Jaina Path of Purification, Padmanabh S. Jaini, Motilal Banersidass, Delhi, 1979, p.2 fn.3 India and Europe, Wilhelm Halbfass, Motilal Banarsidass, Delhi, 1990, pp.12-13
10.136. 2-3
ન્યાયમ—રીન્થિમાઁ, સં. નગીન જી. શાહ, લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ.
૫.૩.૨૦
पनवणासुत्त, सिद्धिपद
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । तत्त्वार्थसूत्र, १.१ તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્ય વર્શનમ્ । એજન, ૧.૨ मतिश्रुतावधिमनः पर्यायकेवलानि ज्ञानम् । खेवन, १.८
પાતંજલ યોગસૂત્ર (૧.૨૦) ઉપરના પોતાના ભાષ્યમાં વ્યાસે શ્રદ્ધાની જે વ્યાખ્યા આપી છે તે અક્ષરશઃ બૌદ્ધ વ્યાખ્યાને મળતી છે. તે છેઃ શ્રદ્ધા ચેતત: સસાવઃ । तुलना - तत्त्वपक्षपातो हि धियां (चित्तस्य) स्वभावः । योगवार्तिक, १.८ જૈનોની આભિહિક મિથ્યાત્વની માન્યતા સાથે સરખાવો. જુઓ Jaina Philosophy and Religion, Nyayavijayaji, Tr. Nagin J. Shah, Motilal Banarsidass, Delhi, 1998, p.205
સન્તાનાતો ૩૫સંમનો ચિરુપાક્ષતિ.... મિજ્ઞનિકાય, ૨. ૧૭૩
४न, चंकिसुत्त
oferreteri зnzefa, enfgautat qui gonfa... 1 ulqxulasıu,
...
૨.૧૭૩
सुत्वा धम्मं धारेति, धारितानं धम्मानं अत्थं उपपरिक्खति, ...। खेशन. आकारवती सद्धा... दऴ्हा असंहारिया...। भअिभनिहाय, १.३२० अभिधर्मकोशभाष्य, ४.७५
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
૧૯. અ ૩પરિવહત મા ની ઉત્તિ, નિાપરિયા સરિ છો
જાતિ, છાતી ડતિ, ૩હત્વા તુતિ, સુનયત્વા પતિ....
મઝિમનિકાય, ૨.૧૭૩ ૨૦. वितर्कविचारक्षोभविरहात्... अध्यात्मप्रसादः ।.. तस्मात् तर्हि श्रद्धा प्रसादः। तस्य
हि द्वितीयध्यानलाभात् समाहितभूमिनिःसरणे सम्प्रत्यय उत्पद्यते । सोऽत्र અધ્યાત્મસારા અભિધર્મકોશભાષ્ય, ૮.૭ અત્યન્ત નોંધપાત્ર વાત એ છે કે કેટલાક મહત્ત્વપૂર્ણ બૌદ્ધ પારિભાષિક શબ્દો પાતંજલ યોગસૂત્ર તેમ જ યોગભાષ્યમાં મળે છે. તેમાંનો એક છે “અધ્યાત્મપ્રસાદ'. શ્રદ્ધાની વ્યાસે આપેલી વ્યાખ્યામાં આવતા “પ્રસાદ' શબ્દને ચિત્તશુદ્ધિના અર્થમાં અર્થાત્ શ્રવણ પૂર્વેની ચિતની રાગશૈથિલ્ય કે રાગરાહિત્યની સ્થિતિના અર્થમાં તેણે કે તેના ટીકાકારોએ સમજાવ્યો નથી. તેને સમજાવતાં વાચસ્પતિ પોતાની તત્ત્વવૈશારદીમાં લખે છે : ૩ ૪ મામાનુમાનાવાર્થોપવેશધતિતત્ત્વવિષયો મવતિ, સ હ રેતાઃ સમાતોમરતા શ્રદ્ધા તેમનું તાત્પર્ય છે કે આગમ, અનુમાન કે આચાર્યના ઉપદેશ દ્વારા જે તત્ત્વને પરોક્ષ રીતે જાણ્યું તેનો સાક્ષાત્કાર કરવાની તીવ્ર ઈચ્છા તે જ સંપ્રસાદ છે, અને આ સંપ્રસાદ જ શ્રદ્ધા છે. આમ વાચસ્પતિની સમજૂતી કેવળ શ્રવણ પછી થતી શ્રદ્ધાને જ લક્ષમાં લે છે, શ્રવણપૂર્વેની શ્રદ્ધાને લક્ષમાં લેતી નથી, અને શ્રદ્ધાનો જે ખરો અર્થ ચિત્તશુદ્ધિ છે તેનો જરા પણ નિર્દેશ કરતી નથી. વિજ્ઞાનભિક્ષુ વ્યાસભાગ ઉપરના પોતાના વાર્તિકમાં આ પ્રમાણે સમજાવે છે : સંસદ પ્રતિઃ યોગ જે ભૂહિત્યનાપા તેનો તાત્પર્યાર્થ – ગુરૂપદેશથી યોગમાર્ગ જાણી જે યોગમાર્ગે વળ્યો છે તેની યોગમાં પ્રીતિ તેમ જ મારે યોગ સિદ્ધ થાઓ એવી અભિલાષા એ સંપ્રસાદ છે, અને આ સંપ્રસાદ શ્રદ્ધા છે. પ્રાધ્યાપક એસ. એન. દાસગુપ્તાની સમક્ષ વિજ્ઞાનભિક્ષુના આ શબ્દો હતા, જ્યારે તેમણે પોતાના Yoga Philosophy ગ્રંથમાં (પૃ. ૩૩૧) નીચે મુજબ લખ્યું : Śraddhā...includes a sweet hope which looks cheerfully on the practice and brings a firm belief in the success of the attempt.” વિજ્ઞાનભિક્ષુ પણ શ્રદ્ધાથી કેવળ શ્રવણ પછીની શ્રદ્ધા જ સમજે છે, અને “પ્રસાદનો અર્થ ચિત્તશુદ્ધિ કરતા નથી. પરંતુ “અધ્યાત્મપ્રસાદ' શબ્દને સમજાવતી વખતે પતંજલિ, વ્યાસ, વગેરે બધા જ “પ્રસાદનો અર્થ ચિત્તશુદ્ધિ કરે છે. પ્રસ્તુત યોગસૂત્ર છે : નિર્વિચારશર અધ્યાત્મસાડા (૨.૪૭). પતંજલિ પોતે કહે છે કે નિર્વિચાર સમાપત્તિમાં વિચારનો નિરોધ થવાથી જે વૈશાર યા સ્વચ્છતા ચિત્ત પ્રાપ્ત કરે છે તે અધ્યાત્મપ્રસાદ છે. વ્યાસ પોતાના ભાષ્યમાં નીચે મુજબ કહે છે : ક્ષોભ અને મોહના અનુક્રમે જનક રજસ્ અને તમસરૂપ મળોના આવરણથી મુક્ત થવાથી ચિત્તપ્રવાહ અહીં તદ્દન સ્વચ્છ બની જાય છે; આ સ્વચ્છતા યા શુદ્ધિ એ જ
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
ર૩
પ્રસાદ છે. જ્યારે યોગી નિર્વિચાર સમાપત્તિમાં આ સ્વચ્છતા યા પ્રસાદ પામે છે ત્યારે તેને અધ્યાત્મપ્રસાદનો લાભ થયો કહેવાય છે. સ્વામી હરિહરાનંદ આરણ્ય પોતાની આ સૂત્ર ઉપરની હિંદી ટીકામાં લખે છે : વૃદ્ધિ (ત્તિ) હી થાનતિયા આધ્યાત્મિ ભાવ દૃા ૩ર વા પ્રસાદ યા નિત્ય આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વ્યાસની શ્રદ્ધાની વ્યાખ્યામાં જે પ્રસાદ શબ્દ છે તેનો અર્થ વિશુદ્ધિ કરવો જોઈએ. એ નોંધવું જોઈએ કે અધ્યાત્મપ્રસાદની બૌદ્ધ વિભાવના અને પાતંજલ
વિભાવના અત્યન્ત સમાન છે. ૨૧. पहितत्तो समानो कायेन चेव परमसच्चं सच्चिकरोति, पाय च तं अतिविज्झ
પત્તિ ! મજૂઝિમનિકાય, ૨.૧૭૩ ૨૨. Jaina Philosophy and Religion, Nyayavijayaji, Tra. Nagin J.
Shah, Motilal Banarsidass, Delhi, 1998, p. 74 प्रसङ्ख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेर्धर्ममेघः समाधिः। ततः વજોશનિવૃત્તિ તથા સર્વાવર/માચિસનવ્યાનજ્યાં યમામ્ ા યોગસૂત્ર, ૪. ૨૯-૩૧. तद् धर्ममेघाख्यं ध्यानं परमं प्रसङ्ख्यानं विवेकख्यातेरेव पराकाष्ठेति योगिनो वदन्ति ।
યોગવાર્તિક, ૧.૨. ધર્મમેઘસમાધિને બૌદ્ધ ધર્મમેઘા-ભૂમિ સાથે સરખાવો. ૨૪. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्।जीवाजीवास्त्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्।तत्त्वार्थसूत्र,
૧.૨ અને ૪ ૨૫. તન્નામા વા એજન, ૧.૩
उभयत्र सम्यग्दर्शने अन्तरङ्गो हेतुस्तुल्यो दर्शनमोहस्योपशमः क्षयः क्षयोपशमो वा । तस्मिन् सति यद् बाह्योपदेशाद् ऋते प्रादुर्भवति तन्नैसर्गिकम् । यत् परोपदेशपूर्वकं
जीवाद्यधिगमनिमित्तं तदुत्तरम् । सर्वार्थसिद्धि, १.३ ૨૬. निसर्गजे सम्यग्दर्शनेऽर्थाधिगमः स्याद् वा न वा । यद्यस्ति, तदपि अधिगमजमेव
नार्थान्तरम् । अथ नास्ति, कथमनवबुद्धतत्त्वस्य अर्थश्रद्धानमिति । १.३ । ૨૭. શ્રવણ પૂર્વેની શ્રદ્ધાનો ઉલ્લેખ બૃહદારણ્યકના પેલા પ્રસિદ્ધ વાક્ય ભાવાદ્રિવ્ય:'
ઇત્યાદિમાં છે, જ્યારે શ્રવણ પછીની પરંતુ મનન પૂર્વેની શ્રદ્ધાનો ઉલ્લેખ છાન્દોગ્યના જે બે ત્રિકોનો આપણે નિર્દેશ કર્યો છે તેમાં છે. ભગવદ્દગીતાનું (૪.૩૯) પ્રસિદ્ધ વાક્ય છે – શ્રદ્ધાવાન્ મતે જ્ઞાનમ્ અહીં શ્રવણ
પૂર્વેની શ્રદ્ધાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. “જ્ઞાન” શબ્દનો અર્થ અહીં આચાર્યોપદેશજન્ય જ્ઞાન છે. ર૯. પખંડાગમ-ધવલાટીકા, સં. હીરાલાલ જૈન, અમરાવતી, ૧૯૩૯-૪૨, પૃ. ૧૫૧ ૩૦. ... માવાન્ ... સાંખ્યકારિકા, ૧૭. ૩૧. चित्तस्यधर्मा दर्शनवर्जिताः॥योगभाष्य, ३.१५.चित्तं प्रख्याप्रवृत्तिस्थितिशीलत्वात्...।
યોમાણ..પ્રદ્યા= જ્ઞાનમ્ ચિત્તને જ્ઞાન છે અને પુરુષને દર્શન છે એ સાંખ્યમતનું
૨૮.
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
३२.
33.
• ३४.
३५.
3.
39.
३८.
३८.
४०.
४१.
४२.
४३.
४४.
४५.
अर्थदर्शनम्... यस्य
...
खंडन इरतां भ्यंत लट्ट हे छे : यो हि जानाति न तस्य चार्थदर्शनं न स जानाति । न्यायभंवरी, अशी संस्कृत सिरिज, पृ. ४ चित्तं चेतणा बुद्धिः तं जीवतत्त्वमेव । अगस्त्य सिंह यूर्सि, हसालियसुक्त. वणी, प्राचीन वैन साहित्यमां प्रयुक्त 'सयित्त', 'अयित्त', 'पुढयत्त' वगेरे शब्दो वियारो. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં ચિત્ત, જીવ અને આત્મા પર્યાય શબ્દો છે, અર્થાત્ એક જ ચેતન તત્ત્વ માટે તે પ્રયોજાયેલા છે.
***
नाणं च दंसणं चेव ... एयं जीवस्स लक्खणं ॥ उत्तराध्ययनसूत्र, २८.११ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् । तत्त्वार्थसूत्र, ५ . १६
घटप्रासादप्रदीपकल्पं संकोचविकासि चित्तं शरीरपरिमाणाकारमात्रमित्यपरे प्रतिपन्नाः । योगभाष्य ४.१०. एवमपरे साङ्ख्या आहुरित्यर्थ: : । योगवार्तिड, ४ . १०. दुखो ભારતીય તત્ત્વવિધા, પંડિત સુખલાલજી, પૃ. ૫૪
षड् जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्तं पुनः सह्यतरं सुखं तु हारिद्रवर्णं सुसुखं च शुक्लम् ॥ परं तु शुक्लं विमलं विशोकं... ॥
"The theory of karmic colours is not peculiar to Jainas, but seems to have been part of the general pre-Aryan inheritance that was preserved in Magadha.” Philosophies of India, The Bollingen Series, xxvi (1953), p.251
જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૧૯૩૭-૧૬૩૮
स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः । तत्त्वार्थसूत्र, ५ . २३
Pravacanasāra, Sri Rāyachanda Jaina śāstramālā, No 1, Ed. A.N. Upadhye, Introduction, p. Lxxxl
स्निग्धरुक्षत्वाद् बन्धः । तत्त्वार्थसूत्र, ५.३३
૨૩
The Positive Sciences of the Ancient Hindus, p. 97 (उपर निर्दिष्ट Pravacanasāra, Introduction, p. Lxxxiii भारतीय तत्त्वविद्या, पंडित सुभवावक वडोहरा, १८५८, ५.४० स्यादेतदसङ्ख्यातप्रदेशो लोकः अनन्तप्रदेशस्यानन्तानन्तप्रदेशस्य च स्कन्धस्याधिकरणमिति विरोधस्ततो नानन्त्यमिति ? नैष दोष:, सूक्ष्मपरिणामावगाहनशक्ति योगात् । परमाण्वादयो हि सूक्ष्मभावेन परिणता एकैकस्मिन्नप्याकाशप्रदेशेऽनन्तानन्ता अवतिष्ठते, अवगाहनशक्तिश्चैषामव्याहता अस्ति । तस्मादेकस्मिन्नपि प्रदेशे अनन्तानन्तानाम् अवस्थानं न विरुध्यते । सर्वार्थसिद्धि,
५.१०
४६-४७ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः । तत्त्वार्थसूत्र, ५.१७ आकाशस्यावगाहः । खे४न, ५.१८
४८.
४९.
वर्तनापरिणामक्रियाः परत्वापरत्वे च कालस्य [ उपकारः ] । खेष्ठन, ५.२२
Page #33
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
५१.
५५.
५६.
५४.
तत्र परमसूक्ष्मक्रियस्य सर्वजघन्यगतिपरिणतस्य परमाणोः स्वावगाहनक्षेत्रव्यतिक्रमकालः समय इत्युच्यते । तपार्थःuष्य, ५.१५
कालस्य प्रदेशप्रचयाभावज्ञापनार्थ... । सर्वार्थसिद्धि, ५.१ ૫૨ ....पुण कालो दव्वस्स चेव पज्जाओ...। आवश्यऽयूलि (२तदाम आवृत्ति), ४० 43. कायवाङ्मनःकर्म योगः । स आस्रवः । तपार्थसूत्र, ६.१-२ यथा सरस्सलिलावाहि
द्वारं तदात्रवकारणत्वाद् आस्त्रव इत्याख्यायते तथा योगप्रणालिकया आत्मनः कर्म
आस्त्रवतीति योग आस्रव इति व्यपदेशमर्हति । सवासिद्धि, ६.२ ५४. आत्मकर्मणोरन्योन्यप्रदेशानुप्रवेशात्मको बन्धः । सर्वार्थसिद्धि, १.४
मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः । तत्त्वार्थसूत्र, ८.१
सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते स बन्धः । मेन, ८.२ ५७. प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । मेन, ८.३ ५८. तत्र योगनिमित्तौ प्रकृतिप्रदेशौ । सवासिद्धि, ८.3
कषायनिमित्तौ स्थित्यनुभावी । मेन, ८.3 ६०. જુઓ તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી વ્યાખ્યા સહિત), વિવેચક પંડિત સુખલાલજી, ગૂજરાત
વિદ્યાપીઠ, સૂત્ર ૫.૫ ઉપરનું વિવેચન ६१. आस्रवनिरोधः संवरः । तरपार्थसूत्र, ८.१
स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः । मेलन, ८.२ 53. एकदेशकर्मसंक्षयलक्षणा निर्जरा । साथसिद्धि, १.४ ६४. तपसा निर्जरा च । तत्वार्थसूत्र, 8.3 ६५. मेलन, ८.१८ ६६. मेलन, ८.२० ६७. बन्धहेत्वभावनिर्जराभ्यां कृत्स्त्रकर्मविप्रमोक्षो मोक्षः । मेहन, १०.२ ६८. जादं सयं समत्तं णाणमणंतत्थवित्थडे विमलं । रहियं तु ओगमहादिहि सुहं ति
एगतियं भणियं ॥जं केवलं ति णाणं तं सोक्खं परिणामं च सो चेव ।प्रवयनसार, १.५९-६० ततः कुतः केवल-सुखयोर्व्यतिरेकः । अतः सर्वथा केवलं सुखमैकान्तिकमनुमोदनीयम् । अवयनसारनी तापट्टीपिटs, uथा १.६०.
१२.
Page #34
--------------------------------------------------------------------------
________________
બીજું વ્યાખ્યાન જૈનદર્શનમાં મતિજ્ઞાન
ચાર સોપાનો અને મત્યાદિ જ્ઞાનપંચક
જૈનો પાંચ પ્રકારનાં જ્ઞાનો સ્વીકારે છે - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન. આમાં પ્રથમ બેના ક્રમમાં ફેરફાર કરીએ તો શ્રુત, મતિ, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન થાય. હવે યાદ કરો પેલા ચાર ઔપનિષદિક આધ્યાત્મિક સોપાનોને - દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસનને. બીજું સોપાન શ્રવણ એ જ શ્રુત છે. ત્રીજું સોપાન મનન એ જ મતિ છે. અને ચોથા સોપાન નિદિધ્યાસનમાં (ધ્યાનમાં) અવિધ, મનઃપર્યાય અને કેવળજ્ઞાન સમાવેશ પામે છે, કારણ કે આ ત્રણ કેવલિજ્ઞાનો છે, યોગિજ્ઞાનો છે. કેવળજ્ઞાન તો શુક્લધ્યાનજન્ય છે જ. અવિધ અને મનઃપર્યાય ધ્યાનજન્ય છે એવું જૈનોએ સ્પષ્ટપણે કહ્યું નથી. પરંતુ જૈન અવધિજ્ઞાન એ જ પાતંજલ યોગનું અતીત-અનાગત-સૂક્ષ્મ-વ્યવહિત-વિપ્રકૃષ્ટજ્ઞાન છે, અને બૌદ્ધ દિવ્યચક્ષુજ્ઞાન છે, અને ત્યાં તે ધ્યાનજન્ય છે. જૈન મનઃપર્યાયજ્ઞાન એ જ પાતંજલ યોગનું પરચિત્તજ્ઞાન અને બૌદ્ધ ચેતોપર્યજ્ઞાન છે, અને ત્યાં તે ધ્યાનજન્ય છે. એટલે જૈનદર્શનમાં પણ આ બે જ્ઞાનોનું કારણ આંતરિક શુદ્ધિસહિત વિશેષ ધ્યાન-સમાધિને માનવું જોઈએ. જૈન પ્રમાણશાસ્ત્ર ઊભું કરવા માટે મનનનું મતિજ્ઞાનમાં પરિવર્તન
મૂળ ધાતુ નમ્ (જવું) ઉપરથી ગમન અને ગતિ બે નામો બને છે. તેમનો અર્થભેદ નથી. તેવી જ રીતે, મૂળ ધાતુ મન્ (વિચારવું) ઉપરથી મનન અને મતિ બે નામો બને છે. તેમનો અર્થભેદ નથી. ઉપનિષદોમાં મનન માટે ‘મતિ’ શબ્દનો પ્રયોગ અનેક વાર થયો છે. તેનો નિર્દેશ આપણે કર્યો છે. વળી, પૂજ્યપાદે મતિનો અર્થ મનન આપ્યો છે એની નોંધ પણ આપણે લીધી છે. શ્રદ્ધાથી પ્રેરાયેલો ગુરુ પાસે જઈ ઉપદેશ સાંભળે છે. આ શ્રવણ છે, શ્રુત છે. પછી જે સાંભળ્યું તેના ઉપર મનન કરે છે. આ મતિ છે. મનન કરતી વ્યક્તિ અનાયાસે જ પ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન, વગેરે પ્રમાણોનો પ્રયોગ કરે છે. તે જે પ્રમાણોનો પ્રયોગ કરે છે તે પ્રમાણો વિશે તેને શાસ્ત્રીય જ્ઞાન હોવું આવશ્યક નથી, અને તેને એ ખ્યાલ પણ ન હોય કે તેણે ક્યાં ક્યાં પ્રમાણોનો પ્રયોગ કર્યો અને તે દરેકનું સ્વરૂપ શું અને તે દરેકને શું નામ અપાય. અલબત્ત, એ વાત સાચી કે મનનપ્રક્રિયામાં તર્કશાસ્ત્રીય દષ્ટિ વિના કે તે દૃષ્ટિના ભાન વિના તે પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો પ્રયોગ કરે છે. આ હકીકતનો લાભ કઈ જૈન ચિંતકોએ (જેમાં નંદિસૂત્ર આદિ આગમોનો પણ સમાવેશ થાય છે) મનનને મતિ નામના ખાસ જ્ઞાનમાં પરિવર્તિત કરી એ બધાં પ્રમાણોનો તેમાં સમાવેશ કરી મુખ્યત્વે પ્રમાણશાસ્ત્રીય દૃષ્ટિએ તેની વિચારણા
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન કરી. આમ મતિજ્ઞાન તેમને મતે તે બધાં પ્રમાણ માટેનું એક સામાન્ય નામ બની ગયું. સાધકને માટે પ્રમાણશાસ્ત્રનું શાસ્ત્રીય જ્ઞાન જરૂરી નથી. પ્રમાણશાસ્ત્ર ન ભણેલો પણ સારું મનન કરી શકે અને એ જ અધ્યાત્મવિદ્યામાં અપેક્ષિત છે. આ વસ્તુ જ ઉત્તરકાળે ભુલાઈ ગઈ લાગે છે અને પરિણામે શ્રત પછી આવતા મતિનો ક્રમ ઉલટાવી દેવામાં આવ્યો છે, અને મતિ અને શ્રુતનો મુખ્યપણે પ્રમાણશાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. આમ જૈનોએ પોતાનું આગવું પ્રમાણશાસ્ત્ર ઊભું કરવા એક મોટું પગલું ભર્યું. દરેક દર્શન પોતાનું પ્રમાણશાસ્ત્ર ઊભું કરે એમાં કંઈ ખોટું નથી અને કરવું જોઈએ. પરંતુ જૈન ચિંતકોએ આધ્યાત્મિક ચાર સોપાનોની મૂળભૂત યોજનાને તદ્દન ભૂંસી તેનું નામોનિશાન મીટાવી તેના પર પ્રમાણશાસ્ત્ર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો તે અક્ષમ્ય છે. તેમ છતાં તેમણે મનનમાંથી પરિવર્તિત કરેલા મતિજ્ઞાનમાં કેટલીક એવી બાબતો છે જે મૂળ મનન તરફ નિર્દેશ કર્યા વિના રહેતી નથી અને કેટલાક પ્રશ્નોનો ઉત્તર મૂળ મનન જ મતિ છે એમ ધારવાથી મળી જાય છે – અન્યથા મળતો નથી. મતિજ્ઞાનના પ્રકારો
આગમોમાં મતિજ્ઞાનનું વર્ણન છે. અને તત્ત્વાર્થસૂત્રમાં આગમગત મતિજ્ઞાનના વર્ણનોનું વ્યવસ્થિત સંકલન કરવામાં આવ્યું છે. તેને આધારે અહીં સમીક્ષા-પરીક્ષાપૂર્વક મતિજ્ઞાનવિચારણા કરીશું.
