________________
કેવળજ્ઞાન
૫૧
૧૮
કર્યો. આમ જે જાણવું હોય તેને જ જાણવાના અર્થમાં સ્થવિરવાદમાં સર્વજ્ઞત્વનો સ્વીકાર થયો હતો, તે અર્થ બદલી એક સાથે બધી વસ્તુઓના જ્ઞાનના અર્થમાં સર્વજ્ઞત્વનો મહાસંધિકોએ સ્વીકાર કર્યો.
સાંખ્ય પરંપરા અને તેના સમાનતંત્ર યોગની પરંપરા ઘણી પ્રાચીન છે. એ હકીકત છે કે બુદ્ધ સાંખ્યાચાર્ય આલાર કાલામના અને યોગાચાર્યે રુદ્રક રામપુત્રના કેટલાક સમય સુધી શિષ્ય રહ્યા હતા. પરંતુ સાંખ્ય અને યોગના વ્યવસ્થિત લખાયેલા પ્રાચીન ગ્રંથો ઉપલબ્ધ નથી. સાંખ્યનું વ્યવસ્થિત નિરૂપણ કરતો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકા લગભગ ઈ.સ.ની પ્રથમ શતાબ્દીનો છે, જ્યારે યોગનું વ્યવસ્થિત નિરૂપણ કરતો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીનો છે, અને તે છે પતંજલિનો ‘યોગસૂત્ર’ નામનો ગ્રંથ. તેમ છતાં સાંખ્ય-યોગ ૫રં૫રા ઘણી પ્રાચીન છે. આપણે આ પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથોને આધારે તે પરંપરામાં સર્વજ્ઞત્વની વિભાવનાનું નિરૂપણ કરીશું. સાંખ્ય-યોગની પ્રાચીન પરંપરા મુજબ વિવેકખ્યાતિ (વિવેકજ્ઞાન) પૂર્ણ થતાં અર્થાત્ પૂરેપૂરી સિદ્ધ થતાં સાધકને ધર્મમેઘસમાધિનો લાભ થાય છે.૧૯ ૧૯ એ કારણે યોગીઓ ધર્મમેઘસમાધિને વિવેકખ્યાતિની જ પરાકાષ્ઠા સમજે છે.૨૦ ધર્મમેઘસમાધિ લેશો અને કર્મોનો સમૂળ નાશ કરે છે, પરિણામે સાધક જીવન્મુક્ત બને છે, હવે તેને પુનર્જન્મ સંભવતો નથી. તેણે જન્મનાં કારણોનો નાશ કરી નાખ્યો છે.૨૧ આવા જીવન્મુક્તને વિવેકજ્ઞાનજન્ય તારકજ્ઞાન નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ તારકજ્ઞાન જ સર્વને જાણનારું જ્ઞાન (સર્વજ્ઞજ્ઞાન) છે. તારકજ્ઞાન બધા જ વિષયોને અને તેમની અતીત, અનાગત, વર્તમાન બધી જ અવસ્થાઓને અક્રમથી એક ક્ષણમાં જાણી લે છે.૨૨ તારકજ્ઞાનરૂપ સિદ્ધિ જે વિવેકી જીવન્મુક્તને પ્રાપ્ત થઈ હોય તે, જો ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ (=ધારણા, ધ્યાન અને સમાધિ) કરે તો, યુગપત્ એક જ ક્ષણમાં સર્વ શેયોને જાણે છે. આમ સર્વને જાણવા માટે મુખ્ય બે શરતોનું પાલન જરૂરી છે-(૧) દૃઢ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જેના ફળરૂપે સર્વને જાણવાની સિદ્ધિ, લબ્ધિ, શક્તિ પ્રાપ્ત થાય છે. (૨) ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ કરવો જોઈએ. આમ પ્રાચીન સાંખ્યયોગ ચિંતકોએ યુગપત્ સર્વનું જ્ઞાન માન્યું હોવા છતાં સતત અનંતકાળ સુધી તેને ચાલુ રહેતું માન્યું નથી. પરંતુ ઈ.સ. ત્રીજી-ચોથી શતાબ્દીમાં યોગભાષ્યકાર વ્યાસે નિત્યમુક્ત એક ઈશ્વરનો ખ્યાલ પાતંજલ યોગપરંપરામાં દાખલ કરી યુગપત્ સર્વનું જ્ઞાન સદાકાળ ઈશ્વરમાં રહેતું સ્વીકાર્યું.' તેને ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ કરવાની જરૂર નથી. તેનું સર્વજ્ઞત્વ અનાદિ-અનંત છે, નિત્ય છે. યોગભાષ્યકાર પહેલાં નિત્યમુક્ત એક ઈશ્વરનો ખ્યાલ યોગદર્શનમાં પણ ન હતો, ‘ઈશ્વર’પદનો પ્રયોગ તારકજ્ઞાન(સર્વજ્ઞત્વ)ની સિદ્ધિ ધરાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org