Page #1
--------------------------------------------------------------------------
________________
અંશ વાચતાશ્રેણીતા
* શુભ સ્થળ * પુખરાજ રાયચંદ આરાધના ભવન
સાબરમતી, અમદાવાદ,
ક વાચના-સ્ત્રોત * શ્રી ધર્મરત્ન પ્રકરણ - ભાવશ્રાવકનાં લક્ષણો
* વાચના-પ્રદાતા * પૂ. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મ.સા.ના પ્રશિષ્ય પરમસમતાનિષ્ઠ પૂજયપાદ
આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.સા.
* આર્થિક સહકાર * એક સદ્દગૃહસ્થ પરિવાર
પુણે.
પ્રકાશન * શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
જ અંશ વાચનાશ્રેણીના
ક આવૃત્તિ : દ્વિતીય
* નકલ : ૧૦૦૦
* વિ.સં. ૨૦૬ ૮
* પ્રાપ્તિ સ્થાન : છે શા. સૂર્યકાંત ચતુરલાલ
મુ.પો. મુરબાડ (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧. 1$ મુકુંદભાઈ આર. શાહે
૫, નવરત્ન લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ 008. છે શા. જતીનભાઇ હેમચંદભાઇ ‘કોમલ' છાપરીયાશેરી,
મહીધરપુરા, સુરત-૩૯૫ ૩. # પ્રમોદભાઈ છોટાલાલ શાહ
૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ,
મલાડ (ઇસ્ટ) , મુંબઇ-૪૦૦ ૦૯૭. હું તનીલ એ. વોરા
૪૭૪, કૃષ્ણકુંજ, ઓલ્ડ પુલ ગેટ પાસે, પૂના-૪૧૧ 0૧.
પ્રકાશઠીય... અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસકાર પરમર્ષિઓએ એ પરમાર્થને સમજાવવા અનેકાનેક ગ્રન્થોની રચના કરીને આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે.
એ પરમ પવિત્ર ગ્રન્થોના પરમાર્થને સમજાવનારા પરમતારક ગુરુભગવંતોએ કરેલા અનુગ્રહને તો આપણે ક્યારે ય ભૂલી શકીશું નહિ. પૂજયપાદ પરમોપકારી વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પૂજયપાદ પરમ સમતાનિષ્ઠ હૃદયસ્પર્શી પ્રવચનકાર આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય પૂજયપાદ સ્વપરશાસ્ત્રવિદ્ અજોડવાચનાદાતા આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મહારાજે ચૈત્ર વદ ૩ : રવિવાર : તા. ૧૨-૦૪-૨૦૦૯ થી ચૈ.વ. ૭ : ગુરૂવાર : તા. ૧૬-૦૪૨00૯ સુધી પાંચ દિવસ દરમ્યાન વાચના ફરમાવી હતી.
શ્રીધર્મરત્નપ્રકરણાન્તર્ગત ભાવશ્રાવકનાં લક્ષણોના અધિકારને અનુસરી પુખરાજ રાયચંદ આરાધના ભવન - સાબરમતીમાં પૂજયશ્રીએ ફરમાવેલી વાચનાના સારભૂત અંશોને પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. અન્ત “એક સદ્ગૃહસ્થ પરિવાર” (પુણે)ના સંપૂર્ણ આર્થિક સહકારથી પ્રકાશિત આ પુસ્તકના પરિશીલનથી ધર્મારાધનમાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા...
લિ.
રક મુદ્રકે :
Tegas Printers F/5, Parijat Complex, Kalupur, AHMEDABAD-380 001. PH. (079) (0) 22172271 (M) 98253 47620
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
(પ્રથમ આવૃત્તિમાંથી)
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મરત્નપ્રકરણના આધારે ભાવશ્રાવકનાં છ લક્ષણો
અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ધર્મરત્નપ્રકરણમાં ધર્મ કરવાની યોગ્યતા તરીકે સૌથી પહેલાં માર્ગાનુસારીના એકવીસ ગુણો બતાવ્યા છે. તેમાં પહેલાં અક્ષુદ્ર ગુણ બતાવ્યો છે. તેમ જ છેલ્લે મધ્યસ્થતા, લબ્ધલક્ષ્યતા વગેરે ગુણો અહીં જણાવ્યા છે. આજે આપણે ધર્મની યોગ્યતાની ઉપેક્ષા કરીને ધર્મ કરવાની શરૂઆત કરી છે ને ? શાસકારો કહે છે કે જેઓ ક્ષુદ્ર ન હોય અને જેનું લક્ષ્ય બંધાયેલું હોય તેઓ ધર્મ કરવાની યોગ્યતા ધરાવે છે. ગમે તે રીતે ધર્મ કરીએ છતાં મોક્ષ મળે – તેવું નથી. જેઓ કૃપણ હોય તેઓ ધર્મ કરવા માટે યોગ્ય નથી. કારણ કે કૃપણ જીવોનો એ સ્વભાવ છે કે પોતાનું ન વાપરે અને બીજાનું ખંખેરી લે. અક્ષુદ્ર તે કે પોતાની પાસે મન, વચન, કાયાની કે પૌદ્ગલિક જેટલી પણ સામગ્રી છે તેને ધર્મમાં વાપરે. અક્ષુદ્રતા હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. ધર્મમાં આ પૌગલિક સામગ્રીની જરૂર નથી. પરંતુ પુદ્ગલ ઉપર, શરીર ઉપર કે વચન તથા મન ઉપર જે રાગ છે તેને દૂર કરવા માટે તે વાપરવાનું જણાવ્યું છે. આજે આપણે જેટલું વાપર્યું છે તેના કરતાં રાખ્યું વધારે છે ને? આનું જ નામ કૃપણતા. મનથી વિકથાનું જ ચિંતન કરવાનું ફાવે. વચન તો વિકથા કરવા જ ટેવાયેલાં છે. સૂત્રો બોલવાનું ન ફાવે ને ? કાયા તો બીજા કામ કરતા હોય ત્યાં સુધી પોતે કરવા રાજી નથી. આનું નામ કૃપણતા.
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલ કે મનવચનકાયા સાચવવાથી સુખ મળે છે - એમ માન્યું છે માટે તે વાપરવાનું મન નથી થતું. આ કૃપળતા ટળે તો ધર્મમાં પુદ્ગલાદિ ચારે છૂટથી વપરાય. આ કૃપણતા ટળે પછી ભાવશ્રાવકના ગુણો સુધી પહોંચી શકાશે. સ૦ ગ્રંથકારશ્રીએ ભાવશ્રાવકના ગુણો જુદા કેમ બતાવ્યા ? આપણે ભેદ પાડ્યા માટે ગ્રંથકારશ્રીએ વર્ણવ્યા છે, ગ્રંથકારશ્રીએ નથી પાડ્યા. કેવળજ્ઞાની ભગવંત પણ જેવું છે તેવું જુએ છે. સંસારના ક્ષેત્રમાં બધું જ અસલ જોઇએ છે માટે ત્યાં દ્રવ્યભાવના ભેદ નથી પડતા. દ્રવ્ય જમણ ન ચાલે, દ્રવ્ય નિદ્રા ન ચાલે. જ્યારે અહીં અસલની જરૂર નથી, નકલી પણ ચાલે એવું છે માટે ભેદ પાડવા પડે છે. તમને કોઇ કહે કે ઘડો લાવો તો કાણો ઘડો ન લાવો ને ? અમારે ત્યાં અશુદ્ધ ધર્મને પણ ધર્મ કહે છે ! સાધર્મિકને બોલાવવાનું કહીએ તો જે મળે તે લઇ આવો ને ? સ૦ જૈન કુળમાં જન્મે તે સાધર્મિક નહિ ?
કપડાં પહેરે તે સાધુ કહેવાય ? વેપારીનો વેષ પહેરે એટલે ચોર મટીને શાહુકાર બની જાય ? આજે તો તમને પૂછવું પડે એમ છે કે ધર્મ જોઇએ છે માટે કરો છો કે ધર્મ કર્યા વગર ચાલે એવું નથી - માટે કરો છો ? ધર્મ જેઓને જોઇએ છે - એમની સંખ્યા તો પરિમિત છે. શાસ્ત્રકારો અર્થીને આપવાનું કહે છે. જે અર્થી નથી તેના માટે આ શાસ્ત્રની રચના નથી. આપણે અર્થી અને અનર્થી બન્યા માટે જ તો દ્રવ્ય અને ભાવ : એ બે ભેદ પાડ્યા.
ભાવશ્રાવકનાં છે લક્ષણો : ૨
જેટલું પીળું તેટલું સોનું નથી માટે તો ઝવેરી રાખવા પડે છે. સ૦ આંશિક તો અર્થીપણું છે માટે ધર્મ કરીએ છીએ !
જમવાનું આંશિક ચાલે ? પૈસા આંશિક ચાલે ? ઊંઘવાનું આંશિક ચાલે ? ત્યાં બધું પૂરું જોઇએ અને અહીં આંશિક ચાલે ને ? સમવસરણમાંથી જે લોકો દેશિવરતિ કે એકાદ વ્રત લઇને બહાર આવે તેઓને કોઇ પૂછે તો કપાળે હાથ મૂકતા અને કહેતા કે ગૌતમાદિ મહામુનિની જેમ ત્યાં બેસી જવાની જ જરૂર હતી. પણ અમારું ભાગ્ય નહિ, માટે આટલું જ લઇ આવ્યો. આંશિક લેનારને પણ દુ:ખ ભારોભાર હોય છે. આંશિકથી ચલાવવાની વાત કરે તેને અર્થીપણું ન હોય.
એકવીસ ગુણો મળે પછી ભાવશ્રાવકની યોગ્યતા આવશે. આજે કૃષ્ણતાનો ત્યાગ કરવો નથી અને લક્ષ્ય મજબૂત નથી, મૂઢતા એવી છે કે લક્ષ્ય બંધાતું જ નથી. શાસ્ત્રકારો કહે છે કે જેઓ ધર્મના અર્થી હોય અને સમુપસ્થિત હોય અર્થાત્ સામેથી આવેલા હોય તે ધર્મ કરવા માટે યોગ્ય છે. અર્થી પોતાની મેળે આવેલો હોય. આજે તો બોલાવવા માટે આયોજન કરવું પડે ને ? અર્થી અને આમંત્રિતમાં ફરક છે. આમંત્રિતની આગતાસ્વાગતા કરવી પડે. જ્યારે અર્થી તો પોતે જ કામે લાગે. આજે તમને જોઇતું નથી અને અમને આપવાની ઉતાવળ છે, માટે વસ્તુ પરિણામ પામતી નથી. સ૦ યોગ્યતા કેળવવા શું કરવું ?
પુદ્ગલ, શરીર, વચન અને મન : આ ચાર પ્રત્યેનો રાગ
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૩
Page #5
--------------------------------------------------------------------------
________________
ઓછો કરવા માટે મહેનત કરવી. આ ચારને વાપરવાની વૃત્તિ કેળવી લેવી છે. આ ચારનો રાગ વીતરાગતાને રોકે છે. માટે તેમને વાપરવામાં શક્તિ છુપાવવી નથી. સૌથી પહેલાં પુદ્ગલ પ્રત્યેનો રાગ ટાળવા માટે પૈસો કાઢી નાંખવો છે. જેની સાથે આત્માને સ્નાનસૂતક નથી તેવા પુદ્ગલ પ્રત્યેનો રાગ પણ ન ઘટે તો શરીરાદિનો રાગ કઇ રીતે ઊતરે ? આથી સૌથી પહેલાં પૈસો વાપરવો છે. આજે પૈસો હોય તો ઇનવેસ્ટ કરવાનું મન થાય કે ધર્મમાં ખર્ચી નાંખવાનું ? ઇનવેસ્ટનો અર્થ જ એ છે કે (ઇન વેસ્ટ). વેસ્ટમાં નાંખી દેવું. પૈસો જેટલો શુભ કાર્યમાં જાય – એટલું સારું છે. જેમાંથી નફો કે વ્યાજ મેળવવાની ભાવના હોય તે રોક્યું કહેવાય. જેમાં તેવી ભાવના ન હોય તે વાપર્યું કહેવાય. પૈસો ધર્મમાં રોકવો નથી, વાપરી નાંખવો છે. પૈસાનું રોકાણ કરે તે ઉદાર નથી, પૈસો વાપરી કાઢે તે ઉદાર છે. ધર્મમાં પૈસો વાપરીને વળતર લેવાની ભાવના હોય તે ઉદારતાનું લક્ષણ નથી. પૈસો તો કચરા જેવો છે ને ? તો તે કાઢી નાંખવાનો હોય કે તેનું રોકાણ કરવાનું હોય ? કચરાનું કોઇ રોકાણ ન કરે ને ? સ0 ધર્મમાં પૈસો વાપરે તો પુણ્ય તો બંધાય ને? એ વળતર જ
છે ને ?
પુણ્ય બંધાય તેની ના નથી, પણ એ વળતર જોઇતું નથી. ધર્મથી બંધાયેલું પુણ્ય પણ ભોગવવું નથી. કાજો કાઢતાં પણ હાથ તો મેલા થાય પરંતુ તે ધોઇ નાંખવાના ને? તેમ પૈસો કાઢતાં કદાચ
પુણ્ય બંધાઈ જાય તો તે પુણ્ય પણ ભોગવવું નથી. સાધુપણાથી કાઢી નાંખવું છે. જેને પૈસો કચરાજેવો ન લાગે તે પોતે કચરા જેવો છે : એમ સમજી લેવું.
ધર્મરત્નની યોગ્યતાના એકવીસ ગુણો જણાવ્યા બાદ જેને આ ધર્મરત્ન જોઇએ તેણે શ્રાવકના સત્તર ગુણો પણ પ્રાપ્ત કરવા જોઇએ - એમ જણાવ્યું. આ ૨૧ ગુણોની વાત સાંભળીને શિષ્ય શંકા કરે છે કે ૨૧ ગુણ પૂરા હોય તો જ ધર્મરત્ન મળે કે ઓછાવધતા ચાલે? આજે ખરીદી કરવા નીકળેલા વસ્તુનો ભાવ(કિંમત) જાણ્યા પછી ભાવતાલ કરે ને ? તેમ અહીં પણ વિચારે છે. ત્યારે ગ્રંથકારશ્રી જણાવે છે કે એકવીસ ગુણ પૂરા હોય તે ઉત્કૃષ્ટ યોગ્યતા છે. તેમાંથી પા ભાગના એટલે કે ૫, ૬ ગુણ ઓછા હોય અર્થાત્ ૧૫ કે ૧૬ ગુણ હોય તો તે મધ્યમ યોગ્યતા છે. અડધાથી હીન હોય અર્થાત્ ૨૧માંથી ૧૦ કે ૧૧ ગુણ ઓછા હોય તો ૧૧ કે ૧૦ ગુણવાળાની જધન્ય યોગ્યતા છે અને અડધાથી પણ ઓછા હોય અર્થાત્ ૧૦થી ઓછા હોય તે બધા દરિદ્રપ્રાય છે. જેઓ દરિદ્ર હોય તેઓએ ઘરે બેસવાનું કામ નથી પરંતુ શ્રીમંત બનવા માટે, જઘન્ય-મધ્યમ યોગ્યતા કેળવવા માટે પ્રયત્ન કરવો. થોડી યોગ્યતા હોય તો માંડી વાળવાની વાત નથી, પરંતુ એ યોગ્યતા પૂરી કરવા માટેની આ વાત છે. સએક દીપકથી પણ પ્રકાશ મળે ને ?
પણ એ દીપક કેવો જોઇએ ? સૂર્યજેવો પ્રકાશ મળે તો એક
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૫
Page #6
--------------------------------------------------------------------------
________________
દીપક બસ છે. પણ મીણબત્તીનો પ્રકાશ કર્યો હોય તો એક ચાલે કે હારમાળા લગાડવી પડે ? તેમ કેવળજ્ઞાનનો સૂર્ય ન પ્રકાશે ત્યાં સુધી અનેક ગુણો રૂપી મીણબત્તીઓ જોઇએ ને? તેથી ધર્મની યોગ્યતાના એકવીસ ગુણો જણાવ્યા. જો કે આપણે એ ગુણોને છોડીને ભાવશ્રાવકનાં છ લક્ષણ વિચારવાં છે. તમને સાધુપણું જોઇએ છે ને ? માટે માર્ગાનુસારીના ગુણોની વાત નથી કરવી, ભાવશ્રાવકના ગુણોની વાત શરૂ કરવી છે. આમે ય એ ગુણો અમે પહેલાં જોઇ-વિચારી લીધા છે. ભાવશ્રાવકનું પહેલું લક્ષણ જ એ છે કે એને સાધુ થવાનું મન હોય. શ્રાવક તો છીએ જ હવે શ્રાવક નથી રહેવું, સાધુ થવું છે – ખરું ને? રત્ન આપણે લેવા જવું પડે, કોઇ પ્રભાવનામાં ન આપે. એ રીતે ધર્મરત્ન ખરીદવા માટે આ ગુણો પામવા જરૂરી છે. સ0 એકવીસ ગુણો આવ્યા પછી પણ દ્રવ્યશ્રાવક જ કહેવાય ?
એમાં કોઇ મતભેદ નથી. એકવીસ ગુણો તો ધર્મસામાન્યની યોગ્યતા સ્વરૂપ છે. એકવીસ ગુણવાળો ભાવશ્રાવક થવાની યોગ્યતા ધરાવે છે જયારે ભાવશ્રાવકના છ કે સત્તર ગુણોથી યુક્ત હોય તે ભાવસાધુ થવાની યોગ્યતા ધરાવે છે. આજે તો પહેલા ગુણનું જ દેવાળું છે ને ? કૃપણતા પૂરેપૂરી છે ને ? કોઈ પૂછે કે સાધુ થવા શું કરવું? તો તેને કહેવું કે તનમનધનવચનની શક્તિ પૂરેપૂરી વાપરવા માટે તત્પર બનવું. શક્તિ બચાવવાની ભાવનાવાળા સાધુપણું પાળી નહિ શકે, જે પોતાની શક્તિ જ ન
વાપરે તેને તીર્થકરો પણ તારી ન શકે. તમે ધંધામાં શક્તિ કેવી વાપરો ? કરોડપતિ માણસ પણ જો નોકર હાજર ન હોય તો સાવરણી કે ઝાટકણી લઇને સાફ કરવા બેસી જાય ને ? આજે તો અમારાં સાધુસાધ્વીને પડિલેહણમાં પણ કંટાળો આવે ! જેમતેમ કરી લેવું એ શક્તિ છુપાવવાનાં જ લક્ષણ છે. શક્તિ છુપાવવાના જોઇએ એટલા માર્ગ છે. બધી શક્તિ છુપાવીને જાણે સાથે લઇને ન જવાની હોય તે રીતે વર્તીએ છીએ ને ? અંતે સ્મશાનમાં તન, મન, ધનની બધી જ શક્તિ પૂરી થઇ જવાની અને લોકો પાછળ શ્રદ્ધાંજલિમાં કહેશે કે લીલી વાડી મૂકીને ગયા ! ધર્મક્ષેત્રમાં શક્તિ બચાવીશું તો ય તે કામ નથી લાગવાની.
- હવે શિષ્ય શંકા કરે છે કે આટલા બધા ગુણોનું કામ શું છે ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે શુદ્ધ ભૂમિકામાં જ કોઇ પણ ચિત્ર શોભાયમાન બને છે. આ વસ્તુ સમજાવવા માટે અહીં એક કથાનક આપ્યું છે. આપણે કથા તો ઘણી વાર સાંભળી છે. આ કથા સાંભળ્યા પછી પણ આપણે તો ચિત્ર દોરવાનું જ કામ કરવાના, ભૂમિકા સાફ નથી કરવાના – બરાબર ને ?! અહીં જણાવે છે કે સાકેતપુર નામના નગરમાં મહાબળ નામનો રાજા રાજય કરે છે. જે રાજા હોય તે મહાબળવાળો હોય જ ને ? એ રાજાને ત્યાં એકવાર એક દૂત આવ્યો ત્યારે મહાબળ રાજાએ પૂછ્યું કે - “અન્ય દેશમાં તું ફરીને આવ્યો તો એવી એકે વસ્તુ જોઇ કે જે અન્ય રાજાને ત્યાં હોય અને રાજાને ઉચિત હોવા છતાં મારે ત્યાં ન હોય ?' પ્રશ્ન
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૭
Page #7
--------------------------------------------------------------------------
________________
માર્મિક છે, “અન્યને ત્યાં હોય ને મારે ત્યાં ન હોય એવું શું છે? - એમ નથી પૂછતા. પરંતુ રાજાને ઉચિત એવી વસ્તુ અન્ય પાસે હોય અને મારી પાસે ન હોય તો તેવી વસ્તુ વસાવવી છે. ઔચિત્ય બહુ મહત્ત્વની વસ્તુ છે. જે આપણને - આપણી કક્ષાને - ઉચિત ન હોય - એવી વસ્તુ આપણે ન જ વસાવીએ ને ? પેલા દૂતે કહ્યું કે અન્ય રાજાને ત્યાં છે એવું બધું જ આપને ત્યાં છે માત્ર એક ચિત્રસભા નથી. આથી રાજાએ વિમલ અને પ્રભાસ નામના બે ચિત્રકાર બોલાવ્યા અને મોટો મહેલ કે જે રાજસભાને યોગ્ય હતો, તેમાં વચ્ચે પડદો નાંખીને બે બાજુ બે દિવાલ પર એક એક ચિત્રકારને ચિત્રસામગ્રી આપીને ચિત્રકામ છ મહિનામાં પૂરું કરવા માટે કહ્યું. વિમલે તો સામાન્ય સાફસૂફી કરીને રંગવાનું કામ શરૂ કર્યું અને છ મહિનામાં તો આખું ચિત્ર તૈયાર થઇ ગયું. જ્યારે પેલો પ્રભાસ તો પથ્થર લઇને દીવાલ ઘસવાનું કામ કરતો હતો. આ રીતે દીવાલ ઘસતાં ઘસતાં એને છ મહિના થયા. મુદત પૂરી થયે રાજા આવ્યો. વિમલનું ચિત્ર જોઇ, ખુશ થઇ રાજાએ તેને મોં માંગ્યું ઇનામ આપ્યું. પડદો ઊંચો કરી પ્રભાસની પાસે ગયો અને પૂછ્યું કે કેટલું કામ થયું ? ત્યારે પેલો કહે છે કે હું તો હજુ દીવાલ જ ઘણું છું. મેં કામ શરૂ જ કર્યું નથી. જોકે ઘસવાના કારણે એ દીવાલ દર્પણ જેવી શુદ્ધ બની ગઇ હતી તેથી સામેની દીવાલનું ચિત્ર એ દીવાલ ઉપર પ્રતિબિંબિત થતું હતું. એ જોઇને રાજા કહે છે કે ચિત્ર તો તૈયાર થઈ ગયું છે. તું જૂઠું શા માટે બોલે છે? ત્યારે
પ્રભાસે કહ્યું કે - “સેવક માટે સ્વામી છેતરવાલાયક હોતા નથી.’ આ વસ્તુ આપણે માનીએ ને ? આજે આટલું નક્કી કરવું છે કે – ‘સ્વામી છેતરવાલાયક નથી' ? ધર્મરત્ન એમને એમ પ્રાપ્ત થતું નથી. આજે સાધુસાધ્વી પણ એટલું નક્કી કરે કે ‘ગુરુનો દ્રોહ કરવો નથી’ તો તેમનો નિસ્વાર થઇ જાય. પ્રભાસે રાજાને કહ્યું કે પડદો ફરી પાડો. રાજાએ પડદો પાડીને જોયું તો દીવાલ કોરી હતી. આ જોઇને રાજા આશ્ચર્યસહિત હર્ષ પામ્યો. પેલાને કહ્યું કે હવે તો તું બિલકુલ ચિત્રકામ કરીશ નહિ. પેલાને પૂછ્યું કે તું ભૂમિકાશુદ્ધિ ઉપર આટલો ભાર કેમ આપે છે? ત્યારે પ્રભાસે કહ્યું કે ચિત્રની ભૂમિકા જો શુદ્ધ હોય તો તેના ઉપર હાલતી ચાલતી રચના જેવું ચિત્ર ઉપસે છે. ચિત્ર અતિ સુંદર અને સ્થિર થાય છે, જે સ્વરૂપે પાત્રો આલેખ્યાં હોય તેના ભાવનો ઉલ્લાસ પ્રગટ થાય છે. ચિત્રના ભાવ દૃષ્ટિગોચર થતાં ચિત્ર સચેતન લાગે છે. આ બધું સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયો અને પ્રભાસને બમણું ઇનામ આપ્યું. પ્રભાસને ફળ અધિક મળ્યું. જે વિમલની જેમ ચિત્રકામ કરે તેને સંસારનાં તુચ્છ સુખો મળે. જયારે પ્રભાસની જેમ ભૂમિકા શુદ્ધ કરે તેને અવિલંબે મોક્ષસુખ મળે. સ0 ભૂમિકા શુદ્ધ કરવા માટે શું કરવું ?
પહેલાં પાપ છોડવું પછી પુણ્ય કરવું. પહેલાં રાત્રિભોજનનો ત્યાગ કરવો પછી તપ કરવો. આજે મોટાં મોટાં તપ કરવા તૈયાર થઇ જાય, પણ પારણું કર્યા પછી રાત્રિભોજનનો ત્યાગ ન કરે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૯
Page #8
--------------------------------------------------------------------------
________________
એક ગામમાં જૈનોનાં પંદર ઘરો હતાં. હરિજન વગેરે વધારે હતા. અસ્પૃશ્યનિવારણના કાયદાને લઇને જૈનમંદિરમાં હરિજનોને પ્રવેશ આપવાનું સરકારે નક્કી કર્યું હતું. બધા જૈનો ચિંતામાં પડી ગયા. એક અનુભવી શ્રાવકે દેરાસરની બહાર પાણીનાં બે પીપ ભરીને મૂક્યાં અને ૪-૫ પૂજાની જોડ મૂકી. સવારે જે હરિજનો દર્શન માટે આવ્યા તેમને પેલા શ્રાવકે કહ્યું કે ‘ભલે પધારો. આ પાણીથી સ્નાન કરો, આ વસ્ત્રો ધારણ કરો અને પ્રતિજ્ઞા કરો કે રાત્રિભોજન, માંસમદિરા વગેરે અભક્ષ્ય, કંદમૂળ વગેરે અનંતકાય આજીવન નહિ વાપરું.' પછી ખુશીથી મંદિરમાં પધારો. અમે આમાંનું કશું કરતા નથી. પેલા હરિજનો તો દૂરથી જ હાથ જોડીને ચાલ્યા ગયા કે – અમારે નથી જવું. આજે આવું કહી શકાય કે રાત્રિભોજન ન કરે તે જ દેરાસરમાં જાય ? સ0 સુધરવા માટે ન જવાય ?
સાચું કહો છો ? સુધરવાનો ભાવ છે ? તો ખુશીથી જાઓ. પણ હૈયામાં પોલ છે. અવિરતિપ્રત્યયિક ધર્મ જ ગમે છે. સામાયિક પારવાનું છે માટે કરવું ફાવે છે, તપ પણ પારણું કરવાનું છે માટે કરો છો ને ? ભૂમિકા સાફ કર્યા વિના ચિતરામણ ગમે તેટલી કરો ઊખડી જ જવાની. માટે ધર્મ કરવાની ઉતાવળ કરવા પહેલાં પાપ છોડવા માટેનો અભ્યાસ પાડવાની જરૂર છે, તો ભૂમિકા શુદ્ધ થશે.
આપણે જોઇ ગયા કે એકવીસ ગુણોથી યુક્ત જીવો ધર્મ કરવા માટે યોગ્ય છે. અહીં શિષ્ય શંકા કરે છે કે શ્રાવકપણાની
કે સાધુપણાની વ્યાખ્યામાં આ ગુણોની કોઇ વાત આવતી નથી તો આ ગુણો પર ભાર શા માટે ? આવી શંકા પણ કોને થાય ? જેને કંઇક પામવું હોય તેને જ ને ? આજે આપણને આવી શંકા કેમ નથી પડતી ? કશું પામવું નથી માટે જ ને ? શાસ્ત્રમાં શ્રાવકનાં અને સાધુનાં જે લક્ષણો બતાવ્યાં છે તે લક્ષણોમાં આ એકવીસ ગુણોનું ક્યાંય વર્ણન નથી તો એકવીસ ગુણો દ્વારા કયા અધિકારીનું વર્ણન કર્યું છે ? - આ પ્રમાણે શિષ્યની શંકા છે. હવે પોતાની શંકાના સમર્થન માટે શિષ્ય, શાસ્ત્રમાં શ્રાવક અને સાધુનાં જે લક્ષણ જણાવ્યાં છે તે પણ બતાવે છે. શ્રાવકનું લક્ષણ કરતાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે સુપડા હોય. અર્થાત્ જે અર્થી હોય, સમર્થ હોય અને શાસ્ત્રનો હેપી ન હોય. આ વસ્તુ બરાબર યાદ રાખવા જેવી છે. જે શાસ્ત્રને માને તેનું નામ શ્રાવક. જે સૂત્રનો દ્વેષી ન હોય તે જ શ્રાવક હોઇ શકે. અર્થી તેને કહેવાય કે જે વિનયપૂર્વક ગુરુ પાસે આવે ને ધર્મના અર્થને પૂછતો હોય. આ લક્ષણ અવિરત શ્રાવકને આશ્રયીને બતાવ્યું છે. બીજા વિરતને આશ્રયીને લક્ષણ બતાવ્યું છે કે – જેના હૈયામાં સમ્યકત્વ હોય, હંમેશાં મુનિઓ પાસે તેમની શ્રેષ્ઠ સામાચારી સાંભળે - તે શ્રાવક કહેવાય. તેમ જ પરલોકમાં હિતકારી એવા જિનવચનને ઉપયોગપૂર્વક સાંભળે છે તે અતિતીવ્ર કર્મનો નાશ થવાથી શ્રાવક થાય છે. અતિતીવ્ર કર્મ વિલીન થયા હોય તેથી અપુનબંધકદશાને પામેલા હોય તે શ્રાવક બને છે. શ્રાવકના આ લક્ષણમાં એકવીસ ગુણોનો કોઇ ઉલ્લેખ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧
Page #9
--------------------------------------------------------------------------
________________
નથી. શ્રાવકના લક્ષણમાં પણ સૂત્રનો દ્વેષી ન હોય તેને શ્રાવક કહ્યો છે. આજે તો સાધુસાધ્વી પણ સૂત્રના દ્વેષી બની ગયાં છે. સુત્રનું સંશોધન કરે છે, પણ સૂત્ર ભણતા નથી. જે ભૂલ લહિયાની છે તેને સૂત્રની ભૂલ ન કહેવાય. જે પૂફસંશોધનનું કામ છે તેને સૂત્રસંશોધન ન કહેવાય. આ સંશોધન કરનારા પાનાં સુધારે છે પણ ભણતા નથી. સૂત્ર ભણીએ તો આપણે સુધરીએ. આજે રોગ આવે એની ચિંતા છે પણ જ્ઞાન નથી મળતું તેની ચિંતા નથી. દુ:ખ ખરાબ છે કે અજ્ઞાન ? ગમે તેટલી તીવ્ર અશાતાનો ઉદય હોય તોપણ જ્ઞાનાવરણીય કે મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ હણાતો નથી તો આટલી ચિંતા શી ? તીવ્ર અશાતાના ઉદયમાં કદાચ ભણેલું ભુલાઇ જાય તોપણ વિપર્યાસ તો ન જ થાય. સ0 મરીચિ અશાતાના ઉદયમાં સમ્યક્ત્વ ગુમાવી બેઠા ને ?
તમે કથાગ્રંથો ધ્યાન રાખીને નથી વાંચતા. જ્યારે રોગ આવ્યો ત્યારે પણ દુ:ખ અસહ્ય લાગ્યું ત્યારે વેષ છોડ્યો. દુઃખ આવ્યું માટે વેષ નથી છોડ્યો, દુ:ખરાબ લાગ્યું માટે વેષ છોડ્યો. એ વખતે પણ સમ્યકત્વ તો નથી જ ગુમાવ્યું. સમ્યક્ત્વ તો, સાજા થયા પછી પોતાને યોગ્ય શિષ્ય જાણીને તેનો લાભ જાગ્યો ત્યારે ગુમાવ્યું. માટે અશાતાની નહિ, કષાયની ચિંતા કરવાની જરૂર છે.
આ પ્રમાણે જણાવ્યા બાદ શિષ્ય સાધુનું લક્ષણ જે અન્ય શાસ્ત્રમાં જણાવ્યું છે - તે પણ બતાવે છે કે – જેઓ આદેશમાં ઉત્પન્ન
થયેલા હોય, ઉત્તમજાતિકુળમાં ઉત્પન્ન થયા હોય, જેમનો કર્મમળ પ્રાયઃ કરીને ક્ષીણ થયેલો હોય છે તેઓ સાધુ થવા યોગ્ય છે. સ0 આપણા કર્મમળ ક્ષીણ થયા છે એનું કોઇ લક્ષણ છે ?
એક અપેક્ષાએ વિચારીએ તો આજે આપણે આટલાં પાપ કરીએ છીએ છતાં તે ઢંકાઇ જાય છે તેના ઉપરથી માનવું પડે ને કે કર્મ હળવાં છે. જો ભારે કર્મોનો ઉદય થાય તો આપણા પાપના અનુસારે આપણે આજે જેલમાં હોઇએ ને? આ અપેક્ષાને બાજુએ રાખીએ તોપણ, જૈનકુળમાં જે આપણે જન્મ્યા તે કર્મ ક્ષીણ થયા વિના ઓછા આવીએ ? આગળ વધીને ધર્મરત્નના અર્થી થઇને તમે સૌ અહીં આવ્યા છો તે કર્મલઘુતાને જ સૂચવે છે ને ? કર્મો તો આપણને તમારી ભાષામાં, છપ્પર ફાડીને આપ્યું છે. પરંતુ એને ઝીલવાના બદલે એની નીચે જ આપણે દટાઇ ગયા માટે આ દશા છે ! આગળ સાધુનાં લક્ષણ જણાવતાં કહે છે કે જેઓ નિર્મળબુદ્ધિવાળા હોય છે તેમ જ ‘ભવસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે. સંયોગ વિયોગાન્ત છે, મૃત્યુ ક્ષણે ક્ષણે રહેલું છે, કર્મનો વિપાક અત્યંત દાણ છે..' આ પ્રમાણે સ્વભાવથી જ સંસારની નિર્ગુણતાનું ભાન જેને હોય, તેથી વૈરાગ્યને પામેલા હોય, જેના કષાય પાતળા પડ્યા હોય, અલ્પ હાસ્યાદિવાળા હોય, સારી રીતે કૃતજ્ઞ તથા વિનયવાળા હોય, રાજયદ્રોહી ન હોય, સુંદર શરીરવાળા(પંચેન્દ્રિયપરિપૂર્ણ), શ્રદ્ધાળુ, સ્થિર ચિત્તવાળા હોય તે પ્રવ્રજયાને યોગ્ય છે. આજે આપણી પાસે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩
Page #10
--------------------------------------------------------------------------
________________
આ બધી યોગ્યતા છે ને ? આપણે આર્યદેશમાં જન્મ્યા એનો આનંદ છે કે અનાર્યદેશમાં જવા નથી મળતું - તેનું આપણને દુઃખ છે ? વિષયો દુઃખનું મૂળ છે - એમ માનો છો ને ? જમવા બેસતી વખતે ભલે વિષયોને સુખનું કારણ માનતા હો પણ જમીને ઊઠતી વખતે વિષયો દુ:ખનું કારણ બને એવા છે - એમ માનીને જ ઊઠો છો ને ? જેટલા આવ્યા છે એટલા જવાના જ છે ને ? કર્મના વિપાક દારુણ છે એમ માનો છો કે મરીને જલસા છે ?
સ૦ મરીને ક્યાં જઇશું એની ખબર નથી.
જરા હૈયાને પૂછી જુઓ. ક્યાં જઇશું એની કલ્પના તો છે જ, છતાં છાતી મજબૂત છે ને ? સિકંદર જેવા, ઔરંગઝેબ જેવા કે બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા પણ અંત સમયે થથરી ગયા હતા. પાપ ભુલાતું ન હતું. જ્યારે આપણે તો સૌનું થશે – તે આપણું થશે - એમ માનીને મજેથી જીવવાનું કામ ચાલુ છે ને ! સ૦ નહિ સાહેબ, મરણને મારવું છે.
ઘેર બેસ્યું નહિ મારી શકાય. શત્રુને મારવા માટે મેદાનમાં જવું પડે તેમ મરણને મારવા માટે સાધુપણામાં આવવું પડે. અહીં શિષ્યની શંકા પૂરી થાય છે. શંકાનો આશય એટલો જ છે કે જો શ્રાવક કે સાધુનાં લક્ષણમાં આ ૨૧ ગુણોનો ઉલ્લેખ નથી તો તે ગુણો વડે કઇ અધિકારિતા વર્ણવી છે ? આ શંકાનું નિરાકરણ આપતાં ગ્રંથકારશ્રી ‘સત્યમ્” કહીને જણાવે છે. શંકા ખોટી હોય છે છતાં તેમાં કંઇક તત્ત્વ પડેલું હોય ત્યારે આ રીતે જવાબ અપાય
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૪
છે. અહીં તત્ત્વ એટલે વસ્તુસ્થિતિને સમજવાનો આશય પડેલો છે, માટે ગ્રંથકારશ્રી ‘તારી વાત સાચી છે' એમ કહીને જણાવે છે કે – અવિરતશ્રાવક, વિરતશ્રાવક કે સાધુનાં લક્ષણ જે જણાવ્યાં છે; તે, તે તે ગુણઠાણાને આશ્રયીને જણાવેલાં છે. જેમ કે સમ્યક્ત્વ પામવાની યોગ્યતા પહેલે, દેશવિરતિની યોગ્યતા ચોથે અને સર્વવિરતિની યોગ્યતા પાંચમે મનાય છે. જ્યારે આ એકવીસ ગુણો તો દરેક પ્રકારના ધર્મ માટે સર્વસામાન્ય છે. જેમ કોઇ પણ ચિત્રકામ કરવું હોય તો તે દરેકમાં સાધારણ ભૂમિકા તરીકે ભૂમિશુદ્ધિ તેમ જ રેખા(બોર્ડર)નું આલેખન જણાવાય છે. બાકી તે તે ચિત્રની અપેક્ષાએ રેખાશુદ્ધિ, રંગકામ વગેરે ભિન્ન ભિન્ન હોય. જેમ કે ભૂમિપીઠ જો કાળી હોય તો ધોળી રેખાથી શોભે, ભૂમિપીઠ ધોળી હોય તો તે કાળી રેખાથી શોભે... આ બધી વિશેષતાઓ છે. અને વિશેષ સામાન્યનો વ્યભિચારી નથી હોતો.
આ ન્યાયે વિશેષ લક્ષણ સામાન્ય લક્ષણનાં વ્યભિચારી ન હોવાથી આ એકવીસે ય ગુણો આમાં સમાઇ ગયા છે. આથી નક્કી છે કે જે એકવીસ ગુણોથી યુક્ત હોય તે ભાવશ્રાવક થાય.
હવે શિષ્ય ફરી શંકા કરે છે કે તમે ભાવશ્રાવક જણાવી રહ્યા છો તો શું શ્રાવક પણ અનેક પ્રકારના છે કે જેથી તમારે ભાવશ્રાવક કહેવું પડ્યું. આ શંકાના નિરાકરણમાં જણાવે છે કે – જિનેશ્વર ભગવાનના શાસનમાં દરેક પદાર્થો ચાર પ્રકારે હોય છે. તેમ શ્રાવક પણ ચાર પ્રકારના છે. નામશ્રાવક, સ્થાપનાશ્રાવક,
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૫
Page #11
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યશ્રાવક અને ભાવશ્રાવક, તેમાંથી નામશ્રાવક તેને કહેવાય છે કે કોઇ પણ સચેતન કે અચેતન પદાર્થનું ‘શ્રાવક આ પ્રમાણે નામ પાડ્યું હોય. જેમ કે કોઇ વ્યક્તિનું અથવા કોઇ મકાનનું ‘શ્રાવક નામ પાડ્યું હોય તેને નામશ્રાવક કહેવાય. કોઇ ચિત્રમાં શ્રાવકનું ચિત્ર દોર્યું હોય તો તે શ્રાવકની ક્રિયાયુક્ત ચિત્રમાં રહેલા શ્રાવકને સ્થાપનાશ્રાવક કહેવાય. જેની પાસે શ્રાવકપણાના ગુણો ન હોય અને માત્ર આજીવિકા માટે શ્રદ્ધારહિતપણે શ્રાવકવેષને ધરનારો હોય તે દ્રવ્યશ્રાવક કહેવાય. અને શ્રાવકના શાસ્ત્રોક્ત ગુણોથી યુક્તને ભાવશ્રાવક કહેવાય. ભાવશ્રાવકનું સ્વરૂપ જણાવતાં કહે છે કે ‘શ્રા' એટલે શ્રાદ્ધ હોય અર્થાત્ શ્રદ્ધાળુ હોય અને શાસ્ત્રનું શ્રવણ કરે, ‘વ’ એટલે સાત ક્ષેત્રમાં ધન વાવે અથવા સમકિતને વરે તેમ જ “ક” એટલે પાપને કાપે અને સંયમનિયમને કરે, પાળે તેનું નામ શ્રાવક – આને ભાવશ્રાવકે કહેવાય. તમારી ભાષામાં કહીએ તો જેને દીક્ષા લેવાનું મન હોય તેને ભાવશ્રાવક કહેવાય; માત્ર પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરવાનું મન હોય તે નહિ, તમે જેમ કમાવાના ભાવથી ઊંધો અને કમાવાના ભાવથી ઊઠો તેમ દીક્ષા લેવાના ભાવથી ઊંધે અને દીક્ષા લેવાના ભાવથી ઊઠે તેનું નામ ભાવશ્રાવક. તમે સૂતાં-ઊઠતાં નવકાર ગણો ને ? તેમાં કોનું સ્મરણ છે ? પંચપરમેષ્ઠીમાં કોણ આવે ? સાધુ જ ને ? સ0 નવકાર તો ગણીએ છીએ પણ પુરુષાર્થ નથી.
પુરુષાર્થ ચાલુ જ છે – એમ સમજો. સંસાર ગોઠવ્યો છે તે
છોડવા માટે જ ને ? જેમ મુસાફરીમાં જવા માટે પેટી ભરો તો તે પાછી કાઢવા માટે જ ને ? શ્રાવક જે કાંઇ ગોઠવણ કરે તે સંસારથી છૂટવા માટે જ હોય. મારા ગુરુમહારાજે ચારિત્રની ઇચ્છા થયા પછી ઓગણીસ વરસ સંસાર ચલાવ્યો. પણ તે ગોઠવણ છૂટવા માટેની જ હતી. સ0 અમે એવા નથી.
હું તમને સારા માણસ ગણીને કહું છું તો તમે મને ખોટો શા માટે પાડો છો ? તમે છૂટવા માટે મહેનત કરતા હો અને ક્યાંક અટકતું હોય તો અમે તમને સહાય કરવા બેઠા છીએ. સાધુપણું યાદ કરીને સુવું છે અને ઊઠતાંની સાથે સાધુપણું યાદ કરવું છે.
હવે શિષ્ય ફરી બીજી શંકા કરે છે કે ઠાણાંગસૂત્રમાં શ્રાવકના પ્રકારાંતરે ચાર ભેદ બતાવ્યા છે તો તે ભેદો આ નામાદિમાં ક્યાં સમાય ? આ આશયથી પહેલાં શ્રાવકના ચાર પ્રકાર બતાવે છે કે : સાધુની પ્રત્યે ૧. માતાપિતાજેવા, ૨. ભાઇજેવા, ૩. મિત્રજેવા અને ૪. સપત્ની(શોક્ય)જેવા શ્રાવકો હોય છે - તેમ જ ૧. દર્પણજેવા, ૨. પતાકાજેવા, ૩. ઝાડના વૃંદાજેવા અને ૪. ખરંટખરાટા જેવા શ્રાવક હોય છે. તેમાં માતા-પિતાજેવા શ્રાવકો તેને કહેવાય કે – જેઓ હંમેશા સાધુઓનું કાર્ય ચિતવતા હોય છે. પોતાના ઘરના માણસ કરતાં પણ સાધુના કાર્યની ચિંતા તેમને વધારે હોય છે. રાતદિવસ સાધુનું ધ્યાન રાખે એટલે સાધુની અલના જોવી ના હોય છતાં નજરે ચઢે એ સુસંભવિત છે. તેવા
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૭
Page #12
--------------------------------------------------------------------------
________________
વખતે સાધુ પ્રત્યે સ્નેહથી રહિત બનતા નથી અને સદા વાત્સલ્યને ધારણ કરે છે... આવા શ્રાવકો માતાપિતાતુલ્ય કહેવાય છે. શ્રાવકને સાધુનાં માબાપ કહ્યાં છે, તે આ રીતે. આજે તો સાધુનો પરિચય વધે અને અલના દેખાય તો તરત કહી દે કે – જઇએ છીએ, પણ પછી અમારા ભાવ ટતા નથી, પરિણામ ટકતા નથી. આવાને સાધુ પાસે જવાની ના જ પાડવી પડે ને ? બીજા ભાઇજેવા શ્રાવક તેને કહેવાય કે હૈયાથી સાધુ પ્રત્યે સ્નેહ હોવા છતાં પણ જ્યારે કાર્ય કરવું પડે ત્યારે મંદ આદરવાળા થાય અને પાછા સાધુ આપત્તિમાં હોય તો તેની સહાયમાં, તેમના પક્ષમાં ઊભા રહે. આમે ય પિતાના આદરમાં અને ભાઇના આદરમાં ફરક પડે ને ? આજે તમને પિતા આવે અને ભાઇ આવે તો વધારે આનંદ ક્યાં થાય ? મોટા ભાઇ આવે તો કે પિતા આવે તો ? સ0 પિતા આવે તો.
એનું કારણ શું? પિતા આપે છે અને ભાઇ ભાગ પડાવે છે માટે જ ને ? અહીં આપણી વાત નથી, આ તો સર્વસામાન્ય વાત છે કે – મોટા ભાઇને પિતાતુલ્ય ગણીએ તો વિનય આવે. મારા ગુરુમહારાજ દીક્ષા પામ્યા તો આ વિનયના આચરણના કારણે. કાપડની દુકાનમાં ગાદીના છેડે ઊભડક પગે બેસે કે જેથી મોટાભાઇ પાણી વાપરવા આવે તો તેમનો અવિનય ન થાય, તરત જ ઊભા થઇ શકાય. મોટાભાઇ ઊભા હોય અને આપણે ગાદમાં બેઠા હોઇએ તો અવિનય થાય - એવું તેઓ માનતા હતા.
મહાપુરુષો આકાશમાંથી નથી પડતા, આ ધરતી ઉપર જ થાય છે. અવિનયનો ત્યાગ કરે અને વિનયને આચરે તેનામાં મહાપુરુષતા આવે. ધંધો પોતે કરે અને સાંજે ગલ્લો મોટાભાઇ લઇ જાય તો કાંઇ પૂછવાનું નહિ ! કઇ રીતે વ્યવહાર ચાલે ? સવ વિશ્વાસથી.
વિશ્વાસથી નહિ, સમર્પણભાવથી. સમર્પણભાવવાળો વ્યવહાર મોટાભાઇ સાથે હોય તેવાઓ દીક્ષા લે તો સાધુપણાને અજવાળે. ચાલતી વખતે મોટાભાઇની પાછળ ચાલે, આગળ કે સાથે નહિ. મોટાભાઇ બોલે તો વચ્ચે બોલે નહિ, આ બધો વિનય શીખ્યા વિના નહિ ચાલે. વિનય કર્મને લઇ જાય છે એની સાથે એટલું યાદ રાખવું કે અવિનય કર્મને લાવે છે. નાનો માંગે નહિ અને મોટો આપ્યા વિના ન રહે – તો વ્યવહાર દીપી ઊઠે. આ વિનયની વાત તો પ્રાસંગિક કરી. બાકી આપણી વાત તો એ છે કે ભાઇસમાન શ્રાવક સાધુનો વિનય કરવામાં મંદ આદરવાળો હોય છે. આપણે એવા નથી થવું. ત્રીજા મિત્રજેવા શ્રાવક તેને કહેવાય કે જે સાધુ પાસેથી માનની અપેક્ષા રાખે. પોતાને સાધુઓના સ્વજનો કરતાં અધિક ગણે. મિત્ર કોને કહેવાય ? માનને ઇચ્છે તેને જ ને ? આમ બધું કરે, પણ તેને કીધા વગર જો કર્યું તો રોષે ભરાય ને ? આજે તમે પણ એવા જ છો ને ? સાધુ જો તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લે તો તમને ગમે નહિ ને ? કહો ખરા કે – મને કીધું હોત તો આનાથી સારું કરી આપત.
