________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
તત્ત્વો, યોગદર્શનનો ચતુર્વ્યૂહ અને બુદ્ધનાં ચાર આર્યસત્યો એક જ વાત છે. દુઃખમુક્તિના ઇચ્છુકે જૈનોના સાત તત્ત્વોમાં વિશ્વાસ કરવો જોઈએ.
૧. જીવ (=આત્મા ચિત્ત) : આત્મા, ચિત્ત અને મન એ ત્રણ એક એકથી ચઢિયાતા તત્ત્વોના નિર્દેશ ઓછામાં ઓછો કઠોપનિષદ્ જેટલો જૂનો છે. ત્યાં કહ્યું છે કે મનથી ચિત્ત ચઢિયાતું છે અને ચિત્તથી આત્મા ચઢિયાતો છે. આ ત્રણ તત્ત્વોને સાંખ્યું સ્વીકાર્યાં છે. આમ પ્રતિક્ષણપરિણામી ચિત્તથી પર કૂટસ્થનિત્ય આત્માને સ્વીકારનારી એક પરંપરા હતી. આ પરંપરા દર્શનને (એક પ્રકારના બોધને) આત્માનો ધર્મ માને છે અને જ્ઞાનને ચિત્તનો ધર્મ માને છે. આ પરંપરાથી ભિન્ન એવી બીજી પ્રાચીન પરંપરા હતી જે પ્રતિક્ષણપરિણામી ચિત્તથી પર એવા કૂટસ્થનિત્ય આત્માનો પ્રતિષેધ કરી જ્ઞાન અને દર્શન બન્નેને ચિત્તના જ ધર્મો ગણતી હતી. પ્રથમ પરંપરા આત્મવાદી છે, જ્યારે બીજી અનાત્મવાદી છે. આમ બૌદ્ધો અને જૈનો બંને અનાત્મવાદી છે. બૌદ્ધો ચિત્તને જ જ્ઞાતા અને દ્રષ્ટા માને છે. જૈનો જેને ‘આત્મા' નામ આપે છે તે ચિત્ત જ છે અને તે ચિત્ત જ્ઞાતા પણ છે અને દ્રષ્ટા પણ છે. બૌદ્ધ ચિત્ત ક્ષણિક છે, જ્યારે જૈન ચિત્ત (=આત્મા) પ્રતિક્ષણપરિણામી છે. ઊંડાણથી વિચારતાં બૌદ્ધોના ક્ષણિકવાદ અને જૈનોના પ્રતિક્ષણપરિણામવાદમાં કોઈ જ અંતર નથી. જૈનોનું આત્મદ્રવ્ય (=ચિત્તદ્રવ્ય) એ જ બૌદ્ધોનો ચિત્તસન્તાન છે અને જૈનોના આત્મદ્રવ્યપર્યાયો એ જ બૌદ્ધોની ચિત્તસન્તાનગત ક્ષણવ્યક્તિઓ છે. જૈન મહાન ચિંતક ઉપાધ્યાય યશોવિજયજીએ
તેમના દ્રવ્યગુણપર્યાયના રાસના ટબામાં આ જ વાત કરી છે. તે કહે છે: “...પ્રતીત્યપર્યાયોત્પાદઈ એકસંતાનપણું તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઈ.” કાર્યકારણભાવથી ક્રમબદ્ધ પ્રતિક્ષણોત્પન્ન પર્યાયોનું એકસંતાનપણું એ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છે. પ્રતિક્ષણોત્પન્ન અને કાર્યકારણભાવથી સંબદ્ધ પર્યાયોનો એક સંતાન એ જ દ્રવ્ય છે. સંતાન પણ ક્ષણપ્રવાહ છે અને દ્રવ્ય પણ પર્યાયપ્રવાહ છે. અને પ્રવાહરૂપ એકત્વ એ જ ધ્રૌવ્ય કે નિત્યત્વ છે. જૈનોએ ચિત્તને ‘આત્મા’ નામ આપી પોતે આત્મવાદી હોવાનો ભ્રમ ઊભો કર્યો છે. વળી જૈન ગ્રંથોમાં બૌદ્ધોને અનાત્મવાદી અને જૈનોને આત્મવાદી કહી, બૌદ્ધોના અનાત્મવાદનું ખંડન કરવામાં આવતું હોય છે. આ વસ્તુ ગેરમાર્ગે દોરનારી છે. જેટલા બૌદ્ધો અનાત્મવાદી છે તેટલા જ જૈનો પણ અનાત્મવાદી છે. જૈનો ચિત્તને જ આત્મા કે જીવ કહે છે. ચિત્ત અને આત્મા સમાનાર્થક છે, એક જ તત્ત્વનાં બે નામ છે.
૧૩
જૈન મતે આત્માનો સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર (કે અનંત સુખ) અને અનંતવીર્ય છે. વાદિદેવસૂરિએ સ્થિર થયેલ જૈન મત અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org