________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
આગન્તુક મળ હોઈ તેનો ઉચ્છેદ સર્વસ્વીકૃત છે. પરંતુ એ ઉ૫૨થી એટલું જ કહી શકાય કે વીતરાગીનું જ્ઞાન રાગરહિત તદ્દન શુદ્ધ હોય છે, અને નહિ કે સર્વવિષયને જાણનારું. વીતરાગ હોય તે સર્વજ્ઞ હોય જ એમ કહી શકાય નહિ. પાતંજલ યોગદર્શન વીતરાગમાં સર્વજ્ઞત્વ અનિવાર્ય માનતું નથી.
‘કેવળજ્ઞાન’ શબ્દનો અર્થ
૪૮
‘કેવળજ્ઞાન’ શબ્દગત ‘કેવળ’ પદનો એક અર્થ ‘વિશુદ્ધ’ થાય છે. એટલે ‘કેવળજ્ઞાન’ શબ્દનો અર્થ વિશુદ્ધ જ્ઞાન એટલો જ થાય. વિશુદ્ધ જ્ઞાન એટલે ૨ાગમળથી અક્લિષ્ટજ્ઞાન. કેવળજ્ઞાન વીતરાગનું જ્ઞાન છે એ હકીકત સાથે આનો બરાબર મેળ ખાય છે, અને યોગદર્શનમાં પતંજલિએ જે અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓની (જ્ઞાનોની) વાત કરી છે તે અક્લિષ્ટ ચિત્તવૃત્તિ અને કેવળજ્ઞાન બંને એક જ પરિસ્થિતિને સૂચવે છે. અક્લિષ્ટ ચિત્તવૃત્તિ અને કેવળજ્ઞાન બંને એક જ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. અહીં બાહ્ય વિષયોના જ્ઞાનોનો પ્રતિષેધ નથી પરંતુ તે જ્ઞાનો વિષયો પ્રત્યેના રાગથી, કોઈ પણ પ્રકારના રાગથી સર્વથા મુક્ત છે. સામાન્ય જનો રાગયુક્ત હોઈ જ્યારે પણ તેમને કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાનની સાથે જ રાગ-દ્વેષનો ભાવ અવશ્ય ઊઠે છે. એથી ઊલટું, વીતરાગીની બાબતમાં તેને જ્યારે કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે ત્યારે તે વિષય પ્રત્યે રાગ-દ્વેષનો કોઈ ભાવ ઊઠતો નથી. આમ વીતરાગીનું જ્ઞાન રાગરહિત વિશુદ્ધ છે. અને તે કેવળજ્ઞાન છે. કેટલાક ચિંતકોને લાગ્યું કે વિશુદ્ધ જ્ઞાનનું રાગરહિત હોવું જ પૂરતું નથી પરંતુ તેનું વિષયાકારશૂન્ય હોવું પણ જરૂરી છે. એટલે તેમને મતે કેવળજ્ઞાનનો અર્થ છે રાગરહિત તેમ જ સાથે સાથે વિષયાકારરહિત તદ્દન વિશુદ્ધ જ્ઞાન. આમ કેવળજ્ઞાન એ વિજ્ઞાનવાદી બૌદ્ધોના ગ્રાહ્યગ્રાહકાકારવિનિર્મુક્ત વિશુદ્ધ વિજ્ઞાન જેવું થશે. તે રાગમુક્ત તો છે જ પણ કોઈ પણ વિષયકા૨થી પણ મુક્ત છે. આ જ વસ્તુને શ્રીમદ્ રાજચંદ્ર અને બીજા કેટલાક જૈન ચિંતકોએ બીજા શબ્દોમાં રજૂ કરી. કેવળ આત્માનું જ્ઞાન તે જ કેવળજ્ઞાન.૧૩ આચાર્ય કુંદકુંદે નિયમસારના શુદ્ધોપયોગાધિકારમાં (ગાથા ૧૫૮) લખ્યું છે કે ‘“કેવલી ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે” આ કથન વ્યવહારનયથી છે પરંતુ નિશ્ચયનયથી તે પોતાના આત્મસ્વરૂપને જાણે છે. આ ઉપરથી ફલિત થાય છે કે કેવલીની ૫૨૫દાર્થજ્ઞતા વ્યાવહારિક છે, નૈૠયિક નથી, પારમાર્થિક નથી. આ સંદર્ભમાં એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે કુંદકુંદ વ્યવહારનયને અભૂતાર્થ (ખોટો) અને નિશ્ચયનયને ભૂતાર્થ(સાચો) ગણે છે.” પરિણામે સર્વજ્ઞતાનું પર્યવસાન આત્મજ્ઞતામાં જ થઈ જાય છે. અને આમ, ઉપનિષદના ‘“ઞાત્મનો( = હાસ્ય) વિજ્ઞાનેન સર્વ વિતિ મતિ’' એ વાક્યના આશયની તદ્દન નજીક કુંદકુંદનો વિચાર પહોંચી જાય છે. ઉપનિષદનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org