________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
જીવન્મુક્તમાં થતો. અને એ અર્થમાં ઈશ્વરો અનેક હતા અને અનિત્ય (પૂર્વે બદ્ધ) હતા. સર્વ જીવન્મુક્તોને આ તારકજ્ઞાનની સિદ્ધિ હોતી નથી. એટલે ખુદ ભાષ્યકાર કહે છે કે જીવન્મુક્ત ઈશ્વર (તારકજ્ઞાનસિદ્ધિરૂપ ઐશ્વર્યયુક્ત) હોય કે ન હોય તે દેહપડતાં વિદેહમુક્ત બને છે જ.૨૬ જીવન્મુક્તે વિદેહમુક્ત બનતાં પહેલાં સર્વજ્ઞ બનવું જરૂરી નથી મનાયું. આ એક નોંધપાત્ર બાબત છે. સાંખ્યયોગ અનુસાર ચિત્ત જ જ્ઞાતા છે. ચિત્તનું વિષયાકારે પરિણમવું એ જ જ્ઞાન છે. ચિત્તના આ વિષયાકાર પરિણામને ચિત્તવૃત્તિ કહે છે. એટલે ચિત્તવૃત્તિ એ જ જ્ઞાન છે. તેથી તારકજ્ઞાન કે સર્વજ્ઞજ્ઞાનનો અર્થ થશે યુગપત્ એક જ ક્ષણમાં ચિત્તનું સર્વ જ્ઞેયોના આકારે પરિણમવું. ચિત્ત એક સાથે અનંત વિષયોના આકારે કેવી રીતે પરિણમી શકે અને એ પરિણામ કેવો હોય એની કલ્પના કરવી પણ કઠિન છે. પરંતુ સાંખ્ય-યોગે એવું માન્યું છે. જ્યારે જીવન્મુક્ત વિદેહમુક્ત બને છે ત્યારે તેનું ચિત્ત પોતાના મૂળ કારણ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે, ચિત્તના અભાવમાં ચિત્તવૃત્તિનો અર્થાત્ જ્ઞાનનો અભાવ થઈ જાય છે, તેથી વિદેહમુક્તને જ્ઞાન જ હોતું નથી. પુરુષ (આત્મા) સાક્ષાત્ ચિત્તવૃત્તિનું દર્શન કરે છે અને ઘટપટાદિ વિષયોનું દર્શન ચિત્તવૃત્તિ દ્વારા કરે છે. એટલે મોક્ષમાં પુરુષને દર્શન પણ નથી, માત્ર દર્શનશક્તિ છે.
પર
૨૯
ન્યાય-વૈશેષિક પરંપરા પણ પ્રાચીન છે. ગૌતમના ઉપલબ્ધ ન્યાયસૂત્રમાં ઈ.સ. પૂ. ૩૦૦થી ઈ.સ. ૪૦૦ સુધીનાં સ્તરો જણાય છે. વાત્સ્યાયનનું ન્યાયભાષ્ય ઈ.સ.ની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધની કૃતિ જણાય છે. ગૌતમ અને વાત્સ્યાયન બંને ‘ઈશ્વર’પદથી જીવન્મુક્ત સમજે છે. ઈશ્વર અધર્મ, મિથ્યાજ્ઞાન અને પ્રમાદનો નાશ કરી ધર્મ, જ્ઞાન અને સમાધિરૂપ સંપત્તિ પ્રાપ્ત કરે છે. તે પરમ ઉપદેષ્ટા છે. વાત્સ્યાયન જીવન્મુક્તને વિહરન્મુક્ત કહે છે. તે તેને સર્વજ્ઞ તરીકે સ્વીકારતા જણાય છે. જીવન્મુક્ત યોગી ઋદ્ધિબળે અનેક યોગજ સેન્દ્રિય શરીરો નિર્માણ કરી અને મુક્તાત્માઓએ ત્યજી દીધેલાં અણુ મનોને ગ્રહણ કરી સર્વ શેયોને યુગપદ્ જાણે છે એવું તે સ્વીકારતા લાગે છે. તેમણે ‘શેય’પદની આગળ ‘સર્વ’ વિશેષણ મૂક્યું નથી પણ તે તેમને અભિપ્રેત હોય એમ લાગે છે. ન્યાય-વૈશેષિક મતે જ્ઞાન આત્માના વિશેષ ગુણ હોવા છતાં તે તેનો સ્વભાવ નથી. શરીરાવચ્છિન્ન આત્મમનઃસન્નિકર્ષરૂપ નિમિત્તકારણથી ઉત્પન્ન થઈ જ્ઞાન ફૂટસ્થનિત્ય આત્મામાં સમવાયસંબંધથી રહે છે એટલું જ માત્ર. મોક્ષમાં આત્માને શરીર નથી અને મન પણ નથી, એટલે નિમિત્તકારણના અભાવમાં જ્ઞાન જ નથી, તો પછી સર્વજ્ઞત્વ તો ક્યાંથી હોય? ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીમાં પ્રશસ્તપાદે શૈવ-પાશુપત સંપ્રદાયના નિત્યમુક્ત મહેશ્વરનો પ્રવેશ ન્યાય-વૈશેષિક પરંપરામાં કરાવ્યો છે. અને તે સાથે નિત્ય સર્વજ્ઞ ઈશ્વરનો – જે જગત્કર્તા છે – સ્વીકાર ઉત્તરકાલીન સર્વે ન્યાય-વૈશેષિક ચિંતકોએ કર્યો છે, એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org