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૯
Page #13
--------------------------------------------------------------------------
________________
પણ મનમાં તો ન પૂછ્યાનો રંજ જ હોય ને? અને ચોથા સપત્નીજેવા શ્રાવકો તેને કહેવાય કે જે સ્તબ્ધતા(માન)ના યોગે સાધુનાં છિદ્રો જોતા ફરે, પ્રમાદથી થયેલ ભૂલોને પણ ગાયા કરે અને સાધુને ગણકારે નહિ અર્થાતુ તણખલાની જેમ ગણે. આ ચારમાંથી આપણે સપત્ની જેવા તો નથી જ થવું, આગળ વધીને મિત્ર કે ભાઇજેવા પણ નથી થવું, માબાપજેવા થવું છે – એટલું બનશે ને ?
હવે બીજા ચાર પ્રકારના ભાવશ્રાવકનું વર્ણન કર્યું છે. ભાવશ્રાવકના વર્ણન દ્વારા જીવોના સ્વભાવનું વર્ણન કર્યું છે. આ વાત શ્રાવકોની નિંદા કરવા માટે નથી. શ્રાવકો આવા હોય છે એમ જણાવવાનું તાત્પર્ય નથી, શ્રાવકો આવા હોઇ શકે છે – એટલી જ વાત છે. આપણામાં જો સારાં લક્ષણ ન હોય તો કેળવવા માટે પ્રયત્ન કરી લેવો. અહીં જણાવે છે કે શ્રાવકો દર્પણજેવા હોય છે. દર્પણમાં કયું પ્રતિબિંબ પાડવું - એ દર્પણ નક્કી નથી કરતું, જેવી વસ્તુ હોય તેવું પ્રતિબિંબ પડે. તે રીતે આગમમાં કીધેલા પદાર્થો ગુરુએ જેવા કહ્યા હોય તેવા યથાર્થપણે પ્રતીત થાય, પ્રતિબિંબિત થાય તે શ્રાવકને આદર્શ એટલે કે અરીસાજેવા કહ્યા છે. શ્રાવકો જો આવા હોય તો સાધુઓ કેવા હોય ? આગમના એક પણ અર્થમાં એક પણ દલીલ કરવાની ન હોય ને ? સાધુસાધ્વી જો શીખી જાય કે અરીસાજેવા બનવું છે તો આગમના કે ગુરુએ કહેલા મતથી જુદો મત પ્રવર્તાવવાનું ન બને. ગુરુની છાયા કે ગુરુની આજ્ઞા બંને જો એક હોય તો ગુરુના મતથી જુદો મત કે જુદી પ્રવૃત્તિ ઊભી થાય જ નહિ.
આજે ગુરુની છાયા ગમે, પણ આજ્ઞા ન ગમે ને? આગમના એક પણ વચનમાં દલીલ નથી કરવી. આ તો આપણે બુગ્રહિતમતિવાળા છીએ, પૂર્વગ્રહથી ગ્રસિત છીએ માટે, બાકી ધર્મ એ એવી ચીજ નથી કે જે આપણા મગજમાં ન બેસે. આજે ગુરુભગવંત જે માર્ગ સમજાવે છે તે માર્ગને દલીલ કર્યા વગર સમજવાનો પ્રયત્ન કરવો છે. આજે તો દીક્ષા લેવાની વાત કરીએ તો કહે કે માબાપ અને કુટુંબની જવાબદારી મૂકીને જવું એ તો કાયરતાનું પ્રતીક છે. આપણે કહેવું પડે કે – આ જવાબદારી ઊભી કરવાનું ભગવાને નથી કહ્યું. આપણે આપણી ભૂલના કારણે ઊભી કરી છે. આથી જ ભગવાને આઠમા વરસે દીક્ષા લેવાનું કહ્યું હતું. એ ઉંમર ગુમાવી ત્યારે જવાબદારી વહન કરવાનો વખત આવ્યો ને ? સવ પૂર્વભવના સંસ્કાર જોઇએ ને ?
પૂર્વભવના સંસ્કાર ન હોય તો આ ભવમાં પાડવા છે ? પૂર્વભવમાં આરાધના નથી કરી, માની લીધું. પણ હવે તો આરાધના કરવી છે ? અનાદિ મિથ્યાષ્ટિએ સમ્યકત્વ પામવું કે નહિ ? અવિરતિધરે સર્વવિરતિ પામવી જોઇએ ને ? સ0 આપણે ન કરીએ, પણ જે કરતા હોય તેની અનુમોદના
કરીએ તો સંસ્કાર પડે ને ?
અનુમોદના ક્યારે કરવાની ? જયારે કરવા કે કરાવવાની શક્તિ ન હોય ત્યારે. કરણ કરાવણ અને અનુમોદન : આ ત્રણે સરખાં ફળ ત્યારે નીપજાવે કે જ્યારે કરાવનારને કરવાની શક્તિ
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૨૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૨૧
Page #14
--------------------------------------------------------------------------
________________
ન હોય અને અનુમોદના કરનારને કરવાની કે કરાવવાની શક્તિ ન હોય. બળદેવમુનિ, કઠિયારો અને હરણિયું : આ ત્રણનું દૃષ્ટાંત યાદ છે ને ? બળદેવમુનિ વહોરવા માટે યોગ્ય હતા, તેમની પાસે વહોરાવવાની યોગ્યતા-શક્તિ ન હતી. કઠિયારા પાસે વહોરાવવાની શક્તિ હતી, વહોરવાની ન હતી માટે વહોરાવ્યું, જયારે હરણિયા પાસે બેમાંથી એકે શક્તિ ન હતી માટે તે ઊભું ઊભું અનુમોદના કરતું હતું. તમે હરણિયા જેવા છો માટે અનુમોદના કરો છો ? હરણિયું પણ છેવટે કઠિયારાને લાવવાનું કામ તો કરતું હતું. તમારે કશું કરવું નથી ને અનુમોદના કરવી છે ને ? જયારે જમાડવાની શક્તિ ન હોય ત્યારે જમાડનારની અનુમોદના કરવાની, પણ શક્તિ હોય તો જમાડવા બેસવાનું. સ) શક્તિ હોય ને પરિણામ ન હોય તો અનુમોદના કરાય ને ?
શક્તિ હોય ને પરિણામ ન હોય તો પરિણામ પેદા કરવા માટે પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરશો તો આજે નહિ તો કાલે પરિણામ આવશે. ધર્મ કરવો જોઇએ કે કરવો જ જોઇએ ? નહિ કરીએ તો ય ચાલશે – આ ભાવ છે, પણ ફરજિયાત કરવું છે – આ ભાવ નથી. પ્રાણ જાય ત્યાં સુધી ધર્મ કરવો છે. કારણ કે પ્રાણ ભવાંતરમાં નથી આવવાના, ધર્મ ભવાંતરમાં લઈને જવાય છે. ભૂતકાળની ભૂલના કારણે આ ભવમાં આઠમે વર્ષે દીક્ષા ન મળી, આ ભવમાં તો એવી ભૂલ નથી કરવી કે જેથી દીક્ષા દુર્લભ બને. ઉપરથી એવો પુરુષાર્થ કરવો છે કે જેથી આવતા ભવે આઠમા વર્ષે
દીક્ષા મળે. રાજસ્થાની લોકો કમાવા માટે દરેક દેશદેશાંતરમાં ગયેલા દેખાય છે. એવા પણ રાજસ્થાની લોકો જ્યારે દીકરો સમર્થ બને ત્યારે તેના માથે બધો કારભાર મૂકીને પોતે મોટી ઉંમરે કાશીમાં ભણવા આવતા. તે વખતે તેમને ભણાવનારા પંડિતો મશ્કરી કરતા કે – આ કાંઇ ભણવાની ઉંમર છે ? ત્યારે તે રાજસ્થાનીઓ કહેતા કે બાળપણમાં ભણ્યા નહિ, માટે આ ઉંમરે ભણવાનું આવ્યું. ભલે ચઢતું નથી, પણ સંસ્કાર તો પડશે ને ? આ ભવમાં જ્ઞાન ન મળ્યું પણ ભવાંતરમાં ય જ્ઞાનરહિત રહી જઇએ એવી રીતે અહીં નથી જીવવું... આવું એ લોકો કહેતા હતા. સમ્યગ્દર્શન ચારે ગતિમાં મળી શકે એવું છે, માત્ર મેળવવું છે – એવો સંકલ્પ જોઇએ. “ધર્મ આવે તો સારું’ આ ધર્મ પામવાનાં લક્ષણ નથી. પંદર કલાક ભણવા છતાં ગાથા ન ચઢે તો ય વાંધો નથી. અહીં ભણવાના કારણે એવા સંસ્કાર પડશે કે ભવાંતરમાં એકાએક ક્ષયોપશમ પ્રગટ થઇ જાય. આપણી વાત તો એ ચાલુ હતી કે જે શ્રાવકો દર્પણ જેવા હોય તેમના હૈયામાં ગુરુએ કહેલા સૂત્ર અને અર્થ યથાર્થપણે પ્રતિબિંબિત થાય. ગુરુ શું કહે ? સૂત્ર કે અર્થ. એ બે સિવાય બીજું કશું ગુરુ ન કહે. તમે આવો ત્યારે ‘ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, કેટલા દિવસ રોકાવાના, ફલાણા ભાઇ કેમ નથી આવ્યા...’ આવું આવું પૂછે એ ગુરુ ન હોય. ગુરુ તો સૂત્ર અને અર્થ કહે. એ સૂત્રાર્થનું પ્રતિબિંબ ન પડે અને બીજી બધી વસ્તુઓ કહે તેનું પ્રતિબિંબ પડે ને ? દર્પણ બોલબોલ ન કરે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૨૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૨૩
Page #15
--------------------------------------------------------------------------
________________
ને ? તેમ શ્રાવક સ્થિરપણે બધું જ સાંભળે. કોઇ જ દલીલ ન કરે. નાના છોકરાઓ કેવા હોય ? દર્પણજેવા ને ? તમે જેવું કરો તેવી નકલ કરે, તેમ ગુરુ જેવું કહે તેવું કરે. આવા દર્પણજેવા શ્રાવકો જો દીક્ષા લે તો પોતાની સાત જ નહિ, સિત્તેર પેઢીઓ તારે. આજે ગુરુ પાસે રહે છતાં ગુરુએ શું ભણાવ્યું તે યાદ ન રાખે, ગુરુએ અપવાદે કોઇ છૂટ આપી હોય તો તે યાદ રહે. ગુરુ અનુશાસન કરે એ ન ગમે, ચલાવી લીધું હોય તે ગમે. ગુરુ ટોકે એ ન ગમે. સ૦ ગુરુ તો ભીમકાંત હોવા જોઇએ ને ?
ડૉક્ટરની પાસે સ્પિરિટ પણ હોય ને સીરિંજ પણ હોય. છતાં સ્પિરિટ ક્યારે લગાડે ? ઇંજેક્શન આપવું હોય ત્યારે ને ? તેમ ગુરુ કાંતપણું બજાવે, પણ ભીમપણું બજાવવા માટે. આજે તો કાંતપણું એકલું જોઇએ છે, તેના ભેગું ભીમપણું જો આવે તો બિલકુલ ન ફાવે. ગુરુ જે કાંઇ કહે તે, તે રીતે સ્વીકારી લેવું. ભણાવનાર જે રીતે ભણાવે તે રીતે દલીલ કર્યા વગર ભણે તો અધ્યાપક બની જાય. પણ તે માટે ધીરજ રાખવી પડે. આ કાંઇ જાદુની લાકડી નથી કે ફેરવીએ ને આવડી જાય ! ગુરુને આ બધું
શીખતાં છત્રીસ વરસ થયાં હોય તો તમારે કમસે કમ છત્રીસ મહિના તો ભણવું પડે ને ?
બીજા શ્રાવક પતાકાજેવા કહ્યા છે. પવન પ્રમાણે જે ફરફર કરે તેવી પતાકા હોય ને ? તેમ મૂઢ માણસોના પરિચયથી ભ્રમિત થઇ જાય, ગુરુના વચનનો નિશ્ચય ન કરે અને ગુરુવચન પર ખરી ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૨૪
શ્રદ્ધાવાળો ન હોય તે શ્રાવક પતાકાજેવા કહેવાય. ત્રીજા શ્રાવક સ્થાણુ (વૃક્ષના ઠૂંઠા) જેવા કહ્યા છે. પોતાની માન્યતાને મૂકે નહિ તેને ઠૂંઠાજેવા કહેવાય. ગીતાર્થ ગુરુ સમજાવે છતાં કદાગ્રહને ન મૂકે તે સ્થાણુજેવા કહેવાય. ગીતાર્થ તેને કહેવાય કે જે ઉત્સર્ગ-અપવાદ, દેશકાળ, દ્રવ્યક્ષેત્રકાળભાવ, ભૂતભવિષ્યવર્તમાન, દ્રવ્ય-ગુણપર્યાય ઇત્યાદિના જ્ઞાતા હોય. આવા ગીતાર્થ ગુરુની પ્રત્યે દ્વેષ ન ધરે છતાં તેમની પાસે સાંભળેલા અર્થને સ્વીકારે નહિ, કારણ કે પોતાની માન્યતામાં કદાગ્રહી હોય. ચોથા ખરંટાજેવા શ્રાવક કહ્યા છે. ખરંટાનો સ્વભાવ એવો કે એને કાઢવા માટે જે પ્રયત્ન કરે તે પોતે ખરડાય. અશુચિ પદાર્થને કાઢવા જઇએ તો અશુચિથી આપણે ખરડાઇએ. તેમ જે શ્રાવકો ગુરુની શિખામણને પાછી વાળું, સત્ય અર્થ સમજાવવા છતાં ગુરુને ઉન્માર્ગદેશક, મૂઢ, નિદ્ભવ, શિથિલ કહે તે આ રીતે ગુરુને ખરડતા હોવાથી ખરંટતુલ્ય છે.
આ ચાર-ચાર પ્રકારના શ્રાવકમાંથી સપત્ની અને ખરંટતુલ્ય શ્રાવકો નિશ્ચયથી મિથ્યાર્દષ્ટિ હોય છે. વ્યવહારથી શ્રાવકયોગ્ય દર્શનવંદનાદિ ક્રિયા કરતા હોવાથી તેમને શ્રાવક કહ્યા છે. આ રીતે પ્રકારાંતરે ભાવશ્રાવકના અધિકારમાં શ્રાવકના પ્રકાર સમજાવી હવે ભાવશ્રાવકનું સ્વરૂપ સમજાવવા માટે તેનાં છ લક્ષણો જણાવે છે. આ લક્ષણો સંવિગ્ન એવા સુગુરુભગવંતોએ જણાવ્યાં છે. જેઓ મોક્ષે જવા માટે ઉદ્યત થયેલા હોય, મોક્ષ પ્રત્યે અતિ ઉત્કટ રાગ ધરાવનારા હોય અને ધર્મ પ્રત્યે અવિચલશ્રદ્ધાને ધરનારા હોય ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૨૫
Page #16
--------------------------------------------------------------------------
________________
તેમને સંવિગ્ન કહેવાય. આવા સંવિગ્નભગવંતો જણાવે છે કે – ૧. કૃતવ્રતકર્મ અર્થાત્ વ્રતનું કર્મ-અનુષ્ઠાન જેણે કર્યું હોય, ૨. શીલવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારી – જેનો સરળ વ્યવહાર હોય, ૫. ગુરુની સેવા કરનાર હોય અને ૬. પ્રવચનમાં કુશળ હોય. આ છ લક્ષણોને આપણે વિસ્તારથી સમજી લેવાં છે. તેમાં સૌથી પહેલું લક્ષણ કૃતવ્રતકર્મ છે. શ્રાવકને વિરતિ પર ઘણો પ્રેમ હોવાથી તે વ્રતનું કૃત્ય-અનુષ્ઠાન કર્યા વિના નથી રહેતો. તેની નજર તો વિરતિ પર જ હોય. સર્વથી વિરતિ ન લઇ શકે તોપણ દેશથી વિરતિ લીધા વિના તે ન રહે. ધારણા-અભિગ્રહથી માંડીને સર્વવિરતિ સુધીનાં બધાં જ પચ્ચખ્ખાણ વ્રતમાં આવે. જેટલી શક્તિ અને ઉલ્લાસ હોય તેટલું વ્રત લે, પણ વ્રત ગમતાં નથી – એવું ન હોય. બીજું એકે વ્રત ન લઇ શકાય તોપણ સમ્યક્ત્વવ્રત તો લેવું છે ને ? દેવગુરુધર્મને માનવામાં કોઇ તકલીફ છે ? સમ્યક્ત્વના કારણે ખાવાપીવામાં કોઇ કચાશ આવી જશે કે રોજિંદા વ્યવહારમાં કોઇ ખામી આવશે - એવું તો નથી ને ? માત્ર મિથ્યાત્વીની સાથે ધાર્મિક સંબંધ ન જોઇએ - આમાં કાંઇ તકલીફ છે ? સ૦ સમાજમાં, વ્યવહારમાં બેઠા છીએ, એટલાપૂરતી બાંધછોડ કરી આપો.
બાંધછોડ કરવાની જરૂર જ ક્યાં છે ? રાજાભિયોગ, બલાભિયોગ વગેરે એકેયનો સંભવ ન હોય છતાં છૂટ આપવાની - આ તે કેવું ? આડોશ-પાડોશની સાથે તે રીતે વાટકીવ્યવહાર વગેરે
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૦ ૨૬
કરો – તેની ના નથી પણ તેમની સાથે ધાર્મિક સંબંધ ન જોડવો, તેમના ધાર્મિક પ્રસંગે હાજરી ન આપવી - એટલું તો બને ને ? એ પૂછે કે અમારા ગુરુ એ ગુરુ નથી ?
સ
તેને કહેવાનું કે – એક ડૉક્ટરની દવા કરીએ તો બીજાને હજામ માનીએ કે કહીએ એવું નથી ને ? તો અહીં શા માટે એવું વિચારવું ? એના ગુરુને કુગુરુ કહેવાની જરૂર નથી અને સાથે એના પ્રસંગમાં હાજરી આપવાની ય જરૂર નથી. તેઓ આપણા પ્રસંગે ન આવે તો ચિંતા નથી. આવે તો વધાવીશું, બાકી ન આવે તો પરાણે નથી લાવવા. સમકિતીની નજર વિરતિ અને વિરતિધર પ્રત્યે હોય. દીક્ષા લેવાની શક્તિ ન હોય તોપણ સ્વામીનારાયણના સંન્યાસી ન થવાય. વૈરાગ્ય પ્રગટ્યો નથી માટે ચારિત્રધર્મ ન લઇ શકું પણ મિથ્યાધર્મનો ઉપાસક બનું – એવો કાયર હું નથી... આટલી ખુમારી તો જોઇએ ને ? સમ્યક્ત્વ લેવાનું અને સાચવવાનું કામ સહેલું નથી. સમ્યક્ત્વમાં અપવાદ આપવાનો અધિકાર પણ તેનો છે કે જેણે તમને સમ્યક્ત્વ ઉચ્ચરાવ્યું હોય. ગમે તેટલા સમાજ કે વ્યવહારમાં બેઠા હોઇએ, ધર્મની બાબતમાં તો મક્કમ થવું જ પડે.
જેની નજર વિરતિ પ્રત્યે હોય તેનું સમ્યક્ત્વ સ્થિર હોય. શ્રદ્ધા તો વિરતિની જ જોઇએ, અર્થકામની નહિ. શ્રદ્ધાના વિષય તરીકે સમ્યક્ત્વમાં પણ વિરતિનું જ પ્રાધાન્ય છે. દીક્ષા યાદ કરીને ત્રણે ટંક એક એક વસ્તુનો ત્યાગ કરે તો ત્યાગના સંસ્કાર મજબૂત બને ને ? નાની પણ વિરતિ વિના એકે દિવસ જવો ન જોઇએ.
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૨૭
Page #17
--------------------------------------------------------------------------
________________
વિરતિનો પ્રેમ હોય તેને રોજ માટે એક નાનો પણ નિયમ જોઇએ જ. મન પવિત્ર છે, મનમાં આસક્તિ નથી માટે વાપરવામાં વાંધો નહિ... આવી બનાવટ નહિ કરવાની. આસક્તિ નથી તો પ્રવૃત્તિ શા માટે કરો છો ? - એમ પૂછવું પડે ને ? વિષ પ્રત્યે આસક્તિ નથી તો તે વાપરવાની પ્રવૃત્તિ કરો છો ? આસક્તિ નથી તો ત્યાગ કરતાં રોકે છે કોણ ? આજે તો આવા અનાસક્તો(?)નો રાફડો ઊભો થયો છે કે આસક્તિ ન હોય તો ખાવામાં વાંધો નહિ. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ તો ત્યાગપ્રધાન છે. વિષયો વિષધરજેવા છે તો તેની આસક્તિ જ ટાળવી છે કે પ્રવૃત્તિ પણ ? ભોગ હોય ત્યાં આસક્તિ હોય જ - એમ આપણા માટે સમજી રાખવું. પંખો ચાલુ હોય તો ત્યાં નિર્લેપપણે બેસવું નથી, ખસી જવું છે. ‘આસક્તિ ન હોય તો વાંધો નહિ' એવું બોલવાની જરૂર નથી. આસક્તિ ન હોય તો દરેક જાતનો વાંધો છે જ. કારણ કે આસક્તિ ન હોય તો એકે પ્રવૃત્તિ નહિ કરાય. જેને દરેક વસ્તુમાં વાંધા પડે ‘આવું જ જોઇએ, આ રીતે જ જોઇએ...' આ બધાં નાટક આસક્તિનાં જ છે ને ? જેને વાંધા પડે તેને આસક્તિ હોય જ. વિષયોનો ત્યાગ કર્યા વિના જેઓ વૈરાગ્યની વાત કરે છે તેઓ અપથ્યનો ત્યાગ કર્યા વિના રોગની ચિકિત્સા કરનારા જેવા છે. સ૦ એનાથી રોગ ન મટે.
એટલું જ નહિ, ઉપરથી રોગ વકરશે. સ્ટર્લાઇઝ કર્યા વગર જો ડ્રેસિંગ કરવામાં આવે તો સેપ્ટિક થાય ને ? તેમ વિષયોમાં ક્રોધ, ભાવશ્રાવકનાં છ લક્ષણો ૦ ૨૮
માન, લોભ આદિના જંતુ પડેલા છે તેથી એનો ત્યાગ કર્યા વિના વૈરાગ્ય નહિ જ આવે.
સ૦ શ્રેણિકમહારાજા ક્ષાયિકસમકિતી હતા છતાં તેમની પાસે આ પહેલું લક્ષણ કઈ રીતે હતું ?
શ્રેણિકમહારાજા પાસે સમ્યક્ત્વવ્રત તો હતું ને ? રોજ ભગવાન જે દિશામાં હોય તે દિશામાં સોનાના જવલાનો સાથિયો કરવાનો નિયમ હતો ને ? વ્રત એટલે નિયમ. જ્યારે વિરતિ એટલે પાપથી વિરામ પામવું. અવિરતિધર હોવાથી એક પણ પાપથી વિરામ ન પામી શક્યા છતાં સામાન્ય નિયમ સ્વરૂપ વ્રતનું કૃત્ય
કર્મ તેમણે કરેલું જ હતું. વંકચૂલે ચાર નિયમ લીધા કે કાગડાનું માંસ ન ખાવું, અજાણ્યું ફળ ન ખાવું, પટ્ટરાણીનું સેવન ન કરવું અને સાત ડગલાં પાછળ ખસ્યા વિના પ્રહાર ના કરવો. તો એટલા નિયમથી સમ્યક્ત્વાદિની વિશુદ્ધિ પામ્યા ને ? આપણી પાસે આ ચાર નિયમ નથી છતાં આપણે ધર્માત્મા ને ?
સ૦ એ તો ભરહેસરમાં સ્થાન પામી ગયા.
તમારું નામ તો તમારે દેરાસર-ઉપાશ્રયમાં જ લગાડવું છે ને ? સ૦ ભરહેસરમાં નામ આવી શકે એવું નથી માટે ત્યાં લગાડીએ છીએ.
ભરહેસરમાં તમારું નામ ધારો તો લાવી શકો છો. કારણ કે તેમાં ‘એમાઇ મહાસત્તા’ કહ્યું છે, તેમાં ‘આદિ’ પદથી તમારું ગ્રહણ થઇ શકે એમ છે. વ્રત પ્રત્યે પ્રેમ હશે તો વિરતિ મળશે.
ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૨૯
Page #18
--------------------------------------------------------------------------
________________
જમણવારમાં મિત્ર વગેરેનું માન રાખવા એકાદ ટુકડો કે છેવટે આંગળીથી પણ ચાખીને માન રાખો ને? તેમ નાનું પણ વ્રત લઇને વિરતિનું માન જાળવવું છે? કંઇક ને કંઇક નિયમ વિરતિના પ્રેમ લેવો છે. બંધનમાં આવશો તો અવિરતિ તૂટ્યા વિના નહિ રહે.
એકવીસ ગુણોનું વર્ણન કોઇ ગુણસ્થાનકને આશ્રયીને નથી, સર્વસામાન્ય છે. જ્યારે ભાવશ્રાવકના સ્વરૂપનું વર્ણન ચોથાપાંચમા ગુણઠાણાને આશ્રયીને છે. આ યોગ્યતાનું વર્ણન એટલા માટે છે કે જેથી તે ગુણઠાણાને આપણે પામી શકીએ. ભૂતકાળની સાધના હોય અને કર્મની લઘુતા હોય તો આ ભાવશ્રાવકનાં છ લક્ષણો સ્વરૂપ યોગ્યતા પામવાનું કામ સરળ છે. જેઓ પાસે ભૂતકાળની સાધના ન હોય તેઓ પણ વિશિષ્ટ કોટિના પુરુષાર્થપૂર્વક આ યોગ્યતાને પામી શકે તે માટે આ ગુણોનું વર્ણન છે. એક વાર વિરતિ પ્રત્યે પ્રેમ કેળવાય તો યોગ્યતા કેળવવાનું કામ કપરું નથી. શ્રીમંત માણસને પણ પૈસા પ્રત્યે આદર કેવો હોય ? કરોડપતિ માણસ પણ પોતાના ખીસામાંથી પડેલી ચાર આની પણ વાંકો વળીને લઇ લે છે. ચાર આની ઓછી થાય તો તેને કશો જ ફરક પડવાનો નથી. છતાં એ જેવા દેતો નથી – આ જ પૈસાના પ્રેમને સૂચવે છે. તે રીતે વિરતિના પ્રેમના કારણે શ્રાવકને નાની પણ વિરતિ પ્રત્યે અત્યંત આદર હોય છે. આ સંસારમાં જો બંધન સ્વીકારી લઇએ તો કાયમ માટે બંધનથી મુક્ત થઇ શકીશું. આજે તમારી-અમારી તકલીફ એ છે કે અવિરતિ જેટલી ગમે છે તેટલી
વિરતિ નથી જ ગમતી. ત્યાગ કર્યાનો, નિયમ લીધાનો આનંદ નથી, ખાધાપીધાનો આનંદ છે. દાન આપ્યા પછી પણ દાનનો પ્રેમ નથી, જે વસાવ્યું છે તેનો જ આનંદ છે ને ? અમને પણ છૂટ મળે ત્યારે આનંદ થાય, પાળવું પડે ત્યારે દુઃખ થાય. જયાં સુધી સુખથી વિરામ પામવાની ભાવના નહિ જાગે ત્યાં સુધી સર્વવિરતિ પામી પણ નહિ શકાય અને પાળી પણ નહિ શકાય. શાસ્ત્રમાં કહ્યું છે કે કષ્ટ પડ્યા પછી પણ જેઓ વ્રતનિયમ કરે તેની બુદ્ધિ અત્યંત ઉત્તમ કોટિની છે. તમારે ત્યાં પણ પ્રેમની પરીક્ષા સુખના ઢગલામાં થાય કે દુ:ખના ડુંગરોમાં? સુખના ઢગલામાં પ્રેમ કરીએ તે તો સુખ મળે છે, સુખ આપે છે માટે જ કરીએ; દુ:ખમાં પ્રેમ હોય તો તે સાચો કહેવાય ને ? સ0 વિરતિ પ્રત્યે પ્રેમ તો છે પણ વિરતિનાં કષ્ટ જોઇને ભય લાગે છે.
પત્ની પ્રત્યે પ્રેમ હોય અને તેની વૈયાવચ્ચ કરવી પડે તો પત્ની પ્રત્યેનો પ્રેમ ઘટી જાય ? એક ભાઇએ પંદર વર્ષ સુધી પોતાની પત્નીની સેવા કરેલી, પત્ની પ્રત્યેનો પ્રેમ કદાચ ઓસરે તોપણ કષ્ટ પડ્યા પછી પૈસાનો પ્રેમ તો ન જ ઘટે ને ? સ, ત્યાં તો તકલીફ તકલીફ નથી લાગતી.
તેનું કારણ અવિરતિનો પ્રેમ છે. અવિરતિના પ્રેમના કારણે ત્યાંની તકલીફ તકલીફ નથી લાગતી તેમ અહીં પણ વિરતિના પ્રેમવાળાને સાધુપણાનાં કષ્ટો કષ્ટરૂપ નથી લાગતાં. દુ:ખ તો કોઇને ગમતું નથી છતાં તમે અવિરતિના પ્રેમથી અને અમે વિરતિના
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૧
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રેમથી દુઃખ ભોગવીએ છીએ. દુઃખ આવવા છતાં અવિરતિનો પ્રેમ જો ધોવાતો ન હોય તો વિરતિનો પ્રેમ કઈ રીતે ધોવાય ? સ0 ભય સતાવતો હોય તો શું કરવું ?
ભય સતાવતો હોય તો ભગવાનના શરણે જવાનું. શ્રી વીરવિજયજી મહારાજાએ પણ પૂજામાં કહ્યું છે કે- ભય મોહની ચિહું દિસીએ... ચાલો ને સખી વીર કને જઈ વસીએ. આજે તમને ભય શેનો છે ? ચારિત્રમોહનીયનો કે અશાતાનો ? સવ છે તો ચારિત્રમોહનીયનો, પણ અશાતાના ભયથી પાછા
પડીએ છીએ.
લાભાંતરાયનો ભય છે માટે બજારમાં જાઓ છો ને ? લાભાંતરાય નડે માટે બજારમાં જનારાને અશાતાવેદનીય ન નડે ને ? તેમ ચારિત્રમોહનીય નડે છે માટે સાધુપણામાં જનારાને પણ અશાતાવંદનીય ન નડે – ખરું ને ? જયાં સુધી સુખ ગમે છે ત્યાં સુધી મોહનીયકર્મ નડે છે – એમ સમજી લેવું. જે દિવસે દુ:ખ ગમે તે દિવસે મોહનીયકર્મનો ક્ષયોપશમ થયો એમ સમજવું. સુખ પ્રત્યે, અવિરતિ પ્રત્યે નફરત જાગે તો જ વિરતિ પ્રત્યે પ્રેમ કેળવાશે. આજે તો તકલીફ ઘણી છે. પહેલાં જેઓ સાંજે સ્કૂલમાંથી મોડા આવે તો સાંજે ભૂખ્યા સૂઈ જતા હતા, આજે તેઓ પોતાનાં સંતાનો રાત્રિભોજન કરતા થયા તેનો બચાવ કરવા લાગ્યા. કારણ કે દીકરો કમાય છે, પૈસા લાવે છે ! સ0 રાત્રે વાપરવું કે વપરાવવું પડે છે – તેનું દુઃખ હોય.
દુઃખ હોય તો બચાવ તો ન કરે ને ? અને જો દુ:ખ હોય તો ધંધો ઓછો કરી નાંખે. પૈસા ઓછા મળશે તો ચાલશે પણ રાત્રે વાપરવું પડે એ રીતે ઓફિસે નથી જવું. એક ભાઇ ઝવેરી બજારમાં કામ કરતા હતા. ત્યારે છોકરાઓને રાત્રિભોજન કરવું પડે છે - એવું લાગ્યું તો છોકરાઓને કહી દીધું કે રાત્રે જમવું પડે એ રીતે ઓફિસ નથી ચલાવવી. પૈસા ઓછા મળશે તો ચાલશે, પણ સાંજે ઓફિસ બંધ કરી દેવી. આ રીતે શ્રાવકો રાત્રિભોજનનો ત્યાગ પણ કરતા અને પૈસાનો લોભ પણ ઓછો કરતા. જ્યારે આજે તો ઝવેરી બજારમાં જ નહિ, ઠેકઠેકાણે ચોવિહારહાઉસ થઇ ગયાં. એટલે રાત્રિભોજનનું પાપ ગયું પણ સુખનો લોભ વધતો ગયો. કદાચ ઘરેથી ટિફિન લઇને જાત તો બે વસ્તુથી નિર્વાહ કરવાનું બનત. આ તો ગરમાગરમ ખાવા મળે, ધંધામાં કોઇ આંચ ન આવે. ધરમ અને ધંધો : બે ય સાથે ચાલે. અનુકૂળતા ભોગવીને પણ ધર્માત્મા કહેવડાવવું છે ને ? સ0 ચોવિહારહાઉસમાં ન જવાય ?
એ મને પૂછો છો ? ચોવિહારહાઉસ લોકોને શ્રાવક બનાવવા માટે છે. આપણે શ્રાવક બનવા માટે આ વાત કરીએ છીએ, બનાવવા માટે નહિ. જેને શ્રાવક બનવું હોય તે ચોવિહારહાઉસમાં ન જાય. ચોવિહારહાઉસમાં જતા થયા એટલે પ્રતિક્રમણ પણ ચૂકતા ગયા. એના બદલે ઓફિસ બંધ કરીને ઘરે જવાનું રાખ્યું હોય તો માત્ર રાત્રિભોજનના પાપથી બચાય એટલું જ નહિ, સાથે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૩
Page #20
--------------------------------------------------------------------------
________________
ધંધાના પાપથી બચાય, સુખના લોભ પર કાપ મુકાય અને પ્રતિક્રમણ પણ થઇ શકે. જેને શ્રાવક બનવું હોય તે સાધુ થવાનો ભાવ પહેલાં કેળવે. અને જેને સાધુ થવાનો ભાવ હોય તે પૈસાનો લોભ વધે એવું એક પગલું ન ભરે. સ0 નોકરિયાતવર્ગ શું કરે ?
નોકરિયાતવર્ગની ચિંતા તમે છોડી દો, એ લોકો એકાસણાં આયંબિલ કરીને નોકરી કરવા તૈયાર છે. સવારે આયંબિલની રસોઇ ટિફિનમાં લઇ જઇને બપોરે એવું ને એવું ટાઢું ભોજન કરી આયંબિલ કરનારા જોયા છે અને એવા પાછા દીક્ષા ય પામી ગયા છે. ધર્મ કરવા માટે કયા બારણે પેસવું છે એવો વિચાર કરવાને બદલે કઇ બારીમાંથી છટકવું છે - આવો વિચાર શા માટે કરો છો ? દુઃખ વેઠવું નથી અને અનુકૂળતાનો રાગ છોડવો નથી, એની જ આ મોંકાણ છે. અમારે ત્યાં પણ ગુરુથી છૂટા પડનારા એમ કહે છે કે – મારી આરાધના થતી નથી, પણ એમ નથી કહેતા કે મારે દુ:ખ નથી ભોગવવું. ખોટી ફરિયાદ કરે તેનો નિકાલ કઇ રીતે થાય ? મેઘકુમારે સાચી ફરિયાદ કરી તો તેમનો નિસ્તાર થઇ ગયો. સ0 મેઘકુમારને ભગવાને શું સમજાવ્યું ?
મેઘકુમારને ભગવાને કહ્યું હતું કે આના કરતાં વધુ દુઃખ તું ભોગવીને આવ્યો છે. અત્યારે તો સંથારામાં જ ધૂળ આવી છે, અર્થકામ માટે લોકો ધૂળમાં ઊંધે છે... સાધુપણામાં દુ:ખ છે માટે
નથી આવતા એવી વાત જ નથી, દુઃખ જોઇતું નથી, ભોગવવું નથી માટે નથી આવતા - એ હકીકત છે. સ0 ચારિત્રમોહનીય તૂટે તો દુ:ખ ભોગવવાનું મન થાય, આ
તો અનાદિના સંસ્કાર જ એવા છે ને...
અનાદિના સંસ્કાર છે – એમ કહેતા હો તો તો તમને કહેવું છે કે અનાદિથી સુખ ભોગવવાના નહિ, દુઃખ ભોગવવાના જ સંસ્કાર છે. નિગોદમાંથી દુ:ખ જ ભોગવતા આવ્યા છીએ ને ? અનાદિની વાત તો જવા દો, આ ભવમાં પણ પહેલાં દુઃખ જ ભોગવ્યું છે ને ? પહેલાં ચાલીમાં રહેતા હતા ને ગમે તેનાથી ચલાવતા હતા ને? હવે બંગલામાં આવ્યા એટલે પેલા સંસ્કાર જતા રહ્યા ને ? શક્તિ તો ઘણી છે, માત્ર વૃત્તિ કેળવવાની જરૂર છે. સંગ્રહ કરેલી શક્તિ સ્મશાનમાં બાળવા જ કામ લાગવાની છે, એના બદલે સાધુપણા માટે ફોરવવામાં શું વાંધો છે? અત્યાર સુધી દુઃખ કઇ રીતે ટાળવું અને સુખ કઇ રીતે મેળવવું એમાં જ બધી શક્તિ ફોરવી નાંખી છે ને ? સુખ છોડવાના સંસ્કાર પાડ્યા હોત તો નંદીષણમુનિની જેમ જ્ઞાનની સાધના, સુખનાં સાધનો વચ્ચે પણ સહજતાથી કરી શકત. નંદીષણમુનિ વેશ્યાને ઘેર રહીને દસને પ્રતિબોધતા હતા. જયારે આજે તો અમારાં સાધુસાધ્વી ઉપાશ્રયમાં, ગુરુની નિશ્રામાં પણ દસ ગાથા ગોખવા રાજી નથી. સ0 પતિત થયા પછી પણ આટલો પ્રબળ વૈરાગ્ય નંદીષણમુનિ
કઈ રીતે રાખી શક્યા ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૫
Page #21
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રી કર્મના યોગે પડ્યા હતા, મનના કારણે નહિ. તેથી જ વૈરાગ્ય જાળવી શક્યા અને એના યોગે પુનરુત્થાન પણ પામી ગયા. સ્વાધ્યાય પ્રત્યે પ્રેમ જાગે તો ભલભલા બચી જાય. સ૦ તેમની પાસે દેશનાલબ્ધિ હતી ને ?
દેશનાલબ્ધિ એમને એમ નથી મળતી. અગિયાર અંગનો અભ્યાસ કરીને બધું ઉપસ્થિત રાખ્યું હતું. આ લબ્ધિ અધ્યયનમાંથી મળે છે. સ્વાધ્યાયમાં એવી તાકાત છે કે જેના યોગે ક્લિષ્ટ કર્મની નિર્જરા સાધી શકાય. મનવચનકાયાની એકાગ્રતા જ્યારે હોય ત્યારે અપ્રતિમ નિર્જરા થાય. મન ક્યાંય ભટકતું હોય, વચન બીજે વ્યાવૃત હોય ને કાયા અન્યત્ર પ્રવર્તતી હોય તો ગોખવા છતાં ન આવડે. ગોખવાના કારણે આવડે છે – એવું નથી. ગોખતી વખતે જે એકાગ્રતા રાખવામાં આવે છે તેના યોગે આવરણ ખસવાથી આવડે છે. એકાગ્રતાથી ગોખીએ તો તરત ગાથા ચઢી જાય અને ડાફોળિયાં મારતાં ગોખે તો સો-હજાર વાર ગોખવા છતાં ગાથા ન ચઢે.
આજે તમને દેશિવરતિ ગમી ગઇ છે માટે સર્વવિરતિ મળતી નથી. ધર્મની આરાધના સારી ચાલે છે – એવું જ્યાં સુધી લાગશે ત્યાં સુધી સાધુપણું નહિ મળે. જે દિવસે એમ લાગશે કે ગૃહસ્થપણામાં આરાધના બરાબર નથી થતી તે દિવસે સાધુપણું મળશે. આ તો કોઇ પણ પૂછે કે – કેમ છે ? આરાધના સારી ચાલે છે ? – તો ઉપરથી કહે કે - ‘દેવ ગુરુ પસાયે’. તમારા દેવ-ગુરુ કયા ? સુખ મળે અને દુઃખ ટળે – એ જ તમારા દેવગુરુ છે ને ? ભાવશ્રાવકનાં છે લક્ષણો * ૩૬
કોઇ પૂછે કે કેમ ચાલે છે, તો કહેવું કે આયુષ્ય ઘટે છે, પાપ વધે છે અને ધર્મની ભાવના ઘટતી ચાલી છે. માટે કશું બોલવાજેવું નથી.
આપણે જોઇ ગયા કે વ્રતકર્મ કરવું એ ભાવશ્રાવકનું પહેલું લક્ષણ છે. આ વ્રત કે નિયમ લેવાનો વિધિ અહીં જણાવ્યો છે. કોઇ આપે એટલે નિયમ લઇ લેવો એમ નથી જણાવ્યું. ૧. સૌથી પહેલાં ગીતાર્થ ગુરુ પાસે વ્રતનું આકર્ણન કરવું અર્થોદું સાંભળવું, પછી ૨. તેને જાણવું અર્થ વ્રતનું સ્વરૂપ સમજવું. ત્યાર બાદ ૩. વ્રતને આદરપૂર્વક લેવું - ગ્રહણ કરવું અને ૪. વ્રતનું નિરતિચારપણે પાલન કરવું. વ્રત સાંભળવાનું પણ તે ગીતાર્થ ગુરુ પાસે, આપણને જેની સાથે ફાવે એવા સહવર્તી કે કલ્યાણમિત્ર પાસે નહિ. જોકે સહવર્તી કે કલ્યાણમિત્ર જો સાચો હોય તો તે ગુરુ પાસે લઇ ગયા વિના ન રહે. આજે તો સરખેસરખાનો યોગ છે ! બધા જ ગીતાર્થ હોય તો કોણ કોને સલાહ આપે ? ઘણા અગીતાર્થ ભેગા થાય એટલે ગીતાર્થતા ન આવે. સો આંધળા ભેગા થાય તો દેખતા થઇ જાય ? આપણને ફાવે એવું કહે તે ગીતાર્થ નથી. શાસ્ત્રનું વચન જે સમજાવે તેનું નામ ગીતાર્થ. આ ગીતાર્થ પાસે સાંભળવાની પણ વિધિ છે. વિનય અને બહુમાનપૂર્વક ગીતાર્થની પાસે જઇને ભણવું. વિનય એટલે બાહ્યથી પ્રતિપત્તિ અર્થાત્ બાહ્ય જે અભ્યુત્થાનાદિ કરવું તેનું નામ વિનય. ગુરુ આવે ત્યારે ઊભા થવું, તેમને આસન આપવું, તેમના બેસ્યા પછી બેસવું, ભક્તિભાવથી તેમના શરીરની સેવા કરવી... આ બધો
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૩૭
Page #22
--------------------------------------------------------------------------
________________
વિનય છે. જયારે બહુમાન એ આંતરિક પ્રીતિ સ્વરૂપ છે. જેટલા પણ માનનીય પુરુષ છે તેમાં સૌથી શ્રેષ્ઠ આ છે, આ જ પંડિત - અત્યંત બુદ્ધિશાળી છે, આ જ મહાત્મા છે, આ જ મારા તારક છે... આવા પ્રકારનો જે આંતરિક ભાવ છે તેને બહુમાન કહેવાય. પથારીએ પડેલા દર્દીને ડૉક્ટર પ્રત્યે જે પ્રીતિ હોય તેને બહુમાન કહેવાય. પથારીમાંથી પોતાની જાતે પડખું પણ ફેરવી ન શકે છતાં ડૉક્ટરને જોવા માત્રથી દર્દીના મુખ ઉપર જે પ્રસન્નતાની રેખા દેખાય છે તે બહુમાનને સૂચવે છે. આંતરિક પ્રીતિ હોય તો શક્તિ હોવા છતાં બાહ્ય ક્રિયા ન કરે - એવું ન બને ને ? વિનય ન આચરે ને બહુમાનની વાત કરે એ તો બનાવટ છે. આજે તમે ઘરાક આવે તો ઊભા થાઓ કે ગુરુ આવે તો ? પૈસા પ્રત્યે જે આંતરિક પ્રીતિ છે તે વિરતિ પ્રત્યે નથી ને ? વિનય અને બહુમાનની ચતુર્ભાગી છે. વિનય અને બહુમાન બંને શ્રી ગૌતસ્વામીમાં હતાં. એકલો વિનય વિનયરત્ન પાસે હતો અને એકલું બહુમાન માંદા માણસ પાસે મળે. અને વિનય-બહુમાન બંનેથી રહિત આપણે બધા છીએ – બરાબર ને ? સ0 વિનય અને બહુમાનમાં બહુમાન ચઢે ને ?
એમ કહીને અવિનયની છૂટ લેવી છે? બેમાંથી એકે ન ચઢે, બંને સાથે જોઇએ. આપણા માટે બેય સરખા છે, એકે વિના નહિ ચાલે. જમણો હાથ ચઢે કે ડાબો ? જમવા જમણો ચઢે પણ સાફ કરવા ડાબો ચઢે ને ? માટે આવી શંકા ન કરવી.
ભાવશ્રાવકની યોગ્યતા કેળવ્યા પછી ભાવશ્રાવકના ગુણો કેવા હોય છે તે સમજાવવાનું કામ અહીં ગ્રંથકારશ્રીએ કર્યું છે. યોગ્યતા પામ્યા પછી કાર્ય કરવામાં આવે તો તે દીપી ઊઠે. આજે આપણે ધર્મ પામી ન શક્યા હોઇએ તે કાં તો અયોગ્ય હોવાના કારણે કાં તો અર્થી ન હોવાના કારણે પામી નથી શક્યા – એમાં કોઈ બે મત નથી ને ? આજે કદાચ આપણે અયોગ્ય હોવા છતાં કોઇ આપણને અયોગ્ય કહે તો તે આપણને ગમતું નથી ને ? જયારે અહીં ધર્મમાર્ગમાં શાસ્ત્રકારો આપણને અયોગ્ય તરીકે પુરવાર કરે તો કાંઇ ન થાય ને ? કે આપણું ભાગ્ય પરવારી ગયું છે – એમ લાગે? અહીં ભાવશ્રાવકનાં છ લક્ષણ સામાન્યથી બતાવ્યાં છે તેના ચોવીસ ભેદ જણાવ્યા છે. આપણામાં યોગ્યતા ન હોય તો છેવટે અર્થીપણું મેળવીને યોગ્યતા કેળવી લેવી છે. આપણે કદાચ ભાવશ્રાવક હોઇએ તોપણ આ ૨૪ લક્ષણ વિના આપણું આ ભાવશ્રાવકપણું લાંબા કાળ સુધી ટકી નહિ શકે. વિરતિ પ્રત્યે પ્રેમ હોય તેનાથી ભાવની શરૂઆત થાય છે. ધર્મ પામ્યા વિના મુક્તિ નહિ મળે અને ચારિત્ર સિવાય બીજો કોઇ ધર્મ નથી : આવું માનનારો ભાવશ્રાવક હોય, ચારિત્ર વિના મુક્તિ નથી : એ શ્રદ્ધા જેટલી હોય તેનાથી વધુ શ્રદ્ધા ચારિત્ર ક્યારે મળે - એ ભાવની હોય. જે વસ્તુ ઉપયોગમાં આવે એવી હોય તે વસ્તુ ક્યારે મળે એવા ભાવથી તે માટે તલપાપડ થઇએ ને ? જો માત્ર કલાક સુધી જ દુકાને ખુલ્લી રહેવાની હોય તો જમવાનું માંડી વાળીને પણ વસ્તુ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૩૯
Page #23
--------------------------------------------------------------------------
________________
લેવા જાઓ ને ? સુખ ક્યારે મળે એ ભાવનાથી શ્રાવક દુ:ખી ન હોય, દીક્ષા ક્યારે મળશે એ ભાવનાથી શ્રાવક દુઃખી હોય. સમ્યકત્વ પામવાનો તેને આનંદ હોય પણ સાથે ચારિત્ર ન મળ્યાનું દુઃખ તેને પારાવાર હોય. આથી જ તે વ્રતકર્મ કરવા તત્પર બને.
તેમાં આપણે જોઇ ગયા કે શ્રાવક ગીતાર્થ પાસે વ્રતને વિનય-બહુમાનપૂર્વક સાંભળે. વિનય કોને કહેવાય તે તમને શીખવવાની જરૂર નથી. એક વાક્યમાં કહું તો - સામાનું આપણી પ્રત્યેનું જે વર્તન આપણને રુચિકર બને તેનું નામ વિનય. આજે આપણે વિનય ભલે ન કરતા હોઇએ તોપણ બીજા આપણો વિનય કરે તો ગમ્યા વિના ન રહે. આપણે આવીએ ને કોઇ ઊભું થઇ જાય, ‘તમે કેમ સામેથી આવ્યા, હું આવી જાત ઇત્યાદિ બોલે તો એવો વિનય ગમી જાય ને ? આવો વિનય બીજા પ્રત્યે ન આચરીએ ને ? સ0 આવો વિનય મોટા અને ઉપકારી પ્રત્યે કરવાનો ને ?