મત્તિકૃતવમન:પર્યાયવેત્તાન જ્ઞાનમ્ (૧.૯). અહીં પાંચ જ્ઞાનોને ગણાવ્યાં છે. પછી એક સૂત્ર (૧.૧૩) આવે છે - મતિઃ સ્મૃતિ: સંજ્ઞા વિત્તા વિથ
જ્યના સૂત્રનો અર્થ છે – મતિ, મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધ આ બધા શબ્દો પર્યાયશબ્દો છે – એકાર્થક છે. તાત્પર્ય એ છે કે મતિ મતિ છે, સ્મૃતિ મતિ છે, સંજ્ઞા મતિ છે, ચિત્તા મતિ છે અને અભિનિબોધ પણ મતિ છે. અર્થાત, મતિ,મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ એ બધાં મતિ છે. એનો અર્થ એ થયો કે મતિ,મૃતિ, વગેરે મતિના પ્રકારો છે. આ વસ્તુને દાંતથી સમજીએ. મનુષ્ય જીવ છે, હાથી જીવ છે, ઘોડો જીવ છે. આ અર્થમાં મનુષ્ય, હાથી, ઘોડો, જીવ અનર્થાન્તર છે. આનો અર્થ એ કે મનુષ્ય, હાથી, ઘોડાનું સામાન્ય નામ “જીવ છે. બીજા શબ્દોમાં મનુષ્ય, હાથી, ઘોડો એ જીવના પ્રકારો છે. તેવી જ રીતે, મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ એ મતિના પ્રકારો છે. મતિજ્ઞાનના પ્રકારોમાં પણ મતિજ્ઞાન છે. એનો અર્થ એ થાય કે મતિજ્ઞાનના પ્રકારોમાં જે મતિજ્ઞાન ગણાવ્યું છે તેનો સંકુચિત અર્થ છે અને તે છે ઇન્દ્રિયપ્રત્યક્ષ. આમ “મતિ' શબ્દ બે અર્થોમાં વપરાયો છે. તેનો વિસ્તૃત અર્થ છે એવું જ્ઞાન જેના પ્રકારો ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા અને અભિનિબોધ છે. બીજો તેનો
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
४
સંકુચિત અર્થ છે અને તે છે ઇન્દ્રિયપ્રત્યક્ષ. વિસ્તૃત અર્થવાળા મતિને મતિજ્ઞ કહીશું અને સંકુચિત અર્થવાળા મતિને મતિ–વ કહીશું. જો પ્રસ્તુત સૂત્રમાં (૧.૧૩) આવતા ‘મતિ’ શબ્દને મતિ-અ તરીકે લેવામાં આવે તો તે શબ્દ સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધનું સામાન્ય નામ બની જાય અને પરિણામે ઇન્દ્રિયપ્રત્યક્ષ છૂટી જાય અને મતિ-અ માં તેનો સમાવેશ ન થાય. તત્ત્વાર્થટીકાકાર સિદ્ધસેનગણિ કહે છે કે મતિનો વિષય વર્તમાન છે, સ્મૃતિનો અતીત છે, ઇત્યાદિ. આ વસ્તુ એ હકીકતનું સમર્થન કરે છે કે પ્રસ્તુત સૂત્રમાં (૧.૧૩) ‘તિ’ શબ્દનો અર્થ ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. સંજ્ઞા એ પ્રત્યભિજ્ઞા છે. તે અતીત અને વર્તમાન ઉભયવિષયક છે. ચિન્ના ભવિષ્યવિષયક છે. તે ભવિષ્યના વિષયની વિચારણા છે. કેટલાક ચિન્તાને પ્રમાણશાસ્રસ્વીકૃત તર્ક ગણે છે. આ તર્ક અનુમાનનું કારણ છે. અભિનિબોધ પણ મતિ-અ નો એક પ્રકાર જ છે. તે ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા અને ચિન્તાનું સામાન્ય નામ નથી, જો કે જૈન ગ્રંથોમાં તેને તેમના સામાન્ય નામ તરીકે સમજાવવામાં આવે છે અને એ અર્થમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેથી પંડિત સુખલાલજી પોતાના વિવેચનમાં લખે છેઃ “અભિનિબોધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિન્તા એ બધાં જ્ઞાનો માટે વપરાય છે.” પરંતુ મહેન્દ્રકુમાર જૈન જેવા કેટલાક આધુનિક વિદ્વાનોએ અભિનિબોધનો અર્થ અનુમાન કર્યો છે, જે ઉચિત જણાય છે. આચાર્ય હેમચંદ્રે પ્રમાણમીમાંસા સ્વોપક્ષવૃત્તિમાં કહ્યું છે તેના ઉપરથી પણ અભિનિબોધનો અર્થ અનુમાન સૂચિત થાય છે. ત્યાં તેમણે કહ્યું છે : (ઇન્દ્રિયપ્રત્યક્ષની અંતિમ કોટિ) ધારણા પ્રમાણ છે અને સ્મૃતિ ફળ છે, પછી સ્મૃતિ પ્રમાણ છે અને પ્રત્યભિજ્ઞા (સંજ્ઞા) ફળ છે, પછી પ્રત્યભિજ્ઞા પ્રમાણ છે અને ઊહ (ચિત્તા) ફળ છે, પછી ઊહ પ્રમાણ છે અને અનુમાન ફળ છે. આમ ઇન્દ્રિયપ્રત્યક્ષથી માંડી અનુમાન સુધી પૂર્વપૂર્વની કડીનો પ્રમાણભાવ અને ઉત્તરોત્તર કડીનો ફળભાવ જણાવ્યો છે. તે કડીઓ છે – ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અનુમાન. આ નિશ્ચિતપણે સૂચવે છે કે અહીં અભિનિબોધ શબ્દના બદલે અનુમાન શબ્દનો પ્રયોગ થયો છે અને તે બંને એક જ અર્થના વાચક છે.
ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરેને મતિજ્ઞાનના એક જ વર્ગમાં મૂકવાનું કારણ
અહીં પ્રશ્ન એ થાય છે કે એકબીજાથી અત્યન્ન ભિન્ન સ્વભાવ ધરાવતાં
ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, ચિત્તા, અનુમાન જેવાં શાનો મતિજ્ઞાનના (મતિઅના) એક જ વર્ગમાં મૂકવાનું કારણ શું? આનો ઉત્તર જૈન ચિંતકો નીચે મુજબ આપે છે. તેઓ જણાવે છે કે આ બધાં જ્ઞાનોનું કારણ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોઈ, તેમને મતિજ્ઞાનના એક જ વર્ગમાં મૂક્યાં છે. અહીં મતિજ્ઞાનાવરણીય કર્મના અસ્તિત્વ
૨૭
Page #37
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
ઉપર મતિજ્ઞાનના અસ્તિત્વનો આધાર હોય એવું સૂચવાય છે. હકીકતમાં મતિજ્ઞાનના અસ્તિત્વને કારણે મતિજ્ઞાનાવરણીય કર્મનું અસ્તિત્વ છે, અને નહિ કે મતિજ્ઞાનાવરણીય કર્મના અસ્તિત્વને કારણે મતિજ્ઞાનનું અસ્તિત્વ. મતિજ્ઞાનાવરણીય કર્મની વિભાવના મતિજ્ઞાનની વિભાવના ઉપર આશ્રિત છે, પરંતુ એથી ઊલટું મતિજ્ઞાનની વિભાવના મતિજ્ઞાનાવરણીય કર્મની વિભાવના ઉપર આશ્રિત નથી. મતિજ્ઞાનનું સ્વરૂપ શું છે અને તેમાં આવા પરસ્પર ભિન્ન સ્વભાવો ધરાવતાં જ્ઞાનોનો સમાવેશ કેમ કરવામાં આવ્યો છે આ મહત્ત્વના પ્રશ્નોનો સંતોષપ્રદ ઉત્તર કોઈ જૈન ગ્રંથમાં નથી. જે ઉત્તર આપવામાં આવે છે તે કેવળ પારિભાષિક, સાંપ્રદાયિક અને dogmatic છે, તાર્કિક કે બુદ્ધિગમ્ય નથી. આ પ્રશ્નનો સંતોષપ્રદ ઉત્તર તો એ છે કે મતિ એ ઔપનિષદિક ચાર સોપાનોમાંનું ત્રીજું સોપાન મનન છે અને મનનમાં આ બધાં જ્ઞાન યા પ્રમાણોનો પ્રયોગ થાય છે. એથી મનનને એક પ્રકારના જ્ઞાનમાં (મતિજ્ઞાનમાં) જૈનોએ પરિવર્તિત કરવા છતાં તે મૂળે પેલું મનન છે એ હકીકતનો અવશેષ મતિજ્ઞાનમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, વગેરેનો સમાવેશની જૈન માન્યતામાં રહી ગયો છે. મતિજ્ઞાનમાં શ્રતનો સમાવેશ કેમ ન કર્યો?
વળી, જૈનોએ જેનો ઉત્તર આપવો જોઈએ તે બીજો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એકબીજાથી અત્યન્ન ભિન્ન સ્વભાવો ધરાવતાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરેને મતિજ્ઞાનના એક વર્ગમાં મૂક્યાં તો શ્રુતનો (આગમપ્રમાણ, શબ્દપ્રમાણનો) સમાવેશ પણ મતિજ્ઞાનમાં કેમ ન કર્યો? એવું તે શું છે કે જૈનોને તેમ કરતાં રોકે છે? તેમનો ઉત્તર એ જ છે કે પેલાં બધાં જ્ઞાનોનું કારણ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે જ્યારે શ્રુતનું કારણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે, અને કારણભેદે તેમનો ભેદ છે. આ ઉત્તર પણ પારિભાષિક, સાંપ્રદાયિક અને dogmatic છે અને તેથી ગ્રાહ્ય કે સ્વીકાર્ય નથી. એટલું જ નહિ પણ આ ઉત્તર અંગે પણ પ્રશ્ન ઊઠે છે કે બે ભિન્ન જ્ઞાનાવરણીય કર્મો - મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય - કલ્પવાની શી જરૂર હતી, એક મતિજ્ઞાનાવરણીય કર્મથી ન ચાલે ? જો ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, ચિન્તા, અનુમાન જેવાં અત્યન્ત ભિન્ન સ્વભાવવાળાં જ્ઞાનો માટે ભિન્ન ભિન્ન જ્ઞાનાવરણીય કર્મો ન કપ્યાં તો શ્રતને માટે જુદું જ્ઞાનાવરણીય કર્મ કેમ કયું? જૈનો ઇન્દ્રયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરેને સ્વતંત્ર પ્રમાણો માને છે છતાં તેમનાં આવરણીય કર્મો સ્વતંત્ર નથી માન્યાં, તો પછી શ્રુતનું સ્વતંત્ર આવરણીય કર્મ કેમ માન્યું ? વળી, જેમ ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, વગેરેને જૈનો મુખ્યપણે પરોક્ષ માને છે, તેમ શ્રુત પણ પરોક્ષ જ છે. તો પછી શ્રતને મતિના વર્ગમાંથી અલગ કેમ રાખ્યું ? શ્રતનો મતિમાં સમાવેશ કરી શ્રુતને પણ મતિ કેમ
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૨૯
ન ગણ્યું ? આ પ્રશ્નનો ખરો ઉત્તર તો એ છે કે જૈનસમ્મત મતિ, શ્રુત આદિ પાંચ જ્ઞાનોની માન્યતાના મૂળમાં ઔપનિષદિક ચાર સોપાનોની યોજના છે અને એ યોજનામાં મનન પૂર્વે મનનથી જુદું શ્રવણ સોપાન અનિવાર્ય છે, એ મૂળ હકીકતે જ જૈનોને મતિમાં શ્રુતનો સમાવેશ કરતાં રોક્યા લાગે છે. ઔપનિષદિક ચાર સોપાનોમાં બીજા અને ત્રીજા સોપાન શ્રવણ અને મનનના સ્થાને જૈનોએ પોતાના જ્ઞાનપંચકના વર્ગીકરણમાં શ્રુત અને મતિને સ્થાન આપ્યું છે (અલબત્ત, ક્રમ ઊલટાવી નાખ્યો છે). મનન પૂર્વે શ્રવણની એક સ્વતંત્ર સોપાન તરીકેની અનિવાર્યતાનો જૂનો અવશેષ જૈનોના જ્ઞાનપંચકમાં મતિથી શ્રુતના સ્વતંત્ર સ્વીકારમાં જળવાયો છે, અન્યથા તો શ્રુતને પણ મતિમાં દાખલ કરવામાં તેમને કોઈ વાંધો ન હોવો જોઈએ. આમાંથી એ પણ નિશ્ચિતપણે ફલિત થાય છે કે મતિજ્ઞાનાવરણીય કર્મ, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ, ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્મના ભેદોની વ્યવસ્થા પણ એટલી પ્રાચીન નથી જેટલી પ્રાચીન ચાર સોપાનોની વ્યવસ્થા છે. મતિજ્ઞાનનું નિમિત્તકારણ અને મનનનું નિમિત્તકારણ
જૈનો મતિજ્ઞાન( મત્તિ-૪)ના સાધકતમ કારણની ચર્ચા કરે છે. સાધકતમ કારણને માટે ઉમાસ્વાતિ ‘નિમિત્તકારણ’શબ્દનો પ્રયોગ કરે છે. મતિજ્ઞાન( મતિ-અ )માં સમાવેશ પામેલાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરે જ્ઞાનોમાંથી કોઈ ઇન્દ્રિયનિમિત્તક છે, કોઈ મનોનિમિત્તક છે તો કોઈ ઉભયનિમિત્તક પણ છે. તેથી, ઉમાસ્વાતિ લખે છે - તર્ ફન્દ્રિયાનિન્દ્રિયનિમિત્તમ્ । (૧.૧૪). આ સૂત્ર જણાવે છે કે મતિ( મતિ-૬ )નું નિમિત્તકારણ ઇન્દ્રિય અને અનિન્દ્રિય (=મન) છે. આ સૂત્રને ભાષ્ય નીચે પ્રમાણે સમજાવે છે. મતિના બે ભેદ થાય છે - ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન અને મનોનિમિત્ત મતિજ્ઞાન. કેવળ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન તો નિર્વિકલ્પ ઇન્દ્રિયપ્રત્યક્ષ જ છે, કારણ કે તે મનોવ્યાપારરહિત છે, વિચારશૂન્ય છે. સવિકલ્પ ઇન્દ્રિયપ્રત્યક્ષ તો ઇન્દ્રિય અને મન બંને નિમિત્તકારણોથી જન્મ છે. તેથી આપણે તેનો સમાવેશ શેમાં કરીશું ? - ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનમાં કે મનોનિમિત્ત મતિજ્ઞાનમાં ? શક્ય ઉત્તર એ છે કે તેનો સમાવેશ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનમાં કરવો જોઈએ કારણ કે સવિકલ્પ ઇન્દ્રિયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયવ્યાપાર પ્રધાન છે જ્યારે મનોવ્યાપાર ગૌણ છે, અલ્પ છે, અદશ્ય છે. મતિજ્ઞાનના પ્રકારો સ્મૃતિ અને તર્ક બંનેને મનોનિમિત્ત માનવાં જોઈએ. પ્રત્યભિજ્ઞા અને અનુમાન બાબતે, જો કે તે બંને ઇન્દ્રિય અને મન બંને નિમિત્તોથી જન્ય છે છતાં તેમને મનોનિમિત્ત જ ગણવાં જોઈએ કારણ કે તેમની ઉત્પત્તિમાં મનોવ્યાપાર મુખ્ય છે જ્યારે ઇન્દ્રિયવ્યાપાર ગૌણ છે. તત્ત્વાર્થસૂત્ર ઉપરની પોતાની ટીકામાં સિદ્ધસેનગણિ પ્રસ્તુત સૂત્રની સમજૂતી આપે છે અને તેને આધારે મતિજ્ઞાનના ત્રણ ભેદ કરે છે - ઇન્દ્રિયનિમિત્ત, મનોનિમિત્ત અને ઇન્દ્રિય
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
મનઉભયનિમિત્ત, તે જણાવે છે કે એવું મતિજ્ઞાન છે જેનું નિમિત્તકારણ કેવળ ઇન્દ્રિય છે. જે જીવોને મન નથી અર્થાત એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોની બાબતમાં તો કેવળ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન જ હોય છે. આ ઉપરથી શું આપણે એવું સમજવું કે જે મનવાળા (સંજ્ઞી પંચેન્દ્રિય) જીવો છે તેમને કેવળ ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન સંભવતું જ નથી, અર્થાત શુદ્ધ નિર્વિકલ્પ ઈન્દ્રિયપ્રત્યક્ષનો અસંભવ છે ? તે સ્મૃતિને કેવળ મનોનિમિત્ત મતિજ્ઞાન ગણે છે. સવિકલ્પક ઇન્દ્રિયપ્રત્યક્ષને તે ઉભયનિમિત્ત માને છે. આ ઉપરથી સૂચિત થાય છે કે આ પૂર્વેની નિર્વિકલ્પ ઈન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકારૂપ મતિજ્ઞાન કેવળ ઇન્દ્રિયનિમિત્ત હોવું જોઈએ. તેમણે પ્રત્યભિજ્ઞા, અનુમાન અને ચિત્તા (તક)ના નિમિત્તકારણ વિશે કંઈ કહ્યું નથી. પરંતુ આપણે કહી શકીએ કે :-- .
ભયનિમિત્ત છે જયારે ચિન્તા કેવળ મનોનિમિત્ત છે. પ્રત્યભિજ્ઞાનો વિષય અતીત અને વર્તમાન ઘેઈ તેને ઉભયનિમિત્ત ગણી શકાય. અનુમાન લિંગદર્શન અને વ્યાપ્તિસ્મૃતિ એ ઉભયનિમિત્તજન્ય હોઈ, તેને ઉભયનિમિત્તક માની શકાય. ચિત્તા કે તર્ક તો મનોનિમિત્ત છે જ.
અહીં એક વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ કે મનન એક પ્રક્રિયા છે, ચિત્તનપ્રવાહ છે જેમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ આદિનો ફાળો છે છતાં તેમનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રવાહમાં જણાતું નથી, તે બધાં મળી એક અખંડ પ્રવાહ બને છે, તેમનું અસ્તિત્વ તેમાં ઓગળી જાય છે, અને તેથી જ અહીં તેમના પોતાનાં સ્વતંત્ર નિમિત્તોની વાત કરવી અસ્થાને છે - નિરર્થક છે. ખરેખર મનનના, ચિંતનના – એક અખંડ ચિંતનપ્રવાહના નિમિત્તની વાત કરવી જ સ્થાને છે, સાર્થક છે. અને એ રીતે વિચારતાં મનનનું નિમિત્તકારણ કેવળ મન જ છે એમ કહેવું જોઈએ. આ અર્થમાં મતિ કેવળ મનોનિમિત્ત છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદો
- ઉમાસ્વાતિ કહે છે કે અવગ્રહ, ઈu, અવાય અને ધારણા એ ચાર મતિજ્ઞાનના ભેદો છે, મતિજ્ઞાનની ક્રમિક ભૂમિકાઓ છે. વહેવાયા (૧.૧૫). બધા જ જૈનગ્રંથો આ ચારને ઈન્દ્રિયપ્રત્યક્ષને અનુલક્ષીને જ સમજાવે છે. વસ્તુ કઈ જતિની છે, તેના વિશેષ ગુણો ક્યા છે, એ વિશેષતાઓથી રહિત તે વસ્તુનું સાવ સામાન્ય જ્ઞાન તે અવગ્રહ છે. ઉદાહરણાર્થ, ગાઢ અંધકારમાં પગે કાંઈક સ્પર્શ થતાં “કાંઈક છે' એવું જ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં જણાતું નથી કે કઈ વસ્તુનો સ્પર્શ થયો છે. આવું અવ્યક્ત જ્ઞાન અવગ્રહ કહેવાય છે. અવગૃહીત વિષય ક્યો છે એ વિશેષરૂપે જાણવા શરૂ થયેલી વિચારણા જે અનેક વિકલ્પો (altematives) ઉપસ્થિત કરે છે તે ઈહા છે. ઉદાહરણાર્થ, આ જે સ્પર્ધાનુભવ થયો તેમાં લંબાઈનો, ગોળાકાર – નળાકારનો અનુભવ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
સ્પર્શાનુભવનું સામાન્ય પૃથક્કરણ કેટલાક એવા સામાન્ય ધર્મો જણાવે છે જે એક કરતાં વધારે વસ્તુઓમાં સંભવી શકે. આ વસ્તુઓ અનુભવના સંભવિત વિષયો તરીકે વિકલ્પરૂપે ઉપસ્થિત થાય છે. દોરડું અને સાપ વિકલ્પરૂપે ઉપસ્થિત થાય છે. દોરડું હશે કે સાપ? આમ ઇહા સંશય જેવી જણાય છે. પરંતુ ઈહામાં વિશેષનિશ્ચય ભણીની પ્રવણતા – ગતિ હોય છે. ઈહા પછી તેણે ઉપસ્થિત કરેલા વિકલ્પની પરીક્ષા કરી, સ્પર્શાનુભવનું વિશેષ પૃથક્કરણ કરી, તેને આધારે એક પછી એક વિકલ્પને દૂર કરતા જઈ (=અવાય) છેવટે એક જ વિકલ્પને નિર્ણય તરીકે સ્થાપવો તે અવાય. સાપ હોય તો એનો સ્પર્શ લીસો હોય, આ તો ખરબરાડો હતો. વળી, સાપ હોય તો સરક્યા વિના કે ફૂંફાડો માર્યા વિના રહે નહિ. માટે એ સાપનો સ્પર્શ નથી. આમ સાપનો વિકલ્પ દૂર કરી એ દોરડાનો જ સ્પર્શ છે, દોરડું અનુભવનો વિષય છે એ નિર્ણય ઉપર આવવું તે અવાય છે. પછી અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી ચાલુ રહે છે, જેને ધારાવાહી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. પણ પછી ઇન્દ્રિયનો બીજા વિષય સાથે સકિર્ષ થતાં કે મન બીજા વિષયમાં ચાલ્યું જતાં તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે પણ પોતાના સંસ્કાર મૂકતો જાય છે. આ સંસ્કાર ભવિષ્યમાં યોગ્ય નિમિત્ત મળતાં જાગ્રત થઈ પૂર્વે જે વિષય નિશ્ચિત અનુભવ્યો હતો તેનું મરણ કરાવે છે. આમ છેવટના નિશ્ચયનું એક ધારારૂપે કેટલોક કાળ ચાલુ રહેવું, આ નિશ્ચયે પાડેલા સંસ્કારનું ચિત્તમાં ટકી રહેવું, આ સંસ્કાર જાગવાથી સ્મરણ થવું – આ ત્રણે વ્યાપારોનો ધારણામાં સમાવેશ કરવામાં આવે છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદોમાં અવ્યવસ્થા અને મનન
ઉમાસ્વાતિ અનુસાર, આપણે જોયું તેમ, ઇન્દ્રિયપ્રત્યક્ષ એ એક જ ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન છે, જ્યારે બાકીનાં મનોનિમિત્ત મતિજ્ઞાનો છે. ઉમાસ્વાતિ પાંચ બાલૅન્દ્રિયજન્ય પાંચ પ્રત્યક્ષોમાંથી દરેકના અવગ્રહ આદિ ચાર ભેદો માને છે, એટલે વીસ ભેદ થયા. આમ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનના વીસ ભેદ થયા. હવે જ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ એ દરેકના અવગ્રહ આદિ ચાર ચાર ભેદો માનીએ તો બીજ સોળ ભેદો થાય. આમ મનોનિમિત્ત મતિજ્ઞાનોના બીજા સોળ ભેદ થાય. પરંતુ ઉમાસ્વાતિએ તો બીજા ચાર જ ભેદો માન્યા છે. અર્થાત તેમણે કુલ ૨+૪=૧૪ જ ભેદો માન્યા છે. એનો અર્થ એ થયો કે તેમણે મનોનિમિત્ત મતિજ્ઞાનોમાંથી કેવળ એકના જ અવગ્રહાદિ ચાર ભેદો માન્યા છે. આ એક મનોનિમિત્ત મતિજ્ઞાન ક્યું? જૈન ચિંતકો મૃતિ આદિ ચારમાંથી કોઈને પણ આ મનોનિમિત્ત મતિજ્ઞાન માનતા લાગતા નથી. તેમણે તો સુખાદિવિષયક મનોનિમિત્ત માનસ પ્રત્યક્ષરૂપ મનોનિમિત્ત મતિજ્ઞાનનાં અવગ્રહાદિ ચાર ભેદો માન્યા છે.”
