________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
આત્મા દેહપરિમાણ – જૈન મતે આત્મા સંકોચ-વિકાસશીલ છે. ૩૪ આત્મા જે દેહ ધારણ કરે છે તે દેહના જેવડો થઈને રહે છે. જૈનોનો આત્મા એ ખરેખર ચિત્ત જ છે. સાંખ્યો પણ ચિત્તને સંકોચ-વિકાસશીલ માનતા હતા. તેઓ કહે છે : ચિત્ત સંકોચવિકાસશીલ છે. એક દીવાને ઘડામાં રાખતાં એનો પ્રકાશ ઘડામાં સંકુચિત થઈ રહે છે. પણ એ જ દીવાને ઓરડામાં મૂકતાં એનો પ્રકાશ ઓરડાના જેટલો વિકસિત થઈ જાય છે. એવી જ રીતે ચિત્તનો પણ સંકોચ-વિસ્તાર થાય છે. જેવડા શરીરમાં હોય તેવડું થઈને ચિત્ત રહે છે. ૩૫
આત્મા પૌલિક અખિવાન્ - આત્માનું અદષ્ટ અર્થાત કર્મ પૌલિક દ્રવ્યરૂપ (material substance) છે. તે અત્યંત સૂક્ષ્મ છે. કર્મોને ભૌતિક માનનાર અનેક પરંપરાઓ છે. તેમાં સાંખ્ય, આજીવિક અને બૌદ્ધ તો છે જ. આ બાબત પરત્વે સાંખ્યમત વિશે શેરબાસ્કી નીચે પ્રમાણે લખે છે : In Sankhya, Karma is explained materialistically, as consisting in a special collocation of infraatomic particles or material forces making the action either good or bad. (Buddhist Logic, Vol. I, p.133, fn.3). કર્મો પૌગલિક હોય તો તેને રંગો હોવા જોઈએ. જેમ જપાકુસુમનો લાલ રંગ તેની સન્નિધિમાં રહેલા દર્પણમાં પ્રતિફલિત થાય છે તેમ કર્મોના રંગો પોતાના સાન્નિધ્યમાં રહેલા ચિત્તમાં પ્રતિફલિત થાય છે. આમ કર્મની પૌગલિકતાને કારણે જીવરંગોની (લેશ્યાઓની, psychic colourationsની) જૈન માન્યતા ઘટે છે. સાંખ્યના સત્ત્વ, રજસ અને તમસના અનુક્રમે ત્રણ રંગો શુક્લ, રક્ત અને કૃષ્ણ, તેમ જ તેને આધારે મનુષ્યોનું સાત્ત્વિક, રાજસિક અને તામસિકમાં વર્ગીકરણ નોંધપાત્ર છે. આજીવિકોની છ અભિજાતિઓ પણ ભૌતિક કર્મરકોના રંગોને આધારે થતા ચેતસિક રંગો છે. મહાભારત શાન્તિપર્વ(૧૨.૨૮૬૩૩)માં છ જીવવર્ણો ગણાવ્યા છે, તે પણ આજીવિકોની છ અભિજાતિઓ સમાન છે. બૌદ્ધ ધર્મમાં અને પાતંજલ યોગમાં પણ રંગને આધારે કર્મોના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. આ કારણે પ્રાધ્યાપક ઝીમર જણાવે છે કે કર્મોના રંગોનો સિદ્ધાન્ત જૈન ધર્મની જ ખાસ વિશેષતા નથી, પરંતુ મગધમાં સચવાયેલા આર્યપૂર્વેના સામાન્ય વારસાનો એક ભાગ હોય એમ જણાય છે.૩૭ કર્મો પૌલિક છે, ભૌતિક છે, મૂર્તિ છે જ્યારે આત્મા ચેતન છે, અભૌતિક છે, અમૂર્ત છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્માની સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે ? ભૌતિક-મૂર્તિ દ્વારા ચેતન-અમૂર્તનો ઉપઘાત યા ઉપકાર કેવી રીતે સંભવે ? જેમ જ્ઞાન વગેરે ચૈતન્યરૂપ અને અમૂર્ત હોવા છતાં મદિરા આદિ ભૌતિક-મૂર્ત વસ્તુઓ દ્વારા એમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પૌષ્ટિક પદાર્થો દ્વારા એમનો ઉપકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org