________________
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન
આવી પડે, તે multi-personality બની જાય. આ તો અત્યંત અનિષ્ટ કહેવાય. જૈનોએ સર્વજ્ઞત્વની જે વ્યાખ્યા કરી છે તે કોઈ પણ રીતે સ્વીકાર્ય થાય એવી નથી. તેમણે તેના ઉપર પુખ્ત વિચાર કરી તે વ્યાખ્યા જ બદલી નાખવી જોઈએ.
૫૮
બીજું, જૈનોએ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વિના રૂપ આદિનો અનુભવ કરવા માટે સર્વજ્ઞના આત્માના પ્રત્યેક પ્રદેશને, અંશને સર્વોક્ષગુણસંપન્ન માન્યો છે, તો સાથે સાથે તેમણે એ પણ માનવું પડે કે સર્વજ્ઞનો આત્મા સર્વ લોકને વ્યાપીને રહે છે, અન્યથા સર્વોક્ષગુણસંપન્ન આત્મપ્રદેશો વડે તે આખા લોકમાં વ્યાપ્ત રૂપી દ્રવ્યોના બધા રૂપ આદિ ગુણોનો અનુભવ કેવી રીતે કરશે ? મુક્ત સર્વજ્ઞ છેલ્લા શ૨ી૨થી કંઈક ન્યૂન પરિમાણવાળા થઈ સિદ્ધશિલામાં વિરાજવું જોઈએ નહિ, અને મુક્તિ પહેલાં તો સર્વજ્ઞનો આત્મા તેના શરીરરિમાણ જેટલું જ પરિમાણ ધરાવતો હોય છે તેના બદલે લોકવ્યાપી પરિમાણ ધરાવવું જોઈએ. આમ આ બધી વિચિત્ર અને પરસ્પર મેળ ખાય નહિ એવી તર્કહીન કોરી કલ્પનાઓ જ જણાય છે. અને વિચારશીલોએ તેનો વિરોધ કરવો જોઈએ, સમર્થન નહિ. સર્વજ્ઞત્વનો અર્થ શું કરવો ?
આ બધી મુશ્કેલીઓથી બચવા સર્વજ્ઞત્વનો અર્થ બદલવો જરૂરી છે. તે અર્થો નીચે પ્રમાણે છે -
(૧) જૈન ધર્મદર્શન અધ્યાત્મવિદ્યા છે, એટલે આ અધ્યાત્મને દૃષ્ટિમાં રાખી અધ્યાત્મવિદ્યાના આદર્શરૂપ પૂર્ણતાએ પહોંચવા જે કંઈ જાણવું જરૂરી હોય તે સર્વને જાણનારું જ્ઞાન તે સર્વજ્ઞત્વ. સર્વજ્ઞત્વનો આવો અર્થ કરતાં સર્વજ્ઞત્વ અને ધર્મજ્ઞત્વ બંને સમાનાર્થક બનશે. આમ અધ્યાત્મવિદ્યામાં ધર્મજ્ઞત્વ જ સર્વજ્ઞત્વ છે. આ સંદર્ભમાં પંડિત સુખલાલજીએ જે કહ્યું છે તે અત્યન્ત મહત્ત્વનું છે. તે લખે છે : ‘‘સત્તિ મેરી રાય મેં जैन परम्परा में सर्वज्ञत्व का असली अर्थ आध्यात्मिक साधनामें उपयोगी सब तत्त्वों का ज्ञान यही होना चाहिए, नहीं कि त्रैकालिक समग्र भावों का साक्षात्कार । ३४ (૨) ‘સર્વ’નો એક અર્થ અખંડ એવો થાય છે. જે જ્ઞાન અખંડ વસ્તુને જાણે તે જ્ઞાન સર્વજ્ઞ કહેવાય. અર્થાત્ જે જ્ઞાન વસ્તુને ખંડશઃ નહિ પણ અખંડપણે જાણે તે જ્ઞાન સર્વજ્ઞ. આવું જ્ઞાન શુક્લ ધ્યાનની એકત્વવિતર્કનિર્વિચાર ભૂમિકા સિદ્ધ કરનાર સાધકને સંભવે છે. એટલે શુક્લધ્યાનની આ કોટિ જેણે સિદ્ધ કરી હોય તે સર્વજ્ઞ કહેવાય.
‘સર્વજ્ઞ’ શબ્દનો એક પ્રાચીન અર્થ નોંધવો રસપ્રદ છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં વાત્સ્યાયને આત્માને સર્વજ્ઞ કહ્યો છે. દરેકનો આત્મા સદા સર્વજ્ઞ છે. ચક્ષુનો વિષય કેવળ રૂપ છે, શ્રોત્રનો વિષય કેવળ શબ્દ છે, ઇત્યાદિ. ચક્ષુ રૂપને ગ્રહે છે, શ્રોત્ર શબ્દને ગ્રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org