________________
જૈનદર્શનમાં મતિજ્ઞાન
કોટિમાં આવે નહિ. બૌદ્ધો કેવળ નિર્વિકલ્પ પ્રત્યક્ષને જ પ્રત્યક્ષ ગણે છે. જૈન તાર્કિકોએ આ બૌદ્ધ મતનું જોરદાર સમર્થ ખંડન કર્યું છે. ૨૬
સ્મૃતિ - યોગ્ય નિમિત્તો મળતાં પૂર્વાનુભૂત વિષયના સંસ્કારો જાગવાથી તે વિષયનું પુનઃ મનઃપટલ પર આવવું તે સ્મૃતિ છે. તેથી સ્મૃતિને સંસ્કારમાત્રજન્ય કહી • છે. આમ સ્મૃતિ એ કંઈ નવીન જ્ઞાન નથી પણ અધિગતનું જ જ્ઞાન છે. સ્મૃતિમાં આપણે સંસ્કારોદ્ધોધ દ્વારા પૂર્વાનુભવને તાજો કરીએ છીએ અને પૂર્વાનુભૂત વિષયને યાદ કરીએ છીએ. આ દર્શાવે છે કે સ્મૃતિ અધિગતગ્રાહી છે તેમ જ અર્થજન્ય નથી. આ કારણે મોટાભાગના અજૈન તાર્કિકો મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. જૈન તાર્કિકો સ્મૃતિ ગૃહીતગ્રાહી હોવા છતાં તેને પ્રમાણ માને છે, કારણ કે તે અવિસંવાદી છે. ૨૮ અગૃહીતગ્રાહિત્ય અને ગૃહીતગ્રાહિત્ય પ્રમાણતા કે અપ્રમાણતાનું કારણ નથી. પ્રમાણતાનું કારણ તો અવિસંવાદ છે. અને અવિસંવાદ તો અન્ય જ્ઞાનોની જેમ સ્મૃતિમાં પણ છે. વળી, સમસ્ત જગતનો વ્યવહાર સ્મૃતિમૂલક છે. માનવપ્રગતિમાં અન્ય જ્ઞાનોની અપેક્ષાએ મૃતિનો વિશિષ્ટ ફાળો છે. ઉપરાંત, સ્મૃતિ ‘તે’ શબ્દોલ્લેખપૂર્વક વિષયનું ગ્રહણ કરે છે, ૨૯ “તે શબ્દોલ્લેખ અનુભવમાં હોતો નથી. આમ તે પૂર્વાનુભૂત વિષયને તત્તાવચ્છિન્નરૂપે ગ્રહણ કરે છે. પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ આદિ પ્રમાણોની ઉત્પત્તિ સ્મૃતિ વિના શક્ય નથી. તેથી પ્રત્યભિજ્ઞાન આદિ પ્રમાણોની જનક હોવાથી પણ સ્મૃતિ પ્રમાણ છે. જેમ પ્રત્યક્ષ વિસંવાદી હોય ત્યારે તેને અપ્રમાણે જાણીએ છીએ તેમ સ્મૃતિ પણ વિસંવાદી હોય ત્યારે તેને પણ અપ્રમાણ જાણવી, અન્યથા તેને પણ પ્રત્યક્ષની જેમ જ પ્રમાણ તરીકે સ્વીકારવી જ જોઈએ. વળી, અર્થજન્યત્વ હોવું કે ન હોવું પ્રમાણતા અને અપ્રમાણતાનું કારણ નથી, કારણ કે પ્રમાણ જ્ઞાનનું અર્થજન્યત્વ સાર્વત્રિક નથી. તેથી, અવિસંવાદી હોવાને કારણે મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવી જ જોઈએ. આ છે જૈન તાર્કિકોનો મત.
પ્રત્યભિજ્ઞા - ઇન્દ્રિયપ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનારું એકત્વ, સાદેશ્ય, વૈસાદેશ્ય, પ્રતિયોગી, આપેક્ષિક રૂપથી સંકલન કરનારું માનસ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. જો કે “તે જ આ છે” એ પ્રત્યભિજ્ઞાનમાં “તે” અંશ સ્મરણનો વિષય છે અને આ અંશ પ્રત્યક્ષનો વિષય છે, છતાં “તે જ આ છે એ સમગ્ર સંકલિત વિષયને - એકત્વને ન તો મરણ ગ્રહણ કરી શકે છે ન તો ઇન્દ્રિયપ્રત્યક્ષ. એટલે આ સંકલિત વિષયને ગ્રહણ કરનારું સ્મરણ-પ્રત્યક્ષભિન્ન એક સ્વતંત્ર પ્રત્યભિજ્ઞા નામનું સ્વતંત્ર પ્રમાણ જૈન તાર્કિકોએ સ્વીકાર્યું છે. વર્તમાનગ્રાહી પ્રત્યક્ષ અને અતીતગ્રાહી સ્મરણમૂલક જેટલા સંકલનાત્મક માનસ જ્ઞાનો છે તેમનો પ્રત્યભિજ્ઞામાં જૈન તાર્કિકો સમાવેશ કરે છે. જે એકત્વની –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org