________________
ત્રીજું વ્યાખ્યાન
કેવળજ્ઞાન * કેવળજ્ઞાનના સ્વરૂપની સ્થિર થયેલી જૈન માન્યતા
એકત્વવિતર્કવિચાર નામના બીજા શુક્લધ્યાનના બળે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં અન્તર્મુહૂર્ત બાદ સાધક વીતરાગી બને છે, પછી તરત જ જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે અને પરિણામે કેવળજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. કેવળજ્ઞાન અપરોક્ષ અર્થાત પ્રત્યક્ષ જ્ઞાન છે કારણ કે તે ઇન્દ્રિય અને મનના માધ્યમથી જાણતું નથી પણ સાક્ષાત જાણે છે. આત્મા ઇન્દ્રિય અને મનની સહાય વિના સાક્ષાત જાણે છે. તેથી કેવળજ્ઞાનમાં અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એ ક્રમિક અવસ્થાઓને સ્થાન નથી. તે બધાં દ્રવ્યોને અને એમના બધા પર્યાયોને જાણે છે. તે બધા દ્રવ્યોની બધી વ્યક્તિઓને અને તેમની ત્રિકાલવર્તી સઘળી અવસ્થાઓને જાણે છે. બધા દ્રવ્યોની બધી વ્યક્તિઓ અનંત છે અને તે દરેકની અવસ્થાઓ પણ અનંત છે. અનંત શેયોનું ક્રમશઃ પ્રહણ તો થઈ શકે નહિ. એટલે કેવળજ્ઞાન અનંત શેયોને યુગપત જાણે છે. જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે આત્માના બધા પ્રદેશો સર્વાક્ષગુણોથી સમૃદ્ધ બની જાય છે. અર્થાત, એક એક ઇન્દ્રિય એક એક ગુણને જાણે છે, જેમ કે આંખ રૂપને જ, નાક ગંધને જ વગેરે,
જ્યારે કેવળજ્ઞાની આત્માનો પ્રત્યેક પ્રદેશ બધા જ રૂપ આદિ વિષયોને જાણે છે. આમ કેવળજ્ઞાન સર્વજ્ઞત્વ છે. સર્વજ્ઞત્વની સિદ્ધિ માટેની મુખ્ય દલીલો
કેવળજ્ઞાનનો સર્વજ્ઞત્વ સાથે અભેદ કર્યા પછી જૈન તાર્કિકો સર્વજ્ઞત્વની સિદ્ધિ માટે નીચે પ્રમાણે મુખ્ય દલીલો કરે છેઃ (૧) જે વસ્તુ સાતિશય હોય છે અર્થાત તરતમભાવાપન્ન હોય છે તે વધતી વધતી ક્યાંક ને ક્યાંક પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, જેમ કે પરિમાણ. પરિમાણ નાનું પણ છે અને તરતમભાવથી મોટું પણ છે. તેથી તે આકાશમાં પૂર્ણતાને પ્રાપ્ત કરતું જણાય છે. એ જ દશા જ્ઞાનની પણ છે. જ્ઞાન ક્યાંક અલ્પ છે તો ક્યાંક અધિક છે - આ રીતે તરતમભાવવાળું દેખાય છે. તેથી તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પણ હોવું જોઈએ. જેમાં તે પૂર્ણકલાપ્રાપ્ત થશે તે જ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પ્રમાણમીમાંસામાં આ યુક્તિ આપી છે. (૨) જે અનુમેય હોય તે કોઈકને તો પ્રત્યક્ષ હોય જ. સૂક્ષ્મ, અન્તરિત અને દૂરવર્તી - કાલિક અને દૈશિક દૃષ્ટિએ – પદાર્થો કોઈકને પ્રત્યક્ષ હોય જ કારણ કે તે પદાર્થો અનુમેય છે. (૩) સૂર્યગ્રહણ આદિના જ્યોતિર્તાનના ઉપદેશની યથાર્થતા અને અવિસંવાદિતા સર્વજ્ઞત્વ સિદ્ધ કરે છે. (૪) સર્વજ્ઞ છે કારણ કે બાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org