________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
૫. સંવર - કર્મરોને આત્મા ભણી આવતી અટકાવવી તે સંવર છે. સંવરનો ઉપાય છે પ્રવૃત્તિનો સંયમ, સર્વ દુષ્યવૃત્તિમાંથી અટકવું. ઉમાસ્વાતિએ સંવરના ઉપાય તરીકે વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજ્ય, ચારિત્ર અને તપને ગણાવ્યાં છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહમાંથી વિરતિ એ વ્રત છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ એ ગુણિ છે. વિવેકશીલ પ્રવૃત્તિ એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સંયમ, સત્ય, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવે પરીષહો સહન કરવા એ પરીષહજય છે. સમભાવ આદિ ચારિત્ર છે. વસ્તુસ્થિતિનું કલ્યાણપોષક ચિંતન એ અનુપ્રેક્ષા છે.
દ. નિર્જરા – લાગેલાં કર્મોમાંથી કેટલાંક કર્મોનું ખરી પડવું, આત્માથી અલગ થઈ જવું એ નિર્જરા છે. આ નિર્જરા બે રીતે થાય છે. એક નિર્જરામાં ઉચ્ચ આધ્યાત્મિક આશયથી કરાતાં તપથી લાગેલી કમરજો ખરી પડે છે. બીજી નિર્જરામાં કર્મ પોતાના પરિપાકના સમયે ભોગવાઈ જઈ ખરી પડે છે. પહેલી સકામ નિર્જરા કહેવાય છે જ્યારે બીજી અકામ નિર્જરા કહેવાય છે. અકામ નિર્જરાનું ચક્ર તો ચાલ્યા જ કરે છે. તેનાથી જીવને કોઈ લાભ નથી. સકામ નિર્જરા જ આધ્યાત્મિક લાભ કરાવે છે. સકામ નિર્જરા તપથી સધાય છે. તપ બે પ્રકારનું છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપના છ ભેદ છે – અનશન (ઉપવાસ), ઊણોદરી, વૃત્તિ સંક્ષેપ (વિવિધ વસ્તુઓની લાલચ ટૂંકાવવી), રસત્યાગ, વિવિક્તશય્યાસનસંલીનતા (બાધા વિનાના એકાન્ત સ્થાનમાં સૂવું-બેસવુંરહેવું તે) અને કાયકલેશ (ટાઢમાં, તડકામાં રહી કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે).૬૫ આત્યંત૨ તપના પણ છ ભેદ છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય(સેવાચાકરી), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (અહ-મમત્વત્યાગો અને ધ્યાન (ધર્મધ્યાન અને શુક્લધ્યાન).
૭. મોક્ષ - બંધ હતુઓના અભાવથી, સંવરથી અને નિરાથી બધાં કર્મોનો આત્મત્તિક ક્ષય થવો (આત્માથી વિખૂટા પડી જવું) એ મોક્ષ છે. ૬૭ સર્વકર્મનું આવરણ દૂર થવાથી આત્માના સ્વાભાવિક ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય પૂર્ણપણે પ્રગટ થાય છે. તેમનું આનન્ય પ્રગટે છે. મોક્ષમાં આત્મા સુખ-દુઃખથી પર બની જાય છે. આને જ પરમાનન્દની અવસ્થા ગણવામાં આવે છે. કેટલાક જૈન ચિન્તકોએ કહ્યું છે કે જ્ઞાનની નિરાબાધતા એ જ અનન્તસુખ છે. ૨૮ બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણતા એ જ અનન્તસુખ છે. અલ્પતામાં – અપૂર્ણતામાં સુખ નથી, પૂર્ણતામાં જ સુખ છે. ધૂમ હૈ તુમ, नाल्पे सुखमस्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org