________________
કેવળજ્ઞાન
હોઈ તેનામાં પણ તરતમ પરિમાણ છે પણ કોઈ આત્મા પરમમહત્પરિમાણ પામતો નથી. કેવળ આકાશમાં પરમમહત્પરિમાણ છે પરંતુ ત્યાં આકાશમાં પૂર્વે કદી પણ પરિમાણમાં તરતમભાવ હતો જ નહિ, આકાશનું પરમમહત્પરિમાણ તો અનાદિ છે. આમ જ્યાં પરિમાણનો તરતમભાવ છે ત્યાં તે પરિમાણ કદી પરમમહત્પરિમાણ બનતું જ નથી. તેથી આત્મામાં જ્ઞાનનો તરતમભાવ છે એટલે જ્ઞાન આત્મામાં પોતાની પરમોત્કૃષ્ટ કોટિ પામી શકે જ નહિ, એવું ફલિત થાય. આમ આત્મામાં સર્વજ્ઞત્વની સિદ્ધિ કરવા આપેલું અનુમાન વિપરીત સિદ્ધ કરતું જણાય છે. બીજું, જ્ઞાન અલ્પવિષયગ્રાહી, બહુવિષયગ્રાહી જણાય છે માટે તે સર્વવિષયગ્રાહી પણ સંભવે છે અને સર્વવિષયગ્રાહી જ્ઞાન જ અનંતજ્ઞાન છે એમ જૈનો માને તો જૈનો ઉપર એ સ્વીકારવાની આપત્તિ આવે કે અલ્પવિષયસુખ, બહુવિષયસુખ જણાય છે માટે સર્વવિષયસુખ સંભવે છે જ અને સર્વવિષયસુખ જ અનંતસુખ છે. પરંતુ જૈનો એવું તો માનતા નથી. ઊલટું, તેમના મતે નિર્વિષયસુખ જ અનંતસુખ છે. આ બધું દર્શાવે છે કે સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા આપેલી પ્રથમ દલીલ ગ્રાહ્ય નથી. (૨) જે અનુમેય હોય તે પ્રત્યક્ષ હોવું જ જોઈએ એ સ્વીકારીએ તો પછી જે અનુમેય હોય તે કોઈકને તો પ્રત્યક્ષ હોવું જ જોઈએ એ વાત કદાચ સ્વીકારાય. પરંતુ જે અનુમેય હોય તે પ્રત્યક્ષ હોવું જ જોઈએ એ જ સ્વીકાર્ય નથી. પરમાણુને આપણે દેખી શક્તા નથી પણ તેનું અનુમાન આપણે કરી શકીએ છીએ, તર્કથી તેની સ્થાપના થઈ શકે છે, એ તો સર્વને સ્વીકાર્ય છે. એટલે બીજી દલીલ પણ સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા સમર્થ નથી. (૩) ભવિષ્યમાં ક્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થશે એનો ઉપદેશ સર્વજ્ઞત્વ સિદ્ધ કરી શકે નહિ કારણ કે એ તો શુદ્ધ ગાણિતિક ગણતરીને આધારે અસર્વજ્ઞ પણ કહી શકે. અમદાવાદથી મુંબઈનું અંતર ખબર હોય અને ગાડીની ગતિનું જ્ઞાન હોય તો અમદાવાદથી અત્યારે ઉપડેલી ગાડી ક્યારે મુંબઈ પહોંચશે એ કોઈ પણ વ્યક્તિ ગણતરી કરી કહી શકે. તેવી જ રીતે, જેને ચંદ્ર, સૂર્ય, પૃથ્વીની ગતિ વગેરેનું જ્ઞાન હોય તે ખગોળશાસ્ત્રી સહેલાઈથી ગણતરી માંડી કહી શકે કે ભવિષ્યમાં ક્યારે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ કે ખગોળીય ઘટના ઘટશે. એટલે આ દલીલ પણ સર્વજ્ઞત્વ સિદ્ધ કરી શકતી નથી. (૪) બધા જીવો અસર્વજ્ઞ છે આ વ્યાપ્તિનું ગ્રહણ કરવા માટે તૈકાલિક અને સર્વદેશસ્થ બધા જીવોનું અને તેમની અસર્વજ્ઞતાનું પ્રત્યક્ષ ગ્રહણ કરવું જરૂરી નથી. જૈનો ધૂમ અને અગ્નિ વચ્ચેની વ્યાપ્તિના ગ્રહણ માટે સૈકાલિક અને સર્વદેશી સર્વ ધૂમો અને સર્વ અગ્નિઓના પ્રત્યક્ષને જરૂરી માનતા નથી. સર્વ સત વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે એ વ્યાપ્તિ જૈનો સ્વીકારે છે. શું આ વ્યાપ્તિના ગ્રહણ માટે સૈકાલિક અને સર્વદેશસ્થ સત્ વસ્તુઓ અને તેમની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તતાનું પ્રત્યક્ષ જૈનો જરૂરી માને છે? ના. જૈન મતે વ્યાપ્તિગ્રહણ પ્રત્યક્ષથી નહિ પણ તર્કથી થાય છે. એટલે સર્વજ્ઞની સિદ્ધિ માટે આપેલી ચોથી દલીલ પણ ગ્રાહ્ય નથી. (પ) રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org