________________
૫૪
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળશાન
અને તત્ત્વજ્ઞાની મનુષ્યનું ધર્મની બાબતમાં પ્રામાણ્ય સ્વીકાર્યું. મનુષ્ય પોતે સાધના કરી પૂર્ણ વીતરાગી અને શુદ્ધજ્ઞાની બની શકે છે, અને મોક્ષ અને મોક્ષોપાયોનો સાક્ષાત્કાર કરી શકે છે. તેને મોક્ષમાર્ગનો પ્રત્યક્ષ અનુભવ છે. તે પોતે સાક્ષાત અનુભવેલા મોક્ષમાર્ગનો, મોક્ષોપાયોનો, અર્થાત્ ધર્મનો ઉપદેશ આપે છે. ધર્મનો ઉપદેશ આપવા તે જ અધિકારી છે. બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિએ લખ્યું છે કે બુદ્ધ ચતુરાયસત્યનો સાક્ષાત્કાર કરે છે અને તેથી તદન્તર્ગત માર્ગની અર્થાત ધર્મની બાબતમાં તે અંતિમ પ્રમાણ છે. તે કરુણાથી પ્રેરાઈ કષાયસંતપ્ત સંસારીઓના ઉદ્ધાર માટે સ્વાનુભૂત માર્ગનો ઉપદેશ આપે છે. તે જગતની અન્ય બધી વસ્તુઓને જાણે છે કે નહિ એ નિરર્થક વાતનું આપણે કંઈ પ્રયોજન નથી. આપણે તો એ જોવું જોઈએ કે તેમણે ઈષ્ટ તત્ત્વનો અર્થાત ધર્મનો, માર્ગનો સાક્ષાત્કાર કર્યો છે કે નહિ? તે સાક્ષાત ધર્મજ્ઞ છે કે નહિ? પ્રતિષ્ઠિત સર્વજ્ઞત્વનો સર્વથા નિષેધ કરવો કઠિન હોવાથી ધર્મકીર્તિ સિદ્ધાન્તતઃ તેનો વિરોધ કરતા નથી પણ તેને નિરર્થક તો અવશ્ય કહી દે છે. તે કુમારિકને કહે છે કે કોઈ મનુષ્ય સર્વજ્ઞ ભલે ન બને પણ તેણે ધર્મજ્ઞ તો બનવું જોઈએ. તે સર્વજ્ઞતાના સમર્થકોને કહે છે કે તેમણે મીમાંસકોની સામે સર્વજ્ઞતા. ઉપર ભાર દઈ તેની સ્થાપનામાં પડવા કરતાં ધર્મજ્ઞતાની સ્થાપનામાં પડવું જોઈએ. ખરો વિવાદ તો એ પ્રશ્ન પરત્વે છે કે મનુષ્યને ધર્મનું સાક્ષાત પ્રત્યક્ષ અનુભવરૂપ જ્ઞાન થાય કે નહિ? ધર્મની બાબતમાં ધર્મજ્ઞ મનુષ્યને પ્રમાણ માનવો કે અપૌરુષેય વેદને ? તાત્પર્ય એ છે કે જયાં કુમારિલે પ્રત્યક્ષાનુભવજન્ય ધર્મજ્ઞતાનો નિષેધ કરી ધર્મના વિષયમાં અપૌરુષેય વેદનો જ અવ્યાહત અધિકાર સિદ્ધ કર્યો ત્યાં ધર્મકીર્તિએ પ્રત્યક્ષાનુભવજન્ય ધર્મજ્ઞતાનું સમર્થન કરી વીતરાગી ધર્મજ્ઞ મનુષ્યને જ ધર્મની બાબતમાં અંતિમ પ્રમાણ તરીકે સ્વીકાર્યો અને તેનો જ અધિકાર માન્યો. ધર્મકીર્તિએ સર્વજ્ઞત્વની ખોટી પ્રતિષ્ઠાને તોડી ધર્મજ્ઞત્વની સાચી પ્રતિષ્ઠાને સ્થાપવાનું ખૂબ જ ઉચિત કાર્ય કર્યું છે, તેની સી ધર્મનેતાઓએ ગંભીરપણે નોધ લેવી જોઈએ. સર્વજ્ઞત્વ અને કર્મસિદ્ધાન્તનો પરસ્પર વિરોધ
જૈનોએ કેવળજ્ઞાનનો સર્વજ્ઞત્વ સાથે અનૈદ કરીને અને સર્વજ્ઞત્વનો અર્થ બધાં દ્રવ્યો અને તેમની ભૂત, વર્તમાન અને ભાવી બધી જ અવસ્થાઓને યુગપ૬ જાણનારું પ્રત્યક્ષ જ્ઞાન એવો ફરી પાછલા બારણેથી આત્યંતિક નિયતિવાદનો અજાણ્યે સ્વીકાર કરી લીધો, જે આત્યંતિક નિયતિવાદ કર્મસિદ્ધાન્તને તદન વિરોધી છે. જો કોઈ અત્યારે પ્રત્યેક ભાવી ક્ષણે થનારી મારી માનસિક, વાચિક, કાયિક દશાઓને અને ક્રિયાઓને સંદર્ભો સહિત સંપૂર્ણપણે જાણે છે, મારા પ્રતિક્ષણે થનાર બધા ભાવી અધ્યવસાયોને, મનોભાવોને જાણે છે, ભાવી પ્રત્યેક ક્ષણે ક્યાં કોના સંબંધમાં કેવી રીતે ક્યા સાધનોથી હું શું કરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org