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
બાહ્યોન્દ્રિયજન્ય પાંચ પ્રત્યક્ષોમાં અવગ્રહ વગેરે ચાર ભૂમિકાઓ સ્વીકારવામાં પણ આવે છે અને સ્પષ્ટપણે ઘટાવવામાં પણ આવે છે. માનસ પ્રત્યક્ષમાં આ ચાર ભૂમિકાઓ સ્વીકારી તો છે, પણ કોઈએ ઘટાવી નથી. સ્મૃતિ આદિ ચાર મનોનિમિત્ત મતિજ્ઞાનોમાં તો અવગ્રહ આદિ ચાર ભૂમિકાઓ સ્વીકારી જ નથી, તો પછી ઘટાવવાની તો વાત જ રહેતી નથી. આ અવ્યવસ્થાનું કારણ શું છે? ખરેખર તો જૈન ચિંતકાએ મતિજ્ઞાનના દરેક પ્રકારમાં આ ચાર ભૂમિકાઓ સ્વીકારવી જોઈએ અને ઘટાવવી જોઈએ. પરંતુ બાલ્વેન્દ્રિયપ્રત્યક્ષ સિવાય બીજા કોઈ મતિપ્રકારમાં આ ભૂમિકાઓ સ્વીકારવી કે ઘટાવવી શક્ય જ નથી. વસ્તુતઃ તો અવગ્રહ આદિ આ ચાર ભૂમિકાઓ મનનની છે. અને જ્યારે જૈન ચિંતકોએ મનનને મતિજ્ઞાન નામના ખાસ વિશેષ જ્ઞાનમાં પરિવર્તિત કરી દીધું ત્યારે તેમણે મનનની ભૂમિકાઓને પણ મતિજ્ઞાનમાં સંક્રાન્ત (transfer) કરી દીધી. આમ મતિજ્ઞાનમાં અવગ્રહ આદિને લઈ જે અવ્યવસ્થા જણાય છે તેનું કારણ આ છે. મનનની ચાર ભૂમિકાઓને ઇન્દ્રિયપ્રત્યક્ષમાં લાગુ કરી જૈન ચિત્તકોએ પોતાના તર્કશાસ્ત્રમાં પોતાનો ઈન્દ્રિયપ્રત્યક્ષનો વિશિષ્ટ સિદ્ધાન્ત ઘડી કાઢ્યો. અવગ્રહાદિ ભૂમિકાઓ મનનની છે
અવગ્રહ આદિ ચાર ભૂમિકાઓને મનનની ભૂમિકાઓ તરીકે સરળતાથી સમજાવી શકાય છે અને તે મનનની ભૂમિકાઓ છે. આનું સ્પષ્ટ સૂચન પ્રાચીન અંગ આગમ જ્ઞાતાધર્મકથા (પ્રથમ અધ્યયન, ૩૫)માં મળે છે. ત્યાં આ વાક્ય આવે છે. તે જ सुमिणपाढगा सेणियस्स रण्णो एवमटुं सोच्चा णिसम्म हट्ट जाव हियया तं सुमिणं
ओगिण्हंति । ओगिण्हंता इहं अणुपविसंति...। (शृत्वा...अवगृह्णन्ति । अवगृह्य इहाम् અનુવન્તિા ) રાણીને સ્વપ્ર આવે છે. રાણી રાજાને જણાવે છે. રાજા સ્વપ્રપાઠકોને બોલાવે છે, તેમને સ્વપ્ર જણાવે છે અને અર્થઘટન કરવા કહે છે. સૌપ્રથમ સ્વપ્રપાઠકો રાજારાણી જે કહે તે સાંભળે છે (શ્રવણ). પછી તેનો સામાન્ય અર્થ (meaning) ગ્રહણ કરે છે (અવગ્રહ). પછી વિશેષ અર્થ (તાત્પર્યાથી વિચારે છે, જે અનેક વિકલ્પો (alternatives) ખડા કરે છે. આ છે ઈહા. પછી એ વિકલ્પોની વિશેષ વિચારણા-પરીક્ષા કરી એક પછી એક વિકલ્પને દૂર કરી છેવટે એક વિકલ્પને નિર્ણયરૂપે સ્થાપે છે. આ છે અવાય. આ નિર્ણયને – તાત્પર્યાથને મનમાં ધારી રાખી (ધારણા) પછી બીજી વસ્તુના વિચાર તરફ વળે છે. ઉદ્ધત વાક્યમાં પ્રથમ બે ભૂમિકાઓ અવગ્રહ અને ઇહાનો ઉલ્લેખ છે, પરંતુ પછીની બે ભૂમિકાઓ આપણે કલ્પી શકીએ છીએ. વાક્ય તદન સ્પષ્ટપણે સૂચવે છે કે ચારે ભૂમિકાઓ મનનની છે. અવગ્રહથી શરૂ કરી ધારણા સુધીની સમગ્ર મનનની પ્રક્રિયા છે. આમ અવગ્રહ આદિ ચાર ભૂમિકાઓ સમગ્ર મનનની પ્રક્રિયામાં
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૩૩
ઘટાવી શકાય છે, પરંતુ મનનમાં પ્રયુક્ત કોઈ પણ પ્રમાણમાં - ઇન્દ્રિયપ્રત્યક્ષ સિવાય - ઘટાવી શકાતી નથી. જેમણે મનનને એક ખાસ પ્રકારના જ્ઞાનમાં - મતિજ્ઞાનમાં - ફેરવી નાખ્યું તે જૈન ચિંતકો આ ચાર ભૂમિકાઓને મતિજ્ઞાનમાં લાગુ કરવાની વાત છોડી શક્યા નહિ, પરંતુ તેઓ મતિજ્ઞાનના દરેક પ્રકારમાં તે ચાર ભૂમિકાઓ સ્વીકારી શક્યા નહિ કે ધટાવી શક્યા નહિ. આમ તેમણે મતિજ્ઞાનમાં મનનની ચાર ભૂમિકાનો વારસો અવશેષરૂપે કાયમ રાખ્યો. વળી, મનનની આ ચાર ભૂમિકાએ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિગતવા૨ સિદ્ધાન્ત ઘડવામાં જૈન તાર્કિકોને મોટી સહાય કરી.
અવગ્રહાદિના બહુગ્રાહી આદિ ભેદો અને મનન
ઉમાસ્વાતિ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણામાંથી પ્રત્યેકના બહુગ્રાહી, એકગ્રાહી, બહુવિધગ્રાહી, એકવિધગ્રાહી, ક્ષિપ્રગ્રાહી, અક્ષિપ્રગ્રાહી, નિશ્રિતગ્રાહી, અનિશ્રિતગ્રાહી, સંદિગ્ધગ્રાહી, અસંદિગ્ધગ્રાહી, ધ્રુવગ્રાહી, અવગ્રાહી એમ બાર બાર ભેદો ગણાવે છે.૧૯ આ બધા ભેદોની સમજૂતી આપવી જરૂરી નથી. પરંતુ એક નિરીક્ષણ તો કરવું જોઈએ કે આ બધા ભેદોની પરંપરાગત જે સમજૂતી આપવામાં આવે છે તે ઘણા સ્થાનોએ ખટકે છે અને તર્ક સામે ટકી શકે એવી નથી. ઉદાહરણાર્થ, અવાયની બાબતમાં કહેવું કે તેનો એક ભેદ સંદિગ્ધગ્રાહી અવાય છે એ તો વદતોવ્યાઘાત છે 'माता मे વન્ધ્યા' જેવી વાત છે. જો તે અવાય છે તો સંદિગ્ધગ્રાહી શાનો ? અને જો સંદિગ્ધગ્રાહી છે તો અવાય શાનો? એવું તો નથી ને કે કોઈ બીજાના ભેદો અહીં લાગુ કરી દેવામાં આવ્યા હોય? ‘confused, muddled thinking' જેવા શબ્દપ્રયોગો પ્રચલિત છે. સંદિગ્ધ, અસ્પષ્ટ ચિંતન-મનન સંભવે છે.
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહનું સાચું અર્થઘટન
૨૦
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ - ઇન્દ્રિયપ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનની પ્રથમ ભૂમિકા અવગ્રહની પણ બે પેટાભૂમિકાઓ કરવામાં આવી છે. તેમાં પહેલી વ્યંજનાવગ્રહની ભૂમિકા છે અને બીજી અર્થાવગ્રહની ભૂમિકા છે. વ્યંજનાવગ્રહ એટલે વ્યંજનનો અવગ્રહ. જૈનો વ્યંજનનો અર્થ અહીં ઇન્દ્રિયનો વિષયની સાથે સંયોગ અર્થાત્ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ કરે છે. ટીકાકાર સિદ્ધસેનગણિ લખે છેઃ તત્ પુન: વ્યજ્જન સંશ્ર્લેષરૂપે વિન્ક્રિયાળાં स्पर्शनादीनामुपकरणाख्यानां स्पर्शाद्याकारेण परिणतानां च यः परस्परं संश्लेषः तद् ધ્યાનમ્ । (૧.૧૮). સંસ્કૃત ભાષાની એ ખૂબી છે કે ગમે તે શબ્દમાંથી તેની વિવિધવ્યુત્પત્તિક્ષમતાને કા૨ણે જેને જે અર્થ જોઈતો હોય તે કાઢી શકે – ભલે પછી તે અર્થ શબ્દકોશમાં ન હોય. આને કારણે જ એક શ્લોકના સો અર્થો આપનાર શતાર્થી જેવા ગ્રંથો સંસ્કૃતમાં રચાયા છે. જૈન ચિંતકોએ સંસ્કૃત ભાષાની આ ખૂબીનો ગેરલાભ ઉઠાવી
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન વ્યંજન શબ્દનો અર્થ ઈન્દ્રિયાર્થસર્ષિ કર્યો છે. વ્યંજનાવગ્રહમાં ઇન્દ્રિયાર્થસમિકર્ષનું જ ગ્રહણ થાય છે. પછી ઇન્દ્રિય સાથે સંબદ્ધ અર્થનું – વસ્તુનું સામાન્યરૂપે ગ્રહણ થાય છે. આ અર્થાવગ્રહ છે. “અર્થ' શબ્દનો અર્થ અહીં વસ્તુ કરવામાં આવ્યો છે. જે ઇન્દ્રિયની બાબતમાં સકિર્ષ સંભવતો નથી ત્યાં સીધો જ અર્થાવગ્રહ થાય છે. વ્યંજનનો અર્થ ઈન્દ્રિયાર્થસન્નિકર્ષ કરવો એ કંઈક વિચિત્ર લાગે છે. વ્યંજનનો પ્રચલિત અર્થ છોડી આવો અર્થ કરવો એ સૂચવે છે કે અહીં જૈન ચિંતકો કોઈ પ્રાચીન બાબતને નવો વાઘો પહેરાવી રહ્યા છે. “વ્યંજના' શબ્દનો પ્રચલિત અર્થ છે શબ્દ, પહેલાં શબ્દનું ગ્રહણ થાય છે અને પછી શબ્દાર્થનું ગ્રહણ થાય છે. આ દર્શાવે છે કે “અર્થાવગ્રહ’ શબ્દગત “અર્થ' શબ્દનો અર્થ વસ્તુ નથી પણ શબ્દનો અર્થ ‘meaning છે. શબ્દગ્રહણની લાંબી પ્રક્રિયા છે. શબ્દ અનેક અક્ષરનો બનેલ હોય છે. અને અક્ષર તો ઉચ્ચારાતાં જ નાશ પામી જાય છે. તો પછી શબ્દના બધા અક્ષરોનું જો એકસાથે ગ્રહણ ન થઈ શકતું હોય તો શબ્દનું ગ્રહણ કેવી રીતે થાય? આ પ્રશ્નના સમાધાન માટે ભારતીય ચિંતકોને શબ્દગ્રહણની લાંબી પ્રક્રિયા સમજાવવી પડી છે. તેમાં ઊતરવું અહીં જરૂરી નથી. શબ્દગ્રહણ પછી શબ્દાર્થના ગ્રહણની પ્રક્રિયા સમજાવવામાં આવે છે. શબ્દના ગ્રહણ પછી સંકેતનું સ્મરણ થાય છે અને પછી શબ્દાર્થનું ગ્રહણ થાય છે. શબ્દાર્થના ગ્રહણ પછી વાક્યર્થના ગ્રહણની વિશેષ પ્રક્રિયા છે. શબ્દાર્થગ્રહણ અને વાક્યર્થગ્રહણ બંનેનો સમાવેશ અર્થાવગ્રહમાં થાય. આમ મનન જેનો આધાર લઈ આગળ ચાલે છે તે મૂળ આધાર વ્યંજનાવગ્રહ છે અને પછી અર્થાવગ્રહથી ખુદ મનનની પ્રક્રિયા આગળ ચાલે છે. “વ્યંજન” અને “અર્થનો આવો અર્થ જૈન પરંપરામાં પણ પ્રસિદ્ધ છે. જુઓ નીચેની બહુ જાણીતી ગાથા -
काले विणये बहुमाणे उवहाणे तह अणिण्हवणे ।
वंजण अत्थ तदुभए अट्ठविहो णाणमायारो ॥ જૈન પરંપરામાં જ્યાં જ્યાં “યંજન” અને “અર્થ નો પ્રયોગ સાથે સાથે થયો છે ત્યાં તેમનો અર્થ અનુક્રમે શબ્દ અને meaning છે. તત્ત્વાર્થસૂત્રભાષ્ય ૧.૩૫ ઉપરની ટીકામાં સિદ્ધસેનગણિ લખે છે - વ્ય શબ્દ, મિથે વાંવ: |
ઉપરાંત જૈન પરંપરામાં અધ્યાપનની પદ્ધતિમાં પહેલાં શિષ્યને સૂત્ર, ગાથાના શબ્દોનું જ ગ્રહણ કરાવવામાં આવે છે, તેમને યોગ્ય ઉચ્ચારણ સાથે મોઢે કરાવવામાં આવે છે. તેને ગાથા મોઢે થઈ જાય પછી તેને ગાથાનો અર્થ સમજાવવામાં આવે છે, અર્થનું ગ્રહણ કરાવવામાં આવે છે. આમ શિષ્ય પ્રથમ વ્યંજનનું ગ્રહણ કરે છે અને પછી અર્થનું ગ્રહણ કરે છે.
મનનના આધાર અને આદિ એવા વ્યંજનાવગ્રહ (શબ્દગ્રહણ) અને અર્થાવગ્રહ
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૩૫
(શબ્દાર્થગ્રહણ)ને ઇન્દ્રિયાર્થસકિર્થાવગ્રહ અને વસ્તુઅવગ્રહમાં બદલી નાખી જૈન ચિંતકોએ ઇન્દ્રિયપ્રત્યક્ષના પોતાના સિદ્ધાંતમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષ પૂર્વ એક ભૂમિકા દાખલ કરી, ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષની ચર્ચા દાખલ કરી અને મુખ્ય તો ઇન્દ્રિયોનાં પ્રાપ્યકારિત્વઅપ્રાપ્યકારિત્વની સમસ્યાની વિચારણા દાખલ કરી. શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનનો ક્રમ અને વિષય
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ગ્રાહ્ય વિષયો વિશે નીચેનું સૂત્ર છે – ગતિશ્રયો: નિવસર્વદ્રવ્યેષુ સર્વપર્યાયેy I ૧.૨૭). અર્થાત, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વ્યાપાર સર્વ દ્રવ્યોમાં છે પણ સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોમાં નથી પરંતુ ઓછા પર્યાયોમાં છે. અહીં પ્રશ્ન થાય કે અત્યન્ત અમૂર્ત દ્રવ્યો ધર્મદ્રવ્ય આદિ અને તેમના પર્યાયો મતિજ્ઞાનનો વિષય કેવી રીતે બની શકે? શું તેઓ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બની શકે? સ્મૃતિનો વિષય બની શકે ? પ્રત્યભિજ્ઞાનો વિષય બની શકે? ચિન્તા (કે તક)નો વિષય બની શકે? અનુમાનનો વિષય બની શકે? તેમના માટે અત્યન્ત અમૂર્ત દ્રવ્યોને વિષય કરવા મુશ્કેલ છે. પરંતુ જો મતિને મનન તરીકે સમજવામાં આવે તો સમાધાન સરળ થઈ જાય છે. ગુરુમુખે મૂર્ત-અમૂર્ત બધાં દ્રવ્યો વિશે તેમ જ તેમના પરિમિત પર્યાયો વિશે સાંભળ્યા બાદ (શ્રવણ પછી) તે બધાં દ્રવ્યો અને તે પર્યાયો મનનનો વિષય બની શકે છે. આ સંદર્ભમાં ટીકાકાર સિદ્ધસેનગણિનું વચન નોંધપાત્ર છે. તે કહે છે : મતિજ્ઞાનો તાવત श्रुतज्ञानेनोपलब्धेषु अर्थेषु..द्रव्याणि ध्यायति (मनुते) तदा मतिज्ञानविषयः सर्वद्रव्याणि न तु सर्वाः पर्याया:... तथा श्रुतग्रन्थानुसारेण सर्वाणि धर्मादीनि जानाति, न तु तेषां સર્વપયાન(૧.૨૭) આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જેને જૈનો મતિજ્ઞાન કહે છે તે મૂળે મનન છે અને પહેલાં શ્રવણ (કૃત)છે અને પછી જ મતિ (મનન) છે. શ્રુતને આધારે જ મનન (મતિ) ચાલે છે.
- ઉમાસ્વાતિ લખે છે : અતિપૂર્વ (ઉ.૨૦). પહેલાં મતિ થાય છે અને પછી શ્રુતજ્ઞાન થાય છે. અહીં મતિનો સંકુચિત અર્થ કરી કેવળ ઇન્દ્ર પ્રત્યક્ષ સમજવામાં આવે છે અને કહેવામાં આવે છે કે શબ્દને સાંભળ્યા (શ્રાવણ પ્રત્યક્ષ) પછી શબ્દાર્થનું જ્ઞાન (શ્રુતજ્ઞાન)થતું હોઈ શ્રુતજ્ઞાન પહેલાં મતિજ્ઞાન અવશ્યપણે હોય છે. અર્થાત, પહેલાં શ્રાવણ પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાન થાય છે અને પછી શાબ્દ જ્ઞાન (શ્રુતજ્ઞાન) થાય છે. જો મતિનો અર્થ મનન કરવામાં આવે તો ક્રમ ઊલટાઈ જાય. ઉપર ઉદ્ભૂત સિદ્ધસેનગણિવચન
મતિ'ના મનન અર્થનું સમર્થન કરે છે. વળી, ખુદ ઉમાસ્વાતિ આપણને કહે છે કે મનનો વિષય શ્રત છે, અર્થાત ગુરૂમુખે જે સાંભળ્યું તેના ઉપર મન મનન કરે છે. શ્રતિનિક્રિયથા (૨.૨૨). આ બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે જૈનોએ ત્રીજા સોપાન
Page #45
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
મનનને જ ખાસ પ્રકારના જ્ઞાન મતિજ્ઞાનમાં પરિવર્તિત કરી દીધું છે – છતાં મૂળ મનનના અવશેષો રહી ગયા છે.
ચાર સોપાનોની યોજનામાં શ્રદ્ધા (દર્શન) પછી શ્રવણ આવે છે. શ્રવણનું કારણ શ્રદ્ધા છે. અધ્યાત્મવિદ્યામાં આ સ્વીકાર સ્વાભાવિક છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે શ્રદ્ધાવાન તમને જ્ઞાન. અર્થાત જેને શ્રદ્ધા થઈ હોય છે તે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ શ્રુતજ્ઞાન છે. આમ શ્રદ્ધાને શ્રુતજ્ઞાનનું કારણ ગણેલ છે. આ શ્રુતજ્ઞાન પૂર્વે શ્રાવણ પ્રત્યક્ષ હોવા છતાં અધ્યાત્મવિદ્યાને કે સાધકને તેનો કોઈ ઉપયોગ નથી - તે અધ્યાત્મનું સોપાન બની શકતું નથી. તેથી તેને શ્રુતજ્ઞાનનું કારણ ન ગણતાં શ્રદ્ધાને જ શ્રુતજ્ઞાનનું કારણ ગણેલ છે. અધ્યાત્મવિદ્યામાં શ્રુતજ્ઞાનનું કારણ શ્રાવણ ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી પણ શ્રદ્ધા જ છે. પ્રમાણ લક્ષણ
જૈન તાર્કિકો તે જ્ઞાનને પ્રમાણ ગણે છે જે અવિસંવાદી પણ હોય અને વ્યવસાયાત્મક પણ હોય. અવિસંવાદ એટલે જ્ઞાન અને વિષયસ્વભાવ વચ્ચેનો મેળ અર્થાત જે ધર્મ વિષયમાં હોય તે જ્ઞાનમાં ભાસવો તે, તથા જ્ઞાન અને તજ્જન્ય પ્રવૃત્તિ વચ્ચેનો સંવાદ. અવિસંવાદિતા વ્યવસાયાત્મકતાયત્ત છે. ૨૪ મતિપ્રકારો પરોક્ષ પ્રમાણો
જૈન તાર્કિકોએ ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક અને અનુમાનને પરોક્ષ પ્રમાણો ગયાં છે, કારણ કે ઇન્દ્રિય અને મનની સહાય વિના આત્માને સાક્ષાત્ થતું વસ્તુનું યથાર્થ જ્ઞાન તેઓને મતે પ્રત્યક્ષ છે.