ના, દરેક પ્રત્યે વિનય આચરવાનો છે. આ દુનિયામાં કોણે આપણા ઉપર ઉપકાર નથી કર્યો ? છેવટે અનાશાતના નામનો વિનય બધા પ્રત્યે આચરવાનો છે. આપણે નાનાની પણ આશાતના કરવી નથી. જેની પાસેથી ગુણ જોઇએ તેની આશાતના ન કરવી. નાના પાસે જે વિનયગુણ છે તે તો આપણને જોઇએ છે ને ? ગુણ એ ઉંમરના કારણે નથી આવતા. માટે વિનય કરતાં શીખી લેવું.
વિનય પછી બહુમાનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે આ મારા ગુરુ-ભવનિતારક છે, અત્યંત બુદ્ધિશાળી છે, આ મહાત્મા છે... આવા ભાવથી વ્રત સાંભળવું. આવો ભાવ ગુરુ પ્રત્યે આવે ને ? આજે જેટલું બહુમાન ડ્રાઇવર પર છે, નાવિક પર છે એટલે ગુરુ પર નથી ને ? ભગવાન પ્રત્યે પણ જે બહુમાન છે તે ભગવાન ભવ સુધારે છે માટે ? કે ભવથી નિસ્તારે છે માટે ? આપણું કામ કરે માટે ભાવ જાગે તેને બહુમાન નહિ, માન કહેવાય. આપણું કામ ન કરે છતાં પાર ઉતારે માટે ભાવ જાગે તેને બહુમાન કહેવાય. આ બધી વાત માત્ર વ્રત સાંભળવા માટેની છે. ગુણ જોઇએ છે માટે વિનય-બહુમાન કરવાનાં છે, ગુરુના પુણ્યમાં નહાવા માટે નહિ. આજે અમારે ત્યાં પણ ગુરુ પ્રત્યે બહુમાન ક્યારે જાગે ? ગુરુ પોતાનું માને તો બહુમાન જાગે, ગુરુનું માનવા માટે બહુમાન નથી ને ? જે દિવસે ગુરુ ન માને તે દિવસે ગુરુ પ્રત્યેનું બહુમાન નાશ પામે. આને બહુમાન ન કહેવાય. બહુમાનની જરૂર ગુરુનું માનવા માટે છે. ડોકટર પ્રત્યે બહુમાન શેના કારણે હોય ? રોગ દૂર કરનાર છે, જાણકાર છે, જશરેખા સારી છે માટે જ ને? તેમ ગુરુ પ્રત્યે પણ ભવાનિસ્તારકતાની ભાવનાથી અને જ્ઞાનાદિના આપનારા હોવાથી બહુમાન હોવું જોઈએ.
વિનયબહુમાનની ચતુર્ભાગી જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે કોઇ ધૂર્ત પરિજ્ઞાનનો અર્થી થઇ બાહ્યથી વંદનાદિ વિનયનું આચરણ કરે છે જયારે હૈયાથી ભારે કર્મી હોવાથી ગુરુ પ્રત્યે
ભાવશ્રાવકનાં છે લક્ષણો : ૪૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૧
Page #24
--------------------------------------------------------------------------
________________
બહુમાનભાવને ધારણ નથી કરતો. જે લઘુકર્મી હોય તે નિર્જરાર્થી હોય. આ ભારેકર્મી જીવ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે જ્ઞાનનો અર્થી હોવાથી ગુરુ પાસે ભણવા માટે આવે ત્યારે બહારથી વિનય આચરવા છતાં અંતરથી બહુમાન ન હોવાથી તેને ધૂર્ત-ઠગારો
કપટી કહ્યો. શ્રાવક માટે આવી કલ્પના કેમ કરી - એવી શંકા ન
કરવી. કારણ કે આ તો જીવના સ્વભાવનું વર્ણન છે. તેના કારણે ગુણસંપન્નની આશાતનાનો પ્રસંગ નથી આવતો. બીજો હૈયાથી બહુમાનને ધારણ કરતો હોવા છતાં શક્તિથી વિકલ હોવાથી વિનય આચરી નથી શકતો. જ્યારે જેઓનું નજીકમાં જ કલ્યાણ થવાનું હોય તે જીવો વિનય અને બહુમાન બંને પૂરતા પ્રમાણમાં આચરે છે. જેમ કે સુદર્શનશ્રેષ્ઠી. જ્યારે જે જીવો અત્યંત ગુરુકર્મી હોય છે તેઓ વિનય અને બહુમાન : બંનેનો ત્યાગ કરે છે. આ જીવો સૌથી અયોગ્ય છે. આવા અવિનયી અને અબહુમાની જીવોને આગમાનુસારી એક પણ પ્રવૃત્તિનું કથન કરવું યોગ્ય નથી. શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના અવાચનીય – જેને વાચના ન આપી શકાય એવા જીવો કહેલા છે. જેને આગમના પદાર્થો સમજાવી ન શકાય તેમને અવાચનીય કહ્યા છે. ૧. અવિનીત, ૨. વિગઇમાં પ્રતિબદ્ધ એટલે અત્યંત આસક્ત, ૩. અવિઓસિયપાહુડ (અવિજોષિતપ્રાકૃત) - જેણે માયા વગેરે કષાયને ઉપશમાવ્યા ન હોય. ૪. અત્યંત ક્રોધાદિને ધરનારો - કષાયી. આ ચારમાંથી સૌથી પહેલો અવિનીત જણાવ્યો છે તે ચોથા ભાંગામાં રહેલો ભાવશ્રાવકનાં છ લક્ષણો = ૪૨
ગણવાનો . બીજા નંબરે વિગઇમાં પ્રતિબદ્ધને વાચના માટે અયોગ્ય ગણ્યો છે. કારણ કે વિગઇઓ - માદક પદાર્થો એ ભયંકર કોટિનો પ્રમાદ છે. જે ખાનપાનમાં આસક્ત હોય તેને ભણાવાય નહિ. તેથી જ આગમગ્રંથોના જોગ આયંબિલથી કરાવવામાં આવે છે ત્યાર બાદ જ આગમો ભણવાનો અધિકાર મળે છે. તેમ જ જેઓ અત્યંત-કષાયી હોય તેમને પણ ભણાવાય નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે આદેશ અર્થાર્ આજ્ઞાને આશ્રયીને વિનીત-અવિનીત વગેરેનો વિભાગ પાડીને જે વિનીત હોય તેને જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવો ઉપદેશ મધુરવાણીએ આપવો. જ્યારે અવિનીતને ઉપદેશ આપવો નકામો છે. જેમ જે લોઢું ઘંટ બનાવવા માટે યોગ્ય હોય તે લોઢાથી સાદડી બનાવવાનો વ્યર્થ પ્રયાસ કોણ કરે ? ઘંટ માટેનું લોઢું કેટલું કઠિન હોય છે – તે તો જાણો છો ને ? એ ઘંટ કેવો નક્કર હોય ? તેની સાથે માથું અફળાય તો માથું ફૂટે કે ઘંટ ? તેમ અયોગ્યને આગમની વાચના ન અપાય.
સ૦ જીવ ભલે અયોગ્ય હોય પણ ગુરુ તો કરુણાસંપન્ન હોવાથી હિત કરે ને ?
કરુણા પણ પથ્થર પર કરવાની કે માણસ ઉપર ? ડૉક્ટર બેભાનને સાજો કરે પણ મડદાને જીવતો ક્યાંથી કરે ? સ૦ થોડી યોગ્યતા હોય તો કરુણા કરે ને ?
થોડી યોગ્યતા હશે તો તે વધારીશું. પતરાનું લોઢું હોય તો સાદડી બનાવશું, પણ ઘંટનું લોઢું હોય તો વિચાર માંડી વાળવો ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૪૩
Page #25
--------------------------------------------------------------------------
________________
પડે ને? અવિનયજેવો ભયંકર એકે દોષ નથી. આહારાદિ સંજ્ઞા તો દરેક ગતિના જીવોને હોય છે. મનુષ્યોની વિશેષતા વિનયગુણને લઇને છે. આથી જ કહ્યું છે કે વિનય વિનાનો નર પશુતુલ્ય છે. આજે કોઇનો વિનય કરવાનું પાલવે એવું નથી. સાધુપણામાં પણ આ વિનયગુણ નાશ પામ્યો તેથી ઝઘડા શરૂ થયા. ચોમાસા માટે ટુકડી મોકલી હોય તો બીજા વરસે બદલવી પડે. કારણ કે બીજાનું નભાવવાની વૃત્તિ નથી. વેઠી લઇએ તો વિનય આવે. સહન કરતાં આવડે તો વિનય ટકી રહે. જે સહન ન કરે તે અવિનયી બન્યા વિના ન રહે. વિનયી તો ગુરુ જે આપે તે પાત્ર સાથે જવા તૈયાર હોય. જેને વેઠી લેવું છે તે પાત્રની પસંદગી કરવા ન બેસે. સુખ ભોગવવું જ નથી – તેને ગમે તે પાત્ર ચાલે. સુખ ભોગવવું હોય તેના માટે પસંદગીનો અવકાશ છે. શ્રેણિક મહારાજા જેવા વિદ્યા માટે માતંગનો વિનય કરે તો આપણે જ્ઞાન માટે ગુરુનો વિનય કેમ ન કરીએ ? સહન કરી લઇએ તો કશી તકલીફ નથી. વિનય કરવાથી આપણે નાના નહિ થઇ જઇએ. બહુમાન રાખવાથી હલકા નહિ બનીએ, ઉપરથી કર્મથી હળવા બનીશું. ગુરુ આપણી સાથે જેને મોકલે તેને ખરાબ માનવાનું કામ શું છે ? જેને માત્ર વ્રતનું શ્રવણ કરવાનું છે તે પણ જો ગુરુનો આટલો વિનય કરતો હોય તો જેને ગુરુએ રત્નત્રયી આપી હોય તે કેટલો વિનય કરે ? તેને ગુરુ પ્રત્યે કેવું બહુમાન હોય ?
આ વ્રતનું શ્રવણ ગોઠિયા પાસે નહિ ગીતાર્થ પાસે કરવાનું છે. ગીતાર્થ કોને કહેવાય ? ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે સૂત્રનો અર્થ. આ સૂત્ર અને અર્થના જે જાણકાર હોય તેને ગીતાર્થ કહેવાય. આજે ઘણા પૂછવા આવે કે ફલાણા-ફલાણાના વ્યાખ્યાનમાં જવાય ? આપણે કહેવું પડે કે – જેને કશું જોઇતું જ ન હોય તે ગમે ત્યાં જાય તેની ચિંતા નથી. જો કંઇક પામવું હોય તો સૂત્રાર્થના જાણકાર પાસે જવું. જે જાણકાર ન હોય તે તમને શું સમજાવવાના ? જાણકાર તો તમને જે નડતું હોય તે જ તરત જણાવી દે. દુઃખતી નસ દબાવે તો કામ થઇ જાય ને? રાગ જેને નડતો હોય તેને રાગના પાત્રથી દૂર ખસવાનું કહે. દ્વેષ નડતો હોય તો તેની પાસે જઈને માફી માંગવાનું કહે. તે જે માંગે તે આપી દેવાનું કહે. મોહ નડતો હોય તો ભણવા બેસાડી દે. અર્જુન જેવાનો મોહ પણ શ્રીકૃષ્ણ ગીતાના ઉપદેશ દ્વારા દૂર કર્યો ને ? મહાભારતના યુદ્ધ વખતે “આ મારા કાકા છે, ભાઇ છે...' ઇત્યાદિ સંમોહથી અર્જુન લડવા તૈયાર થતો ન હતો. ત્યાં કૃષ્ણ સમજાવ્યું કે કોઇ કોઇને હણતું નથી... આ તો અન્યાય સામે યુદ્ધ છે... ઇત્યાદિ સમજાવ્યું તો અર્જુને કહ્યું કે નષ્ટો મો:સ0 અર્જુનને જેમ સારથિ મળ્યા તો તે યુદ્ધમાં જીત્યા તેમ અમારા
સારથિ પણ આપ છો !
અમે સારથિ તો ખરા પણ અમારો રથ જ ખાલી છે - શું કરીએ ?! તમારે પામવું હોય તો ગીતાર્થની પાસે જવું. સૂત્રનું નામ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૫
Page #26
--------------------------------------------------------------------------
________________
આપે, એનો અર્થ કહે, પોતાનું ડહાપણ ન ડહોળ, વાતવાતમાં વડીલનું નામ દઇને કહે – તેનું નામ ગીતાર્થ. વિસ્તાર કરવાનો અધિકાર અમારો, સર્જનનો નહિ. સર્જન તો મહાપુરુષો કરી ગયા છે - તેનો જ આ વિસ્તાર છે. ચટઇ બનાવતાં ન આવડે પણ પાથરતાં તો આવડે ને ? આવા ગીતાર્થ પાસે શ્રવણ કરવું.
જયારે જયારે ધર્મની શરૂઆત કરીએ ત્યારે તમે કે અમે લોકો આચારની ઉપેક્ષા કરતા હોઇએ છીએ. અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે કે “ગવર: પ્રથમ વર્ષ: ' આજે ધર્મ કરતી વખતે માત્ર પ્રવૃત્તિ કર્યા કરવી છે પણ નિવૃત્તિ કરવી નથી. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ નિવૃત્તિપ્રધાન છે. જેને સારી વસ્તુ આપવી હોય તેની પાસેથી ખરાબ વસ્તુ પહેલાં છોડાવવી પડે ને ? ધર્મ કરાવવા પહેલાં પાપ છોડાવવું પડે. આજે તમારી-અમારી દાનત એક જ છે કે સારું કરવું છે પણ ખરાબ છોડવું નથી. દાન આપવું છે પણ પૈસા કમાવાનું કામ ચાલુ રાખવું છે ને ? સ0 ન કમાય તો દાન ક્યાંથી આપે ?
આટલા વરસે તમે આવો પ્રશ્ન પૂછો છો? દાન તો જેની પાસે હોય તેણે આપવાનું છે. બાકી આપવા માટે કમાવાની વાત ભગવાનના શાસનમાં નથી. પેટ માટે, આજીવિકા માટે, કુટુંબના પરિપાલન માટે કમાવાનું કામ કરતા હોય ત્યારે તેમાંથી દાન આપવાની વાત છે. દાન આપવા માટે કમાવાની વાત જ નથી. દીક્ષા લેવા નીકળેલાએ પણ પાસે પૈસા હોય તો વરસીદાન
આપવાનું, નહિ તો નહિ. પારકે પૈસે વરસીદાન આપવાનો વિધિ નથી. સ0 બીજા આપે તો ?
બીજા આપે તોપણ લેવું નહિ, તેને કહેવું કે તમારા પૈસાનું વરસીદાન તમે જાતે આપો. જેનો પૈસો હોય તે છોડે. દીક્ષા આપણે લેવાની અને પૈસા બીજાના ઉછાળીએ – એ ન ચાલે. આપવા માટે કમાવાની તો વાત જ નહિ કરવાની. જે શાસ્ત્રકારો અર્થને અનર્થભૂત કહે તે શાસ્ત્રકારો અર્થને કમાવાનો ઉપદેશ આપે – એવું ક્યારે ય ન બને. ધર્મ માટે પણ કમાવાની વાત પુણ્ય તરીકે ન જણાવાય. નીતિથી કમાવાની વાત નથી, કમાતી વખતે નીતિ કરવાની વાત છે. નીતિથી કમાવું એ ધર્મ નથી. કમાવું પડે તોપણ અનીતિ ન કરવી – તેનું નામ ધર્મ. અમારાં સાધુસાધ્વી પણ બોલવા માંડ્યાં કે કામળીના કાળમાં કામળી ઓઢીને જવાય. શાસ્ત્રમાં કહ્યું હતું કે કામળીના કાળમાં જવું પડે તો કામળી ઓઢીને જવું. તમે પણ શું કહો ? ચાલવું હોય તો જોડાં પહેરવાં કે જો ડાં પહેરીને ચાલવાનું ? ત્યાં જેમ સમજાય છે તેમ અહીં પણ સમજી લેવું. સ0 શ્રાવકે અભિગ્રહ લીધો હોય કે આટલું કમાઇને ધર્મમાં
આપીશ તો તેવા વખતે કમાવાની રજા શાસ્ત્રમાં આપી છે – એમ કેટલાક મહાત્મા સમજાવે છે.
એ વાત કમાવાની છૂટ માટે પણ નથી અને ધર્મ માટે કમાવાની પણ એ વાત નથી. જે વસ્તુ શંકાગ્રંથમાં જણાવી છે,
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૭
Page #27
--------------------------------------------------------------------------
________________
તેને વિધાન તરીકે જણાવાય નહિ. શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે - ધર્મ માટે વિત્તની ઇચ્છા કરતાં વિત્તની અનીહા શ્રેષ્ઠ છે. કાદવમાં પગ નાંખીને ધોવા કરતાં કાદવમાં પગ ન નાંખવો સારો. આ અનુસંધાનમાં તેમણે અપવાદપદે સંકાશશ્રાવકનું દૃષ્ટાંત આપ્યું છે. સંકાશશ્રાવકને જે કમાવાનું વિધાન કર્યું હતું તે તેના માથે દેવદ્રવ્યનું દેવું હતું તે ચૂકવવા માટે કર્યું હતું. આ આલોચના આપનાર કેવળજ્ઞાની ભગવંત હતા. દેવદ્રવ્યના ભક્ષણના પાપથી બચવા માટેની એ વાત હતી, દેવદ્રવ્યની વૃદ્ધિ માટેની નહિ. સંકાશશ્રાવકનો દાખલો લઇને ગૃહસ્થને ધર્મ માટે કમાવાની રજા છે – આવું વિધાન ન કરાય. ગૃહસ્થ ગૃહસ્થપણામાં હોવાથી કમાય છે અને કમાયા પછી વિત્તની મૂર્છા ઉતારવા ધર્મમાં ખર્ચે છે. ધર્મ માટે કમાવું એ તો કાદવમાં પગ નાંખીને ધોવા જેવું છે. જેનો પગ કાદવમાં પડ્યો હોય એને પગ ધોવો પડે એ જુદી વાત. અવિરતિધર એવો પણ શ્રાવક જે કમાય છે તે આજીવિકા માટે કમાય છે. ધર્મબિંદુ ગ્રંથમાં જેની ના પાડી હોય તેની અનુજ્ઞા અષ્ટકપ્રકરણમાં આપે – એવું તો ન બને ને ? આજીવિકા માટે કમાવું પડે તેને પણ શ્રાવક અર્થદંડ માને તો બીજા માટે કઇ રીતે કમાય ? ધર્મ માટે કમાવું - એ પણ શ્રાવક માટે ઉચિત નથી. સ) ધર્મ માટે કમાવું એ જો ઉચિત ન હોય તો જરૂર વિના કમાય
તેને શું કહેવું ? એ તો મહાઅનર્થદંડ કહેવાય. શાસ્ત્રના અર્થને ગીતાર્થ ગુરુ
પાસે સમજયા વિના જાતે ભણીને દેશના આપે તો આવા ગોટાળા થાય. આને માર્થાનુસારી દેશના ન કહેવાય. ધર્મ નિવૃત્તિપ્રધાન છે. નીતિથી કમાવું - એનો અર્થ, કમાવાની રજા છે – એવો નથી;
ત્યાં કમાતી વખતે અનીતિ ન કરવાનો ઉપદેશ છે. આયંબિલના પચ્ચખાણમાં લૂખું ખાવાનું વિધાન નથી, વિગઇ વાપરવાનો નિષેધ છે. એકાસણાના પચ્ચખ્ખાણમાં એક વાર વાપરવાનો નિયમ નથી, બે વાર નહિ વાપરવાનો નિયમ છે. સ0 નિષેધ અને હકાર આવે એમાં અમે મૂંઝાઇ જઇએ છીએ.
પાપ છોડવું તેનું નામ નિષેધ અને નિર્જરા કરવી તેનું નામ હકાર, અસંયમનો નિષેધ છે, સંયમનું વિધાન છે. અનાચારનો નિષેધ છે, શિયળપાલનનું વિધાન છે. ખાવાનો નિષેધ છે, તપનું વિધાન છે. મિથ્યાત્વનો નિષેધ છે અને સમ્યકત્વનું વિધાન છે. અનાદિના સંસ્કાર પાપમાં પ્રવૃત્તિ કરવાના અને ધર્મથી નિવૃત્ત થવાના છે. હવે જો ધર્મ કરવો હોય તો પાપથી નિવૃત્ત થઇને ધર્મમાં પ્રવૃત્ત થવું જ પડે ને ? અવિરતિને ગળે લગાડીને વિરતિને પાછળ કરી હતી. હવે તો અવિરતિને પાછળ કરીને વિરતિને ગળે લગાડવી જ પડશે.
વ્રત બાર પ્રકારનાં છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. અવિરતિનું પાપ દેખાય તો વ્રતનો પરિણામ જાગે. હિંસા કરીએ તો જ પાપ લાગે એવું આપણે માનીએ છીએ, પરંતુ અવિરતિમાં બેઠા છીએ તેથી, હિંસા ન કરવાનો નિયમ ન લઇએ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૯
Page #28
--------------------------------------------------------------------------
________________
તો, હિંસા કરીએ કે ન કરીએ તોપણ હિંસાનું પાપ લાગ્યા વિના નહિ રહે. જેટલી હિંસા નથી કરતા તેનું પણ પાપ લાગે છે - એ માનો છો ? કે એમાં ઓછું લાગે ?
સ૦ ચૌદ નિયમ લઇએ તો ?
તો ય તેમાં કેટલું છૂટું રાખ્યું છે - તે નજર સામે આવે છે ? પૃથ્વીકાયાદિમાં તો જયણા જ રાખી છે ને ? જૂઠું પણ મોટું જ છોડવાનું. ચોરી પણ લોકમાં ચોર કહે - એટલી જ ટાળવાની. સ્કૂલ વ્રતોમાં મહેનત ઘણી ને નિર્જરા ઓછી. એના કરતાં તો મહાવ્રત સારાં ને ? મહેનત ઓછી ને નિર્જરા ઘણી. બાર વ્રત તો મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું : આમાંથી માત્ર દુવિહંતિવિહેણું ભાંગે જ મળે, તે પણ અનેક પ્રકારે. અનુમોદનાના ત્રણ ભાંગા તો ઓછા થઇ જાય. જે છે તેમાં પણ ઘણા ભાંગા પડે. કોઇ એમ કહે કે મનમાં તો મને વિચાર આવી જાય છે માટે વચન અને કાયાનો જ નિયમ લઇશ તો તેને તે ભાંગે નિયમ આપવો. કોઇ કહે કે હું વચનથી પણ નહિ પાળી શકું, માત્ર કાયાથી નહિ કરવાનો નિયમ આપો - તો એટલો જ આપવાનો. સર્વવિરતિમાં તો મનવચનકાયાથી કરવું, કરાવવું, અનુમોદવું નહિ - આ એક જ ભાંગો છે. એકવાર પાપનો વિસ્તાર નજરે ચઢે
તો એમ થાય જ કે આટલાં પાપ કરું છું તો મને દુઃખ કેમ ન આવે ? દુઃખ નથી જોઇતું, પણ સાથે પાપ નથી છોડવું ને ? ગૃહસ્થપણામાં જીવવું હોય તો માંગવા ન જવાય, તેથી જીવનનિર્વાહ માટે કમાવું ભાવશ્રાવકનાં છે લક્ષણો • ૫૦
તો પડે જ. છતાં ગૃહસ્થ માને કે પોતાના માટે રાંધવું-કમાવું તેમાં પણ દંડ છે જ. ગૃહસ્થપણામાં આ પાપ વિના રહેવાતું નથી, માટે
જ તો સાધુ થવાનું કહ્યું છે. પોતાના માટે રાંધવામાં પણ પાપ માને તે બીજાની ચિંતા કરે ખરા ? પોતાના માટે કરેલ પાપની પણ આલોચના લેવાની હોય તો આખા ગામની ચિંતા શ્રાવકે ય ન કરે. તેમાં સાધુનું શું પૂછવું ?
કૃતવ્રતકર્મના પહેલાં આકર્ણન નામના ભેદ પછી બીજો ભેદ ‘જાણવા’નો જણાવ્યો છે. વ્રતને જાણવું, વ્રતના ભેદને જાણવા, વ્રતના ભાંગાને જાણવા અને વ્રતના અતિચાર જાણવા. વ્રતના પ્રકા૨ને ભેદ કહેવાય અને વ્રતને લેવાની જે રીત હોય તેને ભાંગા કહેવાય. જે ગ્રાહ્ય હોય તેના પ્રકારને ભેદ કહેવાય અને ગ્રહણની
રીતને ભાંગા કહેવાય. સૂક્ષ્મ, બાદર, સંકલ્પજ, આરંભજ... આ બધા વ્રતના ભેદ છે અને એકસંયોગીય – દ્વિકસંયોગીય વગેરે ઉપર જણાવ્યા મુજબના પ્રકારને ભાંગા કહેવાય. તેમ જ વધ, બંધ, અતિભાર વગેરે અતિચાર છે.
આ રીતે વ્રતને સાંભળ્યા અને જાણ્યા પછી સુગુરુની સમીપે થોડા કાળ માટે કે યાવજ્જીવ વ્રતને ગ્રહણ કરવું અને ત્યાર બાદ ગમે તેટલા રોગ કે ઉપસર્ગ આવે તોપણ મનની દઢતાપૂર્વક તેનું પાલન કરવું. સંવેગ પામેલો શ્રાવક આચાર્યભગવંતાદિની પાસે ઉપયોગપૂર્વક જઇને અલ્પકાળ માટે કે કાયમ માટે વ્રત ગ્રહણ કરી હંમેશાં તેના સ્મરણપૂર્વક વિશુદ્ધ મનથી પાલન કરે. અહીં શિષ્ય ભાવશ્રાવકનાં છ લક્ષણો ૫૧
Page #29
--------------------------------------------------------------------------
________________
શંકા કરે છે કે – શ્રાવક ગુરુ પાસે દેશવિરતિને અંગીકાર કરે – એમ જણાવ્યું છે કે, દેશવિરતિના પરિણામ પામ્યા પછી ગ્રહણ કરે કે પામવા પહેલાં ? ઉભયપક્ષમાં દોષ છે. કારણ કે જો પરિણામ પામ્યા પછી વ્રત ગ્રહણ કરે તો ગુરુ પાસે જવાનું કામ જ શું છે? કારણ કે વ્રત લઇને પણ પરિણામ જ સાધવો છે; એ તો મળી જ ગયો છે, તો વ્યર્થ ગુરુ પાસે પરિશ્રમ કરાવવા માટે શા માટે જવું ? કારણ કે વ્યર્થ પ્રવૃત્તિથી ગુરુને પલિમંથ(સ્વાધ્યાયવ્યાઘાત)નો દોષ લાગે. એના કરતાં ન જઇએ તો દોષથી બચી જવાય અને બીજા પક્ષમાં તો પરિણામ વગર વ્રત લેવા જાય તો લેવા અને આપવામાં મૃષાવાદનું પાપ લાગે... આવી શંકાના નિરાકરણમાં જણાવે છે કે આ શંકા સર્વથા અયુક્ત છે. કારણ કે પરિણામ જાગ્યા પછી ગુરુ પાસેથી વ્રત લેવાના કારણે મારે સદ્ગુણથી સંપન્ન એવા ગુરુની આજ્ઞા આરાધવાલાયક છે એમ જાણીને પોતાની પ્રતિજ્ઞાનો નિશ્ચય થવાથી વ્રતની દઢતા થશે અને ભગવાનની આજ્ઞાની આરાધના પણ થશે. જેમ આત્મસાક્ષીએ નિંદા કર્યા પછી ગુસાક્ષીએ ગહ કરવા જઇએ ને? તેમ જાતે વ્રત ગ્રહણ કર્યા પછી અર્થાત્ વ્રતનો પરિણામ જાગ્યા પછી પણ ગુરુ પાસે જઇને વ્રતને ગ્રહણ કરવું એમ ભગવાનની આજ્ઞા છે. કહ્યું છે કે ગુરુસાક્ષીએ ધર્મ અંગીકાર કરવાથી સંપૂર્ણ વિધિ સાચવ્યો હોવાથી વિશેષ ગુણ થશે. ગુરુ સમીપે પાપનો ત્યાગ કરવાથી તીર્થંકરની આજ્ઞા આરાધી
કહેવાશે, ગુરુ પાસે ધર્મદેશના સાંભળવાથી અત્યંત શુભ અધ્યવસાય-પરિણામ ઉત્પન્ન થશે. કર્મનો ક્ષયોપશમ અધિક થશે. થોડાં વ્રત લેવાની ઇચ્છા હશે તો વધુની ઇચ્છા-ઉલ્લાસ જાગશે. અણુવ્રતાદિ બારે બાર લેવા આવ્યો હોય તો ગુરુ કહેશે કે થોડો વર્ષોલ્લાસ પ્રગટાવશો તો મહાવ્રત ધારણ કરી શકશો... આ રીતે ગુરુ પાસે જવાથી જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમ વૃદ્ધિ પામે, નિર્મળ બને છે. તેમ જ વ્રતપ્રદાનના અંતે હિતશિક્ષામાં ગુરુ વ્રતપાલન માટેની સાવધાની રાખવાની જણાવે કે હવે અવ્રતધર સાથે ન ફરવું, તેમ જ વ્રતભંગના પ્રસંગો કયા કયા અવસરે અને કયા કયા સ્થાને આવે ઇત્યાદિ સમજાવી તેનાથી દૂર રહેવાનું ફરમાવે... આ રીતે અનેક પ્રકારે લાભ; ગુરુ સમીપે વ્રત લેવામાં છે. ગુરુભગવંત દેશવિરતિ અને સર્વવિરતિના લાભને જણાવી સર્વવિરતિ પ્રત્યે સમુત્સુક બનાવે. પૈસો વધુ મળે પણ સુખ ઓછું મળતું હોય તો તે સારું કે પૈસો ઓછો હોય પણ સુખે જિવાય - તે સારું ? પૈસો વધે ને સુખ હરામ થાય - આ કમાવાની રીત નથી ને ? તેમ પુણ્ય વધુ બંધાય અને નિર્જરા ઓછી થાય તેવા ધર્મમાં આસ્થા રાખવા જેવી નથી. પુણ્યબંધ અલ્પ પણ નિર્જરા ઘણી એવો જ ધર્મ આદરણીય છે - આટલું સમજાય ને ?
હવે બીજા પક્ષમાં જણાવે છે કે વ્રતનો પરિણામ ન હોય તોપણ નિષ્કપટપણે સરળહૃદયે ગુરુના ઉપદેશથી વ્રત ગ્રહણ કરનાર શ્રાવકને એ પરિણામ કાળે કરીને પ્રાપ્ત થશે. આ રીતે નિશે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • પર
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૩
Page #30
--------------------------------------------------------------------------
________________
કરીને ગુણનો લાભ હોવાથી એકે ય પક્ષે મૃષાવાદનો પ્રસંગ નથી અને જો ગુરુ શુભ ભાવથી વ્રત આપતા હોય તો સરળહૃદયી લેનારને શુભ ભાવ આવવાનો જ છે, લેનાર લુચ્ચો હોય તો ગુરુ તેવાને વ્રત ન આપે. છતાં છદ્મસ્થતાના કારણે ગુરુ તેને ઓળખી ન શકે તો ગુરુને શુભભાવના કારણે કોઇ દોષ નથી. લુચ્ચાઇ જાણ્યા પછી પણ ગુરુ આપે તો ગુરુ સ્વાર્થી હોવાથી તેમને દોષ લાગવાનો. આ બધી વાત ગ્રંથકારશ્રી સ્વમતિકલ્પનાથી નથી કહેતા તે જણાવવા માટે શ્રાવકપ્રજ્ઞપ્તિગ્રંથનો પાઠ આપીને આ જ વસ્તુ જણાવી છે. ભગવાનની આજ્ઞાને અનુસરીને વ્રત લેવા અને આપવા તૈયાર થયેલાને કોઇ પણ જાતના પલિમંથાદિ દોષ નથી લાગતા. ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ મોટામાં મોટો સ્વાધ્યાય છે. આ રીતે આ વાત ઘણી વિસ્તારથી કહેવાઇ હોવાથી ગ્રંથકારશ્રી કહે છે કે હવે વિસ્તાર વડે સર્યું.
આમ છતાં શિષ્ય શંકા કરતાં કહે છે કે – વિસ્તારના ભયને લઇને આ વિષય સંકેલી લીધો છે છતાં આ ચાલુ વિષયમાં એક શંકા છે. શંકા પૂછવાની પણ રીત છે. ગુરુ કંટાળ્યા હોય તોપણ વિનંતિ કરીને સૌમ્યસ્વરે અર્થીપણાથી પૂછવાની છૂટ. પણ આપની ફરજ છે કે અમારી શંકાનું નિરાકરણ કરવું... એવું એવું કહે તો ગુરુ કાંઇ જવાબ આપવા બંધાયેલા નથી. ઉપરથી પેલાની ઉદ્ધતાઇને અનુરૂપ તેને તોછડો જવાબ આપે. અહીં શિષ્ય જિજ્ઞાસાભાવે વિનયથી પૂછે છે કે – વર્તમાનમાં દુષમ કાળના
દોષને લીધે ગુણી એવા ગુરુજનોનો યોગ દુર્લભ છે... આ વાત ક્યારની છે ? ગ્રંથની રચના થયે છસો વરસ થયાં. તે વખતે પણ આ જ દશા હતી. સ, એટલે એ કાળમાં પણ સુગુરુનો યોગ દુર્લભ હતો ?
એમ કહીને સુગુરુને શોધવાનું માંડી વાળવું છે ને? આપણે તો એ કહેવું છે કે સુ અને કુના ભેદ અનાદિકાળના છે. સારા કાળમાં પણ તકલીફ હોય તો દુષમકાળમાં તો આપણે વધારે સાવધાની રાખવાની. અહીં શિષ્ય કહે છે કે - “ગુણી એવા ગુરુજનનો યોગ દુર્લભ છે તો તેવા વખતે સ્થાપનાચાર્યજી સામે શ્રાવક વ્રત ગ્રહણ કરી શકે કે નહિ ?' આ વાત તમારા મનના ભાવનો જ પડઘો પાડે છે ને ? નિક્ષેપાની વાત તો ભગવાનના શાસનમાં આવ્યા વિના ન રહે ને ? અહીં ગ્રંથકારશ્રી જવાબ આપતાં જણાવે છે કે - ગુણવાન એવા ગુરુજનો દુર્લભ કેમ છે ? દૂર દેશાંતરમાં રહેલા હોવાથી કે ગુરુનો અત્યંતાભાવ છે માટે ? આ બંને પક્ષને જણાવીને ઉભય પક્ષે સ્થાપનાચાર્ય પાસે વ્રત ગ્રહણ કરવું ઉચિત નથી - તે જણાવે છે. પહેલાં પક્ષમાં જણાવે છે કે ગુરુ દૂર દેશાંતરમાં હોય તો અર્થીજનોએ ત્યાં જઇને જ વ્રત ગ્રહણ કરવું જોઇએ. નહિ તો ધર્મનું અર્થીપણું જ નહિ કહેવાય. આ વસ્તુ બરાબર યાદ રાખવા જેવી છે. આજે શ્રાવકોએ ઘરમાં ગૃહમંદિર અને ગુરુમંદિર બનાવી દીધાં એટલે સંઘમંદિરે કે ઉપાશ્રયે જવાનું માંડી વાળ્યું. દેવ ઘરમાં આવી ગયા, ગુરુ ઘરમાં આવી ગયા અને
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૫૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૫
Page #31
--------------------------------------------------------------------------
________________
ધર્મ તો હતો જ, હવે શું બાકી રહ્યું?! ગુરુમંદિર કર્યા પછી સાક્ષાત ગુરુને વંદન કરવા જતા જ નથી. સ0 ગુરુમંદિર નહિ બનાવવાનું.
ગુરુમૂર્તિ ભરાવવાનું વિધાન શાસ્ત્રમાં ક્યાંય ઉપલબ્ધ નથી. અમુક મૂડી થાય તો શ્રાવકે જિનમંદિર બંધાવવું જોઇએ, જિનપ્રતિમા ભરાવવી જોઇએ - એવું વિધાન છે પણ ગુરુમંદિર માટે તેવું વિધાન નથી. શ્રી સંપ્રતિ મહારાજાએ હજારો જિનમંદિરો બંધાવ્યાં છે.શ્રી આર્યસુહસ્તિ સુ.મ.નું એકે ગુરુમંદિર બનાવેલું જોવા મળતું નથી. જે ક્રિયા ગુરુ સમક્ષ કરવાની છે તે ક્રિયા ભાવગુરુ આગળ કરવાની છે, સ્થાપના સામે નહિ. પ્રતિક્રમણ, વંદન, પચ્ચખ્ખાણ લેવું, વાચના લેવી... આ બધી વિધિ ક્યાં કરવાનો? સ્થાપનાગુરુ ઉપર કે ભાવગુરુ ઉપર ? ઓપરેશન કરવું હોય તો સ્થાપનાડૉક્ટર પાસે કરાવવાનું કે ભાવડૉક્ટર પાસે ? ગુરુ પાસે બહુવેલના આદેશ લેવાના કહ્યા છે તે એટલા માટે કે જે આંખની પાંપણ વગેરે હલાવવાની ક્રિયા થાય છે તે પણ સ્વતંત્રપણે નથી કરવી. ઘણી વાર જે ક્રિયા કરવાની – થવાની છે તેને બહુવેલ કહેવાય. તેની અનુજ્ઞા લેવાની અને તે કરીશ તે પ્રમાણે જણાવવાનું, એ માટે બે આદેશ લેવાના જણાવ્યું. જે, ગુરુને પૂછ્યા વગર આંખની પાંપણ પણ હલાવવા તૈયાર નથી તે, ગુરુને પૂછ્યા વિના કયું કામ કરે ?
એકવીસ ગુણો પામ્યા પછી ભાવશ્રાવકને ચારિત્રરત્નની
પ્રાપ્તિ માટે જે ગુણો પ્રાપ્ત કરવા જરૂરી છે તેનું વર્ણન આપણે શરૂ કર્યું છે. આ જગતમાં કોઇ પણ જાતની સિદ્ધિ એકાએક પ્રાપ્ત થઇ જાય એવું બનતું નથી. સાધનાના ક્રમે જ કાલાંતરે આ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આજે તમને ને અમને સિદ્ધિ જોઇએ છે ખરી પણ તે સાધના કર્યા વિના : ખરું ને ? અને આ ભાવના સફળ થવાની નથી. સિદ્ધિના શિખરે પહોંચવા માટે સાધનાનાં પગથિયાં ચઢવા જ પડે, ભલે પગ દુઃખે કે શ્વાસ ચઢે. આથી જ આ છ ગુણોનું વર્ણન આપણે શરૂ કર્યું છે. તેમાં પહેલા કૃતવ્રતકર્મ ગુણમાં આપણે જોઇ ગયા કે ગીતાર્થ ગુરુ પાસે વ્રતનું શ્રવણ કરીને વ્રતના સ્વરૂપને ભેદ, ભાંગા, અતિચારથી જાણીને સુગુરુ પાસે વ્રત ગ્રહણ કરીને તેનું સારી રીતે પાલન કરવું. સ0 સાંભળવાનું ગીતાર્થ પાસે, લેવાનું સુગુરુ પાસે !
જે ગીતાર્થ હોય તે સુગુરુ હોય જ ને ? વ્રત સમજીને પરિણામ પ્રગટાવવાનું કામ ગીતાર્થ પાસે કરવાનું. બાકી વ્રતગ્રહણ ગીતાર્થનિશ્ચિત સુગુરુ પાસે કરી શકાય. ઓપરેશન ડૉક્ટર પાસે કરવાનું. પણ પરિચર્યા કરનાર તો ડૉક્ટરની નિશ્રામાં રહેનાર સિસ્ટરો ચાલે ને ? ગીતાર્થની જેમ ગીતાર્થની નિશ્રાએ રહેલો પણ મહાન છે, આદરણીય છે. ગીતાર્થની નિશ્રામાં રહેલા સ્થિર હોય છે. શાસ્ત્રમાં તેના માટે વાંસની ઉપમા આપી છે. વાંસના જંગલમાં એકાદ વાંસ ઊખડી ગયો હોય તો આજુબાજુના વાંસના આધારે ટકી જાય અને કાલાંતરે સ્થિર થઈ જાય. આથી
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૭
Page #32
--------------------------------------------------------------------------
________________
તેમની નિશ્રામાં વ્રત લેવું. વ્રતના પરિણામ આવ્યા પછી તેને ટકાવવાની કે અમલમાં મૂકવાની ભાવના હોય તો સુગુરુ પાસે જવું જ પડશે. આજે ભાવના તો જાગે છે પણ તેને ટકાવવા માટે કોઇ જ પ્રયત્ન નથી ને ? જાણ્યા પછી કરવાનો પરિણામ ન જાગે તો તે જાણકાર કેવો? શ્રી ધર્મબિંદુમાં કહ્યું છે કે જાણકાર માણસ બેસી રહે તો તેને જાણકાર ન માનવો. પરિણામ અને પ્રવૃત્તિને જુદા પાડવાનું કામ નથી કરવું. શાસ્ત્રકારોએ પરિણામ અને પ્રવૃત્તિના સ્વરૂપને સમજાવવા માટે જુદા સમજાવ્યા છે, જુદા પાડવા માટે નહિ. કારણ કે પ્રવૃત્તિ અને પરિણામ ભેગાં જ છે. જેને રમવાનો પરિણામ હોય તેને તો જે મળે તેને સાધન બનાવે. નાના છોકરાઓને ક્રિકેટ રમવા માટે કશું ન મળે તો ધોકો અને કેરીનો ગોટલો લઇને રમે, સ્ટમ્પ તરીકે ડોલ મૂકી દે, અવાજ આવે તો આઉટ થયા સમજવું. આ રીતે પણ રમવું છે ! રમવાનો પરિણામ જેટલો છે તેટલો આત્મરમણતાનો નથી. પરિણામ હોય તો પ્રવૃત્તિ હોય જ, જ્ઞાની જે કાંઇ નિર્જરા કરે છે તે પ્રવૃત્તિમાં રમતા હોવાથી. જેને ઘોડા પર બેસવાનું મન હોય તેવા છોકરાઓ લાકડીનો પણ ઘોડો બનાવીને બેસે ને ? શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું છે કે જ્ઞાની જે કરે તેનું નામ ક્રિયા. ‘જ્ઞાનીને ક્રિયા પાસ.' જ્ઞાનીને ક્રિયા પાસે જ હોય છે. જે જ્ઞાની હોય તેની પાસે ચારિત્ર છે જ. કારણ કે તે કર્મને ઊખેડે છે. ચારિત્ર તેને કહેવાય કે જે કર્મનાં પડલોને(ચયને) રિક્ત કરે (ઊખેડે). આથી જ તો ભરત મહારાજા,
મરુદેવા માતાને મોક્ષ મળ્યો. અન્યથા કોઇ ક્રિયા વગર તેમને જ્ઞાનમાત્રથી મોક્ષ ન મળત. શ્રી ભરત મહારાજાએ જે કામ ચારિત્રમાં કરવાનું હતું તે કામ આરીસાભુવનમાં કર્યું તો કેવળજ્ઞાન પામી ગયા. જે કામ આરીસાભુવનમાં કરવાનું હતું તે આજે ચારિત્રમાં કરવા માંડ્યા તો કેવળજ્ઞાન દૂર જ થાય ને ? સ, ચૌદ હજાર મુકુટબદ્ધ રાજાઓ તેમનાં ચરણોમાં નમતા હશે
ત્યારે તેઓ શું વિચારતા હશે ?
ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાનને નમસ્કાર કરે તેને યાદ કરતા હશે. કારણ કે જેને ચારિત્ર જોઇએ તેની નજર દેવગુરુ ઉપર સ્થિર થયેલી હોય. ભરત ચક્રવર્તીને ચૌદ રત્ન મળ્યા પછી પણ ચૌદ ગુણઠાણાં ભુલાતાં ન હતાં. એક લાખ બાણું હજાર સ્ત્રીઓને ભોગવતાં પણ તેઓ મુક્તિરામણીને ભૂલ્યા ન હતા. છ ખંડનું સામ્રાજય મળ્યા પછી પણ તેઓ નિજગુણની સત્તામાં રમણતા કરવા માટે તત્પર હતા. બધી ક્રિયા કર્યા પછી જ મોક્ષ મળે છે – એવું નથી. પણ એક પણ ક્રિયાનો પરિણામ બાકી હશે તો મોક્ષ નહિ મળે. સ, આટલી સમૃદ્ધિ વચ્ચે અનાસક્તભાવે જીવતા હોય તે, તે
જીવની યોગ્યતા ?
આપણી જેમ. આપણને આટલી બધી ધર્મસામગ્રી મળી છે, આટલી ધર્મક્રિયાઓ કરીએ છીએ છતાં અનાસક્તભાવ (ધર્મ પ્રત્યે) હોવાથી ધર્મનું ફળ નથી મળતું. તેમ તેઓ અવિરતિની
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૫૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૯
Page #33
--------------------------------------------------------------------------
________________
વચ્ચે અનાસક્તભાવે રહેલા હોવાથી તેનું ફળ નથી મળતું. ઘરમાં આગ લાગી હોય અને આગમાંથી બચવા માટે ભાગવું હોય, પણ ભાગવાના રસ્તામાં દેવતા બળતો હોય તો તેની ઉપર પગ મૂકીને પણ જાય ને ? તે રીતે સમકિતી આત્માઓ સંસારથી છૂટવા માટે આ ભોગાવલી કર્મની પ્રવૃત્તિ કરતા હોય. વસ્તુની કિંમત નથી, વસ્તુના રાગની કિંમત છે. કરોડપતિ માણસને ચાર આની પ્રત્યે પણ રાગ કેવો હોય ? જાન પણ ગુમાવવી પડે તોય લીધા વિના ન રહે, એક ભાઈ આ રીતે જ કલકત્તામાં રસ્તા ઉપર પડેલી ચાર આની લેવા રહ્યા ત્યાં ટેક્સીએ ઉડાવી દીધા. એટલી ચાર આની ન લીધી હોત તો વાંધો આવત? આજે નક્કી કરવું છે કે – રસ્તામાં કોઇ વસ્તુ પડી જાય તો તેવી નથી. આ તો પબાસણ ઉપર ફૂલ પડી ગયું હોય તો ચઢાવાય કે નહિ – એમ પૂછવા આવે ! પબાસણ પર પડેલું ફૂલ પણ ન છોડી શકે તે પૈસા શું છોડતો હતો ?
વ્રતના પરિણામ આવ્યા હોય તો પણ સુગુરુ પાસે લેવામાં ભાવની વૃદ્ધિ વગેરે અનેક કારણ છે. તે જ રીતે વ્રતના પરિણામ ન જાગ્યા હોય તો પણ સુગુરુની પાસે જવાથી વ્રતના પરિણામ જાગી શકે છે. ચંડરૂદ્રાચાર્યના શિષ્યની જેમ, મશ્કરી માટે મિત્રો લઇ આવેલા. તરતના પરણેલા હતા. મિત્રોએ સાધુઓની મશ્કરી કરવા કહ્યું કે આ દીક્ષા લેવાના ભાવવાળો છે. સાધુઓએ કહ્યું કે અમારા ગુરુમહારાજ અંદર ઓરડામાં છે, દીક્ષા આપવાનો અધિકાર એમનો છે. આથી આચાર્યભગવંતને હેરાન કરવા મિત્રો
અંદર ગયા. ચંડરૂદ્રાચાર્યે કોપાયમાન થઈને રાખ મંગાવી લોચ કરી નાંખ્યો. મિત્રો ભાગી ગયા. જ્યારે પેલો શિષ્ય વિચારે છે કે અનાયાસે મને દીક્ષા મળી ગઇ. આ રીતે પરિણામ ન હોય તોપણ સુગુરુની પાસે જવાથી ભાવ જાગે ને ? આપણે તીર્થસ્થાનમાં જઇએ તો ભાવ આવે ને ? અમારા જૈનેતર પંડિતજી પણ અમને ભણાવવા પાલિતાણા આવ્યા ત્યારે અમારી સાથે એક યાત્રા કરી. બીજા દિવસે કહે કે આજે તમને પાઠ નહિ આપું. આજે ફરી યાત્રા કરી ભગવાનની પૂજા કરવી છે. જૈનેતર વિદ્વાનને પણ પૂજાના ભાવ આવ્યા. પરિણામ ન હોવા છતાં સારા સ્થાનમાં જઇએ તો પરિણામ જાગે. સ0 ક્ષેત્રનો પ્રભાવ !
