________________
બીજું વ્યાખ્યાન જૈનદર્શનમાં મતિજ્ઞાન
ચાર સોપાનો અને મત્યાદિ જ્ઞાનપંચક
જૈનો પાંચ પ્રકારનાં જ્ઞાનો સ્વીકારે છે - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન. આમાં પ્રથમ બેના ક્રમમાં ફેરફાર કરીએ તો શ્રુત, મતિ, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન થાય. હવે યાદ કરો પેલા ચાર ઔપનિષદિક આધ્યાત્મિક સોપાનોને - દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસનને. બીજું સોપાન શ્રવણ એ જ શ્રુત છે. ત્રીજું સોપાન મનન એ જ મતિ છે. અને ચોથા સોપાન નિદિધ્યાસનમાં (ધ્યાનમાં) અવિધ, મનઃપર્યાય અને કેવળજ્ઞાન સમાવેશ પામે છે, કારણ કે આ ત્રણ કેવલિજ્ઞાનો છે, યોગિજ્ઞાનો છે. કેવળજ્ઞાન તો શુક્લધ્યાનજન્ય છે જ. અવિધ અને મનઃપર્યાય ધ્યાનજન્ય છે એવું જૈનોએ સ્પષ્ટપણે કહ્યું નથી. પરંતુ જૈન અવધિજ્ઞાન એ જ પાતંજલ યોગનું અતીત-અનાગત-સૂક્ષ્મ-વ્યવહિત-વિપ્રકૃષ્ટજ્ઞાન છે, અને બૌદ્ધ દિવ્યચક્ષુજ્ઞાન છે, અને ત્યાં તે ધ્યાનજન્ય છે. જૈન મનઃપર્યાયજ્ઞાન એ જ પાતંજલ યોગનું પરચિત્તજ્ઞાન અને બૌદ્ધ ચેતોપર્યજ્ઞાન છે, અને ત્યાં તે ધ્યાનજન્ય છે. એટલે જૈનદર્શનમાં પણ આ બે જ્ઞાનોનું કારણ આંતરિક શુદ્ધિસહિત વિશેષ ધ્યાન-સમાધિને માનવું જોઈએ. જૈન પ્રમાણશાસ્ત્ર ઊભું કરવા માટે મનનનું મતિજ્ઞાનમાં પરિવર્તન
મૂળ ધાતુ નમ્ (જવું) ઉપરથી ગમન અને ગતિ બે નામો બને છે. તેમનો અર્થભેદ નથી. તેવી જ રીતે, મૂળ ધાતુ મન્ (વિચારવું) ઉપરથી મનન અને મતિ બે નામો બને છે. તેમનો અર્થભેદ નથી. ઉપનિષદોમાં મનન માટે ‘મતિ’ શબ્દનો પ્રયોગ અનેક વાર થયો છે. તેનો નિર્દેશ આપણે કર્યો છે. વળી, પૂજ્યપાદે મતિનો અર્થ મનન આપ્યો છે એની નોંધ પણ આપણે લીધી છે. શ્રદ્ધાથી પ્રેરાયેલો ગુરુ પાસે જઈ ઉપદેશ સાંભળે છે. આ શ્રવણ છે, શ્રુત છે. પછી જે સાંભળ્યું તેના ઉપર મનન કરે છે. આ મતિ છે. મનન કરતી વ્યક્તિ અનાયાસે જ પ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન, વગેરે પ્રમાણોનો પ્રયોગ કરે છે. તે જે પ્રમાણોનો પ્રયોગ કરે છે તે પ્રમાણો વિશે તેને શાસ્ત્રીય જ્ઞાન હોવું આવશ્યક નથી, અને તેને એ ખ્યાલ પણ ન હોય કે તેણે ક્યાં ક્યાં પ્રમાણોનો પ્રયોગ કર્યો અને તે દરેકનું સ્વરૂપ શું અને તે દરેકને શું નામ અપાય. અલબત્ત, એ વાત સાચી કે મનનપ્રક્રિયામાં તર્કશાસ્ત્રીય દષ્ટિ વિના કે તે દૃષ્ટિના ભાન વિના તે પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો પ્રયોગ કરે છે. આ હકીકતનો લાભ કઈ જૈન ચિંતકોએ (જેમાં નંદિસૂત્ર આદિ આગમોનો પણ સમાવેશ થાય છે) મનનને મતિ નામના ખાસ જ્ઞાનમાં પરિવર્તિત કરી એ બધાં પ્રમાણોનો તેમાં સમાવેશ કરી મુખ્યત્વે પ્રમાણશાસ્ત્રીય દૃષ્ટિએ તેની વિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org