હવે આપણે મતિજ્ઞાનના આ ઇન્દ્રિયપ્રત્યક્ષ આદિ પ્રકારો વિશે જૈન તાર્કિકોએ શું જણાવ્યું છે તેને સંક્ષેપમાં રજૂ કરીએ.
ઈન્દ્રિયપ્રત્યક્ષ – ઇન્દ્રિયપ્રત્યક્ષ વિશે મહત્ત્વની બાબતોની વિચારણા કરી લીધી છે. બાકી રહેલી કેટલીક બાબતોની નોંધ લઈએ. જૈન પ્રમાણશાસ્ત્રમાં જૈન તાર્કિકોએ પ્રમાણશાસ્ત્રીય દષ્ટિએ ઇન્દ્રિયપ્રત્યક્ષને પ્રત્યક્ષ પ્રમાણ તરીકે સ્વીકાર્યું છે જો કે પરમાર્થતઃ તો તે પરોક્ષ પ્રમાણ છે. પરંતુ તેઓ તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહે છે. તેઓ વ્યવસાયાત્મક જ્ઞાનને જ પ્રમાણ માનતા હોઈ, અવાયને જ પ્રત્યક્ષ પ્રમાણ તરીકે સ્વીકારે છે. ઈહામાં તો હજુ નિશ્ચય થયો નથી પરંતુ નિશ્ચય માટેની માત્ર વિચારણા છે. એટલે ઈહા પણ પ્રત્યક્ષ પ્રમાણ ન ગણાય. અને અવગ્રહમાં તો નિશ્ચય તરફ લઈ જતી વિચારણાનો પણ અભાવ છે. અવગ્રહ નિર્વિકલ્પ જ્ઞાન છે. એટલે તે પણ પ્રમાણની
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
કોટિમાં આવે નહિ. બૌદ્ધો કેવળ નિર્વિકલ્પ પ્રત્યક્ષને જ પ્રત્યક્ષ ગણે છે. જૈન તાર્કિકોએ આ બૌદ્ધ મતનું જોરદાર સમર્થ ખંડન કર્યું છે. ૨૬
સ્મૃતિ - યોગ્ય નિમિત્તો મળતાં પૂર્વાનુભૂત વિષયના સંસ્કારો જાગવાથી તે વિષયનું પુનઃ મનઃપટલ પર આવવું તે સ્મૃતિ છે. તેથી સ્મૃતિને સંસ્કારમાત્રજન્ય કહી • છે. આમ સ્મૃતિ એ કંઈ નવીન જ્ઞાન નથી પણ અધિગતનું જ જ્ઞાન છે. સ્મૃતિમાં આપણે સંસ્કારોદ્ધોધ દ્વારા પૂર્વાનુભવને તાજો કરીએ છીએ અને પૂર્વાનુભૂત વિષયને યાદ કરીએ છીએ. આ દર્શાવે છે કે સ્મૃતિ અધિગતગ્રાહી છે તેમ જ અર્થજન્ય નથી. આ કારણે મોટાભાગના અજૈન તાર્કિકો મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. જૈન તાર્કિકો સ્મૃતિ ગૃહીતગ્રાહી હોવા છતાં તેને પ્રમાણ માને છે, કારણ કે તે અવિસંવાદી છે. ૨૮ અગૃહીતગ્રાહિત્ય અને ગૃહીતગ્રાહિત્ય પ્રમાણતા કે અપ્રમાણતાનું કારણ નથી. પ્રમાણતાનું કારણ તો અવિસંવાદ છે. અને અવિસંવાદ તો અન્ય જ્ઞાનોની જેમ સ્મૃતિમાં પણ છે. વળી, સમસ્ત જગતનો વ્યવહાર સ્મૃતિમૂલક છે. માનવપ્રગતિમાં અન્ય જ્ઞાનોની અપેક્ષાએ મૃતિનો વિશિષ્ટ ફાળો છે. ઉપરાંત, સ્મૃતિ ‘તે’ શબ્દોલ્લેખપૂર્વક વિષયનું ગ્રહણ કરે છે, ૨૯ “તે શબ્દોલ્લેખ અનુભવમાં હોતો નથી. આમ તે પૂર્વાનુભૂત વિષયને તત્તાવચ્છિન્નરૂપે ગ્રહણ કરે છે. પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ આદિ પ્રમાણોની ઉત્પત્તિ સ્મૃતિ વિના શક્ય નથી. તેથી પ્રત્યભિજ્ઞાન આદિ પ્રમાણોની જનક હોવાથી પણ સ્મૃતિ પ્રમાણ છે. જેમ પ્રત્યક્ષ વિસંવાદી હોય ત્યારે તેને અપ્રમાણે જાણીએ છીએ તેમ સ્મૃતિ પણ વિસંવાદી હોય ત્યારે તેને પણ અપ્રમાણ જાણવી, અન્યથા તેને પણ પ્રત્યક્ષની જેમ જ પ્રમાણ તરીકે સ્વીકારવી જ જોઈએ. વળી, અર્થજન્યત્વ હોવું કે ન હોવું પ્રમાણતા અને અપ્રમાણતાનું કારણ નથી, કારણ કે પ્રમાણ જ્ઞાનનું અર્થજન્યત્વ સાર્વત્રિક નથી. તેથી, અવિસંવાદી હોવાને કારણે મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવી જ જોઈએ. આ છે જૈન તાર્કિકોનો મત.
પ્રત્યભિજ્ઞા - ઇન્દ્રિયપ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનારું એકત્વ, સાદેશ્ય, વૈસાદેશ્ય, પ્રતિયોગી, આપેક્ષિક રૂપથી સંકલન કરનારું માનસ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. જો કે “તે જ આ છે” એ પ્રત્યભિજ્ઞાનમાં “તે” અંશ સ્મરણનો વિષય છે અને આ અંશ પ્રત્યક્ષનો વિષય છે, છતાં “તે જ આ છે એ સમગ્ર સંકલિત વિષયને - એકત્વને ન તો મરણ ગ્રહણ કરી શકે છે ન તો ઇન્દ્રિયપ્રત્યક્ષ. એટલે આ સંકલિત વિષયને ગ્રહણ કરનારું સ્મરણ-પ્રત્યક્ષભિન્ન એક સ્વતંત્ર પ્રત્યભિજ્ઞા નામનું સ્વતંત્ર પ્રમાણ જૈન તાર્કિકોએ સ્વીકાર્યું છે. વર્તમાનગ્રાહી પ્રત્યક્ષ અને અતીતગ્રાહી સ્મરણમૂલક જેટલા સંકલનાત્મક માનસ જ્ઞાનો છે તેમનો પ્રત્યભિજ્ઞામાં જૈન તાર્કિકો સમાવેશ કરે છે. જે એકત્વની –
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન સ્થાયિત્વની - ધરીપર જગતનો સમસ્ત વ્યવહાર ચાલે છે તે એકત્વને પ્રત્યભિજ્ઞાન અવિસંવાદીરૂપે જાણે છે. “તે જ આ છે એવા જ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ ન ગણી શકાય કારણ કે ઈન્દ્રયો કેવળ સન્નિકૃષ્ટ અને વર્તમાન વિષયને જ જાણી શકે છે જ્યારે “તે' અંશ તો અસન્નિકૃષ્ટ અને અતીત છે. તેવી જ રીતે, “તે જ આ છે' એવા જ્ઞાનને સ્મરણ પણ ન ગણી શકાય કારણ કે મરણ કેવળ અતીત અને અસત્રિકષ્ટને જ જાણી શકે છે જ્યારે ‘આ’ અંશ તો વર્તમાન અને સન્નિકૃષ્ટ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ અને સ્મરણ બેમાંથી એક પણ તે’ અને ‘આ’ બંનેમાં વ્યાપ્ત – અતીત અને વર્તમાન બંનેમાં વ્યાપ્ત - એકત્વને ગ્રહણ કરી શકે નહિ. એટલે જ એકત્વગ્રાહી પ્રત્યભિજ્ઞાને જૈનો સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારે છે. ૩૩
બૌદ્ધો એકત્વને - સ્થાયિત્વને અસત ગણે છે. તેથી એકત્વગ્રાહી પ્રત્યભિજ્ઞા તેમને મતે નિતાન્ત બ્રાન્ત જ્ઞાન જ છે. વળી, તેઓ પ્રત્યભિજ્ઞાને કોઈ એક જ્ઞાન માનતા નથી પરંતુ પ્રત્યક્ષ અને સ્મરણ બેને કેવળ મિશ્રણ માને છે. જેનો બૌદ્ધ મતનું ખંડન કરે છે.
નૈયાયિકો પ્રત્યભિજ્ઞાને ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ માને છે. તેઓ તેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેમને મતે સંસ્કાર યા સ્મરણરૂપ સહકારીને બળે વર્તમાનમાત્રગ્રાહી ઇન્દ્રિય પણ અતીતાવસ્થાવિશિષ્ટ વર્તમાનને ગ્રહણ કરી શકતી હોઈ પ્રત્યભિજ્ઞાની જનક બની શકે છે. જૈન તાર્કિકો તૈયાયિકોના આ મતનું ખંડન કરી પ્રત્યભિજ્ઞાની સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાપના કરે છે."
નૈયાયિકો ઉપમાન નામનું સ્વતંત્ર પ્રમાણ સ્વીકારે છે. વૃદ્ધજન પાસેથી જ્ઞાતઅજ્ઞાત બે વસ્તુઓના સારશ્યને વૃદ્ધવાક્ય દ્વારા જાણી પછી અજ્ઞાત વસ્તુમાં જ્યારે તે સાદેશ્યનું પ્રત્યક્ષ થાય છે ત્યારે વૃદ્ધવાક્યનું સ્મરણ થાય છે, પરિણામે તે વસ્તુ અમુક પદવાચ્ય છે એવું જે જ્ઞાન જન્મે છે તે ઉપમિતિ છે. આમ સાદગ્ધપ્રત્યક્ષ અને વૃદ્ધવાક્યસ્મરણથી જન્મતું સંજ્ઞાસંગ્નિસંબંધનું જ્ઞાન ઉપમિતિ છે. જૈન તાર્કિકો નૈયાયિકસમ્મત આ ઉપમાન પ્રમાણનો પ્રત્યભિજ્ઞામાં અંતર્ભાવ કરે છે, કારણ કે જૈન તાર્કિકો પ્રત્યક્ષસ્મરણમૂલક જેટલા સંકલનાજ્ઞાનો છે તે બધાંનો સમાવેશ પ્રત્યભિજ્ઞામાં કરે છે.*
તર્ક - ઉપલંભ (પ્રત્યક્ષ) અને અનુપલંભથી ઉત્પન્ન થનારું અને સાથે-સાધનના અવિનાભાવ (વામિ) સંબંધને ગ્રહણ કરનારું જ્ઞાન તર્ક છે. ટૂંકમાં, વ્યાણિગ્રાહી જ્ઞાન તર્ક છે. વ્યાપ્તિ સર્વોપસંહારવાળી હોય છે. સર્વ કાળે અને સર્વ દેશે જે કોઈ ધૂમ છે તે અગ્નિથી જ ઉત્પન્ન થાય છે, અગ્નિના અભાવમાં ક્યાંય કદી પણ ધૂમ હોઈ શક્તો નથી - આવો સર્વોપસંહારી અવિનાભાવ તર્ક પ્રમાણનો વિષય છે. પ્રત્યક્ષ પ્રમાણ રસોડા
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૩૯
વગેરેમાં અનેક વાર અગ્નિના સંબંધને પ્રત્યક્ષ ભલે કરે પરંતુ એ સંબંધની સૈકાલિકતા અને સાર્વત્રિકતા પ્રત્યક્ષનો વિષય નથી કારણ કે પ્રત્યક્ષ સન્નિકૃષ્ટ વર્તમાન વિષયને જ જાણે છે અને તે મુખ્યતઃ અવિચારક છે. અનુમાન પ્રમાણ વડે પણ આ વ્યાપ્તિનું ગ્રહણ સંભવતું નથી કારણ કે અનુમાનની ખુદની ઉત્પત્તિ વ્યાપ્તિના ગ્રહણ પછી થાય છે. એક અનુમાનની વ્યાપ્તિ જો બીજા અનુમાનથી ગૃહીત થાય છે એમ માનીએ તો આ બીજા અનુમાનની વ્યાપ્તિને ગ્રહણ કરવા ત્રીજા અનુમાનની અને ત્રીજા અનુમાનની વ્યાપ્તિને ગ્રહણ કરવા ચોથા અનુમાનની જરૂર પડશે અને એમ અનવસ્થાદોષ આવશે. એટલે જ વાણિગ્રાહી પ્રમાણ તરીકે તર્કને માનવો જરૂરી છે. બૌદ્ધ તાર્કિકો નિર્વિલ્પ પ્રત્યક્ષ પછી ઉત્પન્ન થનાર સવિકલ્પ પ્રત્યક્ષને જ વ્યાતિગ્રાહી ગણે છે. જૈન તાર્કિકો આ બૌદ્ધ મતનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે સવિકલ્પ જ્ઞાન પોતે જ બૌદ્ધ મતે અપ્રમાણ છે તો પછી એના દ્વારા ગૃહીત વ્યાપ્તિમાં વિશ્વાસ કેવી રીતે કરાય? નૈયાયિકો તર્કને ન તો પ્રમાણ માને છે કે ન તો અપ્રમાણ. તેમને મતે તર્ક તો પ્રમાણનો અનુગ્રાહક છે. નૈયાયિકોના આ મતનું ખંડન જૈન તાર્કિકો એમ કહીને કરે છે કે જે પોતે પ્રમાણ ન હોય તે બીજા પ્રમાણોનો અનુગ્રહ કેવી રીતે કરી શકે? જૈન તાર્કિકો અનુસાર તર્ક પોતે અવિસંવાદી છે તેમ જ અવિસંવાદી અનુમાનનો જનક પણ છે, તેથી તે પ્રમાણ છે, સ્વતંત્ર પ્રમાણ છે. સંપૂર્ણરૂપે સાધ્ય અને સાધનના સર્વોપસંહારી વ્યાપ્તિસંબંધને ગ્રહણ કરનાર તકને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારવો જોઈએ. જ્યાં જ્યાં સાધનનું પ્રત્યક્ષ થાય છે ત્યાં ત્યાં સાધ્યનું પણ પ્રત્યક્ષ થાય છે અને જ્યાં જ્યાં સાધ્યાભાવનું અનુપલંભથી ગ્રહણ થાય છે ત્યાં ત્યાં સાધનાભાવનું પણ અનુપલંભથી ગ્રહણ થાય છે– આ ઉપલભ-અનુપલંભથી તર્ક ઉત્પન્ન થાય છે. વ્યાણિગ્રાહી આ તર્કરૂપ જ્ઞાન અવિસંવાદી હોવાથી સ્વતંત્ર પ્રમાણ છે, એમ જૈન તાર્કિકો માને છે.
અનુમાન - ભગવતીસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રમાં ચાર પ્રમાણોમાં અનુમાન પ્રમાણનો ઉલ્લેખ છે. અનુયોંગદ્વારસૂત્ર ત્રણ પ્રકારના અનુમાનો ગણાવે છે – પૂર્વવત, શેષવત અને દસાધર્યુવત; પછી દરેકને ઉદાહરણ આપી સમજાવે છે. વળી, તે, અનુમાનના વિષયની કાલિક સ્થિતિને આધારે પણ અનુમાનના ત્રણ ભેદ કરે છેઅતીતગ્રાહી, વર્તમાનગ્રાહી અને અનાગતગ્રાહી.” સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના હેતુ જણાવ્યા છે - વિધ્યાત્મક સાધ્યવાળો વિધ્યાત્મક હેતુ, નિષેધાત્મક સાધ્યવાળો વિધ્યાત્મક હેતુ, વિધ્યાત્મક સાધ્યવાળો નિષેધાત્મક હેતુ અને નિષેધાત્મક સાધ્યવાળો નિષેધાત્મક હેતુ." અનુમાનના અવયવો અંગે દશવૈકાલિકનિર્યુક્તિમાં બે, ત્રણ, પાંચ અને દસ અવયવોના ચાર વિકલ્પો સ્વીકાર્યા છે. ત્યાં દસ અવયવોની બે જુદી યાદીઓ છે. આમ આગમોમાં અનુમાન વિશે ખાસ વિચારણા નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
" બૌદ્ધ તાર્કિકો અને નૈયાયિકોએ અનુમાન અંગે પુષ્ય વચારણા કરીને અનુમાન સિદ્ધાન્તની સ્થાપના કરી લીધા પછી જૈન તાર્કિકોએ મંચ પર પ્રવેશ કર્યો છે અને સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતારમાં સૌપ્રથમ અનુમાનની વ્યવસ્થિત વિચારણા થઈ છે, અને અકલંકના ગ્રંથોમાં જૈન અનુમાનસિદ્ધાન્ત પુર્ણ અને પુષ્ટ બન્યો છે.
પ્રત્યક્ષ કે શબ્દ (આગમ) દ્વારા જ્ઞાત સાધન (હેતુ, લિંગ) ઉપરથી અજ્ઞાત સાધ્ય (લિંગી)નું જ્ઞાન અનુમાન છે. આપણે ધુમાડો દૂર પર્વત ઉપર દેખીએ છીએ. તે ઉપરથી આપણે અનુમાન કરીએ છીએ કે પર્વત ઉપર અગ્નિ છે. અહીં ધુમાડો એ અગ્નિનું જ્ઞાન કરાવનાર જ્ઞાપક સાધન છે. ધુમાડા ઉપરથી અગ્નિનું અસ્તિત્વ પુરવાર કરવામાં આવે છે. તેથી અગ્નિને સાધ્ય કહેવાય. જો બે વસ્તુઓ વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવસંબંધ હોય તો જ વ્યાપ્ય વસ્તુ વ્યાપક વસ્તુનું જ્ઞાન કરાવે છે. સાધન હંમેશા વ્યાપ્ય હોય છે અને સાધ્ય હંમેશા વ્યાપક હોય છે. આ સંબંધને વ્યાપ્તિ કહેવામાં આવે છે. જે સ્થાનમાં સાધ્યને પુરવાર કરવામાં આવે છે તેને પક્ષ કહેવામાં આવે છે. સાધ્યને જ્યાં પુરવાર કરવું હોય ત્યાં જ તેના સાધનનું જ્ઞાન તે પક્ષધર્મતાજ્ઞાન કહેવાય છે. અનુમાન માટે વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન જરૂરી છે. તે સિવાય અનુમાન કરી શકાય નહિ. સપક્ષ એ પક્ષ સિવાયની એવી વસ્તુ છે જ્યાં સાધ્યનું અસ્તિત્વ જ્ઞાત છે. વિપક્ષ એ પક્ષસિવાયની એવી વસ્તુ છે જ્યાં સાધ્યનો અભાવ જ્ઞાત છે.
વ્યાપ્તિ એટલે વ્યાપ્ય હોતાં વ્યાપકનું હોવું જ, અથવા વ્યાપક હતાં જ્યાં વ્યાપક હોય ત્યાં જ વ્યાપ્યનું હોવું. સાધનનું સાધ્યને વિના નિયમથી ન હોવું તે સાધનનો સાધ્ય સાથે અવિનાભાવસંબંધ છે. આ અવિનાભાવસંબંધ જ વ્યાપ્તિ છે. જૈન મતે વ્યાપ્તિનું ગ્રહણ તર્કથી થાય છે. એવા કેટલા સંબંધો છે કે જેમના સંબંધીઓ વચ્ચે વ્યાપ્તિસંબંધ ોય? બૌદ્ધો કહે છે કે કાર્યકારણભાવ અને સ્વભાવસંબંધ આ બે જ એવા સંબંધ છે કે જેમના સંબંધીઓ વચ્ચે વ્યાપ્તિસંબંધ હોય છે. તેમને મતે તદુત્પત્તિ અને તાદાભ્ય આ બે • સંબંધો જ વ્યાપ્તિના નિયામક છે. બીજા શબ્દોમાં, જેટલી વ્યાપ્તિઓ છે તે બધી આ બે સંબંધોમાં જ પર્યવસાન પામે છે. ધૂમ અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિસંબંધ છે કારણ કે તે બે વચ્ચે કાર્યકારણભાવ છે. વૃક્ષત્વ અને આમૃત્વ વચ્ચે વ્યાપ્તિસંબંધ છે કારણ કે તે બે વચ્ચે • સ્વભાવસંબંધ છે – તાદાભ્યસંબંધ છે. જૈન તાર્કિકને મતે વ્યાપ્તિને તાદાભ્ય અને તંદુત્પત્તિમાં સીમિત કરવા કરતાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે સાધ્ય-સાધન વચ્ચે અવિનાભાવસંબંધ છે. જો વ્યાપ્તિને તાદાભ્ય અને તદુત્પત્તિમાં સીમિત કરવામાં આવે તો કાર્યક્ષેતુ અને સ્વભાવહેતુ એ બે જ પ્રકારના હેતુ સંભવે; પરંતુ વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે કાર્ય હેતુ અને સ્વભાવહેતુથી અતિરિક્ત પણ અનેક હેતુઓ છે. કૃત્તિકોદય ઉપરથી અતીત
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૪૧
ભરણ્યદયનું અનુમાન તથા ભવિષ્યત શક્યોદયનું અનુમાન થાય છે. પણ એમની વચ્ચે તાદાભ્ય કે તદુત્પત્તિ સંબંધ નથી. નોંધવું જોઈએ કે જૈન તાર્કિકો તાદામ્ય કે તદુત્પતિ એ બે સંબંધોથી અતિરિક્ત એવા જે સંબંધોમાં અવિનાભાવ દેખે છે તે સંબંધોના મૂળમાં ખરેખર કાર્યકારણભાવ (તદુત્પત્તિસંબંધો રહેલો છે એ હકીકત સૂક્ષ્મ વિશ્લેષણથી પ્રગટ
થશે.૪૯
અનુમાનના પ્રકાર - બૌદ્ધ તાર્કિકો અને નૈયાયિકોની જેમ જૈન તાર્કિકો પણ . અનુમાનના સ્વાર્થનુમાન અને પરાર્થનુમાન એવા બે પ્રકારો સ્વીકારે છે. સ્વપ્રયોજનપરપ્રયોજનના આધારે આ બે પ્રકારો થાય છે. સ્વાર્થનુમાન એટલે પોતાને માટે અનુમાન'. સ્વાર્થાનુમાન સ્વપ્રતિપત્તિ માટે છે. તે કેવળ પોતાના બોધ યા નિશ્ચયનું કારણ છે. પરાર્થાનુમાન એટલે ‘બીજાને માટે અનુમાન', પરપ્રતિપત્તિ માટે પ્રયોજાતું અનુમાન.