સ્થાવર તીર્થનો પ્રભાવ પડે તો જંગમનો ન પડે ? તીર્થમાં પણ ક્ષેત્રનો પ્રભાવ કે અનંતા સિદ્ધોનો પ્રભાવ ? જો ક્ષેત્રનો જ પ્રભાવ હોય તો ડોળીવાળા તમારા કરતાં ઘણી જાત્રા કરે છે, એમને પરિણામ નથી જાગતા ને? ભાવ લાવવાજેવો છે એવું માને એને ભાવ આવે. ભાવની રાહ જોતા બેસી રહીએ તો ભાવ ન આવે, ભાવ લાવવા માટે ગુરુ પાસે જવું પડે. આજે તો મુમુક્ષુઓ ઊંધી લાઇન ઉપર ચઢ્યા છે. ભાવની રાહ જોઇને ઘરમાં બેઠા છે ! એના બદલે ગુરુ પાસે આવે અને ગુરુને કહે કે - “મારી યોગ્યતા સામે નહિ, મારા હિત સામે જુઓ', તો કામ થઇ જાય. સ0 યોગ્યતા વિના હિત કઇ રીતે થાય ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૬૧
Page #34
--------------------------------------------------------------------------
________________
તમે હિતના અર્થી બન્યા એ જ મોટામાં મોટી યોગ્યતા. ભલે ને ગમે તેટલા કષાય કે વિષયની પરિણતિ હોય પણ એક વાર હિત કરવાનું નક્કી કર્યું તો ગુરુ જે કહે તે માની લેવા તૈયાર થઇ જાય ને ? ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય પણ ગુરુ ના પાડે તો ચૂપ થઇ જાય આનું નામ યોગ્યતા. આજે તમે પણ ઘરનાં કહે તો ચૂપ થઇ જાઓ ને ? પત્ની બોલવાની ના કહે તો ચૂપ થવાય, તો ગુરુના કહ્યે ન થવાય ? ગુરુ કહે તે પ્રમાણે કરવું છે અને ઇચ્છા મુજબ જીવવું નથી આટલું નક્કી કરી લો. ઇચ્છા મુજબનું જીવન કોઇને મળ્યું નથી, મળતું નથી અને મળવાનું પણ નથી. સ૦ શાલિભદ્રજીને બાદ કરવાના.
એમને પણ ભોગમાં અંતરાય પડ્યો ને ? ઇચ્છા મુજબનું ન મળ્યું તો પુણ્ય ઓછું લાગ્યું. પરંતુ તેમનામાં એટલી વિશેષતા હતી કે પુણ્ય ઓછું લાગ્યા પછી આપણી જેમ એ ભેગું કરવા ન રોકાયા. ધારત તો પૈસાના જોરે રાજ્ય મેળવી શકત, પણ તેવું ન કર્યું. હતું એ પુણ્ય છોડીને ચાલી નીકળ્યા. આથી નક્કી છે કે વ્રતના પરિણામ ન હોય તો સુગુરુના વચનના પ્રભાવે પરિણામ પ્રગટ્યા વિના ન રહે.
આની સાથે આપણે એ પણ જોઇ ગયા કે - શિષ્યની શંકાનું નિરાકરણ થયા પછી શિષ્યે ફરી પૂછ્યું કે આ દુઃષમ કાળમાં ગુણવાન એવા ગુરુજન મળતા નથી તો સ્થાપનાચાર્ય આગળ વ્રત ગ્રહણ કરીએ તો ચાલે ? આ પ્રશ્ન તમને ગમી જાય ને ? પણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૬૨
સામે તમને એમ પૂછવું પડે કે ડૉક્ટરના બદલે ડૉક્ટરના ફોટા પાસે દવા લઇએ તો સાજા થઇ જઇએ ? અને રસોઇયાને બદલે તેનું પૂતળું બેસાડી દઇએ તો રસોઇ થઇ જાય ?
સ૦ એકલવ્યે સ્થાપનાગુરુ પાસે વિદ્યા મેળવી ને ?
ક્યારે ? ગુરુએ ના પાડી ત્યારે ને ? અહીં તો કોઇ ગુરુ ના નથી પાડતા, શા માટે સ્થાપના આગળ વ્રત લેવાં છે ? આચાર્યભગવંત શિષ્યની શંકાના નિરાકરણમાં જણાવે છે કે સુગુરુ મળતા નથી. તે દૂરદેશાંતરમાં રહેલા હોવાથી ન મળતા હોય તો ગુરુ જ્યાં હોય ત્યાં ધર્મના અર્થીએ જવું જોઇએ. ડૉક્ટરની સારવાર લેવા માટે પરદેશમાં પણ જાઓ ને ? તો અહીં જવામાં શું વાંધો છે ? આજે ઘણા તો ગુરુ પાસે જવા માટે રાજી નથી અને જે જાય છે તે સાડાત્રણ હાથનો અવગ્રહ જાળવતા નથી, કાનમાં ગુસપુસ કરવા માંડે છે. ગુરુ પાસે જવાનું અને સાથે સાડા ત્રણ હાથનો અવગ્રહ જાળવવાનો. નહિ તો ગુરુની આશાતનાનો પ્રસંગ આવશે. ગમે તેટલું ખાનગી કામ હોય તોપણ કાનમાં ગુસપુસ ન કરાય. આલોચના લેવી હોય તો બીજાને બહાર જવાનું કહીએ, પણ ગુરુની આમન્યા જાળવવાની જ. રાષ્ટ્રીય સ્તરના નેતાઓની મુલાકાતના ફોટા છાપામાં જોયા છે ? બે જ જણ હોય છતાં એક આ સોફા પર હોય અને બીજો સામા સોફા પર હોય. મર્યાદા તો દરેક ક્ષેત્રમાં જાળવવાની હોય.
હવે બીજા વિકલ્પમાં જો શિષ્ય એમ માનતો હોય કે ગુરુ ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૬૩
Page #35
--------------------------------------------------------------------------
________________
ભગવંતનો અત્યંતાભાવ છે અર્થાતુ કોઇ સુગુરુ છે જ નહિ માટે નથી મળતા - તો તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે આ તારી માન્યતા અત્યંત અયુક્ત છે, અસ્થાને છે. કારણ કે કહ્યું છે કે – નિગ્રંથ ગુરુ વિના તીર્થ નથી અને તીર્થ વિના નિગ્રંથ નથી. જયાં સુધી છ જીવનિકાયનો સંયમ છે ત્યાં સુધી બંને અર્થાત્ સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર અથવા બકુશ અને કુશીલ ચારિત્ર વિદ્યમાન જ છે. ભગવાનનું શાસન તો એકવીસ હજાર વરસ સુધી વર્તવાનું છે અને તે નિગ્રંથ ગુરુ વિના હોતું નથી. માટે આવું કહેનારને ઉસૂત્રભાષણનું પાપ લાગે. જયાં સુધી તીર્થ છે ત્યાં સુધી બકુશકુશીલ ચારિત્ર તો રહેવાનું જ. તીર્થ આપણા કારણે નહિ, નિગ્રંથગુરુના પ્રભાવે ટક્યું છે - એટલું યાદ રાખવું. વર્તમાનમાં ચોખ્ખા ઘી-દૂધ ભલે ન મળે પણ ઘી-દૂધ તો મળે છે માટે ખાવાનું ચાલુ રાખ્યું ને ? તેમ નિગ્રંથ સાધુ ન મળે તોપણ બકુશકુશીલ સાધુની નિશ્રામાં આરાધના કરવી છે. બકુશકુશીલ એટલે મહાવ્રતોમાં ખામી ન હોય પણ ઉત્તરગુણમાં શિથિલતા હોવાથી કાબરચીતરું ચારિત્ર હોય. સ) મૂળગુણ અને ઉત્તરગુણ એટલે ?
- પાંચ મહાવ્રતો એ મૂળ ગુણમાં આવે અને તેને પાળવા માટે જે કાંઇ પિંડવિશુદ્ધિ, પડિલેહણા, સ્વાધ્યાય, નવકલ્પી વિહાર આદિ આચરણા કરીએ તે ઉત્તરગુણમાં આવે. જેમ તમારે ત્યાં પૈસા કમાવા માટે દુકાન ખોલવી તે મૂળગુણ અને ઘરાકને આકર્ષવા માટે
જે કાંઈ સજાવટ કરો તે ઉત્તરગુણ. સાધુસાધ્વીને મમત્વ મારવા, પાંચમાં પરિગ્રહવિરમણવ્રતને જાળવવા માટે નવકલ્પી વિહાર છે. નહિ તો એક સ્થાનમાં સ્થાનનું, આહારવસ્ત્રાદિ વસ્તુનું તેમ જ ભક્તાદિ વર્ગનું મમત્વ વધવાથી મહાવ્રત જોખમમાં મુકાય.
આગળ વધીને ગુરુભગવંત શિષ્યને કહે છે કે તમે ઉજૂરભાષણના ભીરુ હોવાથી અને આગમના વિરોધનો ભય હોવાથી કદાચ એમ કહો કે ગુણવાન ગુરુભગવંત છે ખરા પણ અમને જડતા નથી – તો તે પણ તમારી ધૃષ્ટતા છે. શિષ્ય તમારા કરતાં બે આંગળ ચઢે એવો છે ને ? પોતાની વાતને સિદ્ધ કરવા માટે લોકો ક્યાં સુધી દલીલ કરતા હોય છે, તેનો આ શિષ્ય નમૂનો છે. પરંતુ સર્વશના શાસનના પરમાર્થન પામેલા ગુરુભગવંતો આવી શંકાથી મૂંઝાય નહિ. આથી તેને જણાવે છે કે – આજે પણ પાંચ મહાવ્રતને ધારણ કરનાર, પાંચ સમિતિને પ્રધાન ગણનાર, ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં તત્પર, કાલોચિત યતના કરવામાં પ્રયત્નશીલ, નિરંતર સિદ્ધાંતના રસનું પાન કરવામાં લાલસાવાળા અને મનમાં કદાગ્રહનો ત્યાગ કરનારા સેંકડો મુનિઓ મધ્યસ્થજનોને માટે સુલભ છે. ગ્રંથકારશ્રીએ ‘મધ્યસ્થજન' કહેવા દ્વારા શિષ્યને ટકોરો માર્યો કે ગુરુ મળતા નથી તેમાં મધ્યસ્થતાનો અભાવ કારણ છે. મધ્યસ્થ એટલે જે ગુણસંપન્ન હોય તેને નમવાનું, પોતાના કે પરિચિતને નહિ. તમે ઘરાક સાથે જે રીતે વ્યવહાર કરો છો - તેનું નામ મધ્યસ્થતા. માત્ર તે પૈસા આપે છે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૫
Page #36
--------------------------------------------------------------------------
________________
તે જુઓ ને? તેમ ગુરુભગવંત આપણને ભવથી તારે છે – એટલો ગુણ જોવો તેનું નામ મધ્યસ્થતા.
ભાવશ્રાવકના છ ગુણમાંથી પહેલા કૃતવ્રતકર્મ ગુણમાં આપણે જોઈ ગયા કે વ્રતનું શ્રવણ ગીતાર્થ ગુરુ પાસે વિનય અને બહુમાનપૂર્વક કરવાનું. આજે તમને કે અમને વિનય અને બહુમાન ગમે છે ખરા, પણ બીજા કરે તો. આપણને કરવા ન ગમે ને ? આજે આપણી આ સૌથી મોટી તકલીફ છે કે સારું ગમે છે ખરું, પણ સારું આચરવાનું નથી ગમતું. સાચું કહો, કોઇને પારણાં કરાવતા જોઇને ખાવાનું મન થાય કે ખવરાવવાનું ? ત્રણ ટાઇમ ખાનારાને એક ટાઇમ પણ જમાડવાનું મન ન થાય ? જે એકલો જમે તે શ્રાવક ન હોય. આ આદેશમાં તો સૂત્ર પ્રવર્તતું હતું કે ‘ત્તિકર્તેવો ભવ', પેલા દેવ તો મંદિરમાં હોય છે. આ અતિથિરૂપી દેવતા તો સાક્ષાત ફરી રહ્યા હોય છે. આચરણ કરવાનું મન થાય તો જ ગમ્યું - એમ સમજવું. રુચિ અને કૃતિ બંને સાથે હોય. સ, આટલું સાંભળવા છતાં આ સંસ્કાર કેમ ગાઢ છે ?
તેનું કારણ એ છે કે આ સંસ્કારનું સિંચન સતત ચાલુ છે. જે વૃક્ષનું સિંચન ચાલુ હોય તે વૃક્ષ લીલુંછમ જ રહે ને ? પાણી ન પાય તો તેને સુકાતાં વાર ન લાગે. રાગ અને દ્વેષના સિંચનથી આ સંસ્કારો જામી ગયા છે. આ સંસ્કારો ઢીલા પાડવા હશે તો સૌથી પહેલાં સિંચન અટકાવવું છે. ખાવાનો રાગ ગમે તેટલો હોય
તોપણ ખવડાવવા જેટલી ઉદારતા કેળવવી છે. સાધર્મિકને જમાડવાના વારા કરાય ? સાધર્મિક પ્રત્યે બહુમાન હોય તે વારા કરે ? સાધર્મિક પ્રત્યે અબહુમાન કરો તો અતિચાર લાગે ને ? જેને પૈસો ગમે તેને પૈસાદાર ગમે, જેને રસોઇ ગમે તેને રસોઇયો ગમે. જયારે અહીં ધર્મ ગમે છે છતાં સાધર્મિક ન ગમે ને? સાધર્મિકની સાથે વચ્ચે ધર્મનો સંબંધ છે – એ યાદ છે ને? આજે તો સાધર્મિકોને તીર્થયાત્રા કરવા લઈ જાય પણ તેની સાથે વર્તન એવું કરે કે – ‘બધા સમયસર હાજર થઈ જજો, કોઇની માટે રાહ નહિ જોવાય...' સંઘયાત્રાએ લઇ જાય અને સૂચના કરે કે બધાએ પોતાનો સામાન તંબુની બહાર અમુક સ્થાને મૂકી જવો. સ, આ તો એક પ્રકારનું આયોજન છે.
આયોજન છે કે બહુમાનનો અભાવ છે ? બહુમાન હોય તો તમારે કહેવું જોઇએ - તમે બધું એવું ને એવું જ મૂકી રાખજો. અમે બધું જ સમેટી દઇશું. સ0 એવું કહીએ તો લોકોને ખોટી ટેવો પડે.
તમને તો સારી ટેવ પડશે ને ? આયોજનના નામે તમને ખોટી ટેવો પડે છે - એ નથી દેખાતું ? લોકોની ટેવોના બદલે આપણી ટેવોનો વિચાર કરવો. બીજા આળસુ છે એ નથી જોવું, આપણે આળસુ ન બનીએ એ જોવું. બધાનું કામ કરવાની ટેવ પડે તો દાક્ષિણ્યગુણ કેળવાય. એક પણ સાધર્મિકને તકલીફ પડે એવું નથી કરવું. વધારે તેવડ ન હોય તો થોડાની ભક્તિ કરીએ પણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૭
Page #37
--------------------------------------------------------------------------
________________
આશાતના એકની પણ ન થાય તેનું ધ્યાન રાખવું. સાધર્મિક પ્રત્યે બહુમાન છે ને ? સ0 કચાશ છે.
શેમાં? સાધર્મિકમાં કે બહુમાનમાં ? જેને સાધર્મિક પ્રત્યે બહુમાન હોય તેને જ સહવર્તી પ્રત્યે બહુમાન જાગે અને જેને સહવર્તી પ્રત્યે બહુમાન હોય તે જ ગીતાર્થની નિશ્રામાં રહી શકે. સ0 સાધર્મિકના અવગુણ નહિ જોવાના ?
અવગુણ તો કોઇના ય જોવાના નથી. એક બાજુ સાધર્મિક માનવાનો અને બીજી બાજુ અવગુણ જોવાના - એ ચાલે ? સમાન ધર્મવાળો હોય તો પછી બીજો કશો વિચાર નહિ કરવાનો. અવગુણ તો કોઇના ય જોવા નથી, રસ્તા પર હજારો ગાડીઓ દોડે છે કોઇ રસ્તાની નિંદા નથી કરતું. કારણ કે ત્યાં બધાને ઇષ્ટસ્થાને જવું છે. જયારે અહીં ઇષ્ટસ્થાને જવું જ નથી તેથી નિંદા કરવાનો સમય મળે છે. પહેલાંના કાળમાં અર્બીજનો એવા હતા કે જેઓને કશું કહીએ નહિ તોય જોઇ-જોઇને શીખી જતા, સુધરી જતા. આજે તો કહી-કહીને પણ માનતા નથી..
આપણે જોઇ ગયા કે ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે પાંચ મહાવ્રતાદિનું પાલન કરનારા ગુણીજન એવા ગુરુભગવંતો આજે પણ વિદ્યમાન છે છતાં તને મળતા ન હોય તો તે તારી દૃષ્ટિનો દોષ છે. વસ્તુ વિદ્યમાન હોવા છતાં જો ન દેખાતી હોય તો તે દૃષ્ટિનો દોષ છે – એમ માનવું પડે ને? ગુરુભગવંતો તો વિદ્યમાન
છે, આપણને એમની જરૂર નથી. કારણ કે સંસારમાંથી ખસવું નથી. આટલું કહેવા છતાં શિષ્ય કહે કે ભલે ગુરુ વિદ્યમાન હોય, અમે સ્થાપનાચાર્ય આગળ વ્રત અંગીકાર કરીએ તો તેમાં દોષ શું છે ?... ઘણા લોકોને આવી ટેવ હોય છે. સામાની વાત સાચી કર્યા પછી કોઇ દલીલ ન જડે તો છેવટે પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે ‘આમ કરવામાં પણ વાંધો તો નથી ને ?' આવી દલીલ કરે. આપણને જ્ઞાનીભગવંતો ગમે તેટલું સમજાવે તોપણ સંસાર છોડવો નથી ને ? સંસારમાં રહીને જ ધર્મ કરવો છે ને ? સાધુપણામાં દુઃખ છે માટે જવું નથી – એમ કહીને સંસારમાં સુખ ભોગવવા બેઠા છો ને ? આપણે તો કહેવું છે કે સુખમાં હસવા કરતાં દુ:ખમાં રોવું સારું. સવ દુઃખમાં રોઇએ તો કર્મબંધ ન થાય ?
થાય. પણ સુખમાં હસવાથી જે કર્મબંધ થાય - તેના કરતાં ઓછો થાય. સ0 દાખલા તરીકે ?
રસી કાઢતી વખતે દસ મિનિટ રોવું પડે એ સારું કે રસી રાખી મૂકીને મરવું સારું? ભલે દસ મિનિટ રોવું પડે તો રોઇને પણ રસી કાઢી નાંખવાની પણ રસી રાખીને હસવું સારું નહિ ને? રસી કાઢવા માટે જલદ ચિકિત્સા કરાવવા તૈયાર થનારને પણ અહીં સાધુપણાનાં દુ:ખ નથી વેઠવાં ને ? સુખ ભોગવવા માટે દુ:ખ ભોગવવાની તૈયારી છે પણ દુ:ખ ટાળવા માટે સુખ છોડવાની
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૬૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૯
Page #38
--------------------------------------------------------------------------
________________
તૈયારી નથી ને ? અર્થકામનાં સુખ માટે ધંધા-રસોઇનાં કષ્ટ વેઠવાં છે પણ ચારે ગતિનાં દુ:ખો ટાળવા માટે સંસારનાં સુખો છોડીને સાધુ નથી થવું : ખરું ને ? સુખમાં હસવું છે કે દુઃખમાં રડવું છે ? સ૦ સાચું રડતાં શીખવો.
પહેલાં તમે સાચું હસવાનું બંધ કરો પછી સાચું રોતા શીખવશે. સંસારમાં બેઠા છો તો બનાવટી હાસ્ય કરવું પડે તો ભલે પણ સાચું નથી હસવું. સાચું હાસ્ય તો આર્તધ્યાનના ઘરનું છે. દુઃખના દ્વેષ કરતાં પણ સુખનો રાગ વધારે ખરાબ છે. સાહેબજી (પ.પૂ.આ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મ.) પણ કહેતા હતા કે દુ:ખ ભોગવતાં ભોગવતાં કોઠે પડી જશે અને સુખ ભોગવતાં ભોગવતાં દાઢે વળગી જશે.
સ૦ દુઃખ આવે તો ભોગવી લેવું પણ ઊભું તો ન કરવું ને ? એટલું પણ નક્કી રાખવું છે ? તો હાથ જોડો કે ગમે તેટલા રોગ આવે તોપણ દવા ન કરવી, બનશે ને ? સ∞ અસમાધિ થાય તો ?
દુઃખ આવવાના કારણે અસમાધિ થતી હોય તો દુ:ખ ટાળવાની રજા આપીએ, પરંતુ દુઃખ આવવાના કારણે અસમાધિ થાય છે – એવું નથી. અસલમાં દુઃખ ભોગવવું નથી માટે અસમાધિ થાય છે. દુઃખ ભોગવવું છે - એનું નામ સમાધિ, દુ:ખ ભોગવવું નથી - એનું નામ અસમાધિ. સુખ ભોગવવું છે - એનું નામ અસમાધિ અને સુખ ભોગવવું નથી - એનું નામ સમાધિ.
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૭૦
સ૦
આ બધી વ્યાખ્યાઓ જુદી છે.
માટે જ તો તમને અહીં બોલાવ્યા છે. બજારમાં બધે માલ તો મળે જ છે છતાં આ માલ બીજે મળે છે - એના કરતાં મોંઘો છે, પણ સરવાળે લાભ થાય એવો છે.
સ૦ આ માલની કિંમત ક્યારે સમજાશે ?
જ્યારે મોક્ષમાં જવાનું મન થશે, ત્યારે. આ માલ અમારો નથી, સર્વજ્ઞ ભગવંતોનો છે. એની શુદ્ધિ, એની વિશેષતા, એની સફળતા એ જ્ઞાની ભગવંતોના વિશ્વાસે રહેલી છે. સર્વજ્ઞભગવંતોના શાસનમાં જે વાત જણાવી હોય તેમાં એક પણ દોષની સંભાવના ન હોય. ભગવાને આઠમા વરસે દીક્ષા લેવાની જણાવી છે તેનું કારણ જ આ છે કે સુખ ભોગવવાના એકે સંસ્કાર પડ્યા ન હોય તે સાધુપણું સહેલાઇથી પાળી શકે. આ ઉંમર જ એવી છે કે એમાં જે સંસ્કાર પાડવા હોય તે પાડી શકાય. નાનપણથી જ દુઃખ વેઠ્યું હોય તેને કશું આકરું ન લાગે. ખાઇ-પીને જલસા કરીને અહીં આવે તો સાધુપણું આકરું જ લાગે ને ? સાહેબે એકવાર વ્યક્તિગત હિતશિક્ષા આપતાં જણાવ્યું હતું કે મોટી ઉંમરનાને દીક્ષા આપતાં દસ વાર વિચાર કરવો. પરણીને, સુખ ભોગવીને, લોકોને પ્રવર્તાવીને અહીં આવ્યા હોય તેને કોઇના કહ્યામાં રહેવું ભારે પડે. સહન કરવાની ટેવ જ પાડી ન હોય. આપણે તેમને કાંઇ પણ હિતશિક્ષા આપીએ તો તરત કહેશે કે મારા બાપે પણ મને આવું કહ્યું નથી. આપણે એને કહી ન શકીએ કે હું જ નહિ રસ્તે રખડતો ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૭૧
Page #39
--------------------------------------------------------------------------
________________
માણસે ય કહી જશે ! સાધુપણામાં તો ગમે તેનું વેઠવાનું આવે ને ? ભગવાનજેવા ભગવાન કે જે ઉત્તમ પુરુષનાં લક્ષણોથી યુક્ત હતા તેમને પણ લોકો જારપુરુષ વગેરેના આળ આપતા હતા. આપણે કેવા છીએ એ નથી જોવું, કોણ છીએ – એ જોવાનું. આપણે સાધુ છીએ માટે સહન કરી લેવાનું. આપણે નિર્દોષ છીએ માટે પ્રતિકાર કરવા નથી બેસવું. સ, ક્ષત્રિયની જેમ નીકળ્યા હોય તો ક્ષાત્રવટ ક્યાં ગઇ ?
ક્ષત્રિયની જેમ નીકળેલા તે દીક્ષા લેવા માટે, પાળવા માટે નહિ. તમારે ત્યાં પણ આ જ દશા છે ને? નોકરીએ લાગ્યા પછી હાજરી આપો કે કામ કરો ? તમારા જેવી જ દશા અમારે ત્યાં છે. આપણી વાત તો એ ચાલુ છે કે શ્રાવકે સ્થાપનાચાર્ય પાસે વ્રત લેવાય કે નહિ ? તેના નિરાકરણમાં ગુરુ જણાવે છે કે શાસ્ત્રમાં મૂળગુણનો સ્વીકાર સાધુએ જેમ ગુરુ પાસે કરવાનું જણાવ્યું છે તેમ શ્રાવકે પણ ગુરુ પાસે જ વ્રત અંગીકાર કરવાનું છે. ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના કરવાનું વિધાન જેમ સાધુને છે તેમ શ્રાવક માટે પણ છે. કહ્યું છે કે પૂર્વાચાર્યોએ સિદ્ધાંતમાં ગુરુનો વિરહ હોય ત્યારે સ્થાપના કરવાનું જણાવ્યું છે. તે પણ આકુટ્ટી અને દર્પ(સ્વેચ્છાચાર)થી રહિતપણે કરવાનું છે. જો ગુરુનો સંયોગ હોય જ નહિ કે ગુરુ પોતે વિદ્યમાન ન હોય તો ગુરુના વિરહની પણ એકાંતે સંભાવના નથી. આના ઉપરથી પણ સ્પષ્ટ છે કે – ગુરુભગવંત હાજર હોય તો ગમે તેટલા દૂર જઇને પણ તેમની પાસે
વ્રત અંગીકાર કરવું. જેઓ આવવા-જવાનો સમય ગણ્યા કરે તેવાઓ ગુરુ પાસે જઈ ન શકે. તમે નોકરી-ધંધા માટે અપડાઉન કરો ને? પાછા કહો કે – અહીં ફાંફાં મારતાં બેસી રહેવું એના કરતાં ભલે બે કલાક જાય પણ આપણા હાથમાં તો આવે. તે રીતે અહીં મૂંઝાતા બેસી રહેવું એના કરતાં ગુરુ પાસે જઇ આવીએ તો માત્ર પાંચ મિનિટમાં પણ આપણી મૂંઝવણો ઉકેલાઇ જાય, આપણી દશા અને દિશા બંને બદલાઇ જાય. આ રીતે એટલું નક્કી થયું કે વ્યવહારનયને આશ્રયીને; કાલોચિત ક્રિયા કરનાર, ગીતાર્થ તેમ જ નિઃસ્પૃહમતિવાળા અને જીવોની પ્રત્યે વત્સલભાવ ધરાવનારા ગુરુની પાસે મહાવ્રતોની જેમ અણુવ્રતો ગ્રહણ કરવાં જોઇએ. અહીં ‘વ્યવહારથી’ આ પ્રમાણે જણાવવાનું કારણ એ છે કે નિશ્ચયનયથી કોઇ કોઇને આપતું નથી અને કોઇ લેતું નથી. આપણા ગુણો આપણી પાસે જ છે, તે આવરણ ખસવાથી પ્રગટે. આપણે જ આવરણ ખસેડવાનો પુરુષાર્થ કરવો પડશે. ખુદ તીર્થંકર ભગવંતો પણ દેશના આપે ત્યારે આપણને માર્ગ બતાવે છે, દિશાસૂચન કરે છે. તેમના કહ્યા પ્રમાણે ચાલવાનું કામ તો આપણે જ કરવાનું છે. વ્રત, ગીતાર્થ અને સાથે નિઃસ્પૃહ ગુરુ પાસે લેવાનું જણાવ્યું. ‘મેં વ્રત ઉચ્ચરાવ્યું માટે આટલા પૈસા નોંધાવો.' આ પ્રમાણે સ્પૃહા રાખે તેવા પાસે ન લેવું. તેમ જ સર્વ જીવો પ્રત્યે વત્સલભાવ રાખનારા હોય એટલે અર્થીજનો પ્રત્યે વત્સલભાવ ધરનારા હોય. બાકી અનર્થી જનોની તો ઉપેક્ષા જ કરે. આ બધું
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૭૩
Page #40
--------------------------------------------------------------------------
________________
અહીં સંસ્કૃતમાં જે રીતે જણાવ્યું છે તે ભાષા ભણીને વાંચો તો તેના મર્મને સમજવામાં આનંદ આવે. પણ તમારે ભણવું નથી ને ? આખી જિંદગી કમાવામાં કાઢી, હવે તો થોડું ભણી લો. ભણેલું સાથે આવશે કે પૈસા ?
આ રીતે શ્રવણ, જ્ઞાન અને ગ્રહણ પછી પાલનની વાત કરી છે. સુગુરુ પાસે વિધિપૂર્વક વ્રત ગ્રહણ કર્યા બાદ પગ પહોળા કરીને બેસી જવાનું નથી. આતંક એટલે રોગ અને દેવતા વગેરે સંબંધી ઉપદ્રવ આવ્યું છતે પણ સ્થિર એટલે કે નિષ્પકંપપણે વ્રતનું પાલન કરવું. સ્થિરનો અર્થ અહીં નિષ્પકંપ કર્યો છે : એમાં પણ ચમત્કાર છે. જે પથ્થર હોય તે પણ સ્થિર હોય છે. અહીં એવી સ્થિરતા નથી જણાવી. જેમાં હલનચલનની સંભાવના હોય છતાં હલે નહિ તેવી સ્થિરતા જણાવવા માટે સ્થિરનો અર્થ નિષ્પકંપ કર્યો છે. ગમે તેવા રોગાદિ આવે તોપણ વ્રતમાંથી આરોગ્યદ્વિજની જેમ ચલાયમાન ન થવું. આ આરોગ્યદ્વિજ કોણ હતો અને તેણે કઈ રીતે વ્રત પાલન કરેલું તે જણાવવા માટે તેની કથા જણાવાય છે. ઉજ્જયિની નગરીમાં દેવગુપ્ત નામના બ્રાહ્મણને નંદા નામે ભાર્યા હતી. તેમને પૂર્વનાં દુષ્કૃત્યોને લઇને જન્મથી જ અતિરોગીષ્ઠ એવો એક પુત્ર હતો, અળખામણો હોવાથી તેનું નામ પાડ્યું ન હતું પણ લોકો તેને ‘રોગ’ કહેતા હતા. એકવાર ગોચરીએ આવેલા સાધુનાં ચરણોમાં તે પુત્રને મૂકી તેની રોગશાંતિનો ઉપાય પૂછ્યો. મુનિભગવંતે કહ્યું કે ગોચરી માટે
નીકળેલા અમે સાધુઓ કોઇની સાથે વાત કરતા નથી. તેથી મધ્યાહ્ન જયાં ગુરુ બિરાજમાન હતા ત્યાં ઉદ્યાનમાં જઇને, ગુરુને વાંદીને પૂછયું. જ્ઞાની ગુરુએ જણાવ્યું કે દુ:ખ-રોગ પાપથી આવે છે. અને પાપનો નાશ ધર્મથી થાય છે. પાપના નાશ વિના દુ:ખ ન જાય. પાપનો નાશ, બીજું પાપ કરવાથી ન થાય. અગ્નિથી બળતું ઘર જળના છંટકાવથી બુઝાય ને? અગ્નિથી અગ્નિ શાંત ન થાય તેમ પાપથી પાપ ન જાય. રોગ પાપથી આવ્યો હોય તો રોગને કાઢવા માટે પાપ ન કરાય. રોગને કાઢવો એ જ પાપ છે. રોગ સહન કરી લઇએ અને નવું પાપ ન કરીએ તો પાપ પણ જાય ને રોગ પણ જાય. ધર્મ કરવાથી જ પાપરહિત અને રોગરહિત બનાય. આ સાંભળીને તે ત્રણે પ્રતિબોધ પામ્યા અને શ્રાવક થયા. પેલો પુત્ર પણ ધર્મની ભાવનામાં દેઢ થઇને રોગને સહેવા લાગ્યો અને રોગની કોઇ પ્રકારે ચિકિત્સા કરાવતો નથી. તમને આવો જવાબ આપનાર ગુરુ મળે તો એમ લાગે ને કે આમનામાં કાંઇ માલ નથી, પ્રભાવ નથી. રોગ દૂર કરવા માટે મંત્રતંત્ર જડીબુટ્ટી બતાવે તેવા ગુરુ ગમે કે રોગ સહન કરીને ધર્મ કરવાનું કહે તેવા ? સ0 આપના પ્રભાવથી કોલસા પણ હીરા થાય ને ?
કોલસાના હીરા થાય એ તો તમારા પુણ્યનો પ્રભાવ. બાકી તમારા ઘરમાં પડેલા હીરા પણ લેવાનું મન ન થાય એ સાધુભગવંતોનો પ્રભાવ, દુઃખ ગુરુની કૃપાથી ન જાય, આપણાં
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭પ
Page #41
--------------------------------------------------------------------------
________________
કર્મીની કૃપા થાય તો જાય. જયાં સુધી કર્મીની કૃપા નહિ થાય ત્યાં સુધી એકે કૃપા કામ નહિ લાગે. સ0 દુઃખ ભુલાવવું એ ગુરુકૃપા નહિ ?
દુ:ખ ભુલાવવું - તે નહિ; દુ:ખના પ્રતિકારની ભાવના નાશ પામે એ ગુરુની કૃપા. સ0 આપણે ત્યાં મંત્રતંત્રયોગ આવે છે ને ? મયણાસુંદરીને
બતાવ્યો હતો ને ?
મયણાસુંદરીને દુઃખ ટાળવા માટે નહિ, શાસનની અપભ્રાજના ટાળવા માટે બતાવેલો. અને તે પણ શ્રીપાળરાજાના પુણ્યયોગને જ્ઞાનથી જાણીને બતાવ્યો હતો. બાકી સૌથી ચઢિયાતો કર્મયોગ છે. જેમના નામસ્મરણમાત્રથી પણ ઇતિ-ઉપદ્રવ નાશ પામે છે તેવા તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાન પામ્યા પછી પોતાના શિષ્ય તરફથી ઉપદ્રવ થવાના કારણે રક્તાતિસાર નામનો રોગ વેઠવો પડ્યો. તેરમાં ગુણઠાણે પણ જે પોતાની અશાતા ન ટાળી શકે તે બીજાની કઇ રીતે ટાળી શકે ? નિમિત્તો પણ કર્મની મહેરબાની હોય તો અસર કરે. આપણું કર્મ નહિ ખસે ત્યાં સુધી રોગ નહિ જાય.. સઆવું કહેશો તો સંતિકર પર શ્રદ્ધા નહિ રહે.
આવી શ્રદ્ધા રાખવી પણ નથી. સંતિકર પર શ્રદ્ધા હોય તો હોસ્પિટલો અને દવાખાનામાં જવાનું બંધ કરવું પડશે. એવું તો નથી કરતા ને ? આપણે તો આ(ઘા)માં જ શ્રદ્ધા રાખવી છે.
સ) કર્મયોગ કરતાં ધર્મયોગ ચઢે ને ?
એ કયો ધર્મ ? ચારિત્રધર્મ જ ને ? માટે આ ચારિત્રધર્મ પર શ્રદ્ધા કેળવી લેવી છે. અને ચારિત્રધર્મ એટલે દુ:ખનો પ્રતિકાર ન કરવો તે. જે દુ:ખનો પ્રતિકાર ન કરે તેનાં કર્મોનો સંચય ખાલી થાય. રોગનો પ્રતિકાર કરીએ તો પાપ લાગે એમ સમજીને પેલો રોગ” નામનો પુત્ર રોગ સહે છે. તેના દેઢ ધર્મની ઇન્દ્ર પ્રશંસા કરી ત્યારે તેની ખાતરી કરવા માટે બે દેવો વૈદ્યનું સ્વરૂપ કરીને આવ્યા અને પેલાને સાજા કરવાના ઉપાય તરીકે મધ, મદિરા, માખણ, માંસ, રાત્રિભોજન આદિથી યુક્ત ઔષધ જણાવ્યું. પેલાએ વ્રતભંગના ભયે તેનો અસ્વીકાર કર્યો. વૈદ્ય કહ્યું કે ધર્મનું સાધન આ શરીર છે, તે સાજું કરીને પછી પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લેજો... સ્વજનોએ ઘણું સમજાવ્યો. ખુદ રાજા પણ સમજાવવા આવ્યો છતાં ય તેણે વ્રતભંગ કરવાની ના પાડી. તેની નિષ્પકંપતાને જોઇને દેવોએ પ્રસન્ન થઈને તેની પ્રશંસા કરી અને તેને રોગરહિત કર્યો. આ રીતે વ્રતપાલનની દૃઢતાથી અનેક જીવો પ્રતિબોધ પામ્યા અને ધર્મની પ્રભાવના થઇ.
આ રીતે પહેલો ગુણ પૂરો થયો. હવે આપણે બીજા શીલવ્રતની શરૂઆત કરવી છે. આપણે આપણી ઇન્દ્રિયોને કાબુમાં રાખવા પ્રયત્ન કરીએ છીએ કે પરિવારને ? બોલીએ ખરા કે વિષયો વિષધરજેવા છે પણ એ વિષધરોને જંગલમાં મૂક્યા છે કે ઘરમાં ઘાલ્યા છે ? રોજ તેની વચ્ચે રહો છો છતાં એકે ફૂંફાડો
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૭
Page #42
--------------------------------------------------------------------------
________________
લાગતો નથી ને ? શિયલવ્રત પામવાનું કામ સહેલું નથી.
જેને ભાવશ્રાવકપણું પામવું હોય તેની પહેલી નજર વિરતિ તરફ હોય છે. જાણ્યા પછી અને માન્યા પછી પણ તે પ્રમાણે ન કરી શકવાનું સૌથી વધુ દુ:ખ સમકિતીને હોય છે. શ્રદ્ધા અને આચરણાના વિસંવાદનું સૌથી વધુ દુ:ખ આ મહાત્માઓને હોય છે. પોતાની અનાચરણાનો બચાવ તેઓ કોઈ સંયોગોમાં કરી શકતા નથી. હું કરતો નથી પણ માનું છું - આવો બચાવ સમકિતી ક્યારેય ન કરી શકે. એ તો કહે કે હું માનું છું પણ કરતો નથી. સમકિતીનો ભાર “માનવામાં ન હોય, ‘ન કરવામાં હોય. આ અનાચારનું દુ:ખ હોવાથી જ આચાર પ્રત્યેના પ્રેમથી થોડુંઘણું વ્રત પણ તે લીધા વિના રહેતા નથી. માટે સૌથી પહેલો ગુણ કૃતવ્રતકર્મ બતાવ્યો. સમ્યગ્દર્શન પામ્યા પછી તે સમ્યત્વ અવિરતિની હાજરીમાં ટકાવી શકાતું નથી. આથી તે વિરતિને પામવા માટે જ મથતો હોય છે. પાંજરામાં પૂરાયેલું પંખી પાંજરામાંથી છૂટવા માટે જેમ પાંખો ફફડાવે તેમ સમકિતી અવિરતિમાંથી નીકળવા માટે ફાંફાં મારતો હોય. સ) સમ્યગ્દર્શન ટકાવવા માટે વિરતિની જરૂર છે?
બરાબર. સમ્યગ્દર્શન આવ્યા પછી વિરતિ લેવામાં ન આવે તો સમ્યકત્વ લાંબા સમય સુધી ટકે નહિ. તમારે ત્યાં પણ શું કરો ? પૈસા આવ્યા પછી મૂડીનું રોકાણ કરો તો પૈસો ટકે ને ? છાસઠ સાગરોપમનો કાળ સમ્યકત્વનો બતાવ્યો છે, તેમાં બે વાર
વિજયવિમાનમાં જનાર સાધુ હોય કે શ્રાવક હોય ? ગૃહસ્થપણું કેવું ? ગુણોને લાવી આપે એવું કે આવેલા ગુણોને ખાઇ જાય એવું? સમ્યક્ત્વનો, વિરતિનો, જ્ઞાનનો આ બધાનો હૂાસ કરે એવું આ ગૃહસ્થપણું છે ને? સમ્યકત્વ ટકાવવા માટે વિરતિનું મોટું જોયા વિના નહિ ચાલે. મરીચિનું પતન થયું તે શેના કારણે ? વિરતિ ગુમાવી માટે ને? ધગધગતી શિલા પર સૂવા છતાં જે સાધુપણું નાશ નથી પામતું તે સાધુપણું માત્ર ગ્રીષ્મઋતુના તાપથી ગુમાવી બેઠા. દુઃખ વેઠતાં ન આવડે તો સાધુપણું હાથમાંથી સરી જ પડવાનું. સાધુપણામાંથી પડ્યા પછી ચેલાનો લોભ જાગ્યો અને એના લોભે ઉત્સુત્રભાષણ કર્યું. જો સાધુપણામાં હોત તો આ વખત ન આવત. સુખના રાગે સમ્યકત્વ ગુમાવ્યું પણ તે ક્યારે ? દુઃખના દ્વેષે ચારિત્ર ગુમાવ્યું ત્યારે ને ? શ્રી દશવૈકાલિકસૂત્રમાં શ્રી શય્યભવસૂરિજીએ શ્રી મનકમુનિને કહ્યું અને શ્રી આચારાંગસૂત્રમાં શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને હિતશિક્ષા આપતાં જણાવ્યું છે કે – जाए सद्धाए निक्खन्तो तमेव अणुपालिज्जा (यया श्रद्धया નિત્તા , તાવ અનુપાત્રયેત્ | - જે શ્રદ્ધાથી સંસારમાંથી નીકળ્યા તે જ શ્રદ્ધાને સારી રીતે પાળજો.) ચારિત્ર પાળવા માટે નીકળેલાને શ્રદ્ધાને ટકાવવાનું કેમ કહ્યું - આવી શંકા થાય ને ? તેનું કારણ જ એ છે કે સમ્યક્ત્વ જેને પાળવું હશે તેણે ચારિત્ર અવશ્ય પાળવું જ પડશે. ચારિત્ર પાળ્યા વિના સમ્યકત્વ જાળવી શકાય એવું નથી – આથી જ આડકતરી રીતે ચારિત્રને પાળવાનો
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૭૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૯
Page #43
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ આપ્યો. કારણ કે ચારિત્ર પાળ્યા વિના શ્રદ્ધા ન ટકે અને શ્રદ્ધા ટકાવવા માટે ચારિત્ર પાળવા સિવાય બીજો કોઇ ઉપાય નથી, શ્રદ્ધાનું જતન ચારિત્ર જ કરે, માટે ચારિત્રના જતનના હેતુ તરીકે શ્રદ્ધાનું જતન કરવા જણાવ્યું. આથી જ તો અવિરતિનો પડછાયો પણ ન પડે એવું સાધુપણું ભગવાને બતાવ્યું છે. સુખ તો ભોગવવાનું જ નથી, સુખનો પડછાયો પણ ન પડે તેની તકેદારી રાખી છે. કારણ કે સુખનો પડછાયો પડે તોય અવિરતિ ઉપાદેય લાગ્યા વિના નહિ રહે. શ્રદ્ધાનું જતન કરવું હોય તો જ્યાં-ત્યાં ફરાય નહિ. આથી જ બીજા શીલવ્રતમાં છ પ્રકારમાંથી પહેલો પ્રકાર આયતનમાં વસવાનો જણાવ્યો છે. આપણે હવે એ ભેદ સમજવાની શરૂઆત કરવી છે. શીલ વ્રતના છ પ્રકાર છે. ૧. આયતનનું સેવન કરે, ૨. કાર્ય વિના પરઘરમાં પ્રવેશ ન કરે., ૩. નિરંતર અનુભટવેષ રાખે, ૪. વિકારવાળાં વચનો બોલે નહિ, ૫, બાલક્રીડાનો ત્યાગ કરે, ૬. સારી નીતિથી કાર્ય કરે.
ભાવશ્રાવક વ્રત લીધા પછી ગમે ત્યાં રખડી ન શકે. આથી જ જણાવ્યું કે આયતનનું સેવન કરે, અનાયતનનું સેવન ન કરે. જે ગુણ મળ્યો છે તેને ટકાવવાના સંયોગો ગૃહસ્થપણામાં કપરા છે. જયાં-ત્યાં અભિપ્રાય આપવાની ટેવ પડી હોય તો વ્રત જોખમમાં મુકાશે. આ સંસારમાં સુખના ટુકડા વેરાયેલા જ છે માટે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. આનાથી બચવા માટે જ સાધુપણું બતાવ્યું છે. સુખનો પડછાયો પડે તો શ્રદ્ધા ડગી જાય.
ચક્રવર્તીના આત્માઓ છ વિગઈઓ વાપરવા છતાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ પેદા કરી શકે તો તેવા ભોજનથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષય ન સાધી શકે ? છતાં ય ચક્રવર્તીના આત્માઓને પણ અંતકાંત ભિક્ષા વાપરવાનું કહ્યું છે. એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓનો ભોગવટો કરવા છતાં જેમને નડ્યો નહિ, તેમને નવ વાડોનું પાલન કરવાનું જણાવ્યું છે. તેનું કારણ જ એ છે કે સુખ છોડ્યા પછી પણ સુખનો પડછાયો પડે તો ગુણોનો સમુદાય વેરવિખેર થયા વિના ન રહે.
આયતન એટલે ધર્મીજનોને મળવાનું સ્થાન. સામાન્યથી કોષમાં જોઇએ તો “આયતન’ શબ્દનો અર્થ વિશાળ ગૃહ... એવો મળે. જયારે આવો ‘ધાર્મિકજનો જેમાં એકઠા થાય' એવો અર્થ શેના આધારે કરવો તે માટે શાસ્ત્રનો હવાલો આપ્યો છે કે – “જે સ્થાને ઘણા સાધર્મિકો, શીલવાળા, બહુશ્રુત તેમ જ ચારિત્રાચારથી સંપજનો એકઠા થતા હોય તે સ્થાન અથવા સ્થળને આયતન કહેવાય. આવા આયતનને જ ભાવશ્રાવક સેવનારો હોય એમ અવધારણપૂર્વક જણાવવા માટે ગાથામાં g શબ્દ આપ્યો છે. ધર્મીને મળવાનું સ્થાન તેનું નામ આયતન અને ચોવટિયાને મળવાનું સ્થાન તેનું નામ ચૉરો. આયતનને જ સેવે, અનાયતનને ન સેવે – એમ જણાવ્યું, તેમાં અનામતનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ભિલ્લની પલ્લીમાં, ચોરના અડ્ડામાં, પર્વતના માણસો અર્થા આદિવાસી લોકો જયાં રહેતા હોય તેવા સ્થાનમાં તથા
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૮૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૧
Page #44
--------------------------------------------------------------------------
________________
હિંસક અને દુષ્ટ મનવાળા લોકોની પાડોશમાં ન રહેવું. કારણ કે સપુરુષો કુસંગતિની નિંદા કરે છે. તેથી સપુરુષો વડે નિંદનીય એવી કુસંગતિનો ત્યાગ કરવો. તેમ જ જ્યાં સમકિતને ભેદનારી તેમ જ ચારિત્રથી ભ્રષ્ટ કરનારી વિકથા પ્રવર્તતી હોય તેવું અનાયતનનું સ્થાન મહાપાપનું કારણ છે. અનાદિકાળથી વિકથામાં સુખ છે એવા સંસ્કાર પડ્યા છે તેને ટાળવા માટે આ બધાથી દૂર રહેવું જ પડશે. નહિ તો શ્રદ્ધા ક્ષણવારમાં નાશ પામી જશે. શ્રદ્ધા
ક્યાં ટકે ? જ્યાં સુખનો લેશ ન હોય ત્યાં. સુખનો છાંટો પણ જ્યાં હોય ત્યાંથી શ્રદ્ધાને જતાં વાર નહિ લાગે. આથી જ તો ચક્રવર્તીના આત્માઓ માટે પણ સાધુપણામાં એકે છૂટ નથી. વિષયોની હાજરીમાં અનાસક્ત રહેનારાને પણ ચારિત્રનું પાલન કરવા માટે વિષયોનો ત્યાગ કરવો જ પડે. સ) છ મહિના સુધી અંતઃપુર પાછળ ફરે છતાં રૂંવાટું ય ન
ફરકે – એ કેવું ?
તમારી જેમ. ભિખારી તમારી પાછળ ફરફર કરે છે છતાં તમારું રૂંવાટું ય ફરકતું નથી ને? તમને જેમ પૈસો છોડવાજેવો નથી : આ શ્રદ્ધા મજબૂત છે તેમ એમને સુખ ભોગવવા જેવું નથી, આ શ્રદ્ધા મજબૂત હોય. ચક્રવર્તીના આત્માઓ સંસારમાં રહ્યા વિષયોનો ભોગવટો કર્મયોગે કરે છે, બાકી અનાસક્તભાવ તો પહેલાં ય હતો ને પછી ય વૃદ્ધિ પામેલો. સુખ ભોગવવા જેવું ન માને તેનું નામ સમ્યક્ત. સુખ ભોગવવું પડે તો સમ્યકત્વ હોય પણ સુખ
ભોગવે તો સમ્યકત્વ ન હોય. સુખ ભોગવવાજેવું ન માને તે સુખ ભોગવે નહિ, એને ભોગવવું પડે એ જુદી વાત. સુખ ભોગવવાજેવું માને તેનું નામ મિથ્યાત્વ. દુ:ખ ભોગવવા જેવું માને તેનું નામ સમ્યકત્વ. એ જ રીતે દુ:ખ કાઢવાજેવું માને તે મિથ્યાત્વ અને સુખ કાઢવાજેવું માને, ભોગવવા જેવું ન માને તેનું નામ સમ્યકત્વ. સ0 સમકિતી સાતવ્યસન સેવે છતાં સુખ ભોગવવા જેવું ન
માને - એ કઇ રીતે સમજવું ?
