________________
પ્રથમ વ્યાખ્યાન
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
જૈન ધર્મસમ્પ્રદાય
જૈન ધર્મ અનાદિ-અનંત છે. તેનો આવિર્ભાવ-તરોભાવ થયા કરે છે. જ્યારે તે તિરોહિત થાય છે, ગ્લાનિ પામે છે ત્યારે તેને પુનરુજ્જિવિત કરવા અવતારી પુરુષો થાય છે. તે પુરુષો દુઃખમુક્તિના માર્ગરૂપ જૈન ધર્મને પુનઃ પ્રગટ કરે છે. આ વીતરાગી અવતારી પુરુષો તીર્થંકરો કહેવાય છે. આમ તીર્થંકરો જૈન ધર્મના સ્થાપક નથી પણ નવજીવન બક્ષનાર વ્યાખ્યાતા-પ્રચારક-ઉપદેશક છે. જૈન ધર્મનું તત્ત્વ સનાતન છે. તેનો સંકોચ-વિસ્તા૨ થયા કરે છે, તેનો સદંત૨ નાશ થતો નથી. ક્ષીણતા પામેલ ધર્મતત્ત્વમાં નવચેતના પૂરવાનું કામ તીર્થંકર કરે છે. જૈન ધર્મની જેમ બીજા ધર્મો પણ આ જ વસ્તુ કહે છે. તત્ત્વતઃ દરેકની વાત સાચી છે. તીર્થંકર માટે ‘જિન' શબ્દનો પણ પ્રયોગ થાય
છે.
‘જિન’શબ્દ જીતવું અર્થવાળા સંસ્કૃત મૂળ ધાતુ ત્તિ ઉપરથી બન્યો છે. અને આધ્યાત્મિક દૃષ્ટિએ તેનો અર્થ થાય છે - જેણે રાગદ્વેષ જીત્યા છે તે વ્યક્તિ. પ્રાચીનકાળમાં અનેક શ્રમણ સંપ્રદાયો પોતાના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકો માટે ‘જિન’ શબ્દનો પ્રયોગ કરતા હતા. અર્થાત્, તે કાળે તે શબ્દનો પ્રયોગ તેના યૌગિક અર્થમાં થતો હતો. વખત જતાં બીજા સંપ્રદાયોએ ‘જિન' શબ્દનો પ્રયોગ પોતાના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકોને માટે કરવાનું છોડી દીધું અને કેવળ એક જ સંપ્રદાયે પોતાના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકોને માટે ‘જિન’ શબ્દનો પ્રયોગ કરવાનું જાળવી રાખ્યું. પરિણામે, તે શબ્દનો અર્થસંકોચ થયો અને રૂઢ અર્થમાં તે એક જ સંપ્રદાયના રાગદ્વેષમુક્ત પ્રકૃષ્ટ ધર્મોપદેશકોના અર્થમાં પ્રયુક્ત થવા લાગ્યો; અને તે સંપ્રદાય પોતે જિનસંપ્રદાય, જિનશાસન અને જૈન ધર્મ નામોથી ઓળખાવા લાગ્યો તેમજ તેના અનુયાયીઓ જૈનો તરીકે ઓળખાવા લાગ્યા. સામાન્ય રીતે એવું અનુમાન છે કે આ રૂઢ અર્થમાં ‘જિન’ શબ્દનો પ્રયોગ લગભગ નવમી સદીથી શરૂ થયો.૧ એ પહેલાં આ સંપ્રદાય ‘નિર્પ્રન્થ’ શબ્દથી ઓળખાતો હતો. બૌદ્ધ પિટકોના કાળે કેવળ આ સંપ્રદાયની ઓળખ માટે ‘નિર્પ્રન્થ’શબ્દ રૂઢ થઈ ગયેલો જણાય છે. પરંતુ એવું અનુમાન કરવું સ્વાભાવિક છે કે એક વખત એવો હશે જ્યારે આ શબ્દનો પ્રયોગ તેના યૌગિક અર્થમાં જ વ્યાપકપણે થતો હશે. તેનો યૌગિક અર્થ છે - ગ્રન્થિ(ગાંઠ) રહિત. ગ્રન્થિ બે છે - રાગદ્વેષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org