હેતુલક્ષણ – બૌદ્ધ તાર્કિક હેતુનાં ત્રણ લક્ષણો માને છે- પક્ષધર્મત્વ, સપક્ષસ અને વિપક્ષવ્યાવૃત્તિ. નૈયાયિકો આ ત્રણ ઉપરાંત બીજાં બે લક્ષણો - અબાધિતવિષયત્વ અને અસત્પતિપક્ષત્વ - માની કુલ પાંચ લક્ષણો માને છે. જૈન તાર્કિકો બૌદ્ધ તાર્કિકો અને નૈયાયિકોના આ મતોનું ખંડન કરી દેતુનું એક જ લક્ષણ સ્વીકારે છે અને તે છે - અવિનાભાવ યા અન્યથાનુપપત્તિ.૫૧
હેતુપ્રકાર – અલંકદેવે સામાન્યત: હેતુના ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ એ બે ભેદ કરી ઉપલબ્ધિના સ્વભાવ, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર એ છે પેટભેદો કર્યા છે. આચાર્ય હેમચંદ્ર હેતુના કુલ પાંચ પ્રકારો સ્વીકારે છે – સ્વભાવ, કારણ, કાર્ય, એકાર્યસમવાયી અને વિરોધી પર
હેત્વાભાસ - સદ્ધતુ ન હોવા છતાં જે હેતુ સદ્ધતુ જેવો દેખાય તે હેત્વાભાસ છે. નૈયાયિક હેતુના પાંચ લક્ષણો માને છે, એટલે તેમના મતે એકએક લક્ષણના અભાવમાં અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક, કાલાત્યયાપદિષ્ટ અને પ્રકરણસમ એ પાંચ હેત્વાભાસ બને છે. જેનો હેતુનું કેવળ એક જ લક્ષણ – અન્યથાનુપપત્તિ માને છે, એટલે વસ્તુતઃ તેમના મતમાં અન્યથાનુપપત્તિના અભાવમાં હેત્વાભાસનો પણ સામાન્યત: એક જ પ્રકાર થાય છે અને તે છે અસિદ્ધ. પરંતુ અન્યથાનુપપત્તિનો અભાવ અનેક રીતે થાય છે એટલે તેના આધારે જૈનો મોટે ભાગે ત્રણ જ હેત્વાભાસ સ્વીકારે છે - અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક. પરંતુ અકલંક અને તેમના અનુગામી દિગંબર જૈન તાર્કિકોએ આ ત્રણ ઉપરાંત અકિંચિકર નામનો એક ચોથો હેત્વાભાસ સ્વીકાર્યો છે.
- અવયવો - નિયાયિકો ન્યાયવાક્ય(અનુમાન)ના પાંચ અવયવો સ્વીકારે છે – પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ (વ્યાપ્તિસહિત), ઉપનય અને નિગમન. મીમાંસકો ઉપનય અને
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન નિગમનને અનુક્રમે હેતુ અને પ્રતિજ્ઞાની પુનરુક્તિમાત્ર ગણી પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ એ ત્રણ અવયવોને સ્વીકારે છે. બૌદ્ધ તાર્કિક વધુમાં વધુ હેતુ અને ઉદાહરણ(વ્યાપ્તિસહિત) બે અવયવો અને ઓછામાં ઓછો કેવળ એક અવયવ હેતુ સ્વીકારે છે. જૈનો ઓછામાં ઓછા બે અવયવો પ્રતિજ્ઞા અને હેતુનો સ્વીકાર કરે છે પરંતુ શ્રોતાની યોગ્યતાની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ અવયવોનો પણ સ્વીકાર કરે છે. નોંધપાત્ર વાત એ છે કે દષ્ટાન્તના કથનને જૈન તાર્કિકોએ અનુમાનનું અંગ ગણ્યું નથી (કવળ વ્યાપિકથન જ અનુમાનનું અંગ છે). અલબત્ત, તેઓ શ્રોતાને સમજાવવા માટે દાન્તની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. ૫૪ ઉપસંહાર
આમ જૈન ચિંતકોએ આધ્યાત્મિક ચાર સોપાનોમાંના એક સોપાન મનનને મતિજ્ઞાનમાં પરિવર્તિત કરી મતિજ્ઞાનમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ,પ્રત્યભિજ્ઞા, તર્ક અને અનુમાનનો સમાવેશ કરવાનો આધાર પણ મનનમાંથી મેળવી લીધો અને પછી તે દરેકને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાપી જૈન પ્રમાણશાસ્ત્ર ઊભું કરી દીધું. શ્રવણને શ્રુતજ્ઞાનમાં પરિવર્તિત કરી તેને પણ સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાપી જૈન પ્રમાણશાસ્ત્રને પૂર્ણ કર્યું. જેનો જેને મુખ્ય પ્રત્યક્ષ ગણે છે તે અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન અતીન્દ્રિય પ્રત્યક્ષો (extrasensory perceptions) છે અને તેથી વસ્તુતઃ પ્રમાણશાસ અર્થાત લૉજીકના ક્ષેત્રમાં તે પડતા નથી. તે પ્રમાણશાસનો વિષય નથી. તે તો પરાચિત્તશાસ્ત્ર (Parapsychology)ના ક્ષેત્રમાં પડે છે, તેનો વિષય છે.
જે છે
ટિપ્પણ १. मतिज्ञानं नाम यदिन्द्रियानिन्द्रियनिमित्तं वर्तमानकालविषयपरिच्छेदि ।
तत्त्वार्थाधिगमटीका, १.१३
વિજ્ઞાન” અતીતવક્વાનqન... એજન, ૧.૧૩ संज्ञाज्ञानं नाम यत् तैरेवेन्द्रियैरनुभूतमर्थ प्राक् पुनर्विलोक्य स एवायं यमहमद्राक्षं પૂર્વાહ ફરિ એજન, ૧.૧૩ જિનાજ્ઞાનમામિની વસ્તુનઃ ... એજન, ૧.૧૩ મહેન્દ્રકુમાર જૈનની તેમણે સંપાદિલ કરેલ ન્યાયવિનિશ્ચયવિવરણ (ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ૧૯૪૪) ભાગ બીજાની હિંદી પ્રસ્તાવના, પૃ.૧૧ ततो धारणा प्रमाणं स्मृतिः फलम् । ततोऽपि स्मृतिः प्रमाणं प्रत्यभिज्ञानं फलम् । ततोऽपि प्रत्यभिज्ञा प्रमाणम् ऊहः फलम् । ततोऽपि ऊहः प्रमाणम् अनुमानं फलमिति। प्रमाणमीमांसा-स्वोपज्ञवृत्ति, १.१.३९
?
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
અહીં ચિત્તા માટે ‘ઊહ’શબ્દનો પ્રયોગ થયો છે. અને ઊહ એ જ તર્ક છે. અભિનિબોધ માટે ‘અનુમાન’શબ્દનો પ્રયોગ થયો છે. અને અનુમાન એ જ અભિનિબોધ છે. किं तु मतिज्ञानावरण क्षयोपशमनिमित्तोपयोगं नातिवर्तन्त इति अयमन्त्रार्थो विवक्षितः । सर्वार्थसिद्धि, १.१३
तत्त्वार्थसूत्र, १.१३ (५२नुं पं. सुसासनुं विवेयन
तदेतत् मतिज्ञानं द्विविधं भवति इन्द्रियनिमित्तम् अनिन्द्रियनिमित्तं च । तत्त्वार्थभाष्य,
७.
८.
८.
१०.
११.
१२.
13.
१४.
१५.
१६.
१७.
१८.
१८.
२०.
२१.
२२.
२३.
-
१.१४
एवं चैतद् द्रष्टव्यम् - इन्द्रियनिमित्तमेकम्, अपरमनिन्द्रियनिमित्तम्, अन्यदिन्द्रियानिन्द्रियनिमित्तमिति त्रिधा । तत्त्वार्थटीका, १.१४
तत्रैकमिन्द्रियनिमित्तमेव ज्ञानं मत्याख्यम्, यथाऽवनिवारिदहनपवनवनस्पतीनामेकेन्द्रियाणां द्वित्रिचतुरिन्द्रियाणामसंज्ञिनां च पञ्चेन्द्रियाणाम् मनसोऽभावात् । जेन,
१.१४
अनिन्द्रियनिमित्तं स्मृतिज्ञानम् । श्रेन, १.१४
इन्द्रियानिन्द्रियनिमित्तं जाग्रदवस्थायां स्पर्शनेन मनसोपयुक्तः स्पृशति उष्णमिदं शीतं नेति, इन्द्रियं मनश्चोभयं तस्योत्पत्तौ निमित्तं भवतीति । भेन, १.१४ विषयविषयिसन्निपातसमनन्तरमाद्यं ग्रहणमवग्रहः । सर्वार्थसिद्धि, १.१५ જુઓ તત્ત્વાર્થસૂત્ર ૧.૧૫ ઉપર પંડિત સુખલાલજીનું વિવેચન. अवगृहीतेऽर्थे तद्विशेषाकाङ्क्षणमिहा । सर्वार्थसिद्धि, १.१५
४३
दुगो विशेषावश्यकभाष्य, १८३-१८४; Studies in Jaina Philosophy, p.41, Akalanka's Criticism of Dharmakirti's Philosophy, p. 28 विशेषनिर्ज्ञात् याथात्म्यावगमनमवायः । सर्वार्थसिद्धि, १.१५
तयणन्तरं तयत्थाविच्चवणं जो य वासणाजोगो ।
कालान्तरे य जं पुणरनुसरणं धारणा सा ॥ विशेषावश्यकभाष्य, २९१
જુઓ તત્ત્વાર્થસૂત્ર ૧.૧૫ ઉપર પંડિત સુખલાલજીનું વિવેચન
Jaina Philosophy and Religion, Nagin J. Shah (Tr.), Motilal Banarsidass, Delhi, 1998, pp. 180-181
तत्त्वार्थसूत्र, १.१६
व्यञ्जनस्यावग्रहः । सेठन, १.१८
refter 1 2184, 1.10
चक्षुरादिविषयोऽर्थः । सर्वार्थसिद्धि, १.१७, दुख पंडित सुसासनुं विवेशन सूत्र
१.१७ भने १.१८ उपरनुं.
अविसंवादकं प्रमाणम् ...। अकलङ्कग्रन्थत्रय ( = अकत्रय), पृ.४
सम्यगर्थनिर्णयः प्रमाणम् । प्रमाणमीमांसा, १.१.२
Page #53
--------------------------------------------------------------------------
________________
४४
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
२४. अविसंवादकत्वं निर्णयायत्तम् । अकत्रय, पृ.२० २५. इंदियमणोभवं जं तं संववहारपच्चक्खं । विशेषावश्यकभाष्य, ९५ २६. Akalanka's Criticism of Dharmakirti's Philosophy, pp. 218-226 २७. वासनोदोधहेतुका ... स्मृतिः । प्रमाणमीमांसा, १.२.३
सा च प्रमाणम् अविसंवादित्वात् । भेन, स्वोपशवृत्ति, १.२.३ २८. ...तदित्याकारा स्मृतिः । ४,१.२.3 30. किञ्च, स्मृतेरप्रामाण्येऽनुमानाय दत्तो जलाञ्जलिः, तया व्यालेरविषयीकरणे
तदुत्थानायोगात्; लिङ्गग्रहण-सम्बन्धस्मरणपूर्वकमनुमानमिति हि सर्ववादिसिद्धम् । ततश्च स्मृतिः प्रमाणम्, अनुमानप्रामाण्यान्यथानुपपत्तेरिति सिद्धम् । मेहन,
स्वोपशवृत्ति, १.२.3 १. तथा चार्थाजन्यत्वान्न प्रामाण्यमस्या इति चेत्, तत् किं प्रमाणान्तरेऽप्यर्थजन्य
त्वमविसंवादहेतुरिति विप्रलब्धोऽसि ?... योगिज्ञानस्यातीतानागतार्थगोचरस्य तदजन्य
स्यापि प्रामाण्यं प्रति विप्रतिपत्तेरभावात् । ४न, स्वोपशवृत्ति, १.२.३ ३२. दर्शनस्मरणसम्भवं तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादिसङ्कलनं प्रत्यभिज्ञानम् ।
रोशन, १.२.३ 33-3६. न, स्वोपशावृत्ति, १.२.४ उ७. उपलम्भानुपलम्भनिमित्तं व्याप्तिज्ञानम् ऊहः । ४न, १.२.५ ३८-४१. मेन, स्वोपशवृत्ति, १.२.५ ૪૨. ભગવતીસૂત્ર, ૫.૩.૧૯૧-૧૯૨ ४३. अनुयोगद्वार सूत्र, १४४
४४. मेन, १४४ ४५. अहवा हेऊ चउव्विहे पन्नत्ते तं जहा-अत्थितं अस्थि सो हेऊ, अस्थित्तं णत्थि सो हेऊ,
णत्थित्तं अस्थि सो हेऊ, णत्थित्तं णत्थि सो हेऊ । स्थानांगसूत्र ४६. शवैलिनियुजित, ८४-८९, १३७, ४८
साधनात् साध्यविज्ञानम् अनुमानम् । प्रमाणमीमांसा, १.२.७ ४८. व्याप्तिापकस्य व्याप्ये सति भाव एवं व्याप्यस्य वा तत्रैव भावः । ४न, १.२.६ re. Akalarka's Criticism of Dharmakirti's Philosophy, pp. 255-259 ५०. तद् द्विधा स्वार्थ परार्थं च । प्रमाणमीमांसा, १.२.८ ५१. Akalanka's Criticism of Dhammakirti's Philosophy, pp. 267-270 ५२. એજન પૃ. ૨૭૩-૨૭૬ ५3. मेन, पृ. २७०-२७3 ५४. ४न, . २८१-२८3
४७.
Page #54
--------------------------------------------------------------------------
________________
ત્રીજું વ્યાખ્યાન
કેવળજ્ઞાન * કેવળજ્ઞાનના સ્વરૂપની સ્થિર થયેલી જૈન માન્યતા
એકત્વવિતર્કવિચાર નામના બીજા શુક્લધ્યાનના બળે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં અન્તર્મુહૂર્ત બાદ સાધક વીતરાગી બને છે, પછી તરત જ જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે અને પરિણામે કેવળજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. કેવળજ્ઞાન અપરોક્ષ અર્થાત પ્રત્યક્ષ જ્ઞાન છે કારણ કે તે ઇન્દ્રિય અને મનના માધ્યમથી જાણતું નથી પણ સાક્ષાત જાણે છે. આત્મા ઇન્દ્રિય અને મનની સહાય વિના સાક્ષાત જાણે છે. તેથી કેવળજ્ઞાનમાં અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એ ક્રમિક અવસ્થાઓને સ્થાન નથી. તે બધાં દ્રવ્યોને અને એમના બધા પર્યાયોને જાણે છે. તે બધા દ્રવ્યોની બધી વ્યક્તિઓને અને તેમની ત્રિકાલવર્તી સઘળી અવસ્થાઓને જાણે છે. બધા દ્રવ્યોની બધી વ્યક્તિઓ અનંત છે અને તે દરેકની અવસ્થાઓ પણ અનંત છે. અનંત શેયોનું ક્રમશઃ પ્રહણ તો થઈ શકે નહિ. એટલે કેવળજ્ઞાન અનંત શેયોને યુગપત જાણે છે. જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે આત્માના બધા પ્રદેશો સર્વાક્ષગુણોથી સમૃદ્ધ બની જાય છે. અર્થાત, એક એક ઇન્દ્રિય એક એક ગુણને જાણે છે, જેમ કે આંખ રૂપને જ, નાક ગંધને જ વગેરે,
જ્યારે કેવળજ્ઞાની આત્માનો પ્રત્યેક પ્રદેશ બધા જ રૂપ આદિ વિષયોને જાણે છે. આમ કેવળજ્ઞાન સર્વજ્ઞત્વ છે. સર્વજ્ઞત્વની સિદ્ધિ માટેની મુખ્ય દલીલો
કેવળજ્ઞાનનો સર્વજ્ઞત્વ સાથે અભેદ કર્યા પછી જૈન તાર્કિકો સર્વજ્ઞત્વની સિદ્ધિ માટે નીચે પ્રમાણે મુખ્ય દલીલો કરે છેઃ (૧) જે વસ્તુ સાતિશય હોય છે અર્થાત તરતમભાવાપન્ન હોય છે તે વધતી વધતી ક્યાંક ને ક્યાંક પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, જેમ કે પરિમાણ. પરિમાણ નાનું પણ છે અને તરતમભાવથી મોટું પણ છે. તેથી તે આકાશમાં પૂર્ણતાને પ્રાપ્ત કરતું જણાય છે. એ જ દશા જ્ઞાનની પણ છે. જ્ઞાન ક્યાંક અલ્પ છે તો ક્યાંક અધિક છે - આ રીતે તરતમભાવવાળું દેખાય છે. તેથી તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પણ હોવું જોઈએ. જેમાં તે પૂર્ણકલાપ્રાપ્ત થશે તે જ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પ્રમાણમીમાંસામાં આ યુક્તિ આપી છે. (૨) જે અનુમેય હોય તે કોઈકને તો પ્રત્યક્ષ હોય જ. સૂક્ષ્મ, અન્તરિત અને દૂરવર્તી - કાલિક અને દૈશિક દૃષ્ટિએ – પદાર્થો કોઈકને પ્રત્યક્ષ હોય જ કારણ કે તે પદાર્થો અનુમેય છે. (૩) સૂર્યગ્રહણ આદિના જ્યોતિર્તાનના ઉપદેશની યથાર્થતા અને અવિસંવાદિતા સર્વજ્ઞત્વ સિદ્ધ કરે છે. (૪) સર્વજ્ઞ છે કારણ કે બાધક
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬
જૈનદર્શનમાં સદર્શન મતિજ્ઞાન કેવળશાન પ્રમાણોની અસંભવિતતાનો નિશ્ચય છે. સર્વજ્ઞનું બાધક પ્રમાણ પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષના આધારે જે વ્યક્તિ કહે કે કોઈ દેશ કે કોઈ કાળે કોઈ સર્વજ્ઞ નથી તે વ્યક્તિ પોતે જ સર્વજ્ઞ બની જશે. પ્રત્યક્ષના બળે બધા દેશ અને બધા કાળના બધા પુરુષોનું જ્ઞાન સર્વજ્ઞ વિના બીજા કોઈને કેવી રીતે હોઈ શકે? સર્વજ્ઞનું બાધક અનુમાન પણ નથી. કેટલાક સર્વજ્ઞના બાધક અનુમાન તરીકે નીચેનું અનુમાન આપે છે – અહિંન્ત સર્વજ્ઞ નથી કારણ કે તે વક્તા છે અને પુરુષ છે, રસ્તે જનાર સામાન્ય માણસની જેમ. આ અનુમાન સર્વજ્ઞનું બાધક નથી કારણ કે સર્વજ્ઞત્વ અને વસ્તૃત્વનો કોઈ વિરોધ નથી. એકની એક વ્યક્તિ વક્તા પણ હોઈ શકે છે અને સર્વજ્ઞ પણ હોઈ શકે છે. જો જ્ઞાનની વૃદ્ધિ સાથે વચનોનો હ્રાસ દેખાતો હોત તો જ્ઞાનની ઉત્કૃષ્ટતામાં વચનોનો અત્યન્ત બ્રાસ થાત. પરંતુ હકીક્તમાં તો જ્ઞાનની વૃદ્ધિ સાથે વચનની પણ પ્રકર્ષતા દેખાય છે. સર્વજ્ઞત્વનો પુરુષ સાથે પણ કોઈ વિરોધ નથી. પરંતુ સર્વજ્ઞત્વનો રાગ સાથે વિરોધ છે. તેથી જે પુરુષમાં રાગ હોય ત્યાં સર્વજ્ઞત્વ ન હોય. સર્વજ્ઞત્વનો વીતરાગતા સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે જે પુરુષ વીતરાગ હોય તે સર્વજ્ઞ હોય જ. આમ પ્રસ્તુત અનુમાન સર્વજ્ઞનું સમર્થન કરે છે. (પ) આજ પ્રાયઃ બધા પુરુષ રાગી દેખાય છે, કોઈ વીતરાગી દેખાતો નથી, તો અતીત યા ભવિષ્યમાં કોઈ પૂર્ણ વીતરાગીની સંભાવના કેવી રીતે હોઈ શકે? અને વીતરાગી ન સંભવતો હોય તો સર્વજ્ઞ ક્યાંથી સંભવે? આનો ઉત્તર એ છે કે આત્મા અનંતજ્ઞાનસ્વરૂપ છે. રાગાદિ આત્માનું સ્વરૂપ નથી. તેથી યોગસાધના અને મૈત્રી આદિ ભાવનાથી તેમનો ઉચ્છેદ શક્ય છે અને પરિણામે આત્માના અનંતજ્ઞાનનું પૂર્ણ પ્રાકટ્ય શક્ય છે. તેથી સર્વજ્ઞ સંભવે છે.' સર્વજ્ઞત્વની સિદ્ધિ માટે આપેલી દલીલોનું બોદાપણું
સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા આપેલી આ દલીલો સાવ બોદી છે: (૧) જીવમાં જ્ઞાનની તરતમતા જણાય છે માટે જીવમાં જ્ઞાન પરમોત્કૃષ્ટ કોટિએ પહોચે છે એમ કહ્યું છે. જીવમાં ‘ જ્ઞાનની તરતમતા ઉપરથી જીવમાં જ્ઞાન પરમોત્કૃષ્ટ કોટિએ પહોચે છે એમ જૈનો સિદ્ધ કરવા માંગે છે. એટલે જ્યાં ગુણની તરતમતા હોય ત્યાં જ તે ગુણ પરમોત્કૃષ્ટ કોટિએ પહોંચે છે એ દર્શાવવું જોઈએ. પણ એ દર્શાવવા પરિમાણનું જે દૃષ્ટાંત આપ્યું છે તે પોતે પણ વિપરીત સિદ્ધ કરે છે. જે દ્રવ્ય કે જે જાતિના પદાર્થમાં પરિમાણનો તરતમભાવ આપણને જણાય છે તે દ્રવ્ય કે તે જાતિનો પદાર્થ કદી પણ પરમહત્પરિમાણને પામતો જ નથી. આંબળામાં તરતમ પરિમાણ છે પણ કોઈ પણ આંબળું પરમમહત્પરિમાણ પામતું નથી. પૌલિક પદાર્થમાં તરતમ પરિમાણ હોય છે પણ કોઈ પણ પૌદ્ગલિક પદાર્થ પરમમહત્પરિમાણ કોઈ કાળે પામતો જ નથી. જૈન મતે આત્મા સંકોચવિકાસશીલ
Page #56
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન
હોઈ તેનામાં પણ તરતમ પરિમાણ છે પણ કોઈ આત્મા પરમમહત્પરિમાણ પામતો નથી. કેવળ આકાશમાં પરમમહત્પરિમાણ છે પરંતુ ત્યાં આકાશમાં પૂર્વે કદી પણ પરિમાણમાં તરતમભાવ હતો જ નહિ, આકાશનું પરમમહત્પરિમાણ તો અનાદિ છે. આમ જ્યાં પરિમાણનો તરતમભાવ છે ત્યાં તે પરિમાણ કદી પરમમહત્પરિમાણ બનતું જ નથી. તેથી આત્મામાં જ્ઞાનનો તરતમભાવ છે એટલે જ્ઞાન આત્મામાં પોતાની પરમોત્કૃષ્ટ કોટિ પામી શકે જ નહિ, એવું ફલિત થાય. આમ આત્મામાં સર્વજ્ઞત્વની સિદ્ધિ કરવા આપેલું અનુમાન વિપરીત સિદ્ધ કરતું જણાય છે. બીજું, જ્ઞાન અલ્પવિષયગ્રાહી, બહુવિષયગ્રાહી જણાય છે માટે તે સર્વવિષયગ્રાહી પણ સંભવે છે અને સર્વવિષયગ્રાહી જ્ઞાન જ અનંતજ્ઞાન છે એમ જૈનો માને તો જૈનો ઉપર એ સ્વીકારવાની આપત્તિ આવે કે અલ્પવિષયસુખ, બહુવિષયસુખ જણાય છે માટે સર્વવિષયસુખ સંભવે છે જ અને સર્વવિષયસુખ જ અનંતસુખ છે. પરંતુ જૈનો એવું તો માનતા નથી. ઊલટું, તેમના મતે નિર્વિષયસુખ જ અનંતસુખ છે. આ બધું દર્શાવે છે કે સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા આપેલી પ્રથમ દલીલ ગ્રાહ્ય નથી. (૨) જે અનુમેય હોય તે પ્રત્યક્ષ હોવું જ જોઈએ એ સ્વીકારીએ તો પછી જે અનુમેય હોય તે કોઈકને તો પ્રત્યક્ષ હોવું જ જોઈએ એ વાત કદાચ સ્વીકારાય. પરંતુ જે અનુમેય હોય તે પ્રત્યક્ષ હોવું જ જોઈએ એ જ સ્વીકાર્ય નથી. પરમાણુને આપણે દેખી શક્તા નથી પણ તેનું અનુમાન આપણે કરી શકીએ છીએ, તર્કથી તેની સ્થાપના થઈ શકે છે, એ તો સર્વને સ્વીકાર્ય છે. એટલે બીજી દલીલ પણ સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા સમર્થ નથી. (૩) ભવિષ્યમાં ક્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થશે એનો ઉપદેશ સર્વજ્ઞત્વ સિદ્ધ કરી શકે નહિ કારણ કે એ તો શુદ્ધ ગાણિતિક ગણતરીને આધારે અસર્વજ્ઞ પણ કહી શકે. અમદાવાદથી મુંબઈનું અંતર ખબર હોય અને ગાડીની ગતિનું જ્ઞાન હોય તો અમદાવાદથી અત્યારે ઉપડેલી ગાડી ક્યારે મુંબઈ પહોંચશે એ કોઈ પણ વ્યક્તિ ગણતરી કરી કહી શકે. તેવી જ રીતે, જેને ચંદ્ર, સૂર્ય, પૃથ્વીની ગતિ વગેરેનું જ્ઞાન હોય તે ખગોળશાસ્ત્રી સહેલાઈથી ગણતરી માંડી કહી શકે કે ભવિષ્યમાં ક્યારે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ કે ખગોળીય ઘટના ઘટશે. એટલે આ દલીલ પણ સર્વજ્ઞત્વ સિદ્ધ કરી શકતી નથી. (૪) બધા જીવો અસર્વજ્ઞ છે આ વ્યાપ્તિનું ગ્રહણ કરવા માટે તૈકાલિક અને સર્વદેશસ્થ બધા જીવોનું અને તેમની અસર્વજ્ઞતાનું પ્રત્યક્ષ ગ્રહણ કરવું જરૂરી નથી. જૈનો ધૂમ અને અગ્નિ વચ્ચેની વ્યાપ્તિના ગ્રહણ માટે સૈકાલિક અને સર્વદેશી સર્વ ધૂમો અને સર્વ અગ્નિઓના પ્રત્યક્ષને જરૂરી માનતા નથી. સર્વ સત વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે એ વ્યાપ્તિ જૈનો સ્વીકારે છે. શું આ વ્યાપ્તિના ગ્રહણ માટે સૈકાલિક અને સર્વદેશસ્થ સત્ વસ્તુઓ અને તેમની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તતાનું પ્રત્યક્ષ જૈનો જરૂરી માને છે? ના. જૈન મતે વ્યાપ્તિગ્રહણ પ્રત્યક્ષથી નહિ પણ તર્કથી થાય છે. એટલે સર્વજ્ઞની સિદ્ધિ માટે આપેલી ચોથી દલીલ પણ ગ્રાહ્ય નથી. (પ) રાગ
Page #57
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
આગન્તુક મળ હોઈ તેનો ઉચ્છેદ સર્વસ્વીકૃત છે. પરંતુ એ ઉ૫૨થી એટલું જ કહી શકાય કે વીતરાગીનું જ્ઞાન રાગરહિત તદ્દન શુદ્ધ હોય છે, અને નહિ કે સર્વવિષયને જાણનારું. વીતરાગ હોય તે સર્વજ્ઞ હોય જ એમ કહી શકાય નહિ. પાતંજલ યોગદર્શન વીતરાગમાં સર્વજ્ઞત્વ અનિવાર્ય માનતું નથી.
