________________
2
3
કેવળજ્ઞાન
૪૯
આ સર્વજ્ઞત્વ એ બીજું કંઈ નહિ પણ કેવળ આત્મજ્ઞત્વ જ છે. “આત્મા જ સર્વ કંઈ છે, સર્વના સારભૂત છે, એને જાણ્યે સર્વ જાણ્યું, જેણે આત્મા જાણ્યો તેને બીજું જાણવાનું કંઈ પ્રયોજન નથી,” એ ભાવ છે. એટલે, ખરેખર કેવળજ્ઞાન એ સર્વજ્ઞત્વ નથી. સર્વજ્ઞત્વનો તેના ઉપર આરોપ કરવામાં આવ્યો છે. ‘કેવળજ્ઞાન’ શબ્દ પોતે સર્વજ્ઞત્વનો અર્થ આપતો નથી.
કેવળજ્ઞાન ઉપર સર્વજ્ઞત્વનો આરોપ શા માટે ?
તે કાળે સર્વજ્ઞત્વની પ્રતિષ્ઠા અનેક ધર્મસંપ્રદાયોમાં, દાર્શનિક વિચારધારાઓમાં અને સામાન્ય જનોમાં જામી ગઈ હોવી જોઈએ. એટલે મૂળે સર્વજ્ઞત્વ ન સ્વીકારનારાઓને પણ તે પ્રભાવ તળે સર્વજ્ઞત્વને સ્વીકારવાની ફરજ પડી હોય એ સ્વાભાવિક છે. ભિન્ન ભિન્ન ધર્મ-દર્શનપરંપરાઓમાં સર્વજ્ઞત્વની વિભાવના વિશે વિચારીએ.
બૌદ્ધ પરંપરામાં સૌપ્રથમ બુદ્ધનો દાવો કેવળ ત્રણ વિદ્યાઓનો જ છે. આ ત્રણ વિદ્યાઓ છે – (૧) પૂર્વજન્મોની ઘટનાઓને બરાબર જાણવાની વિદ્યા, (૨) દિવ્ય ચક્ષુથી પ્રાણીઓને ઉત્પન્ન થતાં, મરતાં અને સ્વર્ગલોકમાં જતાં દેખવાની વિદ્યા અને (૩) આસ્રવોના (દોષોના) ક્ષયથી ચિત્તની વિમુક્તિનો અને પ્રજ્ઞાની વિમુક્તિનો સાક્ષાત્કાર.૧૫ અહીં એ નોંધવું જોઈએ કે અહીં ભવિષ્યવિષયક જ્ઞાનનો કોઈ જ નિર્દેશ નથી. બુદ્ધ પોતે સર્વજ્ઞ હોવાનો દાવો કરતા નથી. ઊલટું, સર્વજ્ઞતાને તે અશક્ય સમજતા હોય એમ લાગે છે.૧૬ આ પછી ઉપરની ત્રણ વિદ્યાઓમાં બીજી સાત વિદ્યાઓ ઉમેરી કુલ દસ વિદ્યાઓના ધારક બુદ્ધને માનવામાં આવ્યા. આ દસ વિદ્યાઓને દસબલ કહેવામાં આવે છે. ઉમેરવામાં આવેલી સાત વિદ્યાઓ આ છે - (૧) ઉચિતને ઉચિત તરીકે અને અનુચિતને અનુચિત તરીકે જાણનારું જ્ઞાનબલ. (૨) કર્મોનાં ફળોને જાણનારું જ્ઞાનબલ. (૩) સાધનામાર્ગો કઈ તરફ લઈ જાય છે એ જાણનારું જ્ઞાનબલ. (૪) લોકના વિવિધ અને અનેક ઘટક તત્ત્વોને જાણનારું જ્ઞાનબલ. (૫) જીવોના અભિપ્રાયોને જાણનારું જ્ઞાનબલ. (૬) જીવોની શક્તિઓ મંદ છે કે તીવ્ર, વગેરે જાણનારું જ્ઞાનબલ. (૭) ધ્યાન, વિમુક્તિ, સમાધિ અને સમાપત્તિ આ ચારની શુદ્ધિ, અશુદ્ધિ અને વૃદ્ધિને જાણનારું જ્ઞાનબલ. આ દસબલની સૂચિ ઉપરથી ફલિત થાય છે કે હજુ પણ બુદ્ધ સર્વજ્ઞ હોવાની માન્યતા ઊભી થઈ નથી.૧૭ પણ પછી થોડા જ સમયમાં બુદ્ધ સર્વજ્ઞ હોવાનું સ્વીકારાયું લાગે છે. મઝિમનિકાયના કર્ણાત્થલસુત્તમાં બુદ્ધના મુખમાં નીચેનાં બે વિધાનો મૂકવામાં આવ્યાં છે. (૧) નસ્થિ સો समणो वा ब्राह्मणो वा यो सकिदेव सब्बं अस्सति सब्बं दक्खिति.... न तं ठाणं વિન્નતિ । (“એવો કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી જે યુગપત્ સર્વને જાણતો હોય, દેખતો હોય; એ અસંભવ છે.”) (૨) યેતે વમા ંસુ.. સમળો મોતનો માહ મસ્થિ સો
...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org