________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
૬.૬. શ્રત ધર્મ કે સિદ્ધાન્ત વિશે જે કોઈ શંકાઓ હોય કે જાણે તેમને તર્કથી, બુદ્ધિથી, મનનથી દૂર કરવી જોઈએ. અન્યથા, શ્રત ધર્મ કે સિદ્ધાન્તમાં રહેલી ભાવરૂપ, વિશ્વાસરૂપ, સંપ્રત્યયરૂપ શ્રદ્ધા શિથિલ બની જશે. શંકાઓને કદાગ્રહ અને અંધભક્તિથી દબાવી દેવી જોઈએ નહિ. તર્કથી, બુદ્ધિથી, મનનથી તેમનું ઉમૂલન કરવું જોઈએ. મનન પછી શ્રદ્ધા બીજા અર્થમાં આકારવતી બને છે. પાલિ-અંગ્રેજી કોશ (પાલિ ટેક્સ્ટ સોસાયટી)માં “આકાર' શબ્દનો અર્થ આપ્યો છે - reason, ground, account'. તેથી, આકારવતી શ્રદ્ધાનો અર્થ છે – “હેતુઓથી, તર્કોથી સમર્થિત, દઢીકૃત શ્રદ્ધા'. ૧૭ જે કંઈ રાગ કે મતાગ્રહનું વળગણ રહી ગયું હોય તે અહીં મહદંશે દૂર થાય છે. તર્કથી, મનનથી વિશેષ ચિત્તશુદ્ધિ, ચિત્તપ્રસાદ થાય છે. વ્યક્તિની આધ્યાત્મિક ઉત્ક્રાન્તિમાં તર્કને - મનનને અત્યંત મહત્ત્વનો ભાગ ભજવવાનું કામ સોંપવામાં આવ્યું છે. બધી અધ્યાત્મવિદ્યાઓમાં તેનું મહત્ત્વ સ્વીકારાયું છે. કોઈ પણ આધ્યાત્મિક ગુરુએ તર્કને, બુદ્ધિને, મનનને ઊતારી પાડવું ન જોઈએ. શ્રવણ મનનને માટે સામગ્રી પૂરી પાડે છે એ અર્થમાં શ્રવણ મનનનો આધાર છે, પ્રતિષ્ઠા છે. પરંતુ શ્રુતનો જ સ્વીકાર કરવા મનન બાધ્ય નથી, સ્વીકાર-અસ્વીકાર કરવા તે સ્વતંત્ર છે. અન્યથા, મનનનું કોઈ મહત્ત્વ રહેતું નથી. મનન પછીની શ્રદ્ધાને ‘અધ્યપ્રણાવા' કહી છે, ૧૮ કારણ કે અહીં તર્કથી, મનનથી શ્રત ધર્મ કે સિદ્ધાન્ત વિશેની શંકાઓ દૂર થવાથી તેમ જ દૃષ્ટિરાગનું જે કંઈ આછું પાતળું આવરણ રહી ગયું હોય તે દૂર થવાથી ચિત્ત વિશેષ શુદ્ધિને, પ્રસાદને પામે છે. આવા પ્રસાદરૂપ આ શ્રદ્ધા છે. શ્રદ્ધાની આ ત્રીજી ભૂમિકા છે. આ ભૂમિકા મનન પછીની પણ ધ્યાન પૂર્વેની છે.
જેણે મનનની ભૂમિકા પાર કરી નથી તેને ધ્યાન કરવાનો અધિકાર નથી. તર્કથી, મનનથી પ્રતિષ્ઠિત થયેલ ધર્મ કે સિદ્ધાન્ત જ ધ્યાનનો વિષય બનવાને લાયક છે. તર્ક, મનન દ્વારા પરીક્ષિત અને પ્રતિષ્ઠિત થયેલા ધર્મ કે સિદ્ધાન્ત ઉપર સાધકને ધ્યાન કરવાની ઇચ્છા જાગે છે. તે ધ્યાન કરવા ઉત્સાહિત થાય છે, પ્રયત્ન કરે છે. બીજા શબ્દોમાં, તે સવિતર્કસવિચારાત્મક પ્રથમ ધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. તે ધ્યાનમાં તે ધર્મનું કે સિદ્ધાન્તનું ગંભીર અને સૂક્ષ્મ તોલન કરે છે. પછી તે વિશેષ આધ્યાત્મિક ઉત્સાહ અને પરાક્રમપૂર્વક નિર્વિતર્કનિર્વિચારાત્મક દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ કરે છે. ૧૯ પોતાનું કાર્ય પ્રથમ ધ્યાનમાં પૂર્ણ કર્યું હોઈ, દ્વિતીય ધ્યાનમાં વિતર્ક અને વિચાર સંપૂર્ણપણે નિરુદ્ધ હોય છે. આ દ્વિતીય ધ્યાનની ભૂમિકાએ ચિત્ત વિતર્ક-વિચારજન્ય ક્ષોભથી આત્મત્તિકપણે મુક્ત હોય છે. આ ધ્યાનની ઉત્કૃષ્ટ કોટિએ ચિત્ત પરમ શુદ્ધિ, પ્રસાદ પ્રાપ્ત કરે છે. તેને અધ્યાત્મપ્રસાદ કહેવામાં આવે છે. ૨૦ અર્થાત્, અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org