‘કેવળજ્ઞાન’ શબ્દનો અર્થ
૪૮
‘કેવળજ્ઞાન’ શબ્દગત ‘કેવળ’ પદનો એક અર્થ ‘વિશુદ્ધ’ થાય છે. એટલે ‘કેવળજ્ઞાન’ શબ્દનો અર્થ વિશુદ્ધ જ્ઞાન એટલો જ થાય. વિશુદ્ધ જ્ઞાન એટલે ૨ાગમળથી અક્લિષ્ટજ્ઞાન. કેવળજ્ઞાન વીતરાગનું જ્ઞાન છે એ હકીકત સાથે આનો બરાબર મેળ ખાય છે, અને યોગદર્શનમાં પતંજલિએ જે અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓની (જ્ઞાનોની) વાત કરી છે તે અક્લિષ્ટ ચિત્તવૃત્તિ અને કેવળજ્ઞાન બંને એક જ પરિસ્થિતિને સૂચવે છે. અક્લિષ્ટ ચિત્તવૃત્તિ અને કેવળજ્ઞાન બંને એક જ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. અહીં બાહ્ય વિષયોના જ્ઞાનોનો પ્રતિષેધ નથી પરંતુ તે જ્ઞાનો વિષયો પ્રત્યેના રાગથી, કોઈ પણ પ્રકારના રાગથી સર્વથા મુક્ત છે. સામાન્ય જનો રાગયુક્ત હોઈ જ્યારે પણ તેમને કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાનની સાથે જ રાગ-દ્વેષનો ભાવ અવશ્ય ઊઠે છે. એથી ઊલટું, વીતરાગીની બાબતમાં તેને જ્યારે કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે ત્યારે તે વિષય પ્રત્યે રાગ-દ્વેષનો કોઈ ભાવ ઊઠતો નથી. આમ વીતરાગીનું જ્ઞાન રાગરહિત વિશુદ્ધ છે. અને તે કેવળજ્ઞાન છે. કેટલાક ચિંતકોને લાગ્યું કે વિશુદ્ધ જ્ઞાનનું રાગરહિત હોવું જ પૂરતું નથી પરંતુ તેનું વિષયાકારશૂન્ય હોવું પણ જરૂરી છે. એટલે તેમને મતે કેવળજ્ઞાનનો અર્થ છે રાગરહિત તેમ જ સાથે સાથે વિષયાકારરહિત તદ્દન વિશુદ્ધ જ્ઞાન. આમ કેવળજ્ઞાન એ વિજ્ઞાનવાદી બૌદ્ધોના ગ્રાહ્યગ્રાહકાકારવિનિર્મુક્ત વિશુદ્ધ વિજ્ઞાન જેવું થશે. તે રાગમુક્ત તો છે જ પણ કોઈ પણ વિષયકા૨થી પણ મુક્ત છે. આ જ વસ્તુને શ્રીમદ્ રાજચંદ્ર અને બીજા કેટલાક જૈન ચિંતકોએ બીજા શબ્દોમાં રજૂ કરી. કેવળ આત્માનું જ્ઞાન તે જ કેવળજ્ઞાન.૧૩ આચાર્ય કુંદકુંદે નિયમસારના શુદ્ધોપયોગાધિકારમાં (ગાથા ૧૫૮) લખ્યું છે કે ‘“કેવલી ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે” આ કથન વ્યવહારનયથી છે પરંતુ નિશ્ચયનયથી તે પોતાના આત્મસ્વરૂપને જાણે છે. આ ઉપરથી ફલિત થાય છે કે કેવલીની ૫૨૫દાર્થજ્ઞતા વ્યાવહારિક છે, નૈૠયિક નથી, પારમાર્થિક નથી. આ સંદર્ભમાં એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે કુંદકુંદ વ્યવહારનયને અભૂતાર્થ (ખોટો) અને નિશ્ચયનયને ભૂતાર્થ(સાચો) ગણે છે.” પરિણામે સર્વજ્ઞતાનું પર્યવસાન આત્મજ્ઞતામાં જ થઈ જાય છે. અને આમ, ઉપનિષદના ‘“ઞાત્મનો( = હાસ્ય) વિજ્ઞાનેન સર્વ વિતિ મતિ’' એ વાક્યના આશયની તદ્દન નજીક કુંદકુંદનો વિચાર પહોંચી જાય છે. ઉપનિષદનું
Page #58
--------------------------------------------------------------------------
________________
2
3
કેવળજ્ઞાન
૪૯
આ સર્વજ્ઞત્વ એ બીજું કંઈ નહિ પણ કેવળ આત્મજ્ઞત્વ જ છે. “આત્મા જ સર્વ કંઈ છે, સર્વના સારભૂત છે, એને જાણ્યે સર્વ જાણ્યું, જેણે આત્મા જાણ્યો તેને બીજું જાણવાનું કંઈ પ્રયોજન નથી,” એ ભાવ છે. એટલે, ખરેખર કેવળજ્ઞાન એ સર્વજ્ઞત્વ નથી. સર્વજ્ઞત્વનો તેના ઉપર આરોપ કરવામાં આવ્યો છે. ‘કેવળજ્ઞાન’ શબ્દ પોતે સર્વજ્ઞત્વનો અર્થ આપતો નથી.
કેવળજ્ઞાન ઉપર સર્વજ્ઞત્વનો આરોપ શા માટે ?
તે કાળે સર્વજ્ઞત્વની પ્રતિષ્ઠા અનેક ધર્મસંપ્રદાયોમાં, દાર્શનિક વિચારધારાઓમાં અને સામાન્ય જનોમાં જામી ગઈ હોવી જોઈએ. એટલે મૂળે સર્વજ્ઞત્વ ન સ્વીકારનારાઓને પણ તે પ્રભાવ તળે સર્વજ્ઞત્વને સ્વીકારવાની ફરજ પડી હોય એ સ્વાભાવિક છે. ભિન્ન ભિન્ન ધર્મ-દર્શનપરંપરાઓમાં સર્વજ્ઞત્વની વિભાવના વિશે વિચારીએ.
બૌદ્ધ પરંપરામાં સૌપ્રથમ બુદ્ધનો દાવો કેવળ ત્રણ વિદ્યાઓનો જ છે. આ ત્રણ વિદ્યાઓ છે – (૧) પૂર્વજન્મોની ઘટનાઓને બરાબર જાણવાની વિદ્યા, (૨) દિવ્ય ચક્ષુથી પ્રાણીઓને ઉત્પન્ન થતાં, મરતાં અને સ્વર્ગલોકમાં જતાં દેખવાની વિદ્યા અને (૩) આસ્રવોના (દોષોના) ક્ષયથી ચિત્તની વિમુક્તિનો અને પ્રજ્ઞાની વિમુક્તિનો સાક્ષાત્કાર.૧૫ અહીં એ નોંધવું જોઈએ કે અહીં ભવિષ્યવિષયક જ્ઞાનનો કોઈ જ નિર્દેશ નથી. બુદ્ધ પોતે સર્વજ્ઞ હોવાનો દાવો કરતા નથી. ઊલટું, સર્વજ્ઞતાને તે અશક્ય સમજતા હોય એમ લાગે છે.૧૬ આ પછી ઉપરની ત્રણ વિદ્યાઓમાં બીજી સાત વિદ્યાઓ ઉમેરી કુલ દસ વિદ્યાઓના ધારક બુદ્ધને માનવામાં આવ્યા. આ દસ વિદ્યાઓને દસબલ કહેવામાં આવે છે. ઉમેરવામાં આવેલી સાત વિદ્યાઓ આ છે - (૧) ઉચિતને ઉચિત તરીકે અને અનુચિતને અનુચિત તરીકે જાણનારું જ્ઞાનબલ. (૨) કર્મોનાં ફળોને જાણનારું જ્ઞાનબલ. (૩) સાધનામાર્ગો કઈ તરફ લઈ જાય છે એ જાણનારું જ્ઞાનબલ. (૪) લોકના વિવિધ અને અનેક ઘટક તત્ત્વોને જાણનારું જ્ઞાનબલ. (૫) જીવોના અભિપ્રાયોને જાણનારું જ્ઞાનબલ. (૬) જીવોની શક્તિઓ મંદ છે કે તીવ્ર, વગેરે જાણનારું જ્ઞાનબલ. (૭) ધ્યાન, વિમુક્તિ, સમાધિ અને સમાપત્તિ આ ચારની શુદ્ધિ, અશુદ્ધિ અને વૃદ્ધિને જાણનારું જ્ઞાનબલ. આ દસબલની સૂચિ ઉપરથી ફલિત થાય છે કે હજુ પણ બુદ્ધ સર્વજ્ઞ હોવાની માન્યતા ઊભી થઈ નથી.૧૭ પણ પછી થોડા જ સમયમાં બુદ્ધ સર્વજ્ઞ હોવાનું સ્વીકારાયું લાગે છે. મઝિમનિકાયના કર્ણાત્થલસુત્તમાં બુદ્ધના મુખમાં નીચેનાં બે વિધાનો મૂકવામાં આવ્યાં છે. (૧) નસ્થિ સો समणो वा ब्राह्मणो वा यो सकिदेव सब्बं अस्सति सब्बं दक्खिति.... न तं ठाणं વિન્નતિ । (“એવો કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી જે યુગપત્ સર્વને જાણતો હોય, દેખતો હોય; એ અસંભવ છે.”) (૨) યેતે વમા ંસુ.. સમળો મોતનો માહ મસ્થિ સો
...
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
समणो वा ब्राह्मणो वा यो सब्बञ्जू सब्बदस्सावी अपरिसेसं जाणं दस्सनं पटिजानिस्सति, न तं ठानं विज्जती ति न मे ते वुत्तवादिनो अब्भाचिक्खन्ति च पन मं ते असता અમૂતિ ૫ (“ “એવો કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી જે સર્વજ્ઞ અને સર્વદર્શી હોય અને અનંત જ્ઞાન અને દર્શન ધરાવતો હોય, કારણ કે એ અસંભવ છે એમ શ્રમણ ગૌતમે કહ્યું છે' - આવું જે મારા વિશે કહે છે તે સાચું કહેતો નથી અને જે અસત્ય અને ખોટું છે તેનો મારા ઉપર આરોપ કરી મને લાંછન લગાડે છે.”) આ બે વિધાનો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે યુગપત્ સર્વના જ્ઞાનનો અને યુગપત સર્વના દર્શનનો બુદ્ધ સ્વીકાર કરતા નથી છતાં કોઈ બીજા અર્થમાં સર્વનું જ્ઞાન અને સર્વનું દર્શન સ્વીકારે છે. ચોક્કસ કયા અર્થમાં સર્વનું જ્ઞાન અને સર્વનું દર્શન બુદ્ધ સ્વીકારે છે, એ આ બે વિધાનો ઉપરથી તારવવું કઠિન નથી. બે વિધાનોને નજર સમક્ષ રાખીએ તો આપણે જોઈ શકીશું કે સર્વનું જ્ઞાન અને સર્વનું દર્શન સ્વીકારવા હવે બે જ વિકલ્પો બાકી રહે છે : (૧) ક્રમથી સર્વનું જ્ઞાન કરવું અને ક્રમથી સર્વનું દર્શન કરવું તે. (૨) જે કંઈ જાણવું જોવું હોય તેને યોગ્ય ધ્યાન કરી જાણવું જોવું તે. પ્રથમ વિકલ્પ અસ્વીકાર્ય છે કારણ કે જોયો અનંત હોઈ સર્વ જ્ઞયોને ક્રમથી જાણી શકાય નહિ. તેથી સ્વાભાવિકપણે ફલિત થાય છે કે બુદ્ધ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વનો એ અર્થમાં સ્વીકાર કરે છે કે જે વસ્તુને જાણવી જોવી હોય તેને ઉપયુક્ત ધ્યાન લગાવી જાણવી જોવી તે. આનો અર્થ એ કે આધ્યાત્મિક સાધનાથી આ અર્થમાં સર્વને જાણવાની અને જોવાની શક્તિ (લબ્ધિ, સિદ્ધિ) સાધક પ્રાપ્ત કરે છે. પરંતુ તે કદી સર્વને યુગપત જાણતો દેખાતો નથી. તે તે જ વસ્તુને જાણે છે દેખે છે જેને તે તે સમયે જાણવા દેખવા માગતો હોય, અને તે પણ યોગ્ય ધ્યાન લગાવ્યા પછી જ તે તે વસ્તુને જાણે છે દેખે છે. આ અર્થઘટનનું સમર્થન ઉત્તરકાલીન બૌદ્ધ ગ્રંથોમાં પણ મળે છે. “મિલિન્દપ્રશ્નમાં નાગસેન કહે છેઃ મવા સળંબૂ, ન જ મનાવતો સતતં મિતં ગvi પત્રુપતિ, માવજ્જનપટિબદ્ધ કાવતો સળંગુબાપ, માવMા વતિ નાનાતિતિા (સંપાદક વાડેકર, મુંબઈ, ૧૯૪૦, પૃ.૧૦૫). અહીં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભગવાન બુદ્ધ સર્વજ્ઞ છે, પરંતુ તે બધી જ વસ્તુઓને સતત જાણતા નથી પણ જેને જાણવા ઈચ્છે તેને ધ્યાન ધરી જાણે છે. પોતાના “તત્ત્વસંગ્રહ’ ગ્રંથમાં શાન્તરક્ષિત લખે છેઃ
यद् यदिच्छति बोद्धं वा तत् तद्वेत्ति नियोगतः ।
રેવંવિથ હાસ્ય પ્રદીપાવર દાસ II શ્લોક ૩૬૨૬ (બુદ્ધને જે જે વસ્તુને જાણવાની ઇચ્છા થાય છે તે તે વસ્તુને તે અવશ્ય જાણે છે, એવી એમનામાં શક્તિ છે કારણ કે તેમનાં આવરણો નાશ પામ્યાં છે). પરંતુ સમકાલ કે કંઈક પછી મહાસાંધિક બૌદ્ધોએ તો યુગપદ્ સર્વને જાણવાના અર્થમાં સર્વજ્ઞત્વનો સ્વીકાર
Page #60
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન
૫૧
૧૮
કર્યો. આમ જે જાણવું હોય તેને જ જાણવાના અર્થમાં સ્થવિરવાદમાં સર્વજ્ઞત્વનો સ્વીકાર થયો હતો, તે અર્થ બદલી એક સાથે બધી વસ્તુઓના જ્ઞાનના અર્થમાં સર્વજ્ઞત્વનો મહાસંધિકોએ સ્વીકાર કર્યો.
સાંખ્ય પરંપરા અને તેના સમાનતંત્ર યોગની પરંપરા ઘણી પ્રાચીન છે. એ હકીકત છે કે બુદ્ધ સાંખ્યાચાર્ય આલાર કાલામના અને યોગાચાર્યે રુદ્રક રામપુત્રના કેટલાક સમય સુધી શિષ્ય રહ્યા હતા. પરંતુ સાંખ્ય અને યોગના વ્યવસ્થિત લખાયેલા પ્રાચીન ગ્રંથો ઉપલબ્ધ નથી. સાંખ્યનું વ્યવસ્થિત નિરૂપણ કરતો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકા લગભગ ઈ.સ.ની પ્રથમ શતાબ્દીનો છે, જ્યારે યોગનું વ્યવસ્થિત નિરૂપણ કરતો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીનો છે, અને તે છે પતંજલિનો ‘યોગસૂત્ર’ નામનો ગ્રંથ. તેમ છતાં સાંખ્ય-યોગ ૫રં૫રા ઘણી પ્રાચીન છે. આપણે આ પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથોને આધારે તે પરંપરામાં સર્વજ્ઞત્વની વિભાવનાનું નિરૂપણ કરીશું. સાંખ્ય-યોગની પ્રાચીન પરંપરા મુજબ વિવેકખ્યાતિ (વિવેકજ્ઞાન) પૂર્ણ થતાં અર્થાત્ પૂરેપૂરી સિદ્ધ થતાં સાધકને ધર્મમેઘસમાધિનો લાભ થાય છે.૧૯ ૧૯ એ કારણે યોગીઓ ધર્મમેઘસમાધિને વિવેકખ્યાતિની જ પરાકાષ્ઠા સમજે છે.૨૦ ધર્મમેઘસમાધિ લેશો અને કર્મોનો સમૂળ નાશ કરે છે, પરિણામે સાધક જીવન્મુક્ત બને છે, હવે તેને પુનર્જન્મ સંભવતો નથી. તેણે જન્મનાં કારણોનો નાશ કરી નાખ્યો છે.૨૧ આવા જીવન્મુક્તને વિવેકજ્ઞાનજન્ય તારકજ્ઞાન નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ તારકજ્ઞાન જ સર્વને જાણનારું જ્ઞાન (સર્વજ્ઞજ્ઞાન) છે. તારકજ્ઞાન બધા જ વિષયોને અને તેમની અતીત, અનાગત, વર્તમાન બધી જ અવસ્થાઓને અક્રમથી એક ક્ષણમાં જાણી લે છે.૨૨ તારકજ્ઞાનરૂપ સિદ્ધિ જે વિવેકી જીવન્મુક્તને પ્રાપ્ત થઈ હોય તે, જો ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ (=ધારણા, ધ્યાન અને સમાધિ) કરે તો, યુગપત્ એક જ ક્ષણમાં સર્વ શેયોને જાણે છે. આમ સર્વને જાણવા માટે મુખ્ય બે શરતોનું પાલન જરૂરી છે-(૧) દૃઢ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જેના ફળરૂપે સર્વને જાણવાની સિદ્ધિ, લબ્ધિ, શક્તિ પ્રાપ્ત થાય છે. (૨) ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ કરવો જોઈએ. આમ પ્રાચીન સાંખ્યયોગ ચિંતકોએ યુગપત્ સર્વનું જ્ઞાન માન્યું હોવા છતાં સતત અનંતકાળ સુધી તેને ચાલુ રહેતું માન્યું નથી. પરંતુ ઈ.સ. ત્રીજી-ચોથી શતાબ્દીમાં યોગભાષ્યકાર વ્યાસે નિત્યમુક્ત એક ઈશ્વરનો ખ્યાલ પાતંજલ યોગપરંપરામાં દાખલ કરી યુગપત્ સર્વનું જ્ઞાન સદાકાળ ઈશ્વરમાં રહેતું સ્વીકાર્યું.' તેને ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ કરવાની જરૂર નથી. તેનું સર્વજ્ઞત્વ અનાદિ-અનંત છે, નિત્ય છે. યોગભાષ્યકાર પહેલાં નિત્યમુક્ત એક ઈશ્વરનો ખ્યાલ યોગદર્શનમાં પણ ન હતો, ‘ઈશ્વર’પદનો પ્રયોગ તારકજ્ઞાન(સર્વજ્ઞત્વ)ની સિદ્ધિ ધરાવનાર
Page #61
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
જીવન્મુક્તમાં થતો. અને એ અર્થમાં ઈશ્વરો અનેક હતા અને અનિત્ય (પૂર્વે બદ્ધ) હતા. સર્વ જીવન્મુક્તોને આ તારકજ્ઞાનની સિદ્ધિ હોતી નથી. એટલે ખુદ ભાષ્યકાર કહે છે કે જીવન્મુક્ત ઈશ્વર (તારકજ્ઞાનસિદ્ધિરૂપ ઐશ્વર્યયુક્ત) હોય કે ન હોય તે દેહપડતાં વિદેહમુક્ત બને છે જ.૨૬ જીવન્મુક્તે વિદેહમુક્ત બનતાં પહેલાં સર્વજ્ઞ બનવું જરૂરી નથી મનાયું. આ એક નોંધપાત્ર બાબત છે. સાંખ્યયોગ અનુસાર ચિત્ત જ જ્ઞાતા છે. ચિત્તનું વિષયાકારે પરિણમવું એ જ જ્ઞાન છે. ચિત્તના આ વિષયાકાર પરિણામને ચિત્તવૃત્તિ કહે છે. એટલે ચિત્તવૃત્તિ એ જ જ્ઞાન છે. તેથી તારકજ્ઞાન કે સર્વજ્ઞજ્ઞાનનો અર્થ થશે યુગપત્ એક જ ક્ષણમાં ચિત્તનું સર્વ જ્ઞેયોના આકારે પરિણમવું. ચિત્ત એક સાથે અનંત વિષયોના આકારે કેવી રીતે પરિણમી શકે અને એ પરિણામ કેવો હોય એની કલ્પના કરવી પણ કઠિન છે. પરંતુ સાંખ્ય-યોગે એવું માન્યું છે. જ્યારે જીવન્મુક્ત વિદેહમુક્ત બને છે ત્યારે તેનું ચિત્ત પોતાના મૂળ કારણ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે, ચિત્તના અભાવમાં ચિત્તવૃત્તિનો અર્થાત્ જ્ઞાનનો અભાવ થઈ જાય છે, તેથી વિદેહમુક્તને જ્ઞાન જ હોતું નથી. પુરુષ (આત્મા) સાક્ષાત્ ચિત્તવૃત્તિનું દર્શન કરે છે અને ઘટપટાદિ વિષયોનું દર્શન ચિત્તવૃત્તિ દ્વારા કરે છે. એટલે મોક્ષમાં પુરુષને દર્શન પણ નથી, માત્ર દર્શનશક્તિ છે.
