________________
૧૦
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
ભૂમિકાઓ છે એમ માન્યું નથી. આમ જૈનોએ નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધાનો વિકલ્પ જ માન્યો છે, તે બે એક વ્યક્તિની ચેતનાની ક્રમિક ભૂમિકાઓ છે એમ માન્યું નથી. આ છે જૈનોની સ્થિર થયેલી માન્યતા.
પૂજ્યપાદે પોતાની સર્વાર્થસિદ્ધિમાં જે સાચો પ્રશ્ન ઉઠાવ્યો તેનાથી જ જૈનોની આ માન્યતામાં રહેલો દોષ પ્રગટ થાય છે. તે પ્રશ્ન આ પ્રમાણે છે – નૈસર્ગિક શ્રદ્ધામાં જીવાદિ તત્ત્વોનું જ્ઞાન હોય છે કે નહિ? જો હા, તો તે પણ અધિગમજ શ્રદ્ધા જ થઈ, તેનાથી ભિન્ન તેને ન ગણવી જોઇએ. જો ના, તો જેણે જીવાદિ તત્ત્વોને જાણ્યા નથી તેને તેમનામાં શ્રદ્ધા કેવી રીતે થઈ શકે ?૨૪ આ સાચા પ્રશ્નનો પૂજ્યપાદે પોતે જે ઉત્તર આપ્યો છે તે આ પ્રશ્નનો ઉત્તર જ નથી. તે કહે છે કે બંનેમાં મોહનીયકર્મના ઉપશમક્ષય-ક્ષયોપશમરૂપ આંતરિક કારણ સમાન છે, તેમ છતાં જે બાહ્ય ઉપદેશ વિના થાય છે તે નૈસર્ગિક શ્રદ્ધા છે અને જે બાહ્ય ઉપદેશપૂર્વક થાય છે તે અધિગમજ શ્રદ્ધા છે. આપણે જોઈ શકીએ છીએ કે આમાં તેમણે ઉઠાવેલા પ્રશ્નનો ખરેખર ઉત્તર જ નથી. માન્યતા જ એટલી દોષપૂર્ણ છે કે પ્રશ્નનો ઉત્તર આપવો જૈન ચિંતકોને માટે મુશ્કેલ
છે.
જૈનોએ સ્વીકારી લેવું જોઈએ કે નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધા એ અનુક્રમે એક જ વ્યક્તિમાં ક્રમથી થતી, શ્રદ્ધાની બે ભૂમિકાઓ છે. નૈસર્ગિક શ્રદ્ધા એ શ્રદ્ધાની શ્રવણપૂર્વેની ભૂમિકા છે અને અધિગમજ શ્રદ્ધા એ શ્રદ્ધાની શ્રવણ પછીની ભૂમિકા છે. શ્રવણપૂર્વેની ભૂમિકાવાળી શ્રદ્ધા ઉપદેશજન્ય નથી; તેમાં સ્વાભાવિકપણે જ જીવાદિ તત્ત્વોનું જ્ઞાન ન હોય કારણકે સાધકે હજુ સુધી જીવાદિ તત્ત્વો વિશે કંઈ સાંભળ્યું જ નથી. તેથી શ્રવણપૂર્વેની ભૂમિકાવાળી શ્રદ્ધા આધ્યાત્મિક સત્યપ્રવણ માનસિક વલણરૂપ છે. આધ્યાત્મિક દૃષ્ટિ, ઝુકાવ, મનોવલણ ધરમૂળથી સમગ્ર ક્ષિતિજને બદલી નાખે છે. આ મનોવલણ એ બીજું કંઈ નથી પણ એવી ચિત્તશુદ્ધિ છે જે સાધકને સત્ય ગ્રહણ કરવાની ક્ષમતા, યોગ્યતા બક્ષે છે. બીજી બાજુ, બીજી શ્રવણોત્તર ભૂમિકાવાળી શ્રદ્ધા ઉપદેશજન્ય છે અને તેથી તેમાં જીવાદિ તત્ત્વોનું જ્ઞાન છે, તે શ્રત જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા છે. પરંતુ જૈનો તેમની ખોટી અને અને ઉપનિષદો, ૨૭ ભગવદ્ગીતા તેમજ બૌદ્ધ ધર્મમાં સચવાયેલી પ્રાચીન પરંપરાનો સદંતર સ્મૃતિભ્રંશ ધરાવતી માન્યતાને કારણે ઉપર મુજબ સાચો ઉત્તર આપી શકતા નથી. નિર્દિષ્ટ પ્રાચીન પરંપરાની યાદ દેવડાવતાં અવશેષરૂપ વિધાનો કે વિભાવનાઓ જૈન સાહિત્યમાં મળે છે; તેમને નીચે નોંધ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org