સમકિતીનાં સાત વ્યસન કરતાં તમારું વિગઇનું સેવન ટક્કર મારે એવું છે ! એ મદિરા જે રીતે પીએ એ રીતે તો તમે ચા-દૂધ પણ નથી વાપરતા. માંદો માણસ મોસંબીનો રસ જે રીતે પીએ તે રીતે સમકિતી સાત વ્યસન સેવે. આપણે સાત વ્યસન સેવનારા સમકિતીની ચિંતા નથી કરવી, એની ચિંતા શાસ્ત્રકારોએ કરી છે. આપણે આપણું સમ્યક્ત્વરત્ન કે વિરતિરત્ન ચોરાઇ ન જાય માટે આયતનમાં જ જવું. જેની શ્રદ્ધા સારી હોય, જ્ઞાન સારું હોય અને ચારિત્ર સારું હોય તેની સાથે વાસ કરવો. તેમ જ જયાં સમ્યક્ત્વચારિત્રને ભેદનારી કથા ચાલતી હોય ત્યાં પગ ન મૂકવો. કારણ કે તેવાઓ બધાને દેવ, બધાને ગુરુ અને દરેક ધર્મને ધર્મ માનવાની વાત કરી આપણું સમ્યકત્વ લૂંટી લે. એવાઓ આ વાત એવી સિફતથી રજૂ કરે કે તમને ગમી જાય. ‘ધર્મ તો એકાંતે સારો છે, ભગવાનના શાસનમાંથી જ આ પંથો પડ્યા છે માટે તેમને મિથ્યા ન માનવા. જ્યાં જેટલું સારું હોય એટલું લઇ લેવું - નિંદા તો
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૮૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૩
Page #45
--------------------------------------------------------------------------
________________
કોઇની ન કરાય, તો દેવગુરુધર્મની તો કેવી રીતે કરવી ?' આવી વાત કરે તો તમને ગમી જાય ને ? પછી તમારી શ્રદ્ધાનું શું થાય ? આજે અમને પૂછવા આવે કે ફલાણાના વ્યાખ્યાનમાં જવાય. અમારે કહેવું પડે કે તમારી શ્રદ્ધા એટલી તકલાદી છે કે તમારે ક્યાંય જવું નહિ. ભાવશ્રાવક શ્રદ્ધા-સંપન્ન હોવા છતાં જો આવા સ્થાને ન જતો હોય તો તમારે ક્યાંથી જવાય ? કોઈ પૂછે કે કેમ નથી આવતા ? તો કહેવું કે મેં સમ્યકત્વ ઉચ્ચર્યું છે તે ટકી રહે માટે નથી આવતો. ડૉક્ટરની દવા ચાલતી હોય તો ડૉક્ટર ના પાડે ને કે બહારની હવા લાગી ન જાય - તેની કાળજી રાખજો . તેમ અહીં પણ સમજી લેવું.
તમારા વ્રતની રક્ષા માટે જેમ આયતનમાં વસવાનું જણાવ્યું છે તેમ સાધુઓને પણ શ્રાવકના બંગલા-ઘરોમાં ઊતરવાની ના પાડી છે. પહેલાના કાળમાં સાધુભગવંતો ઉદ્યાનમાં અથવા ઘોડાની પરસાળમાં, ગજશાળા વગેરેમાં ઊતરતા; જયાં સુખનું સાધન જોવા ન મળે. આથી સાહેબજી પણ શ્રાવકોના બંગલામાં ઊતરવા રાજી ન હતા. કારણ કે ત્યાં મંદપરિણામી સાધુ અનુમોદના કરી બેસે. રાજામહારાજાઓ માટે રાજમહેલમાં જવું પડે તો માત્ર આચાર્યભગવંત જાય, બધા નહિ, સાધુઓના સંયમની ચિંતા આચાર્યભગવંત ન કરે તો કોણ કરે ? એક વાર આ અમદાવાદમાં કેટલાક સાધુઓ વિહારમાં બાજુમાં બીજો રસ્તો હોવા છતાં કાંકરિયા ગાર્ડનમાંથી આવ્યા. બપોરે માંડલીમાં
સાહેબજીએ એ સાધુઓની ધૂળ કાઢી નાંખી. સુખનો પડછાયો પણ જો પડી જાય તો સંયમનો નાશ થતાં વાર ન લાગે. સાધુપણામાં પણ જો આટલી સાવધાની રાખવાની હોય તો શ્રાવકે વ્રતની સુરક્ષા માટે કેટલી કાળજી લેવી જોઇએ ?
શીલગુણમાં બીજો પ્રકાર છે – કાર્ય વિના બીજાના ઘરમાં ન જવું. ઘણા દિવસ થયા, જઇ આવું - એમ કરીને ન જવું. આ રીતે નિસ્પ્રયોજન ન જવાનું કારણ જણાવતાં કહ્યું છે કે કોઇ પણ વસ્તુ તેના ઘરમાં ખોવાઇ ગઇ હોય, તૂટીફૂટી ગઇ હોય તો તે વખતે આપણે ત્યાં હોવાથી તેને શંકા આપણી ઉપર પડે. આથી તેવા આરોપથી બચવા માટે પારકાના ઘરમાં ન જવું. જોકે કાર્યપ્રસંગે પણ આવી શંકાની સંભાવના છે છતાં પણ તે માટેની સામાચારી જણાવતાં ફરમાવ્યું છે કે - અંતઃપુરને છોડીને બીજાના ઘરમાં જવું શ્રાવક માટે સહેલું છે તોપણ પુરુષ હાજર ન હોય એવા પર ઘરમાં શ્રાવકે જવું નહિ. કદાચ કાર્યપ્રસંગે જવું પડે તો પરિણત વય - મોટી વયના પુરુષને - શ્રાવકને સાથે લઇને જવું. સાધન છે માટે જઇ આવું – એવો વિચાર ન કરવો. જવું પડે તો કામ લાગે માટે સાધન વસાવવાનું. સુદર્શનશેઠે પરઘરમાં ન જવાનો નિયમ લીધો તો રાણીના સકંજામાંથી બચી ગયા. પાછળથી કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉપાડીને લાવ્યા અને અનાચાર સેવાનો આરોપ આવ્યો ત્યારે પણ અભિગ્રહ ધરીને કાઉસ્સગ્ન ધ્યાનમાં રહ્યા. દેવતાની સહાયથી ઉપદ્રવમાંથી ઊગરી ગયા. ચારિત્ર
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૫
Page #46
--------------------------------------------------------------------------
________________
પામવું છે ને ? તો જ્ઞાનીઓએ બતાવેલા નાના પણ નિયમની ઉપેક્ષા ન કરવી. આ રીતે બીજાના ઘરમાં ન જવાનો નિયમ પાળે તે સાધુપણામાં આવીને બીજાના આસને નહિ જવાનો નિયમ પાળી શકે. સાહેબજીએ અમને હિતશિક્ષા આપતાં જણાવ્યું હતું કે રાત્રે સ્વાધ્યાય માટે પણ પોતાનું આસન છોડીને બીજાના આસને ન જવું. કારણ કે સ્વાધ્યાયના નામે ભેગા થયેલા ક્યારે વિકથાના રવાડે ચડી જાય તે કહી શકાય નહિ.
સ૦ સ્વાધ્યાયમાં ભૂલ પડે તો ?
તો ગુરુભગવંતને પૂછવાનું. સૌથી પહેલાં આપણી ભૂલ આપણી જાતે જ શોધવાની. આપણી જાતે જે ભૂલ શોધી હોય તે જિંદગીમાં ફરી ન ભુલાય. અમે અમારા પંડિતજીને પણ કંઇક પૂછવા જઇએ તો તેઓ પહેલાં સામે પૂછતા કે તમે પંક્તિ ઉ૫૨ કેટલી વાર વિચાર કર્યો. અમે કહીએ કે હમણાં જ શંકા પડી. તો કહેતા કે બે-ચાર દિવસ વિચારો. એ રીતે વિચાર કરતાં અમને જાતે આવડી જતું. આજે તો મહેનત જ કરવી નથી. દિવસે સૂત્રો ગોખે તો રાત્રે સ્વાધ્યાય કરે ને ? રાતનો સ્વાધ્યાય તો લગભગ નાશ પામ્યો. અને કદાચ ગોખે તો ય શ્રાવકપ્રાયોગ્ય સૂત્રો ગોખે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો આવડે પણ પાંચ મહાવ્રતની પચીસ ભાવના ન આવડે. કારણ કે પાંત્રીસ ગુણો સમજાવવા કામ લાગે ! ચારિત્ર કે સમ્યક્ત્વાદિ ગુણોની કિંમત જેને સમજાય તે મહાપુરુષોએ બતાવેલા દરેક આચારનો આદર કર્યા વિના ન રહે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો – ૮૬
આ ગ્રંથમાં ધર્મ કરવાની યોગ્યતા ત્રણ તબક્કે વર્ણવી છે. ગુણઠાણાના ક્રમે ભાવશ્રાવક અને ભાવસાધુની યોગ્યતાની સાથે ધર્મ કરવા માટેની સર્વસામાન્ય યોગ્યતા પણ વર્ણવી છે. આજે આપણે ગુણો પામવા નથી માટે આપણે ગુણઠાણાની યોગ્યતાનો વિચાર કરતા નથી. જેને ધર્મ કરીને ધર્મનું ફળ મેળવવું છે તે યોગ્યતાની ઉપેક્ષા ક્યારે ય ન કરે. આજે ધર્મ કરવો છે પણ ધર્મનું ફળ નથી પામવું. માટે આપણે યોગ્યતા ઉપર ભાર નથી આપતા. ધર્મની યોગ્યતા ચરમાવર્ત્તકાળમાં આવે છે અને અપુનબંધક દશા આવે ત્યારે આવે છે.
સ૦ આ યોગ્યતા તો નદીઘોળપાષાણન્યાયે આવે ને ?
નદીઘોળપાષાણન્યાય તો માત્ર કર્મલઘુતા માટે, ગ્રંથિદેશે આવવા માટે કામ લાગે છે. આ રીતે ગ્રંથિદેશે તો અભવ્યો પણ અનંતીવાર આવે છે, એ યોગ્યતા ગુણપ્રત્યયિક નથી. ગુણપ્રત્યયિક યોગ્યતા તો ચરમાવર્ત્તકાળમાં આવે અને તે પણ અપુનર્બંધકદશા પામીએ ત્યારે આવે. ગ્રંથિદેશે આવવાથી ધર્મની સામગ્રી સુલભ બને છે માટે તેની કિંમત છે, પરંતુ આપણી યોગ્યતા પ્રગટી હોય ત્યારે એ સામગ્રી કામ લાગે છે. બાકી તો અચરમાવર્ત્તકાળમાં પણ આ રીતે ગ્રંથિદેશે આપણે અનંતીવાર આવ્યા છતાં તે સામગ્રી આપણને સંસારથી તારવા કામ ન લાગી.
સ૦ ચ૨માવર્ત્તકાળમાં આવ્યા છીએ કે નહિ ઃ એ શેના આધારે નક્કી કરવું ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૮૭
Page #47
--------------------------------------------------------------------------
________________
એ માટે શાસ્ત્રમાં ચરમાવર્તકાળમાં આવેલાનાં લક્ષણો જણાવ્યાં છે. દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા રાખવી, ગુણવાન પ્રત્યે દ્વેષ ન કરવો અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી. આ ગુણો ગમે એવા છે ને ? ફાવે એવા છે ને? આ દુનિયામાં જે દુઃખી જીવો છે તેમનું દુ:ખ દૂર ન કરી શકીએ, પણ તેમની પ્રત્યે દયા તો રાખી શકીએ ને? બીજાનું દુઃખ દેખાય અને દુઃખી પ્રત્યે દયા આવે તો બીજાને દુ:ખ આપવાનું તો ન જ બને ને ? આજે દુનિયાનું દુ:ખ દેખાતું નથી માટે આપણું દુઃખ જતું નથી. જે બીજાને દુઃખ આપે તેનું દુઃખ જાય નહિ. લોકમાં પણ “જેવું આપશો તેવું પામશો’ એવું કહેવાય છે. જો દુઃખ નહિ આપો તો નહિ પામો. આપણે લોકોને દુઃખ નથી આપતા, તે તેમના ઉપર ઉપકાર નથી કરતા. આપણને દુઃખ નથી જોઇતું માટે આપણે દુઃખ આપતા નથી. જેને જગતના જીવોનું દુ:ખ દેખાય તે બીજાને દુ:ખ આપી ન શકે. બીજાને દુઃખ આપીએ, છતાં આપણું દુઃખ જાય - એવું કોઇ કાળે ન બને. સ, સંસારમાં છીએ માટે દુઃખ આપવું પડે છે.
એના બદલે એમ કહો કે દુ:ખ આપવું પડે છે માટે સંસારમાં રહેવું નથી. અગ્નિને અડીએ તો બાળે એમ બોલો કે બળી ન જઇએ માટે અગ્નિને અડવું નહિ : એમ કહો ? આ સંસારનું એક પણ સુખ બીજાને દુ:ખ આપ્યા વિના ભોગવી શકાતું નથી. ગરમાગરમ ચા પણ અગ્નિકાય, અષ્કાય, વાયુકાયની વિરાધના વિના મળતી નથી. ચામાં સ્વાદ આવે છે ને ? તે આ વિરાધના
દેખાતી નથી માટે. ચામાં માખી મરે તો દુઃખ થાય ને ચા મૂકી દે, ન વાપરે. જયારે અગ્નિકાયાદિની વિરાધના થવા છતાં વાપરે તો તે વિરાધના દેખાતી નથી - માટે જ ને? આ સંસારમાં વિરાધના કર્યા વિના જિવાતું હોય તો તે એકમાત્ર આ સાધુપણામાં જ જિવાય છે. ક્ષણ વાર પણ વિરાધના નહિ અને દેશોનપૂર્વકોટિ વર્ષ સુધી જીવી શકાય એવો માર્ગ ભગવાને બતાવ્યો છે. સાધુભગવંતને આવી નિરવદ્ય આજીવિકા બતાવેલી હોવાથી જ સાધુભગવંતો જ્યારે પણ ગોચરી આલોવે ત્યારે ભગવાને બતાવેલા માર્ગ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં આ પ્રમાણે ચિંતવે છે કે – “અહો જિર્ણહિ અસાવજ્જા વિત્તી સાહૂણ દેસિઆ મુખસાહણહેસ્સિ સાહુદહસ્સ ધારણા.” (જિનેશ્વરભગવંતોએ મોક્ષને સાધનારા એવા સાધુના દેહની ધારણા માટે અસાવદ્ય-પાપરહિત એવી વૃત્તિ-ભિક્ષાચર્યા બતાવી છે તે ખરેખર અદ્ભુત છે !) આપણને જીવતા રાખે ને કોઇને મરવા દે નહિ – આ ચમત્કાર નહિ ? આજે અવિરતિનું પાપ દેખાતું નથી માટે સંસારમાં મજા આવે છે. બાકી જો આ અવિરતિ દેખાય તો ભાવશ્રાવકને સાધુ થવાનો અધ્યવસાય મજબૂત થયા વિના ન રહે. સ0 સાધુપણામાં નિર્વાહ માટે જે કાંઇ લઇએ તેમાં પણ જીવો
તો મરે જ છે ને ?
જીવો મરે એટલામાત્રથી હિંસાનું પાપ નથી લાગતું એમાં આપણો સંકલ્પ, નિમિત્ત ભળે છતાં લઇએ તો દોષ લાગે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૮૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૯
Page #48
--------------------------------------------------------------------------
________________
પરિણામે બંધ છે અને આપણે જાણવા છતાં વિરામ ન પામીએ તો પરિણામ બગડેલા છે. પરંતુ નિર્વાહ માટે સાધુ જે કાંઇ નિર્દોષ લે તેમાં સાધુનું નિમિત્ત પણ નથી અને સાધુને અવિરતિ પણ નથી માટે સાધુને પાપબંધ થતો નથી. સવ નિમિત્ત કે અવિરતિનું પાપ ન લાગે પણ શ્રાવકે હિંસાથી
જે વસ્તુ બનાવી હોય એવી વસ્તુ લેવા-વાપરવાથી સાધુને હિંસાનું પાપ લાગે ને ? લોકમાં પણ વ્યવહાર છે કે ચોરીની વસ્તુ વાપરવાથી ચોરીનું પાપ લાગે.
એક વસ્તુ યાદ રાખો કે વસ્તુ વાપરવા માત્રથી દોષ લાગે છે – એવું નથી. તેમાં અનુમોદના પડી હોય, તે બનાવવાનો આદેશ કર્યો હોય તો તેમાં દોષ લાગે. વળી શ્રાવકે પોતાના માટે આરંભ કરીને બનાવેલ વસ્તુ વર્તમાનમાં નિર્દોષ હોવાથી સાધુ ગ્રહણ કરે છતાં પાપ લાગવાનું હોય તો રસ્તાની ધૂળ પણ પહેલાં સચિત્ત હતી તે અત્યારે અચિત્ત થયા પછી એની ઉપર ચાલવાથી પણ દોષ લાગે અને તેથી સાધુ પૃથ્વી ઉપર પગ મૂકીને ચાલી પણ નહિ શકે ! વસ્તુતઃ સાધુભગવંતોએ અવિરતિનું પચ્ચખ્ખાણ કરેલું હોવાથી એ પાપ નથી લાગતું. તેમ જ હિંસાનું પાપ જીવવિરાધનાથી નથી લાગતું, આજ્ઞાવિરાધનાથી લાગે છે. ભગવાનની આજ્ઞા ન પાળવામાં અધર્મ છે, હિંસામાં અધર્મ નથી. ભગવાનની આજ્ઞાપૂર્વક શુદ્ધ ગષણા ઉપયોગપૂર્વક કરવા છતાં જો દોષિત આહાર આવે તો સાધુને દોષિત આહાર લીધાનું પાપ નથી લાગતું.
ઈર્યાસમિતિપૂર્વક ચાલવા છતાં જો જીવવિરાધના થાય તોપણ હિંસાનું પાપ નથી લાગતું. અને અનુપયોગપૂર્વક વર્તવાથી કદાચ હિંસા ન થાય તો પણ તેનું પાપ લાગે છે. કારણ કે જયણાઉપયોગમાં ભગવાનની આજ્ઞા હોવાથી ધર્મ છે અને અજયણાઅનુપયોગમાં આજ્ઞાની વિરાધના હોવાથી અધર્મ છે. આ બધું સૂમ બુદ્ધિથી વિચારવાની જરૂર છે. માત્ર ઉપરછલ્લા જ્ઞાનથી શાસનના પરમાર્થ સુધી પહોંચી ન શકાય.
આજે તમે પણ સાધુપણું લઇ નથી શકતા તે સાધુપણામાં દુઃખ છે માટે નહિ, આ સંસારના સુખની લાલચ સતાવે છે માટે. અશાતાનો ઉદય ચારિત્રનો બાધક નથી તે તો ચૌદમાં ગુણઠાણા સુધી હોય છે, જયારે ચારિત્ર-મોહનીયનો ઉદય ચારિત્રનો બાધક છે. અશાતાના ઉદયથી દુઃખ આવે છે. ચારિત્રમોહનીયના ઉદયથી સુખ ભોગવવાની ઇચ્છા થાય છે. દુઃખ તો તમે ગૃહસ્થપણામાં ય ઘણું ભોગવો છો - એથી નક્કી છે કે દુ:ખનો ભય નહિ, સુખની લાલચ સતાવે છે. સુખ ભોગવવાની ઇચ્છા એનું જ નામ અવિરતિ અને આ અવિરતિનું પાપ જ મોટું છે. એક વાર અવિરતિ છૂટે તો કેવળજ્ઞાન ગમે ત્યાં મેળવી શકાય. જે આરીસાભુવનમાં સાધુભગવંતો પગ પણ ન મૂકી શકે તે આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા, રાજયની ઇચ્છા પણ સાધુ ન કરે છતાં રાજસિંહાસન પર બેસીને કેવળજ્ઞાન પામ્યા, સ્ત્રીનો સંઘટ્ટો સાધુને નડે છતાં સ્ત્રીનો હાથ હાથમાં રાખી કેવળજ્ઞાન પામ્યા - આ પ્રભાવ અવિરતિ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૧
Page #49
--------------------------------------------------------------------------
________________
તૂટ્યાનો હતો. સાધુપણાની મર્યાદા અવિરતિના પરિણામનો ક્ષય કરવા માટે છે. એક વાર અવિરતિનો ક્ષય થયો પછી પ્રવૃત્તિ તો પૂર્વાનુવેધથી ચાલુ હોવાથી દેખાય છે. પરિણામ આવ્યા પછી પ્રવૃત્તિ કઈ છે એ નથી જોવું. પણ પરિણામ આવ્યા ન હોય તો પ્રવૃત્તિ તપાસ્યા વિના, સુધાર્યા વિના ન ચાલે. આ સંસાર અવિરતિનું ઘર છે. છ જવનિકાયની હિંસા જેમાં થાય તેનું નામ અવિરતિ, ઘરે જાઓ તો માનજો કે કતલખાનામાં આવ્યા, જે દિવસે ઘર કતલખાનું લાગશે તે દિવસે ઘર છૂટશે જ. શ્રાવકશ્રાવિકા ઘરમાં રહ્યા હોય તોપણ એ જ વિચારે કે આઠમા વરસે દીક્ષા ન લીધી માટે અહીં આ દશામાં બેઠા છીએ અને હજુ પણ પરિણામ જાગતા નથી માટે જિંદગીભર આ જ કરવાનું છે ! દીક્ષાના પરિણામ આવતા નથી એ વાત સાચી, પરંતુ એ પરિણામ લાવવા પણ અહીં આવવું પડશે, ત્યાં બેઠાં પરિણામ નહિ આવે. દીક્ષા સારી છે ને ? તો લેવી છે ને ? વસ્તુ સારી હોય તો લેવા માટે મહેનત કરો ને ? કેટલા જણને કહ્યું છે કે પચીસ ટકા પણ તૈયારી હોય તો બાકીના ટકા પૂરા કરવાની જવાબદારી અમારી. તમે એકવાર નક્કી કરો કે દીક્ષા સારી છે, ભગવાને કીધી છે તો લીધા વગર નથી રહેવું. કોણ સાચવશે ? એની ચિંતા નથી કરવી. ભગવાનનું વચન, ભગવાનનું શાસન સાચવશે, આપણું નસીબ સાચવશે. દીક્ષા નહિ લઇએ તો દુ:ખ નહિ આવે – એવું તો નથી ને ? નસીબથી વધારે દુ:ખ ક્યાંય નથી આવવાનું – એમાં આટલો
બધો વિચાર શો? પણ નક્કી કર્યું છે ને કે ધર્મ કરીશું તો દુઃખી થઇશું !- આ જ શ્રદ્ધાથી ઘરમાં બેઠા છો ને? ભાવશ્રાવકના ગુણો પેદા કરીને આપણે ભાવશ્રાવક નથી થવું, ભાવસાધુ થવાની યોગ્યતા કેળવવી છે.
બીજા શીલવ્રતમાં બે પ્રકાર આપણે જોયા. ત્રીજો પ્રકાર છે – અનુભટ વેષ ધારણ કરવો. આ વિષયમાં તો અમારે કશું કહેવાનું નથી, તમે જાતે સમજી શકો છો. અહીં જે જણાવ્યું છે - તે વાંચી જઉં છું. હલકા માણસો જેવો કે જેમાં ઉછાંછળાપણું જણાય તેવો વેષ ન પહેરવો. તેમ જ સ્ત્રીઓએ વેશ્યા વગેરેને ઉચિત વેષ ન પહેરવો. તે તે દેશ તથા કુળમાં જુદા જુદા વેષ સંભવે છે. છતાં મર્યાદાનો લોપ થાય તેવો વેષ ન પહેરવો. જે કપડાં પહેર્યા પછી આપણે જગતને મોટું ન બતાવી શકીએ એવાં કપડાં ન પહેરવાં. જેના કારણે લોકો હાંસીમશ્કરી કરે, લોકોને શરમાવાનું થાય તેવાં વસ્ત્રો શ્રાવક ન પહેરે. મોટે ભાગે કપડાં મોકળાં પહેરે, શરીરને
અડોઅડ ન પહેરે. શાસ્ત્રમાં કહ્યું છે કે એવાં વસ્ત્રો પહેરવાં કે જે પહેર્યા પછી આપણે ભદ્રમૂર્તિ લાગીએ. ભદ્રમૂર્તિ તેને કહેવાય કે જેને જોવાથી નજર ઠરે. જેના કારણે આપણે ઊઠી, બેસી ન શકીએ, ચાલી ન શકીએ – એવો વેષ ન હોવો જોઇએ. ત્રણ લોકના નાથ પાસે કે સંસારતારક પાસે જઇએ અને વિનય ન કરી શકીએ એવો વેષ શ્રાવકનો હોય - તે ચાલે ? આજે તો વિચિત્ર વસ્ત્રો ધારણ કરી પોતાનું સ્વરૂપ પોતે જ બગાડે - એવી દશા છે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૩
Page #50
--------------------------------------------------------------------------
________________
મર્યાદાશીલ વેષ સૌને ગમે માટે તેવો વેષ ધારણ કરવો. અત્યારે તો બધા સરખેસરખા ભેગા થયા હોવાથી કોઇને ખરાબ લાગતું નથી. એટલામાત્રથી ઉદ્ભટવેષ અનુદૃભટ ન બને. લોક એટલે શિષ્ણલોકો સમજવા. આ અનુદૃભટ વેષથી બચવા માટે સાધુપણું સૌથી શ્રેષ્ઠ છે. આપણે તો ચોળપટ્ટો અને કપડા-કામળી આ વેષ ધારણ કરવો છે ને ?
શીલવંત ગુણનો ચોથો પ્રકાર છે કે વિકારી વચનો ન બોલવાં. બોલબોલ કરવાના સ્વભાવવાળા વ્રતનું પાલન ન કરી શકે. વિચાર્યા વગર ન બોલવું. વિચારવાનું શું ? આપણા બોલવાના કારણે કોઇને રાગ, દ્વેષ કે મોહ ઉત્પન્ન થાય એવું નથી ને ? – એટલું વિચારીને બોલવું. આપણા બોલવાથી કોઇને રાગ થાય, આપણા બોલવાથી કોઇને દ્વેષ જાગે અથવા આપણા બોલવાથી કોઇને વિપરીત જ્ઞાન થાય તેવું ન બોલવું. આપણા બોલવાથી કોઇને પણ કોઇ યુગલ ગ્રહણ કરવાનું મન થાય તેવું ન બોલવું. આ અસાર એવા સંસારમાં દૂધ, દહીં, શીતળ જળ, સુગંધી પદાર્થો, સુંદર સ્ત્રીઓ સારભૂત છે. પ્રિયાનું દર્શન મળે તો અન્યદર્શન(ધર્મ) વડે સર્યું... આ બધાં રાગવર્ધક વચનો છે. અસારમાંથી સારને ગ્રહણ કરવાની વૃત્તિવાળા અસારનો ત્યાગ નહિ કરી શકે. તે જ રીતે બીજાને ઉતારી પાડવા માટે કઠોર, કર્કશ વચન ન બોલવાં. આજે તો ઘરના લોકોને ઉપદેશ પણ એ રીતે આપે કે સાંભળનારા કહે કે – અમે પણ વ્યાખ્યાન સાંભળીએ
છીએ – અમને કહેવાની જરૂર નથી. શ્રાવક ધર્મકથા પરિવારજનો આગળ કરે, પણ તે પરિવારજન ઊભગી જાય – એટલું ન ખેંચે. છ લશ્યાની સાથે ઉપદેશની લેશ્યા છે – એવું કોઈને કહેવું પડે તે રીતે શ્રાવક ન વર્તે. તેમ જ ધર્મવિરોધી વચનો પણ ન બોલે. કોઈ ધર્મમાં પ્રવૃત્ત થયો હોય તેને સંમોહ થાય એવું ન બોલે. પૂજા કરનારને કહે કે પથ્થરની પૂજાથી શું વળે ? તેના કરતાં સાધુપણું લેવું સારું... આ રીતે ન કહેવું. સ્વાધ્યાય કરનારને વિક્ષેપ પાડવા કહે કે આના કરતાં વૈયાવચ્ચ કરવી સારી... આવું આવું ન કહે. તેમ જ ‘આ લોકનાં દૂષ્ટ સુખોને છોડી પરલોકની આશાથી ધર્મ કરવો – એ તો મૂર્ખાઇ છે” – એવું પણ ન બોલવું. સામા માણસને પોતાના ગુરુ પ્રત્યે અસદૂભાવ જાગે, તે આરાધનામાં શિથિલ બને એવાં પણ વચનો શ્રાવક ન બોલે.
ભાવશ્રાવકને શીલવાન બનવું હોય તો તે છ પ્રકારે પ્રયત્ન કરે છે. તેમાં પાંચમો પ્રકાર છે બાળક્રીડાનો ત્યાગ કરવો. ક્રીડા બાલ નથી, બાલજીવોને છાજે એવી ક્રીડાને બાલક્રીડા કહેવાય. બાલ પદ પંડિતજનોની ક્રીડાના વર્જન માટે નથી. કારણ કે પંડિતજનો-બુદ્ધિમાનજનો ક્રીડા કરે જ નહિ. કારણ કે ક્રીડા તો અનર્થદંડ કહેવાય. જેમાં લાભ કશો જ નહિ ઉપરથી સમયનો વેડફાટ અને કર્મનો બંધ તેનું નામ અનર્થદંડ. અહીં જે ક્રીડા બતાવી છે તે શતરંજ, સોગઠાબાજી વગેરે બતાવી છે. વર્તમાનકાળમાં તો ક્રિકેટ, હોકી, ફૂટબોલ વગેરે બતાવવી પડે. એ બધી પણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૫
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉપલક્ષણથી સમજી લેવાની છે. અંતકડી, અંતાક્ષરી રમવી, છાપું વાંચવું... આ બધાં જનરલનોલેજનાં સાધન નથી, અનર્થદંડનાં સાધન છે. ક્રીડા એ અનર્થદંડ છે તેથી ક્રીડાનાં સાધન એ અનર્થદંડનાં જ સાધન છે. શ્રાવકના ઘરમાં આવાં સાધન ન હોય ને ? ગમે તેટલો વિદ્વાન હોય તોપણ આવી વ્યર્થ પ્રવૃત્તિમાં હાથ ન નાખે. જેને પૂર્વોતર્ગત શ્રુતના જાણકાર બનવું હોય, દ્વાદશાંગીના જ્ઞાતા બનવું હોય તેને આવો વ્યર્થ સમય વેડફવાનો ન પાલવે. આજે નિરર્થક ક્રીડા કરવાની ટેવ પડી છે માટે સાર્થક ક્રિયાઓ કરી શકતા નથી. સાધુભગવંતો ક્રીડા નથી કરતા. એ યોગ્યતા કેળવવા માટે બાળક્રીડાનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. જેને ભણવાનું નથી, ગમતું તેને રમવાનું ગમે છે – એમ સમજી લેવું. સ0 રમવાનું ગમે છે માટે ભણવાનું નથી ગમતું.
ના, ભણવાનું ગમતું નથી માટે રમવાનું ગમે છે. ભણવાનું ગમતું હોય તો તે રમવાનું ગમતું હોવા છતાં છોડ્યા વિના ન રહે. ભાવેશ્રાવક પણ ક્રીડા ન કરે તો સાધુ ક્યાંથી કરે ? અનર્થદંડજેવું. ભયંકર એકે પાપ નથી. સ0 યુધિષ્ઠિરજેવા પણ જુગાર રમતા હતા.
તમે કથાનક આવાં સાંભળો છો ? યુધિષ્ઠિર જુગાર રમતા હતા તે યાદ રહ્યું, પણ યુધિષ્ઠિરે જુગાર છોડીને દીક્ષા લીધી, કેવળજ્ઞાન પામી ગયા તે યાદ ન રહ્યું ને? એ મહાપુરુષો જુગાર રમતા હતા માટે યાદ કરીએ છીએ કે સત્યવાદી હતા, સાધુ થઇ
મોક્ષે ગયા માટે યાદ કરીએ છીએ ? મહાપુરુષોનાં દૃષ્ટાંત ખોટી રીતે ન વિચારો. સ0 કહેવાનો આશય એ છે કે ક્રીડાની ટેવ પડી હોય તો...
તો ભાવશ્રાવકપણું નહિ આવે. ભાવશ્રાવક બનવું હશે તો ક્રીડાની ટેવ છોડવી જ પડશે. જેને સાધુ થવું હોય તેના માટે ભાવશ્રાવકપણું છે, જો સાધુ ન થવું હોય તો જે ચાલે છે તે બરાબર છે. આજે તો સાધુપણામાં પણ ક્રીડા પેસી ગઇ. તેનું કારણ એ છે કે ભાવશ્રાવક બન્યા વિના અહીં આવી ગયા છે. સાધુ ઊભા ઊભા ધૂળમાં પગના નખથી લીસોટા પાડે તે પણ બાળક્રીડા છે. સ0 છાપું વાંચવું બાળક્રીડા ? તેનાથી સંસારની અસારતાનું
ભાન થાય ને?
હજુ સુધી છાપું વાંચીને દીક્ષા લીધી હોય એવું કોઇ મળ્યું નથી, સાંભળ્યું નથી. આજે તો સાધુ-સાધ્વી પણ છાપામાં વાંચે શું ? “સફરજન ખાવાથી નિરોગી રહેવાય.' એવા નુસખા વાંચે અને ગોચરીમાં સફરજન આવે તેની રાહ જોતા બેસે ! કપડાનાં ડાઘ કાઢવા માટે નવી વસ્તુ આવે તો તે અજમાવે. આ બધું અનર્થદંડ જ છે ને ? આજે તો ભણવું-ગણવું ગમતું નથી, બાહ્યપ્રવૃત્તિનો રસ વધતો ચાલ્યો છે. આવામાં ક્રીડા કરવાનું ટાળવું જ પડશે. આ તો ભગવાનનો વરઘોડો જાય તો ય જોવા માટે ઊભો થઈ જાય. સ0 વરઘોડો જોવા માટે ઊભા રહેવું તે અનર્થદંડ !?
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૯૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૭
Page #52
--------------------------------------------------------------------------
________________
વરઘોડો જોવા નહિ જવાનું, વરઘોડામાં જવાનું. ભગવાનનો વરઘોડો હોય તો તેમાં આપણે હાજરી આપવાની, જોવા નહિ ઊભા રહેવાનું. વરઘોડો તો લોકો શાસનની અનુમોદના કરે માટે કાઢવાનો છે. જેઓ શાસનના પરમાર્થને પામેલા હોય તેઓ વરઘોડો જોવા ન ઊભા રહે, વરઘોડો કાઢે. કાઢવાની શક્તિ ન હોય તો સાથે ફરી શકે ને ? જેનું સામર્થ્ય ન હોય તેવા ઊભા રહે – એ જુદી વાત. પણ સામર્થ્ય હોય તે તો વરઘોડામાં ફરે જ ને ? સ૦ ભગવાનનો નહિ પણ તપસ્વીનો વરઘોડો હોય તો ?
તપસ્વીએ પણ ભગવાનના શાસનનો જ તપ કર્યો છે તો તેનું બહુમાન નહિ કરવાનું ? ચંપાશ્રાવિકાએ તપ કર્યો તો ત્યારે સાજનમહાજન ભેગું થયું હતું માટે પ્રભાવ પડ્યો ને ? બધા બારીએથી જોવા ઊભા રહ્યા હોત તો ચંપાશ્રાવિકાને એકલાં જ જવાનો વખત આવત ને ? સાજનમહાજન ભેગું હતું ત્યારે તો અકબર બાદશાહે પૂછ્યું, પરીક્ષા કરી અને છેવટે પોતે પણ પ્રતિબોધ પામ્યા. આજે તો ચોમાસા વગેરે માટે આચાર્યભગવંતાદિનો પ્રવેશમહોત્સવ કરે ત્યારે સામૈયામાં કેટલા હાજર હોય ? જેટલા બેન્ડવાળા હોય એટલા ય નહિ ને ? આજે તો સાધુસાધ્વી પણ સામૈયામાં જોવા ન મળે. પહેલાં તો અમારે ત્યાં એવો રિવાજ હતો કે બધાં સાધુસાધ્વી ઉપધિ બાંધીને સામૈયામાં ફરે. કારણ કે આચાર્યભગવંતની આગળ, તેમના પહેલાં જવાય નહિ. આગળની મકાનની વ્યવસ્થા વગેરે માટે જવું પડે તો એકાદ
ભાવશ્રાવકનાં છ લક્ષણો = ૯૮
બે જણ જાય, બધા ન જાય. આજે ન તો સાધુસાધ્વી હાજર હોય ન તો શ્રાવકશ્રાવિકા હાજર હોય, માત્ર આચાર્યભગવંત સાથે એકાદ-બે સાધુ અને જેના ઘરનું સામૈયું હોય તેના બે-ચાર માણસો હોય. આ રીતે સામૈયું કરે તો શાસનની ઠેકડી ઉડાડવા જેવું થાય ને ? જેને બહુમાન ન હોય એવાઓ સાધુનું બહુમાન કરે તો આ જ દશા થાય. શાસનની આરાધના ન થાય તોપણ શાસનની સાથે રમત ન કરવી.
સ૦ શાસ્ત્રમાં એવું આવે છે કે સાધુભગવંત વિશિષ્ટ તપ-સાધના કરીને આવ્યા હોય તો બહાર ઉદ્યાનમાં ઊતરે અને સંઘમાં કહેવડાવે પછી સામૈયાસહિત પ્રવેશ કરે. એટલે સામૈયા વગર ન અવાય ને ?
સામૈયા વગર ન જવાની વાત તો જેઓ બહુમાનવાળા હોય તેઓને આશ્રયીને છે. જેઓને બહુમાન જ ન હોય તેવાઓ સામૈયા ન કરે એ જ સારું છે. આ માત્ર વ્યવહાર સાચવવાની વસ્તુ નથી. ભગવાનનું શાસન લોકોના હૈયા સુધી પહોંચાડવાનું સાધન છે. જેના હૈયામાં શાસન હોય તે બીજાના હૈયામાં શાસન પહોંચાડી શકે. જેને કરવું જ હોય તેની પાસે તો ઘણા રસ્તા છે. જમણવાર રાખે તો લોકો આવે ને ?
સ૦ જમવાની લાલચ આપી ન કહેવાય ?
આ લાલચ આપવાની વાત નથી, અનુકૂળતા સાચવવાની વાત છે. પ્રભાવનાની અગાઉથી જાહેરાત કરવી તે લાલચ આપી ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૯૯
Page #53
--------------------------------------------------------------------------
________________
કહેવાય. બાકી સાધર્મિકને વિનંતિપૂર્વક બોલાવીને ભક્તિ કરીએ એ લાલચ આપી ન કહેવાય. લોકો ખાવાના લાલચુ નથી હોતા પણ રાંધવાનું અને પ્રસંગે હાજર રહેવાનું એ બે વસ્તુ સાથે ન ફાવે. તમે તેમની જવાબદારી ઓછી કરો તો તેઓ તમારા પ્રસંગ ઉપર હાજર રહેશે જ. લોકોને ભેગા કરવા છે, પણ તે આપણું નામ ગજાવવા માટે નહિ, લોકોના હૈયામાં શાસન વસાવવા માટે કરવા છે. પહેલાં હૈયામાં પોતે શાસન પ્રત્યે બહુમાન કેળવે, પછી બોલાવે. જેને આમંત્રણ આપો તેને કહી જ દેવાનું કે તમે ઘરે રસોડું બિલકુલ બંધ રાખજો. છોકરાઓનું સ્કૂલનું ટિફિન પણ અહીંથી જશે અને નોકરચાકર પણ અહીં જ જમશે.
સ૦ આના માટે તો ઘણી ઉદારતા કેળવવી પડે, તો જ શક્ય બને.
આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે ઉદારતા એ ધર્મસિદ્ધિનું પહેલું લિંગ છે. એક વાર ઉદારતા કેળવો તો જ ધર્મ પરિણામ પામશે. શ્રાવક, ધર્મમાં જ નહિ સંસારમાં પણ ઉદાર હોય. શ્રાવકની ઉદારતા તો એવી હોય કે કોઇ પણ જગ્યાએ ભાવતાલ ન કરે. માત્ર ધર્મ માટે જ નહિ, પોતાની જરૂરિયાત માટે પણ કોઇને કસે નહિ. તમને ઘરાક કેવો ગમે ? ભાવતાલ કરે તેવો કે ભાવતાલ ન કરે એવો ? ઘરાક ભાવતાલ ન કરે તો ગમે અને તમે ભાવતાલ કરો - એ ચાલે ? આપણને જે ગમે નહિ તેવું વર્તન આપણે ન કરવું. મફતનું ખાવાની અને ઓછી મહેનતે વધુ મેળવવાની વૃત્તિના કારણે આવું બને છે. આ સ્વભાવ લઇને અહીં આવે એટલે
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૦૦
એ વૃત્તિ ધર્મમાં પણ આડી આવે જ. અહીં પણ ભણવા બેઠા પછી મહેનત નથી કરવી, ધૂણીને ગોખવું નથી અને બે-ત્રણ વાર ગોખીને આવડી જાય તો વધુ વાર ગોખવું નથી. એના કારણે કદાચ ગાથા આવડી પણ ગઇ હોય તોય ભુલાતાં વાર નહિ લાગે. એના બદલે ભલે મહેનત પડે પણ બરાબર ધૂણીને ગોખવું છે, સો વાર બોલવું પડે તો સો વાર બોલીશું. નિર્જરા કરવી છે ને ? તો જેટલી મહેનત કરીએ તેટલું સારું જ છે.
બાળક્રીડાનો ત્યાગ કર્યા બાદ છઠ્ઠા પ્રકાર તરીકે જણાવ્યું છે કે કોઇની પણ પાસેથી કામ લેવું હોય તો મધુર નીતિથી વર્તવું. મધુર સ્વરે, હૈયાની કૂણાશથી કહેવું. સત્તાના કેફમાં બોલીને કામ નથી કરાવવું. શ્રાવક પરિવાર લઇને બેઠો હોવાથી તેને બધા પાસેથી કામ લેવું પડે. માતાપિતા પાસે ધર્મનાં કામ કરાવે, દીકરાદીકરી પાસે વિનયનાં કામ કરાવે, નોકરચાકર પાસે ધંધાનાં કામ કરાવે. પણ આ દરેક કાર્યો સામપૂર્વકનાં વચનો દ્વારા કરાવે. માતાપિતાને ધર્મકાર્યમાં જોડતી વખતે એમ ન કહેવું કે - ‘નકામાં બેઠાં છો એના કરતાં વ્યાખ્યાનમાં જાઓ.’ ધંધામાં પણ નોકરચાકર વગેરેને અરે તુરે કહીને ન બોલાવે. સૌમ્ય ! સુંદર ઇત્યાદિ વચનોથી બોલાવીને તેને કહેવું કે – “આ પ્રમાણે કર, આ પ્રમાણે કરવાથી આ કાર્ય સુખરૂપ સારી રીતે કરેલું થાય છે.' આ રીતે મધુર સ્વરે નાનાની સાથે વ્યવહાર રાખવો. કહ્યું છે કે પ્રિય લાગે તેવાં વચનોથી સૌ ખુશ થાય છે, માટે તેવાં વચનો બોલવાં. તેમાં ય
ભાવશ્રાવકનાં છે લક્ષણો = ૧૦૧
Page #54
--------------------------------------------------------------------------
________________
જો પરિવારવર્ગ અશિક્ષિત-કેળવણી-સંસ્કાર વિનાનો હોય તો સ્વામીને ઘણો ખેદ કરવો પડે છે, માટે હંમેશાં કોમળ વચનથી શિખામણ આપવી જોઇએ. સ0 અત્યારે તો આવાં વચનોથી બોલીએ તો એક કાનમાંથી
સાંભળી બીજે કાનેથી કાઢી નાંખે.
તેનું કારણ એ છે કે તમે પહેલેથી સૌમ્યતા રાખી નહિ. પહેલેથી વાતે વાતે ટોક ટોક કરીને તેમને ઉદ્ધત બનાવી દીધા હોય તો તમારાં વચન ગણકારે જ ક્યાંથી ? હજુ પણ સુધરવું હોય તો ઉપાય છે કે ઘરના લોકોની માફી માંગીને કહો કે અત્યાર સુધી જે ગુસ્સો કર્યો, તમને સંતાપ્યા તેની માફી માંગું છું. આચાર્યભગવંતે આજે જે વાત કરી તે મને હૈયે સ્પર્શી ગઇ છે માટે હવે ગુસ્સો નહિ કરું, કઠોર વચન નહિ બોલું... તેમને જે જોઇતું હોય તે આપી દેવું. આમેય કકળાટ કરીને આપવું જ પડે છે તો શાંતિથી પ્રેમપૂર્વક કેમ ન આપીએ ? - આટલો વિચાર આવે ને ? ઘરમાં આપણા માટે બે અક્ષર સારા બોલે એવો એક માણસ જડે ખરો ? તમને લોકોને ઘરમાં રહેતાં નથી આવડતું. આથી હવે તો ઘરની બહાર કાઢવા જ પડશે. સ0 ઘરમાં રહેતાં નથી આવડતું તો ત્યાં આવીને શું કરીશું?
અહીં તો અમે તમને સીધા કરીશું. ત્યાં તો તમારે માથે બધાને સીધા કરવાની જવાબદારી હતી તેથી તકલીફ હતી. ગુરુભગવંત પોતાના ગુરુનો વિનય કરતા હોય તો શિષ્યને કહેવું
ન પડે. ગુરુ પોતે અવિનય ન આચરે તો શિષ્ય કેવી રીતે આચરી શકે ? તમારે ત્યાં તો માબાપની જવાબદારી પત્નીના માથે નાંખી દે ને ? આપણે જાતે માબાપની સેવા કરીએ તો વહુને કહેવાનો વખત જ ન આવે. પેલી સામેથી કહે કે - તમારાં માબાપ એ મારાં માબાપ. તો આ કહે કે મારાં માબાપની સેવા હું જ કરીશ. તમે જાતે કરવા માંડો તો વહુ સાસુસસરાની અને દીકરાઓ દાદાદાદીની સેવા કર્યા વગર ન રહે. આપણાં માબાપ આપણા ઉપકારી છે તો તેમની સેવા બીજાને માથે નથી નાંખવી. આજે અમારે ત્યાં પણ દીકરો પ્રભાવક હોય તો તેના પચીસ શિષ્યો તેની સેવા કરે અને પેલો બાપાગુરુની સેવા ન કરે. પોતે જ જો પોતાના ગુરુની પડિલેહણ, માગું પરઠવવું, કાપ કાઢવો વગેરે માટે તૈયાર થાય તો શિષ્યો એની મેળે કરવા માંડે. ઘરને સુધારવા બેસવું તેના કરતાં આપણે સુધરી જવું છે. આપણા નોકરો એમ કહે કે પરમાધામી જેવા શેઠ મળ્યા છે, જંપીને બેસવા દેતા નથી : એ શું આપણી શોભા છે ? નોકરો પ્રત્યે માત્ર વાણીની નહિ, હૈયાની મીઠાશ જોઇએ. એ પણ પોતાના પાપના યોગે નોકર થયો છે - એમ માની કસ નથી કાઢવો. કામમાં થોડી આળસ કરે તો ‘આરામના પૈસા નથી આપતા', એકાદ ઝોકું ખાય તો ‘ઊંઘવાના પૈસા નથી આપતા' આવું આવું ન બોલવું. તમે બપોરે આરામ કરો તો એને પણ કહેવાનું કે થાક્યો હોય તો થોડી વાર આડો પડ. સવ માણસને જલસા કરવા માટે રાખવાના ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૩
Page #55
--------------------------------------------------------------------------
________________
તમે જલસા કરો છો ને ? તો બીજાને કરાવવા માટે કેમ અચકાઓ છો ? તમે જલસા ન કરો તો એ પણ એની મેળે જ જલસા છોડી દેશે. તમને માનસન્માન ગમે છે ને બીજાનું અપમાન કરવું છે, તમને આરામ ગમે છે ને બીજાનો કસ કાઢવો છે : આ કેમ ચાલે ? અમારે ત્યાં નિયમ છે કે ‘સાત્મન: પ્રતિજૂના રેષાં ૧ સમારેત્ ' આપણને જે પ્રતિકૂળ હોય તે બીજા પ્રત્યે ન આચરવું. આજે તો નોકરી ફરિયાદ કરતા થઇ ગયા કે શેઠ લાખોના ચઢાવા લે છે અને અમારો પગાર કાપે છે. તમે નોકરોની સાથે મધુર-સીધો વ્યવહાર કરશો તો નોકર તમને વફાદાર બનશે. આપણામાં વિનય ન હોય અને આખા ગામને વિનયના પાઠ શીખવવા બેસવું - એ વ્યર્થ છે. વફાદાર નોકર સ્વામીના કઠોર વચન પણ સહી લેશે, પરંતુ એના કારણે શેઠનું શીલવ્રત સચવાઇ નહિ જાય. કોણિક અને હલ્લવિહલ્લ વચ્ચે સેચનક હાથી માટે યુદ્ધ થયું હતું. તે વખતે રોજ રાત્રે હલ્લવિહલ્લ સેચનક હાથી પર બેસીને કોણિકની છાવણીઓને હેરાન કરતા. તેથી કોણિકના માણસોએ હાથીના માર્ગમાં ખાઇ કરીને અંગારા ભર્યા અને ઉપરથી પાંદડાથી ઢાંકી દીધી. રાત્રે અવધિજ્ઞાની સેચનક અંગારા જાણી ખાઇની આગળ જતો નથી, ઊભો રહી ગયો. તેથી હલ્લવિહલે ગુસેથી કહ્યું “તું પણ ફરી ગયો.” તે આઘાતજનક વચનો સાંભળી સેચનકે હલ્લવિહલ્લને ચૂંઢથી નીચે ઉતાર્યા અને પોતે ખાઇમાં બળી મર્યો. વફાદાર હાથીનું પોતાની ભૂલના કારણે
આવું મૃત્યુ જાણી હલ્લવિહલ્લ વિરક્ત થયા, બાજુમાં રહેલા દેવે ભગવાન પાસે તે બેને મૂક્યા, તેમણે દીક્ષા લીધી. આપણી વાત તો એટલી છે કે આપણા પરિવાર કે નોકરચાકરની પ્રત્યે સત્તા તથા તિરસ્કારભર્યું વલણ રાખવું નહિ.
