________________
૩૪
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન વ્યંજન શબ્દનો અર્થ ઈન્દ્રિયાર્થસર્ષિ કર્યો છે. વ્યંજનાવગ્રહમાં ઇન્દ્રિયાર્થસમિકર્ષનું જ ગ્રહણ થાય છે. પછી ઇન્દ્રિય સાથે સંબદ્ધ અર્થનું – વસ્તુનું સામાન્યરૂપે ગ્રહણ થાય છે. આ અર્થાવગ્રહ છે. “અર્થ' શબ્દનો અર્થ અહીં વસ્તુ કરવામાં આવ્યો છે. જે ઇન્દ્રિયની બાબતમાં સકિર્ષ સંભવતો નથી ત્યાં સીધો જ અર્થાવગ્રહ થાય છે. વ્યંજનનો અર્થ ઈન્દ્રિયાર્થસન્નિકર્ષ કરવો એ કંઈક વિચિત્ર લાગે છે. વ્યંજનનો પ્રચલિત અર્થ છોડી આવો અર્થ કરવો એ સૂચવે છે કે અહીં જૈન ચિંતકો કોઈ પ્રાચીન બાબતને નવો વાઘો પહેરાવી રહ્યા છે. “વ્યંજના' શબ્દનો પ્રચલિત અર્થ છે શબ્દ, પહેલાં શબ્દનું ગ્રહણ થાય છે અને પછી શબ્દાર્થનું ગ્રહણ થાય છે. આ દર્શાવે છે કે “અર્થાવગ્રહ’ શબ્દગત “અર્થ' શબ્દનો અર્થ વસ્તુ નથી પણ શબ્દનો અર્થ ‘meaning છે. શબ્દગ્રહણની લાંબી પ્રક્રિયા છે. શબ્દ અનેક અક્ષરનો બનેલ હોય છે. અને અક્ષર તો ઉચ્ચારાતાં જ નાશ પામી જાય છે. તો પછી શબ્દના બધા અક્ષરોનું જો એકસાથે ગ્રહણ ન થઈ શકતું હોય તો શબ્દનું ગ્રહણ કેવી રીતે થાય? આ પ્રશ્નના સમાધાન માટે ભારતીય ચિંતકોને શબ્દગ્રહણની લાંબી પ્રક્રિયા સમજાવવી પડી છે. તેમાં ઊતરવું અહીં જરૂરી નથી. શબ્દગ્રહણ પછી શબ્દાર્થના ગ્રહણની પ્રક્રિયા સમજાવવામાં આવે છે. શબ્દના ગ્રહણ પછી સંકેતનું સ્મરણ થાય છે અને પછી શબ્દાર્થનું ગ્રહણ થાય છે. શબ્દાર્થના ગ્રહણ પછી વાક્યર્થના ગ્રહણની વિશેષ પ્રક્રિયા છે. શબ્દાર્થગ્રહણ અને વાક્યર્થગ્રહણ બંનેનો સમાવેશ અર્થાવગ્રહમાં થાય. આમ મનન જેનો આધાર લઈ આગળ ચાલે છે તે મૂળ આધાર વ્યંજનાવગ્રહ છે અને પછી અર્થાવગ્રહથી ખુદ મનનની પ્રક્રિયા આગળ ચાલે છે. “વ્યંજન” અને “અર્થનો આવો અર્થ જૈન પરંપરામાં પણ પ્રસિદ્ધ છે. જુઓ નીચેની બહુ જાણીતી ગાથા -
काले विणये बहुमाणे उवहाणे तह अणिण्हवणे ।
वंजण अत्थ तदुभए अट्ठविहो णाणमायारो ॥ જૈન પરંપરામાં જ્યાં જ્યાં “યંજન” અને “અર્થ નો પ્રયોગ સાથે સાથે થયો છે ત્યાં તેમનો અર્થ અનુક્રમે શબ્દ અને meaning છે. તત્ત્વાર્થસૂત્રભાષ્ય ૧.૩૫ ઉપરની ટીકામાં સિદ્ધસેનગણિ લખે છે - વ્ય શબ્દ, મિથે વાંવ: |
ઉપરાંત જૈન પરંપરામાં અધ્યાપનની પદ્ધતિમાં પહેલાં શિષ્યને સૂત્ર, ગાથાના શબ્દોનું જ ગ્રહણ કરાવવામાં આવે છે, તેમને યોગ્ય ઉચ્ચારણ સાથે મોઢે કરાવવામાં આવે છે. તેને ગાથા મોઢે થઈ જાય પછી તેને ગાથાનો અર્થ સમજાવવામાં આવે છે, અર્થનું ગ્રહણ કરાવવામાં આવે છે. આમ શિષ્ય પ્રથમ વ્યંજનનું ગ્રહણ કરે છે અને પછી અર્થનું ગ્રહણ કરે છે.
મનનના આધાર અને આદિ એવા વ્યંજનાવગ્રહ (શબ્દગ્રહણ) અને અર્થાવગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org