પર
૨૯
ન્યાય-વૈશેષિક પરંપરા પણ પ્રાચીન છે. ગૌતમના ઉપલબ્ધ ન્યાયસૂત્રમાં ઈ.સ. પૂ. ૩૦૦થી ઈ.સ. ૪૦૦ સુધીનાં સ્તરો જણાય છે. વાત્સ્યાયનનું ન્યાયભાષ્ય ઈ.સ.ની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધની કૃતિ જણાય છે. ગૌતમ અને વાત્સ્યાયન બંને ‘ઈશ્વર’પદથી જીવન્મુક્ત સમજે છે. ઈશ્વર અધર્મ, મિથ્યાજ્ઞાન અને પ્રમાદનો નાશ કરી ધર્મ, જ્ઞાન અને સમાધિરૂપ સંપત્તિ પ્રાપ્ત કરે છે. તે પરમ ઉપદેષ્ટા છે. વાત્સ્યાયન જીવન્મુક્તને વિહરન્મુક્ત કહે છે. તે તેને સર્વજ્ઞ તરીકે સ્વીકારતા જણાય છે. જીવન્મુક્ત યોગી ઋદ્ધિબળે અનેક યોગજ સેન્દ્રિય શરીરો નિર્માણ કરી અને મુક્તાત્માઓએ ત્યજી દીધેલાં અણુ મનોને ગ્રહણ કરી સર્વ શેયોને યુગપદ્ જાણે છે એવું તે સ્વીકારતા લાગે છે. તેમણે ‘શેય’પદની આગળ ‘સર્વ’ વિશેષણ મૂક્યું નથી પણ તે તેમને અભિપ્રેત હોય એમ લાગે છે. ન્યાય-વૈશેષિક મતે જ્ઞાન આત્માના વિશેષ ગુણ હોવા છતાં તે તેનો સ્વભાવ નથી. શરીરાવચ્છિન્ન આત્મમનઃસન્નિકર્ષરૂપ નિમિત્તકારણથી ઉત્પન્ન થઈ જ્ઞાન ફૂટસ્થનિત્ય આત્મામાં સમવાયસંબંધથી રહે છે એટલું જ માત્ર. મોક્ષમાં આત્માને શરીર નથી અને મન પણ નથી, એટલે નિમિત્તકારણના અભાવમાં જ્ઞાન જ નથી, તો પછી સર્વજ્ઞત્વ તો ક્યાંથી હોય? ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીમાં પ્રશસ્તપાદે શૈવ-પાશુપત સંપ્રદાયના નિત્યમુક્ત મહેશ્વરનો પ્રવેશ ન્યાય-વૈશેષિક પરંપરામાં કરાવ્યો છે. અને તે સાથે નિત્ય સર્વજ્ઞ ઈશ્વરનો – જે જગત્કર્તા છે – સ્વીકાર ઉત્તરકાલીન સર્વે ન્યાય-વૈશેષિક ચિંતકોએ કર્યો છે, એટલું જ
Page #62
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન
પડે
નહિ તેની પ્રબળ સ્થાપના પણ કરી છે.
હાલ જે લુપ્ત થઈ ગઈ છે તે આજીવિક પરંપરામાં પણ સર્વજ્ઞત્વનો સ્વીકાર હતો એવું જણાય. જૈન આગમ ભગવતીસૂત્રમાં નોંધ્યું છે કે જ્યારે ગોશાલકને તેનો શિષ્ય અયંપુલ મળે છે ત્યારે તે ગોશાલકનો સર્વજ્ઞ તરીકે ઉલ્લેખ કરે છે. ૩૦ જૈન પરંપરાનો આજીવિક પરંપરા સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. આ બધું દર્શાવે છે કે ભગવાન મહાવીરના સમયથી સર્વજ્ઞત્વમાં શ્રદ્ધા અને સર્વજ્ઞત્વની પ્રતિષ્ઠા વધતી ચાલી છે. આવી પરિસ્થિતિમાં જૈન પરંપરા સર્વજ્ઞત્વને સ્વીકાર્યા વિના કેવી રીતે રહી શકે? તેની પાસે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન તો હતું જ. તેણે તેના ઉપર જ સર્વજ્ઞત્વનો આરોપ કરી દીધો. આમ કેવળજ્ઞાન પોતે જ સર્વજ્ઞત્વમાં પરિવર્તિત થઈ ગયું. વિતરાગતા અને ધર્મજ્ઞતાની સામે સર્વજ્ઞત્વની હાનિકર પ્રતિષ્ઠાનો પ્રતિકાર
- પાતંજલ યોગમાં યોગભાણકારે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે વીતરાગ જ બનવું જરૂરી છે, સર્વજ્ઞ બનવું જરૂરી નથી. વીતરાગ બન્યા વિના મોક્ષ ન મળે, સર્વજ્ઞ બન્યા વિના મોક્ષ મળે. કેટલાક જૈન ચિંતકોએ ભારપૂર્વક પ્રતિપાદન કર્યું કે કેવળ આત્માનું જ્ઞાન જ કેવળજ્ઞાન છે. તેમણે સર્વજ્ઞનો અર્થ જ આત્મજ્ઞ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ભગવાનનું સર્વજ્ઞત્વ તો વ્યવહાર છે જ્યારે તેમનું આત્મજ્ઞત્વ જ પરમાર્થ
છે.
ભારતીય ધર્મ-દર્શનની પરંપરાઓમાં મોક્ષને જ પરમ પુરુષાર્થ તરીકે સ્વીકારવામાં આવેલ છે. એટલે એ જાણવું જરૂરી છે કે મોક્ષપ્રાપ્તિ માટે ક્યા ક્રમે શી સાધના કરવી એ કોઈ સાક્ષાત અનુભવથી જાણે છે ? બીજા શબ્દોમાં શું કોઈ ધર્મને સાક્ષાત જાણે છે? મુમુક્ષુઓને માટે આ પ્રશ્ન વિચારણીય છે. મીમાંસકોનો એ મત છે કે કોઈ મનુષ્ય કદી પણ ધર્મનો સાક્ષાત્કાર કરી શકે નહિ, ધર્મ તો વેદ દ્વારા જ જાણી શકાય, વેદ અપૌરુષેય છે, ધર્મની બાબતમાં વેદનો નિબંધ અને અંતિમ અધિકાર છે. મીમાંસકે સર્વજ્ઞત્વનો નિષેધ પણ આ કારણે જ કર્યો છે. કોઈ મનુષ્ય સર્વજ્ઞ હોઈ શકે નહિ કારણ કે કોઈ પણ મનુષ્યને ધર્મનું પ્રત્યક્ષ (સાક્ષાત અનુભવાત્મક જ્ઞાન) શક્ય જ નથી. એટલે જ કુમારિલ કહે છે –
धर्मज्ञत्वनिषेधश्च केवलोऽत्रापि युज्यते । સર્વાન્ચનાતંતુ પુરુષ: ન વાત છે તત્ત્વસંગ્રહ “પૂર્વપક્ષ પૃ. ૮૪૪
વૈદિક પરંપરામાં અન્ય દાર્શનિક ચિંતકોએ ઈશ્વરમાં નિત્ય સર્વજ્ઞતા અને અન્ય યોગીઓમાં યોગ સર્વજ્ઞતા માનીને પણ વેદોને ઈશ્વરપ્રતિપાદિત યા ઈશ્વરનિ ઋસિત કહી ધર્મમાં વેદને જ અંતિમ અધિકાર સ્વીકાર્યો. આથી ઊલટું, શ્રમણ પરંપરાએ વીતરાગી
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળશાન
અને તત્ત્વજ્ઞાની મનુષ્યનું ધર્મની બાબતમાં પ્રામાણ્ય સ્વીકાર્યું. મનુષ્ય પોતે સાધના કરી પૂર્ણ વીતરાગી અને શુદ્ધજ્ઞાની બની શકે છે, અને મોક્ષ અને મોક્ષોપાયોનો સાક્ષાત્કાર કરી શકે છે. તેને મોક્ષમાર્ગનો પ્રત્યક્ષ અનુભવ છે. તે પોતે સાક્ષાત અનુભવેલા મોક્ષમાર્ગનો, મોક્ષોપાયોનો, અર્થાત્ ધર્મનો ઉપદેશ આપે છે. ધર્મનો ઉપદેશ આપવા તે જ અધિકારી છે. બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિએ લખ્યું છે કે બુદ્ધ ચતુરાયસત્યનો સાક્ષાત્કાર કરે છે અને તેથી તદન્તર્ગત માર્ગની અર્થાત ધર્મની બાબતમાં તે અંતિમ પ્રમાણ છે. તે કરુણાથી પ્રેરાઈ કષાયસંતપ્ત સંસારીઓના ઉદ્ધાર માટે સ્વાનુભૂત માર્ગનો ઉપદેશ આપે છે. તે જગતની અન્ય બધી વસ્તુઓને જાણે છે કે નહિ એ નિરર્થક વાતનું આપણે કંઈ પ્રયોજન નથી. આપણે તો એ જોવું જોઈએ કે તેમણે ઈષ્ટ તત્ત્વનો અર્થાત ધર્મનો, માર્ગનો સાક્ષાત્કાર કર્યો છે કે નહિ? તે સાક્ષાત ધર્મજ્ઞ છે કે નહિ? પ્રતિષ્ઠિત સર્વજ્ઞત્વનો સર્વથા નિષેધ કરવો કઠિન હોવાથી ધર્મકીર્તિ સિદ્ધાન્તતઃ તેનો વિરોધ કરતા નથી પણ તેને નિરર્થક તો અવશ્ય કહી દે છે. તે કુમારિકને કહે છે કે કોઈ મનુષ્ય સર્વજ્ઞ ભલે ન બને પણ તેણે ધર્મજ્ઞ તો બનવું જોઈએ. તે સર્વજ્ઞતાના સમર્થકોને કહે છે કે તેમણે મીમાંસકોની સામે સર્વજ્ઞતા. ઉપર ભાર દઈ તેની સ્થાપનામાં પડવા કરતાં ધર્મજ્ઞતાની સ્થાપનામાં પડવું જોઈએ. ખરો વિવાદ તો એ પ્રશ્ન પરત્વે છે કે મનુષ્યને ધર્મનું સાક્ષાત પ્રત્યક્ષ અનુભવરૂપ જ્ઞાન થાય કે નહિ? ધર્મની બાબતમાં ધર્મજ્ઞ મનુષ્યને પ્રમાણ માનવો કે અપૌરુષેય વેદને ? તાત્પર્ય એ છે કે જયાં કુમારિલે પ્રત્યક્ષાનુભવજન્ય ધર્મજ્ઞતાનો નિષેધ કરી ધર્મના વિષયમાં અપૌરુષેય વેદનો જ અવ્યાહત અધિકાર સિદ્ધ કર્યો ત્યાં ધર્મકીર્તિએ પ્રત્યક્ષાનુભવજન્ય ધર્મજ્ઞતાનું સમર્થન કરી વીતરાગી ધર્મજ્ઞ મનુષ્યને જ ધર્મની બાબતમાં અંતિમ પ્રમાણ તરીકે સ્વીકાર્યો અને તેનો જ અધિકાર માન્યો. ધર્મકીર્તિએ સર્વજ્ઞત્વની ખોટી પ્રતિષ્ઠાને તોડી ધર્મજ્ઞત્વની સાચી પ્રતિષ્ઠાને સ્થાપવાનું ખૂબ જ ઉચિત કાર્ય કર્યું છે, તેની સી ધર્મનેતાઓએ ગંભીરપણે નોધ લેવી જોઈએ. સર્વજ્ઞત્વ અને કર્મસિદ્ધાન્તનો પરસ્પર વિરોધ
જૈનોએ કેવળજ્ઞાનનો સર્વજ્ઞત્વ સાથે અનૈદ કરીને અને સર્વજ્ઞત્વનો અર્થ બધાં દ્રવ્યો અને તેમની ભૂત, વર્તમાન અને ભાવી બધી જ અવસ્થાઓને યુગપ૬ જાણનારું પ્રત્યક્ષ જ્ઞાન એવો ફરી પાછલા બારણેથી આત્યંતિક નિયતિવાદનો અજાણ્યે સ્વીકાર કરી લીધો, જે આત્યંતિક નિયતિવાદ કર્મસિદ્ધાન્તને તદન વિરોધી છે. જો કોઈ અત્યારે પ્રત્યેક ભાવી ક્ષણે થનારી મારી માનસિક, વાચિક, કાયિક દશાઓને અને ક્રિયાઓને સંદર્ભો સહિત સંપૂર્ણપણે જાણે છે, મારા પ્રતિક્ષણે થનાર બધા ભાવી અધ્યવસાયોને, મનોભાવોને જાણે છે, ભાવી પ્રત્યેક ક્ષણે ક્યાં કોના સંબંધમાં કેવી રીતે ક્યા સાધનોથી હું શું કરવાનો
Page #64
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન
પપ
છું તે બધાને તે જાણે છે, તો તેમાંથી નિતાન્ત એ જ ફલિત થાય કે મારું ભાવી આત્યંતિકપણે નિયત (absolutely predetermined and unalterably fixed) છે, તેમાં જરા પણ પરિવર્તનની શક્યતા નથી અને હું મારા ભાવીને મારી ઇચ્છા મુજબ ઘડી શકું છું એ મારી માન્યતાનું કારણ તો મારું મારા ભાવીનું અજ્ઞાન જ છે, જે જે પસંદગી હું કરું છું તે પસંદગી મારે કરવાની જ છે એ નિયત જ હતું, અજ્ઞાનને કારણે હું માનું છું કે તે પસંદગી મેં સ્વતપણે મારી ઈચ્છા મુજબ કરી. સર્વજ્ઞત્વમાંથી આવો આત્યંતિક નિયતિવાદ અનિવાર્યપણે ફલિત થાય જ. કેટલાક દિગંબર પંડિતો એવું સ્વીકારે પણ છે. પંડિત હુકમચંદ ભાવિલનો ક્રમબદ્ધપર્યાયવાદ એ આત્યંતિક નિયતિવાદ જ છે. પરંતુ જૈન આગમોમાં તો ભગવાન મહાવીરને ગોશાલકના આત્યંતિક નિયતિવાદનો દઢતાપૂર્વક પ્રતિષેધ કરતા વર્ણવ્યા છે. સર્વજ્ઞત્વ સ્વીકારતાં આત્યંતિક નિયતિવાદ આવી પડે છે જ. અને આત્યંતિક નિયતિવાદ કર્મવાદમાં સ્વીકૃત પુરુષપ્રયત્ન,સ્વતંત્ર ઇચ્છાશક્તિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા અને સાધનાને તદ્દન વિરોધી છે અને પરિણામે કર્મવાદનો તદન વિરોધી છે. જેઓ કર્મસિદ્ધાન્તને બરાબર સમજતા નથી તેઓ આક્ષેપ કરે છે કે કર્મસિદ્ધાન્ત આત્યંતિક નિયતિવાદ ભણી લઈ જાય છે, તેમાં સ્વતંત્ર ઇચ્છાશક્તિ વગેરેને અવકાશ જ નથી. પૂર્વ કર્મોને કારણે જીવ અત્યારે જે કંઈ છે અને કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવી વ્યક્તિત્વને અને ક્રિયાઓને નિયત કરશે અને આમ ચાલ્યા જ કરશે. જીવ સંપૂર્ણપણે પૂર્વકર્મોથી બદ્ધ છે, એટલું જ નહિ તેમનાથી તેનો ચૈતસિક અને શારીરિક વ્યવહાર - તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ - નિયત છે. આમાં પુરુષસ્વાતંત્ર્ય કે સ્વતંત્ર ઇચ્છાશક્તિને અવકાશ જ ક્યાં છે? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં છે? આ શંકા બરાબર નથી. તે કર્મસિદ્ધાન્તની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. પૂર્વ કર્મ અનુસાર જીવને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય
છે તેમ જ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત * સાધનોનો ઉપયોગ કેમ અને કેવો કરવો તેમ જ અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે તેના હાથની વાત છે, તેમાં તે સ્વતન્ત્ર છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. વળી, જીવ પોતાના પ્રયત્નથી પૂર્વકર્મોની અસર હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાન્તમાં સ્વીકારાયું છે. જીવ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર જીવનું આધિપત્ય સ્વીકારાયું છે. આમ કર્મસિદ્ધાન્ત આત્યંતિક નિયતિવાદનો વિરોધી છે અને તેથી જ સર્વજ્ઞત્વનો પણ વિરોધી છે. સર્વજ્ઞત્વ અને કર્મસિદ્ધાન્તનું સતાવસ્થાન સંભવતું જ નથી. તે બંને સાથે જઈ શકતા જ નથી. બેમાંથી એકનો ત્યાગ કરવો જ પડે. કોઈ ચિંતક કે. દર્શન બંનેને સ્વીકારી ન શકે. મને લાગે છે કે સર્વજ્ઞત્વને જ છોડવું જોઈએ કારણ કે જૈનોએ તો કેવળજ્ઞાન ઉપર સર્વજ્ઞત્વનો આરોપ કરેલો છે અને ભગવાન મહાવીરે આત્યંતિક
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૬
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
નિયતિવાદનો અસ્વીકાર કર્યો છે. કેટલાક કહેશે કે જૈન દર્શન પણ કાર્યની કારણસામગ્રીમાં નિયતિનો સ્વીકાર કરે છે જ. હા, પરંતુ આ નિયતિ આંશિક છે. અહીં નિયતિનો અર્થ છે વ્યવસ્થા. વિશ્વમાં અંધાધૂંધી (chaos) નથી પણ વ્યવસ્થા છે, જેને તર્કશાસ્ત્રમાં uniformity of Nature કહેવામાં આવે છે. પ્રકૃતિના નિયમો (laws of Nature) અનુસાર જગતમાં ઘટનાઓ ઘટે છે. અને આ નિયમોમાં કાર્યકારણનો નિયમ મુખ્ય છે. ગમે તેમાંથી ગમે તે ઉત્પન્ન થતું નથી પણ અમુકમાંથી જ અમુક ઉત્પન્ન થાય છે. આ વ્યવસ્થા છે, uniformity છે. પરંતુ જગતની બધી ઘટનાઓ ક્યાં અને ક્યારે થશે તે આત્યંતિકપણે નિયત નથી. સર્વજ્ઞત્વ તો આવી આત્યંતિક નિયતિ સ્વીકાર્યા વિના ઘટતું જ નથી. જ્ઞાનનું આનન્ય સ્વતઃ શેયાનજ્યનિરપેક્ષ
જૈનો સર્વજ્ઞત્વને અનન્તજ્ઞાન પણ ગણે છે, અને નિરાવરણજ્ઞાન પણ ગણે છે. નિરાવરણ જ્ઞાન સ્વયં સ્વતઃ અનન્ત છે. તેનું આનન્ય જ્ઞયોના વિષયોના) આનન્ય ઉપર નિર્ભર નથી. વળી, પતંજલિએ પોતાના યોગસૂત્રમાં એક વિચારણીય વાત કહી છે. તે કહે છે કે બધા જ શેય વિષયોને ભેગા કરો તો પણ જ્ઞાનના આનન્યની સરખામણીમાં તે અલ્પ છે. તલ સર્વાવરમાપતી જ્ઞાની માન્યત્ રેવન્યમ્ ! (યોગસૂત્ર ૪. ૩૧). તાત્પર્ય એ કે ત્રિલોકવર્તી અને ત્રિકાલવર્તી સઘળા શેયોને ભેગા કરવાથી તે બધા જ્ઞયોનું જે આનન્ય થાય તે ગમે તેટલું હોય પરંતુ તેમનું તે આનન્ય નિરાવરણ શુદ્ધ જ્ઞાનના આનન્ય આગળ કંઈ વિસાતમાં નથી. એટલે અનન્ત શેયોને જાણવાને કારણે નિરાવરણ શુદ્ધ જ્ઞાનનું આનન્ય જેઓ સ્થાપે છે તે મોટી ભૂલ કરે છે. ઉપરાંત, જો અનંત સુખનું આનન્ય વિષયનિરપેક્ષ હોય તો અનંત જ્ઞાનનું આનન્ય વિષયનિરપેક્ષ કેમ ન હોય ? મહાવીરને સર્વજ્ઞ માનવાથી ધર્મહાનિ
મહાવીર સર્વજ્ઞ હતા એમ મનાયું એટલે તેમના નામે ખગોળ, ભૂગોળ, જ્યોતિષ આદિની વાતો ચઢાવવામાં આવી. આ વાતો એવી છે જે આધુનિક વૈજ્ઞાનિક શોધોની વિરુદ્ધ જાય છે. મહાવીરની સર્વજ્ઞતાને વળગી રહેનારાઓ વિજ્ઞાનની શોધો ખોટી છે અને મહાવીરની (મહાવીરના નામે ચઢાવેલી) વાતો સાચી છે એ સિદ્ધ કરવા હાસ્યાસ્પદ પ્રયત્નો કરવામાં પડી ગયા. વિજ્ઞાનની શોધોથી મહાવીરની સર્વજ્ઞતા ખંડિત થાય છે, એટલું જ નહિ પણ મહાવીરનો વીતરાગતાની સાધનાનો જે ખરો ઉપદેશ છે તેના પ્રત્યે પણ સંશય અને અવિશ્વાસ યુવાન પેઢીમાં ઉત્પન્ન થાય છે. મહાવીરને કેવળજ્ઞાનીમાંથી સર્વજ્ઞ બનાવી જૈન ધર્મની પ્રભાવના નહિ પણ હાનિ કરવામાં આવી છે. મહાવીર મોક્ષમાર્ગના, વીતરાગમાર્ગના સર્વોત્કૃષ્ટ ઉપદેષ્ટા હતા. તે ખગોળ, ભૂગોળ, આદિના
Page #66
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન
૫૭
ઉપદેષ્ટા હતા જ નહિ. નિર્મોહીનું અલ્પયોનું જ્ઞાન પણ પૂર્ણજ્ઞાન
જૈન શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે અલ્પમોહીને થોડુંક જ્ઞાન હોય તો * પણ તે જ્ઞાની છે જ્યારે બહુમોહીને બધાં જ શાસ્ત્રોનું જ્ઞાન હોય તો પણ તે અજ્ઞાની છે. ૩૩
આ દર્શાવે છે કે જૈનોને મતે સંખ્યાની દૃષ્ટિએ કેટલી વસ્તુઓ વ્યક્તિ જાણે છે તેનું મહત્ત્વ નથી, પરંતુ તેની આંતરિક શુદ્ધિ કેટલી છે તેનું મહત્ત્વ છે. આવું હોઈને જે નિર્મોહી છે ' યા વીતરાગી છે તેને સંખ્યાની દૃષ્ટિએ થોડી વસ્તુઓનું જ્ઞાન હોય તો પણ તે પૂર્ણજ્ઞાની
છે એવું ફલિત થાય. અને આમ, આપણે અગાઉ કહી ગયા તેમ જે જ્ઞાન અક્લિષ્ટ છે, જે જ્ઞાન રાગથી અસંસ્કૃષ્ટ છે તે જ્ઞાન પૂર્ણજ્ઞાન છે એમ સ્પષ્ટપણે ફલિત થાય છે. અન્ય તર્કદોષો
જૈનોએ સર્વજ્ઞત્વને બધા જ દ્રવ્યોનું અને તેમના બધા જ પર્યાયોનું સાક્ષાત્કારાત્મક અનુભવાત્મક જ્ઞાન માન્યું છે. આ કારણે કેવી તાર્કિક મુશ્કેલીઓ ઊભી થાય, એનો વિચાર કરીએ. આપણે તો અશ્કિલ, જુગુપ્સાપ્રેરક, ધૃણાજનક અદર્શનીય દશ્યો જોવામાંથી બચવા આંખો બંધ કરી દઈએ, દૂર જતા રહીએ, એ બાજુ જઈએ જ નહિ. પરંતુ સર્વજ્ઞને તો એવા દશ્યો જોયે જ છૂટકો, એમાંથી બચી શકે નહિ, તે તો સર્વજ્ઞ ઠર્યો. આપણે તો દુર્ગધના અનુભવથી બચવા નાક બંધ કરી દઈએ કે સ્થાન છોડી દઈએ પરંતુ સર્વજ્ઞને તો અનંત પ્રકારની માથું ફાડી નાખે એવી દુર્ગધોનો અનુભવ કરવો જ પડે કારણ કે તે સર્વજ્ઞ બન્યો છે. આમ જ તેણે બધા જ પ્રકારના ખરાબ સ્પર્શોનો, રસોનો અને શબ્દોનો પણ અનુભવ કરવો જ પડવાનો. વળી, તે સર્વજ્ઞ છે તો બીજાઓને જે જે અનુભવો થાય તે સઘળા અનુભવોનો પણ તેણે સાક્ષાત અનુભવ કરવો જ પડે ને? અન્યથા, તે સર્વજ્ઞ ન કહેવાય. આમ બીજાના અનુભવ જેવો જ અનુભવ તેણે કરવો જ પડે, કારણ કે તેનું બધું : જ્ઞાન અનુભવરૂપ જ છે. બીજો સ્ત્રીસ્પર્શનો અનુભવ કરે તો પોતાને પણ સ્ત્રીસ્પર્શનો અનુભવ આવી પડે.
