________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૩૯
વગેરેમાં અનેક વાર અગ્નિના સંબંધને પ્રત્યક્ષ ભલે કરે પરંતુ એ સંબંધની સૈકાલિકતા અને સાર્વત્રિકતા પ્રત્યક્ષનો વિષય નથી કારણ કે પ્રત્યક્ષ સન્નિકૃષ્ટ વર્તમાન વિષયને જ જાણે છે અને તે મુખ્યતઃ અવિચારક છે. અનુમાન પ્રમાણ વડે પણ આ વ્યાપ્તિનું ગ્રહણ સંભવતું નથી કારણ કે અનુમાનની ખુદની ઉત્પત્તિ વ્યાપ્તિના ગ્રહણ પછી થાય છે. એક અનુમાનની વ્યાપ્તિ જો બીજા અનુમાનથી ગૃહીત થાય છે એમ માનીએ તો આ બીજા અનુમાનની વ્યાપ્તિને ગ્રહણ કરવા ત્રીજા અનુમાનની અને ત્રીજા અનુમાનની વ્યાપ્તિને ગ્રહણ કરવા ચોથા અનુમાનની જરૂર પડશે અને એમ અનવસ્થાદોષ આવશે. એટલે જ વાણિગ્રાહી પ્રમાણ તરીકે તર્કને માનવો જરૂરી છે. બૌદ્ધ તાર્કિકો નિર્વિલ્પ પ્રત્યક્ષ પછી ઉત્પન્ન થનાર સવિકલ્પ પ્રત્યક્ષને જ વ્યાતિગ્રાહી ગણે છે. જૈન તાર્કિકો આ બૌદ્ધ મતનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે સવિકલ્પ જ્ઞાન પોતે જ બૌદ્ધ મતે અપ્રમાણ છે તો પછી એના દ્વારા ગૃહીત વ્યાપ્તિમાં વિશ્વાસ કેવી રીતે કરાય? નૈયાયિકો તર્કને ન તો પ્રમાણ માને છે કે ન તો અપ્રમાણ. તેમને મતે તર્ક તો પ્રમાણનો અનુગ્રાહક છે. નૈયાયિકોના આ મતનું ખંડન જૈન તાર્કિકો એમ કહીને કરે છે કે જે પોતે પ્રમાણ ન હોય તે બીજા પ્રમાણોનો અનુગ્રહ કેવી રીતે કરી શકે? જૈન તાર્કિકો અનુસાર તર્ક પોતે અવિસંવાદી છે તેમ જ અવિસંવાદી અનુમાનનો જનક પણ છે, તેથી તે પ્રમાણ છે, સ્વતંત્ર પ્રમાણ છે. સંપૂર્ણરૂપે સાધ્ય અને સાધનના સર્વોપસંહારી વ્યાપ્તિસંબંધને ગ્રહણ કરનાર તકને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારવો જોઈએ. જ્યાં જ્યાં સાધનનું પ્રત્યક્ષ થાય છે ત્યાં ત્યાં સાધ્યનું પણ પ્રત્યક્ષ થાય છે અને જ્યાં જ્યાં સાધ્યાભાવનું અનુપલંભથી ગ્રહણ થાય છે ત્યાં ત્યાં સાધનાભાવનું પણ અનુપલંભથી ગ્રહણ થાય છે– આ ઉપલભ-અનુપલંભથી તર્ક ઉત્પન્ન થાય છે. વ્યાણિગ્રાહી આ તર્કરૂપ જ્ઞાન અવિસંવાદી હોવાથી સ્વતંત્ર પ્રમાણ છે, એમ જૈન તાર્કિકો માને છે.
અનુમાન - ભગવતીસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રમાં ચાર પ્રમાણોમાં અનુમાન પ્રમાણનો ઉલ્લેખ છે. અનુયોંગદ્વારસૂત્ર ત્રણ પ્રકારના અનુમાનો ગણાવે છે – પૂર્વવત, શેષવત અને દસાધર્યુવત; પછી દરેકને ઉદાહરણ આપી સમજાવે છે. વળી, તે, અનુમાનના વિષયની કાલિક સ્થિતિને આધારે પણ અનુમાનના ત્રણ ભેદ કરે છેઅતીતગ્રાહી, વર્તમાનગ્રાહી અને અનાગતગ્રાહી.” સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના હેતુ જણાવ્યા છે - વિધ્યાત્મક સાધ્યવાળો વિધ્યાત્મક હેતુ, નિષેધાત્મક સાધ્યવાળો વિધ્યાત્મક હેતુ, વિધ્યાત્મક સાધ્યવાળો નિષેધાત્મક હેતુ અને નિષેધાત્મક સાધ્યવાળો નિષેધાત્મક હેતુ." અનુમાનના અવયવો અંગે દશવૈકાલિકનિર્યુક્તિમાં બે, ત્રણ, પાંચ અને દસ અવયવોના ચાર વિકલ્પો સ્વીકાર્યા છે. ત્યાં દસ અવયવોની બે જુદી યાદીઓ છે. આમ આગમોમાં અનુમાન વિશે ખાસ વિચારણા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org