________________
કેવળજ્ઞાન
પપ
છું તે બધાને તે જાણે છે, તો તેમાંથી નિતાન્ત એ જ ફલિત થાય કે મારું ભાવી આત્યંતિકપણે નિયત (absolutely predetermined and unalterably fixed) છે, તેમાં જરા પણ પરિવર્તનની શક્યતા નથી અને હું મારા ભાવીને મારી ઇચ્છા મુજબ ઘડી શકું છું એ મારી માન્યતાનું કારણ તો મારું મારા ભાવીનું અજ્ઞાન જ છે, જે જે પસંદગી હું કરું છું તે પસંદગી મારે કરવાની જ છે એ નિયત જ હતું, અજ્ઞાનને કારણે હું માનું છું કે તે પસંદગી મેં સ્વતપણે મારી ઈચ્છા મુજબ કરી. સર્વજ્ઞત્વમાંથી આવો આત્યંતિક નિયતિવાદ અનિવાર્યપણે ફલિત થાય જ. કેટલાક દિગંબર પંડિતો એવું સ્વીકારે પણ છે. પંડિત હુકમચંદ ભાવિલનો ક્રમબદ્ધપર્યાયવાદ એ આત્યંતિક નિયતિવાદ જ છે. પરંતુ જૈન આગમોમાં તો ભગવાન મહાવીરને ગોશાલકના આત્યંતિક નિયતિવાદનો દઢતાપૂર્વક પ્રતિષેધ કરતા વર્ણવ્યા છે. સર્વજ્ઞત્વ સ્વીકારતાં આત્યંતિક નિયતિવાદ આવી પડે છે જ. અને આત્યંતિક નિયતિવાદ કર્મવાદમાં સ્વીકૃત પુરુષપ્રયત્ન,સ્વતંત્ર ઇચ્છાશક્તિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા અને સાધનાને તદ્દન વિરોધી છે અને પરિણામે કર્મવાદનો તદન વિરોધી છે. જેઓ કર્મસિદ્ધાન્તને બરાબર સમજતા નથી તેઓ આક્ષેપ કરે છે કે કર્મસિદ્ધાન્ત આત્યંતિક નિયતિવાદ ભણી લઈ જાય છે, તેમાં સ્વતંત્ર ઇચ્છાશક્તિ વગેરેને અવકાશ જ નથી. પૂર્વ કર્મોને કારણે જીવ અત્યારે જે કંઈ છે અને કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવી વ્યક્તિત્વને અને ક્રિયાઓને નિયત કરશે અને આમ ચાલ્યા જ કરશે. જીવ સંપૂર્ણપણે પૂર્વકર્મોથી બદ્ધ છે, એટલું જ નહિ તેમનાથી તેનો ચૈતસિક અને શારીરિક વ્યવહાર - તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ - નિયત છે. આમાં પુરુષસ્વાતંત્ર્ય કે સ્વતંત્ર ઇચ્છાશક્તિને અવકાશ જ ક્યાં છે? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં છે? આ શંકા બરાબર નથી. તે કર્મસિદ્ધાન્તની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. પૂર્વ કર્મ અનુસાર જીવને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય
છે તેમ જ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત * સાધનોનો ઉપયોગ કેમ અને કેવો કરવો તેમ જ અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે તેના હાથની વાત છે, તેમાં તે સ્વતન્ત્ર છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. વળી, જીવ પોતાના પ્રયત્નથી પૂર્વકર્મોની અસર હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાન્તમાં સ્વીકારાયું છે. જીવ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર જીવનું આધિપત્ય સ્વીકારાયું છે. આમ કર્મસિદ્ધાન્ત આત્યંતિક નિયતિવાદનો વિરોધી છે અને તેથી જ સર્વજ્ઞત્વનો પણ વિરોધી છે. સર્વજ્ઞત્વ અને કર્મસિદ્ધાન્તનું સતાવસ્થાન સંભવતું જ નથી. તે બંને સાથે જઈ શકતા જ નથી. બેમાંથી એકનો ત્યાગ કરવો જ પડે. કોઈ ચિંતક કે. દર્શન બંનેને સ્વીકારી ન શકે. મને લાગે છે કે સર્વજ્ઞત્વને જ છોડવું જોઈએ કારણ કે જૈનોએ તો કેવળજ્ઞાન ઉપર સર્વજ્ઞત્વનો આરોપ કરેલો છે અને ભગવાન મહાવીરે આત્યંતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org