________________
૧૪
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
આત્માનું પ્રાય: સંપૂર્ણ લક્ષણ આપ્યું છે. તેઓ જણાવે છે કે આત્મા ચૈતન્યસ્વરૂપ છે, પરિણામી છે, કર્તા છે, સાક્ષાત ભોક્તા છે, દેહપરિમાણ છે અને પૌદ્ગલિક અદષ્ટવાળો
છે.
આત્માનું પરિણામીપણું - આત્મા પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામે છે. તેમ છતાં તે નિત્ય છે. ઉમાસ્વાતિએ નિત્યનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે - તતિવિવ્યિર્થ નિત્યા પોતાના મૂળભૂત સ્વભાવ કે જાતિમાંથી અવિસ્મૃતિ એટલે નિત્યતા. પોતાની મૂળભૂત જાતિને છોડ્યા વિના પરિણામ પામતી વસ્તુને નિત્ય કહેવાય. આમાં પરિવર્તનની મર્યાદા છે. દ્રવ્ય પોતાની મૂળભૂત જાતિમાં શક્ય બધાં જ પરિવર્તનો પામી શકે પરંતુ એટલી હદ સુધી પરિવર્તન ન પામી શકે કે તે પોતાની મૂળભૂત જાતિ છોડી બીજી જ મૂળભૂત જાતિનું બની જાય. આત્મા કદી પુગલમાં (મેટરમાં) પરિવર્તિત ન થઈ શકે કે પુગલ આત્મામાં પરિવર્તિત ન થઈ શકે. આમ હોવાથી આત્મવ્યક્તિઓમાં એકનો પણ વધારો કે ઘટાડો શક્ય નથી. અર્થાત્ આત્મવ્યક્તિઓની સંખ્યા નિયત છે અને તે અનંત છે, તેમ જ પ્રત્યેક આત્મવ્યક્તિ અનાદિ-અનંત છે, અર્થાત્ અનુત્પન્ન અને અવિનાશી છે. બૌદ્ધ અનુસાર પણ ચિત્તસત્તાન કદી અચિત્તસત્તાન બની જતો નથી. ચિત્તસત્તાન ચિત્તસત્તાન જ રહે છે. ચિત્તસન્તાનોની સંખ્યા પણ નિયત જ છે. એથી ચિત્તસત્તાન સન્તાનરૂપે અનુત્પન્ન અને અવિનાશી ગણાય.
આત્માનું કર્તત્વ - જૈનોએ આત્માને પરિણામી માન્યો હોઈ, તે તેના પરિણામોનો કર્તા છે જ. વળી, જૈનોએ આત્માને મન, વાણી અને શરીરથી ભિન્નભિન્ન માન્યો છે. એટલે મન, વચન અને શરીરની પ્રવૃત્તિનો તે કર્તા છે. ઉપરાંત, મન, વાણી અને શરીરને તેમની પ્રવૃત્તિમાં પ્રેરનાર આત્મા હોવાથી પણ તે બધી માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓનો કર્તા ઠરે છે. જૈન મત અનુસાર પ્રવૃત્તિને પરિણામે પૌલિક કર્મરજો આત્મા ભણી આકર્ષાય છે અને આત્મા સાથે બંધાય છે, એટલે એ અર્થમાં આત્મા પૌગલિક કર્મોનો પણ કર્તા ગણાય.
આત્માનું ભોક્નત્વ - જૈનદર્શન અનુસાર આત્મા ભોક્તા પણ છે. જૈનોએ આત્માને પરિણામી માન્યો હોઈ, તેનામાં મુખ્યાર્થમાં ભોફ્તત્વ ઘટી શકે છે. કર્મસિદ્ધાન્તની સંગતિ માટે કર્મોનો જે કર્તા હોય તે જ તે કર્મોનાં ફળોનો ભોક્તા હોવો જોઈએ. તે શરીર, મન, ઇન્દ્રિયો દ્વારા સુખ-દુ:ખ ભોગવે છે.
આત્મા પ્રતિક્ષેત્ર ભિન્ન - ક્ષેત્ર એટલે શરીર. આત્મા પ્રતિશરીર ભિન્ન છે. જૈનો આત્મબદુત્વવાદી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org