________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
૧૭
યણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પણ. એ રીતે ઉત્તરોત્તર સંખ્યા વધતાં વધતાં ત્યણુક, ચતુરણુક એમ અસંખ્યાતાણુક સ્કંધો એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, એમ અસંખ્યાત પ્રદેશોવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એટલે અનંતાણુક સ્કંધોને રહેવા માટે અનંત પ્રદેશોવાળા ક્ષેત્રની જરૂર નથી. લોક (universe) અસંખ્યાતપ્રદેશી હોવા છતાં તેમાં અનંત અણુઓ સમાઈ શકે છે. બૌદ્ધ પરમાણુવાદ અને ન્યાય-વૈશેષિક પરમાણુવાદ સાથે જૈન પરમાણુવાદની તુલના કરવી રસપ્રદ છે પરંતુ અહીં તેમાં ઊતરવું શક્ય નથી. ધર્મદ્રવ્ય - જીવ અને પુલની ગતિમાં સહાયક બનનાર દ્રવ્ય ધર્મ છે. જેમ માછલી પાણીના માધ્યમની સહાયથી ગતિ કરે છે તેમ જીવ અને પુદ્ગલ ધર્મદ્રવ્યના માધ્યમની સહાયથી ગતિ કરે છે. આ દ્રવ્ય લોવ્યાપી છે, વ્યક્તિશઃ એક છે અને ગતિરહિત છે. અધર્મદ્રવ્ય - જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક થનાર દ્રવ્ય અધર્મ છે. આ દ્રવ્ય પણ લોકવ્યાપી છે, વ્યક્તિશઃ એક છે અને ગતિરહિત છે. આકાશદ્રવ્ય - જે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલને રહેવા સ્થાન દે છે – અવગાહ દે છે તે આકાશ છે. તે પણ વ્યક્તિશઃ એક છે અને ગતિરહિત છે અને સર્વવ્યાપી છે. આકાશના જે ભાગમાં જીવ આદિ પાંચ દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહેવામાં આવે છે અને એ દ્રવ્યો વિનાના તદ્દન ખાલી શૂન્ય આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. કાલદ્રવ્ય - દ્રવ્યોના સૂક્ષ્મ-સ્થૂલ પરિવર્તનો થવામાં જે સહાયક કારણ છે તે કાલદ્રવ્ય છે.૪૯ મંદગતિએ એક આકાશપ્રદેશ ઉપરથી બાજુના જ બીજા આકાશપ્રદેશ ઉપર જતાં પરમાણુને જેટલો સમય લાગે તે કાળનો અંતિમ નાનામાં નાનો ઘટક છે. તેને સમય કે ક્ષણ કહેવામાં આવે છે.૫૦ ક્ષણોનો પ્રચય થતો નથી. એટલે તેને પ્રદેશપ્રચય નથી. તેથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી. બાકીના પાંચ દ્રવ્યો અસ્તિકાયો છે. કેટલાક જૈન ચિંતકો કાળને સ્વતન્દ્ર દ્રવ્ય માનતા નથી પરંતુ દ્રવ્યોના પરિવર્તનોને (પર્યાયોને) જ
કાળ ગણે છે.પર ૩. આસ્રવ : સૂક્ષ્મ પૌદ્ગલિક કર્મોનું આત્મા ભણી આવવું તે આસ્રવ છે. આમ્રવનું કારણ છે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ, જેને જૈન પરિભાષામાં યોગ કહે છે. તેથી આ પ્રવૃત્તિને પણ આસ્રવ કહેવામાં આવે છે. ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org