________________
કેવળજ્ઞાન
૫૭
ઉપદેષ્ટા હતા જ નહિ. નિર્મોહીનું અલ્પયોનું જ્ઞાન પણ પૂર્ણજ્ઞાન
જૈન શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે અલ્પમોહીને થોડુંક જ્ઞાન હોય તો * પણ તે જ્ઞાની છે જ્યારે બહુમોહીને બધાં જ શાસ્ત્રોનું જ્ઞાન હોય તો પણ તે અજ્ઞાની છે. ૩૩
આ દર્શાવે છે કે જૈનોને મતે સંખ્યાની દૃષ્ટિએ કેટલી વસ્તુઓ વ્યક્તિ જાણે છે તેનું મહત્ત્વ નથી, પરંતુ તેની આંતરિક શુદ્ધિ કેટલી છે તેનું મહત્ત્વ છે. આવું હોઈને જે નિર્મોહી છે ' યા વીતરાગી છે તેને સંખ્યાની દૃષ્ટિએ થોડી વસ્તુઓનું જ્ઞાન હોય તો પણ તે પૂર્ણજ્ઞાની
છે એવું ફલિત થાય. અને આમ, આપણે અગાઉ કહી ગયા તેમ જે જ્ઞાન અક્લિષ્ટ છે, જે જ્ઞાન રાગથી અસંસ્કૃષ્ટ છે તે જ્ઞાન પૂર્ણજ્ઞાન છે એમ સ્પષ્ટપણે ફલિત થાય છે. અન્ય તર્કદોષો
જૈનોએ સર્વજ્ઞત્વને બધા જ દ્રવ્યોનું અને તેમના બધા જ પર્યાયોનું સાક્ષાત્કારાત્મક અનુભવાત્મક જ્ઞાન માન્યું છે. આ કારણે કેવી તાર્કિક મુશ્કેલીઓ ઊભી થાય, એનો વિચાર કરીએ. આપણે તો અશ્કિલ, જુગુપ્સાપ્રેરક, ધૃણાજનક અદર્શનીય દશ્યો જોવામાંથી બચવા આંખો બંધ કરી દઈએ, દૂર જતા રહીએ, એ બાજુ જઈએ જ નહિ. પરંતુ સર્વજ્ઞને તો એવા દશ્યો જોયે જ છૂટકો, એમાંથી બચી શકે નહિ, તે તો સર્વજ્ઞ ઠર્યો. આપણે તો દુર્ગધના અનુભવથી બચવા નાક બંધ કરી દઈએ કે સ્થાન છોડી દઈએ પરંતુ સર્વજ્ઞને તો અનંત પ્રકારની માથું ફાડી નાખે એવી દુર્ગધોનો અનુભવ કરવો જ પડે કારણ કે તે સર્વજ્ઞ બન્યો છે. આમ જ તેણે બધા જ પ્રકારના ખરાબ સ્પર્શોનો, રસોનો અને શબ્દોનો પણ અનુભવ કરવો જ પડવાનો. વળી, તે સર્વજ્ઞ છે તો બીજાઓને જે જે અનુભવો થાય તે સઘળા અનુભવોનો પણ તેણે સાક્ષાત અનુભવ કરવો જ પડે ને? અન્યથા, તે સર્વજ્ઞ ન કહેવાય. આમ બીજાના અનુભવ જેવો જ અનુભવ તેણે કરવો જ પડે, કારણ કે તેનું બધું : જ્ઞાન અનુભવરૂપ જ છે. બીજો સ્ત્રીસ્પર્શનો અનુભવ કરે તો પોતાને પણ સ્ત્રીસ્પર્શનો અનુભવ આવી પડે.
એક વ્યક્તિના વ્યક્તિત્વથી બીજી વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ રહેવાનું મુખ્ય કારણ એ છે કે એક વ્યક્તિના જ્ઞાનો, ચેતનસિક ભાવો, અધ્યવસાયો આદિનો સાક્ષાત અનુભવ યા સંવેદન બીજી વ્યક્તિ કરી શકતી નથી, એ હકીકત છે. જો તેમનું સંવેદન બીજી વ્યક્તિ કરે તો તે બીજી વ્યક્તિ પહેલી વ્યક્તિનું વ્યક્તિત્વ ધારણ કરી લે અને એક વ્યક્તિમાં બે વ્યક્તિત્વોનું કેન્દ્ર (dual personality) થાય, જે ઇષ્ટ ગણાતું નથી. સર્વજ્ઞનું જ્ઞાન સાક્ષાત્કારાત્મક હોય છે અને તેથી તે બધી જ વ્યક્તિઓના જ્ઞાનો, ભાવો અને અધ્યવસાયોનું સંવેદન કરે, પરિણામે તેનામાં અનંત વ્યક્તિઓના વ્યક્તિત્વોનું ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org