એક વ્યક્તિના વ્યક્તિત્વથી બીજી વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ રહેવાનું મુખ્ય કારણ એ છે કે એક વ્યક્તિના જ્ઞાનો, ચેતનસિક ભાવો, અધ્યવસાયો આદિનો સાક્ષાત અનુભવ યા સંવેદન બીજી વ્યક્તિ કરી શકતી નથી, એ હકીકત છે. જો તેમનું સંવેદન બીજી વ્યક્તિ કરે તો તે બીજી વ્યક્તિ પહેલી વ્યક્તિનું વ્યક્તિત્વ ધારણ કરી લે અને એક વ્યક્તિમાં બે વ્યક્તિત્વોનું કેન્દ્ર (dual personality) થાય, જે ઇષ્ટ ગણાતું નથી. સર્વજ્ઞનું જ્ઞાન સાક્ષાત્કારાત્મક હોય છે અને તેથી તે બધી જ વ્યક્તિઓના જ્ઞાનો, ભાવો અને અધ્યવસાયોનું સંવેદન કરે, પરિણામે તેનામાં અનંત વ્યક્તિઓના વ્યક્તિત્વોનું ધારણ
Page #67
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
આવી પડે, તે multi-personality બની જાય. આ તો અત્યંત અનિષ્ટ કહેવાય. જૈનોએ સર્વજ્ઞત્વની જે વ્યાખ્યા કરી છે તે કોઈ પણ રીતે સ્વીકાર્ય થાય એવી નથી. તેમણે તેના ઉપર પુખ્ત વિચાર કરી તે વ્યાખ્યા જ બદલી નાખવી જોઈએ.
૫૮
બીજું, જૈનોએ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વિના રૂપ આદિનો અનુભવ કરવા માટે સર્વજ્ઞના આત્માના પ્રત્યેક પ્રદેશને, અંશને સર્વોક્ષગુણસંપન્ન માન્યો છે, તો સાથે સાથે તેમણે એ પણ માનવું પડે કે સર્વજ્ઞનો આત્મા સર્વ લોકને વ્યાપીને રહે છે, અન્યથા સર્વોક્ષગુણસંપન્ન આત્મપ્રદેશો વડે તે આખા લોકમાં વ્યાપ્ત રૂપી દ્રવ્યોના બધા રૂપ આદિ ગુણોનો અનુભવ કેવી રીતે કરશે ? મુક્ત સર્વજ્ઞ છેલ્લા શ૨ી૨થી કંઈક ન્યૂન પરિમાણવાળા થઈ સિદ્ધશિલામાં વિરાજવું જોઈએ નહિ, અને મુક્તિ પહેલાં તો સર્વજ્ઞનો આત્મા તેના શરીરરિમાણ જેટલું જ પરિમાણ ધરાવતો હોય છે તેના બદલે લોકવ્યાપી પરિમાણ ધરાવવું જોઈએ. આમ આ બધી વિચિત્ર અને પરસ્પર મેળ ખાય નહિ એવી તર્કહીન કોરી કલ્પનાઓ જ જણાય છે. અને વિચારશીલોએ તેનો વિરોધ કરવો જોઈએ, સમર્થન નહિ. સર્વજ્ઞત્વનો અર્થ શું કરવો ?
આ બધી મુશ્કેલીઓથી બચવા સર્વજ્ઞત્વનો અર્થ બદલવો જરૂરી છે. તે અર્થો નીચે પ્રમાણે છે -
(૧) જૈન ધર્મદર્શન અધ્યાત્મવિદ્યા છે, એટલે આ અધ્યાત્મને દૃષ્ટિમાં રાખી અધ્યાત્મવિદ્યાના આદર્શરૂપ પૂર્ણતાએ પહોંચવા જે કંઈ જાણવું જરૂરી હોય તે સર્વને જાણનારું જ્ઞાન તે સર્વજ્ઞત્વ. સર્વજ્ઞત્વનો આવો અર્થ કરતાં સર્વજ્ઞત્વ અને ધર્મજ્ઞત્વ બંને સમાનાર્થક બનશે. આમ અધ્યાત્મવિદ્યામાં ધર્મજ્ઞત્વ જ સર્વજ્ઞત્વ છે. આ સંદર્ભમાં પંડિત સુખલાલજીએ જે કહ્યું છે તે અત્યન્ત મહત્ત્વનું છે. તે લખે છે : ‘‘સત્તિ મેરી રાય મેં जैन परम्परा में सर्वज्ञत्व का असली अर्थ आध्यात्मिक साधनामें उपयोगी सब तत्त्वों का ज्ञान यही होना चाहिए, नहीं कि त्रैकालिक समग्र भावों का साक्षात्कार । ३४ (૨) ‘સર્વ’નો એક અર્થ અખંડ એવો થાય છે. જે જ્ઞાન અખંડ વસ્તુને જાણે તે જ્ઞાન સર્વજ્ઞ કહેવાય. અર્થાત્ જે જ્ઞાન વસ્તુને ખંડશઃ નહિ પણ અખંડપણે જાણે તે જ્ઞાન સર્વજ્ઞ. આવું જ્ઞાન શુક્લ ધ્યાનની એકત્વવિતર્કનિર્વિચાર ભૂમિકા સિદ્ધ કરનાર સાધકને સંભવે છે. એટલે શુક્લધ્યાનની આ કોટિ જેણે સિદ્ધ કરી હોય તે સર્વજ્ઞ કહેવાય.
‘સર્વજ્ઞ’ શબ્દનો એક પ્રાચીન અર્થ નોંધવો રસપ્રદ છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં વાત્સ્યાયને આત્માને સર્વજ્ઞ કહ્યો છે. દરેકનો આત્મા સદા સર્વજ્ઞ છે. ચક્ષુનો વિષય કેવળ રૂપ છે, શ્રોત્રનો વિષય કેવળ શબ્દ છે, ઇત્યાદિ. ચક્ષુ રૂપને ગ્રહે છે, શ્રોત્ર શબ્દને ગ્રહે
Page #68
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન
છે, ઇત્યાદિ. પરંતુ આત્મા ચક્ષુ દ્વારા રૂપને, શ્રોત્ર દ્વારા શબ્દને, સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શને, રસનેન્દ્રિય દ્વારા રસને અને ઘ્રાણેન્દ્રિય દ્વારા ગંધને એમ પાંચેને ગ્રહણકરે છે, તેથી આત્મા સર્વજ્ઞ છે. આમ આત્માનો ઇન્દ્રિયથી ભેદ છે. ઇન્દ્રિય એક એક વિષયને જ ગ્રહે છે, જ્યારે આત્મા સર્વ વિષયને ગ્રહે છે.૩૫
ઉપસંહાર
સમગ્ર ચર્ચા ઉપરથી એટલું તો સ્પષ્ટ છે કે કેવળજ્ઞાન ઉ૫૨ સર્વજ્ઞત્વનો આરોપ આજુબાજુના વાતાવરણના દબાણ નીચે થયો હોય એમ લાગે છે. બીજું, સર્વજ્ઞત્વમાંથી આત્યંતિક નિયતિવાદ નિતાન્ત ફલિત થતો હોઈ સાધના અને કર્મસિદ્ધાન્તમાં માનનાર તેનો સ્વીકાર કરી શકે નહિ. વળી, સર્વજ્ઞત્વના સ્વીકારમાં અનેક તાર્કિક દોષો અને આપત્તિઓ છે. એટલે, કેવળજ્ઞાન ઉપરથી સર્વજ્ઞત્વનો આરોપ દૂર કરી કેવળજ્ઞાનને રાગરહિત વિશુદ્ધ જ્ઞાન, આત્મજ્ઞાન કે ધર્મજ્ઞાન તરીકે જ સમજવું જોઈએ.
१.
२.
3.
४.
५.
€.
७.
८.
८.
૫૯
ટિપ્પણ
एकत्ववितर्काविचारध्यानबलेन निःशेषतया ज्ञानावरणादीनां घातिकर्मणां प्रक्षये सति..... 'केवलम्' इत्यागमे प्रसिद्धम् । प्रमाणमीमांसास्वोपज्ञवृत्ति, १.१.१५ । मोहक्षयात् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् । तत्त्वार्थसूत्र, १०.१ । मोहक्षयादिति पृथक्करणं क्रमप्रसिद्ध्यर्थम् । यथा गम्येत पूर्वं मोहनीयं कृत्स्नं क्षीयते । ततोऽन्तर्मुहूर्तं छद्मस्थवीतरागो भवति । ततोऽस्य ज्ञानदर्शनावरणान्तरायप्रकृतीनां तिसृणां युगपत् क्षयो भवति । तत्त्वार्थभाष्य, १०.१ ।
तस्वार्थसूत्र, १.९ - १२. अक्ष्णोति व्याप्नोति जानातीत्यक्ष आत्मा तमेव प्राप्तक्षयोपशमं प्रक्षीणावरणं वा प्रतिनियतं प्रत्यक्षम् । सर्वार्थसिद्धि, १.१२ ।
सो णेव ते विजाणदि उग्गहपुष्वार्हि किरियाहिं ॥ प्रवचनसार, १.२१ सर्वद्रव्यपर्यायेषु केवलस्य । तत्त्वार्थसूत्र, १.२९
जो ण विजाणादि जुगवं अत्थे तिक्कालिगे तिहुवणत्थे ।
णा तस्स ण सक्कं सपज्जयं दव्वमेगं वा ॥ प्रवचनसार, १.४८ णत्थि परोक्खं किंचि वि समंत सव्वक्खगुणसमिद्धस्स । अक्खातीदस्स सदा सयमेव हि णाणजादस्स | प्रवचनसार, १.२२
प्रज्ञायाः अतिशयः तारतम्यं क्वचिद् विश्रान्तम्, अतिशयत्वात् परिमाणातिशयवत् । प्रमाणमीमांसावृत्ति, १.१.१६
सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षा कस्यचिद् यथा ।
अनुमेयत्वतोऽग्न्यादिरिति सर्वज्ञसंस्थितिः ॥ आप्तमीमांसा, श्लोक ५
धीरत्यन्तपरोक्षेऽर्थे न चेत् पुंसां कुतः पुनः ।
ज्योतिर्ज्ञानाविसंवादः श्रुताच्चेत् साधनान्तरम् ॥ ८.२ सिद्धिविनिश्चयटीका (पृ.५२६ )
Page #69
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
१०. अस्ति सर्वज्ञः सुनिश्चितासंभवबाधकप्रमाणत्वात् । मे४, पृ.५३७ ११. जैन दर्शन, महेन्द्रकुमार, पृ.३१३ । १२. वृत्तयः पच्चतय्यः क्लिष्टा अक्लिष्टाः । योगसूत्र, १.५ ૧૩. કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા ૧૧૩ १४. ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणयो । समयसार, १३ १५. भयभेरवसुत्त, मज्झिमनिकाय (= म.नि.) १६. तेविज्जवच्छसुत्त, म.नि. १७. History of Buddhist Thought, E.J. Thomas, p.149 १८. Studies in the Origins of Buddhism, G.C. Pande, 1983, p.458 fn.77 १८. ... सर्वथा विवेकख्यातेः धर्ममेघः समाधिः। योगसूत्र, ४.२९ २०. तद्धर्ममेघाख्यं ध्यानं परमं प्रसङ्ख्यानं विवेकख्यातेरेव पराकाष्ठा इति योगिनो वदन्ति ।
योगवार्तिक, १.२ २१. ततः क्लेशकर्मनिवृत्तिः । योगसूत्र, ४.३० । तल्लाभादविद्यादयः क्लेशाः समूलकाषं
कषिता भवन्ति, कुशला अकुशलाश्च कर्माशयाः समूलघातं हता भवन्ति,
'क्लेशकर्मनिवृत्तौ जीवन्नेव विद्वान् विमुक्ता भवति । योगभाष्य, ४.३० २२. तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् । योगसूत्र, ३.५४ ।
सर्वविषयत्वान्नास्य किश्चिदविषयीभूतमित्यर्थः । सर्वथाविषयमतीतानागतप्रत्युत्पन्नं सर्व पर्यायैः सर्वथा जानातीत्यर्थः । अक्रममित्येकक्षणोपारूढं सर्वं सर्वथा गृह्णातीत्यर्थः ।
एतद् विवेकजं ज्ञानं परिपूर्णम् । योगभाष्य, ३.५४ २३. क्षणतत्क्रमयोः संयमाद् विवेकजं ज्ञानम् । योगसूत्र, ३.५२
कैवस्यं प्राप्तास्तर्हि सन्ति च बहवः केवलिनः । ते हि त्रीणि बन्धनानि छित्त्वा कैवल्यं प्राप्ताः । ईश्वरस्य च तत्सम्बन्धो न भूतो न भावी । स तु सदैव मुक्तः सदैवेश्वरः । योगभाष्य, १.२४
... प्रकृष्टसत्त्वोपादानादीश्वरस्य शाश्वतिकः उत्कर्षः...। योगभाष्य, १.२४ २६. एतस्यामवस्थायां कैवल्यं भवतीश्वरस्यानीश्वरस्य वा विवेकजज्ञानभागिन इतरस्य वा ।
योगभाष्य, ३.५५ २७. अधर्म-मिथ्याज्ञान-प्रमादहान्या धर्म-ज्ञान-सम्प्रधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः ।
न्यायभाष्य, ४.१.२१ २८. बहिश्च विविक्तचित्तो विहरन्मुक्त इत्युच्यते । न्यायभाष्य, ४.१.६४ २८. योगी खलु ऋद्धौ प्रादुर्भूतायां विकरणधर्मा निर्माय सेन्द्रियाणि शरीरान्तराणि तेषु
युगपद् ज्ञेयानि उपलभते । न्यायभाष्य, ३.२.१९ । ४यंत मन नीयन वयनी । संहलमा नचपात्र छ: योगी हि योगद्धिसिद्ध्या विहितनिखिलनिजधर्माधर्मकर्मा निर्माय
Page #70
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન
૬૧
तदुपभोगयोग्यानि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सर्वेन्द्रियाणि शरीराणि, खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि गृहीत्वा सकलकर्मफलमनुभवति
प्राप्तैश्वर्यः... । न्यायमञ्जरी, काशी संस्कृत सिरिझ, भाग २, पृ. ८८ ____30 भगवतीसूत्र, अभयदेवटीकासहित, मुंबई, १९१८-२१, पृ.६२ उ१. तायः स्वदृष्टमार्गोक्तिः वैफल्याद् वक्ति नानृतम् ।
दयालुत्वात् परार्थं च सर्वारम्भाभियोगतः।
तस्मात् प्रमाणं तायो वा चतुःसत्यप्रकाशनम् ॥ प्रमाणवार्तिक, १. १४७-१४८ ३२. तस्मादनुष्ठेयगतं ज्ञानमस्य विचार्यताम् । कीटसङ्ख्यापरिज्ञानं तस्य नः कोपयुज्यते ॥
हेयोपादेयतत्त्वस्य साभ्युपायस्य वेदकः । यः प्रमाणमसाविष्टः न तु सर्वस्य वेदकः ॥ दूरं पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेतद् गृध्रानुपास्महे ॥
प्रमाणवार्तिक, १. ३३-३५ 33. चंदावेज्झयपईण्णयं, गाथा ६४-६६ (पईण्णयसुत्ताई, भाग १, महावीर जैन विद्यालय
संस्करण) ३४. दर्शन और चिंतन, पृ. ५५६ उ५. यस्मात् तु व्यवस्थितविषयाणीन्द्रियाणि तस्मात् तेभ्योऽन्यः चेतनः सर्वज्ञः सर्वविषयग्राही
विषयव्यवस्थितिमतीतोऽनुमीयते । न्यायभाष्य, ३.१.३
9•e
Page #71
--------------------------------------------------------------------------
________________
Page #72
--------------------------------------------------------------------------
________________ ભો. જે. વિદ્યાભવનાનાં પ્રાપ્ય પ્રકાશનો Indian Dialectics, Vols. I & II ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ By Dr.E.A.Solomon Rs. 160-00 ગ્રંથમાલા” પ્રબન્ધાદિમાં ઐતિહાસિક તથા સામાજિક વસ્તુ સંપા. : પ્રો.૨.છો.પરીખ અને ડૉ.હ.ગં, શાસ્ત્રી લે. ડૉ.ભોગીલાલ સાંડેસરા રૂા. 15-00 | ગ્રંથ 1-7 અવતારો અને અવતારવાદ સંપા. : ડૉ.હ.ગં, શાસ્ત્રી અને ડૉ.પ્ર ચિ.પરીખ લે. ડૉલરરાય માંકડ રૂા. 10-00 ગ્રંથ 8-9 Festivals, Sports and Pastimes of India piu 4: NGASLC રૂા. 25-50 By Dr.V.Raghavan Rs. 50-00 ગ્રંથ 6 : મુઘલકાલ રૂા, 19-45 Coins, The Source of Indian History ગ્રંથ 7 : મરાઠાકાલ રૂા. 13-25 By Dr.P.L. Gupta R s. 28-00 New Bearing of Indian Literary ગ્રંથ 8 : બ્રિટિશકાળ (ઈ.સ. 1818 થી 1914) Theory and Criticism રૂા. 20-40 By Dr.K.Krishnamoorthy Rs. 20-00 ગ્રંથ 9 : આઝાદી પહેલાં અને પછી નવપુરાતત્ત્વ (ઈ.સ. 1915 થી ૧૯૬૦)રૂા. 40-40 લે, ડૉ. હસમુખ સાંકળિયા - રૂા. 20-00 સાહિત્ય અને વિવેચન History And Culture of Madhya લે. દી.બ.કેશવલાલ હ. ધ્રુવ રૂા. 120-00 Pradesh By Prof. K.D.Bajpai Rs. 100-00 યોગ, અનુયોગ અને મંત્રયોગ A Historical And Cultural study of લે. ડૉ.ભોગીલાલ સાંડેસરા રૂા. 60-00 The Inscriptions of Gujarat સ્વપ્નની સોહાગણી By Dr.H.G.Shastri Rs. 130-00 લે. દી, બ. કેશવલાલ હ. ધ્રુવ રૂા. 60-00 A Descriptive Catalogue of Gujarati, Underground Shrine Queen's StepHindi and Marathi Manuscripts of well at Patan B.J.Institute Museum Part-I Rs. 160-00 by Jaikishandas Sadani Rs. 125-00 A Descriptive Catalogue of Sanskrit infcoh weiten and Prakrit Manuscripts of B. J. In- R. . . ત. શ્રીવાસ્તવ 2. 20-00 stitute Museum, Part-III Rs. 120-00 The Jain Image Inscriptions of A Supplement to the Catalogue of the Ahmadabad Persian And Arabic Manuscripts of by P.C.Parikh & B.J.Institute Museum, Part-III B.K. Shelat Rs. 300-00 Rs. 16-00 I : પ્રાપ્તિસ્થાન : ગુજરાત વિધાસભા ભો.જે.વિધાભવન પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦ 001 અમદાવાદ-૩૮૦ OOG