આ રીતે શીલગુણના છ પ્રકાર બતાવ્યા પછી હવે એ છ પ્રકારના પાલનથી ગુણ અને અપાલનથી દોષની પ્રાપ્તિ થાય છે તે જણાવે છે. આયતન સેવવાથી બધા દોષો નાશ પામે છે અને ગુણો વૃદ્ધિ પામે છે. તબિયત બગડે તો હોસ્પિટલમાં જાઓ કે હોટલમાં ? હોટલમાં જવાથી રોગ વકરે જ્યારે હોસ્પિટલમાં જવાથી એક રોગની સાથે બીજા પણ રોગોનું નિદાન થવાથી રોગમુક્ત બનાય અને સુંદર આરોગ્યની પ્રાપ્તિ થાય. તેની જેમ અહીં સમજવું. આયતનમાં જવાથી મિથ્યાત્વ જાય, સમ્યકત્વ નિર્મળ બને; અવિરતિ જાય, વિરતિ પ્રાપ્ત થાય; સરાગતા જાય અને વીતરાગતા પમાય. અખાડામાં જઇએ તો શિથિલતા નાશ પામે અને શરીર ખડતલ, ર્તિવાળું બને ને ? જ્યારે પરગૃહમાં જવાથી અભ્યાખ્યાનના કારણભૂત કલંકની પ્રાપ્તિ થાય છે. શીલવાળા સાધુને પણ આવા કલંકની સંભાવના હોવાથી ભિક્ષા કાજે પરઘરમાં જતી વખતે બેસવાનો નિષેધ કર્યો છે. કારણ કે તેના કારણે અનાચાર થાય છે, અબોધિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્ય નાશ પામે છે. જીવોની હિંસા થાય છે, ઝાંઝરિયા મુનિની જેમ પોતાના ઘાતનો પણ પ્રસંગ આવે છે, સ્ત્રીઓને શંકા ઉત્પન્ન થાય છે. માટે
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૦૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૫
Page #56
--------------------------------------------------------------------------
________________
કુશીલને વધારનારું આવું સ્થાન દૂરથી તજવાજેવું છે. કહ્યું છે કે જયાં સુધી સ્ત્રીની નજર પડતી નથી ત્યાં સુધી પુરુષના ગુણો ટકે છે, બાકી તેના નિયમમાં ભંગ થતાં વાર લાગતી નથી. ત્રીજા પ્રકાર માટે જણાવ્યું છે કે ધર્માત્મા સૌમ્ય શાંત આકૃતિવાળો હોય તો જ શોભે છે માટે સૌમ્યવેષને ધરનારો હોય. જે અકામીકામરહિત પુરુષ હોય તેને મંડન-સારા અલંકાર વેષ ઉપર રાગ હોતો નથી, ટાપટીપ ગમતી નથી હોતી. તે જ રીતે વિષયવિકારને વધારનારાં વચનોથી રાગરૂપી અગ્નિ પ્રજવલિત થાય છે માટે તેવાં વચન ન બોલે. એ જ રીતે કોઇના મર્મ, કર્મ અને જન્મ કદી પ્રગટ કરવાં નહિ. કારણ કે મર્મ અને કર્મથી વીંધાયેલાં પોતે મરે છે અથવા બીજાને મારે છે. અનર્થદંડનું પાપ તો બાળક્રીડામાં સ્પષ્ટ જ છે. છઠ્ઠા પ્રકારમાં જણાવ્યું છે કે કઠોર અને કડવાં વચનથી ધર્મની હાનિ અને લઘુતા થાય છે. કઠોર વચન બોલવાથી એક દિવસનો તપ (ઉપવાસ) નાશ પામે છે, તિરસ્કાર કરવાથી એક મહિનાનો, ગાળો આપવાથી, ઝઘડો કરવાથી એક વર્ષનો અને મારવાથી આખા જીવનનું ચારિત્ર નાશ પામે છે. આગળ કહ્યું છે કે નિરંતર કઠોર વચન બોલવાથી પરિવાર વર્ગ આપણી પ્રત્યે ઉદાસીન થાય છે. તેથી જૈનોએ સર્વપ્રકારે કોઇ પણ રીતે) કષાયમુક્ત થવું જ જોઇએ. છેલ્લે જણાવે છે કે જેઓ કુસંસ્કારથી વાસિત થયા હોય તેમને ગુસ્સો આવે તે બનવાજોગ છે, પણ જેઓ જિનેશ્વરભગવંતનાં વચનોરૂપી જળથી સિંચાયેલા હોય તેઓ પણ
જો કષાયને આધીન થાય તો તે સૌથી મોટું આશ્ચર્ય છે – આવાઓ માટે તો કોઇ ઔષધ નથી. આ અનુસંધાનમાં મહાશતક શ્રાવક કે જે ભગવાનના દસ શ્રાવકમાં આવે છે તેમનું કથાનક છે તે આપણે જોઈ લેવું છે.
જયારે જયારે કષાય આવે ત્યારે આ મંત્રજાપ કરી લેવો કે લિૌકિકશાસનમાં રહેલા ગુસ્સો કરે તે બનવાજોગ છે પણ લોકોત્તરશાસનમાં રહેલા ગુસ્સો કરે તો તો પાણીમાં આગ લાગી એમ માનવું પડે. આજે આપણે લોકોત્તરશાસનમાં છીએ ખરા પણ સામ્રાજય માત્ર કષાયનું જ વર્તે છે ને ? મહાશતક શ્રાવક ચારિત્ર ભલે ન પામ્યા પરંતુ ચારિત્રને પ્રાપ્ત કરાવે એવું ભાવશ્રાવકપણું ચોક્કસ પામ્યા હતા. મહાશતક શ્રાવકે જે સંયોગોમાં કષાય કર્યો તે જોતાં તો આપણે મોટું નીચું નાંખવું પડે એવું છે. છતાં પણ ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજાને તેમની પાસે મોકલી પોતાના કષાયની આલોચના કરવાનું જણાવ્યું હતું. મહાપુરુષો આપણા ઉપર અનુગ્રહ કરવામાં કચાશ તો રાખતા જ નથી, પરંતુ આપણે તે અનુગ્રહ ઝીલવામાં કચાશ રાખી છે માટે આપણો નિસ્તાર થતો નથી.
મહાશતક શ્રાવકની કથામાં જણાવ્યું છે કે રાજગૃહ નગરમાં મહાશતક નામનો ગાથાપતિ હતો. જેની પાસે આઠ કરોડ સોનૈયા જમીનમાં દાટેલા હતા. આવું સાંભળવું તમને ગમી જાય ને ? આઠ કરોડ તેના વ્યાજે ફરતા હતા. આઠ કરોડ દેશ-પરદેશના
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૦૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૭
Page #57
--------------------------------------------------------------------------
________________
વ્યાપારમાં વિસ્તારેલા હતા. તેમ જ દસ દસ હજાર ગાયોવાળાં દસ ગોકુળ હતાં. તેને રેવતી વગેરે તેર પત્નીઓ હતી. તેને પણ પિયરમાંથી આ જ રીતે આઠ આઠ કરોડ નિધાનમાં, વ્યાજમાં, વેપારમાં અને દસ ગોકુળ આવેલાં. જયારે બાકીની બાર પાસે એક એક કરોડ સોનૈયા અને એક એક ગોકુળ હતું. આ મહાશતક શ્રાવક ઋદ્ધિમાન, દેદીપ્યમાન, કોઇનાથી પરાભવ ન પામનારો, સાર્થવાહોમાં મુખ્ય અને સગાસ્નેહીઓને પ્રિય હતો. એક વાર રાજગૃહીનગરમાં ભગવાન શ્રી મહાવીરપરમાત્મા પધાર્યા અને શ્રેણિક મહારાજા આદિ વંદન માટે આવ્યા ત્યારે ભગવાને જન્મ, જરા, રોગ, મરણાદિથી ભરેલો આ સંસાર અસાર છે, ધર્મસામગ્રીસંપન્ન મનુષ્યભવ દુર્લભ છે. ઇત્યાદિ સમજાવી ધર્મમાં જ ઉદ્યમ કરવાનું જણાવ્યું. આ દેશના સાંભળી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા અને પોતપોતાને ઉચિત વ્રત લઇને સ્વસ્થાને ગયા. મહાશતકે પણ સમ્યક્ત્વહિત બાર વ્રત જાણે મહાનિધાન પ્રાપ્ત થયું હોય તેની જેમ ગ્રહણ કર્યા. તેમને કરોડોના નિધાનનો આનંદ ન હતો, વ્રતગ્રહણનો આનંદ હતો. અહીં કાંઇ પ્રભાવના કર્યાનું વર્ણન નથી આવતું. આજે અમારાં માસિકો એનાથી ભરેલાં હોય. એ લોકોને પ્રભાવના કરતાં વ્રતપ્રાપ્તિનો આનંદ વધારે હતો. આ રીતે વ્રતકર્મમાં રત થયેલા શ્રાવકના કારણે ભારે કર્મી એવી રેવતી અત્યંત ખેદ પામી, જરા પણ બોધ પામી નહિ, ઉપરથી વિષયોમાં ડૂબવા લાગી, માંસ-મદિરામાં લોલુપ બની. એક વાર
અમારિ (કતલખાના બંધ)ની ઘોષણા હોવાથી નગરમાં માંસ ન મળ્યું. તેથી નોકરો પાસેથી પોતાના ગોકુળમાંથી બે વાછરડાનું માંસ મંગાવ્યું. પછી તો એમાં અત્યંત આસક્ત બનેલી તે રોજ બેબે વાછરડાનું માંસ ખાવા લાગી. એક વાર દુષ્ટ સ્વભાવવાળી રેવતીની વિષયલાલસા વધવાથી પોતાની બારે ય સપત્નીઓને વિષ તથા શસ્ત્રના પ્રયોગથી મરાવી નાંખી અને તેમની સંપત્તિ કબજે કરી અતિર્ષિત થઇ. સ0 મહાશતક શ્રાવકને કશી ખબર ન હતી ?
તેમને થોડીઘણી ખબર તો હતી, પણ તેઓ સંસાર પ્રત્યે ઉદાસીન હતા. આજે તમારે ત્યાં નિયમ ખરો કે ધણીની જાણ બહાર કશું કરવું નહિ ? અમારે ત્યાં પણ તકલીફ છે. ગુરુની જાણબહાર વસ્તુ વસાવવામાં સંકોચ નથી. અમે ચોમાસું કરીને સાહેબજીને ભેગા થઇએ ત્યારે અમારી કામળી, ચશ્માની ફ્રેમ કે પેન બદલાઇ ગઇ હોય તો તરત તેઓશ્રી અમને પૂછતા અને અમારે પણ વ્યાજબી કારણ બતાવવું પડે. એક વાર મારે એવું બન્યું કે ચોમાસામાં એક ભગતે સાબુની ગોટી વહોરાવેલી, તે મેં મારી પાસે રાખેલી. એક વાર આચાર્યભગવંતને હાથ ધોવા માટે એ ગોટી આપી. તેનાથી ફીણ ઘણું થયું. સાહેબે કહ્યું કે “તારો સાબુ ફીણ ઘણું કરે છે.' એ સાંભળતાંની સાથે હું ચમક્યો. સાહેબે આ સાબુ ન કહેતાં ‘તારો' સાબુ કહ્યું – એના ઉપરથી ટકોર કરી છે – એમ સમજાય ને? આપણી પાસે જે કાંઇ હોય તે આચાર્યભગવંતે
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૦૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૯
Page #58
--------------------------------------------------------------------------
________________
જ આપેલું હોય ને ? તારા-મારાનો ભેદ આપણે જુદું વસાવ્યું તેના કારણે પડ્યો ને ?
સ૦ પછી આપે શું કર્યું ?
એ દિવસથી નક્કી કર્યું કે આચાર્યભગવંતને કીધા વગર કશું રાખવું નહિ અને રાખ્યું હોય તો તેમને બતાવી દેવું. આ તો મહાશતકને ખબર હતી કે નહિ : એટલાપૂરતી વાત છે.
ચૌદ વર્ષના મોટા પુત્ર ઉપર ઘરનો ભાર સોંપી મહાશતક શ્રાવક પૌષધશાળામાં જઇ ધર્મધ્યાન કરવા લાગ્યો. તેમ જ શ્રાવકપ્રતિમા વહન કરવા લાગ્યો. તેમાં એક વાર મઘમદિરાથી મદોન્મત્ત થયેલી રેવતીએ અનુકૂળ ઉપસર્ગ કર્યો. તેને મહાશતકે શુભ ભાવનાથી સહન કર્યો. પ્રતિમાવહન પછી અવસર જાણી અનશન ગ્રહણ કર્યું. શુભભાવનાના પ્રભાવે કર્મનો ક્ષયોપશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું; જેમાં તે પૂર્વદિશામાં લવણસમુદ્રમાં હજાર યોજન સુધી, દક્ષિણપશ્ચિમદિશાએ વર્ષધર પર્વત સુધી, ઉત્તરદિશાએ ક્ષુલ્લહિમવાનપર્વત સુધી અને અધોદિશાએ પહેલી નરકના લોલુયનરકાવાસ સુધી જોઇ શકતો હતો. એક વાર ફરી પેલી રેવતી મદોન્મત્ત થઇ ઉપસર્ગ કરવા આવી. તે વખતે
મહાશતકે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને આ આવી કેમ છે - તે જાણ્યું. તેણીનું સમગ્ર જીવનચરિત્ર તેમ જ મરીને પહેલી નરકે જવાની છે તે જાણીને તેને કહ્યું કે - હે પાપિણિ ! હજુ કંઇક સમજ. કેટલાં પાપ કરવાનાં બાકી છે ? તારું મૃત્યુ નજીક આવ્યું છે. સાત ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૧૦
દિવસ પછી રાત્રિના અંતે શરીરમાં અળસિયાના વ્યાધિ(શરીરમાં સડો થવાથી અળસિયાં થાય)ની પીડાથી મરીને લોલુય નામના પહેલી નરકના આવાસમાં જવાની છે - આ સાંભળતાંની સાથે જ રેવતીનો નશો ઊતરી ગયો અને મૃત્યુના ભયથી આકુળ થઇ આર્દ્રધ્યાનમાં મગ્ન થઇ.
તે અરસામાં ભગવાન તે નગરમાં સમવસર્યા. ત્યારે ભગવાને ગૌતમસ્વામીને આજ્ઞા કરી કે - ‘હે ગૌતમ ! મહાશતક શ્રાવકને કહે કે - શ્રાવકને સત્ય એવું પણ મનને પીડા કરનારું વચન બોલવું યોગ્ય નથી. તેમાં પણ ઉત્તમ ગુણસ્થાનકને પામેલા અને અણસણ અંગીકાર કરનારા તારે તો ખાસ કરીને આવું દુર્વચન બોલવું જ ન જોઇએ. તેથી તે દુર્વચન બોલ્યાનું પ્રાયશ્ચિત્ત લે...’ ભગવાનનો આ સંદેશો સાંભળતાંની સાથે સંવેગથી સારભૂત હૃદયવાળા એવા મહાશતકે ખૂબ જ પશ્ચાત્તાપપૂર્વક ભગવાનને વંદના કરી સમ્યક્ત્રકારે દુર્વચનની આલોચના, નિંદા અને ગહ કરી. પછી ગૌતમસ્વામીજી પાસે તેનું પ્રાયશ્ચિત્ત લઇ દેહત્યાગ કરી સૌધર્મ દેવલોકમાં અરૂણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. શ્રાવક દેવલોકથી આગળ ન જઇ શકે ને ?
આ મહાશતક શ્રાવકનું દૃષ્ટાંત સાંભળીને કહેવું પડે ને કે મહાશતક શ્રાવક કરતાં આપણે ઘણા સુખી છીએ. તેમની અપેક્ષાએ સાવ સામાન્ય ગણાતાં દુઃખો આપણને આવે તેમાં
ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૧૧૧
Page #59
--------------------------------------------------------------------------
________________
અકળાઇ જવાની જરૂર નથી, અને ગમે તેટલી સાચી વાત પણ કઠોરતાપૂર્વક કહેવી ન જોઇએ. આપણી ભૂલ ગુર્નાદિક બતાવે અને માફી માંગવાનું કહે તો માંગી આવવી. આપણે જાતે સમજી જઇએ તો સૌથી સારું, પણ જાતે ન સમજાય તો બીજાના કહ્યું તો માનીએ ને ? ગુર્નાદિક કહે તો માફી માંગી લેવી છે. મારી ભૂલ થઇ ગઇ – એમ નહિ, મેં ભૂલ કરી છે – એમ માનવું-કહેવું છે. મેં ગુસ્સો કર્યો એ જ મારી ભૂલ. ગુસ્સાનું કારણ નથી શોધવું. ગુસ્સાનું કારણ શોધવા બેસશો તો ભૂલ નહિ દેખાય. ચોખવટ કરવા બેસીશું તો પાછો પગ કુંડાળામાં પડશે. એના કરતાં કબૂલાત કરી લેવી છે. સ0 બાપ છોકરા ઉપર, શિક્ષક વિદ્યાર્થી ઉપર અને ગુરુ શિષ્ય
ઉપર સમજાવવાની બુદ્ધિથી ગુસ્સો કરે તો એમાં ખોટું શું?
આપણે ગુરુની વાત નથી કરતા, આપણી વાત કરીએ છીએ. આપણે ગુસ્સો નથી કરવો. ગુર્નાદિકને તો ગુસ્સો કરવાનો અધિકાર છે જ, આ તો ઉપરથી કહે કે - “ગુરુ ગુસ્સો કરે એનું કાંઇ નહિ, અમારે ગુસ્સો નહિ કરવાનો ! કહેવું હોય તો કહે પણ ચાર માણસની વચ્ચે તો ન કહે ને ?'... આવું નથી કહેવું. ગુરુ ભૂલ બતાવે તો આનંદ થાય કે ચલાવી લે તો ? સ0 કાંટો કાઢી આપે તો આનંદ જ થાય ને ?
કાંટો તો વાગે છે, જ્યારે ભૂલ વાગતી નથી. જે ખૂંચતું ન હોય તેને કાઢવા માટે સોય મારીએ તો સોય પીડાકર જ બને ને ?
આજે તો કોઇ ભૂલ બતાવે એ ગમતું નથી, આથી લોકોએ ગીત જોડ્યાં કે - મારી ભૂલોના ભૂલનારા... ભગવાન આપણી ભૂલોને ભૂલનારા છે માટે ગમે છે કે બતાવનારા છે માટે ? ભૂલોને ભૂલી જાય એ ભગવાનજેવા લાગે અને ભૂલોને બતાવનારા રાક્ષસ જેવા લાગે ને ? ગમે તે માણસ ભૂલ બતાવે, ગુસ્સો નથી કરવો. લોકોત્તર માર્ગમાં આવ્યા પછી ગુસ્સો નથી કરવો. લોકોત્તર શાસન મળ્યા પછી પણ આપણે ગુસ્સો કરીએ તો સમજી લેવું કે આ શાસન માટે આપણે લાયક નથી. - કૃતવ્રત-કર્મ અને શીલવાન : આ બે ગુણોનું વર્ણન આની સાથે પૂર્ણ થયું. હવે આપણે ત્રીજા ગુણવાનગુણનું સ્વરૂપ સમજવું છે. અહીં શિષ્યને “સાંભળ” કહીને સન્મુખ કરવાપૂર્વક ગ્રંથકારશ્રી જણાવે છે. કારણ કે બે લક્ષણનું વર્ણન સાંભળ્યા પછી કદાચ તે ગુણો પામવાનું કામ કપરું જણાવાથી શિષ્ય હતાશ થયો હોય તો તેને ફરી ગુણપ્રાપ્તિ માટે ઉત્સાહિત કરવો છે. આ રીતે શિષ્યને સન્મુખ કરીને જણાવે છે કે આમ તો જોકે અક્ષુદ્રતા, ઉદારતા વગેરે અનેક ગુણો છે છતાં અહીં ૧. નિત્ય સ્વાધ્યાયમાં ઉદ્યમ, ૨. નિત્ય અનુષ્ઠાન કરવામાં ઉદ્યમ, ૩. નિત્ય વિનયમાં ઉદ્યમ, ૪. સર્વત્ર અનભિનિવેશ-કદાગ્રહરહિતપણું અને ૫. જિનવચનને વિષે અત્યંત શ્રદ્ધા-રુચિ ધારણ કરવી : આ પાંચ ગુણોથી યુક્તને ગુણવાન કહ્યો છે. આમાંથી પણ સ્વાધ્યાયની વાત તો ન ગમે ને ? અહીં તો નિત્ય સ્વાધ્યાયમાં ઉદ્યમ કરવાનો કહ્યો છે. જાણવા માત્રથી
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૩
Page #60
--------------------------------------------------------------------------
________________
નિસ્તાર ન થાય, જાણ્યા પછી કરવામાં ઉદ્યમ કરવાનો અને તપ, વંદનાદિ ક્રિયા પણ વિનયથી યુક્ત થઇને કરવાની. આટલું કર્યા પછી પણ ગીતાર્થના વચનને કદાગ્રહરહિતપણે સ્વીકારવાનું. અભિનિવેશ અપ્રજ્ઞાપનીય બનાવે છે. અભિનિવેશ પ્રજ્ઞાપનીય બનાવે છે. અપ્રજ્ઞાપનીયતા એ સાધનામાર્ગનો ભયંકર દોષ છે. આપણને કોઇ કંઇક કહી શકે એવી યોગ્યતા કેળવવી છે. આ તો એક વાર હિતશિક્ષા આપી હોય તો બે વાર એવું ખખડાવીને કહી દે કે જિંદગીમાં બીજી વાર નામ જ ન લે અને ઉપરથી એવું કર્યાનું ગૌરવ માને. કોઇ આપણને કહી ન શકે એ આપણા પાપનો ઉદય છે, પુણ્યનો નહિ. આપણું ભાગ્ય પરવાર્યું હોય ત્યારે જ આવું બને. યોગ્ય શિષ્યને તો ગુરુ બે દિવસ ન કહે તો અતિ થાય. ગુરુને કહે કે શું એટલો યોગ્ય થઇ ગયો કે જેથી કશું કહેતા નથી ? અથવા એટલો અયોગ્ય થઇ ગયો કે જેથી કહેતા નથી ?... એના બદલે આજે તો ન કહે તો રાજી થઇ જાય કે ગુરુને મારા પર વિશ્વાસ છે માટે કશું કહેતા નથી.’ હવે આપણે સેટ થઇ ગયા – એમ માને. આપણે કહેવું પડે કે કશું કહેતા નથી તે તમે સાંભળતા નથી માટે, વિશ્વાસના કારણે નહિ. ડૉક્ટર આપણી દવા ન કરે તો સ્મશાને જવાનું જ થાય ને ? આપણી ભૂલો આપણને સમજાતી ન હોય ત્યારે પણ ગુરુના કહેવાથી સ્વીકારવા માટે તો ‘તુભે જાણહ’... બોલીએ છીએ. આપના ખ્યાલમાં આવ્યું તો સારું થયું, બીજી વાર ધ્યાન રાખીશ એમ કહે તો પ્રજ્ઞાપનીયતા આવે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૧૪
ત્યાર બાદ ભગવાનના વચન પ્રત્યે રુચિ કેળવવાની. આપણને સમજાય કે ન સમજાય ભગવાન જે કહે તે અહિતકર ન જ હોય – એવી રુચિ જોઇએ. બાયપાસનું ઓપરેશન કરાવ્યા પછી બીજા દિવસે ડૉક્ટર ત્રણ માળ ઉતરાવે અને ચઢાવે તો અશ્રદ્ધા થાય? પડી જઇશ એમ કહો ? અને ગુરુ તપ કરવાનું કહે તો અશક્તિ લાગશે એમ કહો ને ?
સ૦ ત્યાં તો બધું જ બરાબર સમજાય છે...
કારણ કે નીરોગી થવું છે. જ્યારે અહીં મોક્ષે જવું જ નથી પછી ક્યાંથી શ્રદ્ધા જાગે ? આ રીતે પાંચ ગુણોનું નામ જણાવી આગળની ગાથાથી ગ્રંથકારશ્રી તે પાંચેનું સ્વરૂપ જણાવે છે. તેમાં પહેલાં સ્વાધ્યાય માટે જણાવ્યું છે કે વિધિપૂર્વક અર્થાત્ વિનયબહુમાનસહિત વૈરાગ્યને પેદા કરે તેવું અપૂર્વ શ્રુત ભણવું. અપૂર્વ એટલે કાલે જે ન હતા ભણ્યા તે આજે ભણવું. રોજ નવું નવું સૂત્ર ભણવું. આજે તો અમારે ત્યાં બધો સ્વાધ્યાય પરાવર્તનામાં જ સમાયો છે. તમારે ત્યાં અર્થકામમાં અપૂર્વદ્યુતનું ગ્રહણ છે ને ? રોજ બજારની રૂખ અપૂર્વ જાણવાનું ચાલુ છે ને? તમારે ત્યાં અપૂર્વશ્રુતગ્રહણ માટે છાપું રાખેલું છે ને ? નિત નવા સમાચાર જાણવા મળે ને ? આ સ્વાધ્યાય પણ વૈરાગ્ય પેદા થાય તેવો કરવાનો. જ્ઞાનનું ફળ વિરતિ કે વિદ્વત્તા ? આજે વિદ્વત્તામાત્રથી રાજી થાય ને ? લોકો પૂછતા આવે એવી વિદ્વત્તા જોઇએ છે પણ આપણે મોક્ષમાં પહોંચીએ એવી વિરતિ નથી જોઇતી ને ? આદિ
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૧૫
Page #61
--------------------------------------------------------------------------
________________
પદથી પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથાનું ગ્રહણ કરવું. પૂછતી વખતે આસન ઉપર કે શયામાં બેઠાં બેઠાં ન પૂછવું. પરંતુ ગુરુ પાસે આવી ઊભડક પગે બેસી હાથ જોડીને પૂછવું. પરાવર્તના પણ નિર્જીવ ભૂમિ પર બેસી, ઇર્યાપથિકી આલોવી, સામાયિક લઇ વસ્ત્રના છેડા વડે મુખ ઢાંકી પદચ્છેદપૂર્વક ભણેલાની આવૃત્તિ – ફરી યાદ કરીને ગોખવું. અનુપ્રેક્ષા એટલે ચારિત્ર લેવાની ઇચ્છાથી શ્રુતનું યથાર્થ ગ્રહણ કર્યા બાદ કોઇપણ જાતની અસ્વસ્થતા લાવ્યા વિના સ્વસ્થ ચિત્તે સંસારનાશ માટે પ્રશસ્ત ભાવનાનું ચિંતવન કરવું. ગમે તેટલું જ્ઞાન મળે પણ તેનાથી સંસારનો અંત ન આવે તો એ જ્ઞાનને કરવાનું શું? આજે ઘણા પૂજામાં ગાય ને ? ‘ક્યારે બનીશ હું સાચો રે સંત, ક્યારે કરીશ મારા ભવનો રે અંત'... એ સાંભળીને અમે રાજી થઇએ કે યોગ્ય જીવ લાગે છે. તેને કહેવાનું મન થઇ જાય કે આજે જ અંત આવે એવું છે. પરંતુ એ તો કાર્યક્રમ પતે એટલે એવો ને એવો ઘરભેગો થઇ જાય. અમે જોતા રહી જઇએ ! આ રીતે ચાર પ્રકારનો સ્વાધ્યાય જેણે કર્યો હોય તે શ્રાવક સ્વ-પરને ઉપકાર કરનાર શુદ્ધ એવો ધર્મોપદેશ કે જે ગુરુના પ્રસાદથી યથાર્થ જાણવામાં આવ્યો હોય તે ધર્માર્થી થઇને બીજા યોગ્ય જીવને આપે. ધર્મકથા કરતી વખતે માત્ર ધર્મનું અર્થીપણું હોવું જોઇએ બીજું નહિ અને શુભ ભાવથી પણ યોગ્ય જીવને જ ધર્મોપદેશ કરવો, જેને-તેને નહિ.
બીજા ગુણમાં તપ, નિયમ અને વંદનાદિક કરવામાં તેમ જ મૂળ ગાથામાં આપેલ “T થી કરાવવા તથા અનુમોદવામાં સતત ઉદ્યમ કરવો – એમ જણાવ્યું છે. અનુમોદનાનું ફળ જીરણશ્રેષ્ઠીની જેમ અધિક જાણવું. તપ બાર પ્રકારનો પ્રસિદ્ધ છે. નિયમમાં ગ્લાનાદિ સાધુની વિશ્રામણાનો નિયમ કરવો. કહ્યું છે કે – માર્ગમાં ચાલીને આવતા થાકી ગયેલા, ગ્લાન, આગમ ભણવામાં શ્રમ કરનાર, લોચ કર્યો હોય તેવા, તપના ઉત્તર પારણાવાળા સાધુને જે દાન અપાય છે તે ઘણા ફળવાળું થાય છે. ચૈત્ય અને ગુરુની વંદનામાં ‘આદિ' શબ્દથી પૂજા વગેરેમાં નિરંતર ઉદ્યમ કરવો.
ત્રીજા ગુણ તરીકે વિનયમાં ઉદ્યમ કરવાનું જણાવ્યું છે. સન્મુખ ઊભા થવું તેને અભ્યત્થાન કહેવાય છે. “આદિ'પદથી અંજલિ-કરણ વગેરે ભેદો શ્રી દશવૈકાલિકસૂત્રના નવમા વિનયસમાધિ અધ્યયનમાંથી જાણવા. આવા પ્રકારનો વિનય અવશ્યપણે આચાર્યાદિક ગુણીજનોનો કરવો. શ્રી પ્રશમરતિ પ્રકરણમાં વિનયનું માહાભ્ય જણાવતાં ફરમાવ્યું છે કે ‘વિનયનું ફળ શુશ્રુષા છે. એટલે કે ગુર્નાદિકની સેવા છે અથવા સાંભળવાની ઇચ્છા-શ્રવણ છે. ગુરુની સેવા-સુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આશ્રવોનો નિરોધ(સંવર) છે. સંવરનું ફળ તપસ્યા છે. તપસ્યાનું ફળ નિર્જરા છે. નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયાની નિવૃત્તિ થવાથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. યોગના નિરોધથી ભવની પરંપરાનો ક્ષય થાય છે અને
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૧૧૭
Page #62
--------------------------------------------------------------------------
________________
ભવની પરંપરાનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. માટે સર્વ પરંપરાનું ભાજન-પાત્ર-આધાર-સ્થાન વિનય જ છે. આના ઉપરથી પણ સમજી શકાય છે કે જેને મોક્ષે જવું હોય તે વિનય આચર્યા વગર નથી રહેતો. આપણે ઘણા વખતથી કહીએ છીએ કે મોક્ષે જવું નથી માટે વિનય કરતા નથી - તેનો શાસ્ત્રપાઠ અહીં મળ્યો. જેને અંતિમફળ જોઇતું નથી તેને વચ્ચેના ફળનું પણ કામ શું છે ?
ચોથો અનભિનિવેશ નામનો ગુણ જણાવતાં કહે છે કે કદાગ્રહરહિત એવો શ્રાવક ગીતાર્થગુરુનું અધિક શ્રુતજ્ઞાનીનું વચન અન્યથા એટલે કે અસત્યપણે માનતો નથી. કારણ કે પ્રબળ મોહનો અભાવ હોવાથી તે કદાગ્રહી હોતો નથી અને તે જાણે છે કે મોહને ઓછો કરવાનું સાધન ગુરુજનને આધીન રહેવું તે જ છે. કદાચ ગુરુનું વચન અન્યથા જણાય તોપણ ગુરુને તેવું કહેવું નહિ. આજે નહિ તો કાલે તેમને પોતાના ખ્યાલમાં આવવાથી પોતે જ એ અર્થને યથાર્થ તરીકે જણાવશે – એમ વિચારવું : આ રીતે પણ ગુરુ પ્રત્યેનું બહુમાન વ્યક્ત થાય છે અને છતાં તે રીતે ન જણાવે તો વિનય અને જિજ્ઞાસાપૂર્વક વસ્તુસ્વરૂપને જાણવા માટે પૃચ્છા કરવી. પોતે અલ્પમતિવાળો છે અને ગુરુ અધિકમતિવાળા છે તેમ જાણીને ગુરુના વચનને કદાગ્રહરહિતપણે સ્વીકારે.
પાંચમા ગુણ તરીકે જિનવચનની રુચિ જણાવી છે. રુચિ માત્ર સાંભળવાની નહિ કરવાની પણ જોઇએ, રમતગમતની રુચિ કેવી હોય? જુઓ, સાંભળો અને અવસરે થોડું રમો ય ખરા ને ?
ખાવાની રુચિ કેવી ? માત્ર જોવા-સાંભળવાની કે મોઢામાં મૂકવાની પણ ? મનગમતી મિઠાઇ સામે જે રીતે જુઓ તે રીતે ચારિત્રની સામે જોયું તેનું નામ તીવ્ર અભિલાષ. શ્રવણ એટલે સાંભળવું અને કરણ એટલે કરવું તે બંને માટે શ્રદ્ધા-સહિત જે અભિલાષ તેને રુચિ કહેવાય. શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિ : આ ત્રણેને જુદા પાડવાનું કામ રુચિના અભાવનું છે. જાણે, માને તે કરે કેમ નહિ ? રોગ થયો હોય તો તેના નાશ માટે મંત્ર પૂછે, પણ દીક્ષા નથી મળતી તો તે લેવા માટેનો મંત્રજાપ પૂછવા કોઇ આવતું નથી, બે પ્રકારની રુચિ વિના ચારિત્રમોહનીયરૂપ મલની શુદ્ધિ કરવા ઇચ્છતા હો તો સમજી રાખજો કે તે ક્યારેય નહિ થાય. વસ્ત્રના મલની શુદ્ધિ માટે સાબુ અને પાણી બંને જોઇએ ને ? વસ્તુ સારી હોય, ગમી હોય તો લેવાનું, અડવાનું મન થાય જ ને ?
હવે અહીં ચિની વાત સાંભળીને શિષ્ય શંકા કરે છે કે ઇચ્છામાત્રથી ફળની પ્રાપ્તિ કઇ રીતે થઇ શકે ? તેના જવાબમાં જણાવે છે કે સાચા હૃદયથી અને સાચા ભાવથી ઇછ્યું હોય - તેનું ફળ અવશ્ય મળે જ છે. તે અનુસંધાનમાં યશ અને સુયશની કથા છે. જેને જ્ઞાન હોય, શ્રદ્ધા પૂરેપૂરી હોય પણ કરવાની ભાવના ન હોય તો તે ભાવશ્રાવકમાં ગણાતો નથી. અહીં શિષ્યને શંકા પડી, કારણ કે તે સમજે છે કે જાણ્યા અને માન્યા પછી કર્યા વગર ચાલે એવું નથી. જ્યારે આપણને આવી શંકા પડતી નથી. કારણ કે આપણને આ ગમતી વાત છે કે – કર્યા વિના પણ જાણવા અને
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૧૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૯
Page #63
--------------------------------------------------------------------------
________________
માનવાથી પણ ફળ મળી જાય છે. અહીં જે કથા, જવાબમાં જણાવી છે તે સુપ્રસિદ્ધ છે અને આપણને એની ફાવટ આવી ગઇ છે. આપણે એ વિચારવું છે કે જ્ઞાન અને શ્રદ્ધા અવિરતિને તોડ્યા વિના રહેતા નથી. શ્રાવક અવિરતિમાં પડ્યો છે માટે તે અવિરતિને કેમ સેવે છે – એમ ન પુછાય. પણ જે અવિરતિનો ત્યાગ કરીને બેઠા છે તેઓ અવિરતિને સેવવા માંડે તો તેને પૂછવું પડે ને ? સમુદ્રમાં કે પાણીમાં પડેલો માણસ ભીંજાય – એ તો સમજી શકાય છે, પરંતુ જે પાણીમાંથી બહાર નીકળી ગયો છે તેનાં વસ્ત્રો ભીના થયાં હોય તો પૂછવું પડે ને ? તેમ આ કથા શ્રાવકોને ઉદેશીને છે એમ સમજવું. આજે તો સાધુભગવંતો મજેથી અવિરતિ સેવે અને કહે કે ઉપાદેય નથી માનતા તો માનવું પડે કે છટ્ટેથી ચોથે ગયા. પાપથી વિરામ પામે તેને છઠું ગુણઠાણું હોય. પાપથી વિરામ ન પામે અને પાપને ઉપાદેય ન માને તે ચોથા ગુણઠાણે હોય. આજે ચોથા ગુણઠાણા કરતાં છઠ્ઠાની અવસ્થા ચઢિયાતી છે. છતાં પણ આપણને ચોથાની અવસ્થા ગમી જાય. તેનું કારણ એ છે કે આપણને પાપ છોડ્યા વગર ધર્મ થતો હોય તો કરવો છે.આજે દુનિયાના એક પણ ક્ષેત્રમાં એવું નથી કે માત્ર ઇચ્છાથી ફળ મળી જાય. આમ છતાં અહીં શાસ્ત્રકારો કહે કે શ્રવણ અને કરણની રુચિના કારણે ફળ મળે છે – તો એ સાંભળીને આનંદ થાય. તેનું કારણ એ છે કે અહીં કશું કર્યા વગર ફળ મેળવવું છે ! કરું છું પણ ઉપાદેય નથી માનતો – આ અવસ્થા ચોથાની હોય, છઠ્ઠાની નહિ. છતાં
આજે સાધુસાધ્વીને પણ આમાં ફાવટ આવી ગઇ છે. શ્રાવક એવું કહી શકે કે “કરું છું પણ ઉપાદેય નથી માનતો.' કારણ કે તે તો પહેલેથી અવિરતિમાં બેઠો છે. સાધુસાધ્વી તો અવિરતિને છોડીને બેઠા છે તો પછી કઇ રીતે કહી શકે કે – “કરું છું, પણ ઉપાદેય નથી માનતો.' !
અહીં કથાનકમાં જણાવે છે કે એક કુળપુત્રને યશ અને સુયશ નામના બે પુત્રો હતા. એકવાર શ્રી ધર્મદિવસૂરિજી ત્યાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને યશ અને સુયશ પ્રતિબોધ પામ્યા. માબાપ પ્રતિબોધ પામ્યાં નહિ અને પુત્રો પ્રતિબોધ પામ્યા. આવું બને ને ? કારણ કે છોકરાઓની બુદ્ધિ કાચી હોય, ખરું ને ? માબાપની બુદ્ધિ પાકી એટલે પ્રતિબોધ ન પામે ! સાહેબજીના વ્યાખ્યાનમાં એક ભાઇ રોજ આવતા. એક વાર સાહેબે તેમને પૂછયું કે તમે એકલા કેમ આવો છો, ઘરે છોકરાઓ નથી ? ત્યારે પેલાએ કહ્યું – “છે ને ! પણ સાહેબ કાચી બુદ્ધિના છે !' કાચી બુદ્ધિના એટલે સમજાયું ને ? સાધુભગવત્તની વાતમાં આવી જાય તે. જયારે સાધુની વાતમાં ન આવે તે પાકી બુદ્ધિના કહેવાય ! સ) તો એ સાહેબના વ્યાખ્યાનમાં કેમ આવતા હશે ?
મોભા માટે કે ‘હું રામચન્દ્રસૂરિ મહારાજના વ્યાખ્યાનમાં જઉં છું.” આ પણ એક ગૌરવ લેવાનું સાધન છે. પ્રભાવક પુરુષના વ્યાખ્યાનમાં જવાથી આપણે પણ મોટા માણસમાં ગણાઇએ - માટે આવે. નાના સાધુના વ્યાખ્યાનમાં કોણ જાય ? એકવાર સાહેબના
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૧
Page #64
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાં એવું બનેલું. છેલ્લી ઘડીએ સાહેબને કામ આવવાથી ન આવ્યા, નાના સાધુને મોકલ્યા. બધાં સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકા પાથરેલાં આસન, કટાસણાં લઈને ચાલવા માંડ્યાં. ત્યારે નાના સાધુને કહેવું પડ્યું કે – ભાઇ જિનવાણીનો અનાદર ન કરશો.. આજે તમને પણ વ્યાખ્યાન કોનું ફાવે ? નાના મહારાજનું કે પ્રભાવકનું? જમણવારમાં ઘરધણી ન પીરસે અને પગારદાર નોકર પીરસે તોય મજેથી વાપરી લો ને ? જમવાનું ગમે છે તેટલી જિનવાણી નથી ગમતી ને? ભલે ને નાના સાધુએ કીધેલું ન સમજાય તો પછી મોટા મહારાજને પૂછી લઇશું - પણ જિનવાણીનો અનાદર નથી કરવો - એટલું ખરું ?
આ બાજુ યશ-સુયશ પ્રતિબોધ પામ્યા. તેથી માતાપિતા પાસે દીક્ષાની અનુમતિ લેવા ગયા. માતાપિતા કોઇ પણ રીતે તૈયાર થતાં નથી. બહુ કાલાવાલા કર્યા પછી બેમાંથી એકને દીક્ષાની રજા આપી. મોટાએ કહ્યું કે હું દીક્ષા લઉં, તું ઘર સંભાળ. જયારે નાનો કહે કે ભાઈ તમે અનુભવી છો. તમે જ માતાપિતાની ભક્તિ અને ઘરની સંભાળ કરો. મોટા ભાઇએ વિચાર્યું કે - ભલે નાનો ભાઇ દીક્ષા લઇને કલ્યાણ સાધે. હું એને અનુકૂળતા કરી આપું અને અપ્રતિકાર્ય એવાં માબાપની સેવા કરું. કારણ કે જેનો પ્રત્યુપકાર વાળી ન શકાય તેવાં માતાપિતાની અવજ્ઞા કરવી યોગ્ય નથી.’ આ પ્રમાણે વિચારીને સુયશને દીક્ષા આપી. યશ દીક્ષાના ભાવથી ઘરમાં રહ્યો. યશને માતાપિતાએ તેની ઇચ્છા વિના પણ
કુલીન કન્યા પરણાવી અને તેને ખેતી વગેરેના કામમાં લગાડ્યો. આ બાજુ સુયશમુનિ જ્ઞાન-ચારિત્રની આરાધનામાં લાગી ગયા અને આ બાજુ યશનાં માતાપિતા કાલાંતરે મૃત્યુ પામ્યાં. યશનું મન ચારિત્ર ગ્રહણ કરવામાં જ તત્પર હોવાથી પોતાની પત્ની પાસે દીક્ષાની રજા તેણે માંગી. તેના માટે ઘણું સમજાવ્યું પણ તે પ્રતિબોધ પામી નહિ તેથી તેને પ્રતિબોધવાનો ઉપાય ન જણાવાથી તે દુઃખી થઇને રહેવા લાગ્યો. એક વાર વિવિધ તપસ્યાથી કાયાને ક્ષીણ કરી અવધિજ્ઞાન પામેલા સુયશમુનિ ભાઇને પ્રતિબોધવાનો સમય જાણી તે નગરમાં પોતાના ભાઇને ઘેર આવ્યા. ભાભીએ બહુમાનપૂર્વક વંદના કરી ત્યાં જ ઊતરવા માટે જગ્યા આપી અને ઉચિત ભાત પાણી વહોરાવ્યાં. સાધુએ વિધિપૂર્વક આહાર કર્યો. ગૃહિણીને પૂછ્યું કે ઘરના સ્વામી ક્યાં છે? પેલીએ કહ્યું કે કામ કરવા ખેતરે ગયા છે. ઘણો સમય થવા છતાં યશ પાછો ન આવ્યો એટલે તેની સ્ત્રી ભાત લઇને ખેતરે જવા નીકળી, પણ નદી બે કાંઠે વહેતી હોવાથી પાછી આવી અને રોવા લાગી. કારણ કે યશ એક જ વાર જમતો હતો. તેને રોતી જોઈ મુનિભગવંતે કારણ પૂછ્યું ને જાણ્યું. સુયશમુનિએ કહ્યું કે નદીને જઇને કહે કે મારા દિયર મુનિ નિત્ય ઉપવાસી હોય તો નદી તું મને માર્ગ કરી આપ. પેલીને શંકા તો પડી કે આ શક્ય કઇ રીતે બને ? છતાં ગુરુના વચનમાં શંકા કરવી યોગ્ય નથી, એમ સમજીને ગઇ, કહ્યું. નદીએ માર્ગ કરી આપ્યો. યશની પાસે પહોંચી. ખાવાનું આપ્યું. યશે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૩
Page #65
--------------------------------------------------------------------------
________________
પૂછ્યું કે તોફાની નદીમાંથી કઇ રીતે આવી ? પેલીએ વિગત જણાવી. વળતાં શું કરવું તે માટે મૂંઝાતી જોઇને થશે કહ્યું કે નદીને કહેજે કે મારો પતિ નિત્ય બ્રહ્મચારી હોય તો નદી માર્ગ કરી આપે. એ જ પ્રમાણે માર્ગ મળવાથી આનંદ અને આશ્ચર્યસહિત પાછી આવી. ઘરે જઇને સમય મળવાથી મુનિને વંદના કરી આ આશ્ચર્યકારી બનાવનું કારણ પૂછ્યું - ત્યારે મુનિભગવંતે કહ્યું કે - લોલુપતાથી ભોજન કર્યું તે કર્યું કહેવાય, સંયમયાત્રા માટે પ્રાસુક એષણીય આહાર કરવા છતાં કર્યો કહેવાતો નથી. તેમ જ બ્રહ્મચર્યની ભાવનામાં રમતો તારો પતિ તારા આગ્રહથી સંસારમાં રહ્યો હોવાથી અભોગી છે... આથી સમજાય છે ને કે ખાવાનું છોડવું એ ઉપવાસ નથી, ખાવાની લાલસા છોડવી તે ઉપવાસ છે. તે જ રીતે વિષયોના ભોગવટાનો ત્યાગ એ બ્રહ્મચર્ય નથી, વિષયોના ભોગવટાની ઇચ્છા ન હોવી તેનું નામ બ્રહ્મચર્ય. આવી શ્રદ્ધા અને આવી રુચિ ભાવશ્રાવકને મળે. ચારિત્ર વગર મુક્તિ નથી તો હું ચારિત્ર કેમ ગ્રહણ કરતો નથી - આનો જવાબ પ્રામાણિકપણે મેળવીએ તો આપણે ક્યાં છીએ એનો ખ્યાલ આવશે, પૈસા કેમ મળતા નથી – એવું તો ઘણી વાર પૂછ્યું. હવે એવું નથી પૂછવું, એના બદલે ચારિત્ર કેમ મળતું નથી – એમ પૂછવું છે. સ0 પૈસો પુણ્યના યોગે મળે તેમ ચારિત્ર પણ પુણ્યયોગે મળે ને?
ચારિત્ર પુણ્યયોગે નહિ આપણા પુરુષાર્થના યોગે મળે છે.
મારા ગુરુ મહારાજ કહેતા હતા કે તિજોરી ભરવાનું કામ પુણ્યથી થાય પણ તિજોરી ખાલી કરવા માટે પુણ્યની નહિ, પુરુષાર્થની જરૂર છે. સંસારનું સુખ ભેગું કરવા પુણ્યની જરૂર છે, બાકી છોડવા માટે પુરુષાર્થની જરૂર છે. સનકુમાર ચક્રવર્ણન છ ખંડની સાધના કરતાં વરસો ગયાં પણ છોડવાનું કામ તો ક્ષણવારમાં કર્યું ને ? રોગની ચિકિત્સા કરાવવા માટે પણ ઊભા નથી રહ્યા. સાધુપણામાં જો ચિકિત્સા કરાવવાની નથી તો અહીં શા માટે કરાવવી ? એમ નક્કી કરીને ચારિત્રની સાધનાનો આરંભ કર્યો. આરાધનાના પ્રભાવે એવી લબ્ધિ પ્રગટી કે ઘૂંકમાં પણ રોગ શમાવવાનું સામર્થ્ય પ્રગટ્યું. આવા મહાત્મા ત્રીજે ભવે મોક્ષમાં ન જાય તો આશ્ચર્ય. ત્રીજા દેવલોકમાં ગયા, પણ એક ભવના આંતરે મોક્ષ મળ્યો - એ જ મોટી સિદ્ધિ છે. સુખ ઓછું ભલે મળે, દુઃખ વધારે મળે, પણ છેવટે મોક્ષ તો મળશે ને ? જયારે સંસારમાં સુખ મળે, દુઃખ કદાચ ન પણ આવે તોય મોક્ષ ન મળે - તો શું કામનું ?
