________________
૪૦
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
" બૌદ્ધ તાર્કિકો અને નૈયાયિકોએ અનુમાન અંગે પુષ્ય વચારણા કરીને અનુમાન સિદ્ધાન્તની સ્થાપના કરી લીધા પછી જૈન તાર્કિકોએ મંચ પર પ્રવેશ કર્યો છે અને સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતારમાં સૌપ્રથમ અનુમાનની વ્યવસ્થિત વિચારણા થઈ છે, અને અકલંકના ગ્રંથોમાં જૈન અનુમાનસિદ્ધાન્ત પુર્ણ અને પુષ્ટ બન્યો છે.
પ્રત્યક્ષ કે શબ્દ (આગમ) દ્વારા જ્ઞાત સાધન (હેતુ, લિંગ) ઉપરથી અજ્ઞાત સાધ્ય (લિંગી)નું જ્ઞાન અનુમાન છે. આપણે ધુમાડો દૂર પર્વત ઉપર દેખીએ છીએ. તે ઉપરથી આપણે અનુમાન કરીએ છીએ કે પર્વત ઉપર અગ્નિ છે. અહીં ધુમાડો એ અગ્નિનું જ્ઞાન કરાવનાર જ્ઞાપક સાધન છે. ધુમાડા ઉપરથી અગ્નિનું અસ્તિત્વ પુરવાર કરવામાં આવે છે. તેથી અગ્નિને સાધ્ય કહેવાય. જો બે વસ્તુઓ વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવસંબંધ હોય તો જ વ્યાપ્ય વસ્તુ વ્યાપક વસ્તુનું જ્ઞાન કરાવે છે. સાધન હંમેશા વ્યાપ્ય હોય છે અને સાધ્ય હંમેશા વ્યાપક હોય છે. આ સંબંધને વ્યાપ્તિ કહેવામાં આવે છે. જે સ્થાનમાં સાધ્યને પુરવાર કરવામાં આવે છે તેને પક્ષ કહેવામાં આવે છે. સાધ્યને જ્યાં પુરવાર કરવું હોય ત્યાં જ તેના સાધનનું જ્ઞાન તે પક્ષધર્મતાજ્ઞાન કહેવાય છે. અનુમાન માટે વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન જરૂરી છે. તે સિવાય અનુમાન કરી શકાય નહિ. સપક્ષ એ પક્ષ સિવાયની એવી વસ્તુ છે જ્યાં સાધ્યનું અસ્તિત્વ જ્ઞાત છે. વિપક્ષ એ પક્ષસિવાયની એવી વસ્તુ છે જ્યાં સાધ્યનો અભાવ જ્ઞાત છે.
વ્યાપ્તિ એટલે વ્યાપ્ય હોતાં વ્યાપકનું હોવું જ, અથવા વ્યાપક હતાં જ્યાં વ્યાપક હોય ત્યાં જ વ્યાપ્યનું હોવું. સાધનનું સાધ્યને વિના નિયમથી ન હોવું તે સાધનનો સાધ્ય સાથે અવિનાભાવસંબંધ છે. આ અવિનાભાવસંબંધ જ વ્યાપ્તિ છે. જૈન મતે વ્યાપ્તિનું ગ્રહણ તર્કથી થાય છે. એવા કેટલા સંબંધો છે કે જેમના સંબંધીઓ વચ્ચે વ્યાપ્તિસંબંધ ોય? બૌદ્ધો કહે છે કે કાર્યકારણભાવ અને સ્વભાવસંબંધ આ બે જ એવા સંબંધ છે કે જેમના સંબંધીઓ વચ્ચે વ્યાપ્તિસંબંધ હોય છે. તેમને મતે તદુત્પત્તિ અને તાદાભ્ય આ બે • સંબંધો જ વ્યાપ્તિના નિયામક છે. બીજા શબ્દોમાં, જેટલી વ્યાપ્તિઓ છે તે બધી આ બે સંબંધોમાં જ પર્યવસાન પામે છે. ધૂમ અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિસંબંધ છે કારણ કે તે બે વચ્ચે કાર્યકારણભાવ છે. વૃક્ષત્વ અને આમૃત્વ વચ્ચે વ્યાપ્તિસંબંધ છે કારણ કે તે બે વચ્ચે • સ્વભાવસંબંધ છે – તાદાભ્યસંબંધ છે. જૈન તાર્કિકને મતે વ્યાપ્તિને તાદાભ્ય અને તંદુત્પત્તિમાં સીમિત કરવા કરતાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે સાધ્ય-સાધન વચ્ચે અવિનાભાવસંબંધ છે. જો વ્યાપ્તિને તાદાભ્ય અને તદુત્પત્તિમાં સીમિત કરવામાં આવે તો કાર્યક્ષેતુ અને સ્વભાવહેતુ એ બે જ પ્રકારના હેતુ સંભવે; પરંતુ વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે કાર્ય હેતુ અને સ્વભાવહેતુથી અતિરિક્ત પણ અનેક હેતુઓ છે. કૃત્તિકોદય ઉપરથી અતીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org