________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
સત્યાન્વેષણ માટે મથતા જોઈ પોતાને તેમના તરફ સહાનુભૂતિ થવી અને તેમને પણ પોતપોતાની રીતે સત્યાન્વેષણ કરવામાં સહાય કરવાની ઇચ્છા
થવી. (૩) આસ્તિક્ય - કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ ભાષામાં કોઈ પણ રીતે રજૂ
કરવામાં આવેલા સત્યને સ્વીકારવાનું મનનું ખુલ્લાપણું, તત્પરતા. આ ચિત્તનું રચનાત્મક અને વિધાયક (positive) વલણ છે. અન્યના મત પ્રતિ પણ આદરભાવ અને તે મતમાં રહેલ સત્યને શોધી સ્વીકારવાનું વલણ. આસ્તિક્ય શ્રદ્ધા જ છે.
પખંડાગમની ધવલા ટીકામાં કહ્યું છે કે આ પ્રશમાદિ ગુણોની અભિવ્યક્તિ જ સમ્યગ્દર્શન છે, શ્રદ્ધા છે. અર્થાત્ પ્રશમાદિ શ્રદ્ધાના ચિહ્નો નથી પણ સ્વયં શ્રદ્ધા છે. ચિત્તશુદ્ધિ, પ્રસાદ, સત્યગ્રહણની યોગ્યતાનો જ વિસ્તાર પ્રશમાદિ છે. અને આ શ્રદ્ધાને ખરા અર્થમાં નૈસર્ગિક શ્રદ્ધા કહી શકાય અને આ શ્રદ્ધા જ શ્રવણ પૂર્વેની શ્રદ્ધા છે.
ઉપરની સમગ્ર ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે નૈસર્ગિક શ્રદ્ધા એ શ્રવણ પૂર્વેની શ્રદ્ધા છે અને તેનો અર્થ ચિત્તપ્રસાદ, ચિત્તશુદ્ધિ, તત્ત્વગ્રહણયોગ્યતા છે. અને અધિગમજ શ્રદ્ધા શ્રવણ પછીની શ્રદ્ધા છે અને એટલે આ શ્રદ્ધા શ્રત જીવાદિ તત્ત્વોમાં વિશ્વાસરૂપ છે. એક વસ્તુ અહીં ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ચિત્તશુદ્ધિ પ્રથમ ભૂમિકામાં છે તે દ્વિતીય ભૂમિકામાં પણ અવશ્ય છે. પરંતુ દ્વિતીય ભૂમિકામાં કંઈક વિશેષ છે અને તે છે શ્રુત જીવાદિ તત્ત્વોમાં વિશ્વાસ. જૈન દર્શનમાં મનન પછીની શ્રદ્ધાની ભૂમિકાનો તેમ જ ધ્યાન પછીની શ્રદ્ધાની ભૂમિકાનો ક્યાંય નિર્દેશ નથી. જૈન મતે શ્રદ્ધાના વિષયો
હવે આપણે અધિગમજ શ્રદ્ધાના વિષયનું નિરૂપણ કરીશું. તે વિષય છે જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. જીવ અને અજીવ અર્થાત્ તેમનો ન સંયોગ (બંધ) એ દુઃખ છે, સંસાર છે. તેનું કારણ આસ્રવ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. આમ આ તત્ત્વોને બીજા શબ્દોમાં જણાવીએ તો તે ચાર છે – સંસાર, સંસારકારણ, મોલ અને મોક્ષકારણ. યોગભાષ્યમાં કહ્યું છે કે રૂપ શાસ્ત્ર વતુર્વ્યૂહમ - તથા સંસાર: સંસારહેતુ મોક્ષો મોક્ષોપાય: I બુદ્ધ આને જ ચાર આર્યસત્યોના રૂપે રજૂ કરેલ છે – દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનિરોધ શક્ય છે, દુઃખનિરોધનો ઉપાય છે. અધ્યાત્મશાસ્ત્રમાં આપ્ત પુરુષો આનો જ ઉપદેશ આપે છે. જૈનોના સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org