આ રીતે ભાવશ્રાવકના ત્રણ ગુણો પૂરા થયા. ચોથો ગુણ ઋજુવ્યવહાર છે. શ્રાવકનો વ્યવહાર સરળતાપૂર્વકનો હોય. વ્યવહાર એટલે આચરણ અને ઋજુ એટલે સરળ. આ ઋજુવ્યવહાર પણ ચાર પ્રકારનો છે. ૧, યથાર્થ બોલવું, ૨. કોઇને પણ ઠગવા નહિ, ૩. ભવિષ્યમાં થનારાં કષ્ટોને જણાવવા અને ૪. સાચો મૈત્રી ભાવ રાખવો. શ્રાવક યથાર્થ જ બોલનારો હોય. મરી જઉં તોય જૂઠું ન બોલું : આ સર્વ શ્રાવકમાં હોય, બોલે તો યથાર્થ જ બોલે,
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૫
Page #66
--------------------------------------------------------------------------
________________
નહિ તો મૌન રહે. સાધુપણામાં પણ આ વ્રત સૌથી અઘરું છે. આથી જ શાસ્ત્રમાં સવૅ પરમેfમમÇા(સત્ય માટે ભિક્ષુ પરાક્રમ કરે.) એમ જણાવ્યું છે. સાધુ હિંસા, ચોરી, અનાચાર સેવે કે પરિગ્રહ રાખે તો લોકો ખરાબ માને. પણ સાધુ જૂઠું બોલે તો કાંઈ ન લાગે. તમારી દૃષ્ટિએ ઉત્સુત્રભાષણ કરનારનું ચારિત્ર નિર્મળ હોય ને? આવાઓ પોતાનો વર્ગ વધારવા માટે જૂઠું બોલતા હોય છે. પૈસા રાખે તો લોકો પરિગ્રહધારી માને પણ ભક્તવર્ગ બહોળો હોય એનું મમત્વ પણ હોય તો તે પરિગ્રહ છે – એવું ન લાગે ને ? આવું ચારિત્ર પાળીને પોતાનું જૂઠું સત્યમાં ખપાવવા માટે મહેનત કરે તો માનવું પડે ને કે જૂઠું વ્યાપક બની ગયું છે ?! અમારા સાધુ મહારાજ વહોરવા જાય ને વધારે લાવે ત્યારે ગુરુ મહારાજ પૂછે કે આટલું કેમ લાવ્યા તો તરત કહી દે કે – નાંખી દીધું. ખરેખર નાંખી દીધું કે આંખ આડા કાન કરીને લીધું - એમ પૂછવું પડે. ગુરુભગવંત બોલશે – એવો ભય સતાવે તેના કારણે જૂઠું બોલવાનું બને છે. એના બદલે જેવું હોય તેવું કહી દેવું. અનુપયોગથી લીધું હોય તો તેમ કહેવું, લાલચથી લીધું હોય તો તેમ કહેવું અને કોઇ વાર સામાના અત્યંત આગ્રહ અને શુભ ભાવના કારણે લીધું હોય તો કહેવું કે પ્રમાણ ઘણું હતું, ભાવ અત્યંત હતો અને સમુદાય મોટો હોવાથી ખપે એવું હતું માટે વહોર્યું. હૈયામાં સત્ય પ્રત્યે પ્રેમ હોય અને પાપની ભીરુતા હોય તો આ રીતે યથાર્થ વચન બોલવાનું શક્ય છે. અહીં જણાવ્યું છે કે ભાવશ્રાવકો બીજાના ચિત્તને રંજન
કરવાની બુદ્ધિથી અથવા તો છેતરવાની ભાવનાથી પણ ધર્મને અધર્મરૂપે અને અધર્મને ધર્મરૂપે તેમ જ અધર્મને પણ કહેતા નથી. જે સત્ય હોય તે જ મધુર સ્વરે જણાવે છે. આના ઉપરથી પણ સમજાય છે ને કે સાચું સમજવા છતાં લોકોને આકુષ્ટ કરવા માટે આચાર્યાદિસ્થાને રહેલા પણ જૂઠું બોલતા હોય છે. લોકોને સગવડવાળો ધર્મ ગમતો હોવાથી અવિધિવાળા ધર્મને પણ ધર્મ કહે અને વિધિની પ્રધાનતાએ જણાવાતા ધર્મને એકાંત દેશના કહે : તેને યથાર્થ કથન ન કહેવાય. ત્રિકાળપૂજાની વિધિ શાસ્ત્રમાં જણાવી છે. સવારે વાસક્ષેપપૂજા, મધ્યાહૂં અષ્ટપ્રકારી પૂજા, સંધ્યાએ ધૂપદીપ પૂજા કરવી. સવારે અષ્ટપ્રકારી પૂજા કરવાની વિધિ નથી. આ વાત જયારે ભારપૂર્વક સમજાવવામાં આવે ત્યારે તેને સ્વીકારવાને બદલે તેનો એકાંત દેશના કહીને વિરોધ કરવો એ તો ધર્મને અધર્મ જણાવવા બરાબર છે. કદાચ કોઇ પૂછવા આવે તો સાચું સમજાવવાના બદલે ઉપરથી કહે કે જિનશાસનમાં એવો કોઈ એકાંત નથી... આ પ્રમાણે લોકોના ચિત્તને આકર્ષિત કરવા માટે કહેવું - એ યથાર્થવચનતા નથી, સ0 સવારે પૂજા કરીએ તો આજ્ઞાભંગ સિવાય બીજો દોષ લાગે ?
આજ્ઞાભંગનો દોષ નાનો છે કે જેથી બીજા દોષનો વિચાર કરવો પડે ? આજ્ઞાભંગમાં બધા જ દોષો આવી જાય. નેપોલિયનની વાત સાંભળી છે ને ? રાત્રે એક સૈનિક દીવામાં પોતાની પત્નીને ચિઠ્ઠી લખતો હતો કે અમે જીતી ગયા છીએ અને
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૨૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૭
Page #67
--------------------------------------------------------------------------
________________
દેશ તરફ આવી રહ્યા છીએ. રાત્રે બ્લેક આઉટનું ફરમાન હતું.
ત્યાં પ્રકાશને જોઇને નેપોલિયન પેલા સૈનિકની છાવણી પાસે આવ્યો અને પૂછ્યું કે – શું કરે છે? પેલાએ કહ્યું કે આ પ્રમાણે ચિઠ્ઠી લખું છું. નેપોલિયને કહ્યું કે એની નીચે એક લીટી લખ કે મારા સેનાપતિની આજ્ઞા મેં માની નથી તેથી મને બંદૂકથી ઉડાવી દેવામાં આવ્યો છે. આ પ્રમાણે લખાવીને તે સૈનિકને બંદૂકથી મારી નાંખ્યો. આજ્ઞાભંગનો દોષ કેવો છે એ સમજાય છે ? આપણને ફાવે ત્યારે અને ફાવે તે રીતે ધર્મ કરવાથી પણ તેનું ફળ મળતું હોત તો ભગવાને વિધિ-અવિધિના ભેદ બતાવ્યા ન હોત. સ0 દ્રવ્યક્ષેત્રકાળભાવને જોઇ ગીતાર્થો ફેરફાર માન્ય રાખે ને ?
હજી સુધી સામાયિકના કાળમાં ફેર નથી થયો ને ? નોકરિયાત વર્ગને ટાઇમ નથી રહેતો તેઓ સાવ સામાયિક વગરના રહી જાય તેના કરતાં અડધા કલાકનું સામાયિક કરીને જાય તો શું વાંધો ? આવું કોઇએ કહ્યું ? ત્રિકાળપૂજા ન થાય તો થાય એટલું કરે પણ જે કરે તેમાં ફેરફાર ન કરે ને ? પેથડશાએ પણ પહેલાં દેવગુરુ પછી રાજાની સેવા એમ કહ્યું હતું ને ? બપોરે ખાવાનું છોડી દો તો મધ્યાહ્નપૂજા મજેથી થાય એવી છે. કરવું હોય તો ઉપાય છે. ‘વિધિથી કર્યું જ કર્યું કહેવાય’ એવું તમારે ત્યાં રાંધવા વગેરેમાં પણ છે ને ? તો અહીં આગ્રહ નહિ રાખવાનો ?
આ રીતે શ્રાવકધર્મના વિષયમાં જ નહિ, વ્યાપાર વગેરેના વિષયમાં પણ યથાર્થ બોલનારો હોય, વેચવા-ખરીદવામાં ઓછું -
વનું ન કરે. સાક્ષી તરીકે રાજસભામાં બોલાવ્યા હોય તોય ખોટું ન બોલે. તેમ જ ધર્મમાં રક્ત રહીને ધર્મની હાંસી થાય તેવું વચન વર્જે છે. ત્રીજો ઋજુવ્યવહાર એ છે કે શ્રાવક કોઈને છેતરે નહિ. છેતરવાથી બીજાને દુઃખ થાય છે. બીજાને દુઃખનું કારણ બને તેવી ક્રિયા-વ્યાપાર શ્રાવક ન કરે. તેની નીતિ ચોખ્ખી હોય.
તેમ જ શ્રાવક પોતાના પરિવારજનને ભવિષ્યના કષ્ટ વગેરેને જણાવે. જેમ કે અનીતિ, ચોરી વગેરે પાપકર્મોનાં ફળ ભવાંતરમાં પણ ઘણાં માઠાં મળે છે... ઇત્યાદિ જણાવે, પણ તેના અનીતિયુક્ત વ્યવહારની ઉપેક્ષા ન કરે. અથવા તો કેટલાક આચાર્યો કહે છે કે ધર્મ અને અર્થના વિષયમાં જે સારો ઉપાય હોય તે જણાવે. જેમ કે દાન, શીલ વગેરે ધર્મના ઉપાય છે અને નીતિથી ચાલવું, ઉધારે વ્યાપાર ન કરવો વગેરે અર્થના ઉપાય છે અને ઋજુવ્યવહારનો ચોથો ઉપાય છે – સાચી મિત્રતા રાખવી. શ્રાવક બનાવટી મૈત્રી કરતો નથી. સાચી મૈત્રી તેને કહેવાય કે જે કષ્ટમાં પડખે ઊભો રહે, કહ્યું છે કે, અમને તિતિ ન વાન્યa: સંકટમાં ઊભો રહે તેને બંધ કહેવાય. કપટ અને મૈત્રીને વિરોધ છે. કહ્યું છે કે જેઓ કપટપણાથી મિત્રને ઇચ્છે છે, મનમાં મલિનતાથી ધર્મ કરવા ઇચ્છે છે, સુખ ભોગવીને વિદ્યા મેળવવા ઇચ્છે છે અને કઠોરતાથી સ્ત્રીને પોતાને આધીન કરવા ઇચ્છે છે તેઓ મૂર્ખ છે.
હવે અયથાર્થભાષણ વગેરે કરવામાં શું દોષ પ્રાપ્ત થાય છે તે જણાવતાં કહે છે કે તેનાથી બીજાને અબોધિની પ્રાપ્તિ થાય છે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૯
Page #68
--------------------------------------------------------------------------
________________
અને તેથી પોતાનું ભવભ્રમણ વધે છે. જેઓ ઉપર જણાવેલા ચાર પ્રકારના ઋજુવ્યવહારને જાળવતા નથી, તેઓના તેવા વર્તનથી મિથ્યાદૃષ્ટિ લોકો એવું કહે છે કે ‘ધિક્કાર થાઓ – જિનશાસનને કે જે, લોકોને સજ્જનો દ્વારા નિંદિત એવા પણ અસત્યભાષણાદિથી નિવૃત્ત થવાનું ફરમાવતું નથી.’ આ પ્રમાણે નિંદા કરવાથી તે સેંકડો જન્મ સુધી બોધિને પામતો જ નથી. અને આવા અબોધિના બીજમાં નિમિત્ત બનવાના કારણે શ્રાવક પણ અનંત સંસારને વધારે છે.
અન્યદર્શનમાં પણ જૈનોની છાપ સારી છે. એ છાપ આપણે બગાડવાની જરૂર નથી. એક સ્થાને અમે ચાતુર્માસમાં રહેલા. ત્યાં નીચે પ્રાથમિક સ્કૂલના છોકરાઓ રમતા હતા. તેમાં રમતાં રમતાં છોકરાઓ અંદર-અંદર ઝઘડવા લાગ્યા. તેમાં એક પારસીની છોકરીએ જૈનની છોકરીને કહ્યું કે, ‘તું જૈન થઇને જૂઠું બોલે છે ?” આ સાંભળીને અમને પણ થયું કે અન્ય દર્શનના છોકરાના હૈયામાં પણ જૈનોની છાપ કેવી છે ? જૈનો ખોટું ન જ બોલે ને ? આજે જૈનો માટે જ નહિ; સાધુસાધ્વી, આગળ વધીને આચાર્યભગવંત માટે પણ એવું કહી શકાય એવું રહ્યું નથી. કાળ તો ખરાબ છે જ. પરંતુ આપણે સારા થવું હોય તો કાળને દોષ આપવાને બદલે આપણે સાવધાનીપૂર્વક જીવવા માંડવું છે.
આપણે લોકોની વચ્ચે રહેતા હોઇએ તો એનો અર્થ એ નથી કે બધા પર વિશ્વાસ રાખવો છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે વિશ્વાસઘાત તો એક પણ વ્યક્તિનો નથી કરવો. ઋજુ અને પ્રાજ્ઞ
જીવો ધર્મ કરવા માટે યોગ્ય છે. એ વાત આપણે જાણીએ છીએ. બાવીસ તીર્થંકરના શાસનના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોય. પહેલા તીર્થંકરના શાસનના જીવો ઋજુ અને જડ હોય છે, છેલ્લા ભગવાનના શાસનના જીવો વક્ર અને જડ હોય છે. આમાં એક વસ્તુ માર્મિક છે કે ત્રેવીસ તીર્થંકરભગવંતોના શાસનના જીવો ઋજુ હોય છે. ઋજુ માટે ધર્મ સુખે કરીને આરાધ્ય છે. વક્ર જીવો માટે દુરારાધ્ય છે. સ, આપણે તો છેલ્લા ભગવાનના શાસનમાં હોવાથી વક્ર અને
જડ છીએ ને ?
રોગચાળો ફાટી નીકળ્યો હોય તો મરી જવાનું કે બચવા માટે પ્રયત્ન કરવાનો ? ગમે તેટલી વક્રતા હોય તોપણ તે વક્ર વસ્તુને પાણીમાં પલાળવામાં આવે તો તે સરળ બની જાય. તેમ અહીં પણ જિનવાણીમાં ભીંજાઇએ તો વક્રતા નાશ પામ્યા વિના ન રહે. કોઇ પણ ઠેકાણે ગૂંચવાડાવાળો વ્યવહાર ન જોઇએ. જેને જે કહેવું હોય તે ચોખું આગળ જ કહી દેવું. મોઢે સારું લગાડવા મીઠું કહેવાનું અને પાછળ બીજું બોલવાનું એ ઋજુવ્યવહાર નથી. ઋજુ બનવા માટે જિનવાણીમાં ભીંજાવું જ પડશે, આજ્ઞાને પરતંત્ર બનવું જ પડશે. આજે આપણા આ ચાલુ વિષયના અનુસંધાનમાં જ એ મહાપુરુષને યાદ કરી લેવા છે કે જેઓ આજના દિવસે કાળધર્મ પામ્યા હતા. તેઓશ્રીની સ્વર્ગારોહણતિથિ નિમિત્તે ગુણાનુવાદ આ પ્રસંગે સાથે જ કરવા છે. કારણ કે ભાવશ્રાવકના આ ગુણો
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૧
Page #69
--------------------------------------------------------------------------
________________
આત્મસાત કરીને જ તેઓશ્રી ભાવસાધુપણા સુધી પહોંચ્યા હતા. આપણે જે ઋજુવ્યવહારગુણની વાત કરી એ ગુણ આ મહાત્મામાં હતો. એના યોગે જ તેઓ આગળ વધ્યા હતા. તેમનો વ્યવહાર સંસારમાં તો ચોખ્ખો હતો, પરંતુ સાધુપણામાં પણ એ જ સરળતા હતી. ભગવાન અને ગુરુભગવંત જે કહે તે સ્વીકારી લીધું. કોઇ દિવસ “પણ” કહીને દલીલ નથી કરી. આજ્ઞાના પાલનને અનુકૂળ બનવા પ્રયત્ન કર્યો પણ દલીલ તો જિંદગીમાં કરી નથી. આગળ જે ગુરુશુશ્રુષા વગેરે ગુણો બતાવ્યા છે તે પણ તેમણે આત્મસાત્ કર્યા હતા, આપણે આજના વિષયમાં ભેગા જ તેઓશ્રીના ગુણોના અનુવાદ કરવા છે. તેઓશ્રીનો વ્યવહાર સંસારમાં પણ એટલો ચોખ્ખો હતો કે ગમે તે માણસ તેમના પર વિશ્વાસ મૂકતો. એ જ ગુણ સાધુપણા સુધી લાવ્યા હતા. એક વાર આચાર્યભગવંતને અને બીજા એક મહાત્માને અરસપરસ આલોચનાની નોટ ઉતરાવવી હતી. આ ઉતારવાનું કામ કોને સોંપવું તે વિચાર કરતાં સાહેબે કહ્યું કે અમરગુપ્તવિજયજી ઉતારી આપશે. કેવો વિશ્વાસ હશે ? આચાર્યભગવંતે લખવા આપ્યું હોય તો તે લખી લેવાનું. તેના શબ્દનો અર્થ વિચારવા નહિ બેસવાનું. વાંચવા નહિ બેસવાનું. માત્ર ચીંધ્યું હોય એટલું જ કામ કરવાનું. ઉતારવાનું કહ્યું છે તો ઉતારી દેવાનું, વચ્ચે આપણું માથું નહિ ચલાવવાનું. આજે તો અમે ટપાલ પોસ્ટ કરવા માટે આપી હોય તોય એડ્રેસ વાંચી લે. ગુરુનું કામ તો ચિઠ્ઠીના ચાકરની જેમ કરવાનું. ચિઠ્ઠીનો ચાકર કેવો
હોય ? ચિઠ્ઠી પહોંચાડે, વાંચે નહિ તેવો. તેઓશ્રી ભાવશ્રાવકપણું પામીને સાધુપણા સુધી પહોંચ્યા હતા, પરંતુ તે માટે તેઓશ્રીનો પ્રચંડ પુરુષાર્થ હતો. તેમનું સામાયિક પ્રતિક્રમણ એવું કે કોઇની તાકાત નહિ કે તેમની સાથે વાત કરે. દુકાનની ચાવી એમની પાસે હોય, બાજુમાં મૂકી હોય છતાં તેમને પૂછી ન શકાય. આપણે તો સામાયિકમાં પ્રભાવના પણ મુકાવીએ ને ? સામાયિકમાં પ્રભાવના અડાય નહિ – એટલું જ, પણ મુકાવાય તો ખરી ને ? સવ અમારે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધમાં પ્રભાવના કેવી
રીતે કરવી ?
તેઓ સામાયિક, પૌષધ પારે તે વખતે હાજર રહેવાનું. આપણે યોગ્ય માર્ગે ચાલીએ તો બીજાને પણ ઉન્માર્ગે ચાલવાનો વખત ન આવે. આ મહાપુરુષને આચાર્યભગવંતનો પરિચય વિ.સં. ૧૯૯૩માં થયો. તેમના મોટા ભાઇ વિ.સં. ૧૯૯૨માં આચાર્ય-ભગવંતના પરિચયમાં આવ્યા. તેમના વ્યાખ્યાન સાંભળીને મોટા ભાઇએ સાહેબને વિનંતિ કરી કે મુરબાડ ગામે પધારો કે જેથી મારા કુટુંબના સૌ જનોને આપની વાણીનો લાભ મળશે અને તેઓ ધર્મને સમજી શકશે. સાહેબે એ વિનંતિ સ્વીકારી અને વિ.સં. ૧૯૯૩માં મુરબાડ ગામમાં પધાર્યા. તે વખતે તેમણે આચાર્ય-ભગવંતનું વ્યાખ્યાન પહેલી વાર સાંભળ્યું. એક જ વ્યાખ્યાનથી તેમના હૈયામાં ચારિત્રનું બીજ રોપાયું. ત્યાર બાદ ઓગણીસ વરસ સંસારમાં કાઢ્યા. આચાર્યભગવંતના ગયા બાદ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો ઃ ૧૩૩
Page #70
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીના શિષ્ય પૂ. મુક્તિચંદ્ર સૂ.મ. બે સાધુઓ સાથે ચાતુર્માસ માટે આવેલા. તેમના પરિચયથી તેમની પાસે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. વિ.સં. ૨૦૧૧ની સાલમાં આસો મહિને તબિયત નરમ થઇ. દીક્ષાની ભાવના તો હતી જ. તેથી પાંચ વરસ પહેલાં દીક્ષા ન લેવાય ત્યાં સુધી કાચી છ વિગઇઓનો ત્યાગ – એ પ્રમાણે અભિગ્રહ લીધો હતો. આ માંદગી આવી એટલે તરત ચારિત્ર લેવાનો નિર્ણય મક્કમ કર્યો અને વિ.સં. ૨૦૧૨ના ફાગણ માસે દીક્ષા ગ્રહણ કરી. એમનો મોભો, એમની શેઠાઇ, એમનું પુણ્ય અમે જોયું હતું. પણ દીક્ષા લીધા પછી તો એ બધું ભૂલી ગયા. કારણ કે તેઓશ્રી માનતા હતા કે આપણે કોણ હતા એ યાદ નહિ રાખવાનું, આપણે કેવા બનવાનું છે - એ યાદ રાખવાનું. સ) આપ બધા કેવી રીતે તૈયાર થયા ?
અમારામાં તો કોઈ યોગ્યતા ન હતી. માત્ર આપણા બાપા કહે તો ના ન પડાય - એટલા સંસ્કાર હતા. અમે જાણીને, સમજીને દીક્ષા નથી લીધી. અમારી માતાએ પૂછ્યું હતું કે અમે બે દીક્ષા લેવાના છીએ તો તમે અમારી સાથે દીક્ષા લેશો ? ત્યારે અમે તેમને ના ન પાડી શક્યા. અમે જો ના પાડત તો અમારા કાકા અમને રાખવા તૈયાર હતા. સ0 પિતાએ એવું કેવું હેત વરસાવ્યું હતું કે જેથી તેમની પાછળ
જવાનું મન થયું ? તેમણે હેત ન હતું વરસાવ્યું, અમારા હિતની ચિંતાથી
અમારું અનુશાસન કર્યું હતું. અમે એ વખતે એટલું સમજતા હતા કે બાપા એ બાપા. એ કહે એટલે કરી લેવાનું, એમાં વિચાર નહિ કરવાનો. નાના છોકરાઓને જોયા છે ને ? મેળામાં ગમે તેટલી વસ્તુ અપાવો એ બધી એક હાથમાં પકડી રાખે અને બીજા હાથે માનો છેડો પકડી રાખે, એ છોડે નહિ – જોયું છે ને ? સવ આપનાં બા મહારાજ કેવી રીતે તૈયાર થયાં ?
મારા ગુરુમહારાજની જેમ તેઓ પણ દીક્ષાની ભાવનામાં જ રમતા હતા. જે વખતે ગુરુમહારાજે અભિગ્રહ કર્યો હતો તે જ વખતે તેમણે પણ અભિગ્રહ કર્યો હતો કે ‘ગુરુમહારાજની દીક્ષા થયા પછી પોતાની દીક્ષા ન થાય તો ચાર આહારનો ત્યાગ'. ગુરુમહારાજને ખબર પડી તો તેમણે પૂછ્યું કે મને અટકાવવા માટે આ નિયમ લીધો છે? ત્યારે તેમણે કહ્યું કે આપની સાથે મારે આવવાનું હોય - એમાં પૂછવાનું શું? મારી દીક્ષા ન અટકે માટે આ નિયમ છે, આપને અટકાવવા નહિ. પત્નીને પતિને અનુસરવું હોય તો પૂછવાનું ન હોય પણ પિયરે જવું હોય તો પૂછવું પડે ને? સ0 આપને બધાને ઋણાનુબંધ હશે ને ?
- તમારે ત્યાં ક્યાં ઋણાનુબંધ ઓછા છે ? જન્મ્યા હોય મુંબઇમાં અને પરણવા મદ્રાસ સુધી લાંબા થાઓ ને ? માત્ર અહીં સાધુભગવંતોની સાથે ઋણાનુબંધ નથી – ખરું ને ? સ0 બધા એક વિચારના ક્યાંથી લાવવા ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૩૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૩૫
Page #71
--------------------------------------------------------------------------
________________
આપણો એક વિચાર નથી, માટે બધાના વિચાર જુદા પડે છે. આપણે ભગવાનની આજ્ઞામાં રહેતા નથી તો બધા આપણી આજ્ઞામાં ક્યાંથી રહે? ઘરના વડીલ જો ભગવાનની આજ્ઞામાં હોય તો નાનાની હિંમત નથી કે ગમે તેમ વર્તી શકે, બાપા રાતદિવસ સ્વાધ્યાય કરતા હોય તો છોકરા ગપ્પાં મારી શકે ? બાપા જ અવિનય આચરતા હોય તો છોકરાઓ ઉદ્ધત પાકવાના. બાપા પોતાનું કામ જાતે કરતા હોય તો દીકરા કોઈને કામ ભળાવી ન શકે ને ? ઘરમાં જમવા બેઠા પછી થાળી જાતે ઉપાડીને ધોવા મૂકવાની ટેવ હોય તેવાને અહીં કોઇની સેવાની જરૂર ન પડે. આ મહાપુરુષને દીક્ષાનો પરિણામ જાગ્યા પછી તે પરિણામ પડે નહિ તેની કાળજી ઓગણીસ વરસ સુધી લીધી. પોતાના કુટુંબને સુસ્થિત કર્યું. સંસાર માંડ્યો અને પરિવારસહિત નીકળી ગયા. દીક્ષા લેતાંની સાથે ફરી પેલી બિમારીએ ઉથલો માર્યો. છ મહિનામાં જ આ રીતે તબિયત નરમ થઇ. તે વખતે નક્કી કર્યું કે શરીર તો હવે સારું થાય એવું લાગતું નથી, તેથી તેને સાજું કરવા સાધના છોડવાને બદલે તેની પાસેથી કામ કઢાવવા માટે સાધનામાં લાગી જવું છે. ત્યારથી કાયમનાં એકાસણી કરવાનું શરૂ કર્યું. દવા લેવી પડે તો એકાસણામાં જ લેવી. દવા માટે છૂટા ન રહેવું. ડૉક્ટરને ચોખ્ખું કહી દેતા કે એક જ વારની દવા આપો. શરીર કામ ન આપે તો સાધી લેવું છે - આવો વિચાર આવે ? તપ સાથે પંદર કલાકનો સ્વાધ્યાય કરવા લાગ્યા. વાતચીત કરવા સમય જ ક્યાં
મળે? આ રીતે સ્વાધ્યાયમાં સારો અભ્યાસ કર્યો. પંડિત પણ સારા મળ્યા હતા. ગૃહસ્થપણામાં એ પંડિતજી તેમના ઘરે જમવા આવતા ત્યારે મશ્કરી કરતા કે તમે સાધુ થશો તો તમને ભણાવીશ. પંડિતજી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. જુદાં ચોમાસાં થવા લાગ્યાં ત્યારથી આગળ નવું ભણવાનું બંધ થયું. પણ જેટલું ભણેલું હતું તે કામ લાગે એવું ઉપસ્થિત હતું. રાત્રે એકલા ત્રણ-ચાર કલાક સ્વાધ્યાય કરી શકે એટલી મૂડી તેમની પાસે હતી. આટલો સ્વાધ્યાય કોણ કરી શકે ? સુત્ર આવડતાં હોય તે ને ? અત્યારે. તો ચાર કલાક સ્વાધ્યાય કરી શકે એવી મૂડી કેટલા પાસે હોય ? આવડે તો કરે ને ? તેમને આવડતું હતું, સૂત્ર પ્રત્યે પ્રેમ હતો તેથી સ્વાધ્યાય દ્વારા સમાધિ પામી શકતા. વાતચીતોમાં રસ જ ન હતો. બીજાની વાતો સાંભળવા જાય તો અસમાધિ થાય ને? શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે તેને અસમાધિ થવાનું કોઇ કારણ નથી. સીતાસતી, દમયંતીસતી, અંજનાસતી વગેરેનાં ચરિત્રો જે સાંભળે તેને અસમાધિ થવાનું કોઇ કારણ જ નથી. જે ચરિત્ર સાંભળીને અસમાધિ થાય તેનું નામ વિકથા અને જે ચરિત્રો સાંભળીને સમાધિ મળે તેનું નામ ધર્મકથા. વિકથાને ઝેરની ઉપમા આપી છે. આ વિકથાનું ઝેર કાઢવા માટે સ્વાધ્યાય એ મંત્રસમાન છે. સાધુભગવંતો સ્વાધ્યાયમય હોય, જેમ તમે પૈસામય હો છો તેમ. આખો દિવસ ધંધાના જ વિચાર અને ધંધાની જ વાતો ને ? જેનો ધંધો મોટો તેને વાતચીત કરવા સમય ન મળે ને ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૧૩૭
Page #72
--------------------------------------------------------------------------
________________
સ) કલિકાલસર્વજ્ઞે સાડા ત્રણ કરોડ પ્રમાણ શ્લોક કઇ રીતે રચ્યા
હશે ? ખાધું-પીધું નહિ હોય ?
તન્મય બને તે જ આ રીતે સાધના કરી શકે. તેમને તો શાસ્ત્ર પ્રત્યે અગાધ પ્રેમ હતો, ભૂતકાળની સાધના હતી, સરસ્વતીદેવીની સહાય હતી. આપણા તો અઢારે ય વાંકા છે ને ? સ્વાધ્યાય પ્રત્યે પ્રેમ નથી, ગુરુ પ્રત્યે બહુમાન નથી, જ્ઞાનની રુચિ નથી, સંસાર પ્રત્યે નફરત નથી, મોક્ષની ઇચ્છા નથી, વિષયની આસક્તિ મરતી નથી, કષાયની પરિણતિ ટળતી નથી... આટલા મળ જામ્યા હોય તો પાણીમાં પલાળવું પડે ને ? તે માટે આ સ્વાધ્યાયરૂપી જલ છે. પાણીમાં મલું વસ્ત્ર પલાળીએ ને ચોળીએ નહિ તોપણ થોડો તો મેલ છૂટો પડે જ. તેમ અહીં પણ ધૂણીને ભણો નહિ પણ ચોપડીમાં માથું નાખીને બેસો તો ય ઘણા દોષોથી બચી જાઓ. એના બદલે છાપામાં માથું નાખે તો શી દશા થાય ? આ મહાપુરુષ જુદા ચોમાસા કરવા ગયા ન હતા ત્યાં સુધી છાપું હાથમાં જ લીધું ન હતું. પોતે જ ન વાંચે તો અમારી હિંમત થાય ? આ રીતે તેમણે આચાર્યભગવંતનો વિશ્વાસ એવો સંપાદન કર્યો હતો કે સાહેબ માનતા કે આમને જે આજ્ઞા કરીશું તે પ્રમાણે કરશે જ. “પણ” કહીને કોઇ દિવસ વાત નથી કરી. ખંભાતની બાજુમાં એક ગામમાં એક મહાત્માને લકવાનો હુમલો આવ્યો હતો. સાહેબ ખંભાત હતા. ચૌદસનો દિવસ હતો, મારા ગુરુમહારાજને ઉપવાસ હતો. આચાર્યભગવંતે તેમને બોલાવીને આજ્ઞા કરી. ભરબપોરે એક સાધુ
સાથે મોકલ્યા. પ્રસન્નતાથી ગયા. આ તો ચોમાસા માટે મોકલીએ તો કહે કે હું નહિ જઉં, હું જ એકલો છું... જયારે તેઓશ્રી વિચારતા કે મારો પુણ્યોદય કે મને યાદ કર્યો. તેનું નામ ઋજુવ્યવહાર, પોતે લગભગ પંચાવન વરસની ઉંમરના તે વખતે હતા. બીજા અમારા જેવા જુવાન સાધુ ઘણા હતા. છતાં એવો વિકલ્પ નથી કર્યો કે - સેવા માટે જુવાન જાય કે મોટા ! મારું શું થશે ? મારું કોણ કરશે - એવો વિચાર જ નહિ, આને મોકલો - એવી સલાહસૂચન નહિ. આજે તો ચોમાસા માટે મોકલીએ તો “હું અહીં આપની પાસે હોઇશ તો કામ લાગીશ. પેલા આમે કશું કરતા નથી, એને મોકલો, હું જઇશ તો અગવડ પડશે, મારી સમાધિનું શું? હું આપનું મોટું જોઇને આવ્યો છું, લોકો અત્યારે આગ્રહ કરે. છે, ત્યાં જઇને કંઇ સાચવતા નથી...' આવી કંઇકેટલીય દલીલ કરે ! પછી સાહેબે સમાચાર મોકલાવી પેલા મહાત્માને લઇને પાછા આવવાનું કહ્યું. છતાં એવું નથી કહ્યું કે – પાછળથી બોલાવ્યા તેના કરતાં પહેલાં જ બોલાવી લીધા હોત તો ? ગુરુ પ્રત્યે આવો વિશ્વાસ હોવાથી જે રીતે આજ્ઞા પાળી તેનું ફળ પણ તેમને મળ્યું. ખંભાતમાં ઉપધાન હતા. પહેલા જ દિવસે સાહેબ માંદા પડ્યા. ઉપધાનમાં સાતસો અને બીજા અઢીસો માણસો હતા. તે પણ સાહેબનું વ્યાખ્યાન સાંભળવા આવેલા. સાહેબના કહેવાથી મારા ગુરુમહારાજે આઠ દિવસ વ્યાખ્યાન કર્યું. લોકોએ સાહેબને કહ્યું કે - કાંઇ વાંધો નથી, અમને લાગતું જ નથી કે આપ નથી વાંચતા.
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો ઃ ૧૩૯
Page #73
--------------------------------------------------------------------------
________________
કારણ કે સાહેબ જે કહે તે જ વાત કરતા, જેટલું કહે તેટલું જ કહેતા. તેમને જૈનપ્રવચનની ફાઇલ લઇને બેસતાં શરમ ન હતી આવતી. તે તો ચોખ્ખું કહેતા કે હું ભણેલો નથી પણ આ સાહેબ આ પ્રમાણે કહે છે. તેમની પાસે અનુભવ જ્ઞાન, સામાજિક દૃષ્ટાંતો, કહેવાની રીત એવી હતી કે ધાર્યું નિશાન તાકી શકતા. અમારા પદર્શનના જ્ઞાતા પંડિતજી પણ તેમની પાસે રાતે વાર્તા સાંભળવા જાય. અમને કહી દે કે “આજ તો હમ બડે મહારાજ સે કહાની સુરેંગે...” ગુમહારાજ એકની એક વાર્તા કહે તોય પ્રેમથી સાંભળે, છેલ્લે કહે કે – “યહ તો પહલે કહ ગયે થે, દૂસરી સુનાઓ...' એ બધા દિવસો ગયા. મહાપુરુષો ગયા પછી પાછા નથી આવતા, દર વર્ષે ગુણ ગાઇએ છીએ પણ પરિણામ નથી જાગતા. ત્યાં ને ત્યાં જ છીએ ને ? ઘરમાં એકતાલીસ વર્ષ કાઢ્યાં, અહીં ચુમ્માલીસ વર્ષ રહ્યા.
શ્યાશીમા વર્ષે કાળ કર્યો. ચારિત્ર પ્રત્યે પ્રીતિ અને જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ એવો હતો કે ક્યાંય દીનતા વર્તાય નહિ. આજે ઝળહળતો વૈરાગ્ય લઇને આવેલા પણ દીન બની જાય છે. તેઓશ્રીએ હૈયાની સરળતાથી ‘ગુરુ કહે તે પ્રમાણે જ કરવું, ગુરુને ન ગમે તે ન કરવું' – આ સિદ્ધાંત અપનાવી લીધો હતો. આપણામાં વક્રતા છે તેથી આપણને જેમ ગમે, જેમ ફાવે તેમ કરવું છે, તો ક્યાંથી ફળ મળે ? ચારિત્ર પ્રત્યે પ્રીતિ હોય તો આ બધું શક્ય બને. તેમને ચારિત્ર પ્રત્યે અખૂટ વિશ્વાસ હોવાથી ગુરુની આજ્ઞા સહજતાથી માની શકતા. સાહેબ કહેતા કે – આ બે-ત્રણ ટુકડી
એવી છે કે જયાં મોકલવી હોય ત્યાં મોકલી શકાય. ગમે તેટલા દૂર જઇએ પણ ચોમાસા પછી પાછા ભેગા થઇ જ જઇએ. ચોમાસાનો પ્રવેશ મોડામાં મોડો કરવાનો અને વિહાર વહેલામાં વહેલો કરવાનો. ક્યાં છીએ એ નહિ જોવાનું, ક્યાં જવાનું છે – એ જોઇને ચાલવા માંડવાનું ! સાહેબ શું કહે છે – એની તરફ જ નજર રાખવાની. ગુરુશુક્રૂષાનો ગુણ ભાવશ્રાવકમાં હોય તો સાધુમાં કેવો હોય ? શુશ્રુષા એટલે માત્ર ગુરુની સેવા કરવી તે નહિ, ગુરુનું કહ્યું સાંભળવાની ઇચ્છા-તત્પરતા તેનું નામ ગુરુશુશ્રુષા. દિવસે ગુરુનું કહ્યું ન સાંભળે અને રાત્રે ગુરુના પગ દબાવે તેનો અર્થ - ગુરુને દબાવે છે – એમ જ થયો ને ? સ0 ચોમાસામાંથી પાછા ભેગા થઇ જવાનું? શાસનનું કંઈ કામ
હોય તો આજ્ઞા ન મંગાવાય ?
આજ્ઞા મંગાવવાની ન હોય, આજ્ઞા આપે એ ઝીલવાની હોય. આજ્ઞા માંગવાની વસ્તુ નથી, માનવાની વસ્તુ છે. ગુરુને બધી પરિસ્થિતિનો ખ્યાલ હોય જ. તેથી તેમને ખ્યાલ આપવાની જરૂર નથી, જે કામ માટે મોકલ્યા હોય તે કરીને પાછા વળી જવાનું. તમને શેઠે પોતાના કુટર ઉપર ઘરે જમવા મોકલ્યા હોય તો એ સ્કુટર ઉપર છોકરીને બેસાડી સ્કૂલમાં મૂકી આવો એ ચાલે ? મોટા જાતે પુછાવે તો કહેવાનું. મોટાઓ, મોટાની ઉપાસના કરીને મોટા થતા હોય છે. મોટાઓને લાત મારીને મોટા ન થવાય. નાના કામ કરે, નામ મોટાનું આપે, પોતાના નામે ન કરે. મોટાને મોટા
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૪૧
Page #74
--------------------------------------------------------------------------
________________
સાથે રહેવું ગમે, નાના સાથે નહિ. ચૌદ હજાર સાધુના નેતા એવા શ્રી ગૌતમસ્વામીજીએ કોઇ દિવસ કહ્યું નથી કે હું આટલાનો સ્વામી છું. ઉપરથી ભગવાનના ગયા બાદ મને ગૌતમ કહીને કોણ બોલાવશે – એનું એમને દુ:ખ હતું. મોટાઓને મોટા ગમે. ચોમાસા માટે ગયેલો ભેગો જ ન થાય તો ભણી શકે કઇ રીતે ? અને ગુરુકુળવાસમાં ઘડાય કઈ રીતે ? આજે તો બે શિષ્ય થાય તો ચોમાસું કરવા તૈયાર થઇ જાય. શ્રાવકને પણ પહેલાં જ કહી દે કે સાહેબ કહે તો હું આવવા માટે તૈયાર છું – આથી શ્રાવક પણ વિનંતિ કરે અને સાહેબ કહે કે “મારી પાસે સાધુ નથી' તો ધીમે રહીને કહે કે આપ આજ્ઞા કરો તો પેલા મહાત્મા આવવા તૈયાર છે. પછી સાહેબ શા માટે ના પાડે ? બે ય રાજી હોય તો આપણે વચ્ચે કાજી બનવું નથી ! આજે નિયમ આપે કે - “સાહેબ કહેશે તો જઇશ” આવું કોઇની આગળ બોલવું નહિ. સ0 સંઘને સાચવવાની ભાવના ખરાબ નથી ને ?
આપણે સંઘને સાચવવા નહિ, આપણી જાતને સાચવવા અહીં આવ્યા છીએ – એ યાદ રાખવું. સાધુપણું સંઘને તારવા માટે નહિ, આપણી જાતને તારવા માટે લીધું છે, ગુરુનું કહ્યું માનવા માટે લીધું છે. સંઘને સાચવવાની જવાબદારી તો ગુરુની છે. આપણી જવાબદારી ગુરુનું માનવાની અને તરવાની છે. આચાર્યભગવંત આપણા હિતમાં જ પરાયણ હોય, તેઓ જે કહે તે માની લેવાનું. અમને પણ એ મહાપુરુષ કહેતા કે આ સાહેબની કૃપાથી
આ શાસન મળ્યું છે. સાહેબને પામ્યા પછી સાચું સમજાયા પછી પોતાના ગામમાં ખોટી આરાધના થવા દીધી નથી. અત્યારે લગભગ એક ગામ એવું નહિ હોય કે જયાં આરાધનાના બે પક્ષ ન હોય. જ્યારે આ મહાપુરુષના પ્રભાવે આજે પણ મુરબાડ ગામમાં એક જ આરાધનાનો પક્ષ છે.પોતે ગામના લોકોને સમજાવી દીધું હતું કે માર્ગ સમજાયા પછી આડાઅવળા નથી થવું. એક વાર પોતે બહારગામ ગયા હતા. વિહારમાં પરપક્ષનાં ચાર સાધ્વીજી મહારાજ મુરબાડ પધાર્યા હતાં. તેમણે ગામમાં સારું જમાવ્યું હતું. ગામની બહેનો પણ બોલવા લાગી કે શેષકાળમાં પર્યુષણ જેવું વાતાવરણ લાગે છે. બધાએ ભેગા થઈને સાધ્વીજી મહારાજને ચોમાસાની વિનંતિ પણ કરી. માત્ર નિર્ણય લેવાનો બાકી હતો. બધા કહે - ‘સનાભાઇ આવે એટલે નક્કી કરીએ.' બીજે દિવસે આવ્યા એટલે એમણે વિગત જાણી. તેમણે કહ્યું કે આપણે સાહેબને પામ્યા અને સાચો માર્ગ પામ્યા, આ જ માન્યતા સાચી છે એ જાણ્યું છે. તેથી આ માન્યતા જેની ન હોય તે ગમે તેટલા પ્રભાવક હોય તેમનું ચારિત્ર ગમે તેટલું ચઢિયાતું હોય તોપણ તેમને આ ગામમાં નથી રાખવા. આ ગામમાં હવે ખોટું ઘાલવું નથી. રાતોરાત એક શ્રાવિકાબહેનને લઇને સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં ગયા અને બીજા જ દિવસે તેમને વિહાર કરવાની વિનંતિ કરી, સાધ્વીજી મહારાજનાં પોટલાં પહોંચાડવાનું અને ડબ્બા લઈ જવાનું ઔચિત્ય પૂરેપૂરું જાળવ્યું. પણ ગામમાં
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૪૩
Page #75
--------------------------------------------------------------------------
________________
બીજો પક્ષ પ્રવર્તાવા ન દીધો. માર્ગ પ્રત્યેની પ્રીતિનો એ પ્રભાવ હતો. ગામના પણ બધા ઔચિત્ય દરેકનું જાળવે. એક વાર એક પરપક્ષના સાધુ મુરબાડ આવવાના હતા. તેમને કોઇકે કહ્યું કે એ તો રામચન્દ્રસૂરિ મહારાજનું ચુસ્ત ગામ છે. એ સાધુએ કહ્યું કે જોઇએ તો ખરા. ગામમાં આવ્યા. લોકોએ ઔચિત્ય પૂરું જાળવ્યું. ગોચરીપાણી, ઔષધ વગેરે બધું જ સાચવ્યું. પરંતુ માન્યતા મજબૂત. વંદન કરે નહિ ને ઔચિત્યમાં બાકી રાખે નહિ. આપણું સાચવીને બીજે જવાય, પણ જ્યાં જઇએ ત્યાંના જેવા થઇએ તો ન ચાલે. તીર્થંકરભગવંત અને ગુરુભગવંત કહે તે ખોટું હોય જ નહિ - આટલી શ્રદ્ધા નહિ હોય તો ફળ મળશે કઇ રીતે ? મને સમજાય કે ન સમજાય મારા ગુરુભગવંત ખોટું ન કહે : આવી અગાધ શ્રદ્ધા હોય તો ચારિત્ર મળે અને ફળે. તદ્દન નિઃસ્પૃહપણે અને સમર્પણભાવ વડે એ રીતે જીવ્યા હતા કે સાહેબના હૈયામાં
સ્થાન પામ્યા હતા. ધર્મના જાણકાર અને ધર્મના શ્રદ્ધાળુ આ રીતે વર્તી શકે. આપણે પોતે જ સાચું માનતા ન હોઇએ તો બીજાને કઇ રીતે કહી શકીએ કે – સાચું અહીં જ છે, બીજે નથી. આજે તો સાધુસાધ્વી પણ એવું બોલવા માંડ્યાં કે આપણે જ સાચા છીએ ? પેલા ન હોઇ શકે ? આપણે સાચા માર્ગે છીએ, આપણા ગુરુભગવંત સાચા છે એટલું જ્ઞાન અને એટલી શ્રદ્ધા ન હોય તે મક્કમતાથી પગલાં માંડી શકે નહિ તો બીજાને ક્યાંથી ચલાવે ? માર્ગનું જ્ઞાન અને સાચી પ્રીતિ હોય તે તો ગુરુનું ગૌરવ પણ વધારે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો – ૧૪૪
સાહેબના બે ભગત પાલિતાણા ગયા હતા. તેમણે વિચાર્યું કે આજે દરેક ઉપાશ્રયમાં જઇને સાધુભગવંતને જે કાંઇ દવાનો ખપ હોય તે લાવી આપવાનો લાભ લેવો છે. ગુરુને ઔષધ લાવી આપવું એ પણ એક પ્રકારની ગુરુશુશ્રુષા છે. બધાને કહેતા કે પાલિતાણામાં મળશે તો આજે જ આપી દઇશું, નહિ તો બીજેથી મંગાવીને કાલે આપીશું. એક પરપક્ષના સાધુએ પોતાના દરેક સાધુની મોંઘામાં મોંઘી જે દવાઓ હતી તે પૂરતા પ્રમાણમાં લખાવી. સાહેબના ભક્તો તો ભક્તિ કરવા જ નીકળ્યા હતા તેથી કાંઇ પણ વિચાર કર્યા વિના લિસ્ટ પ્રમાણે બધી જ દવા લઇ આવ્યા. જે ન મળી તે મંગાવીને પહોંચાડી. એ ભાઇ દવા આપીને પાછા ફર્યા અને ઉપાશ્રયનાં પગથિયાં ઊતરતા હતા ત્યાં તેમના કાને પેલા સાધુમહાત્માના શબ્દો પડ્યા કે - ‘રામચન્દ્રસૂરિ મહારાજના ભગત એટલે ભગત !' પૈસા જાય તો ભલે જાય, સમયનો ભોગ આપવો પડે તો ય ભલે પરંતુ આપણા ગુરુભગવંત માટે એક પણ અક્ષર ઘસાતો કોઇ બોલે એવું નથી કરવું. આપણામાં આવડત હોય તો સાચો માર્ગ બીજાના હૈયામાં વસે એવું કરી શકીએ. છોડવા બેઠા છીએ તો છોડી જાણવું. પૈસા ગયા તો ભલે ગયા પણ ધર્મ વધતો હોય તો તેવું શા માટે ન કરવું ? જેમના ભગત આવું ઔચિત્ય જાળવે તે ગુરુ કેવા હશે - આવું જો બીજ કોઇના હૈયામાં પડે તો તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ને ? આપણને જ દેવગુરુધર્મ પ્રત્યે લાગણી ન હોય તો બીજા ક્યાંથી ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૪૫
Page #76
--------------------------------------------------------------------------
________________
પામી શકે? લોકો આપણને ધર્માત્મા ગણે તે માટે નથી કરવું. જૈનો ખરાબ કામમાં આગળ હોય તો લોકો જૈન ધર્મની નિંદા કરવાના અને જૈનો સારા કાર્યમાં આગળ હશે તો લોકો જૈન ધર્મની પ્રશંસા કરવાના. હું આવાને માનતો નથી એવું બોલવાના બદલે એમને મનાવવા છે – એવું કહો. આપણે નમીએ નહિ પણ પેલા આપણા ગુરુને નમે એવું કરવું છે. સ0 આપણે વેત નમીએ તો સામો હાથ નમે ને ?
વંત નમવાની રીત જ તમને બતાવી. તમે તો માથું નમાવીને આવો અને પૈસા ન નમાવો. માથું નમાવાની જરૂર નથી પૈસા નમાવાની જરૂર છે. સામાન પહોંચાડવાનો, ગોચરીપાણી સાચવવાનાં, દવા વગેરે બધું જ સાચવવાનું, માત્ર વંદન નહિ કરવાનું. પેલાને પોતાને થશે કે કંઇક ખામી મારામાં છે માટે વંદન નથી કરતો. સ0 એ પૂછે કે વંદન કેમ નથી કરતા તો ?
યોગ્ય હશે એ પૂછશે જ નહિ, જાતે જ વિચારશે. અને છતાં પૂછે તો કહી દેવાનું કે આપ અતિથિ છો માટે સાચવીએ છીએ પણ માર્ગમાં નથી માટે વંદન નથી કરતા. સવ એટલું સત્ત્વ ન હોય.
તો બધી તકલીફ છે જ, માર્ગ જો ઇતો નથી, સત્ત્વ પામવું. નથી અને માત્ર નાટક જ કરવું છે તેના માટે કોઇ ઉપાય નથી. આ મહાપુરુષમાં એવી વિશેષતા હતી, એવું સત્ત્વ હતું કે એમને
ખોટામાં કોઇ નમાવી ન શકે. છેલ્લે બિમાર પડ્યા પછી હોસ્પિટલમાં જવાની પણ ના પાડી દીધી હતી. પોતાની જાતે શ્વાસ પણ લઇ શકે એવી શક્તિ રહી ન હતી તેથી છેલ્લા છ દિવસથી પાણીનું ટીપું પણ નાખ્યું ન હતું. જેમણે જીવનમાં કડક અનુશાસન ઝીલ્યું હોય તેવા મહાપુરુષો જતાં જતાં પોતાની છાયા મૂકીને જતા હોય છે. અપ્રતિમ સત્ત્વ, ગુરુપરતંત્ર્ય, માર્ગ પ્રત્યે વિશ્વાસ, ચારિત્રની પ્રીતિ, અપ્રમત્તતા... આ બધા ગુણો વીસરી ન શકાય એવા છે. મહાપુરુષો ગયા પછી તેમનું સ્મરણ જ મૂકીને જતા હોય છે. આપણે તરવું હોય તો આ ગુણોને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરી લેવો છે. આ ગુણો જરૂરી છે કે બિનજરૂરી ? જરૂરી લાગે તો તે માટે થોડો પ્રયત્ન કરી લેવો છે. મહાપુરુષો શાશ્વત નથી હોતા, તેઓ ન મળે ત્યારે પણ તેમની છાયા તો મળે છે. આ છાયાને ઝીલવા પ્રયત્ન કરી લઇએ તો જેઓને ચારિત્ર મળ્યું નથી તેઓ ચારિત્ર પામી શકશે અને જેમણે લીધું છે તેઓ સારી રીતે પાળી શકશે. ચારિત્ર લેવા પહેલાં પણ કષ્ટ વેઠ્યાં અને ચારિત્ર લીધા પછી પણ કષ્ટ વેઠ્યાં છતાં ચારિત્રને કષ્ટકારક માન્યું નથી. આ ચારિત્રપાલનની અસર પડતી હોય છે. પુણ્ય કેટલું છે – એ નથી જોવું, ક્ષયોપશમભાવ કેટલો છે એ જોવો છે. આ મહાપુરુષ જીવ્યા તો સમાધિથી અને જતાં જતાં પણ સમાધિના દર્શન કરાવી ગયા. આવા મહાપુરુષ મોટે ભાગે મળતા નથી હોતા અને મળ્યા પછી પણ ફળતા નથી હોતા – એ આપણી મોટી કમનસીબી છે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૭
Page #77
--------------------------------------------------------------------------
________________
આવા ભાવસાધુપણા સુધી પહોંચવા માટે ભાવશ્રાવકના ગુણો કેળવવા માટે પ્રયત્નશીલ બનવું છે.
ભાવશ્રાવકનાં છ લક્ષણોમાં આપણે કુતવ્રતકર્મ, શીલવાન, ગુણવાન અને ઋજુવ્યવહાર : આ ચાર લક્ષણો જોઇ ગયાં. તેમાં ઋજુવ્યવહારમાં શ્રાવક આવો ઋજુવ્યવહારી હોવાથી તેને કેવું ફળ મળે છે તે જણાવવા માટે અહીં ધર્માનંદ નામના વણિકનું દૃષ્ટાંત છે. નાશિક નામના નગરમાં નંદ નામના બે વણિક હતા. પણ એક વણિક શુદ્ધ ન્યાયયુક્ત વ્યવહાર કરતો હોવાથી લોકો તેને ધર્માનંદ કહેતા અને બીજો લોભના કારણે ખોટાં માનમાપાં કરતો હોવાથી લોકો તેને લોભાનંદ કહેતા હતા. એકવાર ગામની બહાર રાજાએ તળાવ ખોદાવવા માંડ્યું. તેમાં ખોદતાં ખોદતાં એક નિધાન મળ્યું કે જેમાં માત્ર સોનાની કોશો-મોટા ખીલા હતા. પણ ચારે તરફથી માટી અને કાદવથી ખરડાયેલી હોવાથી મજૂરોએ તેને લોઢાની કોશ જાણી તેમાંથી બે કોશ લઇને ધર્માનંદની દુકાનમાં ગયા. જમીનમાં નિધાન દાટેલું મળે તો આનંદ થાય ને ? પણ એટલું યાદ રાખવું કે દાટનારા જુદા હોય, કાઢનારા જુદા હોય અને ભોગવનારા જુદા હોય. જેના નસીબમાં જેટલું હોય તેટલું જ મળે. મજૂરોએ ધર્માનંદને કોશના બદલામાં તેલ, અનાજ વગેરે આપવા કહ્યું. ધર્માનંદ શેઠ કોશો હાથમાં લેતાંની સાથે ઓળખી ગયો કે આ તો સોનાની કોશો છે. છતાં પોતાને અધિકરણ લાગશે એવા ભયે મજૂરોને સત્ય વાત ન કહી. અને મજૂરોને કહ્યું કે મારે એ
કોશોનું કંઇ જ કામ નથી. મજૂરોએ લોભાનંદને ત્યાં જઈને કોશો બતાવી અને તેના બદલામાં જોઇતી ચીજવસ્તુ માંગી. લોભાનંદે જાણ્યું કે આ નક્કર સોનાની છે, અને લોઢાના ભાવે સુવર્ણ કાઢવા માંગે છે તેથી બમણા ભાવે આપીશ તો હજી બીજી કોશો પણ લાવી આપશે. તેથી મજૂરોને કહ્યું કે મારે લોઢાની કોશોની ઘણી જરૂર છે. જો તમારી પાસે બીજી હોય તો તે પણ લઇ આવજો . તમને સારા પૈસા આપીશ. આથી મજૂરો રોજ બબ્બે કોશ લાવવા માંડ્યા. લોભાનંદે આ વાત પોતાના પુત્રોને પણ જણાવી નહિ. તેથી તેના પુત્રો લોઢાની કોશો બમણા ભાવે ખરીદતા જોઇને લોભાનંદ પ્રત્યે ઉશ્કેરાયા. છતાં પિતા આગળ પોતાનું કશું ન ચાલવાથી અટકાવી શક્યા નહિ, લોભાનંદ દીકરાઓ કંઈ ગરબડ ન કરે માટે દુકાન રેઢી મૂકતો નહિ.
એક વાર બાજુના ગામમાં લોભાનંદના મિત્રને ઘેર લગ્નનો પ્રસંગ હતો. તેથી અત્યંત આગ્રહપૂર્વક મિત્ર તેને પોતાને ગામ લઇ ગયો. જતાં જતાં તે છોકરાઓને કહેતો ગયો કે મજૂરો આવે તો કોશો લઇ લેજો અને જે મૂલ્ય કહે તે આપી દેજો, ના પાડતા નહીં. તેના ગયા પછી નિત્ય ક્રમ પ્રમાણે મજૂરો કોશો લઇને આવ્યા. લોભાનંદના પુત્રોએ તો લોખંડનો ભાવ ગણીને જ પૈસા આપ્યા. મજૂરો વારંવાર કહેવા લાગ્યા કે શેઠે નક્કી કર્યું છે તેટલા પૈસા આપો. ત્યારે વ્યાપારમાં ગૂંચવાયેલા શેઠના દીકરાએ ગુસ્સાથી કોશો નીચે ફેંકી દીધી. કોશો પથ્થર ઉપર પછડાવાથી
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૯
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપરની માટી અને કાદવ ખરી પડ્યો, અને સોનું ઝળહળવા માંડ્યું. તે વખતે ત્યાંથી પસાર થતા નગરના આરક્ષકે આ જોયું અને મજૂરોને પકડીને રાજા સમક્ષ લઇ ગયો. રાજાના પૂછવાથી મજૂરોએ તો હકીકત હતી તે સાચેસાચી જણાવી દીધી. રાજાએ પૂછ્યું કે કોને કોને તમે કોશો આપી છે ? ત્યારે તેમણે કહ્યું કે ધર્માનંદને પહેલાં દેખાડી હતી પણ તેણે ન ખરીદી એટલે અમે લોભાનંદ શ્રેષ્ઠીને ત્યાં ગયા. તો તેણે બમણા મૂલ્યે બધી કોશો રાખી લીધી છે. આથી રાજા ક્રોધે ભરાયો અને આ મહાચોર છે એમ જાણીને તેના ઘરના બધાને કેદ કરી તેમની માલમિલકત ઝડપી લીધી. લોભાનંદ મિત્રના ત્યાં બેઠો વિચારે છે કે પુત્રો કોશો નહિ લે તો ઘણું નુકસાન થશે. એમ સમજીને મિત્રને કહ્યા વિના તે પોતાના ગામમાં પાછો ફર્યો. ઘરે આવીને બધી ઘટના સાંભળી અને પશ્ચાત્તાપરૂપી અગ્નિમાં બળવા લાગ્યો. પોતાના પાપકર્મ ઉપર ગુસ્સે થયો. આ પાપકર્મે જ મને બહારગામ જવાની કુમતિ
આપી ઇત્યાદિ વિચારમાં ક્રોધના આવેશમાં પોતાના બે પગ કાપી નાંખ્યા ને મરણ પામ્યો.
આ બાજુ રાજાએ ધર્માનંદને બોલાવીને પૂછ્યું કે તમે તે કોશો કેમ ન લીધી ? ત્યારે ધર્માનંદે જણાવ્યું કે એ કોશો લેવાથી મારે બે વ્રતોનો ભંગ થતો હતો. એક તો ચોરી ન કરવી તે અને બીજું પરિગ્રહનું પરિમાણ. આથી મેં ન લીધી. તદુપરાંત મજૂરોને જણાવું તો તેમને પણ દુષ્ટ બુદ્ધિ જાગે અને તેથી મને અધિકરણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૫૦
લાગે. તેથી મજૂરોને પણ તેનું રહસ્ય ન જણાવ્યું. આ સાંભળીને રાજાએ, તું ખરેખરો ધર્માનંદ છે એમ પ્રશંસીને તેનો સત્કાર કર્યો.
આવા પ્રકારના ઋજુવ્યવહારના કારણે ભાવશ્રાવક આ લોકના અને પરલોકના કલ્યાણનું સ્થાન બને છે. જ્યારે અત્યંત લોભના કારણે લોભાનંદની જેમ, હોય તે પણ ગુમાવાનું બને છે. ધંધાની કરામત છે – એમ સમજીને પણ ચોરી કે છેતરામણ કરવી નથી. પૈસો તો આજે છે ને કાલે નથી. એના માટે આટલાં પાપનું ઉપાર્જન કરવું એ ભાવશ્રાવક માટે તદ્દન અનુચિત છે. ભાવશ્રાવક અવિરતિના યોગે ઘરમાં રહ્યો હોય, લોભના યોગે ધંધો કરતો હોય તોપણ એટલો લોભી ન હોય કે જેના કારણે પોતે, પોતાનો ધર્મ નિંદાય એવી પ્રવૃત્તિ કરે.
હવે શ્રાવકના પાંચમા ગુણનું વર્ણન કરે છે. ગુરુની શુશ્રુષા આ પાંચમું લક્ષણ છે. જેને ભવિષ્યમાં સાધુ થવું હોય તેણે ગુરુની શુશ્રુષા કરવી જ પડશે. કારણ કે ગુરુની શુશ્રુષા વિના એકે ગુણ પ્રાપ્ત થતો નથી. આ ગુરુશુશ્રુષા ચાર પ્રકારની છે. ૧. સેવા જાતે કરવી, ૨. બીજા પાસે કરાવવી, ૩. ગુરુને ઔષધાદિનું સંપાદન કરવું, ૪. તેમની પ્રત્યે ચિત્તનું બહુમાન રાખવું. આપણાં માતાપિતાની સેવા આપણે આ રીતે કરતા જ હોઇએ છીએ. માતાપિતાની સેવા જાતે કરીએ, કારણ ઉપસ્થિત થાય ને જાતે ન કરી શકીએ તો બીજા પાસે કરાવવી, એમને અવસરે રોગાદિ થયે ઔષધાદિનું સંપાદન કરવું અને તેમની પ્રત્યે ચિત્તનું બહુમાન
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૫૧
Page #79
--------------------------------------------------------------------------
________________
રાખવું. અહીં માતાપિતાની વાત નથી. સામાન્યથી ગુરુજનનો અર્થ માતાપિતા થાય છે, પરંતુ અહીં ભાવશ્રાવકનો અધિકાર ચાલુ હોવાથી ગુરુજનનો અર્થ માતાપિતા ન કરવો, આચાર્યભગવંતાદિ કરવો. શબ્દનો જે અર્થ થતો હોય તે કરીને ન મૂકવો, જે ઘટતો અર્થ હોય, પ્રકરણને સંગત હોય તેવો અર્થ કરવો. આથી જ અહીં આચાર્યભગવંતાદિ ગુરુભગવંતની શુશ્રુષા કરવાનું જણાવ્યું છે. અહીં શિષ્ય શંકા કરે છે કે ગુરુ કોને કહેવાય તે ખબર નથી. તેથી ગુરુનું સ્વરૂપ સમજાવતાં જણાવે છે કે – જે ધર્મના જ્ઞાતા હોય અર્થાદુ ધર્મને જાણનારા હોય, પોતે જાણીને ધર્મને કરનારા અર્થાત્ આચરનારા હોય, પોતાના પરિચયમાં આવેલા લોકોને નિરંતર ધર્મમાં પ્રવર્તાવનારા હોય અને જગતના સર્વ જીવોને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનાર હોય – તેને ગુરુ કહેવાય. તેમ જ સારા રૂપવાળા, ઓજસ્વી, યુગપ્રધાન - જે કાળે જેટલું શ્રત હોય તેના જાણકાર, મધુર વચનવાળા, ગંભીર, બુદ્ધિમાન તથા ધર્મોપદેશ આપવામાં તત્પર એવા ગુરુ હોય છે. અહીં આચાર્યના છત્રીસ ગુણો જણાવ્યા છે જેમાં મધ્યસ્થ, સંવિગ્ન, ગીતાર્થ તેમ જ લબ્ધિવાન, આદેયનામકર્મવાળા વગેરે પુણ્યપ્રકૃતિથી યુક્ત એવા આચાર્યભગવંત હોય એમ જણાવ્યું છે. આચાર્યભગવંતની છત્રીસી છત્રીસ પ્રકારે છે. તેમાંથી પંચિંદિયસત્રમાં બતાવેલી છત્રીસી તો તમને યાદ છે ને? એ છત્રીસીની યાદ રાખશો તો પણ આચાર્યભગવંતનું સ્વરૂપ કેવું હોય તે સમજી શકાશે.
ગુરુજનમાં જન શબ્દ બહુવચનને જણાવવા છે. આવા ગુરુ જે કોઇ હોય તે દરેકની સેવા કરવાની છે. આ સેવા કેવી રીતે કરવી તે જણાવતાં સૌથી પહેલાં કહે છે કે કાળ-યોગ્ય અવસરે ગુરુની સેવા કરવી, આપણને સમય હોય ત્યારે સેવા કરવાની છે એવું નથી, ગુરુને અનુકૂળ હોય તેવા સમયે સેવા કરવાની. કાળનું પ્રાધાન્ય શાસ્ત્રકારો લગભગ કાયમ માટે જણાવતા હોય છે. કારણ કે આપણે પણ મોટે ભાગે કાળની જ ઉપેક્ષા કરતા હોઇએ છીએ. આશાતનાના ભયે દ્રવ્ય અને ક્ષેત્રની પ્રાયઃ કોઇ ઉપેક્ષા કરતું નથી. ભાવ તો કરવાનો હોય જ ! એકમાત્ર કાળ સચવાતો નથી. આજે તો જોકે કાળની સાથે બીજી પણ અનેક ઉપેક્ષાઓ જોવા મળે. આપણને ફાવે, અનુકૂળ પડે એ રીતે ભક્તિ કરવી છે ! આજે તો ધાતુનાં પ્રતિમાજી લઇને નીચે પલાંઠી વાળીને પુજા કરવા બેસી જાય. પાછા કહે કે ભાવ ઘણો આવે છે. મૂળનાયકની પૂજા જેમ ઊભાં ઊભાં કરો છો તેમ નાના ધાતુનાં પ્રતિમાજીની પૂજા પણ ઊભાં ઊભાં જ કરવી જોઇએ. આપણા માટે ભગવાનને ખસેડાય નહિ. સ0 ચલપ્રતિષ્ઠાનો ઉદ્દેશ શું ?
ચલપ્રતિષ્ઠાનો ઉદ્દેશ એ છે કે આપણે બહારગામ જવું હોય તો આપણી સાથે લઇ જઇ શકીએ. આપણને ફાવે ત્યારે, ફાવે ત્યાં લઇને બેસી શકાય તે માટે આ ચલપ્રતિષ્ઠા નથી. ભગવાનની સામે પલાંઠી વાળીને ન બેસાય. જે ભગવાન દીક્ષા લઇને કેવળજ્ઞાન પામ્યા ત્યાં સુધી ભૂમિ ઉપર બેઠા નથી તે ભગવાન સામે આપણે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫ર
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૫૩
Page #80
--------------------------------------------------------------------------
________________
પલાંઠી વાળીને કઇ રીતે બેસી શકીએ ? ગુરુ પાસે પણ ઉભડક પગે જ બેસવાનું હોય તો ભગવાન સામે કઇ રીતે બેસી શકાય ? સવ શરીર કામ ન આપતું હોય તો ?
શરીર કામ આપવાનું જ નથી, આપણે શરીર પાસેથી કામ લેવું પડશે. શરીર ગધેડાજેવું છે. ગધેડું કેવું હોય ? કામ ન કરે તેવું. પણ તેની પાસેથી કામ લેવું પડે ને? કામ લેવાનું ને સાચવવાનું નહિ. ઘોડાને, ગાયને, ભેંસ, બકરીને લોકો ચારો ચરાવે. ગધેડાને કોઇ ન ચરાવે ને ? ગધેડાને તો તેનો માલિક તગડી મૂકે એટલે ઉકરડા પર ચરી આવે. શરીર પાસે જેટલું કામ લેવાનું હોય તેટલું જ સાચવવાનું. શાસ્ત્રમાં કહ્યું છે કે ગાડીના પૈડામાં તેલ જેટલું પૂરીએ તેટલો જ આહાર લેવાનો. ચક્કા જામ થઇ જાય એટલું તેલ ન પુરાય ને ? તેમ શરીરની સ્કૂર્તિ જળવાઇ રહે એટલો જ આહાર આપવાનો. શરીર સુખ થાય ત્યાં સુધી નહિ આપવાનું. સારા સારા ડૉક્ટરો, વકીલો, બેરિસ્ટરો પણ દિવસમાં એક જ વાર પેટ ભરીને વાપરે. આખો દિવસ ર્તિમાં ફરતા હોય. જેને કામ કરવું હોય તેને પ્રમાદ કરવો ન પાલવે. મહાપુરુષો સામે પલાંઠી વાળીને ન બેસાય. શરીરના પૂજારી કોઇ ધર્મ કરી ન શકે. મારા ગુરુમહારાજ દેરાસરમાં આસન પાથરીને બેસતા અને દેવવંદન કરતા. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે દેરાસરમાં પલાંઠી વાળીને ન બેસાય ત્યારે તેમણે દેરાસરમાં દેવવંદન કરવાનું બંધ કર્યું. મકાનમાં આવીને દેવવંદન કરે. ત્યાં નાનું ચૈત્યવંદન કરીને આવી જતા.
સવ એવો પાઠ ક્યાંય મળે છે ?
ગુરુ પાસે પર્યસ્તિકા (પલાંઠી) આસને ન બેસવું. ઊભડક પગે બેસવું : એવો પાઠ ઉત્તરાધ્યયનમાં છે. ગુરુ પાસે પ્રતિક્રમણ કરવાનું હોય તે પ્રતિક્રમણમાં પણ ચૈત્યવંદનમુદ્રા, કાઉસ્સગ્નમુદ્રા આ બધી જ અવસ્થામાં ક્યાંય પલાંઠી વાળીને બેસવાની વાત નથી. જો ગુરુ પાસે પણ આવી મુદ્રામાં ન બેસાય તો પરમાત્મા પાસે તો કેવી રીતે બેસાય ? જે અપ્રમત્ત હોય તેમની સામે પ્રમાદવાળા આસને ન બેસાય. આમાં પાઠની જરૂર છે? છતાં પાઠ જોઇતો હોય તો અનુકુળતા શોધવા માટે જ જોઇએ છે, ધર્મ કરવા માટે નહિ – એમ માનવું પડે ને ? તમે તો વ્યાપારી માણસ છો ને ? પૈસા કમાવા હોય તો પલાંઠી વાળીને બેસાય ખરું? ધર્મ કરવો હશે તો સુખશીલતા છોડી દુખ વેઠતાં થવું પડશે.
કાળે એટલે પ્રતિક્રમણ, શાસ્ત્રશ્રવણ ઇત્યાદિના હેતુરૂપ અવસરે ગુરુની સેવા કરવી. તે પણ તેમના સ્વાધ્યાયાદિ તથા પ્રત્યુપેક્ષણ, ભોજન વગેરે યોગોમાં અંતરાય ન પડે તે રીતે સેવા કરવી. સાધુભગવંતોને આગમમાં આ પ્રમાણે ઉપદેશ આપ્યો છે કે જિનશાસનને વિષે પડિલેહણાદિ દરેક યોગોનો ઉચિત રીતે પ્રયોગ કરવામાં આવે તો તેનાથી દુઃખનો અને કર્મનો ક્ષય થાય છે. તેથી તે દરેક યોગો અસપત્ન(અવિરોધી)પણે આરાધવા જોઇએ. અહીં દુ:ખનો ક્ષય એટલે સંસારસ્વરૂપ દુઃખનો ક્ષય. જે ભોગવીએ છીએ તે દુ:ખ નથી, જ્યાં ભોગવવું પડે છે – તે દુઃખ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫૫
Page #81
--------------------------------------------------------------------------
________________
છે. શરીરમાં જે રોગ આવે છે તે દુઃખ નથી, રોગના આશ્રયભૂત શરીર છે એ જ દુઃખરૂપ છે. દુઃખ તરીકે પીડાનું દુઃખ નથી લેવું. આ સંસાર જ દુઃખરૂપ છે. પછી તે પુણ્યથી મળેલો હોય કે પાપથી.
અને એ સંસારનો અંત કર્મના અંત વિના થવાનો નથી માટે દુઃખક્ષય પછી કર્મક્ષય માંગ્યો છે.
સ૦ બીજા આનો અર્થ જુદો બતાવે છે - અમારે શું કરવું ? તમને જે અર્થ સારો લાગે તે માનો.
સ૦ સારો નહિ સાચો અર્થ જોઇએ છે.
સારા અને સાચાનો ભેદ તમે પાડો છો, અમે તો બેયને એક ગણીએ છીએ. જે સાચું હોય તે જ સારું હોય. અને સારું તે જ હોય કે જે સાચું હોય. ભગવાનના શાસનના મૂળભૂત સિદ્ધાંતને બાધ ન આવે - એવો અર્થ કરજો .
આ રીતે ગુરુની સેવા પોતે તો કરવી, તેની સાથે બીજાની પાસે પણ કરાવવી. મને સમય નથી માટે તમે જાઓ - એવું કહીને કરાવવું તે ગુરુનું કામ કરાવ્યું ન કહેવાય, પોતાનું કામ કરાવ્યું કહેવાય. ગુરુનું કામ બીજા પાસે કરાવવું હોય તો તે કઇ રીતે કરાવાય ? બીજાને ગુરુ પ્રત્યે સદ્ભાવ જાગે તો બીજા ગુરુનું કામ કરે ને ? અને બીજાને ગુરુ પ્રત્યે સદ્ભાવ ક્યારે જાગે ? તેને ગુરુના ગુણોનું જ્ઞાન થાય ત્યારે ને ? તેથી જણાવે છે કે સદા વર્ણવાદ ક૨વા દ્વારા અર્થોદ્ ગુરુના સદ્ભૂત ગુણોનું કીર્તન કરવા દ્વારા બીજા પ્રમાદીઓને ગુરુસેવામાં પ્રવર્તાવે. આ વર્ણવાદ કઇ રીતે કરવો – ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૫૬
એ પણ જણાવે છે કે – મનુષ્યપણું, ઉત્તમ ધર્મ, જ્ઞાનાદિકથી યુક્ત એવા ગુરુનો યોગ... આ બધી સામગ્રી મળવી અત્યંત દુર્લભ છે. માટે તું આ સામગ્રી મળ્યા બાદ આત્માના હિતને જાણ. આવા મહાત્મા ગુરુ ધન્ય મનુષ્યોને જ દૃષ્ટિગોચર થાય છે. એટલે કે આ મહાપુરુષ જેને નજરે ચઢે તેય ધન્યવાદને પાત્ર છે, તેમના દર્શનમાત્રથી આપણા પાપનો ક્ષય થાય છે. સમગ્ર સુખના કારણભૂત એવું તેમનું વચનામૃત ધન્યમનુષ્યો જ પીએ છે. આ ઉપદેશરૂપી રસાયણને જેઓ સેવતા નથી તેઓને; પ્રાપ્ત થયેલ નિધાન નષ્ટ થવાથી જેમ પશ્ચાત્તાપ થાય છે તેમ પસ્તાવાનો વારો આવે છે... ઇત્યાદિ કહેવું. આપણે આપણા ગુરુને આવા જ માનીએ છીએ ને ?
ગુરુસેવાના ત્રીજા પ્રકારમાં જણાવે છે કે ગુરુને ભૈષજ તથા ઔષધાદિ પોતે આપે તથા બીજા પાસે અપાવે. એક વસ્તુથી બન્યું હોય અથવા બહારથી જેનો ઉપયોગ થાય તેને ઔષધ કહેવાય અને ઘણી વસ્તુઓના સંયોગથી જે બન્યું હોય અથવા અત્યંતર અર્થાર્ ખાવામાં જેનો ઉપયોગ થતો હોય તેને ભૈષજ કહેવાય. ઉપલક્ષણથી અન્નપાણી, ઓઘો, પાત્રાં, કામળી વગેરે ચારિત્રધર્મને યોગ્ય એવાં સંયમનાં ઉપકરણો, પુસ્તક, પીઠ-ટેબલ કે જે સ્વસ્થ હોય ડગમગતું ન હોય તે સર્વ વસ્તુ દાનમાં વિચક્ષણ એવા પુરુષોએ મોક્ષાર્થી એવા ભિક્ષુને આપવી. મોક્ષના અર્થીને દાન આપવાનો હેતુ એ છે કે દાતા પણ મોક્ષાર્થી છે. સુપાત્રદાનથી મોક્ષ
ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૧૫૭
Page #82
--------------------------------------------------------------------------
________________
મળે છે - આવું જે જાણે છે તે દાતા જ દાનમાં વિચક્ષણ છે. આથી જ “આ ગ્રહણ કરો અને મને તારો (SICXHde}NCYS, AP)' આ ભાવનાથી સુપાત્રદાન કરવાનું જણાવ્યું છે. બીજા ઉપર ઉપકાર કરવા માટે દાન નથી આપવાનું કહ્યું છે કે જે મનુષ્ય મનવચનકાયાની ગુપ્તિવાળા મુનિઓને ઔષધાદિક આપે છે તે ભવે ભવે શુદ્ધ અધ્યવસાયના-(બોધિના) વિસ્તારને પામે છે તથા નીરોગી થાય છે.
ચોથી સેવા છે ગુરુ પ્રત્યે અંતરથી બહુમાન રાખવું. બહુમાન રાખવું એટલે મનની પ્રસન્નતાપૂર્વક ગુરુગુણની શ્લાઘા કરવી તથા ગુરુના ભાવને-ચિત્તવૃત્તિને અનુસરવું. ગુરુને જે ગમે તે જ કરવાનું. ગુરુને જે ન ગમતું હોય તે નહિ કરવાનું. આનું નામ ગુરુ પ્રત્યેનું બહુમાન. સ0 ગુરુની આજ્ઞા જોવાની કે શું ગમે છે એ જોવાનું?
ગુરુની આજ્ઞા તો જોવાની. પરંતુ એ આજ્ઞા પાળતી વખતે ગુરુને જે રીતે અનુકૂળ હોય તે રીતે કરવાનું. ગુરુએ પડિલેહણ કરવાની આજ્ઞા કરી હોય તો જેમ-તેમ ઢગલો કરીને નહિ મૂકવાનો. કપડાંની ગડી પણ ગુરુને જેમ ઇષ્ટ હોય તેમ વાળવાની. કાપ કાઢવાની આજ્ઞા કરી હોય તો તે પણ આપણને ફાવે તેમ નહિ કાઢવાનો. એમને જેવું ગમતું હોય તે રીતે જ કાઢવાનો, કપડાં પણ એ રીતે સૂકવવાના. સ0 આટલું બધું કરવાની યોગ્યતા અમારામાં નથી – એમ લાગે છે.
યોગ્યતા નથી – એમ લાગે છે તો કેળવવી છે કે ઘરભેગા થવું છે? નિશાળમાં ભણવા બેઠા ત્યારે બુદ્ધિશાળી હતા કે બુદ્ધ ? છતાં શું કર્યું ? યોગ્યતા કેળવી ને ? અહીં નથી કેળવવી ને ? યોગ્યતા કેળવવા માટે રહેવું હોય તો અમે રાખવા તૈયાર છીએ પણ પોતાની રીતે રહેવા માંગે તેને ન રાખીએ. ગુરુને ગમે, ગુરુને ફાવે, ગુરુને માફક આવે એ રીતે ગુરુની સેવા કરવી તેનું નામ ગુરુ પ્રત્યેનું બહુમાન.
આ ગુરુસેવાના વિષયમાં શ્રી સંપ્રતિમહારાજાનું કથાનક આપ્યું છે. આ કથાનક તો સુપ્રસિદ્ધ છે. આપણે ટૂંકમાં જોઇ લઇએ. શ્રી આર્યસુહસ્તિસૂરિ મ. એક વાર પરિવાર સહિત કૌશાંબીનગરીમાં પધાર્યા. તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. બીજા ભિક્ષુકોને ભિક્ષા મળતી ન હતી. સાધુઓને ધનાઢ્યનાં ઘરોમાંથી સંપૂર્ણ ભિક્ષા મળતી. એક ભિખારી અત્યંત ભૂખ્યો થયેલો. તેણે સાધુઓને આ રીતે ભિક્ષા લેતા જોઇ તેમની પાસે અત્યંત કાકલુદીભર્યા સ્વરે ભિક્ષાની માંગણી કરી. સાધુઓએ કહ્યું કે આ ભિક્ષાના અધિકારી અમે નથી અમારા ગુરુભગવંત છે. એમની આજ્ઞા વિના અમે કશું આપી ન શકીએ. આથી પેલો રંક ગુરુ પાસે આવ્યો. ગુરુએ જ્ઞાનથી જોયું કે જીવ યોગ્ય છે, લાભ થશે. એમ સમજીને તેને કહ્યું કે તું પ્રવ્રજયા ગ્રહણ કરે તો તારી જે ઇચ્છા હોય તે અમે આપીએ. કે પ્રવ્રજયા લીધી. ગુરુએ તેની ઇચ્છા મુજબ સ્નિગ્ધ આહાર આપ્યો. તેથી ખૂબ સંતોષ પામ્યો
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૧૫૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫૯
Page #83
--------------------------------------------------------------------------
________________
અને પોતાની ઉપર આ રીતે ઉપકાર કરનાર મહાત્માઓની, તેમના ધર્મની, દેવની ખૂબ અનુમોદના કરવા લાગ્યો. આ પ્રમાણે અવ્યક્ત સામાયિક વ્રતવાળો અને શુભપરિણામી તે મધ્યરાત્રિએ વિશૂચિકાવ્યાધિથી મરણ પામ્યો. ત્યાંથી મરીને પાટલીપુત્રનગરમાં ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારના પુત્ર અશોકશ્રીનો પુત્ર જે કુણાલ હતો તેના પુત્ર તરીકે જન્મ્યો. અશોકશ્રીરાજાને કુણાલ અતિવહાલો હોવાથી તેને બાળપણમાં જ યુવરાજપદવી આપી તેને સપત્નીઓના ભયથી મંત્રીશ્વરની નજર હેઠળ ઉજ્જયિનીનગરીમાં રાખ્યો હતો. એક વાર તેને કળાગ્રહણને યોગ્ય જાણી મંત્રીશ્વરને પત્ર લખીને અધીયતાં માર: । (કુમારને ભણાવવો) એમ જણાવ્યું. અચાનક કામ આવતાં એ પત્ર એવો ખુલ્લો મૂકીને રાજા અન્યત્ર ગયો. ત્યાં કુમારની ઓરમાન માતા આવી, તેણે વાંચ્યું. ઇર્ષ્યા અને દ્વેષથી કુમાર રાજા ન થાય તે માટે નખેથી આંખનું કાજળ કાઢી Y ઉપર અનુસ્વાર કર્યો. રાજાએ તો થોડી વારમાં ત્યાં આવી પત્ર એવો જ બીડીને મોકલાવી દીધો. મંત્રીશ્વરે વાંચ્યું કે - ઊંધીયતાં વુમાર: । (કુમારને આંધળો કરવો) આવો આદેશ રાજા કરે નહિ. મંત્રીશ્વરને વિચારમાં પડેલા જોઇને કુણાલે જાતે પત્ર વાંચ્યો અને પિતાના આદેશ પ્રમાણે લોઢાની તપાવેલી શલાકાને આંજી અંધ બનવા તૈયાર થયો. મંત્રીશ્વરોએ ઘણું સમજાવ્યું કે આપણે આ આદેશની ખાતરી કરીએ પછી શું કરવું એ વિચારીએ છતાં કુણાલે માન્યું નહિ અને પોતાની જાતે પોતે અંધ થયો.
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૬૦
સ૦ કુણાલે ચોકસાઇ કરી હોત તો કાંઇ વાંધો હતો ?
કુણાલને લાગેલું કે બાપાની આજ્ઞાની ચોકસાઇ કરવાની ન હોય. તમને જોકે એ નહિ સમજાય. કારણ કે તમારી ટેવ તો ભગવાનની અને ગુરુની આજ્ઞાની પણ ચોકસાઇ કરવાની છે ને ? આ બાજુ કુણાલ સંગીતમાં નિપુણ થયો અને તેમાં આનંદથી સમય પસાર કરવા લાગ્યો. પેલો ટૂંકનો જીવ કુણાલની પત્નીની કુક્ષિમાં આવ્યો. તે વખતે રાણીએ ઉત્તમ સ્વપ્ર જોયું હતું. એ સ્વપ્નફળના આધારે કુણાલે વિચારેલું કે આ કોઇ ઉત્તમ જીવ લાગે છે. તેને પિતાના રાજ્યની પ્રાપ્તિ થાય તો સારું. તેથી પિતાને પ્રસન્ન કરવા પોતાની પ્રિયા સાથે પાટલીપુત્ર જઇને વસ્યો અને ગીત-સંગીત કળાથી લોકોને આત્કૃષ્ટ કરી અતિપ્રસિદ્ધિને પામ્યો. તેથી કૌતુકથી રાજાએ તેને ગીત સાંભળવા બોલાવ્યો. પરંતુ નેત્રરહિત હોવાથી રાજા આગળ પડદામાં તેને રાખ્યો. તેના સંગીતથી ખુશ થઇ રાજાએ તેને વરદાન માંગવા કહ્યું. એટલામાં જ કુણાલના સેવકે પુત્રજન્મની વધામણી આપી. આથી કુમારે ગીતમાં ગાયું કે ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર, અશોકશ્રીનો પુત્ર ‘કાગણી' યાચે છે. આ રીતે કુણાલને ઓળખી રાજા હર્ષથી તેને ભેટ્યો અને પૂછ્યું કે આવી તુચ્છ માંગણી કેમ કરી ? ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે આ મૌર્યવંશમાં કાગણીનો અર્થ રાજ્ય થાય છે. રાજાએ કહ્યું કે તું રાજય માટે અયોગ્ય છે, તારો કોઇ પુત્ર છે ? ત્યારે તેણે કહ્યું કે સંપ્રતિ(હમણાં જ) જન્મ્યો છે.
ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૧૬૧
Page #84
--------------------------------------------------------------------------
________________
આથી રાજાએ તે પુત્રનું સંપ્રતિ નામ પાડી દસ દિવસમાં તેનો રાજ્યાભિષેક કર્યો.
આ રીતે પૂર્વભવના એક દિવસના ચારિત્રના પાલન દ્વારા જે પુણ્ય ઉપાર્જિત કર્યું તેના પ્રભાવે જનમતાંની સાથે જ રાજય મળ્યું. ત્યારબાદ સંપ્રતિ રાજા થયો. અને એક વાર શ્રી આર્યસુહસ્તિમહારાજને જોઇને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમણે ગુરુને પૂછ્યું કે ભગવદ્ ! સામાયિક ચારિત્રનું ફળ શું ? ત્યારે ગુરુએ કહ્યું કે અવ્યક્ત સામાયિકનું ફળ રાજ્યાદિક સમૃદ્ધિ છે અને વ્યક્તસામાયિકથી સ્વર્ગ અથવા મોક્ષ મળે છે. રાજાના કહેવાથી ગુરુએ પણ ઉપયોગ મૂકીને તેને ઓળખ્યો. સંપ્રતિરાજાએ ગુરુ પાસે આજ્ઞા માંગી કે – શું કરું ? ત્યારે નિકાચિત ચારિત્રમોહનીય કર્મના યોગે દીક્ષા માટે અયોગ્ય જાણી આચાર્યભગવંતે શ્રાવકધર્મને સ્વીકારવા જણાવ્યું. પછી તો તમે જાણો જ છો. નેવું હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, છત્રીસ હજાર નૂતન જિનમંદિર બંધાવ્યાં. અણુવ્રત, ગુણવ્રતને સ્વીકારી ગુરુસેવામાં તત્પર બનેલા સંપ્રતિમહારાજાએ સામંત રાજાને પ્રતિબોધ પમાડ્યા. સાધુઓને દાનાદિક વાત્સલ્ય કર્યું, સાધર્મિક જનોને ઉન્નતિ પમાડી. અનાર્ય દેશમાં પણ લોકોને ઉપશમ પમાડી તે દેશને સાધુઓના વિહારને યોગ્ય બનાવ્યો. આજે પણ સંપ્રતિમહારાજાએ ભરાવેલાં બિંબ જુદા તરી આવે છે અને તેમાં અત્યંત ભાવ પણ આવે છે. નૂતન પ્રતિમાજી એના કરતાં આલાદક હોવા છતાં તેમાં ભાવ નથી
આવતા : આવી ઘણાની ફરિયાદ છે. આપણામાં ભાવ હોય તો આપણે દુનિયામાં ભાવ લાવી શકીએ.
ભાવશ્રાવકનું છેલ્લું લક્ષણ છે પ્રવચનકુશળતા. શાસ્ત્રકારોએ આ લક્ષણ છેલ્લું રાખ્યું છે. જયારે આપણે ત્યાં આ લક્ષણ પહેલાં આવી ગયું છે. બધા શ્રાવકો ભણ્યા વગર જ ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચયવ્યવહારના જ્ઞાતા થવા માંડ્યા છે. અહીં જણાવ્યું છે કે જેણે ૧. સૂત્ર, ૨. અર્થ, ૩. ઉત્સર્ગ, ૪. અપવાદ, ૫. ભાવ(નિશ્ચયનયનો અભિપ્રાય) અને ૬. વ્યવહાર : આ છમાં કુશળતા પ્રાપ્ત કરી હોય તેને પ્રવચનકુશળ કહેવાય. સૂત્ર એટલે શ્રાવયોગ્ય સૂત્ર કે જે અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનથી માંડીને દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયન સુધીનાં સૂત્રો છે, તે ભણે. બીજા પણ કર્મગ્રંથ વગેરે આચાર્યભગવંતે પ્રસન્નતાથી કહેલા ગ્રંથો ભણવા. તેનો અર્થ સુતીર્થ એટલે કે સૂત્રાર્થના જાણકાર, જેમણે પોતાના ગુરુ પાસે સુત્રાર્થના પરમાર્થ પ્રાપ્ત કર્યો હોય તેમની પાસે ભણવો, સાંભળવો; જાતે નહિ. કારણ કે કહ્યું છે કે શાસ્ત્રમાં કહેલી સર્વ ક્રિયાઓ ગુરુને જ આધીન હોવાથી હિતેચ્છુએ ગુર્વારાધનમાં તત્પર રહેવું. ઉત્સર્ગ અને અપવાદ તો જિનમતને વિષે પ્રસિદ્ધ છે. તેના વિષયવિભાગને શ્રાવક યથાર્થપણે જાણે છે. કેવળ ઉત્સર્ગ કે કેવળ અપવાદ પ્રમાણભૂત નથી. ગુરુના ઉપદેશથી શ્રાવકે બંનેના અવસરને જાણવો જોઇએ. આજે તો વગર ભણેલા ગીતાર્થો ઉત્સર્ગ-અપવાદની વાતો કરવા લાગ્યા છે. દશવૈકાલિકના જોગ
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૬૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૬૩
Page #85
--------------------------------------------------------------------------
________________
પણ ન થયા હોય એવા નૂતન દીક્ષિતો ઉત્સર્ગ–અપવાદની ચર્ચા કરવા માંડે. આપણે કહેવું પડે કે ભાઇ પહેલાં અભ્યાસ તો કરો. દશવૈકાલિકમાં અપવાદની નહિ, ઉત્સર્ગની જ વાત છે. ક્યાં પાપ છે?, કઇ રીતે બેસવું, ઊઠવું, બોલવું આ બધું જણાવ્યું છે. દવા પણ લેવાની ના પાડી છે. આ તો કહે કે અપવાદે બધું કરાય. આપણે સમજાવવું પડે કે જે પહેલાં ઉત્સર્ગમાર્ગે ચાલતો હોય તેના માટે અપવાદ છે. અપવાદ પડતાંને બચાવવા માટે છે, પહેલેથી પ્રવર્તવા માટે નહિ, આ તો દીક્ષા લેતાંની સાથે દવા કરવા માટે ગુરુથી જુદો પડે. પછી એક વાર છૂટો પડ્યો એ પડ્યો ! ગુરુથી જુદા થઈ પણ દવા કરવી છે, પણ ગુરુની સાથે દવા વિના જીવવું છે – એવો વિચાર ન આવે ને ? ભાવદવા તો ગુરુ પાસે જ મળશે, દ્રવ્યદવાની કિંમત નથી – માનો ને ? સ0 ગુરુ આજ્ઞા કરે તો ?
ગુરુ આજ્ઞા કરે છે તે તમારું મોટું જોઇને. તમને દવા વગર અસમાધિ થતી હોય તો ગુરુને આવી આજ્ઞા કરવી જ પડે ને ? તમે કહી દો કે મને આપની નિશ્રામાં સમાધિ છે, તો ગુરુને કાંઇ તમને છૂટા પાડવાના કોડ નથી. સમાધિ કોણ આપે ? ગુરુ કે ડૉક્ટર ? ૫.પૂ.મંગળવિજયજી મહારાજનો પ્રસંગ યાદ છે ને ? વિહારમાં ડોલીમાં દુઃખાવો ઊપડ્યો. ડોલીવાળાએ બામ ઘસી આપ્યો. એટલામાં સાહેબ પાછળથી ભેગા થયા. સાહેબે જોયું કે સારું નથી. જામનગર જવાનું હતું ત્યાં અગાઉથી સમાચાર
પહોંચાડી દીધા. ત્યાંના લોકોએ એબ્યુલન્સ તૈયાર રાખી હતી. સાહેબ પધારે એના પહેલાં તો પૂ. મંગળવિજયજી મહારાજને એબ્યુલન્સમાં સુવાડી દીધા હતા. જેવા સાહેબ પધાર્યા કે તરત કહ્યું કે આ શું કરો છો ? સાહેબ જાતે એબ્યુલન્સમાં ચઢીને પુ. મંગળવિજયજી મહારાજ પાસે ગયા અને તેમને પૂછ્યું કે સાહેબ ! આપને હોસ્પિટલમાં જવું છે? તેમણે કહ્યું – ના રે ! તું હોય તો મારે શું કામ છે ? ગુરુ મહારાજ જો હાજર હોય તો ડૉક્ટર પાસે જવું કે ગુરુ પાસે રહેવું ? સ0 રોગ અસાધ્ય હોય તો ?
તો તો દવા કરવાનું માંડી જ વાળીએ ને ? મારા ગુરુ મહારાજે માંડી વાળ્યું હતું. દવા વગર એક દિવસ ખાલી ન જાય. પણ છેલ્લે જોયું કે કશું જાય એવું નથી તો બધું બંધ કરી નાંખ્યું. ડૉક્ટરે તપાસીને કહ્યું કે ગળામાં કાંઇ તકલીફ નથી પરંતુ જાતે શ્વાસ લઇ શકે એટલી પણ શક્તિ નથી રહી તો કોળિયો કઇ રીતે ઉતારશે ? માટે તેમને કશું આપતા નહિ, નહિ તો વધારે પીડાશે. રોગ અસાધ્ય હોય તો દવાની પાછળ પડવું છે કે ત્યાગ કરવો છે? ભાવસમાધિ ગુરુ પાસે જ મળશે. સામાન્ય તકલીફ થાય ને જુદા પડી જાય, અવિરતિધર પાસે સેવા લેતા થઇ જાય - આવું નથી કરવું. સમુદાયમાં હોય તો સચવાઇ જાય – અવિરતિધરની સેવા લેવી ન પડે, વિરતિધર સેવા કર્યા વિના ન રહે. આ બાજુ પૂ. મંગળવિજયજી મહારાજને નીચે ઉતારી દીધા. સાહેબે નવકાર
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૬૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૬૫
Page #86
--------------------------------------------------------------------------
________________ આ રીતે ભાવશ્રાવકનાં છ લક્ષણો પૂરાં થયાં. એના શ્રવણ, ચિંતન, મનન અને પરિશીલન દ્વારા ભાવસાધુપણા સુધી પહોંચવા પ્રયત્નશીલ બની રહો - એ જ એક સદા માટેની શુભાભિલાષા. સંભળાવ્યા. દસ મિનિટમાં તો કાળધર્મ પામ્યા. છેલ્લે દવા ન પામ્યા પણ નવકાર પામ્યા. પોતાના દીક્ષાદાતા ગુરુને આ રીતે નિર્ધામણા કરાવી શક્યા. આ બધું ક્યારે શક્ય બને ? ભાવસમાધિની કિંમત સમજાય તો ! ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા બન્યા વિના તેની ચર્ચામાં ન પડવું. જાણકાર બન્યા પછી પણ ગુરુને પૂછ્યા વિના કશું કરવાનું જ નથી. તો જાણકાર બનવા પહેલાં આ બધી ચર્ચા કરવી યોગ્ય નથી. તે જ રીતે નિશ્ચય અને વ્યવહારના જ્ઞાતા અને કુશળ બનવું. આપણને જે ફાવે તેને વ્યવહારનય કહેવો અને આપણને જે ન ફાવે તેને નિશ્ચયનયને નામે ચઢાવવું : એ ઉચિત નથી. વિધિ જેમાં પ્રધાન છે તેવાં જ દેવવંદન, ગુરુવંદન, દાનધર્મ વગેરે અનુષ્ઠાનો કરે. વિધિ મુજબના આચરણમાં પક્ષપાત રાખે અને અવિધિની ઉપેક્ષા ન કરે તે જ નિશ્ચયનયનો અભિપ્રાય છે. કહ્યું છે કે જેમણે બાર અંગનો સાર ખેંચી કાઢ્યો છે તેમ જ જેઓ નિશ્ચયનયનું અવલંબન કરનારા છે તે મુનિઓ પરિણામને જ પરમરહસ્યભૂત, પ્રમાણભૂત માને છે. માટે બુદ્ધિમાન પુરુષોએ નિરંતર પરલોકના હિત માટે ગુરુના યોગે શુદ્ધ ભાવને ધારણ કરવો જોઇએ. તેમ જ સંવિગ્ન, ગીતાર્થ, અશઠ પુરુષોએ જે કાંઇ નિરવદ્ય આચરણ કર્યું હોય અને બીજા ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય તેવા વ્યવહારને માન્ય રાખી આચરવો આ વ્યવહારકુશળતા છે. ઉપલક્ષણથી જીવ તથા પુદ્ગલ : સર્વ પદાર્થમાં કુશળ હોય તે પ્રવચનકુશળ જાણવો. ભાવશ્રાવકનાં છ લક્ષણો - 166 ભાવશ્રાવકનાં છ લક્ષણો : 167