________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
અધ્યાત્મપ્રસાદરૂપ શ્રદ્ધા હોય છે. ચિત્તની આ શુદ્ધિને કારણે ધર્મ કે સિદ્ધાન્ત ચિત્તમાં પૂર્ણરૂપે પ્રતિબિંબિત થાય છે. પરિણામે સાક્ષાત્કાર થાય છે, પ્રજ્ઞાનો ઉદય થાય છે, સત્યનો વેધ થાય છે.ર૧
શ્રવણ, મનન અને નિદિધ્યાસનની અવસ્થાઓમાંથી પસાર થતી શ્રદ્ધા વધુ ને વધુ પુષ્ટ થતી જાય છે. જેમ જેમ ચિત્ત આ ભૂમિકાઓમાંથી પસાર થાય છે તેમ તેમ રાગમળ વધુને વધુ ક્ષીણ થતો જાય છે અને પરિણામે ચિત્તની વિશુદ્ધિ (પ્રસાદ) વધુ ને વધુ થતી જાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિના વધવા સાથે ચિત્તમાં સત્ય વધુ ને વધુ વિશદરૂપે ગૃહીત થાય છે, પ્રતિબિંબિત થાય છે. આમ શ્રદ્ધાના વિકાસ સાથે જ્ઞાનનો પણ વિકાસ થાય છે અને પોતાની પૂર્ણતા પ્રજ્ઞામાં પામે છે. નિર્વિતર્ક-નિર્વિચારાત્મક ગભીર ધ્યાનને પરિણામે રાગનો સંપૂર્ણ નાશ થતાં અર્થાત્ ઉત્કૃષ્ટ ચિત્તવિશુદ્ધિ (ચિત્તપ્રસાદ)ની પ્રાપ્તિ થતાં પ્રજ્ઞાનો ઉદય થાય છે. જૈનદર્શનમાં પણ દ્વિતીય નિર્વિચાર શુકલધ્યાનને પરિણામે નિઃશેષ રાગનાશ થતાં વિશુદ્ધ જ્ઞાન કેવળજ્ઞાન કે અનંતજ્ઞાન ઉદય પામે છે.૨૨ અને પાતંજલ યોગમાં પણ ધર્મમેઘસમાધિને પરિણામે રાગનો સંપૂર્ણ ક્ષય થતાં પ્રસંખ્યાન (પ્રકૃષ્ટ જ્ઞાન)કે અનંતજ્ઞાન પ્રગટે છે. શ્રદ્ધાની બૌદ્ધ વિભાવનાને સમજ્યા પછી હવે શ્રદ્ધાની જૈન વિભાવનાનું નિરૂપણ કરીશું.
જૈન દૃષ્ટિએ શ્રદ્ધા(સમ્યગ્દર્શન)
८
આપણે જોયું તેમ, જૈનો ‘દર્શન’શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં કરે છે. જૈન મત પ્રમાણે, જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ તત્ત્વો છે. તે તત્ત્વોમાં શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે.૨૪ અહીં શ્રદ્ધાનો અર્થ રુચિ કે અભિપ્રીતિ કરવામાં આવે છે. એટલે સમગ્ર અર્થ થશે - જીવ આદિ તત્ત્વો જ સાચા છે એવું ભાવથી, લાગણીથી લાગવું તે શ્રદ્ધા છે. આ એક જ શ્રદ્ધા છે, તેની જુદી જુદી કોઈ ભૂમિકાઓ નથી. આ શ્રદ્ધાનું પ્રધાન કારણ આંતરિક શુદ્ધિ છે, રાગદ્વેષગ્રન્થિભેદ છે, દર્શનમોહનીય કર્મનો ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ છે. પરંતુ તેનું નિમિત્તકારણ ગુરૂપદેશ છે. આ શ્રદ્ધાની ઉત્પત્તિમાં નિમિત્તકારણને (ગુરૂપદેશને)અનિવાર્ય ગણવામાં નથી આવ્યું. પરિણામે કેટલાક જીવોમાં નિમિત્તકારણ વિના જ આ શ્રદ્ધા જન્મે છે. તેથી તેમની શ્રદ્ધાને નૈસર્ગિક શ્રદ્ધા કહેવામાં આવે છે. કેટલાક જીવોમાં નિમિત્તકારણ દ્વારા આ શ્રદ્ધા જન્મે છે. તેથી તેમની શ્રદ્ધાને અધિગમજ શ્રદ્ધા કહેવામાં આવે છે.૨૫ આમ એક જ શ્રદ્ધા નિર્નિમિત્તક કે સનિમિત્તક હોઇ શકે છે. એક જ શ્રદ્ધા નૈસર્ગિક કે અધિગમજ હોઇ શકે છે. જૈનદર્શને એક જ વ્યક્તિની બાબતમાં અનિવાર્યપણે ઉદ્ભવતી આ બે ક્રમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org