________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૩૩
ઘટાવી શકાય છે, પરંતુ મનનમાં પ્રયુક્ત કોઈ પણ પ્રમાણમાં - ઇન્દ્રિયપ્રત્યક્ષ સિવાય - ઘટાવી શકાતી નથી. જેમણે મનનને એક ખાસ પ્રકારના જ્ઞાનમાં - મતિજ્ઞાનમાં - ફેરવી નાખ્યું તે જૈન ચિંતકો આ ચાર ભૂમિકાઓને મતિજ્ઞાનમાં લાગુ કરવાની વાત છોડી શક્યા નહિ, પરંતુ તેઓ મતિજ્ઞાનના દરેક પ્રકારમાં તે ચાર ભૂમિકાઓ સ્વીકારી શક્યા નહિ કે ધટાવી શક્યા નહિ. આમ તેમણે મતિજ્ઞાનમાં મનનની ચાર ભૂમિકાનો વારસો અવશેષરૂપે કાયમ રાખ્યો. વળી, મનનની આ ચાર ભૂમિકાએ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિગતવા૨ સિદ્ધાન્ત ઘડવામાં જૈન તાર્કિકોને મોટી સહાય કરી.
અવગ્રહાદિના બહુગ્રાહી આદિ ભેદો અને મનન
ઉમાસ્વાતિ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણામાંથી પ્રત્યેકના બહુગ્રાહી, એકગ્રાહી, બહુવિધગ્રાહી, એકવિધગ્રાહી, ક્ષિપ્રગ્રાહી, અક્ષિપ્રગ્રાહી, નિશ્રિતગ્રાહી, અનિશ્રિતગ્રાહી, સંદિગ્ધગ્રાહી, અસંદિગ્ધગ્રાહી, ધ્રુવગ્રાહી, અવગ્રાહી એમ બાર બાર ભેદો ગણાવે છે.૧૯ આ બધા ભેદોની સમજૂતી આપવી જરૂરી નથી. પરંતુ એક નિરીક્ષણ તો કરવું જોઈએ કે આ બધા ભેદોની પરંપરાગત જે સમજૂતી આપવામાં આવે છે તે ઘણા સ્થાનોએ ખટકે છે અને તર્ક સામે ટકી શકે એવી નથી. ઉદાહરણાર્થ, અવાયની બાબતમાં કહેવું કે તેનો એક ભેદ સંદિગ્ધગ્રાહી અવાય છે એ તો વદતોવ્યાઘાત છે 'माता मे વન્ધ્યા' જેવી વાત છે. જો તે અવાય છે તો સંદિગ્ધગ્રાહી શાનો ? અને જો સંદિગ્ધગ્રાહી છે તો અવાય શાનો? એવું તો નથી ને કે કોઈ બીજાના ભેદો અહીં લાગુ કરી દેવામાં આવ્યા હોય? ‘confused, muddled thinking' જેવા શબ્દપ્રયોગો પ્રચલિત છે. સંદિગ્ધ, અસ્પષ્ટ ચિંતન-મનન સંભવે છે.
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહનું સાચું અર્થઘટન
૨૦
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ - ઇન્દ્રિયપ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનની પ્રથમ ભૂમિકા અવગ્રહની પણ બે પેટાભૂમિકાઓ કરવામાં આવી છે. તેમાં પહેલી વ્યંજનાવગ્રહની ભૂમિકા છે અને બીજી અર્થાવગ્રહની ભૂમિકા છે. વ્યંજનાવગ્રહ એટલે વ્યંજનનો અવગ્રહ. જૈનો વ્યંજનનો અર્થ અહીં ઇન્દ્રિયનો વિષયની સાથે સંયોગ અર્થાત્ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ કરે છે. ટીકાકાર સિદ્ધસેનગણિ લખે છેઃ તત્ પુન: વ્યજ્જન સંશ્ર્લેષરૂપે વિન્ક્રિયાળાં स्पर्शनादीनामुपकरणाख्यानां स्पर्शाद्याकारेण परिणतानां च यः परस्परं संश्लेषः तद् ધ્યાનમ્ । (૧.૧૮). સંસ્કૃત ભાષાની એ ખૂબી છે કે ગમે તે શબ્દમાંથી તેની વિવિધવ્યુત્પત્તિક્ષમતાને કા૨ણે જેને જે અર્થ જોઈતો હોય તે કાઢી શકે – ભલે પછી તે અર્થ શબ્દકોશમાં ન હોય. આને કારણે જ એક શ્લોકના સો અર્થો આપનાર શતાર્થી જેવા ગ્રંથો સંસ્કૃતમાં રચાયા છે. જૈન ચિંતકોએ સંસ્કૃત ભાષાની આ ખૂબીનો ગેરલાભ ઉઠાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org