________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
૨૯
ન ગણ્યું ? આ પ્રશ્નનો ખરો ઉત્તર તો એ છે કે જૈનસમ્મત મતિ, શ્રુત આદિ પાંચ જ્ઞાનોની માન્યતાના મૂળમાં ઔપનિષદિક ચાર સોપાનોની યોજના છે અને એ યોજનામાં મનન પૂર્વે મનનથી જુદું શ્રવણ સોપાન અનિવાર્ય છે, એ મૂળ હકીકતે જ જૈનોને મતિમાં શ્રુતનો સમાવેશ કરતાં રોક્યા લાગે છે. ઔપનિષદિક ચાર સોપાનોમાં બીજા અને ત્રીજા સોપાન શ્રવણ અને મનનના સ્થાને જૈનોએ પોતાના જ્ઞાનપંચકના વર્ગીકરણમાં શ્રુત અને મતિને સ્થાન આપ્યું છે (અલબત્ત, ક્રમ ઊલટાવી નાખ્યો છે). મનન પૂર્વે શ્રવણની એક સ્વતંત્ર સોપાન તરીકેની અનિવાર્યતાનો જૂનો અવશેષ જૈનોના જ્ઞાનપંચકમાં મતિથી શ્રુતના સ્વતંત્ર સ્વીકારમાં જળવાયો છે, અન્યથા તો શ્રુતને પણ મતિમાં દાખલ કરવામાં તેમને કોઈ વાંધો ન હોવો જોઈએ. આમાંથી એ પણ નિશ્ચિતપણે ફલિત થાય છે કે મતિજ્ઞાનાવરણીય કર્મ, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ, ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્મના ભેદોની વ્યવસ્થા પણ એટલી પ્રાચીન નથી જેટલી પ્રાચીન ચાર સોપાનોની વ્યવસ્થા છે. મતિજ્ઞાનનું નિમિત્તકારણ અને મનનનું નિમિત્તકારણ
જૈનો મતિજ્ઞાન( મત્તિ-૪)ના સાધકતમ કારણની ચર્ચા કરે છે. સાધકતમ કારણને માટે ઉમાસ્વાતિ ‘નિમિત્તકારણ’શબ્દનો પ્રયોગ કરે છે. મતિજ્ઞાન( મતિ-અ )માં સમાવેશ પામેલાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરે જ્ઞાનોમાંથી કોઈ ઇન્દ્રિયનિમિત્તક છે, કોઈ મનોનિમિત્તક છે તો કોઈ ઉભયનિમિત્તક પણ છે. તેથી, ઉમાસ્વાતિ લખે છે - તર્ ફન્દ્રિયાનિન્દ્રિયનિમિત્તમ્ । (૧.૧૪). આ સૂત્ર જણાવે છે કે મતિ( મતિ-૬ )નું નિમિત્તકારણ ઇન્દ્રિય અને અનિન્દ્રિય (=મન) છે. આ સૂત્રને ભાષ્ય નીચે પ્રમાણે સમજાવે છે. મતિના બે ભેદ થાય છે - ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન અને મનોનિમિત્ત મતિજ્ઞાન. કેવળ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન તો નિર્વિકલ્પ ઇન્દ્રિયપ્રત્યક્ષ જ છે, કારણ કે તે મનોવ્યાપારરહિત છે, વિચારશૂન્ય છે. સવિકલ્પ ઇન્દ્રિયપ્રત્યક્ષ તો ઇન્દ્રિય અને મન બંને નિમિત્તકારણોથી જન્મ છે. તેથી આપણે તેનો સમાવેશ શેમાં કરીશું ? - ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનમાં કે મનોનિમિત્ત મતિજ્ઞાનમાં ? શક્ય ઉત્તર એ છે કે તેનો સમાવેશ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનમાં કરવો જોઈએ કારણ કે સવિકલ્પ ઇન્દ્રિયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયવ્યાપાર પ્રધાન છે જ્યારે મનોવ્યાપાર ગૌણ છે, અલ્પ છે, અદશ્ય છે. મતિજ્ઞાનના પ્રકારો સ્મૃતિ અને તર્ક બંનેને મનોનિમિત્ત માનવાં જોઈએ. પ્રત્યભિજ્ઞા અને અનુમાન બાબતે, જો કે તે બંને ઇન્દ્રિય અને મન બંને નિમિત્તોથી જન્ય છે છતાં તેમને મનોનિમિત્ત જ ગણવાં જોઈએ કારણ કે તેમની ઉત્પત્તિમાં મનોવ્યાપાર મુખ્ય છે જ્યારે ઇન્દ્રિયવ્યાપાર ગૌણ છે. તત્ત્વાર્થસૂત્ર ઉપરની પોતાની ટીકામાં સિદ્ધસેનગણિ પ્રસ્તુત સૂત્રની સમજૂતી આપે છે અને તેને આધારે મતિજ્ઞાનના ત્રણ ભેદ કરે છે - ઇન્દ્રિયનિમિત્ત, મનોનિમિત્ત અને ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org