________________
જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના
જુદી પરંપરાઓએ અવતારી પુરુષ તરીકે સ્વીકાર્યા છે. એ જ રીતે જૈન પરંપરાએ તેમને તીર્થકર તરીકે અપનાવ્યા હોય એ સંભવિત છે. જો હિંદુ પરંપરા - હિંદુ પુરાણો - બુદ્ધને અવતાર તરીકે અપનાવી શકે તો જૈન આગમો પણ ઋષભદેવને તીર્થંકર તરીકે કેમ ન અપનાવી શકે? એક વસ્તુ નોંધીએ કે જૈનો ઋષભદેવને આદિનાથ પણ કહે છે અને નાથ સંપ્રદાયના પ્રથમ સિદ્ધ પણ આદિનાથ છે. જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના “પાર્થ' નામના કાલ્પનિક ખુલાસાઓ જૈન પરંપરામાં મળે છે. આ અંગે એક નવી સંભાવનાનો નિર્દેશ કરીએ. પ્રાચીનકાળે સામાન્યતઃ વ્યક્તિને જાતિનામથી ઓળખવાનો રિવાજ હતો. તેને અનુસરી બુદ્ધને શાક્યપુત્ર તરીકે અને તીર્થંકર મહાવીરને જ્ઞાપુત્ર તરીકે ઓળખવામાં આવતા. તેવી જ રીતે, “પાર્થ” નામનો અર્થ જ છે પશુપુત્ર - પર્શજાતિના પુત્ર. પાણિનિએ પશુજાતિનો ઉલ્લેખ કર્યો છે (પ.૩.૧૧૭). પ: અપર્ચે પુનાનું પર્વઃ | જૈનોની ચોવીસ તીર્થકરોની માન્યતા અને ઋષભ આદિ ચોવીસ તીર્થંકરો વિશે વિશેષ સંશોધનની અપેક્ષા છે. જૈનદર્શનને સમજવા અન્ય દર્શનોનો અભ્યાસ આવશ્યક
કોઈ પણ તત્ત્વજ્ઞાનનો કે ચિંતનધારાનો વિકાસ અન્ય તત્ત્વજ્ઞાનોથી તદ્દન વિચ્છિન્ન કેવલ અવસ્થામાં થતો નથી. એટલે કોઈ પણ તત્ત્વજ્ઞાનને સમજવા માટે તેની સાથે અસ્તિત્વ ધરાવતાં રહેલાં બીજાં તત્ત્વજ્ઞાનોનું જ્ઞાન હોવું અત્યન્ત જરૂરી છે. જૈનો પોતાના તત્ત્વજ્ઞાનને કદાપિ બરાબર સમજી શકે નહિ, જો તેઓ માત્ર જૈન આગમો અને જૈન ગ્રંથોના અધ્યયનમાં જ પોતાને સીમિત રાખે અને ઉપનિષદ, બૌદ્ધ ગ્રંથો આદિમાં નિરૂપિત તત્ત્વજ્ઞાનો પ્રત્યે ઉપેક્ષા સેવે. ભિન્ન ભિન્ન તત્ત્વજ્ઞાનોમાં કંઈ ને કંઈ સત્ય તો અવશ્ય હોય છે. તે બધાં આંશિક સત્યોને જાણી-સમજી તેમનો યોગ્ય સમન્વય કરી પૂર્ણ સત્યને પામવું જોઈએ એમ માનનાર અનેકાન્તવાદી જૈનોને માટે તો એ ધમંદિશ છે કે તેમણે શક્ય હોય તેટલાં વધુ ને વધુ દર્શનોનો – ભારતીય તેમ જ બિનભારતીયનો – અભ્યાસ કરવો અને તેમનો સમન્વય કરી પૂર્ણસત્યને પામવા મથવું. એટલે જ મહાન જૈન મર્મી આનંદઘનજી કહે છે :
ષડુંદરસન જિન અંગે ભણીજે ન્યાયષડંગ જો સાથે રે | નમિજિનવરના ચરણઉપાસક પદર્શન આરાધે રે /૧ લોકાયતિક કૂખ જિનવરની...૪
ષડુદર્શન' એ તો માત્ર ઉપલક્ષણ છે, તેનાથી જગતનાં બધાં જ દર્શનો સમજવાનાં છે. અનેકાન્તવાદી જૈનોએ કોઈ પણ દર્શનનો – ચાર્વાક કે કાર્લ માર્ક્સના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org