________________
૪૬
જૈનદર્શનમાં સદર્શન મતિજ્ઞાન કેવળશાન પ્રમાણોની અસંભવિતતાનો નિશ્ચય છે. સર્વજ્ઞનું બાધક પ્રમાણ પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષના આધારે જે વ્યક્તિ કહે કે કોઈ દેશ કે કોઈ કાળે કોઈ સર્વજ્ઞ નથી તે વ્યક્તિ પોતે જ સર્વજ્ઞ બની જશે. પ્રત્યક્ષના બળે બધા દેશ અને બધા કાળના બધા પુરુષોનું જ્ઞાન સર્વજ્ઞ વિના બીજા કોઈને કેવી રીતે હોઈ શકે? સર્વજ્ઞનું બાધક અનુમાન પણ નથી. કેટલાક સર્વજ્ઞના બાધક અનુમાન તરીકે નીચેનું અનુમાન આપે છે – અહિંન્ત સર્વજ્ઞ નથી કારણ કે તે વક્તા છે અને પુરુષ છે, રસ્તે જનાર સામાન્ય માણસની જેમ. આ અનુમાન સર્વજ્ઞનું બાધક નથી કારણ કે સર્વજ્ઞત્વ અને વસ્તૃત્વનો કોઈ વિરોધ નથી. એકની એક વ્યક્તિ વક્તા પણ હોઈ શકે છે અને સર્વજ્ઞ પણ હોઈ શકે છે. જો જ્ઞાનની વૃદ્ધિ સાથે વચનોનો હ્રાસ દેખાતો હોત તો જ્ઞાનની ઉત્કૃષ્ટતામાં વચનોનો અત્યન્ત બ્રાસ થાત. પરંતુ હકીક્તમાં તો જ્ઞાનની વૃદ્ધિ સાથે વચનની પણ પ્રકર્ષતા દેખાય છે. સર્વજ્ઞત્વનો પુરુષ સાથે પણ કોઈ વિરોધ નથી. પરંતુ સર્વજ્ઞત્વનો રાગ સાથે વિરોધ છે. તેથી જે પુરુષમાં રાગ હોય ત્યાં સર્વજ્ઞત્વ ન હોય. સર્વજ્ઞત્વનો વીતરાગતા સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે જે પુરુષ વીતરાગ હોય તે સર્વજ્ઞ હોય જ. આમ પ્રસ્તુત અનુમાન સર્વજ્ઞનું સમર્થન કરે છે. (પ) આજ પ્રાયઃ બધા પુરુષ રાગી દેખાય છે, કોઈ વીતરાગી દેખાતો નથી, તો અતીત યા ભવિષ્યમાં કોઈ પૂર્ણ વીતરાગીની સંભાવના કેવી રીતે હોઈ શકે? અને વીતરાગી ન સંભવતો હોય તો સર્વજ્ઞ ક્યાંથી સંભવે? આનો ઉત્તર એ છે કે આત્મા અનંતજ્ઞાનસ્વરૂપ છે. રાગાદિ આત્માનું સ્વરૂપ નથી. તેથી યોગસાધના અને મૈત્રી આદિ ભાવનાથી તેમનો ઉચ્છેદ શક્ય છે અને પરિણામે આત્માના અનંતજ્ઞાનનું પૂર્ણ પ્રાકટ્ય શક્ય છે. તેથી સર્વજ્ઞ સંભવે છે.' સર્વજ્ઞત્વની સિદ્ધિ માટે આપેલી દલીલોનું બોદાપણું
સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા આપેલી આ દલીલો સાવ બોદી છે: (૧) જીવમાં જ્ઞાનની તરતમતા જણાય છે માટે જીવમાં જ્ઞાન પરમોત્કૃષ્ટ કોટિએ પહોચે છે એમ કહ્યું છે. જીવમાં ‘ જ્ઞાનની તરતમતા ઉપરથી જીવમાં જ્ઞાન પરમોત્કૃષ્ટ કોટિએ પહોચે છે એમ જૈનો સિદ્ધ કરવા માંગે છે. એટલે જ્યાં ગુણની તરતમતા હોય ત્યાં જ તે ગુણ પરમોત્કૃષ્ટ કોટિએ પહોંચે છે એ દર્શાવવું જોઈએ. પણ એ દર્શાવવા પરિમાણનું જે દૃષ્ટાંત આપ્યું છે તે પોતે પણ વિપરીત સિદ્ધ કરે છે. જે દ્રવ્ય કે જે જાતિના પદાર્થમાં પરિમાણનો તરતમભાવ આપણને જણાય છે તે દ્રવ્ય કે તે જાતિનો પદાર્થ કદી પણ પરમહત્પરિમાણને પામતો જ નથી. આંબળામાં તરતમ પરિમાણ છે પણ કોઈ પણ આંબળું પરમમહત્પરિમાણ પામતું નથી. પૌલિક પદાર્થમાં તરતમ પરિમાણ હોય છે પણ કોઈ પણ પૌદ્ગલિક પદાર્થ પરમમહત્પરિમાણ કોઈ કાળે પામતો જ નથી. જૈન મતે આત્મા સંકોચવિકાસશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org