SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના ૧૯. અ ૩પરિવહત મા ની ઉત્તિ, નિાપરિયા સરિ છો જાતિ, છાતી ડતિ, ૩હત્વા તુતિ, સુનયત્વા પતિ.... મઝિમનિકાય, ૨.૧૭૩ ૨૦. वितर्कविचारक्षोभविरहात्... अध्यात्मप्रसादः ।.. तस्मात् तर्हि श्रद्धा प्रसादः। तस्य हि द्वितीयध्यानलाभात् समाहितभूमिनिःसरणे सम्प्रत्यय उत्पद्यते । सोऽत्र અધ્યાત્મસારા અભિધર્મકોશભાષ્ય, ૮.૭ અત્યન્ત નોંધપાત્ર વાત એ છે કે કેટલાક મહત્ત્વપૂર્ણ બૌદ્ધ પારિભાષિક શબ્દો પાતંજલ યોગસૂત્ર તેમ જ યોગભાષ્યમાં મળે છે. તેમાંનો એક છે “અધ્યાત્મપ્રસાદ'. શ્રદ્ધાની વ્યાસે આપેલી વ્યાખ્યામાં આવતા “પ્રસાદ' શબ્દને ચિત્તશુદ્ધિના અર્થમાં અર્થાત્ શ્રવણ પૂર્વેની ચિતની રાગશૈથિલ્ય કે રાગરાહિત્યની સ્થિતિના અર્થમાં તેણે કે તેના ટીકાકારોએ સમજાવ્યો નથી. તેને સમજાવતાં વાચસ્પતિ પોતાની તત્ત્વવૈશારદીમાં લખે છે : ૩ ૪ મામાનુમાનાવાર્થોપવેશધતિતત્ત્વવિષયો મવતિ, સ હ રેતાઃ સમાતોમરતા શ્રદ્ધા તેમનું તાત્પર્ય છે કે આગમ, અનુમાન કે આચાર્યના ઉપદેશ દ્વારા જે તત્ત્વને પરોક્ષ રીતે જાણ્યું તેનો સાક્ષાત્કાર કરવાની તીવ્ર ઈચ્છા તે જ સંપ્રસાદ છે, અને આ સંપ્રસાદ જ શ્રદ્ધા છે. આમ વાચસ્પતિની સમજૂતી કેવળ શ્રવણ પછી થતી શ્રદ્ધાને જ લક્ષમાં લે છે, શ્રવણપૂર્વેની શ્રદ્ધાને લક્ષમાં લેતી નથી, અને શ્રદ્ધાનો જે ખરો અર્થ ચિત્તશુદ્ધિ છે તેનો જરા પણ નિર્દેશ કરતી નથી. વિજ્ઞાનભિક્ષુ વ્યાસભાગ ઉપરના પોતાના વાર્તિકમાં આ પ્રમાણે સમજાવે છે : સંસદ પ્રતિઃ યોગ જે ભૂહિત્યનાપા તેનો તાત્પર્યાર્થ – ગુરૂપદેશથી યોગમાર્ગ જાણી જે યોગમાર્ગે વળ્યો છે તેની યોગમાં પ્રીતિ તેમ જ મારે યોગ સિદ્ધ થાઓ એવી અભિલાષા એ સંપ્રસાદ છે, અને આ સંપ્રસાદ શ્રદ્ધા છે. પ્રાધ્યાપક એસ. એન. દાસગુપ્તાની સમક્ષ વિજ્ઞાનભિક્ષુના આ શબ્દો હતા, જ્યારે તેમણે પોતાના Yoga Philosophy ગ્રંથમાં (પૃ. ૩૩૧) નીચે મુજબ લખ્યું : Śraddhā...includes a sweet hope which looks cheerfully on the practice and brings a firm belief in the success of the attempt.” વિજ્ઞાનભિક્ષુ પણ શ્રદ્ધાથી કેવળ શ્રવણ પછીની શ્રદ્ધા જ સમજે છે, અને “પ્રસાદનો અર્થ ચિત્તશુદ્ધિ કરતા નથી. પરંતુ “અધ્યાત્મપ્રસાદ' શબ્દને સમજાવતી વખતે પતંજલિ, વ્યાસ, વગેરે બધા જ “પ્રસાદનો અર્થ ચિત્તશુદ્ધિ કરે છે. પ્રસ્તુત યોગસૂત્ર છે : નિર્વિચારશર અધ્યાત્મસાડા (૨.૪૭). પતંજલિ પોતે કહે છે કે નિર્વિચાર સમાપત્તિમાં વિચારનો નિરોધ થવાથી જે વૈશાર યા સ્વચ્છતા ચિત્ત પ્રાપ્ત કરે છે તે અધ્યાત્મપ્રસાદ છે. વ્યાસ પોતાના ભાષ્યમાં નીચે મુજબ કહે છે : ક્ષોભ અને મોહના અનુક્રમે જનક રજસ્ અને તમસરૂપ મળોના આવરણથી મુક્ત થવાથી ચિત્તપ્રવાહ અહીં તદ્દન સ્વચ્છ બની જાય છે; આ સ્વચ્છતા યા શુદ્ધિ એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy