________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
૪. બંધ : આત્મા ભણી આકર્ષાયેલ કર્મરજોનો આત્મા સાથે નીરક્ષીરસંબંધ થવો એનું નામ બંધ". ઉમાસ્વાતિ બંધના કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ(પ્રવૃત્તિ)ને ગણાવે છે. ૫૫ પરંતુ ખાસ તો પાંચમાંથી કષાય જ બંધનું મુખ્ય કારણ છે. કષાય એટલે રાગદ્વેષ. ક્રોધ, માન, માયા અને લોભ એ તો રાગદ્વેષનો વિસ્તાર છે. આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે (પ્રકૃતિબંધ), તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે (સ્થિતિબંધ), જુદી જુદી તીવ્રતાવાળાં ફળો આપે છે (રસબંધ, અનુભાવબંધ) અને અમુક જથ્થામાં આત્માને લાગે છે (પ્રદેશબંધ).૧૭ પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ શક્તિને (પ્રકૃતિને) ઢાંકશે, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે, અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો ક્યાં છે ? જૈન મતે તે કર્મોને આત્મા ભણી લાવવામાં કારણભૂત પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. જો પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો તેવી પ્રવૃત્તિથી લાગનારાં કર્મો આત્માની જ્ઞાનશક્તિને ઢાંકશે. પરિણામે આવાં કર્મો જ્ઞાનાવરણીય કહેવાશે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે.૫૮ કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે એનો આધાર તથા ફળની તીવ્રતામંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતા-મંદતા ઉપર છે. ૫૯ જેમ વધારે તીવ્ર કષાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કર્મો વધારે વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળો આપશે. આમ, જૈનો કષાયને છોડવા ઉપર વિશેષ ભાર મૂકે છે, પ્રવૃત્તિને છોડવા ઉપર તેટલો નહિ. જૈનોએ સાંપરાયિક અને ઈર્યાપથિક કર્મબંધ સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયસહિત પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક કર્મબંધ થાય છે અને કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઇર્યાપથિક કર્મબંધ થાય છે. સાંપરાયિક કર્મબંધને સમજાવવા તેઓ ભીના ચામડા પર પડેલી રજના ચોટવાનું દૃષ્ટાન્ત આપે છે અને ઈર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે સૂકી ભીંત પર ફેંકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. જૈનો કહેવા માંગે છે કે મનવચનકાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ તેમ જ રસનો બંધ થતો નથી. કર્મો લાગતાંની સાથે જ ખરી પડે છે. સ્થિતિ અને રસના બંધનું કારણ કષાય છે. આથી કષાય જ સંસારની ખરી જડ છે. આમ ખરેખર તો ફળની આકાંક્ષાવાળી, રાગદ્વેષપ્રેરિત પ્રવૃત્તિ જ બંધનું કારણ છે; નિષ્કામ, રાગદ્વેષરહિત પ્રવૃત્તિ બંધનું કારણ નથી એવું ફલિત થાય છે. એટલા માટે જ કહ્યું છે : વષાથપુરિ વિન मुक्तिरेव ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org